Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્ત્રીપદથી જાણી શકાતી નથી, તેથી આ વાતને સ્પષ્ટ કરવાને માટે જે એમ કહેવામાં આવે કે અમે તેમને જ મુક્તિની પ્રાપ્તિ નિષિદ્ધ કરીએ છીએ જેને તમે મુક્તિપ્રાપ્તિને ચગ્ય ગણે છે, તે એ બાબતમાં પણ અમારૂં એજ કહેવું છે કે જેમને તમે મુક્તિપ્રાપ્તિને એગ્ય કહેતા નથી તેમને જ અમે આ રીતે મુક્તિ પ્રાપ્ત કરવાને લાયક સિદ્ધ કરીએ છીએ-“ ત્રિો મલ્ચી. મુવિસ્તરવૈજૂ થા માંસઃ ” જેમ પુરુષોમાં મુક્તિનાં કારણેની અવિકલતા જોવામાં આવે છે તેમ સ્ત્રીઓમાં પણ મુક્તિનાં કારણેની અવિકલતા હોવાથી તેઓ પણ મુક્તિ પ્રાપ્ત કરવાને એગ્ય છે. જ્યાં જેની સંભવતા હોતી નથી ત્યાંજ તેના કારણેની વિકલતા રહે છે, જેમ સિદ્ધશિલામાં શાસ્થંકરની સંભવતા હોતી નથી તેથી ત્યાં આગળ તેનાં કારણેની પણ વિકલતા છે, પણ વિવક્ષિત સ્ત્રીઓ એવી નથી, તેમનામાં તે મુક્તિનાં બધાં કારણેને સદ્ભાવ છે તેથી તેઓ મુક્તિને એગ્ય છે. જે આ વિષે ફરી પણ એવું જ કહેવાય કે રીઓમાં સક્તિનાં કારેની અસદુભાવતા છે તેથી તેમનામાં તે હેતુના અસદુભાવથી હેતમાં અસિદ્ધતા આવે છે તે એમ કહેવું તે પણ સાચું નથી, કારણ કે અમારે એ બાબતમાં એવું પૂછવાનું છે કે આપ સ્ત્રીઓમાં આ હેતુની જે અસિદ્ધતા પ્રગટ કરી રહ્યાં છે તે ક્યા કારણે? શું તેઓ પુરુષો કરતાં હીન છે તેથી. અથવા નિર્વાણરૂપ સ્થાનની અપ્રસિદ્ધિ છે તેથી, કે મુકિતના સાધક પ્રમાણ નથી તેથી?. જે એમ કહેવામાં આવે કે સ્ત્રીઓ પુરુષો કરતાં હીન છે તેથી તેમનામાં મુક્તિનાં કારણેને સદ્દભાવ નથી તે ફરી તે વિષે અમારે એ પ્રશ્ન છે કે આપ જે સ્ત્રીઓને પુરુષો કરતાં હીન બતાવે છે તે શા કારણે બતાવે છે? (૧) શું તેમનામાં સભ્યદર્શનાદિક રૂપ જે રત્નત્રય છે તેને અભાવ રહેલ છે કે (૨) શું તેમનામાં વિશિષ્ટ સમર્થ્યને અભાવ છે? (૩) અથવા તેઓ પુરુષો દ્વારા અવ ઘ છે? કે સ્મરણ આદિ જ્ઞાન તેમનામાં રહેતું નથી? (૫)
શ્રી નન્દી સૂત્ર
૯૮