Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તીર્થસિદ્ધાદિપદાનમ્ અર્થનિર્દેશપૂર્વક ક્વચિત્
ક્વચિત્ તત્તત્પદ સાર્થક્ય નિર્દેશઃ
જંતર-ન્દ્રિ-વઢના?” ઈત્યાદિ. પ્રશ્ન–અનન્તર-સિદ્ધ-કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર-અનન્તર-સિદ્ધ યકેવળજ્ઞાન પંદર પ્રકારનું છે. તે આ પ્રમાણે છે-(૧) તીર્થસિદ્ધ, (૨) અતીર્થ સિદ્ધ, (૩) તીર્થંકરસિદ્ધ, (૪) અતીર્થકર-સિદ્ધ, (૫) સ્વયં બુદ્ધસિદ્ધ, (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ, (૭) બુદ્ધાધિતસિદ્ધ, (૮) સ્ત્રીલિંગસિદ્ધ, (૯) પુરુષલિંગસિદ્ધ, (૧૦) નપુંસકલિંગસિદ્ધ, (૧૧) સ્વલિંગસિદ્ધ, (૧૨) અન્યલિંગસિદ્ધ, (૧૩) ગૃહિલિંગસિદ્ધ, (૧૪) એકસિદ્ધ, (૧૫) અનેકસિદ્ધ. આ અનન્તર સિદ્ધ કેવળજ્ઞાનનું સ્વરૂપ છે.
માવાર્થ –સિદ્ધત્વ પામેલ સિદ્ધ આત્મા પ્રથમ સમયમાં જ્યાં સુધી વર્તમાન છે તે અનન્તરસિદ્ધ છે. સિદ્ધત્વ પદ પામેલ આત્મા એક સમયની અંદર જ સિદ્ધ બની જાય છે. એક સમયનું પણ ત્યાં અન્તર-વ્યવધાન પડતું નથી. આ અનન્તરસિદ્ધ આત્માનું જે કેવળજ્ઞાન છે તે અનન્તરસિદ્ધ-કેવળજ્ઞાન છે. એ પંદર પ્રકારનું બતાવ્યું છે. તે પંદર ભેદ આ પ્રમાણે છે–જેને આશ્રય લઈને જીવ અનંત સંસારને પાર કરી નાખે છે તે તીર્થ છે. આ તીર્થ યથાવસ્થિત સઘળા જીવાદિક પદાર્થોના યથાર્થ સ્વરૂપનું પ્રરૂપક જે પ્રવચન છે તસ્વરૂપ માનેલ છે. આ પ્રવચનના પ્રણેતા ૩૪ ચેત્રીસ અતિશયેથી વિરાજમાન પરમગુરુ તીથ. કરે હોય છે. આ પ્રવચનરૂપ તીર્થ નિરાધાર હેતું નથી. તેને આધાર કાંતે ગણધરે હોય છે કે ચતુર્વિધ સંઘ હોય છે. આ તીર્થ પ્રવૃત્ત થતાં, એટલે કે તીર્થકરને શાસનકાળ ચાલુ રહેતાં જે સિદ્ધ થાય છે–નિર્વાણપદ પામે છે. તેઓ તીર્થસિદ્ધ છે–જેવાં કે વૃષભસેન ગણધર વગેરે (૨). તીર્થને અભાવ-અનત્પત્તિ અથવા વચગાળાના કાળમાં તીર્થનો વ્યવછેદ અતીર્થ છે. આ અતીર્થમાં જે સિધ્ધ થયા તેઓ અતીર્થસિદ્ધ છે, જેવાં કે મરૂદેવી વગેરે. તેમના સમયમાં તીર્થની ઉત્પત્તિ થઈ ન હતી. તથા તીર્થને વ્યવચ્છેદ ચંદ્રપ્રભસ્વામી અને સુવિધિસ્વામીના વચગાળાના સમયમાં થયો હતો. એવા સમયમાં જેઓ જાતિસ્મરણ વગેરે દ્વારા મેક્ષમાગને પ્રાપ્ત કરીને સિદ્ધ થયાં છે, તેમને તીથવ્યવચ્છેદસિદ્ધ અતીર્થસિદ્ધ કહેવાય છે (૨). તીર્થંકરસિદ્ધ તીર્થકર જ છે (રૂ). સામાન્ય કેવળી અતીથ કરસિદ્ધ છે (ક). જેઓ જાતે જ તના જાણકાર બન્યાં છે, એટલે કે
શ્રી નન્દી સૂત્ર