Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે કે તેમનામાં પરસ્પરના સંબંધને અભાવ શા માટે છે? શું તેઓ ભિન્ન ભિન્ન કર્મોદયરૂપ છે તેથી? અથવા પુરુષની જેમ સ્ત્રીઓની પણ સ્ત્રીઓમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે તેથી ? જે પહેલે પક્ષ સ્વીકારવામાં આવે તે તેથી ભિન્નતા સિદ્ધ થતી નથી, કારણ કે ભિન્નકર્મોદયરૂપ પણ પંચેન્દ્રિય જાતિ આદિને, તથા દેવગતિ આદિને સંબંધ જોવામાં આવે છે. બીજો પક્ષ પણ ઉચિત નથી, કારણ કે સ્ત્રીની સ્ત્રીમાં પ્રવૃત્તિ, પુરુષની પ્રાપ્તિ ન થતા વેદેદયને કારણે જ થાય છે. કહ્યું પણ છે—“Rા રઘવાન નિર્વસ્ત્ર મત્તામિળ્યાઃ” એટલે કે આ પ્રવૃત્તિ સ્ત્રીવેદના ઉદયથી પુરુષની પ્રાપ્તિ ન થતાં તિર્યંચનીમાં તિર્યંચનીની જેમ કામેન્મત્ત સ્ત્રીની સ્ત્રીમાં થાય છે. સ્ત્રીત્વનું પત્યશતપૃથકત્વ સુધિ અવસ્થાન કહેવાયું છે, તેથી એ જાણવા મળે છે કે પુરુષની અભિલાષારૂપ ભાવવેદમાં સ્ત્રી-શબ્દનો પ્રયોગ આગમમાં પ્રયુક્ત થયો છે” તે એમ કહેવું તે પણ ઉચિત નથી. દ્વિ–સંખ્યાથી લઈને નવ સંખ્યા સુધી પૃથકત્ર કહેવાય છે. તેનું તાત્પર્ય એ છે કે નવ સે પત્ય સુધી સ્ત્રીત્વ જાતિમાં સ્ત્રીના શરીરમાં જન્મ થાય છે. પુરુષાભિલાષાત્મક ભાવવેદ સ્ત્રી-શરીરની પ્રાપ્તિમાં હેતુ નથી, પણ સ્ત્રીત્વની પ્રાપ્તિમાં માયાદિ કર્મને ઉદય જ કારણરૂપ છે પુરુષાભિલાષરૂપ વેદ સ્ત્રીત્વની પ્રાપ્તિમાં કારણ નથી, તેથી તે સ્ત્રી-શબ્દનો અર્થ થતું નથી. ત્યાં પત્યશત પૃથકૃત્વ સુધી શરીરમાં જન્મ લેવામાં સ્ત્રીત્વને અનુબંધ જ હેતરૂપે વિવક્ષિત થયે છે, પણ વેદ નામને ભાવ નહીં, એટલે કે ભાવેદ નહીં. મૃત્યુ સમયે સ્ત્રીના આકારને વિચ્છેદ થવા છતાં પણ સ્ત્રીત્વની પ્રાપ્તિને માટે કારણભૂત કર્મની વિચ્છેદ થતા નથીકમને વિચ્છેદ નહીં થવાને કારણે પુરુષત્વ આદિના અવ્યવધાનથી ફરીથી સ્ત્રી-શરીર જ ગ્રહણ થાય છે. તથા“મથુરાલ ગુજaurifજ હોંતિ” મનુષ્યગતિમાં ચૌદ ગુણસ્થાન હોય છે. તથા–“ત્રિવિણ મુળ કાળાળિ દૂતિ જાણ” પંચેન્દ્રિમાં ચૌદ ગુણસ્થાન હોય છે, તથા “શરણ તરેહુ ગુણકાળ હૃતિ” ત્રમાં ચોદ ગુણસ્થાન હોય છે, તથા-મવિિgયા ચ સવ્વાણુ તિ” સઘળાં સ્થાનમાં ભવસિદ્ધિક હોય છે. આ પૂર્વોક્ત સમસ્ત સામાન્ય પ્રવચન પણ સ્ત્રીનિર્વાણુનું સમર્થક છે, કારણ કે સ્ત્રીઓમાં પણ પુરુષની જેમ મનુષ્યગતિ આદિ ધર્મને સંબંધ રહે છે.
જે તે વિષે એમ કહેવામાં આવે કે આ પ્રવચન તે સામાન્યરૂપે વસ્તુનું પ્રતિપાદક છે, તેથી સ્ત્રીરૂપ વિશેષનું નથી. સાંભળો–
જે “આ પ્રવચન સ્ત્રીરૂપ વિશેષ વિષયક નથી” એમ માનવામાં આવે તે અમારે એ પ્રશ્ન છે કે પુરુષોમાં મનુષ્યગતિરૂપ વિશેષતા, પંચેન્દ્રિયરૂપ વિશેષતા અથવા ત્રસરૂપ વિશેષતા છે કે નથી? “નથી” એમ તે કહી શકાય
શ્રી નન્દી સૂત્ર
૧૧૩