Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્નેહપ્રત્યય સ્પર્ધકપ્રરૂપણા
એક એક નેહગુણના અવિભાગથી વર્ધિત જે પુલવણાઓના સમુદાયરૂપ સ્પર્ધક હોય છે તે સ્નેહપ્રત્યયસ્પર્ધક છે, અને તે એક છે આ એક સ્પર્ધકમાં અવિભાગ વર્ગણએ-એક એક સ્નેહગુણના અવિભાગની અધિકતા વાળાં પરમાણુઓના સમુદાયરૂપ વર્ગણાઓ અનંત હોય છે. એ વર્ગણાઓમાં અપસ્નેહગુણવાળાં પુદ્ગલ ઘણું જ હોય છે, તથા વધારે સ્નેહ ગુણવાળાં પુદ્ગલે ઘણાં શેડાં હેય છે.
તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-એ વર્ગણાઓમાં જે સર્વોત્કૃષ્ટ સ્નેહ છે તેના કેવળીની પ્રજ્ઞારૂપી ની (છીણી) થી છેદ (ખંડે) કરે, છેદ કરતાં કરતાં છેવટે જે અવિભાજ્ય નિકળે તેને જુદે એક બાજુ મૂકી દો. આ રીતે જગતમાં જે કાઈ પરમાણુ એક સ્નેહગુણના અવિભાજ્ય ભાગવાળાં છે એમના સમુદાયરૂપ આ પહેલી વર્ગ નિકળી આવે છે. આ રીતે જે પગલપરમાણુ બે સ્નેહગુણના અવિભાજ્ય ભાગથી યુક્ત છે તેમના સમુદાયરૂપ બીજી વગણ સ્થાપિત થઈ જાય છે. એ જ પ્રમાણે ત્રણ, ચાર પાંચ સ્નેહગુણના અવિભાજ્ય ભાગોથી યુક્ત પુદ્ગલ પરમાણુઓના સમુદાયરૂપ ત્રીજી, ચોથી, પાંચમી વગણાએ થઈ જાય છે. એ જ રીતે સંખ્યાત સ્નેહ ગુણના અવિભાજ્ય ભાગોથી વિશિષ્ટ પુદ્ગલેના સમુદાયરૂપ સંખ્યાત વર્ગણાઓ, અસંખ્ય સ્નેહગુણના અવિભાજ્ય ભાગોથી યુકત પુદ્ગલેના સમુદાયરૂપ અસંખ્યવર્ગણાઓ, અને અનંત સ્નેહરુ
ના અવિભાજ્ય ભાગેથી યુક્ત પુદ્ગલેના સમુદાયરૂપ અનંત વર્ગણાઓ થઈ જાય છે. એ સમસ્ત વર્ગણાઓ વડે એક સ્પર્ધક બને છે. એટલે કે એક સ્પર્ધકમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત વગણા પણ રહે છે. એ વણાઓ અભવ્યરાશીથી અનેક ગણું અને સિદ્ધરાશીના અનંતમાં ભાગની બતાવવામાં આવી છે. ૧૫
છે આ સ્નેહપ્રત્યયસ્પર્ધકપ્રરૂપણ થઈ ૧
શ્રી નન્દી સૂત્ર