Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપેક્ષાએ અનેકવિધતા આવી જાય છે. ક્ષાપશમિક ભાવમાં કર્મોના ઉદયની સાથે જે અવિધતા બતાવવામાં આવી છે તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અને અન્તરાય, એ ત્રણ કર્મોના ઉદયની સાથે જ જાણવી જોઈએ, બીજી સર્વે પ્રકૃતિ. એના ઉદયની સાથે નહીં. તેનું તાત્પર્ય એ છે કે ક્ષાપશમિક ભાવ એ ત્રણ કર્મોના ઉદયમાં જ થાય છે, બીજાં કર્મોના ઉદયમાં નહીં. એ ત્રણ કર્મોના ઉદયનું તાત્પર્ય દેશઘાતિરસસ્પર્ધકને ઉદય, એવું થાય છે.
શંકા–મેહનીય કમને ક્ષયપશમ કેવી રીતે થાય છે? શંકા કરનારની શંકાનું તાત્પર્ય એ છે કે જે એ ત્રણ કર્મોને જ શોપશમ થતું હોય તે પછી મેહનીય કર્મને ક્ષયપશમ કેવી રીતે થાય છે?
ઉત્તર–મોહનીય કર્મને ઉપશમ પ્રદેશદયની અપેક્ષાએ થાય છે, વિપાકેદયની અપેક્ષાએ નહીં. તેથી લાપશમિક ભાવ મેહનીય કર્મના પ્રદેશદયમાં વિરૂદ્ધ પડતું નથી. એટલે કે મોહનીય કર્મને પ્રદેશદય પણ હોય અને તેની સાથે ક્ષાપશમિક ભાવ પણ હોય, તેમાં વિરોધને માટે કઈ સ્થાન નથી. હા, વિરોધ વિપાકેદયમાં જ છે. તેનું કારણ એ છે કે અનંતાનુબંધી આદિ પ્રકૃતિ સર્વઘાતી જ છે. સર્વઘાતી પ્રકૃતિને સમસ્ત રસસ્પર્ધકે સર્વઘાતી જ હોય છે, દેશઘાતી હતાં નથી, તેથી જે સર્વઘાતિરસસ્પર્ધકો હોય છે તેઓ પોતાના દ્વારા ઘાત કરવા લાયક ગુણને સદંતરજ ઘાત કરે છે, દેશરૂપમાં નહીં, તેથી સર્વઘાતિરસસ્પર્ધકોના વિપાકેદયમાં ક્ષયે પશમની શક્યતા જ હોતી નથી, પણ તે શક્યતા પ્રદેશદયમાં જ હોય છે, તેથી મેહનીય કર્મના પ્રદેશદયમાં ક્ષપશમ થઈ શકે છે.
શંકા–પ્રદેશદયમાં પણ લાપશમિક ભાવ કેવી રીતે હોઈ શકે છે? કારણ કે જે સર્વઘાતિરસસ્પર્ધકોના પ્રદેશ છે તે પિતાના દ્વારા ઘાત કરવા લાયક જ્ઞાનાદિક ગુણનું સર્વરૂપે જ ઘાત કરનારા હોય છે, તે પછી તેમના પ્રદેશદયમાં લાપશમિક ભાવની સત્તા અવિરૂદ્ધ કેવી રીતે માની શકાશે?
શ્રી નન્દી સૂત્ર
૪૧