Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારાન્તરેણ સબેઠકેવલજ્ઞાન વર્ણનમ્
આ રીતે ભવસ્થસિદ્ધકેવળજ્ઞાન અને સિદ્ધકેવળજ્ઞાનના ભેદથી કેવળજ્ઞાનના બે ભેદોનુ નિરૂપણુ કરીને હવે સૂત્રકાર પ્રકારાન્તરથી કેવળજ્ઞાનના ભેદોનું નિરૂપણ કરે છે—ત સમારકો પબિદ્ ઇત્યાદિ.
""
તે કેવળજ્ઞાનને સંક્ષેપમાં ચાર પ્રકારનુ` કહ્યું છે, જેવાં કે દ્રવ્યની અપેક્ષાએ ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ દ્રવ્યની અપેક્ષાએ કેવળજ્ઞાની સર્વ દ્રબ્યાને જાણે છે અને દેખે છે. ક્ષેત્રની અપેક્ષાએ કેવળજ્ઞાની સમસ્ત લેાકાકાશ અને અલેાકાકાશ રૂપ ક્ષેત્રને સાક્ષાત્ જાણે છે અને દેખે છે.
જો કે ‘દ્રવ્યની અપેક્ષાએ કેવળજ્ઞાની સમસ્ત દ્રબ્યાને જાણે છે અને દેખે છે ’ એમ કહેવાથી જ આકાશાસ્તિકાય આદિનુ જાણવા દેખવાનુ સિદ્ધ થઈ જાય છે છતાં પણ અહીં જે ક્ષેત્રની અપેક્ષાએ તેનુ જાણવા દેખવાનું કહ્યું છે તે ક્ષેત્રરૂપે તેની અલગ પ્રસિદ્ધિનું હોવું છે. એટલે કે “ લાનુ ક્ષેત્ર અલગ છે અને અલાકનુ ક્ષેત્ર અલગ છે’” આ વાતને સમજાવવાને માટે એવું કહ્યું છે. એજ પ્રમાણે કાલ અને દ્રવ્યના વિષયમાં પણ એજ સમજવુ' જોઈ એ, કાળની અપેક્ષાએ કેવળજ્ઞાની ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણે કાળાને જાણે છે અને દેખે છે. ભાવની અપેક્ષાએ કેવળજ્ઞાની સમસ્તજીવાદિક પદાથગત ગતિ, કષાય, અગુરુ લઘુ આદિ પર્યાયાને જાણે અને દેખે છે, અદ્ સવ ” ઈત્યાદિ ગાથાના અર્થ - ગાથામાં ‘અથ” શબ્દ એ વાત દર્શાવવાને માટે મૂકયો છે કે મનઃ" પચજ્ઞાનના પછી જ તીર્થંકરાએ આ કેવળજ્ઞાનનુ' વર્ણન કર્યુ. છે. આ કેવ
ઃઃ
જ્ઞાન “ સર્વદ્રવ્યપરિણામમાત્રવિજ્ઞપ્તિજારળમ્ ' એટલે કે સમસ્ત જીવ અને અજીવ રૂપ દ્રવ્યેામાં જે ઉત્પાદાદિક પરિણામ સ્વનિમિત્ત અને પરનિમિત્તથી થતાં રહે છે તેમના પોત-પોતાના અસાધારણ રૂપની વિજ્ઞપ્તિનુ` કારણ છે અનંત અને શાશ્વત છે અપ્રિતિપતનશીલ છે—સદા અવસ્થાયી છે. ખીજા' જ્ઞાનાની જેમ તેના ભેદ પ્રભેદ નથી.
શકા—જે શાશ્વત હૈાય તે “ અતિજાતિ ” એ વિશેષણ સ્વતંત્ર
અપ્રતિપાતી જ હોય તેા પછી ગાથામાં રૂપે શા માટે રાખ્યુ છે ?
ઉત્તર-શાશ્વત શબ્દના અર્થ “નિર ંતર થતું રહેવુ...” એવા થાય છે. જે પદાર્થ સ્વલ્પકાલાવસ્થાયી હોય છે તે પણ એટલા સમય સુધી જો નિરંતર થતા રહે છે તેા તે પણ શાશ્વત કહેવાય છે. “અપ્રતિત્તિ ” વિશેષણુ મા શાશ્વતમાં
શ્રી નન્દી સૂત્ર
૧૧૯