Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે, તે તેને વિષય પણ કેવી રીતે હોઈ શકે? પણ “આટલું ક્ષેત્ર અવધિજ્ઞાનને વિષય છે ” એવું જે કહેવાય છે તેના વડે ફક્ત તેની શક્તિ જ બતાવવામાં આવે છે, અને તેનું તાત્પર્ય આ નિકળે છે કે જે આટલાં ક્ષેત્રમાં દ્રષ્ટવ્યજ્ઞાતવ્ય જે કઈ પણ દ્રવ્ય હોય તે અવધિજ્ઞાની તેને જોઈ શકે છે. પણ અલકાકાશરૂપ ક્ષેત્રમાં તે એવું કોઈ દ્રવ્ય દ્રષ્ટવ્ય છે જ નહીં કે જેને તે જોઈ શકે, જે ત્યાં એવું કઈ દ્રવ્ય હેત તેને તે જોઈ લેત. તેથી જ તીર્થકરાદિકેએ એવું કહ્યું છે કે “અવધિજ્ઞાનને વિષય, રૂપી દ્રવ્ય છે.” આકાશના સિવાય બીજું કંઈ દ્રવ્ય અલોકાકાશમાં નથી.
શંકા–આ રીતે અવધિજ્ઞાન, લોકપ્રમાણુ થઈને જે વિશુદ્ધિના વશવડે લકની બહાર પણ વધી જાય છે તો પછી તેની ત્યાં વૃદ્ધિથી કર્યું પરિણામ આવી શકે છે? ત્યાં તે તેની વૃદ્ધિ તદ્દન નિષ્ફળ જ મનાશે, કારણ કે ત્યાં દ્રષ્ટવ્ય તે કઈ દ્રવ્ય છે જ નહીં કે જેને જોઈને તે પિતાની વૃદ્ધિમાં સફળ થઇ શકે?
ઉત્તરતેની વૃદ્ધિનું આ ફળ થડું જ છે કે તે અલકાકાશમાં પણ જો દ્રવ્ય હોય તે તેને જોઈને પિતાની વૃદ્ધિની સફળતા સાર્થક કરે, અને ત્યાં જે દ્રષ્ટવ્ય દ્રવ્ય નથી તે તેના અભાવમાં તે પોતાની વૃદ્ધિમાં નિષ્ફળ મનાય ! વૃદ્ધિનું તાત્પર્ય તે ફકત એટલું જ છે કે વિશુદ્ધિવશથી લોકથી પણ બહાર વધેલ તે અવધિજ્ઞાન પિતાના વિષયભૂત લેકસ્થ રૂપી દ્રવ્યને જ અધિકતરરૂપે વિશુદ્ધ જેવું છે. જે પરમાવધિ અવધિજ્ઞાન હોય છે તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર, અને સૂક્ષમતમ દ્રવ્યને જોતાં જોતાં બધા કરતાં સૂક્ષમ પરમાણુને પણ જેનાર હોય છે. આજ અવધિજ્ઞાનની વૃદ્ધિનું તાત્ત્વિક ફળ છે. અલકાકાશમાં તે લોકપ્રમાણ અસંખેય આકાશખંડેમાં દ્રવ્યદર્શનની તેનામાં શક્તિ છે જ. ત્યાં કઈ પણ બીજું દ્રવ્ય નથી તેથી તે અપેક્ષાએ ત્યાં અનભિવ્યક્ત છે ના, ૨
શ્રી નન્દી સૂત્ર