Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આયુ ૪ (૪૪થી૪૭), ત્રાસ ૧૦ (૪૮થી૫૭), સ્થાવર ૧૦ (૫૮થી ૬૭), ગેત્ર ૨ (૬૮થી૬૯), વેદનીય ૨ (૭૦, ૭૧), વર્ણાદિક ૪ (૭રથી૭૫).
રસના ભેદથી પ્રકૃતિમાં સર્વઘાતિપણું અને દેશઘાતિપણું થાય છે એ વાત સમજાવી દેવામાં આવી છે. હવે સર્વઘાતી અને દેશઘાતી રોમાંથી પહેલાં સર્વઘાતી રસનું સ્વરૂપ કહે છે–
“ जो घाएइ सविसयं, सयलं सो होइ सयघाइरसो । ___ निच्छिदो निद्धो तणु, फलिहब्भहारअइविमलो" ॥१॥
જે પિતાના વિષયભૂત જ્ઞાનાદિકેને સંપૂર્ણરૂપથી ઘાત કરે છે તે સર્વઘાતિરસ કહેવાય છે. આ તામ્રપાત્રની જેમ નિછિદ્ર (છેદરહિત) હોય છે. ઘીના જેવું અતિશય સ્નિગ્ધ હોય છે. દ્રાક્ષની જેમ તનુપ્રદેશથી ઉપસ્થિત હોય છે. તથા સ્ફટિક, શરદઋતુના મેઘ અને હારના જેવું અત્યંત નિર્મળ હોય છે. આ રસનું સ્વતંત્ર અસ્તિત્વ જણાતું નથી, તેથી અહીં રસથી રસસ્પર્ધકરૂપ સંઘાતને ગ્રહણ કરવું જોઈએ, અને તે રસસ્પર્ધકસંઘાત પૂર્વકથિત સ્વરૂપવાળો છે. હવે દેશઘાતી રસનું સ્વરૂપ કહે છે –
વિધાત્તાગો, રૂચ -વ-સુ–સંાજો !
विविह-बहुछिदभरिओ, अप्पसिणेहो अविमलो य" ॥१॥ પિતાના વિષયભૂત જ્ઞાનાદિક ગુણોને એક દેશરૂપથી ઘાત કરવાને કારણે તે રસ દેશઘાતી કહેવાય છે. તે વિવિધ બહુ છિદ્રોવાળ હોય છે. કેઈ કઈ દેશઘાતી રસ ચટાઈનાં જેવાં સેંકડે અતિસ્થળ છિદ્રોવાળ હોય છે. કઈ કઈ કામળાનાં જેવાં સેંકડે મધ્યમ છિદ્રોવાળ હોય છે. કેઈ કઈ ચિકણાં વસ્ત્રની જેમ અત્યંત સૂક્ષમ છિદ્રોવાળે હોય છે. આમાં સ્નેહગુણ અપરૂપમાં રહે છે. એટલે કે તે થોડા પ્રમાણમાં સ્નેહગુણના અવિભાગવાળાં સમુદાયરૂપ હોય છે. તથા નિર્મળતાથી રહિત હોય છે. (૧)
શ્રી નન્દી સૂત્ર
૩૯