________________ આદર્શ મુનિ વિદ્વાન વાંચકો મારૂં લક્ષ ખેંચશે એવી વિજ્ઞપ્તિ છે કે જેથી ફરી અવસર પ્રાપ્ત થતાં આ વખતની અપૂર્ણતા ટાળવા પ્રયત્ન કરી શકાય. આશા છે કે સુજ્ઞ વાચકે તે સમય સુધી મને ક્ષમા કરશે. એ તે સિદ્ધ છે કે મારી કૃતિ કંઈ વિસાતમાં નથી. છતાં મુનિ મહારાજના વિશુદ્ધ ચારિત્રની સુરમ્ય સ્રરભથી આ નીરસ કૃતિમાં પણ સુવાસ ફેલાય એ બનવા ગ્ય છે. આવી સ્થિતિમાં તેના અભ્યાસ, ધ્યાન અને ચિંતવનથી વાંચકેને જે લાભ થશે, તે મુનિશ્રી પ્યારચંદજી મહારાજને આભારી છે; માત્ર ગુરૂભકિતથી પ્રેરાઈને તેમણે જે પ્રેમ અને ઉત્સાહથી પરિશ્રમ વેઠી આ ચરિત્ર તૈયાર કરવામાં જે સાથ આપ્યો છે, તે સર્વથા સ્તુત્ય છે. તેમની ગુરૂભકિતને આદર્શ કહેવામાં સહેજે અતિશયોકિત નથી. આ સ્થળે આ ગ્રંથના પ્રકાશન નિમિત્તે સહાયતા કરનાર શ્રીમાન મન્નાલાલજી સરદારમલજી ઈન્દોરવાળા તથા પ્રફ જોવામાં મદદ આપનાર બાબુ સુરેન્દ્રનાથજી જૈનને સહદય આભાર માનવાની તક લઉં છું. અંતમાં જે જે ભાઈઓએ આ ગ્રંથના અનુવાદમાં સીધી અથવા આડકતરી રીતે મદદ કરી હોય તે સઘળાનો આભાર માની મેડે મેડે પણ જનતાની સેવામાં આ ફૂલપાંખડી અર્પણ કરતાં અત્યંત હર્ષ થાય છે. અસ્તુ. મુંબઈ ). લી. સેવક, કાર્તિક પૂર્ણિમા, ચંદુલાલ મોહનલાલ મોદી, વિ. સં. 1988. ) અનુવાદક.