Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે રીતે પુરુષોને ઉપકારક થાય છે, એજ રીતે સ્રીઓને પણ ઉપકારક થાય છે, કારણ કે બન્નેને ત્યાં અધિકાર છે. હવે રહ્યુ. પ્રાયશ્ચિતનું વિધાન તે તે ચેાગ્યતાની અપેક્ષા રાખે છે. એ અપેક્ષાને લઈને જ તેનુ વિધાન થયું છે. તેથી ગુરૂતર પ્રાયશ્ચિતની અધિકાીિ નહાવાથી સ્ત્રીએમાં વિશિષ્ટ સામર્થ્યના અભાવ છે, એમ કહેવું તે યુતિયુકત નથી. જો એમ કહેા કે પુરૂષો વડે તેઓ અનભિવંદ્ય છે તેથી તેઓ તેમનાં કરતાં હીન છે, તે એવુ` કથન પણ ઉચિત લાગતું નથી, કારણુ કે આપ કયા રૂપે તેને અનભિવંદ્યતા કહે છે.? શું સામાન્ય પુરૂષોની અપેક્ષાએ કે ગુણાષિક પુરુષાની અપેક્ષાએ ? જો એમ કહેતા હૈ કે તે સામાન્ય પુરુષાની અપેક્ષાએ તે અભિવઘતા તેમનામાં છે તા એમ કહેવુ' તે ચેગ્ય નથી, કારણ કે સામાન્ય પુરુષો તેમને વંદન કરે છે, તીર્થંકરની માતાને તે શક્રાદિક પણ નમસ્કાર કરે છે, તે બીજી વ્યક્તિઓની તો વાત જ શી કરવી ? જો એવી દલીલ કરી કે જેઓ અધિક ગુણાવાળાં હોય તેઓ સ્ત્રીઓને નમન કરતાં નથી, તેમની અપેક્ષાએ ત્યાં અનભિવધતા હાવાથી તેમને તે પુરુષો કરતાં હીન માનવામાં આવે છે, તે એમ કહેવુ તે પણુ ઉચિત નથી. કારણ કે એ રીતે તે તીથ કરા પણુ ગણધરને નમન કરતાં નથી ગણુધરામાં પણ ગુણાધિક પુરુષાની અપેક્ષાએ અભિવંદ્યતા આવી જવાથી માક્ષ પામવાના અભાવ માનવો પડે. એજ પ્રમાણે ગણધર પણ પેાતાના શિષ્યાને વંદન કરતાં નથી તે તે શિષ્યને પણ મેાક્ષપ્રાપ્તિ થઈ શકે નહીં” એમ માનવું પડે. વળી જો એવી દલીલ કરી કે સ્મારણા આદિની અકર્તા હોવાથી સ્ત્રી પુરૂષા કરતાં હીન માનવામાં આવી છે, તે એ પણ કોઇ રીતે ઉચિત નથી, કારણ કે જો એ રીતે એમનામાં હીનતા માની લઇએ તે ગુરૂને જ મેક્ષ પ્રાપ્ત થાય છે, એવું માનવું પડશે. શિષ્યાને નહીં, કારણ કે તેમના સમ્યગ્દર્શનાદિત્નત્રય સમાન હોવા છતાં પણુ આચાર્ય જ તેમને સ્મારણા આદિ કરાવે છે, શિષ્યે તેમને કરાવતા નથી, પણ આગમમાં એવી ખત સાંભળવામાં આવતી નથી કે ગુરુએને જ મેક્ષ મળે છે, શિષ્યાને મળતા નથી. ચંડ આદિ આચાય ના શિષ્યાને માક્ષ મળ્યાનું સાંભળવામાં આવ્યું છે.
એજ પ્રમાણે અમદ્ધિક હાવાથી સ્ત્રીઓ પુરૂષાથી હીન છે એમ કહેવું તે પણ ઉચિત લાગતું નથી, કારણ કે આપ તેમનામાં કઈ ઋદ્ધિના અભાવ મતાવા છે ? આધ્યાત્મિક ઋદ્ધિના કે બાહ્ય-ઋદ્ધિના ? માધ્યાત્મિક ઋદ્ધિના તે તેમનામાં અભાવ નથી, કારણ કે રત્નત્રયરૂપ જે આધ્યાત્મિક ઋદ્ધિ છે તે તેમનામાં હાવાનુ સિદ્ધ કરાઈ ગયુ છે, એજ પ્રમાણે બાહ્યઋદ્ધિના અધાર લઇને જો એમ કહેવામાં આવે કે ખાદ્યઋદ્ધિ તેમનામાં નથી તેથી તેએ અમરુદ્ધિક હાવાથી પુરુષા કરતાં હીન છે, અને તેથી જ તેમનામાં મેાક્ષના કારણની વિક લતા છે, તા એમ કહેવુ તે પણ ચેાગ્ય નથી, કારણ કે જે માહ્યઋદ્ધિ તીથ કરાને હોય છે તે ગણધરીને હાતી નથી, એજ પ્રમાણે ચક્રવતિઓને જેઋદ્ધિ
શ્રી નન્દી સૂત્ર
૧૦૭