Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે એમ કહે કે આ વાત સામાન્યરૂપે કહી છે કે સ્ત્રીઓમાં સાતમી નરકે જવાને અભાવ છે એટલે કે તેને આશય આ પ્રમાણે છે-“છદં ર સ્થિચાલો મછા મથા જ સર્ષિ પુર્વ” છઠ્ઠી નરક સુધી સ્ત્રીઓ જાય છે, તથા મચ્છ અને માણસ સાતમી નરક સુધી જાય છે, તેથી સાતમી નરકમાં જવાને રોગ્ય કર્મોનું ઉપાર્જન કરવાની શક્તિ પુરુષોમાં જ છે સ્ત્રીઓમાં નથી. આ પ્રમાણે જે સ્ત્રીઓમાં અધગમનને માટે પુરુષ જેટલા સામર્થ્યને અભાવ છે તે ઉદર્વગમનમાં પણ પુરુષ જેટલા સામર્થ્યને અભાવ તેમનામાં છે, એ વાતનું પણ અનુમાન કરી શકાય છે, તેથી તેમને પુરુષો કરતાં હીન ગણેલ છે.
એમ કહેવું તે પણ બરાબર નથી કારણ કે એ કેઈ નિયમ નથી કે જેમનામાં અગતિમાં જવાનું સામર્થ્ય ન હોય તેમનામાં ઉર્ધ્વગતિમાં જવાનું પણ સામર્થ્ય ન હોય વળી કહ્યું પણ છે
" समुच्छिम १-भुयग २-खग ३-चउत्पय ४-सप्पि ५-थि ६-जलचरेहितो।
નહિં તો, સાસુ, મોવવનંતિ નug” | |
એટલે કે (૧) સંમૂચ્છિમ, (૨) ભુજગ, (૩) ખગ, (૪) ચતુષ્પદ, (૫) સર્પ, (૬) સ્ત્રી, (૭) જળચર અને મનુષ્ય, એમનામાં અધોગતિ પ્રાપ્તિની એક સરખી શક્તિ નથી, તે પણ ઉર્ધ્વગતિની પ્રાપ્તિની એક સરખી શક્તિ છે. કહ્યું પણ છે
નિિિહિતો, રસાતિg વેણુ ___उदपज्जति परेसु वि, सव्वेसु वि माणुसे हिंतो ॥२॥
એટલે કે સંસિ તિર્યંચમાંથી નીકળીને જીવ સહસ્ત્રાર નામનાં આઠમાં દેવલેક સુધી જાય છે. મનુષ્યમાંથી નીકળેલ જીવ તેનાથી આગળ બધા દેવકમાં જઈ શકે છે, તેથી ઉર્ધ્વગતિમાં સ્ત્રીઓને પુરુષતુલ્ય સામર્થ્યને સદૂભાવ હોવાથી તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ નથી, તેથી પુરુષની જેમ સ્ત્રીઓમાં ઉર્ધ્વગમનની ગ્યતા છે જ,
જે એમ કહેવામાં આવે કે વાદાદિલબ્ધિરહિત હેવાથી તેમનામાં વિશિષ્ટ શકિતને અભાવ છે, સ્ત્રીઓમાં વાદલબ્ધિનું સામર્થ્ય, વૈક્રિય આદિ લબ્ધિનું સામર્થ્ય, અને પૂર્વગતવૃતાધિગમનું સામર્થ્ય હેતું નથી તેથી એક્ષગમનનું સામર્થ્ય તેમનામાં સંભવિત હેતું નથી, તે એમ કહેવું તે પણ બરાબર નથી. કારણ કે વાદાદિલબ્ધિરહિતમાં પણ વિશિષ્ટ સામર્થ્ય જોવામાં આવે છે. શામાં એવી કેટલીએ કથાએ આવે જે એ વાત દર્શાવે છે કે વાહલબ્ધિ, વિક્ર્વણત્વ આદિ લબ્ધિના અભાવમાં અને વિશિષ્ટ પૂર્વગતકૃતના અભાવમાં પણ મનુષ્ય આદિને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. તથા જિનકલ્પ અને મનપર્યવના અભાવમાં પણ સિદ્ધિને અભાવ હેતે નથી, તેથી આ પૂર્વોક્ત કથનથી એ વાત સાબીત થઈ જાય છે કે એ નિયમ થઈ શક્યું નથી કે જ્યાં
શ્રી નન્દી સૂત્ર
૧૦૫