Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે નવ અગ્નિજીના પણ પ્રત્યેક અગ્નિજીવની ઉપર નીચે બીજા પણ નવ નવ અગ્નિજીવ સ્થાપિત કરાય છે.
સ્થાપના
૦૦.
હ૦૦
.
- ૦૦૦
6
આ પ્રકારની સ્થાપનાથી સત્યાવીસ (૨૭) જેને આ પ્રથમ ઘન બની જાય છે. તેથી એ તાત્પર્ય નિકળે છે કે એક એક આકાશના પ્રદેશમાં વ્યવસ્થાપિત થયેલ અસં
ખ્યાત અગ્નિજીને એક ઘન બની જાય છે. બીજો ઘન પણ એજ રીતે થાય છે. પણ આ ઘનમાં દેહરૂપ અસં
ખેય આકાશ પ્રદેશમાં એક એક જીવ જ સ્થાપિત કરાય છે. આજ રીતે વૃત્તાકાર પ્રતર પણ બે રીતે થાય છે. એક એક આકાશના પ્રદેશમાં એક એક અગ્નિજીવની સ્થાપના વડે પ્રથમ પ્રતર અને આકાશના અસંખ્યાત પ્રદેશરૂપ સ્વાવાહિત દેહમાં એક એક અગ્નિજીવની સ્થાપના વડે બીજો પ્રતર બને છે. આ જ પ્રમાણે સૂચના આકાર જેવી લાંબી શ્રેણી પણ બે પ્રકારની છે. તેમનામાં ઘન અને પ્રતરના બે બે ભેદરૂપ ચાર પક્ષ તથા એક એક આકાશ પ્રદેશમાં સ્થાપિત એક એક જીવરૂપ પાંચમે શ્રેણીપક્ષ, એ પાંચે પક્ષ ગ્રાહ્ય થયા નથી, કારણ કે તે બે દેષો વડે દૂષિત છે. એ બન્ને દેષને ખુલાસે આ પ્રમાણે છે—જ્યારે પાંચ પ્રકારની આ સ્થાપનાથી સ્થાપિત કરેલ એ અગ્નિજીવ અવધિજ્ઞાનીની છએ દિશાઓમાં અસત્કલ્પનાથી અહીંથી તહીં ઘુમાવાશે ત્યારે એ સ્તોક ક્ષેત્રને જ સ્પર્શ કરશે. એક તે આ દેષ આવશે (૧)
બીજું–એક એક આકાશ પ્રદેશની ઉપર એક એક જીવની સ્થાપના કરવી તે આગમની વિરૂદ્ધનું ગણાશે (૨)
શંકા–જે કે અસંખ્યાત આકાશ પ્રદેશના વિના આગમમાં એક જીવની અવગાહનાને નિષેધ બતાવ્યો છે તે છતાં અસત્કલ્પનાથી એક એક પ્રદેશમાં એક
શ્રી નન્દી સૂત્ર
૫૮