Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને તેમની એવી ઈચ્છા પણ હોય તો તેઓ એકલા જ વિહાર કરે છે, નહીં તે ગચ્છવાસમાં રહે છે. જે તેમનું મૃત પૂર્વાધીત ન હોય તે તેઓ નિયમતઃ ગુરુની પાસે જઈને સાધુ-વેષ સ્વીકારે છે. અને ગચ્છને છેડતાં નથી.
પ્રત્યેકબુધ્ધનું કૃત નિયમથી જ પૂર્વાધીત હોય છે. જઘન્યથી તેઓ અગિયાર અંગ સુધી ભણેલ હોય છે અને ઉત્કૃષ્ટરૂપથી દશ પૂર્વથી કંઈક ઓછું ભણેલ હોય છે. તેમને માટે દેવ સાધુવેષ આપે છે. અથવા તેઓ ક્યારેક ક્યારેક સાધુવેષથી વર્જિત પણ રહે છે !
જેમને આચાર્ય વગેરે બધ આપે છે, અને તેમના દ્વારા પ્રતિબંધિત થઈને જેઓ સિધ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, તેઓ બુધ્ધબોધિત સિધ્ધ છે Iણા
નારીજાતિ, નરજાતિ અને નાન્યતર જાતિથી યુક્ત થઈને જે સિદ્ધ થાય છે તેઓ સ્ત્રીલિંગ, પુલ્લિગ અને નપુંસકલિંગ સિધ્ધ કહેવાય છે. આ૮–૯–૧બી
જેમની પાસે જિન શાસન કથિત મુનિવેષ હોય છે—જેમકે દેરા સાથેની મુહપત્તિ, રજોહરણ આદિનું હોવું–તેમને સ્વલિંગ સિધ્ધ કહે છે. આ વેષમાં રહીને જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સ્વલિંગ સિધ્ધ છે ૧૧ાા પરિવ્રાજક આદિના વેષમાં રહીને જે સિદ્ધ થાય છે તે અન્યલિંગ સિદ્ધ કહેવાય છે. ૧રા ગૃહનાં લિંગમાં-ગૃહસ્થની પર્યાયમાં–રહીને જ જે સિદ્ધ થાય છે તેઓ ગૃહીલિંગ સિદ્ધ છે ૧૩ તથા એક સમયમાં જે એકજસિદ્ધ થાય છે તેઓ એકસિદ્ધ કહેવાય છે ||૧૪ો એક સમયમાં અનેક સિદ્ધ થાય છે તેઓ અનેકસિદ્ધ છે પા. અનેકસિદ્ધ ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક સમયમાં એકસે આઠ (૧૦૮) થાય છે. કહેલ પણ છે—
“વીના સહવા, રદ્દી પાવર વવ્યા
चुलसीई छन्नउई, दुरहिय अद्दुत्तर सयं च" ॥१॥
પ્રથમ સમયમાં જઘન્યથી એક કે બે જીવ, તથા ઉત્કૃષ્ટથી બત્રીસ જીવ સિદ્ધ થાય છે. બીજા સમયમાં પણ જઘન્યથી એક કે બે જીવ અને ઉત્કૃષ્ટથી બત્રીસ જીવ સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે ત્રીજા, ચોથા, પાંચમાં, છઠ્ઠ, સાતમાં, અને આઠમાં સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સિદ્ધ થનાર નું પ્રમાણ જાણવું જોઈએ. ત્યાર પછી નિયમથી જ અંતર પડી જાય છે. તથા તેત્રીસથી લઈને ઉત્કૃષ્ટ અડતાલીસ સુધી જીવ નિરંતર સિદ્ધ થતાં રહે છે, અને એ સાત સમય સુધી સિદ્ધ હોય છે. જેમકે પ્રથમ સમયમાં જઘન્યથી તેત્રીસ અથવા ચેત્રીસ, ઉત્કૃષ્ટથી અડતાલીસ સિદ્ધ થાય છે, આ રીતે સાત સમય સુધી સમજી લેવું જોઈએ. પછી નિયમથી અંતર પડી જાય છે. તથા એગણ
શ્રી નન્દી સૂત્ર