Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રમાણે સમિ-ભવસ્થ-કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું, હવે અગિભવસ્થ-કેવળજ્ઞાનનું સ્વરૂપ કહે છે-“સે રિં શનિ મવથ વઢના” ઈત્યાદિ.
શૈલેશી અવસ્થાને જે પામી ગયાં છે તે અગી છે. અગી હોવા છતાં પણ જે ભવસ્થ છે તેઓ અગિ ભવસ્થ છે. તેમનું જે કેવળજ્ઞાન છે તે અગિ ભવસ્થ-કેવળજ્ઞાન છે. તે બે પ્રકારનું છે-(૧) પ્રથમસમય–અગિ -ભવસ્થ– કેવળજ્ઞાન અને (૨) અપ્રથમસમય–અગિ–ભવસ્થ-કેવળજ્ઞાન છે. તેમાં જે ભવસ્થ આત્માને શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરવામાં એક સમય લાગ્યું હોય, તેમનું કેવળજ્ઞાન પ્રથમસમય-અગિર્ભવસ્થ-કેવળજ્ઞાન કહેવાય છે. અને જેમને શેલેશી અવસ્થા પ્રાપ્ત કરવામાં બે વગેરે સમયે લાગ્યા હોય તેમના કેવળજ્ઞાનને અપ્રથમસમય–અગિ –ભવસ્થ-કેવળજ્ઞાન કહે છે. અથવા ચરમ-અચરમના ભેદથી વળી તે પ્રકારનું છે–(૧) મેક્ષ પહોંચવાના અંતિમ સમયનું જે કેવળજ્ઞાન છે તે ચરમસમય–અગિર્ભવસ્થ-કેવળજ્ઞાન છે, અને (૨) જે મક્ષ પહોંચવાના અંતિમ સમયના પહેલાં પશ્ચાનુપૂવીથી શેલેશી અવસ્થાની પ્રાપ્તિના સમય સુધીનું જે કેવળછે તે અચરમસમય-અગિ-ભવસ્થ-કેવળજ્ઞાન છે. આ પ્રમાણે અગિર્ભવસ્થકેવળજ્ઞાનની તથા ભવસ્થ કેવળજ્ઞાની પ્રરૂપણ થઈ ! સૂ. ૧૯ ||
સમેદસ્ય સિદ્ધકેવલ જ્ઞાનસ્યવર્ણનમ્
તે જિં તં બિંદ્ધદેવનોf” ઈત્યાદિ.
પ્રશ્ન—સિદ્ધ-કેવળજ્ઞાનનું શું સ્વરૂપ છે? ઉત્તર–સિદ્ધ-કેવળજ્ઞાન બે પ્રકારનું છે. (૧) અનંતર-સિદ્ધ-કેવળજ્ઞાન અને (૨) પરસ્પર–સિદ્ધ-કેવળજ્ઞાન. સિદ્ધનું શૈલેશી અવસ્થાના ચરમ સમયમાં પ્રાપ્ત સિદ્ધત્વ અવસ્થાનું જે કેવળજ્ઞાન છે તે સિદ્ધ–કેવળજ્ઞાન છે. તે અનન્તર અને પરસ્પરના ભેદથી બે પ્રકારનું છે || સૂ ૨૦ |
શ્રી નન્દી સૂત્ર
૯૩