________________ > આદશ મુનિ vvvvvvvvvvvv's ' જેવી રીતે જોડણીને તેવી જ રીતે સમગ્ર પુસ્તકની પ્રફ જાતે ન જોઈ શકવાને લીધે, જો કે તે જોવાની વ્યવસ્થા કરી હોવા છતાં અનેક ત્રુટીઓ રહી જવા સંભવ છે, તો તેને માટે પણ આ સ્થળે ક્ષમા યાચું છું. | મૂળ ગ્રંથમાં મારવાડમાં પ્રચલિત ચિત્રી સંવત્સર મુજબ દરેક સંવત લખવામાં આવી છે, પરંતુ તે ગુજરાતના પ્રચલિત સંવત્સર કરતાં એક વર્ષ આગળ હોવાથી, ગુજરાતી જનતાને અનુકુળ આવે તથા તેમાં ચાતુર્માસને મુખ્યત્વે ઉલ્લેખ હોવાથી એક વર્ષ પાછળ હઠાવીને દરેક સંવત લખી છે. માત્ર પરિશિષ્ટ પ્રકરણ બીજામાંની સનંદેની સંવતમાં ફેરફાર કર્યો નથી. માનસિક વિળતા, અપૂર્ણ મનન, તથા ટાળી ન ટળે એવી મુશ્કેલીઓમાં કરેલું કાર્ય કદાપિ સર્વાગ સુંદર થતું નથી એ એક ચેકસ સિદ્ધાન્ત છે. અત્યારના આર્થિક સંકડામણના સમયમાં ચાલુ નિર્વાહનાં સાધનો સાચવી રાખવા પ્રવૃત્ત રહેવા ઉપરાંત મુંબઈ જેવા પારાવાર વ્યવસાયી નગરમાં બીજી અનેક પ્રવૃત્તિઓ તરફ પણ લક્ષ આપવાનું હોવાથી સમયના અત્યંત અભાવને લીધે આ અનુવાદને માટે જોઈએ તેટલે સમય હું કાઢી શક્યું નથી. તેમાંય દીપાવલિ ઉપર ગ્રંથ પ્રગટ કરવાની આતુરતાને લીધે ઉતાવળ; અને એ તે સિદ્ધ છે કે ઉતાવળે આંબા ન પાકે, આવી પરિસ્થિતિને લીધે મારી આ શુદ્ર કૃતિ અનેક ત્રુટિઓથી ભરભૂર હશે એ નિર્વિવાદ છે. મને ખેદ થાય છે કે, ચરિત્રનાયક જેવા આદર્શ મહાત્માનું જીવનચરિત્ર એટલું જ સુંદર ન થઈ શકયું, છતાં અંદર રહેલી ત્રુટીઓ તરફ