Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રસંગતઃ પ્રકૃતીનાં ભાવક્શનમ્
પ્રસંગવશ હવે પ્રકૃતિના ભાવ બતાવવામાં આવે છે–
મોહનીયકર્મના ક્ષાયિક, ક્ષાપથમિક, ઔપથમિક, ઔદયિક અને પરિણા મિક, એ પાંચ જ ભાવ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય, એ ત્રણ કર્મોના ઓપશમિક ભાવને છોડતાં બાકી ચાર ભાવ હોય છે. નામ, શેત્ર, વેદનીય તથા આયુ, એ ચાર કર્મોના ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક, એ ત્રણે ભાવ હોય છે. સૂ૦ ૮
પ્રકારાન્તરેણાવધિજ્ઞાન વર્ણનમ્
ના” ઈત્યાદિ. અથવા ગુણપ્રતિપન્ન અણગારને અવધિજ્ઞાન થાય છે. તે છ પ્રકારનું હોય છે-(૧) આનુગામિક (૨) અનાનુગામિક (૩) વર્ધમાનક (૪) હીયમાનક (૫) પ્રતિપાતિક (૬) અપ્રતિપાતિક,
વિશેષાથ-સૂત્રમાં આવતે “શવા” શબ્દ એ દર્શાવે છે કે વિશિષ્ટગુણ પ્રતિપત્તિના વિના પણ અવધિજ્ઞાનાવરણને ક્ષયે પશમ થાય છે, તે કારણે તેના ક્ષયોપશમને માટે એક બીજો પ્રકાર પણ છે જે આ પ્રમાણે છે-મૂળગુણ અને ઉત્તરગુણોને અહીં ગુણ શબ્દથી ગ્રહણ કરેલ છે. એ મૂળગુણ અને ઉત્તરગુણેને જે ધારણ કરે છે તેઓ ગુણપ્રતિપન્ન છે. અથવા જે ગુણવડે આશ્રિત કરાયા હોય તેઓ ગુણપ્રતિપન્ન છે. “આ સાધુ અમારે રહેવાનું સ્થાન છે.” એ વિચાર કરીને જાણે કે ગુણ જાતે જ આવીને તેનામાં નિવાસ કરવા માંડે છે, કારણ કે જ્યારે યોગ્યતા આવી જાય છે ત્યારે ગુણને એ સ્વભાવ છે કે તે વગર બેલાબે જાતે જ આવીને તે લાયક (પાત્ર) આત્માને પિતાનું નિવાસ સ્થાન બનાવી દે છે. કહ્યું પણ છે
નોવાનર્થતાનેતિ, 7 રામને પૂછે .
आत्मा तु पात्रतां नेयः, पात्रमायान्ति संपदः ॥१॥” સમુદ્ર જળને એ યાચના કરતું નથી કે તું આવીને મને ભરી દે, પણ સમદ્રમાં પાત્રતા જોઈને જળ જાતે જ આવીને તેમાં ભરાઈ જાય છે. તેથી પ્રાણીની ફરજ છે કે તેણે સૌથી પહેલાં પોતાની જાતને લાયક બનાવવી જોઈએ. પાત્રતા આવતાંજ ગુણરૂપ સંપત્તિ પોતેજ તેને પિતાનું નિવાસસ્થાન બનાવી લે છે,
શ્રી નન્દી સૂત્ર
૪૫