Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે કે પૂર્વોક્તવિશેષણસહિત અસંયત-સમ્યગદષ્ટિ મનુષ્યને ઉત્પન્ન થાય છે? કે પૂર્વોક્તવિશેષણવિશિષ્ટ સંયતાસંયત (પંચમગુણસ્થાનવસ્તી શ્રાવક) સમ્યગદષ્ટિ મનુષ્યને ઉત્પન્ન થાય છે ?” ગૌતમને આ પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું-“હે ગૌતમ! આ મન પર્યયજ્ઞાન જે સમ્યગૃષ્ટિ સંયત છે, પર્યાપ્તક છે, સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા છે, કર્મભૂમિમાં ઉત્પન્ન થયા છે, અને ગર્ભમાંથી જેને જન્મ થયે છે તેમને જ ઉત્પન્ન થાય છે. જે સમ્યગદષ્ટિ મનુષ્ય સંયત નથી ભલે તેઓ પર્યાપ્તક હય, સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા હોય, કર્મભૂમિમાં જન્મ્યા હોય, ગર્ભથી ઉત્પન્ન થયાં હોય, છતાં તેમને મનઃપર્યયજ્ઞાન થતું નથી, તથા જે સમદષ્ટિ મનુષ્ય સંયતાસંયત છે, (પંચમગુણસ્થાનવર્તી છે), પર્યાપ્તક છે, સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળાં છે, કર્મભૂમિમાં જન્મેલા છે. ગર્ભથી જન્મેલાં છે તે પણ તેમને ઉત્પન્ન થતું નથી. સંયતનું તાત્પર્ય સર્વવિરતિવાળા મુનિજને છે. અસંયતનું તાત્પર્ય ચતુર્થગુણસ્થાનવર્તી અવિરત સંયમદષ્ટિ, અને સંયતાસંયતથી પંચમગુણસ્થાનવત દેશવિરતિ શ્રાવક છે. તાત્પર્ય એ છે કે આ મન:પર્યયજ્ઞાન મુનિજનેને જ થાય છે. ચતુર્થગુણસ્થાનવતી કે પંચમગુણસ્થાનવત્ત છને થતું નથી.
“શરુ સંજયણસ્મૃિિ ઈત્યાદિ.
વળી ગૌતમ પૂછે છે-“હે ભદન્ત! જે મન:પર્યયજ્ઞાન સંયત–સમ્યગદષ્ટિ મનુષ્યને થાય છે જેમ કે આપે ઉપર કહ્યું કે જે મનુષ્ય પર્યાપ્તક છે, સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા છે, કર્મભૂમિમાં જન્મ્યાં છે, અને ગર્ભમાંથી ઉત્પન્ન થયાં છે એવાં સકળસંયમી સભ્યદષ્ટિ મનુષ્યોને મન:પર્યયજ્ઞાન થાય છે, તે શું પૂર્વોક્તવિશેષણવાળા પ્રમત્ત-સંત-સમ્યગદષ્ટિને થાય છે? અથવા એ છે વિશેષણથી યુકત અપ્રમત્ત-સંત-સમ્યગદૃષ્ટિ મનુષ્યને થાય છે?”
ભાવાર્થ –ગૌતમને પ્રશ્ન–આ મન પર્યય જ્ઞાન છઠ્ઠાં ગુણસ્થાનવત સનિજનેને થાય છે કે સાતમાં ગુણસ્થાનવત મુનિજનેને થાય છે? ભગવાન કહે છે-“હે ગૌતમ! આ મન પર્યયજ્ઞાન એજ સમ્યગદષ્ટિ મનુષ્યને થાય છે કે જેઓ પર્યાપ્તક આદિ વિશેષણવાળા હોય છે, આ પ્રમત્ત બનીને સંયમનું પાલન કરે છે, એટલે કે સતમગુણસ્થાનવતી હોય છે, જેઓ સમ્યગદષ્ટિ પર્યાપ્તક આદિ વિશેષણથી સુશોભિત હોવા છતાં પણ પ્રમાદવાળા થઈને સંયમનું પાલન કરે છે–છઠ્ઠાગુણસ્થાનવતી હોય છે–તેમને મન ૫ર્યયજ્ઞાન થતું નથી.” મેહનીય આદિ કર્મના પ્રભાવથી જે મુનિજન સંજવલન કષાય અને નિદ્રા આદિ રૂપ કેઈ એક પ્રમાદમાં પડીને સંયમમાં શિથિલતા કરે છે તેઓ પ્રમત્તસંયત છે. એવાં સાધુજન પ્રાયઃ ગચછવાસી હોય છે. તેમના સંયમસ્થાનમાં કયાંક અનુપચાગ પણ હોઈ શકે છે. જેઓ અપ્રમત્ત-સંયત હોય છે
શ્રી નન્દી સૂત્ર