Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તાત્પર્ય એ કે મનુની શબ્દ એટલે કે સ્ત્રી-શબ્દ પારિભાષિક નથી તેથી વ્યાકરણમાં “વૃદ્ધિ શબ્દના જે “શ્રી” શબ્દને કેઈ આગમપરિભાષિત અર્થ હોઈ શકે નહીં. હવે રહ્યો લેકરૂઢ પક્ષ! તેમાં પણ “ી’ શબ્દને લોકપ્રસિદ્ધ “સ્ત્રી” અર્થથી ભિન્ન અર્થ હોઈ શકે નહીં. કારણ કે એ અર્થ એજ સ્થળે થાય છે કે જ્યાં મુખ્ય અર્થ વ્યાધિત થતું હોય. જેમકે-“ ચાં ઘોષઃ ” અહીં ગંગાને મુખ્ય અર્થ પ્રવાહમાં ઘોષની સ્થિતિ અસંભવિત છે, તેથી તે સ્થાને
ગંગા” શબ્દનો અર્થ લક્ષણથી “તીર થાય છે. એ પ્રકારે અહીં સ્ત્રી પદના મુખ્યાર્થમાં કઈ બાધા નથી, તેથી મુખ્યાર્થીને જાતે કરીને ગૌણ અથે લઈ શકાય નહીં. તે સ્ત્રીઓને મોક્ષ પ્રાપ્તિમાં મુશ્કેલી શી ? તેમને શા માટે મોક્ષ ન મળે? ખરી રીતે તે તેઓ પણ મોક્ષની અધિકારી છે.
જે આપ એમ કહે કે પુરુષાભિલાષાત્મક ભાવેદમાં સ્ત્રી-શબ્દ આગમમાં વપરાય છે તેથી સ્ત્રી-શબ્દને આ ભાવવેદરૂપ સ્ત્રી–અર્થ અમે માની લઈશ તે એમ કહેવું તે પણ ચગ્ય નથી, કારણ કે “સ્ત્રી-શબ્દને પુરુષાભિલાષરૂપ ભાવેદ” એ અર્થ છે, એ વાત આપ કેવી રીતે નક્કી કરે છે ? “સ્ત્રીવેદ” આ શબ્દના શ્રવણમાત્રથી જ અથવા સ્ત્રીત્વના પત્યશતપૃથકૃત્વપર્યન્ત અવસ્થાનના અભિધાનથી?
જો પહેલે પક્ષ સ્વીકારે તે તે ઉચિત નથી, કારણ કે “સ્ત્રીવેદ” આ શબ્દના શ્રવણમાત્રથી ભાદરૂપ “શ્રી” અર્થ નક્કી થતું નથી. હા, જે “ત્રી વાર્તા વેવા-રવી ” એ સમાનાધિકરણ સમાસ હોત તે સ્ત્રી-શબ્દની બીજા અર્થમાં વૃત્તિ હોઈ શકત. અહીં એ સમાનાધિકરણ સમાસ બાધકના અભાવથી કલ્પનીય થયું છે કે અન્ય સમાસના અહીં અભાવથી થયે છે? જો એમ કહો કે બાધકના અભાવથી સમાનાધિકરણ સમાસ કમ્પનીય થયો છે તે આ સમાસમાં સ્ત્રી–શબ્દને અર્થ પુરુષાભિલાષરૂપ ભાવ વેદ જ હશે, તે એજ અર્થ શું તેને સાક્ષાત્ અર્થ થશે કે તેના વડે ઉપલક્ષિત શરીર તેને અર્થ
શ્રી નન્દી સૂત્ર
૧૧૧