Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવધિજ્ઞાનસ્ય મઘ્યમક્ષેત્ર વર્ણનમ્
અહી સુધી અવિશ્વજ્ઞાનનું જન્ય અને ઉત્કૃષ્ટ વિષયભૂત ક્ષેત્ર ખતાવ્યુ છે. તે ખન્નેની વચ્ચેનુ જે ક્ષેત્ર છે તે બધુ' મધ્યમ ક્ષેત્ર છે. આ મધ્યમ ક્ષેત્ર વિશેષમાં જે કાળનું માન હેાય છે, અને જેટલા કાળમાં તે મધ્યમક્ષેત્ર થાય છે તે વાતને સૂત્રકાર ચાર ગાથાઓ વડે સ્પષ્ટ કરે છે— અનુમાન હિયાળ ” ઇત્યાદિ.
""
6
ક્ષેત્રના અધિકાર હાવાથી અહીં' અનુજ' શબ્દથી પ્રમાણાંશુલ મહેણુ કરેલ છે. કાઇ કાઈ એવુ' પણ કહે છે કે અવધિજ્ઞાનના અધિકાર હાવાથી અંગુલ–શબ્દથી શ્લેષાંશુ લેવાયુ છે. અસંખ્યાત સમયના સમુદૃાયરૂપ જે કાળવિશેષ છે, તેનું નામ આવલિકા છે. અવધિજ્ઞાની અંશુલ અને આવલિકાના અસંખ્યાતમા ભાગને જાણે છે, દેખે છે. તેનું તાત્પય આ પ્રમાણે છે—જ્યારે અવધિજ્ઞાની ક્ષેત્રની અપેક્ષાએ આંગળના અસધ્યેય ભાગમાત્ર ક્ષેત્રને દેખે છે તે વખતે તે કાળની અપેક્ષાએ આલિકાના અસંખ્યાતમાં ભાગમાત્ર જ અતીત (ભૂત) અનાગત (ભવિષ્ય) કાળને પણ દેખે છે. ક્ષેત્ર અને કાળને અવિધ રુખે છે' એ તા. ઉપચારથી કહેવાય છે, કારણ કે ક્ષેત્રની અપેક્ષાએ ક્ષેત્રવ્યવવસ્થિત દનચેાગ્ય દ્રવ્યોને જ અવધિજ્ઞાની દેખે છે, અને કાળની અપેક્ષાએ વિવક્ષિત કાલાન્તી પુદ્દગલ દ્રવ્યની પર્યંચાને જ જાણે છે, ક્ષેત્ર અને કાળને જાણતા નથી, કારણ કે તે અમૂર્ત્તિક છે. અને અવધિજ્ઞાનના વિષય મૂર્ત્તિક દ્રવ્ય છે. “ જ્ઞાનાતિ, પતિ” આ ક્રિયાપદોનું અધ્યાહાર આગળની ત્રણ ગાથાઓમાં વધુમાં લગાડી લેવું જોઈએ. અવિધજ્ઞાની જીવ જે સમયે આંગળના અસંખ્યાતમા ભાગમાત્ર ક્ષેત્રને દેખે છે, તે સમયે તે આવલિકાના સભ્યેયભાગમાત્ર કાળને પણુ દેખે છે,
શ્રી નન્દી સૂત્ર
૬૩