Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પચાસ (૪૯) થી લઈને ઉત્કૃષ્ટ સાઠ જી સુધી નિરંતર સિદ્ધ હોય છે એ છે સમય સુધી સિદ્ધ થાય છે, ત્યાર બાદ અંતર અવશ્ય પડી જાય છે. તથા એકસઠ (૬૧)થી લઈને ઉત્કૃષ્ટ ઑતેર (૭૨) જીવ નિરંતર સિદ્ધ થાય છે. તેઓ પાંચ સમય સુધી સિદ્ધ થાય છે, પછી નિયમથી અંતર પડી જાય છે. તથા તેતેર (૭૩) થી લઈને ઉત્કૃષ્ટ ચોર્યાસી (૮૪) નિતંર સિદ્ધ થાય છે. એ પાંચ સમયે સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ નિયમથી અંતર પડી જાય છે. પંચાશી (૮૫). થી લઈને ઉત્કૃષ્ટ છ-નું (૯૬) સુધી જીવ નિરંતર સિદ્ધ થાય છે. તે ત્રણ સમય સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ અંતર પડી જાય છે. સત્તાણુંથી (૭) લઈને ઉત્કૃષ્ટ એકસે બે (૧૦૨) સુધી નિરન્તર સિદ્ધ થાય છે. તે બે સમયે સુધી પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ અંતર પડી જાય છે. એક ત્રણ (૧૦૩) થી લઈને ઉત્કૃષ્ટ એક આઠ (૧૦૮) સુધી સિદ્ધ થાય છે, એ એક જ સમય સુધી પ્રાપ્ત થાય છે, બે ત્રણ આદિ સમય સુધી નહીં. આ પ્રમાણે આ ગાથાને અર્થ છે.
સ્ત્રીમોક્ષસમર્થનમ
स्त्रीमोक्षसमर्थनઅહીં આગળ “સ્ત્રીસ્ટિસિદ્ધાઃ” આમ જે કહેલ છે એ વાતને કેટલાક માનતા નથી, તેઓ આ પ્રમાણે કહે છે-“સ્ત્રીઓને મુક્તિ મળતી નથી, કારણ કે તેઓ પુરુષે કરતાં હીન છે. જેમ નપુંસક આદિ” આ બાબતમાં એ પૂછવાનું છે કે આપ કઈ સ્ત્રીઓને મેક્ષ નથી મળતો એમ સિદ્ધ કરે છે? શું સામાન્ય સ્ત્રીઓને કે કેઈ વિશિષ્ટ સ્ત્રીઓને?. જે સામાન્ય સ્ત્રીઓને મુક્તિ પ્રાપ્ત થતી નથી એવું આપ સિદ્ધ કરતા હે તે એ વાત અમે પણ માનીયે છીએ કે અસંખ્યાત વર્ષના આયુવાળી અકર્મભૂમિ જ સ્ત્રીઓને, દુષમાદિ કાલેત્પન્ન તિર્યચનિયેને અને દેવીઓને તથા અભવ્ય સ્ત્રીઓને મુક્તિ પ્રાપ્ત થતી નથી. તેથી પક્ષેક દેશમાં આ હેતુ સિદ્ધસાધ્યવાળે હેવાથી જે આપ કહે કે કઈ વિશિષ્ટ સ્ત્રીએ મુક્તિ પ્રાપ્ત કરવાને યોગ્ય નથી તે એ વાત પક્ષભૂત
શ્રી નન્દી સૂત્ર
૯૭.