Page #1
--------------------------------------------------------------------------
________________
વII
હકી
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહામહોપાધ્યાય
શ્રી યશોવિજયજી વિરચિતા
ત((((૩
તથા શ્રીમદ્ દેવચન્દ્ર વાચકવર વિરચિત જ્ઞાનમાર્શ વૃત્તિ (સરળ ગુજરાતી અનુવાદ-ભાવાર્થ સાથે)
: અનુવાદક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
: પ્રકાશક : શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત
Page #2
--------------------------------------------------------------------------
________________
પ૯૪
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર
॥ अथ एकविंशतितमं कर्मविपाकचिन्तनाष्टकम् ॥
अथावसरायातं निर्ग्रन्थत्वसाधनभावनार्थं समतानिष्पत्तिहेतुभूतं कर्मविपाकचिन्तनाष्टकं कथ्यते । तत्र यत् क्रियते मिथ्यात्वादिहेतुसमन्वितेन जीवेनेति कर्मज्ञानावरणादिकम् । अत्र कश्चित् कर्माभावं मन्यमानः प्राह-नास्ति कर्म, प्रत्यक्षानुमानादिप्रमाणागोचरत्वात् । तत्र न च तावत् प्रत्यक्षं कर्म, अतीन्द्रियत्वात् । नाप्यनुमानसाध्यम्, अनुमानस्य प्रत्यक्षपूर्वकत्वात् । धूमादिलिङ्गोपेतमहानसादौ दृष्टे चाहार्ये च तावदनुमानसम्भवः । न च तादृशं लिङ्गं कर्मानुमानजनकम् । तस्माद् नाप्यनुमानगम्यम् । उपमायाः प्रत्यक्षत्वस्वभावात् । आगमस्य हि नानावाक्यात्, इति न कर्म । इत्याद्यनेकयुक्तिनिवहं वदन्तमाह
હવે અવસરથી આવેલું, નિર્ચન્થ એવી સાધુતાની સાધનાની સાચી ભાવના પ્રાપ્ત કરવા માટે, અતિશય ઉચ્ચકોટિની સમતાની પ્રાપ્તિમાં કારણભૂત, પૂર્વે બાંધેલા કર્મોના વિપાકના ચિંતન રૂપ કર્મવિપાકચિંતનાષ્ટક નામનું એકવીસમું અષ્ટક કહેવાય છે. ત્યાં પ્રશ્ન થાય છે કે “કર્મ” એ શું વસ્તુ છે ?તો કહે છે કે મિથ્યાત્વ, અવિરતિ વગેરે હેતુથી સહિત એવા આ જીવ વડે જે કરાય છે, બંધાય છે તે કર્મ કહેવાય છે. જીવ જ્યારે શુદ્ધ-બુદ્ધ-જ્ઞાની હોય છે ત્યારે આ જીવ કર્મબંધના હેતુ વિનાનો હોવાથી કર્મનો અકર્તા અને અભોક્તા છે. જેમકે મોક્ષના જીવો. પરંતુ મિથ્યાત્વાદિ દૂષણો એ કર્મબંધનાં કારણો-હેતુઓ જ્યારે છે ત્યારે એટલે કે આ જીવ મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ-કષાય અને યોગ આ પાંચ કારણોથી જ્યારે સહિત હોય છે ત્યારે આ જીવમાં કર્મબંધનાં કારણો હોવાથી તે કાલે આ જીવ કર્મનો કર્તા છે કર્મને બાંધનાર છે. તે કર્મ કામણ વર્ગણાના પુદ્ગલદ્રવ્યનું બનેલું છે, સૂક્ષ્મ છે, અતીન્દ્રિય છે. જ્ઞાનાવરણ-દર્શનાવરણ ઈત્યાદિ અનેક ભેદવાળું આ કર્મ છે.
કર્મના વિષયમાં કોઈક વાદી “કર્મો નથી જ, આમ કર્મના અભાવને” માનતો છતો આ પ્રમાણે પ્રશ્ન કરે છે કે -
કર્મ નથી અર્થાત્ કર્મનો અભાવ છે” કારણ કે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ ઈત્યાદિ પ્રમાણોથી કર્મ અગોચર છે. પ્રમાણોથી કર્મ જણાતું નથી. પ્રત્યક્ષાદિ પ્રમાણોથી કર્મ સિદ્ધ થતું નથી, માટે કર્મ નથી. ત્યાં પ્રથમ પ્રત્યક્ષપ્રમાણથી કર્મ ક્યાંય દૃષ્ટિગોચર થતું નથી, કર્મને માનનારા જૈનો વિગેરે કર્મને અતીન્દ્રિય માને છે તેથી ચક્ષુ આદિ કોઈ પણ
Page #3
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૫૯૫
ઈન્દ્રિયથી કર્મ ગોચર થતું નથી. કર્મ જેવું કોઈ તત્ત્વ નથી. જો કર્મ જેવું કોઈ તત્ત્વ હોત તો કોઈ પણ ઈન્દ્રિયથી જણાત. પણ જણાતું નથી, માટે નથી. આ પ્રત્યક્ષથી કર્મ નથી એમ સમજાવ્યું
કર્મ એ અનુમાનથી પણ સાધ્ય નથી. કારણ કે ભૂતકાળમાં એકવાર પણ જે વસ્તુ પ્રત્યક્ષ જોઈ હોય, ઈન્દ્રિયોથી અનુભવી હોય તે જ વસ્તુ કાળાન્તરે અનુમાનથી સાધી શકાય છે. એટલે કે અનુમાન તેનું જ થાય છે કે જેનું પૂર્વે એક વાર પણ પ્રત્યક્ષ કર્યું હોય, કર્મને ક્યારેય પ્રત્યક્ષ કર્યું નથી. માટે કર્મનું અનુમાન પણ સંભવતું નથી. મહાનસ (રસોડા) આદિ સ્થાનોમાં પૂર્વકાલમાં ધૂમ-દાહાદિ લિંગોથી યુક્ત એવો વહ્નિ જોયેલો હોય છે તથા અનુભવેલો પણ છે. તેથી જ કાલાન્તરે પર્વત ઉપર તેનું અનુમાન કરાય છે. આ રીતે પૂર્વકાલમાં પ્રત્યક્ષ જોયેલા અને અનુભવેલાનું જ કાલાન્તરે અનુમાન થાય છે. કર્મને ક્યારેય કોઈએ પણ પ્રત્યક્ષ નિહાળ્યું નથી માટે પ્રત્યક્ષ વિના અનુમાન થતું નથી. તથા “કર્મ છે” આવું અનુમાન સિદ્ધ કરી આપે તેવું નિર્દોષ કોઈ લિંગ પણ દૃષ્ટિગોચર થતું નથી કે જે લિંગને જોઈને કર્મનું અનુમાન કરીએ. માટે કર્મ અનુમાનગમ્ય પણ નથી.
ઉપમાનપ્રમાણ તો પ્રત્યક્ષપ્રમાણના સ્વભાવરૂપ છે. કારણ કે જ્યારે સંશાસંશીના સંબંધવાળું જ્ઞાન કરો છો ત્યારે ઉપમેયવસ્તુ પ્રત્યક્ષ-ઈન્દ્રિયગોચર હોય તો જ થાય છે માટે કર્મ જો પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થતું નથી. તો પછી ઉપમાનપ્રમાણથી પણ સિદ્ધ થતું નથી. વળી આગમ પ્રમાણ તો દર્શને દર્શને ભિન્ન ભિન્ન વાક્ય હોય છે. કોઈ કંઈ માને, કોઈ કંઈ માને, કોનું સાચું માનવું ? માટે આગમપ્રમાણ તો વિવાદોનો જ પૂંજ છે તેથી આગમ તો પ્રમાણ જ નથી. આ રીતે કોઈ પણ પ્રમાણથી કર્મની સિદ્ધિ થતી નથી માટે કર્મ નથી.
આવા પ્રકારની પોતાની બુદ્ધિમાત્રથી જ કલ્પેલી એવી અનેક અનેક યુક્તિઓના સમૂહને રજુ કરતા કર્મને ન માનતા વાદીને હવે ગ્રંથકારશ્રી સમજાવે છે કે -
प्रत्यक्षं कर्म अस्ति, केषां ? सर्वज्ञानाम् । अन्येषामपि कार्यानुमानेन प्रत्यक्षमस्ति, सुखदुःखानुभवस्य कश्चिदस्ति हेतु:, कार्यत्वादङ्कुरस्येवेति । अथ यदि भवतः प्रत्यक्षं, तर्हि कर्म ममापि प्रत्यक्षं कस्मान्न भवति ? न हि यदेकस्य प्रत्यक्षं तेनापरस्यापि प्रत्यक्षेण भवितव्यम् । न हि सिंहसरभादयः सर्वस्य लोकस्य प्रत्यक्षाः, तथापि दक्षैः प्रत्यक्षाः मन्यन्ते लोके । एवं सर्वज्ञप्रत्यक्षीकृतकर्म ज्ञानावरणीयादिकं पुनः प्रतिप्राणिप्रसिद्धयोः सुखदुःखयोः हेतुरस्ति, कार्यत्वादङ्कुरस्येव बीजमिति । વચ્છેદ સુવવું:જીયો: હેતુ:, તમવ નૃત્યપ્તિ ।
Page #4
--------------------------------------------------------------------------
________________
કર્મવિપાકચિંતનાષ્ટક - ૨૧
શાનસાર
“કર્મ” એ પુદ્ગલદ્રવ્યનું બનેલું છે, કાર્યણવર્ગણા રૂપ છે. મિથ્યાત્વાદિ બંધહેતુના કારણે જીવ કાર્યણવર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરે છે અને તેનું કર્મરૂપે રૂપાન્તર કરે છે. જેમ લોટમાંથી જીવ મોદક બનાવે છે તેમ કાર્યણવર્ગણાનાં પુદ્ગલોમાંથી જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મ બનાવે છે. લાડુ એ લોટનું રૂપાંતર છે અને તેને કરનાર જીવ છે. તેમ કર્મ એ કાર્યણવર્ગણાના પુદ્ગલોનું રૂપાંતર છે અને તેને કરનાર જીવ છે. આ કર્મ પ્રત્યક્ષ પણ છે અર્થાત્ કર્મ સાક્ષાત્ દેખાય છે, માટે પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ છે. કર્મ કોને દેખાય છે ? આવો પ્રશ્ન થાય ? તો તેનો ઉત્તર એ છે કે સર્વજ્ઞ-મહાત્માઓને કર્મ પ્રત્યક્ષ દેખાય છે. તે મહાપુરુષો કેવલજ્ઞાની હોવાથી સર્વને જોત છતા કર્મને પણ સાક્ષાત્ કેવલજ્ઞાનથી દેખે છે. વિશિષ્ટ અવધિજ્ઞાની પણ કર્મને પ્રત્યક્ષથી દેખે છે પણ ચક્ષુથી દેખાય એવું આ તત્ત્વ નથી. પરંતુ જ્ઞાનથી દેખાય તેવું આ તત્ત્વ છે.
૧૯૬
સર્વજ્ઞતા વિનાના તથા વિશિષ્ટ અવધિજ્ઞાન વિનાના અન્ય એવા છદ્મસ્થ જીવોને કાર્ય પ્રત્યક્ષ હોવાથી અનુમાન દ્વારા કારણ પણ કથંચિત્ પ્રત્યક્ષ છે જ. જેમ અંકુશ આંખે દેખાય છે પણ તે અંકુરાનું બીજ દેખાતું નથી. તો પણ આ અંકુરા બીજ વિના ન હોઈ શકે માટે ભૂમિમાં કોઈએ પણ બીજ વાવેલું હોવું જોઈએ, આવું અનુમાન કરવા દ્વારા બીજ પણ માનસપ્રત્યક્ષ થયું ગણાય છે. તેમ અહીં સુખ અને દુઃખનો અનુભવ એ પ્રત્યક્ષ છે તેથી તેના હેતુભૂત બીજરૂપે કર્મ હોવું જોઈએ. આમ અનુમાન કરવા દ્વારા કાર્યની પ્રત્યક્ષતાને લીધે કારણની પણ કથંચિત્ પ્રત્યક્ષતા ગણાય છે. માટે કેવલીને તથા વિશિષ્ટ અવધિજ્ઞાનીને સાક્ષાત્ અને અન્યને કર્મ એ કથંચિત્ પ્રત્યક્ષ છે.
પ્રશ્ન :- જો આ કર્મ આપને (આપશ્રીના માનેલા સર્વજ્ઞને) પ્રત્યક્ષ દેખાય છે તો પછી તે કર્મ મને પણ પ્રત્યક્ષ દેખાવું જોઈએ, મને પ્રત્યક્ષ કેમ દેખાતું નથી ?
ઉત્તર ઃ- જે વસ્તુ એકને પ્રત્યક્ષ થાય તે વસ્તુ બીજાને પણ પ્રત્યક્ષ થવી જ જોઈએ એવો નિયમ આ સંસારમાં નથી. તમારી સામે જે ગાય ઉભી હોય તે તમને પ્રત્યક્ષ દેખાય છે પરંતુ તમને દેખાય છે એટલે જગતના સર્વ જીવોને તે ગાય દેખાય એવો નિયમ નથી. જેમ સિંહ-શરભ (અષ્ટાપદ નામનું પ્રાણી) વગેરે પ્રાણીઓ જંગલમાં રહેનારા માણસોને જ પ્રત્યક્ષ હોઈ શકે છે. સર્વ મનુષ્યોને પ્રત્યક્ષ હોતા નથી. છતાં સર્વે લોકો સિંહ-શરભાદિને માને છે. આવાં ઘણાં પ્રાણીઓ સર્વ મનુષ્યોને પ્રત્યક્ષ નથી. કોઈક કોઈકને જ પ્રત્યક્ષ છે તો પણ દક્ષપુરુષો એટલે જ્ઞાનીપુરુષો તે તે પ્રાણીઓને આ લોકમાં પ્રત્યક્ષ જ માને છે. આ વાત જાણીતી છે. સર્વશપુરુષો આવરણ વિનાના છે માટે કર્મને જ્ઞાનથી જોઈ શકે છે. આપણે આવરણવાળા છીએ માટે આપણને કર્મ દેખાતું નથી. આ પ્રમાણે સર્વજ્ઞ એવા જ્ઞાની પુરુષોને
Page #5
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
પ્રત્યક્ષરૂપે કરાયેલું જ્ઞાનાવરણીય વગેરે કર્મ, પ્રત્યેક પ્રાણીઓમાં પ્રસિદ્ધ (અનુભવસિદ્ધ) એવા સુખ-દુઃખનું કારણ છે. સુખ-દુઃખ એ કાર્ય હોવાથી તેનું કોઈક કારણ હોવું જોઈએ. જેમ અંકુરા એ કાર્ય હોવાથી તેનું કારણ બીજ હોય છે તેમ અહીં સુખ-દુઃખનું જે કારણ છે તે કર્મ જ છે. આમ જાણવું. આ રીતે કર્મ એ સર્વજ્ઞને સાક્ષાત્ પ્રત્યક્ષ અને અન્યને કથંચિત્ પ્રત્યક્ષ છે.
नन्विति स्याद् मतिः-स्रक्चन्दनाङ्गनाविषकण्टकादय इति दृष्ट एव सुखदुःखयोर्हेतुरस्ति, किमदृष्टस्य कर्मणः तद्धेतुत्वकल्पनेन ? तदयुक्तम्, व्यभिचारात् । इह यस्तुल्यसाधनयोरिष्टशब्दादिविषयसुखसाधनसमेतयोरनिष्टार्थसाधनसम्प्रयुक्तयोश्च बहूनां वा फले सुखदुःखानुभवलक्षणविशेषस्तारतम्यरूपो दृश्यते, नासौ अदृष्टहेतुमन्तरेणोपपद्यते । अनुमानान्तरं श्रीविशेषावश्यके
-
૫૯૭
किरियाफलभावाओ, दाणाईणं फलं किसीएव्व ।
तं च दाणाइफलं, मणप्पसायाइ जइ बुद्धी ॥१६१५॥
किरियासामन्नाओ, जं फलमस्सावि तं मयं कम्मं । तस्स परिणामरूवं, सुहदुक्खफलं जओ भुज्जो ॥१६१६॥
इत्यादि अग्निभूतिवादस्थले ज्ञेयम् ॥
“પ્રત્યેક પ્રાણીમાં પ્રસિદ્ધ એવા સુખ અને દુઃખમાં જે હેતુ છે તે જ કર્મ છે” આ વિષયમાં તદ્વિતિ = “તે કર્મ છે” એ બાબતમાં તને કદાચ આવી મતિ થાય (તને કદાચ આવો પ્રશ્ન થાય) કે પ્રત્યેક પ્રાણીઓને પ્રત્યક્ષપણે જે સુખ-દુઃખ અનુભવાય છે તેમાં પ્રત્યક્ષ દેખાતી એવી સ્રમ્ (પુષ્પમાલા), ચંદન અને અંગના (સ્ત્રી) આ સુખમાં કારણ, અને વિષ, કંટક આદિ દુઃખનાં કારણ છે. આમ ધૃ વ = પ્રત્યક્ષપણે નજરે દેખાતી સ્થૂલ એવી દૃશ્યવસ્તુઓને જ સુખ-દુઃખનું કારણ માની લઈએ તો શું ખોટું છે ? તે જ કારણ છે આમ માનો, અદૃષ્ટ = ન દેખાતા અને સૂક્ષ્મ એવા કર્મને તે સુખદુઃખનું કારણ માનવાની શી જરૂર ? જ્યાં સુધી દશ્યકારણ સંભવતું હોય ત્યાં સુધી અદૃશ્યકારણ માનવાની શું જરૂર? માટે સ્ર-ચંદનાદિ સુખનાં કારણ અને વિષ-કંટકાદિ દુઃખનાં કારણ છે. આમ જ માનો, અદૃશ્ય એવું કર્મ કારણ છે આવું માનવાની જરૂર નથી.
આવો પ્રશ્ન હે જિજ્ઞાસુ જીવ ! કદાચ તને થાય, તો તે પ્રશ્ન અયુક્ત છે. યોગ્ય નથી, કારણ કે તેમાં વ્યભિચારદોષ આવે છે. સુખનાં સાધનો સમાન હોય એવા બે જીવોમાં
Page #6
--------------------------------------------------------------------------
________________
૫૯૮ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર અથવા બહુ જીવોમાં સુખના અનુભવની તરતમતા હીનાધિકતા) જે દેખાય છે અને દુઃખનાં સાધનો સમાન હોય એવા બે જીવોમાં અથવા બહુ જીવોમાં દુઃખના અનુભવની તરતમતા (હીનાધિકતા) જે દેખાય છે તે અદૃષ્ટ એવા કર્મને કારણ માન્યા વિના ઘટી શકતી નથી. જેમકે પુરુષને આશ્રયી સ્ત્રી ભોગસુખનું સાધન હોવાથી સ્ત્રી હોય ત્યારે સુખનો અનુભવ થવો જોઈએ છતાં એક પુરુષને સ્ત્રીથી સુખ પ્રાપ્ત થાય છે અને બીજા પુરુષને સ્ત્રીની સાથે પ્રતિદિન મનમેળ ન હોવાથી ઝઘડા, ક્લેશ, મારામારી આમ દુઃખનો અનુભવ પણ થાય છે. ત્યાં આંતરિકકારણ કર્મ માન્યા વિના આ સુખ-દુઃખ ઘટશે નહીં, એવી જ રીતે એકને કાંટો વાગ્યો હોય તો પીડાનો વધારે અનુભવ થાય છે અને બીજાને કાંટો વાગ્યો હોય તો તેને હીન પીડાનો અનુભવ થાય છે. આ આંતરિક કારણ કર્મ વિના ઘટશે નહીં, આમ સર્વત્ર સુખદુઃખની હીનાધિકતામાં આંતરિક કારણ કર્મ છે.
કોઈ બે પુરુષો સાથે જતા હોય અને સામેથી પત્થર અથવા ગોળી આવી, એકને વાગ્યું અને મૃત્યુ થયું અને બીજાને ન વાગ્યું અને તેથી કંઈ ઈજા ન થઈ, તથા બે પુરુષો ગાડીમાં જતા હોય એક્સીડંટ થયો. એક મરી ગયો, બીજો બચી ગયો, એકસરખું ઔષધ બન્નેને આપ્યું, એક નિરોગી થયો, અને બીજાને રીએક્શન થયું. સમાન સાધન સામગ્રીવાળામાં આવી જે તરતમતા સંસારમાં અનુભવાય છે તે કર્મને માન્યા વિના સંભવશે નહીં.
તે કારણથી અહીં જે તુલ્ય સાધનવાળા બે જીવોમાં મનગમતા શબ્દ-રૂપ-રસાદિ વિષયસુખની સાધનસામગ્રી હોય એવા અને એવી જ રીતે અણગમતા શબ્દાદિ વિષયો રૂપી દુઃખની સામગ્રી તુલ્ય હોય એવા બે જીવોમાં અથવા સુખની સમાન સામગ્રીવાળા બહુજીવોમાં અને દુઃખની સમાન સામગ્રીવાળા બહુજીવોમાં ફળની બાબતમાં સુખ-દુઃખના અનુભવ રૂપ જે વિશેષતા અર્થાત તરતમતા જણાય છે. આ વિશેષતા અદૃષ્ટ એવા કર્મને હેતુ માન્યા વિના ઘટી શકતી નથી. માટે અદષ્ટકારણ કર્મ સ્વીકારવું જોઈએ. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં આવા પ્રકારનું બીજું અનુમાન પણ જણાવ્યું છે તે આ પ્રમાણે છે –
કૃષિ એટલે ખેતી, ખેતી જેમ એક ક્રિયા છે, તે કરવાથી ધાન્યની પ્રાપ્તિરૂપ ફળ મળે છે, તેમ દાન અને હિંસા આદિ પણ એક પ્રકારની સારી-નરસી ક્રિયા જ છે. આ પ્રમાણે દાનાદિમાં અને હિંસાદિમાં ક્રિયાભાવ હોવાથી તેનું પણ કંઈક ફળ હોવું જોઈએ, તેથી દાનાદિ અને હિંસાદિ ક્રિયાનું જે ફળ છે તે પુણ્ય અને પાપ નામનું કર્મ છે.
કદાચ મનમાં આવો પ્રશ્ન થાય કે ખેતીક્રિયા એ ક્રિયા હોવાથી તેનું ફળ જેમ ધાન્યની પ્રાપ્તિ છે તેમ દાનાદિ અને હિંસાદિ પણ ક્રિયા હોવાથી તેનું ફળ અવશ્ય છે, પણ અદષ્ટ એવું કર્મ એ ફળ નથી, પરંતુ મનની પ્રસન્નતા અને મનની અપ્રસન્નતા એમ દૃષ્ટ
Page #7
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૫૯૯ ફળ જ છે. આમ માનીએ તો શું દોષ? તો આ શંકા વ્યાજબી નથી. કારણ કે માનો કે દાનાદિ અને હિંસાદિ ક્રિયા એ ક્રિયા છે અને તેનું ફળ મનની પ્રસન્નતા અને મનની અપ્રસન્નતા છે તો તે મનની પ્રસન્નતા અને મનની અપ્રસન્નતા એ પણ ક્રિયાવિશેષ જ હોવાથી તેના ફળ રૂપે પણ પુણ્ય-પાપ નામનાં કર્મ માનવાં જોઈએ. તે બંધાયેલા કર્મના પરિણામરૂપે એટલે કર્મના ઉદયરૂપે વારંવાર સુખ-દુઃખ રૂપ ફળનો અનુભવ થાય છે.
આ રીતે દાનાદિ ક્રિયા અને હિંસાદિ ક્રિયા મનની પ્રસન્નતા અને અપ્રસન્નતાનું કારણ છે અને તે પ્રસન્નતા તથા અપ્રસન્નતા એ કર્મબંધનું કારણ છે. અને તે કર્મ સુખદુઃખની પ્રાપ્તિનું તથા અનુભવનું કારણ છે. આ પ્રમાણે જગતની વ્યવસ્થા છે. છતાં કર્મના અસ્તિત્વ વિષે વધારે જાણવું હોય તો શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં બીજા અગ્નિભૂતિ નામના ગણધરની સાથેના વાદસ્થલમાં જોઈ લેવું.
तत्र नामस्थापने सुगमे । द्रव्यकर्म कर्मवर्गणागतपुद्गला बध्यमाना बद्धाः सत्तास्थाः, अथवा तद्धेतवोऽपि । भावतः कर्म ज्ञानावरणादिविपाकप्राप्ता गणरोधादिस्वकार्यरूपाः ।
કર્મ” ઉપર ચાર નિક્ષેપા સમજાવે છે. નામ અને સ્થાપના બહુ સુગમ છે. કર્મ એવું કોઈનું નામ કરાય તે નામનિક્ષેપ અને કર્મ એવું લખાય-ચિત્ર દોરાય અથવા પુણ્યપાપના ઉદયવાળા સુખ-દુઃખ અનુભવતા જીવનું જે ચિત્ર દોરાય તે સ્થાપનાનિક્ષેપ. કર્મરૂપે પરિણામ પામવાને યોગ્ય એવી જે વર્ગણા અર્થાત્ કાર્મણ વર્ગણામાં રહેલાં જે પુદ્ગલદ્રવ્યો કે જે પુગલો બંધાતાં હોય અથવા બંધાઈને સત્તામાં રહેલાં હોય પણ હાલ ઉદયમાં ન આવ્યાં હોય તેવાં બધ્યમાન અને પૂર્વબદ્ધ કર્મને દ્રવ્યકર્મ કહેવાય છે. અથવા જેનાથી કર્મો બંધાય એવા કર્મબંધના હેતુઓ પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને દ્રવ્યકર્મ કહેવાય છે.
બાંધેલા જ્ઞાનાવરણીયાદિ કર્મો જ્યારે વિપાકોદયમાં પ્રાપ્ત થયાં હોય અને જ્ઞાનાદિ ગુણોનો રોધ કરવો વગેરે પોતપોતાના કાર્યને કરતાં હોય, ફળપ્રાપ્તિ થતી હોય તેવા પ્રકારનાં વિપાકોદયમાં આવેલાં જે કર્મો છે તે ભાવકર્મ કહેવાય છે. હવે કર્મ ઉપર સાત નય સમજાવાય છે.
नैगमतः मिथ्यात्वादिबन्धहेतुजनकपाखण्डिपरिचयप्रशंसादयः । सङ्ग्रहतः तद्योग्यताविशिष्टौ जीवपुद्गलौ । व्यवहारतः गृह्यमाणवर्गणासमूहः प्राणातिपातादयश्च । ऋजसत्रतः बन्धहेतपरिणता हेतपरिणामाः सत्तास्थाः कर्मदलिका वा । शब्दतः चलोदीरणादिपूर्वकाः विपाकगतदलिकाः । समभिरूढतः ज्ञानाद्यनन्तगुणानां मध्ये
Page #8
--------------------------------------------------------------------------
________________
૬૦૦ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર यद् गुणरोधः, तत्तस्यावरणम् । एवम्भूततः स्वकर्तृता-ग्राहकता-वेत्तृता-व्यापकताकर्मकार्यकरणप्रवृत्ता इति । सिद्धसेनास्तु "कर्मकर्तृता ग्राहकता शब्दनये, वेदकता व्यापकता समभिरूढनये, गुणावरणत्वमेवम्भूतनये" इत्यादि भावना कार्या । तत्र विपाकप्राप्ते कर्मणि शुभाशुभोदये माध्यस्थ्यं करणीयं, तदर्थमुपदेशः । (૧) નગમનય :- મિથ્યાત્વ અને કષાયાદિ જે જે કર્મબંધના હેતુઓ છે તે હેતુઓને
ઉત્પન્ન કરનારા એવા અન્ય દર્શનીઓના પરિચય અને અન્ય દર્શનીઓની પ્રશંસા આદિને નૈગમનય કર્મ કહે છે. કર્મબંધના કારણોમાં પણ જે કારણ અર્થાત્ પરંપરાકારણને આ નય કર્મ માને છે. કારણ કે આ નય ઉપચારગ્રાહી છે. તેથી
કારણના કારણમાં કાર્યનો ઉપચાર કરે છે. જેમકે તાડૂનાગૂ વતિ પર્વચઃ | (૨) સંગ્રહનય :- કર્મનો બંધ કરે એવા પ્રકારની યોગ્યતાથી વિશિષ્ટ એવો જીવ અને
કર્મરૂપે પરિણામ પામવાની યોગ્યતાવાળાં કામણવર્ગણાનાં જે પુદગલો તે સંગ્રહનયથી કર્મ કહેવાય છે. કારણ કે જીવમાં કર્મબંધ કરવાની જે યોગ્યતા આવી છે અને પુદગલમાં કર્મરૂપે પરિણામ પામવાની જે યોગ્યતા પાકી તે કર્મનો અંશ આવ્યો તેથી સંગ્રહનય, કારણ કે તે નય સદંશગ્રાહી છે. વ્યવહારનય :- આત્મામાં કર્મ બંધાતું હોય ત્યારે ગ્રહણ કરાતાં કામણવર્ગણાનાં પુદ્ગલોનો સમૂહ કે જે હાલ કર્મસ્વરૂપે બની રહેલ છે તે પુદ્ગલો અથવા તેના કારણભૂત પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનકો વ્યવહારનયથી કર્મ કહેવાય છે. કારણ કે આ નય લોકભોગ્ય લિંગોથી વસ્તુસ્થિતિ માનનાર છે. ૧૮ પાપસ્થાનકોનું સેવન લોકભોગ્ય લિંગ છે. તેનાથી કર્મ બંધાય છે એમ શાસ્ત્રોથી જણાય છે તેથી બંધાતા કર્મને અને લિંગભૂત પાપસ્થાનકને આ નય કર્મ માને છે.
:- આત્મામાં પ્રતિસમયે જે કર્મ બંધાય છે તેમાં કારણરૂપે પરિણામ પામેલા મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિ સ્વરૂપ આત્માના અધ્યવસાય સ્થાનો, અથવા સત્તામાં રહેલાં કર્મપુદ્ગલો, ઋજુસૂત્રનયથી કર્મ કહેવાય છે. કારણ કે આ નય વર્તમાનકાલગ્રાહી અને સ્વકીય ભાવને માનનાર છે. તેથી આત્માના મિથ્યાત્વાદિ જે પરિણામો છે તે સ્વકીય હોવાથી વાસ્તવિકપણે તો તે જ કર્મ છે અને વર્તમાન કાલગ્રાહી હોવાથી બંધાતાં, બંધાયેલાં, ઉદયમાં આવેલાં અને સત્તામાં રહેલાં કર્મોની જ વિદ્યમાનતા હોવાથી કર્મ કહેવાય, પરંતુ ઉદયમાં આવી ચૂકેલાં, ભોગવાઈ ચૂક્યાં કે નિર્જરા પામેલાં કર્મોની વર્તમાનકાળે સ્થિતિ ન હોવાથી આ નય તેને કર્મ તરીકે સ્વીકારતો નથી.
જસત્રની
Page #9
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૦૧ (૫) શબ્દનય - ઉદય અને ઉદીરણા આદિ પૂર્વક વિપાકોદયમાં હાલ આવેલાં જે કર્મો
છે, તે ફળદાયક હોવાથી આ નય કર્મ માને છે. (૬)
- આત્માના જ્ઞાન-દર્શનાદિ અનંતગુણો છે. તે ગુણોનો રોધ કરનાર જે જે કર્મ છે તે જ તેનું આવરણરૂપ કર્મ છે. કારણ કે ઘાતકર્મ જ ગુણોનું રોધક હોવાથી આત્માનું અહિત કરનાર છે. તેથી આ નય તેને જ કર્મ માને છે પણ અઘાતી કર્મો શરીરાદિ ભવસ્થિતિ માત્ર આપનાર છે પણ આત્માનું હિતાહિત કરનાર નથી. માટે આ નય મુખ્યત્વે ઘાતકર્મોને જ કર્મ માને છે.
:- આ નય અત્યન્ત શુદ્ધનય હોવાથી આત્મામાં પોતાનામાં જ રહેલો કર્મ બાંધવાપણાની કર્તુતાનો પરિણામ, કાર્મણવર્ગણાને ગ્રહણ કરવાપણારૂપ આત્મામાં જ રહેલો ગ્રાહકતાનો પરિણામ, કર્મોને વેદવા રૂપે વેદકતાનો પરિણામ, કર્મોની સાથે વ્યાપકપણે થવાનો પરિણામ, અને કર્મબંધ રૂપ કાર્ય કરવારૂપે પ્રવૃત્તિ કરવાનો જે આત્મપરિણામ એ જ વાસ્તવિક કર્મ છે આમ માને છે. ભાવનય હોવાથી આત્મામાં રહેલી કર્મબંધના કારણભૂત પરિસ્થિતિને જ કર્મ માને છે. આવા પ્રકારનો પરિણામ છે તો જ કર્મ બંધ થાય છે.
આ બાબતમાં સિદ્ધસેનદિવાકરસૂરિજી વગેરે કેટલાક આચાર્ય મહારાજશ્રીઓ ભિન્ન વિવક્ષા કરીને પાછલા ત્રણ નવમાં આવી માન્યતા ધરાવે છે કે - કર્મો બાંધવાની કર્તુતા અને કર્મોને ગ્રહણ કરવાની ગ્રાહકતા એ શબ્દનયથી કર્મ, બાંધેલાં કર્મોને વિપાકથી વેદવા રૂપ વેદકતા અને કર્મોના ઉદય સાથે જીવની વ્યાપકતા એ સમભિરૂઢનયથી કર્મ અને ગુણોની આવરણતા-આવારકતા એ એવંભૂતનયથી કર્મ કહેવાય-આમ માને છે.
સંક્ષેપમાં વાતનો સાર એ છે કે આ આત્માએ પૂર્વકાલમાં પોતે જાતે જ શુભાશુભ પરિણામોથી અને શુભાશુભ પ્રવૃત્તિથી કર્મો બાંધ્યાં છે. તે જ કર્મો તેનો ઉદયકાલ પાકતાં વિપાકોદયમાં આવ્યાં છે. તો તેમાં હર્ષ, શોક, વિષાદ, રતિ કે અરતિ ન કરતાં મધ્યસ્થભાવ રાખવો. તેના માટે જ આ ઉપદેશ અપાય છે. જેમ કે કોઈ એક વ્યક્તિની પાસે બીજી વ્યક્તિ કારણવશાતુ લાખ-બે લાખ રૂપિયા જમા આપી ગયો, પ્રથમ વ્યક્તિએ લીધા, કાલ પાકતાં જમા મુકનાર બીજી વ્યક્તિ લેવા આવી, પ્રથમ વ્યક્તિએ તે કાલે તે રૂપિયા આપી દીધા. આ ઘટનામાં રૂપિયા જમા આવે ત્યારે પ્રથમ વ્યક્તિને હર્ષ-આનંદ થતા નથી અને તે રૂપિયા જમા મુકનાર બીજી વ્યક્તિ લઈ જાય ત્યારે પ્રથમ વ્યક્તિને શોક કે ખેદ થતો નથી, પણ મન માધ્યચ્યમાં જ રહે છે. કારણ કે તે રૂપિયા વાસ્તવિકપણે પ્રથમ વ્યક્તિના હતા જ નહીં, અને તે પણ નહીં. તો પછી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક કેમ કરાય ? તેવી
Page #10
--------------------------------------------------------------------------
________________
૬૦૨ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર જ રીતે પુણ્ય-પાપના ઉદયથી આવેલું સુખ અને દુઃખ એ આ જીવનું પોતાનું છે જ નહીં, પુણ્યપાપ નામના કર્મરાજાની માલિકીનું છે. તો પછી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક કેમ કરાય? મધ્યસ્થ જ રહેવું જોઈએ.
જ્યારે બીજી વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પાસેથી તેના પોતાના રૂપિયા લઈ જાય ત્યારે બલા ગઈ, ઉપાધિ ગઈ, ભાર નીકળી ગયો, હું ટેન્શનમુક્ત થયો એમ પોતાની વાસ્તવિક પરિસ્થિતિથી સ્વાભાવિક આનંદ પ્રવર્તે છે તેમ પુણ્ય-પાપકર્મ ખપી જતાં, તે સુખ-દુઃખની સામગ્રી દૂર થતાં હાશ, બલા ગઈ, કર્મની ઉપાધિ ગઈ, કર્મનો ભાર નીકળી ગયો, હવે હું જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિના ટેન્શનમાંથી મુક્ત બન્યો. આમ પોતાના આત્માની શુદ્ધ, નિર્મળ, વાસ્તવિક પરિસ્થિતિ પ્રાપ્ત થવાથી તે વિષયનો સ્વાભાવિક આનંદ પ્રવર્તે, જે આનંદ
ક્યારેય જાય નહીં, અનંતકાલ રહે. કારણ કે તે આનંદ પરમત્યયિક નથી, સ્વગુણપ્રત્યયિક છે. આવો ઉપદેશ આ અષ્ટકમાં આવે છે.
दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य च (न) विस्मितः । मुनिः कर्मविपाकस्य, जानन्परवशं जगत् ॥१॥
ગાથાર્થ-જગત કર્મના વિપાકોદયને પરવશ છે આવું જાણતા મુનિ દુઃખને પામીને દીન થાય નહી અને સુખને પામીને આશ્ચર્યવાળા બને નહીં. ll
ટીકા - “દુ: પ્રાપ્ય ન રીઃ રિતિ" નિઃ-તત્ત્વરસિ: સુમસીતા प्राप्य दीनः न स्यात्, कृतभोगे का दीनता ? करणकाले अविचारितकरणेन तद्विपाक ईदृशः । एवञ्च पुनः सुखं सातादि (सुतादि) राज्यैश्वर्यादि प्राप्य विस्मितो न स्यात् । को विस्मयः ? स्वगुणावरणभूते विपाकमिते कर्मणि । जगत्-लोकं कर्मविपाकस्य-शुभाशुभोदयस्य, परवशं-पराधीनं जानन्, सर्वं जगत् कर्माधीनं, इति जानन् तत्त्वज्ञानी कर्मविपाकमवगणय्य तत्त्वसाधने यत्नवान् भवति ॥१॥
વિવેચન - આ સંસારમાં પૂર્વે બાંધેલા કર્મોનો વિપાકકાલ પ્રાપ્ત થતાં સર્વે જીવો પુણ્યના ઉદયકાલે સુખ અને પાપના ઉદયકાલે દુઃખ પામે જ છે અને તેનો વિપાકોદયકાલ પૂર્ણ થતાં તે સુખ અને દુઃખ ચાલ્યાં જાય છે. આયુષ્યકર્મ પૂર્ણ થતાં તે તે ભવ પણ સમાપ્ત થઈ જાય છે. સાંસારિક કોઈ પણ પરિસ્થિતિ કર્મના ઉદયજન્ય હોવાથી ઔપાધિક છે. સાદિ-સાત્ત છે, અનિત્ય છે, તેથી જ આવા પ્રકારના પારમાર્થિક તત્ત્વજ્ઞાનમાં જ રસિક એવા મુનિ દુઃખને પામીને દીન થતા નથી, અસાતાદિ દુઃખ (શરીરમાં રોગ થવા તે અસાતા, પુત્રાદિ પરિવારનો વિયોગ, રાજ્યલક્ષ્મીનો વિયોગ, માન-પ્રતિષ્ઠાનો વિયોગ આવા પ્રકારના
Page #11
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૬૦૩
દુઃખને) પામીને તત્ત્વરસિક મુનિ ક્યારેય ઉદાસ-દીન કે લાચાર બનતા નથી, કારણ કે આપણે પોતે જ કરેલું કર્મ છે તે કરેલાને ભોગવવામાં વળી દીનતા શું ? આપણે જે ઉછીના રૂપિયા કે પહેરવા માટે દાગીના લાવ્યા હોઈએ તે અવસર આવે ત્યારે રૂપિયા કે દાગીના પાછા આપવામાં ઉદાસીનતા, લાચારી કે દીનતા કેમ કરાય ? આ વસ્તુ પરની માલિકીની જ હતી માટે પર લઈ લે તો આપણો એટલો ભાર ઓછો થયો, એમ અસાતાદિ પીડા પરદ્રવ્યજન્ય હતી (પાપના ઉદયજન્ય હતી) પાપકર્મ ઉદયમાં આવવાથી તે પીડા આવેલી છે. જેમ જેમ અસાતાદિ ભોગવાતાં જાય તેમ તેમ તે કર્મો પૂર્ણ થતાં માથા ઉપરનો એટલો કર્મનો ભાર ઓછો જ થાય તેથી કૃતકર્મભોગમાં દીનતા શું કરવાની હોય ?
આ પાપકર્મો જ્યારે ભૂતકાલમાં બાંધ્યાં છે ત્યારે કોઈપણ જાતનો વિચાર કર્યો જ નથી અને એમને એમ વિના વિચાર્યે કાર્ય કરેલું હોવાથી તેનો વિપાક આવો આવ્યો છે. કોઈપણ પેઢીમાં વિચાર કર્યા વિના વ્યાજે પૈસા લીધે જ રાખીએ અને દેવું વધતું જ જાય તો તે દેવું ચૂકવવા માટે સ્થાવર મિલકત વેચવી પડે તો તે વેચવામાં વળી દીનતા શું હોય ! વિચાર્યા વિના દેવું કર્યું છે તો તે ચૂકવવું પડે, તેમ વિચાર્યા વિના ગમે તેમ કર્મો બાંધ્યાં છે તો પછી તે કર્મોનો વિપાક તો આવો માઠો જ હોય.
આ જ પ્રમાણે સુખને પામીને (સાતાદિ સુખ, રાજ્યનું સુખ, ઐશ્વર્યાદિનું સુખ) પામીને આશ્ચર્યચકિત ન થવું જોઈએ. કદાચ વિશિષ્ટ એવો પુણ્યનો ઉદય થાય અને સુખ મળે તો તેમાં આશ્ચર્ય શું પામવાનું ? આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. કારણ કે આ જે પુણ્યનો ઉદય આવ્યો છે તેનાથી સંસારસુખ પ્રાપ્ત થયું, પરંતુ તે પુણ્યકર્મ પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણોનું તો જ આવરણ કરનાર છે. જેમ જેમ પુણ્યકર્મનો ઉદય વધતો જાય તેમ તેમ તે સુખમાં આસક્ત થયેલો જીવ મોહ-મૂર્છા અને લોભાદિના કારણે આત્માના જ્ઞાનાદિ ગુણોને ભુલી જાય છે. તેનું અલ્પમાત્રાએ પણ લક્ષ્ય આ જીવ રાખતો નથી. ભોગપ્રિય એવો આ જીવ યોગદશાથી વિમુખ બને છે. તેથી સ્વગુણોના આવરણભૂત એવું પુણ્યકર્મ વિપાકમાં આવ્યે છતે આશ્ચર્ય શું પામવાનું ? વાઘ-સિંહ કે સર્પ જેવા પ્રાણઘાતક પ્રાણીઓ ઘરમાં ઘુસી જાય તો આનંદ કે આશ્ચર્ય શું થાય ? અર્થાત્ ન થાય, પણ ભય, અતિ અને શોક થાય. તેમ પોતાના ગુણોનો ઘાતક એટલે વાસ્તવિકપણે આત્માનો શત્રુ એવો પુણ્યકર્મનો વિપાકોદય થાય તેમાં આનંદ અને આશ્ચર્ય શું પામવાનું ? કંઈ જ નહીં પરંતુ રડવાનું કે હું મોહના ઝપાટામાં ફસાયો.
મુનિમહાત્મા આ બધું જાણે છે. સમસ્ત આ લોક શુભાશુભ કર્મના વિપાકોદયને પરવશ છે એટલે કે પરાધીન છે. સમસ્ત એવું જગત કર્મને આધીન છે. આવું તત્ત્વજ્ઞાની
Page #12
--------------------------------------------------------------------------
________________
૬૦૪ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર એવા મુનિ મહારાજ જાણે છે. જ્યારે સમસ્ત જગત જો શુભાશુભ કર્મને આધીન જ હોય તો આપણે પણ કર્મોદયને પરવશ જ છીએ આમ સમજીને પુણ્યોદય હોય ત્યારે સુખમાં અંજવું જોઈએ નહીં અને પાપોદય હોય ત્યારે દુઃખમાં ગભરાવું જોઈએ નહીં. તેથી કર્મવિપાકોદયને ગૌણ કરીને આ મહાત્મા આત્મતત્ત્વની સાધનામાં જ ઉદ્યમશીલ બને છે. સંસારમાં છીએ ત્યાં સુધી પુણ્ય-પાપના ઉદયને કારણે સુખ-દુઃખ આવવાનાં જ છે. આ બન્નેમાંથી હે જીવએક પણ અવસ્થા તારી નથી. માટે તેમાં અંજાયા વિના તારા પોતાના આત્મતત્ત્વના ગુણોને પ્રગટ કરવામાં તું સાવધ થા, આમ મહાત્મા પુરુષો પોતાના આત્માને સદાકાળ સમજાવે છે, પણ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિમાં કે પાપોદયથી પ્રાપ્ત થયેલી વિપત્તિમાં હર્ષ-શોકથી જોડાતા નથી. ll૧||
येषां भ्रूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भूपैर्भिक्षापि नाप्यते ॥२॥
ગાથાર્થ - જે રાજાના આંખના ઈશારામાત્રથી પર્વતો પણ ભેદાય છે તે જ રાજાઓને કર્મોદય વિપરીત હોય ત્યારે ભિક્ષા પણ મળતી નથી. રા/
ટીકા :- “ષ જૂમતિ” વેષ-પુરુષા, જૂમમાત્રે-શૂવિક્ષેપેન, પર્વતાगिरिवरा अपि भज्यन्ते, तैर्भूपैः कर्मवैषम्ये-कर्मणां वैषम्यं-कर्मजनिता विषमता, तस्मिन् कर्मोदये दुःखावस्थायां भिक्षापि न आप्यते-न प्राप्यते, इति शुभाशुभવિપાશવૈવિચમ્ પારા
વિવેચન :- કર્મોના વિપાકો કેવા ભયંકર હોય છે? તે વિષય સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે-જે રાજાઓ ઘણા જ બળવાન હોય, પરાક્રમી હોય, પ્રતાપી હોય, ધરાને (પૃથ્વીને) ધ્રુજાવતા હોય, જે રાજપુરુષોના આંખના ઈશારામાત્રથી તેઓનું સૈન્ય મોટા મોટા મહાગિરિઓના ચૂરેચૂરા કરી નાખતું હોય અથવા જેનું સૈન્ય આંખના ઈશારામાત્રથી ગિરિવર જેવા બલિષ્ઠ રાજાઓનો નાશ કરતા હોય તે રાજાઓનો પુણ્યોદય જ્યારે સમાપ્ત થાય છે અને કર્મની વિષમતા શરૂ થાય છે ત્યારે એટલે કે પાપોદય શરૂ થાય છે ત્યારે તે પાપકર્મના ઉદયકાલે દુઃખી અવસ્થામાં ઘેર ઘેર ભિક્ષા માગવા છતાં રોટલાનો ટુકડો પણ કોઈ આપતું નથી. બધા જ લોકો તિરસ્કારપૂર્વક જાકારો જ આપે છે. શુભાશુભ કર્મોના ઉદયની આવી વિચિત્રતા છે.
જેમકે હરિશ્ચંદ્ર રાજા એકવાર રાજગાદી ઉપર પ્રતાપી રાજા તરીકે રાજ્ય કરતા હતા. તે જ રાજાનું કર્મ જયારે વિષમ બન્યું ત્યારે ચંડાળને ત્યાં લાકડાં તોળી આપવાની નોકરી
Page #13
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૦૫ કરવાનો વારો આવ્યો, પત્ની અન્ય સ્થાને નોકરી કરે છે. પુત્રનું સર્પદંશથી મૃત્યુ થયું છે. પુત્રના અગ્નિસંસ્કાર માટે રાણી લાકડાં માગે છે. રાજા માલિકનો દ્રોહ ન કરવાના પરિણામથી વિના મૂલ્ય લાકડાં આપતા નથી, આવી દુ:ખી દશા કર્મોદયની વિપરીતતાથી આ જીવની થઈ છે. છેલ્લે પોતે પોતાના સત્યમાં વળગી રહ્યા, ત્યારે દેવની પ્રસન્નતા વરસે છે. આવાં અનેક ઉદાહરણો છે. રા
जातिचातुर्यहीनोऽपि, कर्मण्यभ्युदयावहे । क्षणाद् रङ्कोऽपि राजा स्यात्, छत्रच्छन्नदिगन्तरः ॥३॥
ગાથાર્થ:- જાતિ અને ચતુરાઈથી હીન હોય તો પણ જ્યારે પુણ્યકર્મનો ઉદય પ્રગટે છે ત્યારે ક્ષણમાત્રમાં જ રંક હોય તો પણ ઉપર છત્રથી ઢાંકી છે દિશાઓ અને વિદિશાઓ જેણે એવો રાજા થઈ જાય છે. આવા
ટીકા :- “નાતિવાતુતિ"-શત્ રોડપિ ક્ષUTIક્ષમાત્રા, યુવાવષે -शुभोदर्के कर्मणि राजा स्यात्-भवेत् । कथम्भूतः रङ्कः ? जाति:-मातृका, चातुर्यदक्षत्वं, ताभ्यां हीन:-रहितः, अपि भूपो भवति । किम्भूतो राजा ? छत्रेण (માતપત્ર ), ઇનં-છવિતમ્, સાક્ષાનાં વિસ્તરે ચેન ન ત મૂવી-મgઇज्ञावान् भवति विपाकपाकेन, तत्र नाश्चर्य, दुर्लभं हि सम्यग्दर्शनज्ञानचारित्रं શુદ્ધાત્મધર્મમ્ રૂા
વિવેચન :- પાછલી ગાથામાં પુણ્યના ઉદયવાળો પ્રતાપી રાજ પણ પાપના ઉદયકાલે દુઃખી દુઃખી થાય છે. ભોજન માટેની ભિક્ષા પણ મળતી નથી. આવો કર્મોદય છે આમ સમજાવ્યું છે. આ ગાથામાં તેનાથી ઉલટું સમજાવે છે કે પાપના ઉદયવાળો રંક (નિર્ધન) માણસ પણ જ્યારે પુણ્યનો ઉદય થાય છે ત્યારે છત્રપતિ ચક્રવર્તી છ ખંડની પૃથ્વીનો રાજા પણ થાય છે. આવો કર્મોદયનો પ્રતાપ છે.
જાતિ અને ચતુરાઈથી રહિત, ગરીબ, નિર્ધન માણસ પણ પુણ્યોદયથી ચક્રવર્તી રાજા પણ થઈ શકે છે. માતાસંબંધી જે વંશ તેને જતિ કહેવાય છે, મોસાળ પક્ષનો જે વંશ તે જાતિ અને પિતાસંબંધી જે વંશ તે કુલ કહેવાય છે. ચાતુર્ય એટલે ચતુરાઈ-દક્ષતા સમજવી.
કોઈ રંક (ગરીબ-નિર્ધન) મનુષ્ય પણ શુભ એવા પુણ્યકર્મનો ઉદય વર્તતે છતે ક્ષણ માત્રમાં જ રાજા થઈ જાય છે. આ રેક પુરુષ ગમે તેવો હોય તો પણ તે રાજા થાય છે. આ વાત સમજાવતાં કહે છે કે જાતિથી અને ચતુરાઈથી હીન હોય તો પણ પુણ્યોદયથી રાજા થાય છે. કોઈ વિશિષ્ઠ જાતિમાં જન્મેલો ન હોય એના ઉપલક્ષણથી ક્ષત્રિયાદિ ઉત્તમ કુલમાં
Page #14
--------------------------------------------------------------------------
________________
§Oξ
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર
જન્મેલો ન હોય, તેનામાં એટલી બધી કદાચ આવડત ન હોય, હોંશિયારી ન હોય તો પણ પુણ્યોદયના પ્રતાપે રાજા-મહારાજા થાય છે.
રાજા થાય તો કેવો રાજા થઈ શકે છે ? તે સમજાવે છે કે માથા ઉપરના છત્ર વડે (છત્રના પ્રકાશિત કિરણોના તેજ વડે ઢાંકી દેવાઈ છે દિશાઓ અને દિશાઓનાં આંતરાં (વિદિશાઓ) જેના વડે એવો ચક્રવર્તી અખંડ આજ્ઞાવાળો, છ ખંડનો અધિપતિ રાજા પુણ્યોદયના વિપાકથી થાય છે. તેથી તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી, ધવલ શેઠે શ્રીપાળ મહારાજાને મારી નાખવા માટે સમુદ્રમાં ફેંકી દીધા, પરંતુ શ્રીપાળ મહારાજાનો પુણ્યોદય હતો તેથી સમુદ્ર તો તર્યા, રાજકુંવરી પણ પરણ્યા અને રાજાના માનવંતા મહેમાન બન્યા, જે જોઈને ધવલશેઠ વિલખો થયો.
આ રીતે વિચારતાં પુણ્યોદયવાળા પ્રતાપી રાજા પણ પાપના ઉદયથી ઘેર ઘેર ભિક્ષા માટે ભટકે છે અને પાપના ઉદયવાળો જાતિ ચતુરાઈ વિનાનો રંક પણ પુણ્યના ઉદયથી છત્રપતિ-ચક્રવર્તી રાજા થાય છે. આવા પ્રકારનો કર્મનો વિપાકોદય છે. માટે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ આ સંસારમાં મોહનીયાદિ ઘાતીકર્મોના ક્ષયોપશમથી અને ક્ષયથી પ્રાપ્ત થતાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર સ્વરૂપ શુદ્ધ એવો આત્મધર્મ મળવો અતિશય દુર્લભ છે. પુણ્યોદય અને પાપોદયથી પૌદ્ગલિક લક્ષ્મી આવે છે અને જાય છે, પરંતુ હે જીવ ! તે લક્ષ્મી તારી નથી, તેથી તે આવે તો પણ શું ? અને જાય તો પણ શું ? તેના આવવાથી તારું કંઈ આવતું નથી અને તેના જવાથી તારું કંઈ જતું નથી. તારી હતી જ નહીં તો તેમાં હર્ષ-શોક શા માટે ? આ તો ઔદિયભાવ છે, બાધકભાવ છે, તારા સ્વરૂપનો રોધકભાવ છે. માટે તેનાથી તું વિરામ પામ.
ક્ષયોપશમભાવ અને ક્ષાયિભાવ એ તારું સ્વરૂપ છે. તે ભાવોથી મળનારી ગુણપ્રાપ્તિ અત્યન્ત દુર્લભ છે. આમ હે જીવ ! તું સદા વિચાર કર. III
विषमा कर्मणः सृष्टिर्दृष्टा करभपृष्ठवत् । जात्यादिभूतिवैषम्यात्, का रतिस्तत्र योगिनः ॥४॥
ગાથાર્થ :- જાતિ આદિની ઉત્પત્તિની વિષમતાથી કર્મોદયજન્ય સૃષ્ટિ, ઊંટની પીઠની જેમ વિષમ છે. તેવી વિષમ સ્થિતિમાં યોગી મહાત્માને પ્રીતિ કેમ હોય ? ॥૪॥ ટીકા ઃ‘‘વિષમા ધર્મળ કૃતિ'' ર્મા: સૃષ્ટિઃ-રચના, करभपृष्ठवत् विषमा વૃષ્ટી । સ્માત્ ? નાત્યાવિભૂતિવૈષમ્યાત્ - નાતિ:-તમુધ્વનીષાવિ, સંસ્થાન-વળસ્વર-સમ્પવિષેવાત્ મહદ્ વૈષમ્યું, તસ્માત્ । ઉત્તરૢ પ્રશમરતી
Page #15
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૦૭ जातिकुलदेहविज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् । दृष्ट्वा कथमिह विदुषां, भवसंसारे रतिर्भवति ? ॥१०२॥
इति । तत्र शुभोदये-ऐश्वर्यादिकाले अनेकाशुभाध्यवसाये परसंयोगोत्पत्तिरूपे, योगिनः-रत्नत्रयीपरिणतस्य का रतिः ? न कापि । उक्तञ्च -
सुभजोगो रइहेऊ, असुहजोगो अरइहेउत्ति । रागो वड्डइ तेणं, अवरो दोसं विवड्ढेई ॥१॥ सिवमग्गविग्घभूया, कम्मविवागा चरित्तबाहकरा । धीराणं समया तेहिं, चायपरिणामओ हवई ॥२॥ इति ॥४॥
વિવેચન :- બીજી અને ત્રીજી ગાથામાં સમજાવ્યું કે પુણ્ય અને પાપકર્મોના વિપાકની રચના ચિત્ર-વિચિત્ર છે. એક દિવસ જે રાજા હોય છે તે જ રાજા બીજા દિવસે ભિખારી પણ થાય છે અને એક દિવસ રંક હોય તે જ રંક બીજા દિવસે છત્રપતિ રાજા પણ થાય છે. આ કર્મનું કંઈ ઠેકાણું નહીં. આ કર્મો જીવને ઊંચી-નીચી પરિસ્થિતિમાં લઈ જાય છે. માટે કવિવર ગ્રંથકારશ્રી કર્મોની આ રચનાને ઊંટની પીઠ સાથે સરખાવે છે. ઘોડાની ઉપરની પીઠ (બેઠકવાળી સીટ) સમાન હોય છે. જેથી સુખે સુખે બેસી શકાય છે. પરંતુ ઊંટ ઉપરની પીઠ (બેઠકવાળી સીટ) ઊંચી-નીચી હોય છે. એટલું જ નહીં, પરંતુ ચાલે ત્યારે પણ આખું શરીર ઉછાળે એટલે બેસનારના પણ શરીરના સાંધા દુઃખવા આવે, આવી વિષમ પીઠ ઊંટની હોય છે, કર્મની સૃષ્ટિ પણ તેવી જ વિષમ છે. માટે જ્ઞાની યોગી મહાત્માને તેવા પ્રકારના વિપાકોદયમાં પ્રીતિ કેમ થાય ? પુણ્ય-પાપનો ઉદય ક્ષણિક છે, પરાવર્તનશીલ છે. આ જીવને ક્ષણમાત્રમાં ઊંચ-નીચે લઈ જાય છે તેથી તેમાં પ્રીતિ કેમ કરાય?
પુણ્ય-પાપાત્મક કર્મની સૃષ્ટિ (રચના) ઊંટની પીઠની જેમ વિષમ છે, ખાડા-ટેકરાવાળી છે. અર્થાત્ ચડતી-પડતવાળી રચના છે. કયા કારણે વિષમ છે? જાતિ (મોસાળપક્ષ), કુલ (પિતૃપક્ષ) એકભવમાં ઊંચો પણ મળે અને બીજા ભવમાં નીચો પણ મળે, ક્યારેક એક ભવમાં પણ જાતિ અને કુળમાંથી એક પક્ષ ઊંચો મળેલો હોય અને બીજો પક્ષ નીચો મળે, તથા સંસ્થાન એટલે શરીરનો આકાર, ક્યારેક વ્યવસ્થિત અંગ-ઉપાંગની રચનાવાળું શરીર મળે,
ક્યારેક ખોડખાંપણવાળું, લુલા-લંગડા-બહેરા-આદિપણું પણ મળે, વર્ણ એટલે રૂપ, ક્યારેક શરીર સુંદર રૂપવાળું-રૂપાળું પણ મળે અને ક્યારેક કદરૂપું શરીર પણ મળે, સ્વર એટલે કંઠ, ક્યારેક કોયલ જેવો મધુર સ્વર મળે અને ક્યારેક ગધેડાના સ્વર જેવો દુઃસ્વર પણ
Page #16
--------------------------------------------------------------------------
________________
૬૦૮
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર
મળે, સંપત્તિ એટલે ધન-ધાન્ય, ક્યારેક વિપુલ પણ મળે અને ક્યારેક નિર્ધનતા પણ મળે. આ પ્રમાણે પુણ્ય-પાપ નામના કર્મથી પ્રાપ્ત થનારી પરિસ્થિતિ સદાકાળ વિષમ હોય છે, તરતમતાવાળી હોય છે. ક્યારેય પણ સરખી હોતી નથી માટે જ ઊંટની પીઠ સમાન ઊંચીનીચી છે. ત્યાં મહાત્મા પુરુષોને પ્રીતિ કેમ થાય?
પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે કે –
જાતિ, કુલ, દેહ, વિજ્ઞાન, આયુષ્ય, બલ, ભોગ ઈત્યાદિ ભાવોની ઉત્પત્તિની વિષમતા દેખીને જ્ઞાની પુરુષોને ભવસાગરમાં રતિ-પ્રીતિ કેમ થાય? તેથી જ જ્ઞાની પુરુષો નિર્વેદ સંવેગપરિણામવાળા અને વૈરાગ્યભાવવાળા બને છે.
જ્યારે પુણ્યોદયકાલ ચાલતો હોય ત્યારે ઐશ્વર્યાદિની વૃદ્ધિના અવસર પર દ્રવ્યોના સંયોગકાળે એટલે કે અનેક જાતનાં વિશિષ્ટ પુદ્ગલદ્રવ્યોના અને નોકર-ચાકર, દાસ-દાસી આદિ જેવદ્રવ્યોના સંયોગની ઉત્પત્તિના કાળે “હું એક મહાન રાજા છું” મારા સમાન કોઈ નથી, હું કોઈને પરવશ ન થાઉં, મારે હવે કોઈની શું જરૂર છે? પાંચે ઈન્દ્રિયોનાં સુખો મન ફાવે તેમ હું ભોગવીશ” આવા પ્રકારના માન-માયા-લોભના તથા ભોગની આસક્તિના ભાવો અને તેમાં આડે આવનારા ઉપર ક્રોધના એટલા બધા અશુભ અધ્યવસાયો આ જીવને ઉત્પન્ન થાય છે તેવા પ્રકારના અશુભ અધ્યવસાયોના ભંડાર તુલ્ય એવા આ ભવસાગરમાં યોગી એટલે કે રત્નત્રયીના ત્રણે ગુણો જેનામાં પરિણામ પામ્યા છે એવા મહાત્માને પ્રીતિ ક્યાંથી થાય? જરા પણ પ્રીતિ થતી નથી. પરંતુ આવા મહાત્માને તો સંસારી જીવોની આવા પ્રકારની બીહામણી પરિસ્થિતિ જોઈને તે જીવો ઉપર ભાવથી કરૂણા ઉપજે છે. સંસારમાં પશ્ય-પાપના ઉદયથી ચડતી-પડતી પરિસ્થિતિ આવે છે એક સરખી સમાન સ્થિતિ કોઈની પણ રહેતી નથી. માટે ઊંટની પીઠnલ્ય સંસારની આ પરિસ્થિતિમાં પ્રીતિ કેમ કરાય ? આત્માનું આ સ્વરૂપ નથી. અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
પુણ્યનો ઉદય રતિનું કારણ છે, પાપનો ઉદય અરતિનું કારણ છે. પુણ્યના ઉદય વડે રાગ વધે છે. અને પાપોદય દ્વેષને વધારે છે. આ પુણ્ય-પાપના ઉદય રતિ-અરતિ કરતા હોવાથી મુક્તિમાર્ગની સાધનામાં મહા-વિજ્ઞભૂત છે. વળી સર્વવિરતિ રૂપ ચારિત્રમાં બાધા કરનારા છે. આ કારણથી પુણ્ય-પાપના ઉદય વડે સુખ-દુઃખ હોય તો પણ ત્યાગનો પરિણામ હૃદયની અંદર ઝળહળતો હોવાથી ધીરપુરુષો બન્ને કાલે સમભાવમાં જ હોય છે. પુણ્યોદયમાં રાગી થતા નથી અને પાપોદયમાં દ્વેષી થતા નથી. પોતે કર્મોદયના વિપાકને બરાબર જાણે છે. જા
Page #17
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૦૯ कर्मस्वरूपस्य मोक्षमार्गध्वंसित्वं दर्शयतिआरूढाः प्रशमश्रेणिं, श्रुतकेवलिनोऽपि च । भ्राम्यन्तेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा ॥५॥
ગાથાર્થ :- ઉપશમશ્રેણિ ઉપર ચઢેલા જીવો તથા ચૌદપૂર્વી શ્રુતકેવલી મહાત્માઓ પણ દુષ્ટ એવા કર્મના વિપાકોદયથી અહો ! દુઃખની વાત છે કે અનંત એવા સંસારમાં ભમાવાય છે. પા.
ટીકા :- “મારૂઢા ત”—શત્ નિઃ-નિશ્ચયરત્નત્રયીપરિપામત: તીવ્રक्षयोपशमभावावाप्तसाधनः अपूर्वकरणबलेन उपशमश्रेणिं-उपशमचारित्रपरिणतिं आरूढः सर्वथा मोहोदयरहितः, च-पुनः श्रुतकेवली अपि दुष्टेन कर्मणा-सत्तागतेन मोहेन उदयावस्थायोग्यभूतेन, अथवा आयुःकर्मप्रान्तकरणेन प्रतिपातमापन्नः चतुर्गतिषु भ्रमति । अतः अहो ! दुष्टेन मोहेन अनन्तसंसारं भ्राम्यन्ते । अतः कर्मायत्ता चेतना न करणीया ।
વિવેચન - મોહનીયકર્મનો સર્વથા ઉપશમ કરીને ઉપશાન્ત મોહ ગુણસ્થાનકે ચઢેલા, વીતરાગાવસ્થાને પામેલા મુનિને, તથા ચૌદપૂર્વના વિશાલ શ્રુતને પામીને શ્રુતકેવલી બનેલા મનિમહારાજને પણ દુષ્ટ એવું કર્મ અનંત અનંત સે માટે તેનો વિશ્વાસ કરવો નહીં. આવો ઉપદેશ આ ગાથામાં ગ્રંથકારશ્રી આપણને આપે છે.
નિશ્ચયનયથી સમ્યજ્ઞાનાદિ રત્નત્રયીના પરિણામને પામેલા અને વિશિષ્ટ એવા ક્ષયોપશમભાવથી પ્રાપ્ત કરી છે આત્મતત્ત્વની સાધના જેણે એવા મહામુનિ અપૂર્વકરણ (અપૂર્વ એવા આત્માના અધ્યવસાય રૂપ આઠમા ગુણસ્થાનકના પરિણામ) વડે ઉપશમશ્રેણિ ઉપર ચઢેલા હોય. ઉપશમભાવના ચારિત્રના પરિણામને પામેલા હોય. અનુક્રમે આઠમાનવમા અને દશમા ગુણસ્થાનકને પસાર કરીને સર્વથા મોહની ઉપશાન્ત અવસ્થા કરીને મોહના ઉદયરહિત-વીતરાગ બન્યા હોય, અગિયારમા ગુણસ્થાનકે આરૂઢ થયા હોય તેવા મુનિ મહાત્મા તથા જે મુનિ શ્રુતકેવલી બન્યા હોય તેવા મહાત્મા પુરુષ પણ સત્તામાં રહેલા અને ઉદયયોગ્ય અવસ્થાને પામેલા એવા દુષ્ટ મોહનીયકર્મ વડે અથવા આયુષ્યકર્મનો અંત થવાથી (મૃત્યુ થવાથી) પડતીને પામ્યા છતા ચાર ગતિમાં ભટકે છે, રખડે છે. આ કારણથી આવી ઊંચી અવસ્થા પામેલા જીવોને પણ દુષ્ટ પ્રકૃતિવાળા એવા મોહરાજા વડે અનંત અનંત સંસારમાં ભમાડાય છે. તેથી મોહનીયકર્મનો વિશ્વાસ ન કરવો અને પોતાની ચેતના (બુદ્ધિઆત્મપરિણતિ) મોહનીયકર્મના ઉદયને આધીન ન કરવી.
Page #18
--------------------------------------------------------------------------
________________
૬૧૦
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર જીવો આઠમા ગુણસ્થાનકથી બે રીતે ઉપર ચઢે છે. એક મોહને ઉપશમાવીને ચઢે છે તેને ઉપશમશ્રેણી કહેવાય છે અને બીજા જીવો મોહનો નાશ કરીને ઉપર ચઢે છે તેને ક્ષપકશ્રેણી કહેવાય છે. ઉપશમશ્રેણીમાં ચઢેલા જીવો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક પામીને સર્વથા મોહનો ઉપશમ કરીને મોહના ઉદય વિનાના બન્યા છતા ઉપશાન્તમોહ-વીતરાગછદ્મસ્થ નામના અગિયારમા ગુણસ્થાનક ઉપર આરૂઢ થાય છે. ત્યાંથી આ જીવનું બે રીતે પતન થાય છે. સત્તામાં રહેલ મોહનીયકર્મનાં દલિકો ઉદયયોગ્ય અવસ્થાને પામ્યાં છતાં આ મહાત્માનું પતન કરાવે છે તે કાલક્ષયે પતન કહેવાય છે. તે મહાત્મા દસમા, નવમા, આઠમા ગુણસ્થાનકે ક્રમશઃ નીચે ઉતરીને સાતમે, છટ્ટે જાય છે અને કોઈ મહાત્માનું અગિયારમા ગુણસ્થાનકે જ આયુષ્ય સમાપ્ત થવાથી મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ પામીને નિયમા વૈમાનિક દેવલોકમાં મતાન્તરે અનુત્તર વિમાનમાં) જ જાય છે. તે મહાત્મા અગિયારમા ગુણસ્થાનકેથી પડીને અનંતરપણે ચોથે ગુણઠાણે જ આવે છે. આ પતનને ભવક્ષયે પતન કહેવાય છે. આવા મહાત્માને અને શ્રુતકેવલી જેવા મહાત્માને મોહરાજ. પછાડે છે તો પછી સામાન્ય માણસનું તો પૂછવું જ શું? માટે મોહને આધીન ચેતના કરવી નહીં પણ મોહને જિતનારી ચેતના બનાવવી.
विपाककाले स्वकीयक्षयोपशमः स्वरूपानुयायी रक्षणीयः । न हि विपाकः प्रतिपाताभिनवकर्मबन्धहेतुः, किन्तु स्वकीयचेतना वीर्यं च मोहोदयानुगतत्वेन हेतुत्वपरिणत्या बन्धः । अतः हेतुतैव वारणीया । उदयस्तु गुणावारकः । न च तदेव हेतुः । तस्य हेतुत्वाङ्गीकारे सर्वकर्मोदयपुद्गला बन्धहेतवो भविष्यन्ति । तदा च परकृतैव कर्मकर्तृता, आत्मशक्तेः अप्रवृत्तमानत्वाद्, न हि अप्रवृत्ता शक्तिः कर्मकी । तेन नोदयानां हेतुता, । किन्तु मिथ्यात्वादिहेतुभिः उदयभूतैः सम्यक्त्वादयो गुणा आच्छादिताः । पुनः चेतनावीर्यदानादयः क्षायोपशमिका दुर्विपरीतश्रद्धानभासनपररमणिकपरिणताः अभिनवकर्महेतुतामास्कन्दन्ति । अतोऽशुद्धतया परिणमितात्मपरिणतिरभिनवकर्महेतुः । निदर्शनं च सूक्ष्मैकेन्द्रियाणां अशुद्धानुगक्षयोपशमाल्पत्वेनाल्पकर्मबन्धकता, संज्ञिपञ्चेन्द्रियाणां तु अशुद्धानुगक्षयोपशमबाहुल्येन तीव्रबन्धकता इत्यादि भाव्यम् । उक्तञ्च -
પોતાના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનદર્શનાત્મક ચેતનાગુણ અને વીર્યગુણ જે પ્રાપ્ત થયો છે તે આત્મસ્વરૂપને જ અનુસરનારો રહે, પણ મોહના ઉદયમાં વ્યાપ્ત ન થઈ જાય તે રીતે તે ક્ષયોપશમ જયારે જ્યારે મોહનીય કર્મનો વિપાકોદય કાલ આવે છે ત્યારે ત્યારે રક્ષણ કરવા યોગ્ય છે. એટલે કે ત્રણ
Page #19
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૧૧ ઘાતકર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલી ચેતનાશક્તિનું અને વીર્યશક્તિનું મોહોદયજન્યવિકારોથી રક્ષણ કરવા યોગ્ય છે. કારણ કે મોહનીય કર્મનો જે વિપાકોદય છે તે આત્માનું પતન કરવાનું કે નવા નવા કર્મબંધનું કારણ બનતો નથી, પરંતુ આત્મામાં પ્રગટ થયેલી ચેતના (જ્ઞાનશક્તિ-બુદ્ધિ) અને વીર્ય (ક્રિયા-શક્તિ) જ્યારે મોહના ઉદયને અનુસરનારી થાય છે ત્યારે ત્યારે ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષાદિ મોહના વિકારોપણે પરિણામ પામેલી એવી આ ચેતનાશક્તિ અને વીર્યશક્તિ જ આત્માના પતનનું અને નવા કર્મબંધનું કારણ બને છે. એટલે રાગાદિ ભાવવાળો આત્મા જ કર્મનો કર્તા અને કર્મનો ભોક્તા કહેવાય છે. આ રીતે આત્માની ચેતનાશક્તિ અને વીર્યશક્તિ જ મોહને આધીન થઈ છતી બંધના હેતુરૂપે પરિણામ પામે છે. માટે ચેતનાશક્તિ અને વીર્યશક્તિમાં આવતી બંધની હેતુતા જ અટકાવવી જોઈએ. ચેતના અને વીર્ય મોહના ઉદયને આધીન ન થઈ જાય તે રીતે તે બન્ને શક્તિનું મોહના વિકારોથી અલિપ્ત રહે તે રીતે રક્ષણ કરવું જોઈએ. કારણ કે આ બન્ને શક્તિ જ મોહાધીન થઈ છતી બંધનો હેતુ બને છે. પણ મોહનીયનો વિપાકોદય બંધહેતુ નથી.
કર્મોનો ઉદય એ તો ગુણોનો આચ્છાદક માત્ર જ છે, પણ તે ઉદય કંઈ નવા બંધનો હેતુ નથી, જો કર્મના ઉદયને બંધનો હેતુ સ્વીકારીએ તો સર્વકર્મોનાં ઉદયમાં આવેલાં કાર્પણ વર્ગણાનાં પુદ્ગલો બંધહેતુ થઈ જાય અને દસમા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનકમાં પણ કર્મની ઘણી ઘણી પ્રકતિઓનો ઉદય વર્તે છે. ત્યાં પણ ઘણાં ઘણાં કર્મ બંધાવાં જોઈએ. ચૌદમા ગુણઠાણે પણ ૧૧-૧૨ પ્રકૃતિઓનો ઉદય છે તેથી ત્યાં પણ કર્મબંધ થવો જોઈએ. પરંતુ આમ થતું નથી. માટે વિપાકોદયમાં આવેલાં કર્મપુદ્ગલો એ નવા બંધનો હેતુ નથી. માત્ર મોહનીય કર્મ પુરતું આવું બને છે કે “ને વેય, તે વંથરુ'' જે મોહનીયકર્મને વિપાકોદયથી જીવ વેદે છે તેનો બંધ જીવ કરે છે.
જો ઉદયમાં આવેલાં કર્મપુદ્ગલોને નવા બંધનો હેતુ કહીએ તો બીજી પણ એક આપત્તિ આવે કે કર્મપુદ્ગલો જ કર્મબંધનાં કર્તા બને. તેથી પરદ્રવ્ય વડે કરાયેલી કર્મકર્દ્રતા થાય, કારણ કે આત્માની શક્તિ તે કર્મબંધમાં પ્રવર્તમાન નથી. માત્ર ઉદયાનુગત પગલો જ બંધ કરે છે, એવો અર્થ થાય. આત્માની શક્તિ તેમાં વપરાઈ નથી, અને ન વપરાયેલી આત્મશક્તિને કર્મની કર્તા કહેવાય નહીં. તેથી આત્મા તો કર્મનો અર્તા અને અભોક્તા ઠરશે. આ વાત ઉચિત નથી, આત્મા જ કર્મનો કર્તા છે. માટે આત્માના ચેતના-વીર્ય વગેરે ગુણો જે છે તે જ રાગાદિ ભાવે પરિણામ પામ્યા છતા કર્મબંધના હેતુ બને છે. પણ ઉદયમાં આવેલાં કર્મપુદ્ગલો બંધહેતુ થતાં નથી, પરંતુ ઉદયમાં આવેલાં મિથ્યાત્વમોહનીય, કષાયમોહનીય વગેરે હેતુઓ દ્વારા તો આત્માના સમ્યકત્વાદિ ગુણોનું આચ્છાદન માત્ર કરાય છે. નવાં કર્મનો બંધ તો મલીન ચેતના અને મલીન વીર્યપ્રવૃત્તિ દ્વારા થાય છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૬૧૨
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર સારાંશ કે ઉદયમાં આવેલાં કર્મો પોતપોતાનાથી આવાર્ય ગુણોનું આચ્છાદન માત્ર કરે છે. પણ ઉદયમાં આવેલાં તે કર્મો નવા બંધનો હેતુ નથી. જો કર્મોના ઉદયને બંધહેતુ કહીએ તો કર્મો કર્મ બાંધે છે આવો અર્થ થાય. એટલે પરદ્રવ્યકત કર્મકર્તતા થાય, ચૌદમા ગુણઠાણે પણ કર્મનો ઉદય હોવાથી બંધ પ્રાપ્ત થાય. આવા દોષો આવે. તેથી ઉદયગત કર્મો એ નવા બંધનો હેતુ નથી. પરંતુ મોહાધીન ચેતના અને મોહાધીન વિર્ય એ નવા બંધનો હેતુ છે. આ રીતે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલી ચેતના અને પ્રગટ થયેલું વીર્ય અને પ્રગટ થયેલા દાનાદિ ગુણો કે જે આ ગુણો ક્ષયોપશમભાવવાળા છે. તે આત્મગુણો જ અત્યન્ત વિપરીત શ્રદ્ધારૂપે, અત્યન્ત વિપરીત જ્ઞાનરૂપે અને પરદ્રવ્યમાં જ રમણીકતાના ભાવે પરિણામ પામ્યા છતા અર્થાતુ મલીન થયા છતા નવીન કર્મબંધનું કારણ બને છે. આત્માના ક્ષયોપશમ ભાવના ગુણો જ મિથ્યાત્વાદિ ભાવરૂપે પરિણામ પામ્યા છતા અપૂર્વ કર્મબંધનું કારણ બને છે. આ ગુણો આત્માના હોવાથી આત્મા જ કર્મબંધનો કર્તા કહેવાય છે. આ પ્રમાણે અશુદ્ધભાવપણે પરિણામ પામેલી આત્માની (અશુદ્ધ) પરિણતિ જ નવા નવા કર્મબંધનું કારણ છે. આ વાત દૃષ્ટાન્ત સાથે સમજાવાય છે.
સૂક્ષ્મ-એકેન્દ્રિય જીવોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષયોપશમ એકેન્દ્રિય જાતિનો ઉદય હોવાથી ભવસ્વભાવે જ અલ્પમાત્રાએ હોય છે. તેના કારણે તે જીવોની ચેતના અને વીર્યશક્તિ અલ્પમાત્રાએ જ ખુલ્લાં હોય છે. આ કારણે અશુદ્ધતાને અનુકૂલ અર્થાત્ અશુદ્ધતાથી વ્યાપ્ત એવો આ ત્રણ કર્મોનો ક્ષયોપશમ (ચેતનાશક્તિ અને વીર્યશક્તિ) અલ્પમાત્રાવાળી હોવાથી અલ્પસ્થિતિબંધ અને અલ્પરસબંધવાળો અલ્પમાત્રાએ કર્મબંધ થાય છે. એક સાગરોપમના સાતીયા ત્રણ ભાગ વગેરે પ્રમાણવાળું કર્મ બંધાય છે. એક સાગરોપમ પણ પૂર્ણપણે બંધાતું નથી.
જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં પંચેન્દ્રિય જાતિનો ઉદય હોવાથી આ ત્રણે કર્મોનો ક્ષયોપશમ ભવસ્વભાવે જ અધિક માત્રા હોય છે. તેના કારણે તે જીવોની ચેતનાશક્તિ અને વીર્યશક્તિ અધિકમાત્રાએ ખુલ્લાં હોય છે. આ કારણે અશુદ્ધતાને અનુકુળ અર્થાત્ અશુદ્ધતાથી વ્યાપ્ત એવો આ ત્રણ કર્મોનો ક્ષયોપશમ (ચેતનાશક્તિ અને વીર્યશક્તિ) અધિક માત્રાએ હોવાથી અધિક સ્થિતિબંધ અને અધિકરસબંધવાળો અધિકમાત્રાએ કર્મબંધ થાય છે. ઓછામાં ઓછો (જઘન્યથી) પણ અંતઃકોડાકોડી સાગરોપમ જેટલો કર્મબંધ થાય છે અને ઉત્કૃષ્ટથી ૭૦–૩૦-૨૦ કોડાકોડી સાગરોપમ જેટલો બંધ થાય છે.
સૂક્ષ્મ-એકેન્દ્રિયમાં અલ્પબંધ અને વિકલેન્દ્રિય તેમજ અસંશિમાં અધિક અધિક બંધ (૨૫ ગણો, ૫૦ ગણો, ૧૦૦ ગણો અને 1000 ગણો બંધ) હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં
Page #21
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૧૩ તો કોડાકોડી સાગરોપમનો બંધ થાય છે. તેથી જીવમાં પ્રગટ થયેલી ચેતનાશક્તિ અને વીર્યશક્તિ જ અશુદ્ધતાવાળી થઈ છતી કર્મબંધની કર્તા છે. આ ગુણો જીવના હોવાથી જીવની સાથે તે ગુણોનો કથંચિત્ અભેદ છે તેથી અશુદ્ધતાવાળો જીવ જ કર્મનો કર્તા-ભોક્તા છે, પણ પૂર્વબદ્ધકર્મનો વિપાકોદય કે વિપાકોદયમાં આવેલાં કર્મપુદ્ગલો એ બંધનાં કર્તા નથી. તેમજ શુદ્ધ જીવ પણ કર્મનો કર્તા નથી.
Aawi jछ -
"अप्पा करेइ कम्माइं, अप्पा वेएई परवसो एसो" इत्यादि । तथा च भगवतीप्रज्ञापनादौ-अत्तकडा कम्मा बंधन्ति, नो परकडा, तेऽप्यप्पवगाढा, नाऽप्यनवगाढा ॥ उत्तराध्ययने
अप्पा कत्ता विकत्ता य, सुहाण य दुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुपट्ठिओ ॥३७॥
___(अध्ययन २०, गाथा ३७) इत्यादि पुनः आचाराने-आयाणं सगडब्भि (श्रुत १, अध्य. ३, उद्देश-४, सूत्र-७२), इत्यादि स्वतो योज्यम् । श्रेणिप्रतिपाताधिकारे आवश्यकनिर्युक्तौ -
उवसामं उवणीया, गुणमहया जिणचरित्तसरिसंपि । पडिवायंति कसाया, किं पुण सेसे सरागत्थे ॥११८॥ जइ उवसंतकसाओ, लहइ अणंतं पुणो वि पडिवायं । न हु भे वीससियव्वं, थोवेवि कसायसेसंमि ॥११९॥ अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । न हु भे वीससिअव्वं, थोवं पि हु तं बहु होइ ॥१२०॥ दासत्तं देइ रिणं, अइरा मरणं वणो विसप्पंतो । सव्वस्स दाहमग्गी, दिति कसाया भवमणंतं ॥१३११॥
(विशेषावश्याकभाष्य १३११) इति कर्मोदयेन आत्मा दीनो भवतीति ॥५॥
આત્મા જ કર્મ કરે છે, આત્મા જ કર્મોનો કર્તા છે, આત્માની ચેતનાશક્તિ અને વીર્યશક્તિ મિથ્યાત્વાદિ ભાવોથી વાસિત હોય ત્યારે તે શક્તિ જ કર્મની કર્તા છે. પરંતુ પૂર્વે
Page #22
--------------------------------------------------------------------------
________________
૬૧૪ કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
જ્ઞાનસાર બાંધેલા કર્મોના વિપાકોદયમાં આવેલાં પુદ્ગલો કર્મના કર્તા નથી. આ બાબતમાં જુદા જુદા અનેક શાસ્ત્રપાઠોની સાક્ષી આપતાં ટીકાકારશ્રી જણાવે છે કે -
(૧) પરવશ એવો આ આત્મા જ કર્મો કરે છે અને આત્મા જ કર્મ વેદે છે.
(૨) ભગવતીજી સુત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે આત્મા વડે જ કરાયેલાં કર્મો બંધાય છે, પણ પર વડે કરાયેલાં કર્મો વિવક્ષિત જીવને બંધાતાં નથી. તથા જે આકાશપ્રદેશોમાં આત્મા અવગાહીને રહ્યો છે તે જ આકાશપ્રદેશોમાં અવગાહીને રહેલાં કાર્મણવર્ગણાનાં પુદ્ગલો આ જીવ બાંધે છે, પણ પોતાની સાથેના આકાશપ્રદેશોમાં અવગાહીને ન રહેતાં હોય પરંતુ અનંતર કે પરંપરાએ દૂર દૂર અવગાહીને રહેલાં હોય તેને આ જીવ બાંધતો નથી.
(૩) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૦ ગાથા ૩૭ માં કહ્યું છે કે – “સુખોનો અને દુઃખોનો કર્તા પોતાનો આત્મા જ છે અને પોતાનો આત્મા જ સુખ-દુઃખોને દૂર કરવાવાળો વિકર્તા પણ છે. સુપ્રસ્થિત એટલે સદાચારી આત્મા આત્માનો મિત્ર છે અને દુ:પ્રસ્થિત એટલે
અહીં ગાથામાં કહેલાં મિત્તપિત્ત એમ બન્ને પદો ક્રમ છોડીને દુપ્રક્રિય અને સુપઢિઓ સાથે જોડવાં)
(૪) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનમાં ચોથા ઉદ્દેશામાં સૂત્ર ૭૨ માં કહ્યું છે કે –
જેનાથી કર્મબંધ થાય તે ૧૮ પાપસ્થાનક, અથવા હિંસાદિ આશ્રવો તથા કષાયો આ સર્વેને આદાન કહેવાય છે. તેનો જે ત્યાગ કરે તે પોતે બાંધેલા કર્મોનો ક્ષય કરે છે આવો અર્થ જાણવો તથા આદિ શબ્દથી જ્ઞ ત્તિ ક્રેઝ વંથ પરિખાયા (સૂત્રકૃતાંગ૧-૧-૧) ઈત્યાદિ પાઠો પણ સ્વયં જાણવા.
(૫) આવશ્યકનિર્યુક્તિમાં ઉપશમશ્રેણીથી પતનના અધિકારમાં પૂજ્ય ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે –
ગુણો પ્રાપ્ત કરીને તેના દ્વારા મહાન બનેલા પુરુષોએ કષાયોને ઉપશમભાવ રૂપે કર્યા હોય તો પણ તે ઉપશાન્ત કષાયો જિનેશ્વરની તુલ્ય ચારિત્રવાળા (ઉપશાન્તમોહ ગુણસ્થાનકે પહોંચેલા અને વીતરાગ બનેલા) એવા આત્માને પણ પછાડે છે તો પછી બાકીના સરાગી અવસ્થામાં રહેલા (૧ થી ૧૦ ગુણસ્થાનકવાળા) જીવોની વાત તો કરવી જ શું? (૧૧૮)
ઉપશાન્ત કર્યા છે કષાયો જેણે એવો વીતરાગાવસ્થાને પામેલો આત્મા પણ ફરીથી અનંતકાલ સંસારમાં ભટકવા રૂપ પ્રતિપાતને પામે છે તે કારણથી આ જીવનમાં થોડા પણ કષાયો બાકી હોય તો તેનો તમારે વિશ્વાસ કરવો જોઈએ નહીં. (૧૧૯)
Page #23
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૬૧૫
ઋણ (દેવું) થોડું હોય તો પણ, પગમાં લાગેલો ઘા થોડો હોય તો પણ, આગ થોડી લાગેલી હોય તો પણ, કષાયો થોડા હોય તો પણ તમારે તેનો વિશ્વાસ કરવો નહીં, કારણ કે તે થોડું હોય તો પણ દિન-પ્રતિદિન વધીને ઘણું જ થાય છે. (૧૨૦)
ઋણ (દેવું) દાસપણાને આપે છે. ત્રણ એટલે ઘા ફેલાતો ફેલાતો જલ્દી મરણને આપે છે. અગ્નિ વધતો વધતો આખા ઘરને બાળી નાખે છે અને કષાયો વધતા વધતા અનંત ભવમાં ભ્રમણ આપે છે અર્થાત્ અનંત સંસારમાં ભટકાવે છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૩૧૧)
આ પ્રમાણે વિચાર કરતાં કર્મોના ઉદયથી આ જીવ દીન બને છે, લાચાર બને છે, પરાધીન બને છે. માટે કર્મોના ઉદયનો વિપાક આવું કષ્ટ આપનાર છે. પા
अर्वाक् सर्वाऽपि सामग्री, श्रान्तैव परितिष्ठति । વિષા: ર્મળ: જાર્ય-પર્યન્તમનુધાવતિ દ્દા
ગાથાર્થ :- પુણ્ય-પાપનો ઉદયકાલ આવે ત્યારે ધન-ધાન્ય, ગાડી-વાડી આદિ સર્વે પણ સામગ્રી જાણે થાકી ગઈ હોય તેમ આગળ ઉભી જ રહે છે (કંઈ કરી શકતી નથી). ફક્ત પોતાનો ઉદયમાં આવેલ કર્મોનો વિપાક જ ફળ આપે ત્યાં સુધી જીવની પાછળ પાછળ જાય છે. IIII
ટીકા :- ‘“અર્વાક્ સર્વેતિ' સર્વાષિ સામગ્રી અર્વા શ્રાના ધ્રુવ પરિતિષ્ઠતિ, न हि कार्यकरणसमर्था । कर्मणः विपाकः - उदयः कार्यपर्यन्तं चरमकारणमनुधावतिअनुवर्तते । तो बाह्यसामग्री उपकरणरूपा हि कर्मोदयाश्रिता, तेन कर्मोदयो बलवत्तरः, अतः कर्मक्षयाय यतितव्यमिति ॥६॥
વિવેચન :- માણસની પાસે ધન-ધાન્ય બંગલો ગાડી સત્તા વગેરે બાહ્ય ભોગ સામગ્રી જ્યારે હોય છે ત્યારે તે મનુષ્ય અભિમાન કરતો હોય છે. મારી પાસે બધું જ છે. હવે મારે કોઈની જરૂર નથી. મારે કોઈથી દબાવાની જરૂર નથી. આમ મનમાં અભિમાન રાખીને પાવરપૂર્વક ગજ ગજ છાતી કાઢીને ફરતો હોય છે. આખી દુનિયાને ધ્રુજાવતો હોય છે. પરંતુ આ સર્વે પણ ભોગ સામગ્રી (સંસારીસુખના ઉપકરણ રૂપ સામગ્રી) જાણે આ જીવને બચાવવામાં થાકી ગઈ હોય શું ? એ રીતે ઉભી જ રહે છે. ટગમગ-ટગમગ જોયા જ કરે છે. જીવનું સંરક્ષણ કરવા રૂપ કાર્ય કરવાને તે સામગ્રી સમર્થ બનતી નથી.
સાત માળની હવેલી કરાવી હોય, લાખોની કિંમતના હીરાના હાર કરાવ્યા હોય,
Page #24
--------------------------------------------------------------------------
________________
૬૧૬ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર કરોડો રૂપિયાનું ધન ભેગું કર્યું હોય. વિનયવાળો બહોળો પરિવાર હોય અને આજ્ઞાંકિત સેવકવર્ગ હોય તો પણ આ જીવને જ્યારે જ્યારે જન્મ–જરા-મરણ-રોગ અને શોક આવે છે ત્યારે ત્યારે થતી તે પ્રસંગોની પીડા કોઈ લઈ શકતું નથી. મૃત્યુ પામે ત્યારે ઉપરની તમામ સામગ્રી ટગમગ ટગમગ દેખે છે, પોતે કંઈ બચાવ કાર્ય કરી શકતી નથી એમ સમજીને જાણે રડતી હોય એમ ઉદાસ થઈને રહે છે, પણ સંરક્ષણ કોઈ કરી શકતું નથી. બધી જ સામગ્રી જતી રહે છે અને મૃતક શરીરને ઘરમાંથી બહાર લઈ જવાય છે. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરાય છે. જીવ પણ બધી જ સામગ્રી હોવા છતાં આયુષ્ય પૂર્ણ થવાથી ઉપડી જાય છે, કોઈ તેને રોકી શકતું નથી. માત્ર એક પોતે બાંધેલા કર્મોનો વિપાક (ઉદય) જ પોતાનું કાર્ય થાય ત્યાં સુધી પાછળ પાછળ જાય છે.
પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના જીવે મરીચીના ભવમાં બાંધેલું નીચગોત્રકર્મ પોતાનું કાર્ય સમાપ્ત ન થયું ત્યાં સુધી એટલે કે તીર્થંકરપણાના ભવ સુધી પાછળ ગયું, એવી જ રીતે વાસુદેવના ભવમાં બાંધેલું કર્મ છેલ્લા ભવમાં કાનમાં ખીલા નંખાવવાનું કાર્ય થયું ત્યાં સુધી સાથે ગયું. આમ કર્મ જ ભવાન્તરમાં ફળપ્રાપ્તિ સુધી સાથે જાય છે, ભોગસામગ્રી અહીં જ રહે છે. આ કારણથી પુણ્યોદયજન્ય ઉપકરણસામગ્રી કર્મના ઉદયને આધીન છે. આપણી પોતાની જીવની માલિકીની) નથી, જીવનું તેમાં કંઈ ચાલતું નથી. કર્મોદયની માલિકી છે. આ કારણથી કર્મોદય જ બળવાન છે. આ કારણે હે જીવ! કર્મોનો ક્ષય જ કરવો જોઈએ. કર્મોના ક્ષય માટે જ પ્રયત્ન કરવો જોઈએ. ભોગસામગ્રી તારી માલિકીની નથી તેથી તેનું ગુમાન કરવું ઉચિત નથી. lllી
असावचरमावर्ते, धर्मं हरति पश्यतः । चरमावर्तिसाधोस्तु, च्छलमन्विष्य हृष्यति ॥७॥
ગાથાર્થ :- આ કર્મોદય (કર્મવિપાક) જીવનો અચરમાવર્તકાલ ચાલતો હોય ત્યારે તેના દેખતાં દેખતાં તેનામાંથી ધર્મ ચોરી જાય છે અને જ્યારે ચરમાવર્તનો કાલ આવે છે ત્યારે આ કર્મવિપાક સાધુમાં બળ વાપરી શકતો નથી. જો કદાચ સાધુમાં પ્રવેશ કરવા માટે આ વિપાકોદયને નાનું પણ છિદ્ર મળે તો આનંદમાં આવી જાય છે. liણા.
ટીકા :- “સવિતિ” ૩-જર્મવિપત્તિ: પતિ-પતિ સતિ અને अचरमावर्ते-चरमपुद्गलपरावर्ताद् अर्वाक् धर्मं हरति-चोरयति । तु-पुनः चरमावर्तिचरमपुद्गलपरावर्तान्तर्वर्तमानमार्गानुसारिजनस्य साधो:-निर्ग्रन्थस्य च्छलमन्विष्यगवेषयित्वा हृष्यति-हर्षं प्राप्नोति । इत्यनेन मार्गानुसारिनिर्ग्रन्थस्य क्षायोपशमिक
Page #25
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૬૧૭ गुणवत्त्वात् प्रमादादिदोषात्, शङ्काद्यतिचारावसरे हृष्यति नाम वर्धते इत्युपचारः, अतः कर्मविपाके रक्तद्विष्टता न करणीया ॥७॥
વિવેચન :- આ જીવને મુક્તિની પ્રાપ્તિનો એક પુદ્ગલપરાવર્તનથી અધિક કાલ જ્યારે બાકી હોય ત્યારે “અચરમાવર્ત” કહેવાય છે અને એક પુદ્ગલપરાવર્ત માત્ર કાલ બાકી હોય ત્યારે “ચરમાવર્ત” કહેવાય છે. પહેલાનું નામ દૂરમુક્તિ અને બીજાનું નામ આસનમુક્તિ પણ કહેવાય છે. જ્યારે આ જીવની મુક્તિની પ્રાપ્તિ દૂરકાલે થવાની હોય એટલે કે અચરમાવર્તકાલ હોય ત્યારે કર્મનો આ વિપાકોદય આંખે દેખતાં દેખતાં જ આ જીવમાં રહેલી ધર્મસંજ્ઞાને હરી જાય છે, અર્થાત્ ચોરી જાય છે. કહેવાનો આશય એ છે કે અચરમાવર્તી જીવોમાં પાંચે ઈન્દ્રિયોનાં વિષય-સુખોનો મોહ એટલો બધો હોય છે કે તેને ધર્મ કરવાનું મન જ થતું નથી, મોહરાજાનો વિપાકોદય તીવ્રભાવે કામ કરે છે, જીવમાં રહેલી ધર્મસંજ્ઞા-સંસ્કૃતિ-સંસ્કાર ચાલ્યા જાય છે. મોહાલ્વ થયેલો આ જીવ દારૂડીયાની જેમ વિષય-સુખમાં અંધ બને છે અને વિપાકોદયનું જોર હોય છે માટે આત્મધર્મ ભૂલી જાય છે.
પરંતુ આ જ જીવ જ્યારે ચરમાવર્તમાં આવે છે ત્યારે તે વીતરાગપ્રભુના માર્ગને જાણે છે. તેને અનુસરવાની બુદ્ધિ થાય છે. ભગવંતે કહેલા માર્ગે ચાલે છે. તે કાલે આત્મા જાગૃત થઈ જાય છે. માર્ગાભિમુખ-માર્ગપતિત અને માર્ગાનુસારી બને છે. રાગ-દ્વેષાદિ કષાયોનો કંટ્રોલ કરતો આ જીવ દ્વિશ્વક સકૃબંધક-અપુનર્બન્ધક થઈને ત્રણ કરણ કરવા દ્વારા સમ્યકત્વ ગુણ પામે છે. સમ્યકત્વ પ્રાપ્ત થવાથી કર્મની સામે વિજય તરફ આ જીવનું બળ વધે છે. વિપાકોદય ઢીલો પડી જાય છે. તે વિપાકોદયને આ જીવમાં પ્રવેશવાની કોઈ જગ્યા મળતી નથી.
ક્યારેક ક્યારેક સમ્યકત્વમોહનીયકર્મના ઉદયથી માર્ગનુસારી એવા અને નિગ્રંથ બનેલા એવા પણ આ જીવ વડે મોહનીયનો ક્ષયોપશમ ભાવ હોવાથી પ્રમાદાદિના દોષથી વીતરાગપરમાત્માનાં વચનો ઉપર શંકા-આકાંક્ષા-વિતિગિચ્છા, અન્ય-દષ્ટિપ્રશંસા અને અન્ય -દષ્ટિ-પરિચય આદિ અતિચારો (દોષો) સેવાઈ જાય છે. ત્યારે તેવા અવસરે કર્મનો આ વિપાકોદય ઘણો જ રાજીરાજી થઈ જાય છે. પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે કે હવે મને આ જીવમાં ઘુસવાનું એક આ છિદ્ર તો મળ્યું, આજ સુધી હું આ જીવમાં પ્રવેશી જ શકતો ન હતો, હવે આ જીવે આ દોષ સેવ્યા છે એટલે હું અંદર જઈશ અને મારું જોર અજમાવીશ જીવને નીચે પછાડીશ. એમ વિપાકોદય રાજી રાજી થઈ જાય છે.
કહેવાનો સાર એ છે કે અચરમાવર્તમાં વિપાકોદયનું બલ બલવત્તર હોય છે. પરંતુ
Page #26
--------------------------------------------------------------------------
________________
૬૧૮ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર ચરમાવર્તમાં જીવનું બળ વધે છે. વિપાકોદય નિર્બળ થાય છે. આ કારણથી જ્યારે જ્યારે પુણ્ય-પાપ કર્મનો વિપાકોદય આવે ત્યારે ત્યારે રાગી અને દ્વેષી ન થવું, રાગ-દ્વેષ ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખવી. llણા
साम्यं बिभर्ति यः कर्म-विपाकं हृदि चिन्तयन् । स एव स्याच्चिदानन्द-मकरन्दमधुव्रतः ॥८॥
ગાથાર્થ :- કર્મોના વિપાકને હૃદયમાં વિચારતો જે મહાત્મા “સમભાવને” ધારણ કરે છે તે જ મહાત્મા જ્ઞાનના આનંદની સુવાસ પ્રાપ્ત કરવામાં ભ્રમરતુલ્ય બને છે. આટલા
ટીકા :- “સમિતિ” –ચ: સાભાર્થી ઋવિપા-શુમાશુમવિપાદ્ધ વિનાયविचारयन्, हृदि-चित्ते, साम्यं-तुल्यत्वं-इष्टानिष्टतारहितं बिभर्ति, स एव योगी चिदानन्दमकरन्दमधुव्रतः-ज्ञानानन्दस्य मकरन्दः (अथवा ज्ञानानन्द एव मकरन्दः)रहस्यं, तस्य मधुव्रतः-रसास्वादी, स्यात्-भवति । आत्मानन्दभोगी भवति । इत्यनेन आत्मानन्दरसरसिकः शुभाशुभविपाकोदयेन रागद्वेषवान् न भवति, सर्वान् प्रति समवृत्तिर्मुनिः
॥ इत्येवं कर्मविपाकचिन्तनाष्टकं समाप्तम् ॥ ॥८॥ વિવેચન - પૂર્વે બાંધેલા કર્મોનો ઉદય આ જીવને ઘણો નીચે પણ પછાડે છે અને ઘણો ઊંચો પણ ચડાવે છે. ઊંચે ચડાવીને પણ પછાડે છે અને પછાડીને ઊંચે પણ ચડાવે છે. કર્મોના વિપાકની આવી ઊંટની પીઠ જેવી વિષમ-સ્થિતિ છે ક્યારેય કોઈને ય પણ કર્મનો વિપાક એકસરખો સમાન રહેતો નથી. તેથી હે જીવ ! કર્મના વિપાકથી મળેલી સંપત્તિમાં ફુલાવું નહીં, હર્ષિત થવું નહીં, ગર્વિષ્ઠ થવું નહીં અને વિપત્તિમાં ગભરાવું નહીં, હતાશ થવું નહીં કે મુંઝાવું નહીં. કર્મના વિપાકથી આવેલું ભોગસંબંધી સુખ કે દુઃખ એ તારું નથી, તારું સ્વરૂપ નથી, તારી માલિકીવાળું નથી, તે સુખ અને દુઃખ જેમ વિપાકોદયથી આવ્યું છે તેમ વિપાકોદય સમાપ્ત થતાં અવશ્ય જવાવાળું છે. માગીને ઉછીતા લાવેલા પારકાના દાગીનાતુલ્ય આ સુખ-દુઃખ છે. માટે ખુશ-નાખુશ થવું નહીં.
ઉપરની વાત બરાબર સમજીને જે આત્માર્થી મહાત્મા શુભ એવો કર્મનો વિપાક (પુણ્યોદય) કે અશુભ એવો કર્મવિપાક (પાપોદય) તે મારું સ્વરૂપ નથી, હું તો મૂલ્યસ્વરૂપે અનંત જ્ઞાનાદિ ગુણોના આનંદમય છું. જડની સાથે તો મારે સંયોગસંબંધ માત્ર છે. તાદાભ્ય સંબંધ નથી. સાંસારિક સુખ-દુઃખ એ તો શુભાશુભ કર્મોના વિપાક માત્ર છે કાળાન્તરે
Page #27
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૬૧૯
ચાલ્યા જવાવાળા છે આવા વિચારો હૃદયમાં કરતો સુખના સંજોગો આવે ત્યારે રાગ ન કરે અને દુઃખના સંજોગો આવે ત્યારે દ્વેષ ન કરે. આમ ઈષ્ટતાબુદ્ધિ અને અનિષ્ટતાબુદ્ધિ રહિત થઈને હૃદયમાં જે સમભાવને ધારણ કરે છે તે જ્ઞાનના આનંદની સાચી સુગંધને (મકરંદને) પ્રાપ્ત કરવામાં ભ્રમરતુલ્ય બને છે.
ભ્રમર જેમ ગુલાબ આદિ પુષ્પો ઉપર બેસે છે. પણ પુષ્પોની સુગંધને જ માત્ર ગ્રહણ કરે છે અને આનંદ આનંદ માણે છે. ગુલાબાદિની પાંખડીઓનો તો સ્પર્શ માત્ર કરે છે. તેમાં તે રંગાતો નથી. તેમ આત્માર્થી આ મહાત્મા પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણોનો અનહદ આનંદ જ માણે છે. તેમાં જ લીન થાય છે. ભોગસુખો આદિનો તો સ્પર્શ માત્ર કરે છે તેમાં તે અંજાતો નથી; જ્ઞાનાદિ ગુણોના આનંદની સુગંધનો ભોક્તા બને છે. ભ્રમર જેમ રસનો આસ્વાદી બને છે તેમ આ મહાત્મા આત્મગુણોના આનંદનો ભોગી બને છે.
પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોમાં તે આત્મા અંજાતો નથી. ભોજન-પાણીના અવસરે ભોજન-પાણીનો વ્યવહાર કરે છે, પણ કોઈપણ ભોગ્ય અને પેય વસ્તુમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરતો નથી. વળી ચક્ષુથી પદાર્થ દેખે છે, કાનથી શબ્દો સાંભળે છે, પણ ક્યાંય રાગાદિમય બુદ્ધિ કરતો નથી, શરીરનો સંબંધ હોવાથી પાંચે ઈન્દ્રિયો દ્વારા અનિવાર્ય વિષયોનો વ્યવહાર કરે છે, નિવાર્ય વિષયોનો ત્યાગ કરે છે અને અનિવાર્ય વિષયોનો વ્યવહાર કરવા છતાં પણ તેમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ આ જીવ કરતો નથી.
આ પ્રમાણે આત્માના ગુણોના આનંદના રસમાં જ રસિક બનેલો આ આત્મા, શુભાશુભ કર્મોના વિપાકો એ જ સાંસારિક સુખ-દુઃખ છે. તે બન્નેમાંથી એક પણ સ્વરૂપ મારું નથી. આમ સમજીને તે બન્નેમાં રાગ-દ્વેષવાળા બનતા નથી; ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરતા નથી. પરંતુ સર્વ સંજોગોમાં સમભાવની મનોવૃત્તિવાળા આ મહાત્મા બને છે. સર્વત્ર ઉદાસીનભાવવાળા રહે છે. કર્મોના વિપાકોદયથી અલિપ્ત રહે છે. આ પ્રમાણે પુણ્યનો ઉદયકાલ હોય કે પાપનો ઉદયકાલ હોય આમ બન્ને કાલે “સમાનતા” વિચારવી. આ પ્રમાણે સમજાવનારું આ એકવીસમું કર્મવિપાકચિંતન અષ્ટક સમાપ્ત થયું.
એકવીશમું કર્મવિપાકચિંતનાષ્ટક સમાપ્ત
Printed at
BHARAT GRAPHICS
7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380001 Guj(ind).
Ph. : 079-22134176, Mob. 9925020106(Bharatbhai),
Email: bharatgraphics1@gmail.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૬૨૦
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
॥ अथ द्वाविंशतितमं भवोद्वेगाष्टकम् ॥
જ્ઞાનસાર
कर्मविपाकोद्विग्नभावात् संसाराद् उद्विजति । अतो भवोद्वेगाष्टकं लिख्यते । तत्र नामभवः रुद्रादिः । अथवा तन्नाम शब्दालापरूपः, स्थापनाभवः लोकाकाश: तदाकारो वा । द्रव्यभवः भ्रवभ्रमणे हेतुरूपः धनस्वजनादिः । भावभवः चतुर्गतिरूपः जन्ममरणादिलक्षणः । नयस्वरूपं च द्रव्यनिक्षेपे यावत् नयचतुष्टयम्, भावनिक्षेपे शब्दादिनयत्रयं ज्ञेयम् ।
એકવીશમું કર્મવિપાકચિંતનાષ્ટક સમજાવ્યું, પૂર્વે બાંધેલ પુણ્ય-પાપના ઉદયથી જીવને સુખ-દુઃખ આવે છે. સાંસારિક સુખ-દુઃખ એ જીવનું પોતાનું અસલી સ્વરૂપ નથી, તેથી કર્મોના વિપાકોદયમાં આ જીવ ઉદ્વેગવાળો બને છે અને આ રીતે કર્મોના વિપાકોમાં ઉદ્વેગ ભાવવાળો બનવાથી તજ્જન્ય એવા સંસારથી પણ ઉદ્વેગવાળો આ જીવ બને છે. આ કારણથી હવે “ભવોદ્વેગ” નામનું અષ્ટક લખાય છે. ભવોદ્વેગ એટલે સાંસારિક ભાવોથી ઉદ્વેગી બનવું. ત્યાં સર્વે જીવો સદા સુખપ્રિય હોવાથી દુઃખોથી તો ઉદ્વેગી હોય જ છે. પરંતુ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલાં સાનુકૂળ સુખનાં સાધનો એ પણ આ આત્મા માટે બંધન હોવાથી તેનાથી ઉદ્વેગી બનવું તે ભવોદ્વેગ. સાંસારિક સુખ ઉપરથી મન ઉઠાવી લેવું તે ભવોદ્વેગ સમજવો. ત્યાં પ્રથમ ચાર નિક્ષેપ સમજાવાય છે.
રુદ્ર એટલે મહાદેવ-શંકર, શંકરનું પર્યાયવાચી નામ ભવ છે. માટે શંકર તે નામભવ કહેવાય છે. “ભવ” એવું કોઇનું પણ સાંસારિક જન્મકાલથી નામ કરાય તે નામભવ છે. અથવા તે તે નામનું શબ્દાત્મકપણે જે ઉચ્ચારણ કરવું તે નામભવ સમજવો.
ચૌદરાજલોક પ્રમાણવાળા લોકાકાશમાં સર્વે જીવો જન્મમરણ કરે છે. સર્વે જીવોના ભવો લોકાકાશમાં જ થાય છે. અલોકમાં કોઈપણ જીવનું જન્મ-મરણ થતું નથી. માટે લોકાકાશ અથવા લોકાકાશનો આકાર તે સ્થાપનાભવ. અથવા કોઈપણ ભવને પામેલા જીવની આકૃતિ દોરવી તે અથવા લોકાકાશની આકૃતિ દોરવી તે સ્થાપના ભવ સમજવો.
સંસારના પરિભ્રમણમાં હેતુભૂત એવો ધન-સ્વજન આદિ પદાર્થસમૂહ તે દ્રવ્યભવ. અહીં કારણને દ્રવ્ય કહેવાય એ ન્યાયને અનુસરીને ધન, સ્વજનો, સોનું, રૂપું, હીરા, માણેક, ઘર, મિલકત વગેરે સાંસારિક સઘળા પણ પદાર્થો આ જીવને મમતા-મૂર્છા કરાવવા દ્વારા જન્મ-મરણરૂપ સંસારના પરિભ્રમણમાં હેતુ બને છે. તેથી કારણભૂત એવા તે પદાર્થોને જ
Page #29
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
૬૨૧
ભવ કહેવો તે દ્રવ્યભવ જાણવો અને ચારે ગતિમાં જન્મ-મરણ પામવા રૂપ જે વાસ્તવિક ભવ છે, તે ભાવભવ સમજવો. જન્મ-જરા-મરણ-રોગ અને શોક એ જ પરમાર્થથી સંસાર છે. તેને જ ભવ કહેવાય છે. તે ભાવભવ સમજવો.
હવે સાત નયોથી ભવ સમજાવાય છે. જે ધન-ધાન્યાદિ અને સ્વજનાદિ રૂપ દ્રવ્યભવ છે તે પ્રથમના ચાર નયથી ભવ જાણવો. તથા જન્મ-મરણાદિ રૂપ જે ભાવભવ છે તે શબ્દાદિ પાછલા ત્રણ નયથી ભવ જાણવો. છતાં કંઈક વિસ્તારથી નયવિચારણા આ પ્રમાણે છે.
(૧) નૈગમનય
= વિકલેન્દ્રિય–એકેન્દ્રિય અને સૂક્ષ્મનિગોદના જીવોમાં અવ્યક્ત ચેતના હોતે છતે જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ રૂપ જે સંસાર તે નૈગમનયથી ભવ જાણવો.
(૨) સંગ્રહનય :- પંચેન્દ્રિયજીવોના દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય રૂપે ચારગતિરૂપ જે સંસાર તે વ્યક્તચેતના હોવાથી સંગ્રહનયની અપેક્ષાએ ભવ, જે સુખ-દુઃખની વધારે અનુભૂતિરૂપ છે માટે સંગ્રહનય
(૩) વ્યવહારનય :- મનુષ્યના ભવમાં પ્રાપ્ત થયેલા પુત્ર-પુત્રી-પત્ની આદિ પરિવાર તથા તથા ધન-ધાન્યાદિ ભોગસામગ્રી, વહાલ જે ભોગસામગ્રી છે તે અને ભાવિમાં આવવાની સંભાવના હોય તે, આ સઘળાય પદાર્થો કે જે સુખ-દુઃખના અનુભવનાં કારણો છે તે વ્યવહારનયથી ભવ, લોકમાં પણ આવો વ્યવહાર થાય છે કે આ પરિવાર, આ ઘર, આ ધન, એ જ મારો સંસાર છે.
(૪) ઋજુસૂત્રનય :- માત્ર વર્તમાનકાલે વિદ્યમાન પરિવાર-સ્વજનાદિ અને ધન-ધાન્યાદિ એ જ ઋજુસૂત્રનયથી ભવ જાણવો.
(૫) શબ્દનય :- ચારે ગતિમાં રખડવા રૂપ જન્મ-જરા-મરણમય જે સંસાર કે જેને ભાવનિક્ષેપે ભવ કહેવાય છે તે શબ્દનયથી ભવ.
(૬)
:- ચારે ગતિમાં રખડવા રૂપ જન્મ-જરા-મરણાદિમય સંસારની પ્રાપ્તિ કરાવે એવા મિથ્યાત્વ-અસંયમ અને કષાયવાળા આત્મપરિણામ તે સમભિરૂઢનયથી
ભવ.
(6)
:- ચારે ગતિમાં રખડવા રૂપ જન્મ-જરા-મરણાદિ મય સંસારની પ્રાપ્તિ
Page #30
--------------------------------------------------------------------------
________________
૬૨૨
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
જ્ઞાનસાર
થાય એવા મિથ્યાત્વ-અસંયમ અને કાષાયિક પરિણામવાળો જે જીવ, તે જ ભવ કહેવાય છે.
ઉપર કહેલી નયોની યોજના વિવાવિશેષથી સમજાવવામાં આવી છે. ભવ અતિશય દુ:ખદાયી છે. આ જીવને પરાધીન બનાવીને અનેક પ્રકારે દુઃખ આપે છે. તેથી તેના તરફ ઉદ્વેગ ઉત્પન્ન થવો જોઈએ, તે ઉદ્વેગ પ્રગટ થાય તો જ આ જીવ સંસાર છોડીને સાધુ-સંત થાય અને આત્મકલ્યાણ સાધે તે માટે ભવોદ્વેગાષ્ટક કહેવાય છે.
अत्र च भवमग्नानां जीवानां न धर्मेच्छा, इन्द्रियसुखास्वादलीना मत्ता इव निर्विवेकाः भ्रमन्ति । दुःखोद्विग्नाः इतस्ततः दुःखापनोदार्थमनेकोपायचिन्तनव्याकुला भ्रमन्ति शूकरा इव इति । महामोहभवाम्भोधौ मग्नाः किमन्यत् ? सर्वसिद्धिकरं श्रीमद्वीतरागवन्दनादिकं कुर्वन्ति इन्द्रियसुखार्थं, तप-उपवासादिकष्टानुष्ठानमाजन्मकृतं हारयन्ति निदानदोषेण, गणयन्ति मोक्षहेतुरूपं जैनशासनदेवादि सुखहेतुरूपम् । व्यामुह्यन्ति ऐश्वर्यादिषु भवाब्धिमत्स्या इव मिथ्यावासिता जीवाः । तेन भवोद्वेग एव करणीयः । यत्रात्मसुखहानि:, तस्य कोऽभिलाषः सतामिति ? इत्येवोपदिशति
-
જન્મ-જરામરણ–રોગ-શોક આદિ દુઃખોથી ભરેલા અર્થાત્ કોઈથી ન અટકાવી શકાય તેવાં જન્માદિ દુઃખોથી ભરપૂર ભરેલા આ સંસારમાં ઈન્દ્રિયજન્ય અસ્થિર અને પરાધીન એવા અલ્પ સુખમાત્રમાં મગ્ન બનેલા જીવોને વિષયસુખની લોલુપતાથી ધર્મ કરવાની ઈચ્છા થતી નથી. પાંચ ઈન્દ્રિયોના નાશવંત અલ્પસુખના આસ્વાદમાં લીન બનેલા જીવો, દારૂડીયાની જેમ મદોન્મત્ત બન્યા છતા વિવેકશૂન્ય થઈને સંસારમાં ભટકે છે. અલ્પમાત્રાએ મળતા તે સુખના આસ્વાદમાં લીન બન્યા છતા જ્યારે જ્યારે દુઃખો આવે છે ત્યારે ત્યારે દુઃખોના ભારથી કંટાળેલા તે જીવો દુઃખોને દૂર કરવા માટે મંત્ર-તંત્ર-જડીબુટ્ટી આદિ અનેક ઉપાયોની વિચારણામાં જ આકુલ-વ્યાકુલ થયા છતા ભૂંડની જેમ અહીં તહીં ભટકે છે. મહામોહાન્યતામય અને અજ્ઞાનતામય એવા આ સંસારરૂપી સમુદ્રમાં ધર્મ વિના સાચા સુખની પ્રાપ્તિનો અને દુઃખનાશનો બીજો શું ઉપાય છે ? અર્થાત્ બીજો કોઈ ઉપાય નથી. ધર્મ કરવો એ જ તેનો સાચો ઉપાય છે.
મચ્છીમારોએ નાખેલી જાળમાં માંસાદિ પદાર્થો દેખીને લોભાયેલાં સમુદ્રમાં ફરતાં માછલાં જેમ જાળમાં ફસાઈ જાય છે અને દુઃખી-દુઃખી થાય છે, મૃત્યુ પામે છે. તેમ ભવસમુદ્રમાં સાંસારિક અલ્પસુખની મિથ્યા એવી મોહની વાસનાથી વાસિત થયેલા આ સંસારી જીવો ક્યારેક ક્યારેક શ્રી વીતરાગપ્રભુને વંદનાદિ ધર્મકાર્ય કરે છે, પરંતુ
Page #31
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
૬૨૩
મિથ્યાવાસનાનું જોર હોવાથી તે પણ ઈન્દ્રિયજન્ય સુખ મેળવવા માટે જ કરે છે. આત્મકલ્યાણની બુદ્ધિ થતી નથી. તથા ઉપવાસ છટ્ઠ-અક્રમ આદિ તપ કરવા રૂપે કષ્ટકારી ધર્મનાં અનુષ્ઠાનો જન્મથી માંડીને ઘણાં ઘણાં કર્યાં હોય છે અને કરે પણ છે. તો પણ મોહની તીવ્રતાના કારણે નિયાણું કરવાના દોષે અર્થાત્ ઈન્દ્રિયજન્મસુખની લાલસાના જોરે તે કરેલાં ધર્માનુષ્ઠાનો હારી જાય છે.
જૈનશાસનના નાયક, તીર્થની સ્થાપના કરનારા, વીતરાગ-સર્વશ–ભગવંતો જેવા દેવ અને તેમના માર્ગે ચાલનારા વૈરાગી, મહાવ્રતધારી-સુસાધુ આદિ આલંબનો કે જે આલંબનો મોક્ષના સુખના હેતુભૂત છે તેવા ઉત્તમ આલંબનોને પણ મિથ્યા વાસનાના બળે ઈન્દ્રિયજન્ય સુખના હેતુરૂપે ઉપાસે છે. લાકડાને કાપવાના આલંબન રૂપ કુહાડાને જેમ કોઈ પગ કાપવામાં ઉપયોગ કરે તેમ મોહાધીન એવો આ જીવ મોક્ષના હેતુભૂત વીતરાગ દેવને અને વૈરાગી ગુરુને સંસારસુખની પ્રાપ્તિના હેતુરૂપે જોડે છે. તથા પુણ્યોદયથી પ્રાપ્ત થયેલા સાંસારિક ભોગસુખોમાં આ જીવ મોહાન્ય બને છે.
ખરેખર જે ભવ દુઃખો જ આપનાર છે તેને આ જીવ મિથ્યાવાસનાના બળે સુખહેતુ માનીને ભટકે છે. વાસ્તવિકપણે આ ભવ અનેક દુઃખો અને ઉપાધિઓની ખાણમાત્ર જ છે. તેથી તેના તરફ ઉદ્વેગ જ કરવા જેવો છે. કારણ કે ઈન્દ્રિયજન્ય અલ્પ સુખ અને અતિશય દુઃખથી ભરેલા જે સંસારમાં આત્માના ગુણોના અનંત સુખની હાનિ જ થતી હોય ત્યાં સજ્જનોને અભિલાષા શું હોય ? સજ્જનોને તેવા સંસારની ઈચ્છા શું થાય ? અર્થાત્ ન જ થાય. એવો જ ઉપદેશ હવે ગ્રંથકારશ્રી આપણને આપે છે
-
यस्य गम्भीरमध्यस्याज्ञानं वज्रमयं तलम् । रुद्धा व्यसनशैलौघैः, पन्थानो यत्र दुर्गमाः ॥१॥ पातालकलशा यत्र, भृताः तृष्णामहानिलैः । कषायाश्चित्तसङ्कल्पवेलावृद्धिं वितन्वते ॥२॥ स्मरौर्वाग्निर्ज्वलत्यन्तर्यत्र स्नेहेन्धनः सदा । यो घोर - रोगशोकादि-मच्छकच्छपसङ्कुलः ॥३॥ दुर्बुद्धिमत्सरद्रोह-विद्युद्दुर्वातगर्जितैः ।
यत्र सांयात्रिका लोकाः पतन्त्युत्पातसङ्कटे ॥४॥
"
Page #32
--------------------------------------------------------------------------
________________
૬૨૪ ભવોઢેગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર ज्ञानी तस्माद् भवाम्भोधेर्नित्योद्विग्नोऽतिदारुणात् । तस्य संतरणोपायं, सर्वयत्नेन काङ्क्षति ॥५॥
ગાથાર્થ - ગંભીર (ઘણો ઊંડો) છે મધ્યભાગ જેનો એવા આ સંસાર રૂપી સમુદ્રનું તળીયું અજ્ઞાનતા રૂપી વજનું બનેલું છે. જે સમુદ્રમાં દુઃખો રૂપી પર્વતોના સમૂહ વડે વહાણ ચલાવવાના માર્ગો રોકાયેલા છે અને તેથી જ ઘણા દુર્ગમ છે. [૧]
જે સંસારસમુદ્રમાં તૃષ્ણા રૂપી મહાન વાયુ વડે ભરેલા ચાર કષાયો રૂપી પાતાલ કળશા ચિત્તના સંકલ્પ-વિકલ્પો રૂપી વેલની વૃદ્ધિ કરે છે. જીરા
- તથા જે સંસારસમુદ્રમાં પ્રેમરૂપી ઈન્જનવાળો કામવાસના રૂપી વડવાનલ સદા સળગી રહ્યો છે તથા જે સંસારસમદ્ર ભયંકર રોગ અને શોકાદિ રૂપ અનેક માછલાં અને કાચબાઓથી ભરપૂર ભરેલો છે. all.
તથા જે સંસારસમુદ્રમાં દુષ્ટબુદ્ધિ, ઈર્ષાભાવ અને કપટભાવ રૂપી વીજળી, તોફાની પવન અને ગર્જારવ વડે વહાણ ચલાવનારા નાવિકો પણ અકસ્માત સંકટમાં મુકાયા છે. I૪.
આવા પ્રકારના અતિશય ભયંકર એવા સંસારરૂપી સમુદ્રથી નિત્ય ઉદ્વેગ પામેલા જ્ઞાની મહાત્મા પુરુષ સર્વ પ્રકારના પ્રયત્નથી તે સંસાર સમુદ્રને તરવાનો ઉપાય માત્ર જ ઈચ્છે છે. પા.
ટીકા :- યતિ , પતિનેતિ ૨, પર્વેતિ રૂ, તુવૃદ્ધતિ ૪, જ્ઞાનીતિ श्लोकपञ्चकं व्याख्यायते-ज्ञानी तस्य भवसमुद्रस्य सन्तरणोपायं-पारगमनोपायं सर्वयत्नेन काङ्क्षति-इच्छति इत्यर्थः । तस्य कस्य ?
यस्य-गम्भीरं मध्यं यस्य स गम्भीरमध्यस्तस्य अप्राप्तमध्यस्य भवार्णवस्य अज्ञानं-जीवाजीवविवेकरहितं तत्त्वबोधशून्यं मिथ्याज्ञानम्, तदेव वज्रमयं तलं दुर्भेदं, यत्र- भवाम्भोधौ व्यसनशैलौघैः-कष्टपर्वतसमूहैः रुद्धाः पन्थानः-मार्गाः सद्गतिगमनप्रचाराः, दुर्गमा:-गन्तुमशक्या भवन्ति । इत्यनेन अज्ञानतलातिगम्भीरमध्ये संसारपारावारे रोगशोकवियोगादिकष्टपर्वतैः रुद्धमार्गे जन्तोः सुखगमनमशक्यं મતિ શા
વિવેચન :- પાંચે શ્લોકોનો પરસ્પર સંબંધ હોવાથી સાથે જ અર્થ સમજાવાય છે. આ પાંચે શ્લોકોમાં સંસારને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. જેમ સમુદ્ર તરવો દુષ્કર છે
Page #33
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોગઅષ્ટક- ૨૨
૬૨૫
તેમ આ સંસાર તરવો પણ ઘણો દુષ્કર છે. સમુદ્રમાં જે જે ભાવો હોય છે તે તે ભાવો સંસારમાં પણ છે. આમ સમજીને આ સંસારને સમુદ્રની ઉપમા અપાય છે.
જ્ઞાની મહાત્મા પુરુષ ભવરૂપી તે સમુદ્રને તરવાના ઉપાયોને એટલે કે સંસારરૂપી સમુદ્રના પારને પામવાના ઉપાયને પોતાનાથી શક્ય બની શકે તેટલા સર્વ પ્રયત્નોથી ઈચ્છે છે. તે સંસારરૂપી સમુદ્ર કેવો છે તે નીચેની ઉપમાઓથી સમજાવે છે.
(૧) ગંભીર છે મધ્ય ભાગ જેનો એવો, અર્થાત્ જેમ સમુદ્રનો મધ્યભાગ ઘણો જ ઊંડો હોય છે તેમ સંસારનો પણ મધ્યભાગ ઘણો જ ઊંડો હોય છે. અર્થાત્ સંસારમાં પડ્યા એટલે ડુબ્યા જ સમજો. તેમાંથી નીકળી શકાતું નથી, દિન-પ્રતિદિન બોજો વધતો જ જાય છે. ચિંતાઓ વધતી જ જાય છે.
(૨) અજ્ઞાનરૂપી વજનું બનેલું છે તળીયું જેનું એવો આ સંસારરૂપી સમુદ્ર છે. જીવદ્રવ્ય શું? તેનું સ્વરૂપ શું? અજીવદ્રવ્ય શું? તેનું સ્વરૂપ શું? આ દ્રવ્યોને બરાબર ઓળખીને ભેદ કરવો, હેયને તજવું, ઉપાદેયને આદરવું, આવા પ્રકારનો વિવેક નથી જ્યાં તે અજ્ઞાન, યથાર્થ તત્ત્વબોધથી શૂન્ય એવું જે જ્ઞાન તે અજ્ઞાન, સંસારમાં રહેલા જીવોને મોહને વશ ભયંકર અજ્ઞાન હોય છે તે અજ્ઞાન પ્રાયઃ (થોડા જીવોને છોડીને) તુટતું નથી, દૂર થતું નથી. એટલે વજરત્નનું હોય તેની ઉપમા આપીને સમજાવે છે કે સમુદ્રનું નીચેનું તળીયું જાણે વજનું હોય તેવું મજબૂત હોય છે. તેથી તે તુટતું નથી, તિરાડ પડતી નથી, તેમ સંસારી જીવોનું અજ્ઞાન ક્યારેય તુટતું નથી, મોહાન્ધતા દૂર થતી નથી કે તેમાં તિરાડ પડતી નથી. તેથી દુઃખે દુઃખે ભેદાય એવું જાણે વજનું બનાવેલું હોય શું? આવું અજ્ઞાનમય છે તળીયું જેનું એવો આ સંસારરૂપી સમુદ્ર છે.
(૩) વ્યસનશૈત્નીધે: = દુઃખો રૂપી પર્વતોની હારમાળા વડે રોકાઈ ગયા છે સદ્ગતિ રૂપી આગળ જવાના માર્ગો જેમાં એવો આ સંસારસમુદ્ર છે. સમુદ્રમાં કોઈપણ વહાણ અથવા સ્ટીમ્બર ચાલતી હોય, વેગે વેગે આગળ ધપતી હોય, પણ જો તેમાં પર્વતોની હારમાળા જ આવે તો તેના વડે આગળ જવાના રસ્તા રોકાઈ ગયા હોય છે, ત્યારે તે વહાણ કે સ્ટીંબર આગળ જઈ શકતી નથી. તેમ શારીરિક, માનસિક, સાંયોગિક અનેક પ્રકારનાં દુઃખો, જેમકે શરીરની ખોડ ખાંપણ, વિકલાંગતા, માથાનો દુઃખાવો, પેટનો દુઃખાવો આ શારીરિક દુઃખો, રાગ-દ્વેષ-શોક-રતિ-અરતિજન્ય મનમાં જે દુઃખો તે માનસિક દુઃખો અને ધનની હાનિ, પુત્રાદિનો વિયોગ, વિક્લાંગવાળા પુત્રાદિની પ્રાપ્તિ આવા પ્રકારનાં સાંયોગિક દુઃખોથી આ સંસાર ભરેલો છે. તે દુઃખોથી આ જીવ સદા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ભરેલો છે. તેથી સ્વર્ગગમન કે મુક્તિગમન પ્રાપ્ત કરવા રૂપ સદ્ગતિ તરફનું ગમન અટકી
Page #34
--------------------------------------------------------------------------
________________
૬૨૬
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
શાનસાર
જાય છે. તેથી સદ્ગતિગમનના માર્ગ જ્યાં રોકાઈ ગયા છે એવો આ સંસાર સમુદ્ર છે. આમ અજ્ઞાનરૂપી તળીયાવાળો, ગંભીર (ઘણી ઊંડાઈયુક્ત) મધ્યભાગવાળો એવો તથા રોગ, શોક, વિયોગ વગેરે દુઃખો રૂપી પર્વતો વડે રોકાઈ ગયો છે માર્ગ જેનો એવો આ સંસાર સમુદ્ર છે. તેમાં જીવનું સુખે સુખે આગળ આગળ ગમન દુઃશક્ય છે. આવા પ્રકારના સમુદ્રની અંદર જીવનું સન્માર્ગ તરફ ગમન અશક્ય જેવું છે. ॥૧॥
पुनः यत्र भवसमुद्रे कषायाः - क्रोधमानमायालोभरूपाः पातालकलशाः, तृष्णा -વિષપિપાસા, તપ: મહાનિô:-મહાવાર્ત: ધૃતા:, ચિત્ત-મન:, તસ્ય સટ્ટુન્પા: अनेकजलसमूहाः, तद्रूपा वेला - जलप्रवाहरूपा, तस्याः वृद्धिं-वेलागमनं वितन्वते - विस्तारयन्ति । इत्यनेन कषायोदयात् तृष्णावातप्रेरणया विकल्पवेलां वर्द्धयन्ति भवजलधौ अबुधाः इति ॥२॥
લવણસમુદ્રમાં ૯૫૦૦૦ પંચાણું હજાર યોજન જઈએ ત્યારે ૧૦૦૦ યોજનની ઊંડાઈએ ચારે દિશામાં ચાર મોટા કળશા ભૂમિમાં દટાયેલા છે. જે કલશાઓ એક લાખ યોજન ઊંડા છે. એક લાખ યોજન ઉત્તરભાગે પહોળા છે. દસ હજાર યોજનના મુખભાગ અને તળીયાવાળા છે. આ ચાર મહાકળશાઓના આંતરામાં નાના માપવાળા બીજા પણ ઘણા કલશા છે. આ બધા જ કલશામાં નીચેના એક તૃતીયાંશ ભાગમાં તોફાની વાયુ છે. વચ્ચેના એક તૃતીયાંશ ભાગમાં જલ અને વાયુ છે. ઉપરના એક તૃતીયાંશ ભાગમાં કેવલ જલ માત્ર છે. તેના ઉપર સમુદ્રનું પાણી છે. તે પાણી સમુદ્રના કિનારાથી ધીમે ધીમે ઊંડું પણ થાય છે અને ઊંચું પણ વધે છે. પંચાણું હજાર યોજન સમુદ્રમાં આગળ જઈએ ત્યારે ૧૦૦૦ યોજન પાણી ઊંડું થાય છે અને ૭૦૦ યોજન ઊંચું વધે છે તથા બરાબર વચ્ચે ૧૦૦૦૦ દસ હજાર યોજન પહોળી અને ૧૭૦૦૦ સત્તર હજાર યોજન ઊંચી ભીંતની તુલ્ય-કોટની તુલ્ય પાણીની શિખા છે જેને વેલા કહેવાય છે.
પાતાલમાં રહેલા આ ચારે કલશામાં ભરેલા વાયુ જ્યારે તોફાને ચઢે છે ત્યારે સમુદ્રના પાણીને હચમચાવી મૂકે છે. ૧૭૦૦૦ સત્તર હજાર યોજન ઊંચી જશિખાને (વેલાન) પણ બે ગાઉ ઊંચે ઉછાળી નાખે છે. તેના ધક્કાથી સમુદ્રનું તમામ પાણી મોટા મોટા તરંગોવાળું અને તોફાની બની જાય છે. તે તરંગો દ્વારા ધસમસતું આવતું પાણી જંબુદ્રીપને ડૂબાડી ન નાખે તે માટે લવણસમુદ્રમાં રહેલા વેલંધર પર્વતો ઉપર ઉભેલા વેલંધર જાતિના દેવો કડછા આદિ સાધનો વડે આ પાણીને રોકે છે. આ હકીકત સત્ય અને યથાર્થ છે. કવિરાજ આ કલશાઓ આદિની ઉપમા આ સંસારમાં ઘટાવે છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ભવોગઅષ્ટક- ૨૨
૬૨૭. ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાયો એ જ મહાકલશા જાણવા. તૃષ્ણા (ગમે તેટલું મળે તો પણ ભૂખ ન મટવી) = આવા પ્રકારની વિષયોની પિપાસા એ તોફાની વાયુ જાણવો. મનમાં ઉઠતા સંકલ્પ અને વિકલ્પો એ સમુદ્રનું વેલામય પાણી સમજવું, અનેક પ્રકારનાં ઈન્દ્રિયજન્ય સુખોની પ્રાપ્તિના વિચારો એ સંકલ્પો સમજવા, તેના ઉપાયો વિચારવા એ વિકલ્પો જાણવા, “કષાયો તે કળશા, તૃષ્ણા એ વાયુ, ચિત્તના સંકલ્પો એ પાણીની વેલ (શિખા)” આમ ઉપમા સમજવી.
તથા જે સંસારસમુદ્રમાં ક્રોધાદિ ચાર કષાયો રૂપી ચાર મહાપાતાલકળશા છે તે કળશા, તૃષ્ણા વડે એટલે કે પાંચ ઈન્દ્રિયોના વિષયોની પિપાસા (ભૂખ) રૂપી મહાવાયુ વડે ભરેલા છે. આ કષાયો રૂપી કળશા તૃષ્ણારૂપી મહાવાયુ વડે ચિત્તના સંકલ્પ-વિકલ્પો રૂપી પાણીની વેલની વૃદ્ધિને વિસ્તારે છે. મનમાં ઉઠતા સંકલ્પો એ વિશાલ જલના સમૂહરૂપ વેલશિખા છે. તેને ઉછાળે છે એટલે વૃદ્ધિને પમાડે છે. સારાંશ એ છે કે આ સંસારસમુદ્રમાં અજ્ઞાની જીવો ક્રોધાદિ કષાયોના ઉદયથી તૃષ્ણારૂપી વાયુના તોફાનથી સંકલ્પ અને વિકલ્પો રૂપી જલશિખાને દિન-પ્રતિદિન ઘણી જ વધારે છે આવો આ સંસારસમુદ્ર છે. રા.
यत्र जन्ममरणसमुद्रे स्मरः-कन्दर्पः, तद्पः अन्तर्मध्ये और्वाग्नि:-वडवानलः ज्वलति । यत्राग्नौ स्नेहेन्धनः-स्नेहो रागः स एव इन्धनः-ज्वलनयोग्यकाष्ठसमूहः अन्यत्र वडवाग्नौ जलेन्धनमिति । किम्भूतः रागः (भवसागरः) ? यो रागः घोररोगशोकादयो मच्छकच्छपाः, तैः सङ्कुल:-व्याप्तः । इत्यनेन रागाग्निप्रज्वलनरोगशोकतापतापितप्राणिगणः एवंरूपो भवाब्धिः ॥३॥
જેમ પાણીના વિશિષ્ટ એવા ઘર્ષણથી ઈલેક્ટ્રિક અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ સમુદ્રના મધ્યભાગમાં તરંગોના પરસ્પર અફળાવાથી મહાઅગ્નિ ઉત્પન્ન થાય છે તેને વડવાનલ કહેવાય છે. તેમ આ સંસારમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે જે કામવાસના ઉત્પન્ન થાય છે તે વડવાનલ છે અને તેમાં પરસ્પરનો સ્નેહ એ ઈન્ધનનું કામ કરે છે. ઈન્ધન (બળતણ)થી જેમ અગ્નિ વધે છે તેમ સ્નેહથી કામવાસના વધે છે. તથા સમુદ્ર જેમ માછલાં અને કાચબા આદિ (જલચર) જીવોથી ભરપૂર ભરેલો છે તેથી તરવો દુષ્કર છે તેમ આ રાગ (આ ભવસાગર) એ ભયંકર રોગ અને શોક વગેરે ભાવો રૂપી માછલાં અને કાચબાથી ભરેલો છે. રાગ સ્ત્રી-પુરુષોને ભોગમાં જોડે છે તેથી શારીરિક ધાતુ ક્ષીણ થવાથી શરીરમાં રોગો વધે છે અને પરસ્પરના વિયોગ વડે તથા માન-અપમાન વડે શોક વધે છે. આમ સંસાર સુખનો
Page #36
--------------------------------------------------------------------------
________________
૬૨૮ ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર આ રાગ, રોગ-શોકવાળો છે. તેથી સંસાર તરવો મુશ્કેલ છે. અહીં “કામવાસના એ વડવાનલ, રાગ એ ઈશ્વન, રોગ-શોક એ માછલાં અને કાચબા” આમ ઉપમા જાણવી.'
આ રીતે રાગ (સ્નેહ) રૂપી ઈશ્વન દ્વારા પ્રગટ થયેલો કામવાસના રૂપી અગ્નિ સળગી રહ્યો છે જેમાં એવા, તથા રોગ, શોક અને સંતાપ આદિ ભયંકર દુઃખો રૂપી માછલાં અને કાચબા આદિ જલચર જીવોના ત્રાસ વડે દુઃખી દુઃખી થયેલો છે જીવોનો સમૂહ જેમાં એવો આ સંસારસમુદ્ર છે. Ilal.
पुनः यत्र सांयात्रिका:-प्रवहणस्थाः लोकाः, अत्रापि व्रतनियमादिपोतस्थाः નીવા: સત્પાત છે પતિ / નૈઃ ? દુષ્ટ વુદ્ધિઃ કુવૃદ્ધિ, મત્સર:असहनसंयुक्ताहङ्कारः, द्रोहः-कापट्ट्यम्, इत्यादय एव विद्युद्-दुर्वात-गर्जिताः तैः । इत्यनेन दुर्बुद्धिविद्युता मत्सरदुर्वातेन द्रोहगर्जितेन व्रतादिपोताः प्रवर्तमाना अपि कुमार्गगमने पङ्कस्खलनाद्युत्पातान् लभन्ते । इत्यनेन महाभववारिधौ एते महाव्याघाताः सन्मार्गप्राप्तौ ॥४॥
તથા જેમ સમુદ્રની અંદર વિજળીના જોરદાર ચમકારા હોય, તોફાની પવન ફૂંકાતો હોય અને આકાશમાં મેઘનો ગર્જારવ થતો હોય તો વહાણમાં બેઠેલા માણસો ભયભીત થયા છતા અકસ્માત સંકટમાં મુશ્કેલીમાં) આવી પડે છે, અને વહાણો ખોટા રસ્તે જઈ ચઢે છે. ત્યાં કાદવ અથવા પત્થરની શિલા સાથે અથડાય છે. તેથી લોકો આપત્તિમાં મુકાય છે. તેમ આ સંસારમાં સંસાર તરવા માટે વ્રત, નિયમ, સંયમ આદિ આત્મસાધનાના વહાણમાં બેઠેલા લોકો દુષ્ટબુદ્ધિ, મત્સરભાવ (ઈષ્યભાવ - પરના સુખને ન સહન કરવા પૂર્વકનો અહંકાર) અને દ્રોહભાવ (કપટવૃત્તિ) વડે દુઃખી દુઃખી થાય છે. તેમનું આત્મ-સાધનાનું વહાણ ડોલાયમાન થઈ જાય છે અને મોહના વિકારો પામવા રૂપ ખોટા રસ્તે જઈ ચઢે છે. મુક્તિનગર તરફના સાચા માર્ગ પ્રત્યે ગમન કરવામાં વ્યાઘાત પામે છે.
અહીં દુષ્ટબુદ્ધિ કુબુદ્ધિ) ને વિજળીની ઉપમા આપી છે. મત્સરભાવ (ઈર્ષાભાવ)ને તોફાની વાયુની ઉપમા આપી છે અને દ્રોહભાવ (કપટભાવ) ને ગર્જરવની ઉપમા આપી છે. વ્રત-નિયમના પાલન રૂપ સંયમને વહાણની ઉપમા આપી છે. II૪ો.
૧. અહીં ટીકાકારશ્રીએ ઘોર રોગ શોકાદિ રૂપ મત્સ્ય અને કાચબા આદિથી વ્યાપ્ત આ પદ “રાગ”નું વિશેષણ કર્યું છે. પરંતુ વિચાર કરતાં આ વિશેષણ “ભવસાગરનું હોય એમ લાગે છે તેથી કસમાં નવસાર: શબ્દ લખ્યો છે. છતાં ટીકાકારશ્રીના લખાણને ધ્યાનમાં રાખીને રાગના વિશેષણ તરીકે પણ સમજાવવા વિવેચનમાં પ્રયત્ન કર્યો છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
૬૨૯
तस्माद् अतिदारुणात् - महाभयानकाद् नित्योद्विग्नः, सदोदासीनः, तस्य सन्तरणोपायं सम्यग्ज्ञानदर्शनचारित्ररूपं काङ्क्षति - अभिलषति । इति भवभीतः इव તિકૃતિ ॥
જ્ઞાનમંજરી
-
चिन्तयति च मम - शुद्धज्ञानमयस्य परमतत्त्वरमणचारित्रपवित्रस्य रागद्वेषक्षयसमुत्थपरमशमशीतलस्य, अनन्तानन्दसुखमग्नस्य, सर्वज्ञस्य परमदक्षस्य शरीराहारसङ्गमुक्तस्यामूर्तस्य कथं शरीरादिव्यसनसमूहभारभुग्नताभुग्नस्वशक्तिवत्त्वं युज्यते नाहं शरीरी पुद्गली सकर्मा जन्ममरणी च तेन मम कथं महामोहावर्तः अयम् ? इत्युद्विग्नः ।
આ પ્રમાણે આ સંસારરૂપી સમુદ્ર (૧) ઘણી જ ઊંડાઈવાળો મધ્યભાગ છે જેનો એવો છે. (૨) અજ્ઞાનરૂપી વજ્રના બનેલા તળીયાવાળો છે. (૩) દુ:ખો રૂપી પર્વતોના સમૂહ વડે રોકાયેલા દુર્ગમ છે માર્ગો જેમાં એવો છે. (૪) તૃષ્ણારૂપી મહાવાયુથી ભરેલા કષાયો રૂપી પાતાલકલશા જ્યાં ચિત્તના વિકલ્પો રૂપી વેલની વૃદ્ધિ કરે તેવા છે. (૫) સ્નેહરૂપી ઈન્ધનવાળો કામવાસના રૂપી અગ્નિ જ્યાં સળગી રહ્યો છે (૬) ઘોર એવા રોગ-શોકાદિ દુઃખો રૂપી માછલાં અને કાચબાઓથી ભરપૂર ભરેલો છે. (૭) દુર્બુદ્ધિ રૂપી વિજળી, મત્સરભાવ રૂપી તોફાની પવન અને દ્રોહભાવ રૂપી ગરવના કારણે જ્યાં યાત્રા કરનારા લોકો અકસ્માત સંકટમાં આવી પડે છે આવો અતિશય દારુણ તથા શબ્દોથી ન સમજાવી શકાય તેવો આ સંસારસમુદ્ર છે.
તે કારણથી અતિશય ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રથી નિત્ય ઉદ્વેગ પામ્યા છતા અર્થાત્ સદાકાલ ઉદાસીન રહ્યા છતા સાંસારિક ભાવોમાં હર્ષ-આનંદ-પ્રીતિ વિનાના જીવો આવા ભયંકર તે સંસારસમુદ્રને તરવાના ઉપાયભૂત સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રને જ સતતપણે ઈચ્છે છે. તેની જ નિરંતર ઝંખના રાખે છે અને મનમાં શુદ્ધ નિશ્ચયનયને અનુસારે આવા આવા વિચારો કરે છે કે –
હું શુદ્ધજ્ઞાનમય સ્ફટિકના ગોળા જેવું શુદ્ધ-નિર્મળ દ્રવ્ય છું, શ્રેષ્ઠ એવાં તત્ત્વોમાં રમણતા કરવા રૂપ જ્ઞાનમય ચારિત્રધર્મથી યુક્ત છું, રાગ અને દ્વેષનો સર્વથા ક્ષય કરવાથી ઉત્પન્ન થયેલા એવા પરમ ઉપશમભાવની શીતળતાવાળો છું. અનંત અનંત પોતાના ગુણોના અનુભવ રૂપ આનંદ અને સુખમાં મગ્ન છું, ત્રણે લોકના, ત્રણે કાલના, સર્વ દ્રવ્યોના, સર્વ પર્યાયોને જાણનારા સિદ્ધપરમાત્મા સમાન હું પણ સર્વજ્ઞ છું, હું પરમદક્ષ (અતિશય ચતુર) છું, શરીર-આહારાદિ પરદ્રવ્યના સંગથી સર્વથા મુક્ત છું, અરૂપી છું. આવા પ્રકારના નિર્મળ,
Page #38
--------------------------------------------------------------------------
________________
૬૩૦ ભવોઢેગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર શુદ્ધ અને સ્વતંત્ર એવા મને શરીર-આહારાદિ પરદ્રવ્યના સંગથી ઉત્પન્ન થનારાં દુઃખોના સમૂહના ભારનો અનુભવ કરવાથી મારા પોતાના આત્માનું અનંત અનંત ગુણમય શક્તિવાળાપણું દબાઈ જાય, ભાંગી જાય, તુટી જાય તે મને કેમ પોષાય? મારા માટે આ કેમ યોગ્ય કહેવાય? હું પોતે શુદ્ધ આત્મા છું, કંઈ સશરીરી નથી, પુદ્ગલસ્કંધવાળો નથી, કર્મવાળો નથી, જન્મ-મરણની ઉપાધિવાળો નથી. આ બધી તો ભૂતની જેમ મને ઉપાધિઓ વળગેલી છે. આ કંઈ મારું સ્વરૂપ નથી. આ તો ઉપાધિઓ માત્ર છે. તો પછી મહામોહદશાના કામ, ક્રોધ, લોભાદિ વિકારો રૂપી આવર્તી (મોહના તરંગો, મોહના ઉછાળા) મને કેમ ઘટે? મારામાં આવી મલિનતા કેમ સંભવી શકે? પવિત્ર સ્વરૂપવાળો હું ક્યાં ? અને કાદવ-કીચ્ચડવાળો આ પરદ્રવ્યનો સમાગમ ક્યાં ? અરેરે ! આ હું ક્યાં ફસાયો છું? ક્યાં દબાયો છું? આવા વિચારો કરવાપૂર્વક સંસારસમુદ્રથી નિત્ય ઉદ્વેગ પામેલા-કંટાળેલા આ જ્ઞાની મહાત્મા સતત આ સંસારમાંથી નીકળવાની જ ઈચ્છા રાખનારા હોય છે. આવા વિચારોના કારણે સંસાર ત્યજીને સાધુતા-સર્વત્યાગમય ચારિત્ર પ્રાપ્ત કરવા રૂપી વહાણમાં બેસીને આ સમુદ્રને તરવાના સઘળા પણ ઉપાયો અજમાવે છે. હવે ચારિત્રને (સર્વત્યાગમય સાધુતાને) વહાણની ઉપમા આપીને સમજાવે છે કે આ ચારિત્ર રૂપી વહાણ કેવું છે ? (१) स्वरूपभासनरमणैकत्वमनोहरम्, (૨) સગવનપ્રતિષ્ઠાનમ્, (3) क्षान्त्यादिधर्माष्टादशशीलाङ्गसहस्रविचित्रफलकनिबिडघटनाविराजितम्, (૪) સવજ્ઞાનનિર્યાન્વિતમ્, (૫) સુસાધુસંસવાથસૂત્રનવિડવીનવેમ્, (૬) સંવરીત્રામનન:શેષાશ્રવારમ્, (७) सूत्रितसामायिकच्छेदोपस्थापनीयभेदविभिन्नरम्यभूमिकाद्वयम् (८) तदुपर्युपकल्पितसाधुसमाचारकरणमण्डपम्, (૯) સમાતો ગુપ્તત્રયપ્રસ્તર ગુપ્તમ્, (૧૦) ૩ સદ્યગુમધ્યવસાયસનૈદ્ધદુર્યોધનયોત્રિપુરવનોવમ્ (११) सर्वतो निवेशितसद्गुरूपदेशवल्लीनिकुरम्बमध्यव्यवस्थापितस्थिरतरातिसरल
सद्बोधकूपस्तम्भम्, (૧૨) તવિસ્તપ્રવૃષ્ટભુમધ્યવસાયસિતપદ, (૧૩) તવBસમારૂઢપ્રૌઢસદુપયોપારીવામિ ,
Page #39
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ભવોગઅષ્ટક - ૨૨
૬૩૧ (१४) तदवबद्धाप्रमत्तनागरनिकरसमायुक्तसर्वाङ्गसम्पूर्ण प्रवहणं चारित्रयानपात्रम्,
तेन चारित्रमहायानपात्रेण सन्तरणोपायं कुर्वन्ति ॥५॥
સંસાર સમુદ્ર તરવા માટે તેના ઉપાયભૂત ચારિત્ર (સંયમ-દીક્ષા) રૂપી મોટું વહાણ આ આત્મા સ્વીકારે છે. તે ચારિત્ર રૂપી મોટું વહાણ કેવું છે? તે ભિન્ન ભિન્ન વિશેષણોથી ટીકાકારશ્રી સમજાવે છે. (૧) જેમ વહાણ તેની ચારે તરફની શોભા વડે મનોહર લાગે છે તેમ આ ચારિત્ર એ
આત્મસ્વરૂપનું જ્ઞાન (ભાન) અને આત્મસ્વરૂપની રમણતા, આ બન્નેની એકમેકતા
વડે મનોહર લાગે છે. (૨) જેમ વહાણમાં સુકાની મજબૂત હોય તો વહાણ ક્યાંય ટકરાતું નથી તેમ આ
ચારિત્રરૂપી વહાણમાં સમ્યગ્દર્શન (અર્થાત્ વીતરાગ પરમાત્મા પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધા) અચળ વિશ્વાસ, તે રૂપી મજબૂત છે સુકાની જેમાં એવું આ વહાણ છે. જેમ વહાણ પાટીયાંની પરસ્પર મજબૂત ઘટના (રચના) વડે શોભે છે અને જેમાં સમુદ્રનું પાણી પ્રવેશી શકતું નથી તેવી જ રીતે આ ચારિત્ર રૂપી વહાણ ક્ષમા આદિ દશ પ્રકારના યતિધર્મ અને અઢાર હજાર શીલાંગરથ રૂપી વિચિત્ર એવાં પાટીયાની મજબૂત એવી રચનાની ગોઠવણી વડે સુશોભિત વહાણ છે. જેમાં પાપકર્મ રૂપી જલ
પ્રવેશી શકતું નથી. (૪) જેમ વહાણ ચલાવનાર નિર્ધામક બાહોશ હોય તો વહાણ ક્યાંય અથડાતું નથી તેમ
આ ચારિત્રરૂપી વહાણ તેને ચલાવનારા સમ્યજ્ઞાન રૂપી નિર્ધામકથી યુક્ત છે. વીતરાગપ્રભુ પ્રણીત શાસ્ત્રોનું સુંદર અધ્યયન કરીને તેને અનુસારે ચારિત્ર પાળે છે. તેથી ક્યાંય મોહરાજાના સૈનિકો સાથે અથડાવાપણું બનતું નથી. જેમ વહાણ કાથીની દોરીના ગાઢ બંધનથી બાંધેલું હોય તો વહાણ ક્યાંય ખોવાઈ તું નથી. તેમ આ ચારિત્રરૂપી વહાણ ઉત્તમ ચારિત્રવાળા અને અધ્યાત્મયોગી એવા સાધુ-મહાત્માઓના સંસર્ગરૂપી કાથીની દોરીના ગાઢ બંધનથી બાંધેલું છે તેથી ચારિત્ર ક્યારેય ખોવાઈ જતું નથી. ઉત્તમ સાધુઓની સાથે જ વિચરવાથી નિત્ય સ્વાધ્યાય, વૈયાવચ્ચ અને વિનય આદિના સેવન વડે દિન-પ્રતિદિન ચારિત્ર નિર્મળ બને છે પણ
મોહમય વિકારો કે વિલાસો દ્વારા ખોવાઈ જતું નથી. (૬) જેમ વહાણમાં નાનાં નાનાં કે મોટાં મોટાં છિદ્રો પડ્યાં હોય તો તે છિદ્રો દ્વારા પાણી
Page #40
--------------------------------------------------------------------------
________________
૬૩૨ ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર વહાણમાં પ્રવેશે, તેનાથી વહાણ ડૂબી જાય. તે રોકવા માટે તેવા તેવા છિદ્રોમાં તેને અનુસારે ખીલાઓ મારીને છિદ્રો અટકાવવામાં આવે છે જેનાથી પાણી અંદર પ્રવેશ, પામતું નથી અને વહાણ ડૂબતું નથી. તેમ આ ચારિત્રમાં બેંતાલીસ પ્રકારના આશ્રવો. રૂપી જો છિદ્રો પડે તો કર્મરૂપી જલ પ્રવેશ પામે, તે માટે તે આશ્રવોને અટકાવવા સત્તાવન પ્રકારના સંવર ધર્મનું પાલન કરવારૂપી ખીલાઓ મારી મારીને અટકાવી નાખ્યાં છે-બંધ કર્યા છે આશ્રવો રૂપી છિદ્રો જેમાં એવું આ ચારિત્ર રૂપી વહાણ છે. જેમ વહાણમાં લોકોની બેઠક માટે બે માળા (ઉપર-નીચે) હોય છે તેમ અહીં શાસ્ત્રોમાં કહેલાં સામાયિકચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર રૂપી બે પ્રકારના ઉપર-નીચે
એમ ભિન્ન ભિન્ન મનોહર છે બે મજલા (બે માળ) જેમાં એવું આ વહાણ છે. (૮) જેમ વહાણમાં ઉપરથી વરસાદનું પાણી પ્રવેશે નહીં તે માટે ઉપર ઢાંકણ-છજું મજબૂત
કરવામાં આવે છે. તેમ આ ચારિત્રમાં મોહના સૈનિકો પ્રવેશી ન જાય તે માટે સાધુપણાની સામાચારીનું પાલન કરવું (નિત્ય પ્રતિક્રમણ-પડિલેહણ-દેવવંદન-સ્વાધ્યાયવ્યાખ્યાન-ગોચરીચર્યા ઈત્યાદિ રૂપે સામાચારીનું પાલન કરવું) તે રૂપી ઉપરનો મંડપઉપરનું મજબૂત છજું-ઉપરનું મજબૂત ઢાંકણ કલ્પવામાં આવ્યું છે એવું આ ચારિત્રરૂપી વહાણ છે. જેમ વહાણમાં ચારે તરફ મજબૂત પાટીયાંની મજબૂત દિવાલ હોય છે જેનાથી વહાણ સુરક્ષિત બને છે. તેમ મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓના વિસ્તાર રૂપી
મજબૂત દિવાલ વડે ચારિત્ર રૂપી વહાણ અત્યન્ત ગુપ્ત બને છે, સુરક્ષિત બને છે. (૧૦) જેમ વહાણમાં બખ્તરધારી શસ્ત્ર સાથે દર્જય એવા હજારો યોદ્ધાઓ ઉભા હોય તો
તેને લુંટનારા લોકો તે વહાણ સામે નજર પણ નાખી શકતા નથી. (તો લુંટવાની વાત તો કેવી ?) તેની જેમ આ ચારિત્ર રૂપી વહાણમાં જે અસંખ્યાત શુભ અધ્યવસાયો મુનિ મહાત્માઓમાં વર્તે છે તે બખતરધારી સશસ્ત્ર અને દુર્જય એવા સેંકડો યોદ્ધાઓ ઉભા છે. તેથી તે વહાણને લુંટવા મોહરાજાના લુંટારુ સૈનિકો માટે દુરવલોક = તેના સામે નજર પણ નાખવી દુષ્કર બની ગઈ છે તો ચારિત્રરૂપી
વહાણને લુંટવાની વાત તો હોય જ કેમ ? તેવું આ વહાણ છે. (૧૧) જેમ વહાણમાં બરાબર વચ્ચે કૂપ-સ્તંભ હોય છે કે જેની સાથે શ્વેત પટ તથા લંગર
જોડવામાં આવે છે. તેમ આ ચારિત્ર રૂપી વહાણમાં નિયમિતપણે ગોઠવાયેલો ઉત્તમ ગુરુજીનો વિવિધ ઉપદેશ (હિતશિક્ષા) રૂપી વેલડીઓના સમૂહવાળો, મધ્યમાં ઉભો
Page #41
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ભવોઢેગઅષ્ટક- ૨૨
૬૩૩ કરાયેલો, અત્યન્ત સ્થિર અને અત્યન્ત સરળ એવો સર્બોધ રૂપી કૂપસ્તંભ છે જેમાં એવું આ વહાણ છે. જેમ કૂપસ્તંભ વડે વહાણ બરાબર બેલેન્સમાં રહે છે. એકબાજુ નમી જતું નથી તેમ સદ્ધોધના કારણે ચારિત્ર બરાબર બેલેન્સમાં રહે છે પણ રાગ
દેષ તરફ ઢળી જતું નથી. (૧૨). વહાણમાં બરાબર વચ્ચે ઉભા કરાયેલા કૂપ-સ્તંભની ઉપર જેમ શ્વેત જાડું વસ્ત્ર હોય
-જેને સઢ કહેવાય છે તે સઢ પવનના વેગને ઝીલવા માટે રખાય છે. તેમ આ ચારિત્ર રૂપી વહાણમાં વ્યવસ્થિતપણે ગોઠવાયેલા છે પ્રકૃષ્ટ (અતિશય શ્રેષ્ઠ) શુભ અધ્યવસાય રૂપી સઢના કારણે મોહરાજા રૂપી પવન વહાણને ડુબાડી કે એકતરફ નમાવી શકતો
નથી. શુભ અધ્યવસાય રૂપી સઢ મોહરાજા રૂપી પવનના વેગને ઝીલી લે છે. (૧૩) વહાણની અંદર મુખ્ય પ્રવેશદ્વારમાં જેમ મજબૂત અને બલિષ્ઠ એવો દ્વારપાલ હોય
છે કે જે દ્વારપાલ ગમે તેવા માણસને વહાણમાં પ્રવેશ આપતો નથી. તેમ આ ચારિત્રરૂપી વહાણના અગ્રભાગે-મુખ્ય દરવાજે પાંજરામાં (ગુપ્ત રીતે) ઉભો રખાયો છે મજબૂત શક્તિવાળો બળવાન સદુપયોગ-સમ્યફ ઉપયોગરૂપી દ્વારપાલ જેમાં એવું આ વહાણ છે. આ સદુપયોગરૂપી દ્વારપાલ પાંજરાની અંદર એવો ગુપ્તપણે રહે છે કે જે ગુપ્તચરનું કામ કરે છે અને વહાણને સુરક્ષિત રાખે છે. મોહના કોઈ પણ
લુંટારા સૈનિકોને ક્યાંયથી વહાણમાં પ્રવેશવા દેતો નથી. (૧૪) તે વહાણમાં વ્યવસ્થિતપણે ગોઠવાયેલા (પોતપોતાની બેઠકમાં બેસાડાયેલા) અને
સાવધાન એવા નગરજનોના સમૂહ વડે ભરપૂર ભરેલું અને વહાણના સર્વ અંગો વડે પરિપૂર્ણ એવું વહાણ જેમ શોભે છે તેમ આ ચારિત્ર રૂપી વહાણ પણ તેમાં આવેલા અને વ્યવસ્થિતપણે (સાધુપણાની મર્યાદામાં) વર્તતા અને પ્રમાદ વિનાના અર્થાત્ સાવધ એવા સાધુજનોના સમૂહથી ભરેલું તથા સર્વ પ્રકારે સંપૂર્ણ (કોઈપણ જાતના નથી દોષો જેમાં) એવું આ વહાણ એટલે કે ચારિત્ર રૂપી સ્ટીમ્બર શોભે છે. (અહીં કદાચ ન ર શબ્દને બદલે પાર લઈએ તો તે વહાણમાં વ્યવસ્થિતપણે ગોઠવાયેલાં અને તુટે નહીં તેવાં લંગરોના સમૂહ વડે યુક્ત અને સર્વ અવયવોથી ભરેલું આ વહાણ છે. આવો અર્થ પણ થઈ શકે છે. પણ હાલ તો નાર શબ્દ છે આમ સમજીને અર્થ કરેલ છે.).
આવા પ્રકારના ચારિત્ર રૂપી મહાવહાણ-મોટી સ્ટીંબર દ્વારા આ સંસારસમુદ્રને તરવાના ઉપાયો આ મુનિ મહાત્મા શરૂ કરે છે. આપણા
Page #42
--------------------------------------------------------------------------
________________
૬૩૪
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
तैलपात्रधरो यद्वद्, राधावेधोद्यतो यथा ।
क्रियास्वनन्यचित्तः स्याद् भवभीतस्तथा मुनिः ॥६॥
જ્ઞાનસાર
ગાથાર્થ :- જેમ તેલનું પાત્ર છે હાથમાં જેને એવો કોઈ પુરુષ અથવા રાધાવેધ સાધવામાં ઉદ્યમશીલ એવો કોઈ પુરુષ સાવધાનીથી કાર્ય કરે છે તે રીતે ભવથી ભય પામેલા મુનિ ક્રિયામાં અનન્ય ચિત્તવાળા રહે છે. IIII
ટીકા :- “તૃતપાત્રધર કૃતિ' યથા તૈલપાત્રધર: માળ-મયમીત: અપ્રમત્ત: तिष्ठति । तथा मुनिः स्वगुणघातभयभीतः संसारे अप्रमत्तस्तिष्ठति । यथा केनचिद् राज्ञा कश्चन पुरुषो लक्षणोपेतो वधाय अनुज्ञापितः । तदा सभाजनैः विज्ञप्तः स्वामिन् ? 'रक्षमध्वमपराधम् मा मारय एनम् । तेन सभ्योक्तेन राज्ञा निवेदितम् । यदा महास्थालं तैलपूर्णं सर्वनगरचतुष्पथे अनेकनाटकवाद्यतूर्याकुले तैलबिन्दुमपतन्तं सर्वतो भ्रामयित्वा आनयति, तदा न मारयामि । यदि च तैलबिन्दुपातः तदास्य तस्मिन्नवसरे प्राणापहारः करणीयः । इत्युक्तोऽपि स पुरुषस्तत्कार्यं स्वीचकार ।
तथैवानेकजनसङ्कुले मार्गे तैलस्थालं शिरसि धृत्वा सापेक्षयोगः अपतिततैलबिन्दुः समागतः । तद्वन्मुनिः अनेकसुखदुःखव्याकुले भवेऽपि स्वसिद्धयर्थी प्रमादरहितः प्रवर्तते । पुनः दृष्टान्तयति यथा -
વિવેચન :- ભવથી ભય પામેલા મુનિ સંસાર તરવાના ઉપાયોમાં કેવા અને કેટલા સાવધ થઈને વર્તે છે ? તે સમજાવવા માટે સૂત્રકાર આ ગાથામાં બે દૃષ્ટાન્ત આપીને સમજાવે છે.
કોઈ એક સુંદર લક્ષણોથી યુક્ત પુરુષ છે. સુલક્ષણોપેત હોવાથી સજ્જન મનુષ્ય છે. પરંતુ તેના ઉપર કોઈ વ્યક્તિઓ દ્વારા ખોટો આક્ષેપ થવાથી અથવા ખોટી રીતે ગુન્હો લાગુ પડવાથી રાજા વડે ફાંસીની સજા ફરમાવાઈ છે. ત્યારે સભાના લોકો વડે “આ પુરુષને ફાંસીની સજા ન થાય” તે માટે રાજાને વિનંતિ કરાઈ. ત્યારે રાજા વડે આવા પ્રકારનું નિવેદન કરાયું કે આ પુરુષ જો તેલથી ભરપૂર ભરેલો મોટો થાળ માથા ઉપર ધારણ કરીને, આખા નગરના ચાર રસ્તામાં થઈને, નાચનારા મનુષ્યો અનેક પ્રકારનાં નાટક કરતા
કે
૧. અહીં મૂલપાઠમાં ક્ષમત્વ હોવું જોઈએ.
૨. સભ્યોતેેન ને બદલે કોઈ કોઈ પ્રતમાં સત્યોવતૅન પાઠ પણ છે. તેથી “તે પુરુષ વડે સાચી વાત કહેવાયે છતે રાજા વડે આવું નિવેદન કરાયું. આવો અર્થ પણ થઈ શકે છે.”
Page #43
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોગઅષ્ટક- ૨૨
૬૩૫
હોય અને અનેક પ્રકારનાં વાજીંત્રો વાગતાં હોય ત્યારે તે નૃત્ય અને સંગીત તરફ લલચાયા. વિના તે તરફ જોયા વિના એક પણ તેલનું બિંદુ ન પડે તે રીતે સર્વ રસ્તાઓમાં ફેરવીને પાછો અહીં લવાય તો જ હું તેને નહીં મારું, ફાંસી નહીં આપું.
જો તેલનું એક પણ બિંદુ નીચે પડશે તો આ પુરુષનું તે જ સમયે ત્યાં જ મૃત્યુ કરાશે. ચારે તરફ ઘણું નૃત્ય ચાલતું હોય, વિશિષ્ટ સંગીત વાગતું હોય, અનેક પ્રકારનાં વાજીંત્રો વાગતાં હોય તેની સાથે માથા ઉપર તેલનો પૂર્ણ ભરેલો થાળ લઈને શહેરના મુખ્ય મુખ્ય ત્રણ-ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં થઈને બહાર નીકળીને સમસ્ત નગરને પ્રદક્ષિણા આપીને તેલનું એક પણ બિંદુ પાડ્યા વિના જો આ પુરુષ પાછો આવશે તો જ હું તેની ફાંસી માફ કરીશ. આવું રાજાએ કડક નિવેદન કર્યું તો પણ જીવવાની ઈચ્છા અને આશાવાળા તે પુરુષે ઘણી જ સાવધાનીપૂર્વક તે કાર્ય સ્વીકાર્યું અને રાજાએ એમ કહ્યું હતું તેવી જ રીતે અનેક માણસોથી ભરપૂર ભરેલા, ચારે તરફ જોવા માટે માણસોની ઘણી જ ભીડ જામી છે તેવા માર્ગો ઉપર થઈને તેલનો થાળ માથા ઉપર બરાબર ધારણ કરીને મન-વચન અને કાયાના એમ ત્રણે યોગની પરસ્પર અત્યંત એકતા કરવા પૂર્વક તેલનું એક પણ બિંદુ ન પડે તે રીતે નગરની પ્રદક્ષિણા કરીને પાછો આવ્યો અને ફાંસી ન થઈ. મૃત્યુમાંથી બચી ગયો.
આ પુરુષ જીવવાની ઈચ્છાથી અને મરણના ભયથી આવી કડક પરિસ્થિતિમાંથી કેટલી કેટલી સાવધાનીથી ચાલ્યો હશે કે જેના કારણે તેલનું એકબિંદુ પણ નીચે ન પડ્યું. તે જ રીતે સાંસારિક અનેક પ્રકારનાં સુખ અને દુઃખથી ભરપૂર ભરેલા આ સંસારમાં પણ પોતાના આત્માનું કલ્યાણ સાધવાના અર્થી અર્થાત્ મુક્તિની પ્રાપ્તિના અર્થી એવા આ મુનિ પણ આત્મસાધનાના કાર્યમાં પ્રમાદ રહિત થઈને મન-વચન-કાયાના યોગની એકતા કરીને પ્રવૃત્તિ કરે છે. ભવથી ઉગ પામેલા મુનિ આત્મકલ્યાણ સાધવામાં કેવા અપ્રમત્ત હોય છે? તે વાત આ એક ઉદાહરણથી સમજાવી છે. હવે આ જ વાત બીજા એક ઉદાહરણથી પણ સમજાવે છે.
स्वयंवरे कन्यापरिणयनार्थी राधावेधोद्यतः स्थिरोपयोगयोगतया लघुलाघविकः स्थिरचित्तो भवति । तथा मुनिः भवभीतः संसारसंसरणगुणावरणादिमहादुःखाद् भीतः क्रियासु समितिगुप्तिकरणसप्ततिचरणसप्ततिरूपासु अनन्यचित्तः भवति । न अन्यत्र-अपरभावे चित्तं-मनो यस्य स अनन्यचित्तः स्यात् एकाग्रमानसो भवति । ૩વર્તઝ -
गाईज्जता सुरसुंदरीहिं, वाइज्जंता वि वीणमाईहिं । तह वि हु समसब्भावा, चिटुंति मुणी महाभागा ॥१॥
Page #44
--------------------------------------------------------------------------
________________
૬૩૬
ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર
पव्वयसिलायलगया, भावसिएहिं कडुअफासेहिं । उज्जलवेयणपत्ता, समचित्ता हुंति निग्गंथा ॥२॥ आमिसलुद्धेण वणे, सीहेण य दाढवक्कसंगहिआ । तहवि हु समाहिपत्ता, संवरजुत्ता मुणिवरिंदा ॥३॥ ॥६॥
રાધાવેધ સાધવામાં જેમ પુરુષ ઉદ્યમશીલ હોય છે તેમ મુનિ આત્મસાધનામાં સ્થિરચિત્તવાળા થઈને ઉદ્યમશીલ હોય છે. ભૂતકાળમાં રાજાઓની કન્યાઓનો સ્વયંવર રચાતો હતો, રાજા પોતાની રાજકુંવરી માટે યોગ્ય બલિષ્ઠ વરરાજાની પ્રાપ્તિ માટે સ્વયંવર રચતા હતા, તમામ રાજકુંવરોને આમંત્રણ આપતા, બધા જ આવેલા રાજકુંવરો યથાસ્થાને બેસતા, જાહેરાત કરવામાં આવતી કે જે રાધાવેધ સાધશે તેને આ કન્યા પરણાવવામાં આવશે. આવા પ્રકારના સ્વયંવરમાં કન્યાને પરણવા માટે આતુર એક એક રાજકુંવર રાધાવેધને સાધવામાં ઉદ્યમશીલ બનતા, અતિશય સ્થિર ઉપયોગવાળા અને અતિશય સ્થિર યોગવાળા થઈને લઘુલાઘવિકી કળાયુક્ત થઈને (એટલે કે બધાં જ ટેન્શનો છોડી દઈને અત્યન્ત હળવામાં હળવા થઈને) સ્થિરચિત્તવાળા તે રાજકુંવર રાધવેધ સાધવાવાળા બનતા.
નીચે તેલ ભરેલું મોટું કરાયું હોય, તેની બરાબર વચ્ચે ઉભો એક સ્તંભ કરવામાં આવે, તે સ્તંભ ઉપર કંઈક ઊંચે ચાર જમણી બાજુ ફરતી અને તેનાથી કંઈક ઉપર ચાર ડાબી બાજુ ફરતી આઠ પુતળીઓ ગોઠવવામાં આવતી, તે આઠે પતળીઓની ઉપર ઉભી એક મોટી પુતળી (કે જેનું નામ રાધા પાડવામાં આવતું એવી પુતળી) ગોઠવવામાં આવતી. રાધાવેધ કરનારા પુરુષે ઉપર જોવાનું નહીં, નીચે તેલના કડાયામાં જ જોવાનું અને તે કડાયામાં ચાર જમણી બાજુ અને ચાર ડાબી બાજુ વેગથી ફરતી આઠ પુતળીઓનું અને ઉપરની રાધાનું પ્રતિબિંબ માત્ર દેખાય તે રીતે ઉભા રહીને નીચે જોઈને ઉપરની બાજુ બાણ એવી રીતે છોડવાનું કે જમણી-ડાબી વેગથી ફરતી પુતળીઓ વચ્ચે થઈ તે બાણ નીકળે અને નવમી રાધા નામની પુતળીની જમણી અથવા ડાબી (એમ નક્કી કરેલી એક) આંખને વધે તેનું નામ રાધાવેધ કહેવાય છે.
જમણી-ડાબી બાજુ વેગથી ફરતી ચાર ચાર પુતળીઓની વચ્ચે થઈને નીચે જોતાં બાણ મારવું અને તે આઠ ફરતી પુતળીઓની વચ્ચેથી બાણ કાઢવું તથા નવમી પુતળીની બરાબર આંખ વિંધવી આ કામ કેટલું કપરું છે? એકાગ્રપણે ઉપયોગ હોય, મન-વચનકાયાની પણ એકાગ્રતા-તન્મયતા હોય તો જ કોઈક બહાદુર પુરુષ જ સ્થિર ચિત્તવાળો થઈને આ કામ કરી શકે, સામાન્ય માણસનું આ કામ નથી, તેની જેમ ભવથી ભય પામેલા
Page #45
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોગઅષ્ટક-૨૨
૬૩૭ મુનિ પણ સંસારમાં અહીંતહીં ભટકવાથી-જન્મમરણની જંજાળથી કંટાળેલા અને આત્માના શુદ્ધ-નિર્મળ ગુણોનું આચ્છાદન કરનારા કર્મોના ઉદયરૂપ ઔદયિકભાવમય મહાદુઃખથી ભયભીત થયેલા મુનિ ધર્મક્રિયાઓમાં એટલે કે પાંચ સમિતિ પાળવામાં, ત્રણ ગુપ્તિ સાચવવામાં, ચરણસિત્તરી અને કરણસિત્તરીના ૭૦-૭૦ ભેદોનું પાલન કરવા સ્વરૂપ આત્મકલ્યાણકારક ધર્મક્રિયાઓમાં અનન્ય ચિત્તવાળા (એકાગ્રચિત્તવાળા) બને છે.
જે મહાત્મા પુરુષનું ચિત્ત આત્મતત્ત્વની સાધના વિનાના બીજા કોઈ અન્ય ભાવમાં નથી તે મહાત્માને અનન્ય ચિત્તવાળા કહેવાય છે. સારાંશ કે આત્મતત્ત્વની સિદ્ધિ કરી આપે એવી ધર્મક્રિયાઓમાં અને રત્નત્રયીની આરાધનામાં જ ભવથી ભીત મુનિ એકાગ્ર-ચિત્તવાળા થાય છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે –
દેવાંગનાઓ ગાયન ગાતી હોય અથવા નૃત્ય કરતી હોય) અને વીણા વગેરે વાજીંત્રો વાગતાં હોય તો પણ (મોહનો વિજય કરનારા) મહાભાગ્યશાળી મુનિઓ સમભાવયુક્ત ચિત્તવાળા હોય છે. ગાનતાન અને નૃત્યમાં અંજાતા નથી. //૧
પર્વતની શિલાના તટ ઉપર બેઠેલા નિર્ચસ્થ મહામુનિઓ દુ:ખદાયી સ્પર્શવાળી ઠંડી કે દુઃખદાયી સ્પર્શવાળા ઠંડા પવન વડે તીવ્ર વેદના પામતા હોવા છતાં પરમાર્થથી ઉજજ્વલ હોવાના કારણે સમચિત્તવાળા રહે છે. રા.
અરણ્યમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા નિર્ઝન્થ મુનિઓ માંસમાં લોલુપી એવા સિંહ વડે દાઢની વચ્ચે પકડાયા હોય, દાઢથી શરીરના ટુકડે ટુકડા કરીને સિંહ ખાતો હોય તો પણ સમાધિ ભાવને પામેલા તે મુનિઓ સંવરભાવયુક્ત થઈને રહે છે પણ કષાયને આધીન થઈને આશ્રવભાવમાં જતા નથી. તેવા દો.
कथमीदृग्विपाके निर्भया निर्ग्रन्थाः ? इत्युपदिशन्नाह - विषं विषस्य वह्नश्च वह्निरेव यदौषधम् । तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भीः ॥७॥
ગાથાર્થ - વિષનું ઔષધ વિષ અને અગ્નિનું ઔષધ અગ્નિ આવી જે લોકપ્રસિદ્ધિ છે તે ખરેખર સત્ય છે. કારણ કે ભવથી ભય પામેલા મહાત્માઓને ઉપસર્ગ આવે તો પણ ભય હોતો નથી. liણા
ટીકા :- “વિષે વિષ0 રૂતિ'' યથા શત્ વિષાર્જ વિષી મૌષધું વિષમેવ करोति, यथा सर्पदष्टः निम्बादिचर्वणे न बिभेति । अथवा कश्चित् अग्निदग्धः
Page #46
--------------------------------------------------------------------------
________________
૬૩૮
ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર
पुनरपि अग्निदाहपीडावारणाय पुनः अग्नितापमङ्गीकरोति इति । तत्सत्यं यत्यस्मात्कारणात् भवभीतानां मुनीनामुपसर्गेऽपि भयं न । कर्मक्षपणोद्यतस्य उपसर्गे बहुकर्मक्षपणत्वं मन्वानः साधुः तदुदयं वेदयन् न भयवान् भवति । साध्यकार्यस्य निष्पद्यमानत्वाद् इति ॥७॥
વિવેચન :- આ સંસારમાં વિષનું ઔષધ વિષ હોય છે. જેમકે લીંબડો કડવો જ હોય છે. તેનું ભોજન કોઈ મનુષ્યને ઈષ્ટ નથી. તો પણ જેને સર્પદંશ થયો હોય તેનું વિષ ઉતારવા લીંબડો જ ખવરાવવામાં આવે છે તેથી સર્પના વિષનું મારક લીંબડાનું વિષ છે. તેથી લીંબડો કડવો હોવા છતાં, ન ભાવતો હોવા છતાં પણ જ્યારે સર્પદંશ થયેલ હોય ત્યારે લીંબડાના વિષનું પાન કરવામાં કંઈ ભય હોતો નથી. તે તો સર્પદંશના વિષનું ઔષધ છે.
અથવા કોઈક પુરુષ અગ્નિથી બળ્યો હોય તો તેને તે અગ્નિના દાહની પીડા દૂર કરવા માટે ફરીથી અગ્નિનો શેક આપવામાં આવે છે. અર્થાત અગ્નિના તાપમાં જો કે ભય છે. કોઈને ચતો નથી તો પણ અગ્નિદગ્ધ હોય તેને માટે હિતકારી છે તે માટે અગ્નિદગ્ધને અગ્નિનો શેક લેવામાં ઔષધ હોવાથી ભય નથી. આ બધા લોકવ્યવહાર સત્ય છે. તે કારણથી ઉપસર્ગો આવે ત્યારે મરણ થવાનો સંભવ હોવાથી જો કે ભય હોય છે તો પણ ભવથી ભય પામેલા મુનિઓ માટે ઉપસર્ગો એ ઔષધરૂપ હોવાથી ઉપસર્ગોની સામે સ્થિર રહેવામાં ભય હોતો નથી. તેથી મહાત્માઓ અતિશય સ્થિર થાય છે.
સામાન્યથી વિષ ખાવામાં મૃત્યુનો ભય, પણ સર્પદગ્ધને લીંબડાનું ભક્ષણ કરવામાં સર્પદંશનું વિષ ચાલ્યું જવાનું હોવાથી ભય નથી, સામાન્યથી અગ્નિનો શેક લેવામાં તાપ સહન ન થવાથી ભય છે તો પણ અગ્નિથી દગ્ધ જીવને અગ્નિના દાહનો તાપ મટાડનાર હોવાથી તે શેક લેવામાં ભય નથી. આ જ પ્રમાણે ઉપસર્ગો આવે ત્યારે મૃત્યુ થવાનો સંભવ હોવાથી ભય છે તો પણ સંસારથી ભયભીત થયેલા જીવોને ઉપસર્ગો એ સંસાર મટાડનાર હોવાથી ઉપસર્ગકાલે ભય નથી. કારણ કે કર્મોનો નાશ કરવા માટે ઉદ્યમશીલ થયેલા પુરુષને ઉપસર્ગો આવે તો પણ તેનાથી કર્મોનો ક્ષય થાય છે તેમ માનતા મુનિમહાત્મા તે ઉપસર્ગના ઉદયને (ઉપસર્ગકાલે પીડાને) અનુભવતા હોવા છતાં પણ સાધ્ય સિદ્ધ થતું હોવાથી ભયભીત થતા નથી.
વર્તમાનકાલનું એક ઉદાહરણ લઈએ કે ઓપરેશન કરાવવામાં કે ડ્રેસીંગ કરાવવામાં પીડા થતી હોવાથી ભય હોય છે. તો પણ રોગની પીડાથી ભયભીત થયેલા જીવોને ઓપરેશન કરાવવામાં કે ડ્રેસીંગ કરાવવામાં રોગ મટવારૂપ સાધ્ય સિદ્ધ થતું હોવાથી જરા પણ ભય
Page #47
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
૬૩૯
નથી. હોંશે હોંશે સમયસર ઓપરેશન માટે અને ડ્રેસીંગ કરાવવા માટે જીવ તૈયાર થઈ જાય છે. તે ઓપરેશન કે ડ્રેસીંગ કદાચ સહન ન થાય તો ચીસ પડી જાય છે, પણ ભય હોતો નથી. તેમ ઉપસર્ગકાલે જીવને કર્મક્ષય રૂપ સાધ્યની સિદ્ધિ દેખાય છે. માટે ભવભીત મહાત્માઓને ઉપસર્ગકાલે ભય નથી. IIના
स्थैर्यं भवभयादेव, व्यवहारे मुनिर्व्रजेत् । स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमज्जति ॥८॥
ગાથાર્થ :- મુનિ મહારાજ ભવથી ભયભીત હોવાના કારણે જ ગોચરીચર્ચા-વિહારસ્વાધ્યાયાદિ આત્મતત્ત્વસાધક વ્યવહારોમાં સ્થિરતાને પામે છે. વળી આત્માના ગુણોરૂપી બગીચામાં ફરવાના આનંદમાં તે ભવ-ભય ક્યાંય ડૂબી જાય છે, ચાલ્યો જાય છે. IIII
ટીકા :- ધૈર્ય મવ કૃતિ'' મુનિ:-તત્ત્વજ્ઞાની મવમયાત્ નાનિોવવું:હોદેશાવ્ एव व्यवहारे - एषणादिक्रियाप्रवृत्तौ स्थैर्यं व्रजेत् गच्छेत्-लभेत । स्वात्मारामसमाधौ स्वकीयात्मारामः स्वचेतनः, तस्य समाधौ - ज्ञानानन्दादिषु तद् भवभयम्, अन्तर्मध्ये निमज्जति - लयीभवति । स्वत एव विनश्यति ।
आत्मध्यानलीलालीनानां सुखदुःखे समानावस्थानां भयाभाव एव भवति । इत्यनेन संसारोद्विग्नः प्रथमज्ञानदर्शनचारित्राचाराभ्यासतो दृढीकृतयोगोपयोगस्थः स्वरूपानन्तस्याद्वादतत्त्वैकत्वसमाधिस्थः सर्वत्र समावस्थो भवति । "मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति ।
एवं स्वरूपलीनसमाधिमग्नानां निर्भयत्वमिति वस्तुस्वरूपावधारणेन विभावोत्पन्नकर्मोदयलक्षणे संसारे परसंयोगसम्भवे आत्मसत्ताभिन्ने निर्वेदः कार्यः । ॥८ ॥ ॥ इति व्याख्यातं भवोद्वेगाष्टकम् ॥
વિવેચન :- જેમ ચોર, લુંટારા અને હલકા માણસોના ત્રાસથી એક ગામમાં રહેતા માણસને ઘણો જ ભય હોય ત્યારે તે ગામ છોડીને બીજા ગામમાં રહેવા જાય ત્યાં કેટલીક અનુકૂળતાઓ ન હોય તો પણ પ્રથમના ગામથી ભયભીત થયેલાને અન્ય ગામની મુશ્કેલીઓનો ભય સતાવતો નથી. તેમ તત્ત્વજ્ઞાની એવા મુનિમહાત્મા નરક-નિગોદમાં શારીરિક અને માનસિક અનેક દુઃખો હોવાથી તથા તિર્યંચના ભવમાં પરાધીનતા, અસ્પષ્ટવાચા, અસ્પષ્ટશ્રવણ ઈત્યાદિ દુઃખો હોવાથી અને મનુષ્યના ભવમાં પણ માનહાનિ, ધનહાનિ, પરસ્પર
Page #48
--------------------------------------------------------------------------
________________
૬૪૦ ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર કૌટુમ્બિક-ક્લેશ, મારામારી, શરીરના રોગો ઈત્યાદિ અનેક દુઃખો હોવાથી ઉદ્વેગ પામેલા. હોય છે. આ રીતે ચારે ગતિરૂપ ભવથી ભય પામેલા હોવાથી એષણાદિ કાર્ય કરવામાં (ગોચરીચર્યા કરવામાં, વિહારાદિ કરવામાં, કેશલોચાદિ કરવામાં, બ્રહ્મચર્યાદિના પાલનમાં) જરા પણ ભય પામતા નથી, થાકતા નથી, પણ અત્યન્ત સ્થિર થાય છે. સ્થિરતાને પ્રાપ્ત કરે છે. હોંશે હોંશે તે તે કાર્યમાં જોડાય છે.
તથા પોતાના આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જે જે ગુણો છે તે ગુણો રૂપી બગીચામાં હરવા-ફરવામાં એટલે કે લયલીનતા પ્રાપ્ત કરવામાં ઘણો આનંદ આનંદ થાય છે. તે કાળે એટલી બધી અપરિમિત સુખની અને આનંદની પ્રાપ્તિ થાય છે કે જેમાં તે ભવનો ભય તેની અંદર ડૂબી જાય છે. આ આનંદની અંદર પેલો ભય વિસરાઈ જાય છે. ચાલ્યો જાય છે. સર્વથા ભવ-ભય નાશ પામી જાય છે. આત્મગુણોના આનંદની સાથે ભવભય સ્વતઃ જ નષ્ટ થઈ જાય છે.
આત્માના ગુણોનું જ માત્ર ધ્યાન કરનારા અને તે ધ્યાનની લીલામાં લીન બનેલા તથા સુખાવસ્થા હોય કે દુઃખ અવસ્થા હોય એમ બન્ને અવસ્થામાં સમભાવ રાખનારા, બન્ને કાલે સમાન અવસ્થાવાળા, સુખમાં રાગ ન કરનારા અને દુઃખમાં દ્વેષ ન કરનારા મહાત્મા પુરુષોને સ્વતઃ જ ભયનો અભાવ થઈ જાય છે. મહાઆનંદની સાથે ભય નષ્ટ થઈ જાય
ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે સંસારથી ઉદ્વેગ પામેલા એટલે કે જન્મ-જરા-મરણ રોગ-શોક ઈત્યાદિ અપાર દુઃખોની ખાણ તુલ્ય આ સંસારથી જે મહાત્મા પુરુષ ઉદ્વેગ પામ્યા છે, કંટાળ્યા છે. જેમ બને તેમ જલ્દી નીકળવાની જ મનોવૃત્તિ ધરાવે છે તે મહાત્મા પુરુષ તેના ઉપાય રૂપે સૌથી પ્રથમ વીતરાગ પરમાત્માથી પ્રણીત શાસ્ત્રોનો સમ-દષ્ટિ એવા નિગ્રંથ ગુરુઓ પાસે અભ્યાસ કરીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ રીતે સમ્યજ્ઞાનગુણના આરાધક અને જ્ઞાનગુણની પ્રાપ્તિ કરનારા બને છે.
ત્યાર બાદ વસ્તુસ્થિતિ જેમ જેમ સમજાતી જાય છે. તેમ તેમ કહેનારા પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ-અહોભાવ વધતો જ જાય છે. તેના પ્રતાપે ન સમજાય તેવા વિષયો ઉપર પણ પરમશ્રદ્ધા થતાં સમ્યગ્દર્શનગુણના આ મહાત્મા પુરુષો આરાધક બને છે અને નિર્મળ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરનારા થાય છે. તેનાથી પોતાનું આચરણ સુધરતાં દેશવિરતિ અને સર્વવિરતિધર્મ સ્વીકારી ચારિત્રધર્મનું પણ આરાધન કરનારા થાય છે. આ રત્નત્રયીનો અભ્યાસ થવાથી આચરેલા ધર્મકાર્યમાં મન-વચન-કાયાના યોગોની અને જ્ઞાનદશામય
Page #49
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભવોગઅષ્ટક- ૨૨
૬૪૧
ઉપયોગની અતિશય દઢતા વધતાં સ્વીકાર કરાયેલા યોગ અને ઉપયોગમાં અત્યન્ત સ્થિર રહેનારા બને છે.
આ રીતે આત્મતત્ત્વનું પારમાર્થિક જે અનંત ગુણમય સ્વરૂપ છે તેની સાથે સ્યાદ્વાદશૈલીથી તાત્ત્વિક એકતા થવા સ્વરૂપ સમભાવદશામાં આ મહાત્મા સ્થિર થાય છે. આમ કરતાં તે મહાપુરુષ સર્વઠેકાણે સમભાવવાળા બને છે.
ભવથી ભય પામીને ઉગી બનેલા, આત્મગુણોની રમણતામાં લીન બનેલા, રત્નત્રયીના અભ્યાસથી સ્થિર યોગ-ઉપયોગવાળા, આત્માના સ્વરૂપાત્મક અનંત ગુણોની સાથે તાત્વિક એકતાને પામેલા આ મહાત્મા સર્વ ભાવો ઉપર રાગ-દ્વેષ વિનાના થઈને સમભાવવાળા બને છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સર્વોત્તમ એવા આ મુનિને મોક્ષ હોય કે ભવ હોય અને પ્રત્યે નિસ્પૃહતા હોય છે. મુક્તિનો રાગ કે ભવનો દ્વેષ હોતો નથી. કેટલી ઊંચી દશા? મુક્તિનો પણ રાગ નહીં. આ વાત કંઈ સામાન્ય નથી. આવી ઉત્કૃષ્ટ સમાવસ્થાવાળા આ મુનિઓ હોય છે.
આ પ્રમાણે સ્વરૂપમાં લીન થયેલા, સમાધિમાં જ મસ્ત બનેલા મહાત્માઓને જ સાચી નિર્ભયતા હોય છે. આવા પ્રકારનું આત્મતત્ત્વનું પારમાર્થિક સ્વરૂપ છે એમ જાણીને તેનો યથાર્થ નિર્ણય કરવા પૂર્વક આત્માર્થી જીવે સંસાર ઉપર નિર્વેદી બનવું જોઈએ. વિભાવદશાથી ઉત્પન્ન થયેલાં એટલે કે વિભાવદશાના કારણે બંધાયેલાં જે કર્મો, તેના ઉદયસ્વરૂપ આ સંસાર છે તથા પરદ્રવ્યના સંયોગથી પ્રાપ્ત થયેલો આ સંસાર છે તથા ચારગતિ રૂપ આ સંસાર આત્મતત્ત્વની સત્તાથી સર્વથા ભિન્ન છે. કારણ કે આત્માના જ્ઞાનાદિ જે ગુણો છે તે આત્મતત્ત્વની સત્તા છે અને સુખ-દુઃખના સાધનભૂત ચારગતિની પ્રાપ્તિ તે સંસાર છે માટે આવા સંસાર ઉપર તત્ત્વજ્ઞ આત્માએ નિર્વેદી બનવું જોઈએ.
| || આ પ્રમાણે બાવીસમા ભવોઢેગાષ્ટકનું વર્ણન સમાપ્ત થયું Il૮
=
બાવીસમું ભવોગઅષ્ટક સમાપ્ત
Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૬૪૨
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
જ્ઞાનસાર
|॥ अथ त्रयोविंशतितमं लोकसञ्जात्यागाष्टकम् ॥
अथ निर्वेदी जीवः मोक्षसाधनोद्यमवर्ती लोकसञ्जया न मुह्यति । लोकसज्ञा हि धर्मसाधनव्याघातकरी आप्तैस्त्याज्या, इति तदुपदेशरूपं लोकसञ्जात्यागाष्टकं विस्तार्यते । लोकः अष्टविधः-नामलोकः शब्दालापरूपः, स्थापनालोकः अक्षरलोकनालियन्त्रन्यासरूपः, रूप्यरूपिजीवाजीवात्मकः द्रव्यलोकः, उर्ध्वाधस्तिर्यग्लक्षणः क्षेत्रलोकः । समयावल्यादिकालपरिमाणलक्षणः काललोकः । नरनारकादिचतुर्गतिरूपः भवलोकः, औदयिकादिभावपरिणामः भावलोकः, द्रव्यगुणपर्यायपरिणमनरूपः पर्यवलोकः, इदं च सर्वमपि आवश्यकनियुक्तितो (गाथा १०५७) ज्ञेयम् ।
अथवा-द्रव्यलोकः संसाररूपः, अप्रशस्तभावलोकः परभावकत्वजीवसमूहः, अत्र भवलोकाप्रशस्तभावलोकस्य सज्ञा त्याज्या । लोकसञ्ज्ञा च नयसप्तकेन धर्मार्थिभिः परिहरणीया ।
વિવેચન - જે આત્મા સંસારથી નિર્વેદ પામેલો હોય અર્થાત્ કંટાળેલો હોય, સાંસારિક સુખોને પણ બંધન સમજીને તેના ત્યાગની જ ભાવનાવાળો હોય, પોતાના આત્માને કર્મોના બંધનમાંથી છોડાવીને મોક્ષની જ સાધના કરવામાં અતિશય ઉદ્યમશીલ હોય તે આત્મા લોકસંજ્ઞા દ્વારા મોહાલ્વ થતો નથી. કારણ કે અનાદિ કાળની આ લોકસંજ્ઞા ધર્મતત્ત્વ સાધવામાં વ્યાઘાત (વિપ્ન) કરનારી છે, એમ તેઓ જાણે છે. તે કારણથી આપ્ત પુરુષો વડે આ લોકસંજ્ઞા તજવાલાયક કહેવાયેલી છે. આ કારણથી તેનો ઉપદેશ આપવા રૂપે लोकसंज्ञात्यागाष्टक नामर्नु भा त्या वे उपाय छे.
લોક આઠ પ્રકારનો છે. તે આવશ્યકનિયુક્તિ ગાથા ૧૦૫૭ ના અનુસાર આ પ્રમાણે
नाम ठवणा दविए, खित्ते काले भवे अ भावे अ । पज्जवलोगे अ तहा अट्ठविहो लोगनिक्खेवो ॥१०५७॥
नाम :- Mels" मेवा शहनो भाद५ ४२पो, भेटले. 3 श०४थी मोnag त. (२) स्थापनादो :- "als" मापा मक्षरीन ४५31 6५२, 10 6५२ ३ ४ 6५२
રચના કરવી, અથવા લોકનાલિકાનું લોકાકાશનું) યંત્ર દોરીને આકૃતિ રચવી.
Page #51
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
૬૪૩
(૩) દ્રવ્યલોક ઃ- રૂપી અને અરૂપી એવા અજીવ અને જીવાત્મક જે લોક છે અર્થાત્ છ દ્રવ્યાત્મક જે લોક છે તે દ્રવ્યલોક.
(૪) ક્ષેત્રલોક :- ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્હાલોક રૂપ જે લોક છે તે ક્ષેત્રલોક. (૫) કાલલોક ઃ- સમય, આવલિકા, ક્ષુલ્લકભવ, શ્વાસોચ્છ્વાસ, મુહૂર્ત, દિવસ-રાત્રિમાસ-વર્ષ રૂપ કાલના પરિમાણાત્મક જે લોક છે તે કાળલોક.
(૬) ભવલોક :- મનુષ્ય-નારકી-તિર્યંચ અને દેવ આમ ચાર ગતિ રૂપ જે લોક છે તે ભવલોક.
(૭) ભાવલોક ઃ- ઔદયિક, ક્ષાયોપશમિક, જ્ઞાયિક, ઔપશમિક અને પારિણામિક આવા
પાંચ પ્રકારનો ભાવાત્મક જે લોક છે તે ભાવલોક.
(૮) પર્યવલોક :– દ્રવ્યોનું ગુણાદિમાં પરિણમન થવું તે પર્યવલોક એટલે કે પર્યાયાત્મક લોક કહેવાય છે.
આ સર્વ વર્ણન આવશ્યકનિર્યુક્તિ ગાથા ૧૦૫૭ માંથી સમજવું. તથા શ્રી વિશેષાવશ્યકભાષ્યની અંદર ગાથા ૧૯૫ માં દ્રવ્યલોકનું, ૧૯૭ માં ક્ષેત્રલોકનું, ૧૯૮ માં કાલલોકનું, ૧૯૯ માં ભવલોકનું, ૨૦૦ માં ભાવલોકનું અને ૨૦૨ માં પર્યાયલોકનું વર્ણન છે. ત્યાંથી પણ જોઈ લેવા વિનંતિ છે.
અથવા જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિમય જે સંસાર છે અને નર-નારકાદિના ભવસ્વરૂપ જે સંસાર છે તે દ્રવ્યલોક સમજવો. તથા ઔદયકાદિ પાંચ ભાવોમાંથી પરભાવની સાથે એકતારૂપ જે મોહાન્ય એવો ઔદયિક ભાવવાળો જીવસમૂહ છે તે અપ્રશસ્ત ભાવલોક જાણવો. અહીં નર-નારકાદિ રૂપે ચાર ગતિમય જે ભવલોક છે તે અને વિભાવદશાની સાથે ઐક્યતાવાળો જીવસમૂહરૂપ જે અપ્રશસ્ત ભાવલોક છે આ બન્ને આ જીવે ત્યજવાલાયક છે. અર્થાત્ ત્યાજ્ય છે. કારણ કે જે ભવલોક છે તે કર્મોનો ઔયિકભાવ છે એટલે કે વિભાવદશા છે અને અપ્રશસ્ત એવો જે ભાવલોક છે તે વિભાવદશાની સાથે એકતારૂપ હોવાથી નવા કર્મબંધનો હેતુ છે. માટે આ બન્ને લોકની સંજ્ઞા ત્યાજ્ય છે. આ લોકસંજ્ઞા ધર્માર્થી આત્માઓએ સાત નયોથી વિચારીને દૂરથી જ ત્યજવા લાયક છે. તે સાત નયોથી લોકસંજ્ઞા આ પ્રમાણે છે -
(૧) નૈગમનય :- લોકસંજ્ઞાના નિમિત્તભૂત સુખશય્યા વગેરે જે સાધનો છે. તેના કારણભૂત મશરૂ વગેરેને સુખસાધન માનવું તે નૈગમનયથી લોકસંજ્ઞા જાણવી.
Page #52
--------------------------------------------------------------------------
________________
૬૪૪
જ્ઞાનસાર
લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩ (૨) સંગ્રહનય - લોકસંજ્ઞાના કારણભૂત સુખશયા વગેરે જે સાધનો છે તે સંગ્રહાયથી
લોકસંજ્ઞા છે.
વ્યવહારનય :- સાધનોમાં કરાતી પ્રવૃત્તિ તે વ્યવહારનયથી લોકસંજ્ઞા છે. (૪) જુસૂત્રનય :- ઉક્ત પ્રવૃત્તિ કરતા આત્માનો જે અધ્યવસાય તે ઋજુસૂત્રનયથી
લોકસંજ્ઞા છે. (૫) શબ્દનય :- લોકસંજ્ઞાપરિણત ચેતના પરિણામ એ શબ્દનયથી લોકસંજ્ઞા છે. (૬) સમભિરૂઢનય - ઉક્ત પરિણામમાં આત્માની સ્થિરતા તે સમભિરૂઢનયથી
લોકસંજ્ઞા છે. (૭) એવંભૂતનય :- ઉક્ત પરિણામમાં તાદાસ્યથી પરિણત આત્મા તે એવભૂતનયથી
લોકસંજ્ઞા જાણવી. प्राप्तः षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलङ्घनम् । लोकसज्ञारतो न स्याद् मुनिर्लोकोत्तरस्थितिः ॥१॥
ગાથાર્થ :- સંસાર રૂપી વિષમ પર્વતનું ઉલ્લંઘન કરવા રૂપ એવું છઠું ગુણસ્થાનક પામેલા અને લોકોત્તર મર્યાદામાં રહેલા મુનિ “લોકોએ કર્યું તે કરવું, પણ શાસ્ત્રાર્થ ન વિચારવો” આવા પ્રકારની લોકસંજ્ઞામાં પ્રીતિવાળા બનતા નથી. તેના
ટીકા :- “પ્રાપ્ત તિ” મુનિ -સંયમી આશ્રર્વવરત:, પછં-સર્વવિરતિન્નક્ષ प्रमत्ताख्यं (गुणस्थानं) प्राप्तः मुनिः लोकसंज्ञा-लोकैः कृतं तत् कर्तव्यं गतानुगतिकतानीतिस्तत्र रत:-रागी गृहीतग्रहः न स्यात् । लोकैः कृतं तदेव करणीयमिति मतिं निवार्य आत्मसाधनोपायरतः स्यात् । किम्भूतं षष्ठं गुणस्थानम् ? भवः-संसारः स एव दुर्गाद्रिः-विषमपर्वतः, तस्य लङ्घनम् । किंविशिष्टो मुनिः ? लोकोत्तरस्थिति:लोकातीतमर्यादया स्थितः । लोको हि विषयाभिलाषी, मुनिर्निष्कामः । लोकः पुद्गलसम्पज्ज्येष्ठत्वमानी मुनिर्ज्ञानादिसम्पदा श्रेष्ठः । अतः किल किं लोकसञ्जया તેષામ્ ? એ
વિવેચન - સંસારના સર્વથા ત્યાગી બનેલા મુનિ-મહાત્મા લોકસંજ્ઞામાં આસક્ત બનતા નથી. જે મુનિ-મહારાજા સંયમી બનેલા છે સર્વ પ્રકારના આશ્રવોથી જે વિરમેલા છે,
Page #53
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
૬૪૫ પ્રમત્ત સંયત નામના છઠ્ઠા ગુણસ્થાનકને જે પામેલા છે આવી ઉચ્ચસ્થિતિમાં આવેલા મુનિમહારાજા “લોકો વડે જે કરાયું હોય તે સઘળું કરવા જેવું છે. આવા પ્રકારની “પીછે સે ચલી આતી હૈ” આવી લોકોક્તિને અનુસરનારી ગતાનુગતિકતાવાળી પરંપરાની જે નીતિ છે તેમાં રાગી બનતા નથી. તેવી પરંપરાના આગ્રહી બનતા નથી. “લોકોએ જે કર્યું તે જ કરવું જોઈએ” આવી મિથ્થાબુદ્ધિને નિવારીને આત્મહત્ત્વના પરમાર્થને સાધવામાં જ ઉદ્યમશીલ અને તેના જ ઉપાયોમાં લીન બને છે.
મુનિ-મહારાજા જે છઠ્ઠા ગુણસ્થાકને પામેલા છે તે છઠું ગુણસ્થાનક કેવું છે? આ જે ભવ છે તે સંસાર, તે સંસાર કેવો છે? મહાવિષમ પર્વતતુલ્ય, જેમ ઘણો ઊંચો-નીચો એટલે કે ઘણા ચડાવ-ઉતારવાળો પર્વત ઓળંગવો દુષ્કર છે. તેમ આ સંસાર પણ ઓળંગવો ઘણો જ દુષ્કર છે. છતાં પ્રમત્તસંયત નામનું છઠ્ઠું ગુણસ્થાનક આ સંસારથી જીવને પાર ઉતારે છે તેથી છઠું ગુણસ્થાનક સંસાર રૂપી વિષમ-પર્વતને ઉલ્લંઘન કરાવનારું છે. સંસારથી પાર ઉતારી જીવને મુક્તિ અપાવનાર છે. છઠ્ઠ ગુણસ્થાનક પ્રાપ્ત કરીને ભવ રૂપી પર્વતને ઓળંગનારા મુનિ કેવા છે? તે વાત જણાવે છે કે –
આ મુનિ લોકોત્તર-સ્થિતિવાળા છે. એટલે કે લોકાતીત મર્યાદાથી વર્તનારા હોય છે. લોકો જે કરે તેને કરનારા હોતા નથી. કારણ કે સંસારી લોકો પાંચ ઈન્દ્રિયોના વિષયોના અભિલાષી હોય છે. ઈન્દ્રિય-જન્ય સુખ કેમ મળે ? તેની જ અભિલાષા તેઓને હોય છે અને મુનિ-મહારાજા તો નિષ્કામી હોય છે. કામના (ઈચ્છા) વિનાના હોય છે. તેથી જો. લોકોની ઈચ્છાને અનુસરે તો પાંચ ઈન્દ્રિયોના વિષયો કેમ વધારે પ્રાપ્ત થાય? તેવું જ વર્તન કરવું પડે, દોરા-ધાગા-મંત્ર-તંત્ર જડીબુટ્ટી ઈત્યાદિ ઉપાયોમાં જોડાવું પડે, જે મુનિપણામાં ઉચિત નથી તથા સંસારી લોકો પૌદ્ગલિક સંપત્તિથી જ (ધન્ય-ધાન્ય, સોનું-રૂપું અને સ્થાવર મિલ્કત વડે જ) જીવનો વિકાસ થયો એમ માને છે. બાહ્ય સંપત્તિ વડે જ મોટાઈ માને છે.
જ્યારે મુનિ-મહારાજાઓ જ્ઞાનસંપત્તિ વડે આત્માનો વિકાસ થાય છે અને તે જ શ્રેષ્ઠ વિકાસ છે. આમ માને છે. આ રીતે બનેનો રાહ પૂર્વ-પશ્ચિમની જેમ અત્યન્ત ભિન્ન છે તેથી તે મુનિ મહાત્માઓને આવી ભૌતિક સુખના પ્રયોજનવાળી લોકસંજ્ઞા વડે શું કામ છે? અર્થાત્ કંઈ જ જરૂર નથી. આવી ભૌતિક સંપત્તિ તો તેઓના ભૂતકાલીન ઘરમાં હતી જ, તેને અસાર અને તુચ્છ સમજીને તો ત્યાગી બન્યા છે માટે તેઓને આવી પૌદ્ગલિક સંપત્તિની મહત્તા કેમ હોય? અર્થાત્ તેની મહત્તા હોતી નથી. પણ જ્ઞાનાદિ ગુણોની સંપત્તિથી મહાનપણું માને છે. જેના
Page #54
--------------------------------------------------------------------------
________________
૬૪૬ લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
જ્ઞાનસાર यथा चिन्तामणिं दत्ते, बठरो बदरीफलैः । हहा जहाति सद्धर्मं, तथैव जनरञ्जनैः ॥२॥
ગાથાર્થ :- જેમ મૂર્ણ મનુષ્ય બોરફળ લેવા માટે બોર વેચનારને ચિંતામણિ રત્ન આપી દે છે તેમ લોકપ્રશંસા આદિની ઈચ્છાથી મૂર્ખ મનુષ્ય ઉત્તમ ધર્મને ત્યજી દે છે. રા
ટીકા - “યથા ચિન્તામિિમતિ” યથા-ચેન પ્રજરે શત્ વ૮:-પૂર્વ: बदरीफलैः चिन्तामणिं दत्ते, तथैव मूढः जनरञ्जनैः-लोकश्लाघाभिलाषैः सद्धर्म -द्रव्याचरणतत्त्वानुभवलक्षणं, हहा इति खेदे जहाति-त्यजति, इत्यनेन जिनभक्तिश्रुतश्रवणाहारत्यागादिकं यशः-पूजादिना हारयति । उक्तञ्च -
त्वत्तः सुदुष्प्रापमिदं मयाप्तं, रत्नत्रयं भूरिभवभ्रमेण । प्रमादनिद्रावशतो गतं तत्, कस्याग्रतो नायक ! पूत्करोमि ॥ वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय । वादाय विद्याध्ययनं च मेऽभूत्, कियद् ब्रुवे हास्यकरं स्वमीश ! ॥
(રત્નાવરપર્શેવિંશતિ માથા ૮-૧) રા. વિવેચન : - જેમ કોઈ બુદ્ધિહીન મનુષ્ય બોર વેચાતાં લે અને તેની કિંમતમાં ચિંતામણિ રત્ન આપી દે તો તેનાથી તે મૂર્ખ જ કહેવાય, કારણ કે બોરની કિંમત ક્યાં ? અને ચિંતામણિ રત્નની કિંમત ક્યાં? ચિંતામણિ રત્ન ઘણું જ કિંમતી છે. તે ફરીથી મળવું પણ મુશ્કેલ છે. જ્યારે બોર તો તુચ્છ વસ્તુ છે. તેની કિંમત તો બે-પાંચ રૂપિયા માત્ર છે. આવું કામ કરનાર જેમ મૂર્ખ કહેવાય છે તેમ મૂઢ મનુષ્ય (મોહાલ્વ મનુષ્ય) જનરંજન માટે ઉત્તમ ધર્મનો ત્યાગ કરે છે, ખેદની વાત છે કે ધર્મનું કરેલું બાહ્ય આચરણ (પૂજા-સામાયિકપ્રતિક્રમણ-તીર્થયાત્રા-ઉપવાસાદિ તપ વગેરે સુંદર ધર્માચરણ) તથા તત્ત્વાનુભવ (સુંદર શાસ્ત્રાભ્યાસ, ધર્મોપદેશ, શ્રવણ-મનન) જેવાં ઉત્તમ કાર્યો કરે છે અને મનમાં લોકો મને સારો કહે, લોકો મારી પ્રશંસા કરે, એવી તીવ્ર ઈચ્છાઓ રાખે છે. એટલે સધર્મનું ફળ જે કર્મનિર્જરા છે તે ફળ આત્મશ્લાઘા આદિ ઈચ્છવાના કારણે ખોઈ બેસે છે. એટલે કે હારી જાય છે. આ રીતે જિનેશ્વર પ્રભુની ભક્તિ, શાસ્ત્રશ્રવણ અને આહારત્યાગ વગેરે ઉત્તમ ધર્મનાં કાર્યો કરીને યશ અને પૂજા આદિ ઈચ્છવા દ્વારા કર્મનિર્જરા રૂપ ફળને હારી જાય છે. રત્નાકર પચ્ચીસીમાં ગાથા ૮-૯ માં કહ્યું છે કે –
ઘણા ઘણા ભવભ્રમણ વડે પણ અતિશય દુષ્માપ્ય એવી આ રત્નત્રયીની સાધના
Page #55
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
૬૪૭
આપની પાસેથી મારા વડે પ્રાપ્ત કરાઈ છે. પણ નિદ્રા અને પ્રમાદના વશથી તે રત્નત્રયી હું હારી ગયો છું. હે પ્રભુ ! હું આ મારી હારના પોકાર કોની પાસે કરું ? હું કોની પાસે જઈને રહું ?
મેં લોકોને છેતરવા માટે વૈરાગ્યના રંગો ધર્યા, લોકોને ખુશી ખુશી કરવા માટે ધર્મોપદેશ આપ્યો, વાદવિવાદ કરવા માટે વિદ્યા ભણ્યો, હે પ્રભુ ! હાંસી ઉપજે એવું મારું આવું આચરણ કેટલું કહું ? હાંસીપાત્ર એવા મારા આચરણની કોઈ સીમા નથી.
ભમતાં મહાસાગરે, પામ્યો પસાયે આપના । જે જ્ઞાનદર્શનચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણા ॥
તે પણ ગયા પરમાદના વશથી, પ્રભુ કહું છું ખરું । કોની કને કિરતાર, આ પોકાર હું જઈને કરું ॥૮॥ ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા । ને ધર્મના ઉપદેશ, રંજન લોકને કરવા કર્યા ॥ વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું । સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહ્યું "લા
लोकसञ्ज्ञामहानद्यामनुश्रोतोऽनुगा न के ? । प्रतिश्रोतोऽनुगस्त्वेको, राजहंसो महामुनिः ॥३॥
(૨)
ગાથાર્થ લોકસંજ્ઞા રૂપી નદીમાં તૃણ અને કાષ્ઠની જેમ પ્રવાહને અનુસરનારા આ સંસારમાં કોણ નથી હોતા ? અર્થાત્ સર્વે જીવો લોકસંજ્ઞાના પ્રવાહને અનુસરે છે. પરંતુ સામે પ્રવાહે ચાલે એવા તો રાજહંસની તુલ્ય એક મહામુનિ જ હોય છે. IIII
ટીકા :- “તોસબ્સેતિ'' તો'જ્ઞા-નો રીતિરૂપા મહાનવી, તસ્યા: અનુશ્રોત:-પ્રવાહ:, તસ્ય અનુશા:-અનુયાયિન: જે 1 મત્તિ ? અને ( મત્તિ) इत्यर्थः । तत्र प्रतिश्रोतोऽनुगः- सन्मुखप्रवाहचारी तु एक एव महामुनि:-शुद्धश्रमणो राजहंसो नान्य इति । तेन लोकरूढिरूढा बहवो जीवाः । निर्ग्रन्थस्तु रत्नत्रयसाधनोद्यतः स एव स्वरूपानुगामी । उक्तञ्च दशवैकालिके
अणुसोअपट्टिबहुजणंमि, पडिसोअलद्धलक्खेणं । पडिसोअमेव अप्पा, दायव्वो होउ कामेणं ॥
Page #56
--------------------------------------------------------------------------
________________
૬૪૮ લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
જ્ઞાનસાર अणुसोअसुहो लोगो, पडिसोओ आसवो (आसमो) सुविहिआणं । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो ॥
(દશવૈકાલિક ચૂલિકા ૨, ગાથા ર-૩) तेन मुनिर्लोकसञ्जानुयायी न स्यात् ॥३॥
વિવેચન - લોકસંજ્ઞા એટલે કે લોકોની નીતિ-રીતિ મુજબ વર્તવું, લોકો કહે તેમ ચાલવું, લોકોની ઈચ્છાને અનુસરવું, લોકો ખુશી વરસાવે તેવો વ્યવહાર કરવો. આ લોકસંજ્ઞા એ એક મોટી નદી છે. લોકપ્રવાહ રૂપ મહાનદીના પ્રવાહને અનુસરનારા કોણ નથી થયા? જેમ ઘાસ-લાકડાં કાગળ ઈત્યાદિ પદાર્થો જો મહાનદીમાં નાખવામાં આવે તો તે સર્વે પણ પદાર્થો નદીના પ્રવાહને અનુસારે જ ચાલે છે, તેમ સામાન્યથી સર્વે પણ જીવો લોકની નીતિરીતિને અનુસરે છે, કોઈ તેનો સામનો કરતું નથી. અનેક જીવો લોકસંજ્ઞારૂપી નદીના પ્રવાહને અનુસરનારા હોય છે.
પરંતુ પ્રતિશ્રોતે - સામે પ્રવાહે ચાલનાર એટલે કે પાણીનું પૂર ધસમસતું જે બાજુથી આવતું હોય તે પ્રવાહની સન્મુખ ચાલનાર તો જેમ એક રાજહંસ જ હોય છે તેમ એક મહામુનિ જ - ઉત્તમશ્રમણ જ લોકસંજ્ઞાના પ્રવાહની સામે ચાલનારા હોય છે. પાણીના પ્રવાહની સામે જેમ રાજહંસ ચાલે છે તેમ લોકસંજ્ઞાના પ્રવાહની સામે એક મહામુનિ જ ચાલે છે. સારાંશ કે લોકસંજ્ઞાની રૂઢિમાં ઘણા જીવો ખેંચાયેલા છે. લોકસંજ્ઞા વિષયાભિલાષવાળી છે અને વિષયાભિલાષી જીવો ઘણા છે. મોહને છોડીને વિષયાભિલાષ ત્યજીને રત્નત્રયીની સાધનામાં જ જે નિર્ગસ્થ મહામુનિ ઉદ્યમશીલ રહે છે. તે જ સાચા સ્વરૂપાનુયાયી છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે –
ચાલતા લોકપ્રવાહને અનુસરીને કાર્ય કરનારા ઘણા લોકો હોય છે. પરંતુ સંયમની રક્ષા અર્થે સામે પ્રવાહે ચાલવાનું બાંધ્યું છે લક્ષ્ય જેણે એવા મુનિએ મુક્તિપ્રાપ્તિની કામના પૂર્વક પોતાના આત્માને સામા પ્રવાહે જ પ્રવર્તાવવો જોઈએ.
પ્રવાહને અનુસરવામાં સુખ માનનારો લોકસમૂહ હોય છે. સુવિહિત સાધુઓને તો ઈન્દ્રિયોના વિજયરૂપ સંયમનો આશ્રવ (અર્થાત્ સંયમનું આગમન) હોય છે. અથવા સુવિહિત સાધુઓને સંયમના આશ્રયરૂપ (આધારરૂપ) પ્રતિશ્રોતગમન હોય છે. લોકપ્રવાહને અનુસરવું તે સંસાર છે અને સામે પ્રવાહે ચાલવું તે સંસારને પાર ઉતારનારું તત્ત્વ છે.
આ પ્રમાણે મુનિમહારાજા લોકસંજ્ઞાને અનુસરનારા હોતા નથી. III
Page #57
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
૬૪૯ लोकमालम्ब्य कर्तव्यं कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो, न त्याज्य: स्यात्कदाचन ॥४॥
ગાથાર્થ :- લોકસંજ્ઞાનું આલંબન લઈને બહુ માણસો વડે જે કરાયું હોય તે જ જો કર્તવ્ય હોત તો મિથ્યાષ્ટિઓનો ધર્મ ક્યારેય પણ ત્યજવા લાયક ન થાત. ll
ટીકા - “નોક્રેમતિ વે-૬, યર્ વMિ: વૃત્તિ તત્ વર્તવ્ય, નોમર્તવ્ય एवं क्रियते, तदा मिथ्यादृशां धर्मः कदाचन-कदापि न त्याज्य: स्यात् । तच्च बहुभिः क्रियमाणत्वात् । स्वेच्छाचरणो लोकः बहुतरः । यतः-अनार्येभ्यः आर्याः स्तोकाः, आर्येभ्यः जैनाचाराः स्तोकाः, जैनाचारवर्तिषु जैनपरिणतिपरिणताः स्तोकाः । अतो बहुलोकानुयायिना न भवनीयमिति ॥४॥
વિવેચન - જો લોકસંજ્ઞાને જ અનુસરવાનું હોત અને બહુ લોકો વડે જે કરાયું હોય તે જ કર્તવ્ય હોત, આ રીતે લોકાનુયાયી થઈને જ જો કાર્ય કરવાનું હોત તો મિથ્યાદૃષ્ટિ આત્માઓનો ધર્મ ક્યારેય પણ ત્યજવા લાયક ન કહેવાય. કારણ કે ત્રણે કાલે મિથ્યાષ્ટિ જીવોએ આચરેલો જે મિથ્યાધર્મ છે, તે બહુ જીવો વડે આચરણ કરાયેલો છે. અનાદિ કાલથી અનંતકાલ સુધી મિથ્યાદૃષ્ટિ જીવોની જ સંખ્યા બહુ રહી છે અને બહુ રહેવાની છે. હવે જો બહમતિનો જ પક્ષ સ્વીકારવા યોગ્ય હોત તો ત્રણે કાલે તે જ ધર્મ કર્તવ્ય બને,
ક્યારેય પણ તેનો ત્યાગ કરાય નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેમ ધર્મ કરનારાઓની સંખ્યા સદાકાલ બહુ હોય છે.
આ સંસારમાં અનાર્ય જીવો કરતાં આર્ય જીવો અલ્પ હોય છે, આર્યદેશમાં ઉત્પન્ન થયેલામાં પણ જૈન આચાર પાલન કરનારા જીવો થોડા હોય છે અને જૈન આચાર પાલન કરનારામાં પણ જૈનત્વ પરિણામ પામ્યું હોય એવા પરિણત જૈનત્વવાળા જીવો થોડા હોય છે. આ કારણથી બહુજનાનુયાયિત્વ આચરવા જેવું નથી, આ ભાવાર્થને સમજાવનારો પાઠ ૫. ઉપાધ્યાયજી મહારાજશ્રીએ ગુજરાતી કાવ્યરૂપે બનાવેલા સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં પણ કહ્યો છે. તે આ પ્રમાણે -
કોઈ કહે “જિમ બહુજન ચાલે, તેમ ચલીએ શી ચર્ચા? | મારગ મહાજન ચાલે ભાખ્યો, તેહમાં લહીએ અર્ચા રે IIણા તે પણ બોલ મૃષા મન ધરીએ, બહુજનમત આદરતાં આ છેહ ન આવે, બહુલ અનારય, મિથ્યામતમાં ફરતા રે Iટા
Page #58
--------------------------------------------------------------------------
________________
૬૫૦ લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
જ્ઞાનસાર થોડા આર્ય અનાર્યજનથી, જૈન આર્યમાં થોડા રે.. તેહમાં પણ પરિણતજન થોડા, શ્રમણ અલ્પ બહુ મુંડા રે ll I૪ો. श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे न च । स्तोका हि रत्नवणिजः, स्तोकाश्च स्वात्मसाधकाः ॥५॥
ગાથાર્થ - લોકસંબંધી કલ્યાણના ભૌતિક સુખના) અર્થી જીવો બહુ હોય છે. પરંતુ લોકોત્તર સંબંધી સુખના અર્થી જીવો (આત્મીય સુખના અર્થી જીવો) હંમેશાં થોડા જ હોય છે. રત્નના વેપારી જેમ થોડા જ હોય છે તેમ પોતાના આત્મતત્ત્વની સાધના કરનારા જીવો હંમેશાં થોડા જ હોય છે. પા
ટીકા - “શ્રેયોર્થિનો દિ મૂર્યાસ: તિ” નો-તોwવાદે (વીપ્રવા) श्रेयोऽर्थिनः-धनस्वजनभुवनवनतनुकल्याणार्थिनः भूयांसः-प्रचुराः सन्ति । च पुनः लोकोत्तरे-अमूर्तात्मस्वभावाविर्भावलक्षणे प्रवर्तमानाः न-नैवेति । हीति-निश्चितम्, रत्नवणिजः स्तोकाः । तथा च-पुनः स्वात्मसाधका:-स्व आत्मा, तस्य साधकाःनिरावरणत्व-निष्पादकाः स्तोका इति ॥५॥
વિવેચન :-સુખ બે જાતનાં છે - એક લૌકિક અને બીજું લોકોત્તર. જો કે લૌકિક સુખ એ સુખ નથી, સુખાભાસ માત્ર જ છે. છતાં મોહાલ્વ જીવો તેને સુખ માને છે. આવા પ્રકારનું લોકપ્રવાહમાં મનાતું સુખાભાસ રૂપ જે સુખ છે તે ધનસંબંધી, સ્વજનસંબંધી, ભુવન (બાંધેલા મકાન-વાસ્તુ) સંબંધી, વન (ખુલ્લી ભૂમિ-ક્ષેત્ર) સંબંધી અને શરીરસંબંધી જે સુખ છે તે સુખને ઈચ્છનારા, તે સુખ માટે નિરંતર પ્રયત્ન કરનારા, તે સુખ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારનાં દુઃખો સહન કરનારા જીવો આ સંસારમાં પ્રચુર પ્રમાણમાં અર્થાત્ બહુ જ પ્રમાણમાં હોય છે. મોટાન્ય જીવોની સંખ્યા સદાકાલ અધિક જ હોય છે.
પરંતુ લોકોત્તર સુખ પ્રાપ્ત કરવામાં પ્રવર્તનારા જીવો પ્રચુર હોતા નથી, સદાકાલ થોડા જ હોય છે. અમૂર્ત એવા આત્માનું રત્નત્રયીમય શુદ્ધ જે સ્વરૂપ છે તેનો આવિર્ભાવ કરવો અર્થાત્ તે રત્નત્રયીમય શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવામાં પ્રયત્ન કરનારા જીવો સદા અલ્પ જ હોય છે. અધિક પ્રમાણમાં સંભવતા નથી. મોહનો ક્ષય કરવાનું ઈચ્છનારા અને તે ક્ષય કરવામાં પ્રવર્તમાન જીવો સદા અલ્પ જ હોય છે.
આ સંસારમાં જેમ કરીયાણાના અને કાપડના વેપારી ઘણા જ હોય છે. પરંતુ રત્નના વેપારીઓ (ઝવેરીઓ) અલ્પ જ હોય છે. તેવી જ રીતે સાંસારિક સુખ-પૌગલિક સુખ
Page #59
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
૬૫૧
સાધનારા અર્થાત્ તે સુખની પાછળ ઘેલા બનેલા જીવો ઘણા હોય છે, પરંતુ પોતાના આત્માના ગુણોનું સુખ સાધનારા એટલે કે ગુણો ઉપરનાં આવરણો દૂર કરીને નિરાવરણત્વ પ્રાપ્ત કરનારા જીવો સદા અલ્પ જ હોય છે.
लोकसञ्ज्ञाहता हन्त ! नीचैर्गमनदर्शनैः । शंसयन्ति स्वसत्त्याग- मर्मघातमहाव्यथाम् ॥६॥
ગાથાર્થ :– અફસોસની વાત છે કે લોકસંજ્ઞાથી હણાયેલા લોકો લોકપ્રશંસા પ્રાપ્ત કરવા માટે “ધીમું ચાલવું, નીચે જોઈને ચાલવું, ધીરે ધીરે ચાલવું” ઈત્યાદિ કાર્યને કરતા છતા પોતે પોતાના ગુણો પ્રાપ્ત કરવાનો સાચો માર્ગ જાણે ત્યજી દીધો છે તેની મર્મઘાતક પીડા જ થઈ હોય શું ? તેમ સૂચવે છે. IIII
ટીકા :- ‘“તોપતિ'' દન્ત કૃતિ ઘેવે । સ્રોતન્ના હતા-તોપનાવ્યાના: नीचैर्गमनदर्शनै:-वक्रीभूतशरीर - भून्यस्तदृष्टयः गमनस्य दर्शनैः । स्वसत्त्यागमर्मघातमहाव्यथां-स्वीयो यः सत्त्याग:- जैनवृत्तित्यागः, स च लोकरञ्जनाध्यवसायबहु मर्मणि घातं लभते । तस्य घातस्य महाव्यथां - महापीडां शंसयन्ति - ज्ञापयन्ति । "वयं पीडिता: " तेन वक्रशरीरा भ्रमामः इति शंसयन्ति - कथयन्ति वेति उत्प्रेक्षा । लोकोक्तिभीतित्यागवन्तो जीवा आत्मस्वरूपघातका इति ॥६॥
વિવેચન :- મૂલગાથામાં લખેલો ‘“હન્ત’’ શબ્દ ખેદ અર્થમાં છે. લોકસંજ્ઞાથી દબાયેલા એટલે કે લોકો રાજી કેમ રહે ? એમ લોકોને સારું દેખાડવાની ભાવનાવાળા અને આવી ભાવનાથી જ મનમાં આકુલ-વ્યાકુલ થયેલા, તથા લોકોની પ્રીતિ, યશ અને માનાદિ મેળવવા માટે જ “નીચે જોતાં જોતાં હુબા થઈને ચાલવું, ધીમે ધીમે ચાલવું, શરીર વક્રીભૂત થયું છે જેમાં એવી રીતે ચાલવું, ભૂમિ ઉપર જ સ્થાપિત દૃષ્ટિવાળા થઈને ચાલવું” ઈત્યાદિ જે પ્રક્રિયા લોકસંજ્ઞારૂઢ જીવોમાં દેખાય છે. તે અંતર-ચિત્ત મલીન હોવાથી કવિરાજ તેની ઉત્પ્રેક્ષા કરે છે કે આવા જીવોએ પોતાનો-જૈનાચારનું પાલન કરવા રૂપ જે સાચો આત્મધર્મસદાચાર હતો, તેનો જનરંજનના અધ્યવસાયોની બહુલતા વડે ત્યાગ કર્યો છે, તેના કારણે મર્મસ્થાનોમાં ઘા પડ્યો હોય, મર્મસ્થાનો વિંધાયાં હોય તેમ મર્મસ્થાનના ઘાની પીડા વ્યક્ત કરે છે. જાણે મર્મસ્થાનમાં કોઈએ ઘા માર્યો હોય અને તેનાથી ઢુબા થઈ ગયા હોય તેમ આ જીવોએ પોતાના સદાચારનો (શુદ્ધ અધ્યવસાયપૂર્વકની સક્રિયાનો) જે ત્યાગ કર્યો છે. તેના જ ઘા પડ્યા હોય અને તે ઘાની પીડા જ જાણે અનુભવતા હોય એમ લાગે છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૬૫૨ લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
જ્ઞાનસાર “અમે સદાચારોનો ત્યાગ કર્યો” એટલે “શરીરે વક્ર બન્યા છીએ” અને રખડીએ છીએ. કમ્મરભાગની પીડાને સહન કરી રહ્યા છીએ. આમ જાણે સૂચવતા હોય-કહેતા હોય એમ લાગે છે. આવી ગ્રંથકારની ઉભેલા-કલ્પના છે.
જો હું ધર્માચરણ નહીં કરું તો લોકો મને શું કહેશે? એવા પ્રકારના લોકોક્તિના ભયથી ભોગસુખોનો ત્યાગ કરવાવાળા (પણ મનથી ભોગસુખોને અસાર સમજીને ત્યાગ નહીં કરનારા), પરંતુ કાળાન્તરે અધિક ભોગસુખોની અભિલાષાથી અને લોકો રંજિત રહે તે માટે વર્તમાનકાલીન ભોગસુખોનો ત્યાગ કરનારા લોકોમાં “ધીમું ચાલવું, નીચે જોઈને ચાલવું” ઈત્યાદિ બાહ્ય જે સદાચાર દેખાય છે તે મોહપોષક હોવાથી માનાદિના અભિપ્રાયથી કરાય છે માટે તે બાહ્ય સદાચાર આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર તો નથી, પરંતુ માન આદિ મળવાના કારણે વિભાવદશાની વૃદ્ધિ થતાં શુદ્ધ એવા આત્મસ્વરૂપનો ઘાતક તે સદાચાર છે. માટે લોકસંજ્ઞા એ દૂરથી જ ત્યાજ્ય છે. Ill
आत्मसाक्षिकसद्धर्मसिद्धौ किं लोकयात्रया ? । तत्र प्रसन्नचन्द्रश्च, भरतश्च निदर्शनम् ॥७॥
ગાથાર્થ - પોતાના આત્માની સાક્ષીએ જ જો ઉત્તમ ધર્મ આચર્યો છે તો પછી લોકયાત્રાથી શું? (લોકોને રંજિત કરવાથી શું લાભ ?) આ વિષયમાં પ્રસન્નચંદ્રવ્રષિ અને ભરત મહારાજા દૃષ્ટાન્તસ્વરૂપ છે. llણી
ટીકા :- “રાતિ” હે ઉત્તમ ! માત્મક્ષિા :-માત્મા પર્વ સાક્ષિક: आत्मसाक्षिकः, स चासौ सन्-शोभनः धर्मः, तस्य सिद्धौ-निष्पत्तौ लोकयात्रया किं ? न किमपि । लोकानां ज्ञापनेन किमित्यर्थः । तत्र प्रसन्नचन्द्रः । च-पुनः, भरत इति निदर्शनं-दृष्टान्तः । सति द्रव्यतः कायोत्सर्गे प्रसन्नचन्द्रस्य नरकगतिबन्धः । असति लिङ्गे मोहकलाकेलिभूतवनिताव्यूहपरिवृतोऽपि भरतः सम्प्राप्तात्मसाक्षिकत्वैकत्वरूपधर्मपरिणतः केवलं प्राप । इति आत्मसाक्षिको धर्मः, धर्मेऽधर्मे तौ दृष्टान्तौ । अतः आत्मसाक्षिक एव धर्मः करणीय इति ॥७॥
વિવેચન :- હે ઉત્તમ આત્મા ! જો પોતાના આત્માની સાક્ષીએ જ ઉત્તમધર્મ સિદ્ધ થયો હોય, ધર્મ કરવામાં જો પોતાના આત્માની સ્વાભાવિક પ્રસન્નતા હોય, અને ઉત્તમ ધર્મતત્ત્વની સિદ્ધિ થવામાં જો પોતાનો આત્મા જ સાક્ષીભૂત હોય, તો પછી લોકયાત્રાનું શું પ્રયોજન છે? લોકોને જણાવવાની શી જરૂર છે ? લોકો સારું સારું કહે, લોકો પ્રશંસા કરે
Page #61
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
૬૫૩ એવી ઈચ્છા એ જ એક મોટો મોહ છે. આ જીવ બહારથી જ સારું સારું વર્તન કરવામાં અને અંતરશુદ્ધિ ન મેળવવામાં જ વધારે સાવધાન છે. હે જીવ! જો તેં શુદ્ધિ સિદ્ધ કરી છે તો તને અવશ્ય કેવલજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત થવાની જ છે. પ્રાપ્ત કરેલી નિર્મળ શુદ્ધ ધર્મની સિદ્ધિ બીજાને દેખાડવાની શું જરૂર છે? ઉલટું બીજા જીવો જો જાણશે અને પ્રશંસા કરશે તો આપણો જીવ પુનઃ માનાદિમાં આવશે અને તેનાથી તારું પતન થશે, માટે તે ઉત્તમ જીવ! લોકયાત્રા વડે સર્યું, લોકસંજ્ઞાનો તું ત્યાગ કર.
જો આપણા આત્મામાં ઉત્તમ ધર્મની સિદ્ધિ થઈ છે અને તેમાં પોતાનો આત્મા જ સાક્ષી છે. તો પછી લોક્યાત્રા એટલે કે લોકોને જણાવવાની શું જરૂર છે? કંઈ જરૂર નથી. આ વિષયમાં પ્રસન્નચંદ્રરાજર્ષિ અને ભરત મહારાજા એમ બન્ને ઉદાહરણો જાણવા જેવાં છે.
(૧) પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સંયમ સ્વીકાર્યો હતો, સાધુપણાના લિંગમાં હતા, કાયોત્સર્ગની મુદ્રામાં હતા, એક પગ ઉપર સ્થિર હતા, ઈત્યાદિ રીતે દ્રવ્યથી એટલે કે બાહ્યથી જાણે મહાત્મા હોય, મહાપુરુષ હોય એમ લોકો માને તેવું બાહ્યત્યાગી જીવન હતું. પરંતુ મન પુત્રરાગથી ભાઈની સાથે યુદ્ધમાં પ્રવર્તતું હતું, તેનાથી નરકગતિપ્રાયોગ્ય બંધ થયો. બાહ્યદષ્ટિએ આ આત્મા મહાધર્મી છે. આમ લોકસંજ્ઞામાં જણાય છે. પણ અંતરથી તે આત્મા તે કાલે ધર્મો ન હતો. આ એક ઉદાહરણ થયું.
(૨) ભરત મહારાજા છ ખંડના રાજા હતા, ચક્રવર્તી હતા એટલે સાધુતાનાં કોઈ લિંગ ન હતાં. બહારથી જોઈએ તો લોકસંજ્ઞામાં જણાય તેવી કોઈ ધર્મસાધના ન હતી. ઉલટું મોહરાજાને કેલિ કરવામાં સાધનભૂત એવી અનેક સ્ત્રીસમૂહથી પરિવરેલા હતા. અર્થાતુ બહારથી ભોગી હતા, યોગી ન હતા તો પણ અવસર પ્રાપ્ત થતાં પોતાના આત્માના પરિણામથી જ, પોતે જ જાણે તે રીતે, કોઈ લોકો ને સમજી શકે તે રીતે એવો મોહનો નાશ કર્યો કે સંસારી વેશમાં જ સાધુનું લિંગ ન હોવા છતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. અહીં લોકો દેખી શકે, લોકો સમજી શકે તેવો યોગીપણાનો બાહ્યાચાર નથી, પણ અંતરનો આત્મા જ ત્યાગી, વૈરાગી અને યોગી બન્યો છે. આત્મા જ સાક્ષી છે. માટે આવા પ્રકારના ધર્મથી તેઓ કેવલજ્ઞાન પામ્યા. બાહ્યલિંગાદિ નથી છતાં મોહનો ક્ષય કર્યો તેથી આત્માની જ સાક્ષીવાળો ધર્મ તેઓમાં છે. આમ પરને (લોકને) જણાવવાની કંઈ જરૂર નથી. આત્માની સાક્ષી એ જ ધર્મ અને અધર્મમાં કારણ છે આ વાત સમજાવવા માટે ભરત મહારાજા અને પ્રસન્નચંદ્ર મુનિનું દૃષ્ટાન્ત કહ્યું છે. ભરત મહારાજાનું આ બીજું ઉદાહરણ સમજવું.
આ કારણથી આત્માની સાક્ષીએ જ ધર્મ કરવા જેવો છે. લોક્યાત્રાથી આ જીવને કંઈ ફળ નથી. ઉલટું માનાદિ થતાં પતન થવાનો ભય છે. IIણા
Page #62
--------------------------------------------------------------------------
________________
લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩
लोकसञ्ज्ञोज्झितः साधुः, परब्रह्मसमाधिमान् । सुखमास्ते गतद्रोह - ममतामत्सरज्वरः ॥८॥
ગાથાર્થ :- લોકસંજ્ઞાના ત્યાગી, પરમ એવી જ્ઞાનદશામાં અને આત્મસમાધિમાં લીનતાવાળા, તથા દ્રોહ, મમતા અને મત્સરભાવ રૂપી જ્વર જેમનો ચાલ્યો ગયો છે એવા મુનિમહારાજા સુખપૂર્વક રહે છે.
૬૫૪
જ્ઞાનસાર
ટીકા :- ‘“તોòતિ’’ સાધુ:-પરમાત્મસાધનોદ્યત: સુબ્રમાસ્તે-તિતિ । સ્થભૂતઃ સાધુ: ? તોપોાિત:-ભોજ્વજ્ઞાહિત:। પુન: થમ્રૂત: ? પરબ્રહ્મળ:शुद्धात्मस्वरूपस्य समाधिः- स्वास्थ्यं तद्वान् - तन्मयः आत्मज्ञानानन्दमग्नः । पुनः થભૂત: ? 'ગત:-નમ્ર, દ્રોહ:-મોષળશીત:, મમતા-પરમાવેષુ મમારતા, મત્સર:अहङ्कारः, एव ज्वरः-तापो यस्य सः । इत्यनेन कषायकालुष्यरहितः स्वात्मारामः स्वात्मज्ञानी तत्त्वानुभवयुक्तः मुनिः सुखं तिष्ठति । लोकसञ्ज्ञात्यागेन स्वरूपयोगभोगसुखमग्ना निर्ग्रन्था औदयिकमिन्द्रियसुखं दह्यमानस्वगृहप्रकाशवन्मन्यन्ते न મુખ્રસ્તિ ઠા
॥ इति व्याख्यातं लोकसञ्ज्ञात्यागाष्टकम् ॥
વિવેચન :- જે મહાત્મા પરમ એવા આત્મતત્ત્વની સાધનામાં ઉદ્યમશીલ હોય છે, તે મહાત્મા સદા સુખપૂર્વક જ વર્તે છે, સદા સુખી જ હોય છે, ક્યારેય દુઃખી હોતા નથી, કેવા મહાત્મા હોય તે સદા સુખી છે ? તે વિષય સમજાવતાં કહે છે કે -
(૧) લોકસંજ્ઞાથી રહિત-જે મહાત્માએ મારા ઉપર લોકો વધારે પ્રસન્ન કેમ રહે ? મારી પ્રશંસા કેમ કરે ? એવી લોકરંજનની મનોવૃત્તિ જેણે ત્યજી દીધી છે એવા મહાત્મા, (૨) શુદ્ધ એવું જે આત્માનું પરમસ્વરૂપ છે તેમાં જ તન્મય રહેનારા એટલે કે તેનું સ્વાસ્થ્ય બરાબર જાળવનારા, શુદ્ધાત્મસ્વરૂપને અલ્પ પણ બાધા ન આવે તે રીતે તેમાં જ તન્મય રહેનારા, આત્માના જ્ઞાન ગુણના આનંદમાં જ અતિશય મગ્ન,
(૩) દ્રોહ, મમતા અને મત્સર રૂપી જ્વર (તાવ) જેનો ચાલ્યો ગયો છે એવા મહાત્મા. અહીં દ્રોહ એટલે પરનો અપકાર કરવાની મનોવૃત્તિ, બીજાને વધારે નુકશાન કેમ થાય તેમાં જ રાજીપણું તે દ્રોહ. મમતા એટલે પરભાવમાં પ્રીતિ, પર એવાં પૌદ્ગલિક દ્રવ્યો ઉપર અને ૫૨ એવાં જીવદ્રવ્યો ઉપર રાગભાવ તે મમતા, અને મત્સર એટલે
Page #63
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
૬૫૫
અહંકાર, હું જ વિશિષ્ટ છું. આમ માનવાથી બીજાની મોટાઈ સહી ન શકાય તે મત્સરભાવ, આ ત્રણ દોષો છે. તે ત્રણે દોષો રૂપી જ્વર (તાવ) જેનો ચાલ્યો ગયો છે. જેના જીવનમાં આવા દોષો નથી તે જ મહાત્મા પરમ સુખી છે, સદા સુખી છે.
આ પ્રમાણે દ્રોહ, મમતા, મત્સર ઈત્યાદિ મોહના ભાવો રૂપી કષાયોની કલુષિતતા જેના જીવનમાંથી ચાલી ગઈ છે તેવા મુનિમહાત્મા પોતાના આત્મભાવમાં જ રમનારા એટલે કે પોતાના આત્માનું જે આત્મતત્ત્વ, તેના જ જ્ઞાનમાં મગ્ન રહેનારા, અને આત્મતત્ત્વના અનુભવથી રંગાયેલા એવા મુનિ બાહ્ય ઉપાધિઓ કોઈ ન હોવાથી સદા સુખી છે. મોહના વિકારો રહિત છે, તેથી સુખી છે.
લોકસંજ્ઞાનો ત્યાગ કરેલ હોવાથી લોકરંજન કરવાનું કે સારા દેખાવાનું કે પ્રશંસા, યશ, માન વગેરેની લાલચ હોવાનું અલ્પમાત્રાએ પણ જેના જીવનમાં નથી. આત્માના શુદ્ધ
સ્વરૂપનો પ્રાપ્ત થયેલ જે યોગ છે, તેનો જ નિરંતર ઉપભોગ કરવાના સુખમાં મગ્ન રહેનારા નિર્ઝન્થ એવા મુનિમહાત્માઓ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારા ઈન્દ્રિયસંબંધી સુખને પણ “બળતા એવા પોતાના ઘરને પ્રકાશ માનવા તુલ્ય છે” આમ સમજીને સુખ માનતા નથી. જેમ પોતાનું ઘર સળગતું હોય ત્યારે તે આગથી ચોતરફ પ્રકાશ પ્રકાશ લાગે પણ તેથી રાજી થવા જેવું કંઈ નથી. કારણ કે પોતાનું ઘર જ સર્વથા નાશ પામી રહ્યું છે. તેમ ઈન્દ્રિયજન્ય સુખથી આ આત્મા વધારે વધારે મોહબ્ધ થતાં શુદ્ધ સ્વરૂપ અને તેનું લક્ષ્ય સર્વથા ભુલાઈ જ જાય છે. તેથી વિભાવદશાની વૃદ્ધિ થતાં સ્વભાવદશાનો સર્વથા નાશ જ થઈ જાય છે તો જે સુખ સ્વભાવદશાનું ઘાતક હોય તેને સુખ જ કેમ કહેવાય ? અને તેવા સુખની ઈચ્છા પણ કેમ કરાય? આવું સમજીને આ મહાત્માઓ ઈન્દ્રિયજન્ય સુખનો ત્યાગ કરવાપૂર્વક લોકસંજ્ઞાનો ત્યાગ કરે છે. સ્વભાવસુખમાં જ મગ્ન થઈને નિરંતર સુખી રહે છે. આ પ્રમાણે ત્રેવીસમું લોકસંજ્ઞાત્યાગાષ્ટકનું વ્યાખ્યાન સમાપ્ત થયું. IIટા
ટ ત્રેવીસમું લોકસંજ્ઞાત્યાગાષ્ટક સમાપ્ત
છે.
Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૬૫૬
શાસ્ત્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
| ॥ अथ चतुर्विंशतितमं शास्त्राष्टकम् ॥
अथ क्रमायातं यथार्थोपयोगकारणभूतं शास्त्राष्टकं प्ररूप्यते, तत्र शास्त्रस्वरूपं ऐकान्तिकात्यन्तिक-निर्द्वन्द्व-निरामय-परमात्मपदसाधनस्याद्वादपद्धत्या यत्र शास्यते तत् (शास्त्रं ) शासनम् । न हि भारतरामायणादयः इहलोकशिक्षारूपाः शास्त्रत्वव्यपदेशं लभन्ते, तथा जैनागममपि सम्यग्दृष्टिपरिणतस्य शुद्धवक्तुरेव मोक्षकारणम्, मिथ्यात्वोपहतानां तु भवहेतुरेव । उक्तञ्च नन्दीसूत्रे, तच्चैवम् -
दुवालसंगं गणिपिडगं, सम्मत्तपरिग्गहिअं सम्मसुअं, मिच्छत्तपरिग्गहिअं मिच्छसुअं
(નીસૂત્ર ૭૨-૭૨) तथा च पूज्यैः - सदसदविसेसणाओ, भवहेऊ जदिच्छिओवलम्भाओ । नाणफलाभावाओ, मिच्छद्दिट्ठिस्स अण्णाणं ॥११५॥
(श्रीविशेषावश्यकभाष्य गाथा ११५) રૂત્યાર !
વિવેચન :- હવે અનુક્રમથી આવેલું એવું શાસ્ત્રાષ્ટક કહેવાય છે. “યથાર્થ ઉપયોગ” (સાચું જ્ઞાન-સાચી જ્ઞાનદશા) પ્રાપ્ત કરવામાં શાસ્ત્રાષ્ટકનો અભ્યાસ કારણભૂત છે. શાસ્ત્ર કોને કહેવાય ? શાસ્ત્ર એટલે શું ? કોનું રચેલું શાસ્ત્ર કહેવાય ? ઈત્યાદિ વિષયો આ અષ્ટકમાં સમજાવાશે. જે શાસ્ત્ર કાન્તિક સુખવાળું, આત્મત્તિક સુખવાળું, દુઃખરહિત કેવલ એક્લ જયાં સુખ જ હોય તેવું નિદ્ધઃ સુખવાળું અને દ્રવ્ય-ભાવ એમ બન્ને પ્રકારના રોગરહિત પરમ એવું આત્માનું જે સ્થાન (મુક્તિપદ) છે તે મુક્તિપદનું સાધન બને એવી સ્યાદ્વાદશૈલિપૂર્વક (અનેકાન્તવાદને અનુસારે) જ્યાં વાસ્તવિક તત્ત્વ સમજાવાય છે, - યથાર્થપણે વસ્તુ પ્રતિપાદન કરાય છે, તેને જ શાસ્ત્ર કહેવાય છે. અથવા તેને જ શાસન કહેવાય છે. આવા પ્રકારનું શાસ્ત્ર અથવા શાસન વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા શ્રી તીર્થંકર પ્રભુનું જ હોય છે, પરંતુ અન્યનું વચન આવા પ્રકારના ગુણોવાળું ન હોવાથી શાસ્ત્ર કે શાસન હોઈ શકતું નથી.
મહાભારત અને રામાયણ વગેરે પૂર્વઋષિકૃત ગ્રન્થો એ શાસ્ત્ર કે શાસન કહેવાતા
Page #65
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક-૨૪
૬૫૭
નથી. કારણ કે તે ગ્રંથોમાં “આ લોકમાં-ચાલુ ભવમાં કેવું જીવન જીવવું તેની જ માત્ર શિખામણ રૂપ અર્થાત્ લોકનીતિ-રાજનીતિ-યુદ્ધનીતિ વગેરે વિષયોવાળી માત્ર આ ભવની શિક્ષાસ્વરૂપ વિષયોનું વર્ણન છે.” પરમાર્થતત્ત્વ કેમ સિદ્ધ કરવું ? આત્માને કર્મબંધનમાંથી કેમ મુકાવવો ? આત્મતત્ત્વની નિર્મળતા-શુદ્ધતા કેમ પ્રાપ્ત કરવી ? આવા પ્રકારની આત્મતત્ત્વવિષયક બાબતો તેવા ગ્રન્થોમાં હોતી નથી. માટે તેવા ગ્રન્થોને ગ્રન્થ કહેવાય, પણ શાસ્ત્ર કે શાસન કહેવાય નહી.
જિનેશ્વર પરમાત્મા પ્રણીત જૈન આગમ એ આત્મતત્ત્વના વિષયને સમજાવનાર હોવાથી શાસ્ત્ર કહેવાય છે. પરંતુ તે શાસ્ત્ર જો સમ્યગ્દષ્ટિ જીવ વડે પ્રાપ્ત કરાયું હોય અને તેની પ્રરૂપણા કરનાર શુદ્ધવક્તા હોય તો જ તેને શાસ્ત્ર કહેવાય છે, પરંતુ મિથ્યાર્દષ્ટિ આત્માઓ વડે જો જૈન આગમ પ્રાપ્ત કરાયું હોય તો તે પાત્ર અયથાર્થ હોવાથી તે કાલે જૈન આગમને પણ શાસ્ત્ર કે શાસન કહેવાતું નથી. જેમ દૂધ એ શુદ્ઘ દ્રવ્ય હોવા છતાં પણ જો સર્પને પાવામાં આવે તો તે શુદ્ધ દ્રવ્ય પણ વિષ બની જાય છે. તેમ જૈનાગમ પણ જો મિથ્યાર્દષ્ટિ પાત્રમાં જાય તો તે મિથ્યાશ્રુત બની જાય છે. કારણ કે તે જીવની યથાર્થદૃષ્ટિ ન હોવાથી તે શ્રુત સંસારની વૃદ્ધિનું જ કારણ બને છે, પણ મુક્તિનું કારણ બનતું નથી. આ બાબત નંદીસૂત્રમાં આ પ્રમાણે કહી છે.
“દ્વાદશાંગ ગણિપિટક શાસ્ત્ર સમ્યગ્દષ્ટિ જીવ વડે જો સ્વીકારાયું હોય તો જ સમ્યક્શ્રુત છે પણ જો મિથ્યાર્દષ્ટિ જીવ વડે સ્વીકારાયું હોય તો તે મિથ્યાશ્રુત છે. નંદીસૂત્ર ૭૧-૭૨ ॥ પૂજ્યશ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૧૫ માં કહ્યું છે કે
“સત્ અને અસત્ની વિશેષતા ન હોવાથી, ભવહેતુ હોવાથી, યદચ્છોપલંભ હોવાથી (પોતાની ઈચ્છા પ્રમાણે શાસ્ત્રોના અર્થો તે જીવ કરતો હોવાથી) અને જ્ઞાનફળનો અભાવ હોવાથી મિથ્યાર્દષ્ટિ જીવનું જે જ્ઞાન તે અજ્ઞાન છે.”
(૧) સર્વે પણ પદાર્થો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવથી સત્ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવથી અસત્ છે. તેને બદલે મિથ્યાદૅષ્ટિ જીવો સર્વથા સત્ અથવા સર્વથા અસત્ માને છે. માટે તેનું જ્ઞાન અજ્ઞાન છે.
(૨) જેમ જેમ ભણે છે તેમ તેમ માન-માયાદિ કષાયો જ વધે છે. અહંકારાદિ કષાયો કરવા વડે તેનું જ્ઞાન સંસારવૃદ્ધિનું જ કારણ બને છે. માટે પણ તેનું જ્ઞાન અજ્ઞાન છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
૬૫૮ શાસ્ત્રાષ્ટક- ૨૪.
જ્ઞાનસાર (૩) શાસ્ત્રની પંક્તિઓના અર્થ મરજી મુજબ કરે છે. પોતે માનેલા અર્થ તરફ જ પંક્તિને
ખેંચી જાય છે. અપેક્ષાપૂર્વક લખાયેલાં વાક્યોને એકાન્ત અર્થમાં લઈ જાય છે. માટે પણ તેનું જ્ઞાન અજ્ઞાન છે. જ્ઞાન ભણ્યા પછી તેના ફલરૂપે બાહ્યજીવનમાં વિષયોનો ત્યાગ અને અત્યંતર જીવનમાં કષાયોનો ત્યાગ કરવાપૂર્વકનો વૈરાગ્ય પ્રાપ્ત થવો જોઈએ પણ મિથ્યાદૃષ્ટિ જીવમાં આવા ફળનો અભાવ છે માટે તેનું જ્ઞાન તે અજ્ઞાન છે. આમ મિથ્યાષ્ટિમાં આવેલું જૈનાગમ પણ ઉપરોક્ત ચાર કારણોસર મિથ્યાશ્રુત છે. સમ્યકશ્રુત નથી માટે શાસ્ત્ર કહેવાતું નથી. (૧) જેના કર્તા સમ્યગ્દષ્ટિ હોય તે વ્યવહારનયથી સમ્યકશ્રુત. જેમકે દ્વાદશાંગી
તથા શ્રી જિનભદ્રગણિજી, શ્રી ઉમાસ્વાતિજી, શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂજ્ય ઉ. શ્રી યશોવિજયજી મ. જેવા સમ્યગ્દષ્ટિ આત્માઓનું રચેલું શ્રુત તે વ્યવહારનયથી સમ્યફ્યુત જાણવું. જેના કર્તા મિથ્યાષ્ટિ, તે વ્યવહારનયથી મિથ્યાશ્રુત જેમકે રામાયણ
મહાભારત, પુરાણો વગેરે. (૩) જેને ગ્રહણ કરનાર-ભણનાર વર્ગ સમ્યગ્દષ્ટિ હોય, તે નિશ્ચયનયથી
સમ્યકશ્રુત, જેમકે જૈનાચાર્યો છએ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે, કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરનારા આચાર્યો સમ્યગ્દષ્ટિ છે. તેમની મતિ યથાર્થ
સ્યાદ્વાદશૈલિ વાળી છે. (૪) જે શાસ્ત્રોને ભણનાર-ગ્રહણ કરનાર મિથ્યાષ્ટિ હોય, તે નિશ્ચયનયથી
મિથ્યાશ્રુત, જેમકે અભવ્યાત્માઓ સાધિક નવપૂર્વ સુધીનું શ્રુત ભણે તો પણ
તે મિથ્યાશ્રુત, કારણ કે ગ્રહણ કરનાર આત્મા એકાન્તાગ્રહી છે. આ પ્રમાણે વીતરાગપરમાત્માની વાણી અને વીતરાગપરમાત્માની વાણીને અનુસરનારા આચાર્યાદિની વાણી એ જ અનેકાન્તવાદથી પરિપૂર્ણ ભરેલ હોવાથી શાસ્ત્ર કે શાસન કહેવાય છે. અથવા મુક્તિનું સાધન હોવાથી શાસ્ત્ર કહેવાય છે. બીજી રચનાને ગ્રન્થ કહેવાય પણ શાસ્ત્ર ન કહેવાય.
जीवाजीवादिगुणपर्यायविभजनसर्वाश्रवत्यागकर्तुरपि तन्नैश्चयिकश्रद्धाकृतेन सम्यग्दर्शनम् । तेन यथार्थस्वपरविभागविभक्तस्वरूपोपादेयत्व-(पररूप)
Page #67
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શાસ્ત્રાષ્ટક - ૨૪
૬૫૯ परिहेयत्वविज्ञान-पूर्वकनिमित्तोपादानकारणनिर्धारशुद्धाविनश्वरस्वसिद्धपरिणतौ धर्मत्वप्रतीतिः सम्यग्दर्शनम् । इत्येवं सम्यग्दर्शनयुक्तस्य रुचिकृतपरमात्मभावस्य तत्साधनो-पायानवच्छिन्नकथनं शास्त्रम् ।
જીવ, અજીવ વગેરે છએ દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન જેને હોય, ગુણો અને પર્યાયોનો વિભાગ જેનામાં જે રીતે છે તેનામાં તે રીતે જેઓ જાણતા હોય, સર્વથા આશ્રવોનો ત્યાગ કરનારા હોય અર્થાત્ મુનિ મહાત્મા હોય તો પણ જો તે મહાત્માઓ વડે વીતરાગ પરમાત્મા પ્રત્યે નિશ્ચયથી શ્રદ્ધા કરાઈ હોય, પરમવિશ્વાસ પ્રાપ્ત કર્યો હોય, અતિશય રુચિ પેદા થઈ હોય તો જ સમ્યગ્દર્શન કહેવાય છે. અન્યથા નહીં, સાધિક નવ પૂર્વે ભલે ભણે પણ મિથ્યાષ્ટિ હોય તો કદાચ વાક્પટુતા સારી આવી જાય, જીવાજીવાદિની પ્રરૂપણા કદાચ સારી કરે, પણ અંતર કોરું હોવાથી, અંતર ભેદાયું ન હોવાથી આટલું વિશાલ જ્ઞાન હોવા છતાં પણ તે સમ્યકશ્રુત કહેવાતું નથી.
તે કારણથી યથાર્થપણે જે મહાત્માઓએ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિભાગ કર્યો છે, સ્વદ્રવ્યનું સ્વરૂપ શું? અને પરદ્રવ્યનું સ્વરૂપ શું? આવા પ્રકારનો ભેદ જેઓએ કર્યો છે, જાણ્યો છે અને અનુભવ્યો છે. બન્ને દ્રવ્યોના સ્વરૂપનો વિભાગ કરીને જે સ્વસ્વરૂપ છે તેમાં જ ઉપાદેયબુદ્ધિ અને જે પરસ્વરૂપ છે તેમાં હેયત્વ બુદ્ધિ જે મહાત્માઓએ કરી છે. આ ઉપાદેય-યબુદ્ધિ વિષયક વિશિષ્ટ જ્ઞાનપૂર્વક નિમિત્તકારણ અને ઉપાદાનકારણ આમ બન્ને પ્રકારનાં કારણોના યોગથી જ્યાં કાર્યસિદ્ધિ થાય છે આવું પણ જેઓએ યથાર્થ જાણ્યું છે, માધ્યું છે અને અનુભવ્યું છે. એકાન્ત એકલા નિમિત્તમાત્રથી કે એકાત્તે એકલા ઉપાદાનમાત્રથી કાર્ય થતું નથી-આવી જે મહાત્માઓની બુદ્ધિ સંસ્કારિત થઈ છે, આવા પ્રકારના નિર્ણયપૂર્વક શુદ્ધ, અવિનાશી અને પોતાને સિદ્ધ થયેલી દઢ - નિર્મળ પરિણતિમાં જ ધર્મપણાની પ્રતીતિ જે કરવી તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે.
સ્યાદ્વાદશૈલિ પૂર્વક, હેય-ઉપાદેયના જ્ઞાનપૂર્વક, નિમિત્ત-ઉપાદાનની સાપેક્ષતાપૂર્વક, સ્વસ્વરૂપ-પરસ્વરૂપના ભેદજ્ઞાનપૂર્વક જે નિર્મળ પરિણતિ તે જ સત્યધર્મ છે, આવી દઢ પરિણતિ (પરિણામ) તે જ સમ્યગ્દર્શન છે. જે જે મહાત્મા પુરુષો આવા સમ્યગ્દર્શનથી યુક્ત છે અને વીતરાગસર્વજ્ઞપરમાત્મા પ્રત્યે રુચિવાળો કરાયો છે પરમ એવો આત્મભાવ જેઓ વડે તેવા મહાત્મા પુરુષોનું પોતાના આત્માને વિતરાગ સર્વજ્ઞપરમાત્મા બનાવવા માટે તેને સાધવાના ઉપાયો રૂપે સતત જે કથન-નિરંતર જે સદુપદેશ તે જ શાસ્ત્ર કહેવાય છે. બાકી રાજા-રાણીની વાર્તા માત્ર જ હોય અથવા આ લોકની નીતિ કે રાજ્યનીતિ કે યુદ્ધનીતિનું
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૬૦ શાસ્ત્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર વર્ણન માત્ર હોય તેને શાસ્ત્ર કહેવાતું નથી. સારાંશ કે મોક્ષની સાધનતા જેમાં હોય તેને જ શાસ્ત્ર કહેવાય પણ ભવની સાધનતા જેમાં હોય તેને શાસ્ત્ર ન કહેવાય.
तच्च नामादिभेदतः, नामतः आचाराङ्गादि । स्थापनातः सिद्धचक्रादौ स्थापितं श्रुतज्ञानम् । द्रव्यतः पुस्तकन्यस्तम्, अथवा अनुपयुक्तपुरुषस्य क्षयोपशमगतं जैनागमम् । (उपयुक्तसम्यग्दृष्टिपुरुषस्य क्षयोपशमगतं जैनागमं भावश्रुतम्) ।
તે શાસ્ત્ર નામાદિ નિપાના ભેદથી ચાર પ્રકારે છે. ત્યાં આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ આવા પ્રકારનાં શાસ્ત્રોનાં જે નામ તે નામશાસ્ત્ર, સિદ્ધચક્ર આદિ યંત્રોમાં સ્થાપના કરાયેલું લખાયેલું આલેખાયેલું જે શ્રુત તે સ્થાપનાશાસ. પુસ્તકાદિમાં, વસ્ત્રાદિમાં, તાડપત્રાદિમાં લખાયેલું જે શ્રુત તે દ્રવ્યશ્રુત અથવા જે મહાત્મા પુરુષોએ આચારાંગાદિ જૈનાગમોનો સુંદર અભ્યાસ કર્યો હોય પણ વ્યવહારકાલે તેનો ઉપયોગ ન હોય તો તેવા પ્રકારનું, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમાત્મક ઉપયોગશૂન્ય એવું જે જૈનાગમનું શ્રુત તે દ્રવ્યશ્રુત (અહીં મૂલ ટીકામાં ભાવશ્રુતની વ્યાખ્યા આપી નથી, પરંતુ અમને એમ લાગે છે કે લહીયા આદિના હાથથી લખવી રહી ગઈ હશે એમ સમજીને પ્રકરણના અનુસાર અહીં લખેલ છે). જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમાત્મક જૈનાગમનો ઉપયોગપૂર્વકનો સમ્યગ્દષ્ટિ આત્માનો જે અભ્યાસ તે ભાવકૃત જાણવું.
नयविचारे तु-नैगमेन वचनोल्लापव्यञ्जनाक्षरादिकम् । सङ्ग्रहतः जीवपुद्गलौ-द्रव्येन्द्रियभावेन्द्रिये शास्त्रं, तद्धेतुत्वात् । व्यवहारतः पठनपाठनश्रवणात्मकम् । ऋजुसूत्रतः मनननिदिध्यासनरूपम् । शब्दतः तत् श्रुताधारात्मस्पर्शज्ञानपरिणामलक्षणं भावक्षयोपशमोपयुक्तस्य । समभिरूढतः तन्मयस्य सर्वाक्षरलब्धिवतः शुद्धोपयोगः । एवम्भूततः सर्वाक्षरसम्पन्नस्य निर्विकल्पोपयोगकाले उत्सर्गभावशास्त्रपरिणमनोपयुक्तत्वात् इति । अतः परमकारुणिकोपदिष्टं शास्त्रं हितम् । उक्तञ्च तत्त्वार्थभाष्ये
હવે શાસ્ત્ર ઉપર નયોથી વિચારણા કરાય છે. નૈગમાદિ સાતે નયોથી કોને કોને શાસ્ત્ર કહેવાય? તે કહે છે. (૧) નૈગમનય - વચનોનો ઉલ્લાપ કરવા રૂપ વ્યંજનો અને અક્ષરોથી લખાયેલું-રચાયેલું
બનાવેલું જે શાસ્ત્ર તે, મુદ્રિત પુસ્તક પ્રત વગેરે. આવી પંક્તિ કોઈ પુસ્તકોમાં દેખાતી નથી, પરંતુ ચાર નિપાનું પ્રકરણ ચાલતું હોવાથી ભાવનિક્ષેપને જણાવનારી પંક્તિ હોવી જોઈએ પણ તે દેખાતી ન હોવાથી અમે સ્થાનપૂર્તિ માટે કલ્પના કરીને આ પંક્તિ લખી છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શાસ્ત્રાષ્ટક- ૨૪
૬૬૧ (૨) સંગ્રહનય :- જીવાત્મક ભાવેન્દ્રિય અને પુદગલની બનેલી દ્રવ્યેન્દ્રિય એ શાસ્ત્ર કહેવાય
છે. બન્ને પ્રકારની ઈન્દ્રિયો દ્વારા શાસ્ત્ર સમજી શકાય છે. શાસ્ત્ર સમજવામાં ઈન્દ્રિયો પ્રધાનહેતુ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી ઈન્દ્રિયો એ જ શાસ્ત્ર છે. વ્યવહારનય :- શાસ્ત્રોનું પઠન-પાઠન કરવું, ભણવું-ભણાવવું-સાંભળવું અને
સંભળાવવું તે જ્ઞાનપ્રાપ્તિનો હેતુ છે. માટે શાસ્ત્રોના પઠન-પાઠનને શાસ્ત્ર કહેવાય છે. (૪) ઋજુસૂત્રનય - શાસ્ત્રોનું ચિંતન-મનન કરવું, વધારે ઊંડું વિચારવું, નિદિધ્યાસન
કરવું તે શાસ્ત્ર. (૫) શબ્દનય - ભાવક્ષયોપશમથી યુક્ત એવા જીવનો (મોહનો પરાભવ કરે તેવા
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી યુક્ત એવા જીવનો) શ્રુતના આધારે આત્માને સ્પર્શ કરે તેવો ભાવનાપૂર્વકનો જ્ઞાનપરિણામ (ક્ષયોપશમવિશેષ) તે શાસ્ત્ર.
- જ્ઞાનાવરણીયકર્મના વિશિષ્ટ ક્ષયોપશમભાવથી યુક્ત અને સર્વ અક્ષરોના લબ્ધિશ્રુતવાળા એવા ચૌદ પૂર્વધર, દશ પૂર્વધર આદિ શ્રુતકેવલી વગેરે આત્માનો જે શુદ્ધ ઉપયોગ તે શાસ્ત્ર.
- સર્વાક્ષરની લબ્ધિથી સંપન્ન એવા ચૌદપૂર્વધારી અથવા દશપૂર્વધારી આદિ ઋતકેવલી મહાત્માનો નિર્વિકલ્પ એવા ઉપયોગકાલે પ્રવર્તતો શાસ્ત્રરચના કરવાનો શુદ્ધોપયોગ રૂપ પરિણામ તે શાસ્ત્ર, કાલે ભોલેમ્પિયોગ ઉત્સર્ગથી ભાવશાસ્ત્ર રૂપે પરિણામ પામે છે માટે.
સારાંશ કે પ્રથમ નૈગમનયથી જડ એવાં પુસ્તકો અને પ્રતો વગેરે શાસ. અહીં જડપદાર્થમાં શાસ્ત્રનો ઉપચાર છે માટે, સંગ્રહનયથી પુદગલાત્મક દ્રવ્યન્દ્રિયો અને જીવસ્વરૂપ ભાવેન્દ્રિયો એ શાસ્ત્ર. કારણ કે ઈન્દ્રિયો શ્રુતજ્ઞાનનું મુખ્ય કારણ હોવાથી ઈન્દ્રિયો એ જ શ્રુતજ્ઞાન છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર હોવાથી જ્ઞાનની કિંચિત્ માત્રા છે માટે, વ્યવહારનયથી ભણવું-ભણાવવું-સાંભળવું અને સંભળાવવું એ શાસ્ત્ર છે. કારણ કે તે જ્ઞાનાત્મક હોવાથી શાસ્ત્ર. ઋજુસુત્રનયથી મનન-ચિંતન-નિદિધ્યાસન એ જ વિશિષ્ટપણે જ્ઞાનાત્મક હોવાથી શાસ્ત્ર છે. શબ્દાદિ પાછલા ત્રણે નમો ભાવનય હોવાથી આત્મામાં મોહનીકર્મનો નાશ કરે તેવો પ્રગટ થયેલો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ એ શબ્દનયથી શાસ્ત્ર, ઉપયોગાત્મક ક્ષયોપશમ એ સમભિરૂઢનયથી શાસ્ત્ર અને શાસરચના કરવાના પરિણામમય ઉપયોગાત્મક ક્ષયોપશમ એ એવંભૂતનયથી શાસ્ત્ર કહેવાય છે. આ કારણથી મોહનીય અને જ્ઞાનાવરણીયકર્મના અતિશય વિશિષ્ટ ક્ષયોપશમભાવવાળા અને પરમ કરુણાવાળા મહાત્મા પુરુષો વડે ઉપદેશાયેલું જે શાસ્ત્ર છે તે જ યથાર્થ શાસ્ત્ર છે અને તે જ શાસ્ત્ર હિત કરનારું છે. શ્રી તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે -
Page #70
--------------------------------------------------------------------------
________________
૬૬૨
શાસ્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
एकमपि जिनवचनाद् यस्मान्निर्वाहकं पदं भवति । श्रूयन्ते चानन्ताः, सामायिकमात्रपदसिद्धाः ॥२७॥ तस्मात्तत्प्रामाण्यात्समासतो व्यासतश्च जिनवचनम् । श्रेयः इति निर्विचारं, ग्राह्य धार्यं च वाच्यं च ॥२८॥ न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्धया, वक्तुस्त्वेकान्ततो भवति ॥२९॥ श्रममविचिन्त्यात्मगतं, तस्मात् श्रेयः सदोपदेष्टव्यम् । आत्मानञ्च परञ्च, हितोपदेष्टाऽनुगृह्णाति ॥३०॥ इति । अत एव शास्त्रादरोत्पादनार्थमुपदिशति -
જે કારણથી જિનેશ્વર પરમાત્માની વાણીમાંથી કોઈ એક પદ પણ (જો ભાવપૂર્વક અવધારવામાં આવે તો) મુક્તિદાયક બને છે. સંભળાય પણ છે કે એક સામાયિક માત્ર પદથી અનંત અનંત જીવો મુક્તિપદ પામ્યા છે. રણા
તે કારણથી તે જિનવચન જ (જિનવાણી જ) પ્રમાણભૂત છે. માટે આ જિનવચન યથાશક્તિ સંક્ષેપથી અથવા વિસ્તારથી ગ્રહણ કરવા લાયક છે, ધારણ કરવા લાયક છે, લોકો સમક્ષ કહેવા લાયક છે, નિશે વિચારવા યોગ્ય છે અને અવશ્ય તે જ કલ્યાણકારક છે. ૨૮
હિતકારી વચનો સાંભળવાથી સર્વે પણ શ્રોતાઓને ધર્મ થાય એવો નિયમ નથી. પરંતુ અનુગ્રહબુદ્ધિ રાખીને બોલતા વક્તાને તો અવશ્ય હિત થાય જ છે. //રા
બીજાને ઉપદેશ આપવામાં પોતાને પડતા પરિશ્રમને નહીં ગણકારીને પણ હંમેશાં કલ્યાણકારી માર્ગનો ઉપદેશ અવશ્ય આપવો જોઈએ. કારણ કે હિતકારી ઉપદેશ આપનાર વક્તા પોતાનો અને પરનો અવશ્ય અનુગ્રહ કરે છે. ૩૦મી
આ કારણથી જ શ્રોતા એવા આત્માઓને વીતરાગ પરમાત્માનાં શાસ્ત્રો ઉપર વધારે ને વધારે આદરભાવ ઉત્પન્ન થાય તે માટે હવે શાસ્ત્રાષ્ટક લખાય છે.
चर्मचक्षुर्भूतः सर्वे, देवाश्चावधिचक्षुषः । સર્વતશક્ષs: સિદ્ધા, સાધવ: શાસ્ત્રચક્ષુષ: II
Page #71
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્ત્રાષ્ટક - ૨૪ ગાથાર્થ :- સર્વે જીવો ચામડીની બનેલી ચક્ષુવાળા છે. દેવો અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે. સિદ્ધ પરમાત્મા સર્વત્ર જોઈ શકાય એવા કેવલજ્ઞાન રૂપી ચક્ષુવાળા છે અને સર્વે સાધુ મહાત્માઓ “શાસ્ત્ર” રૂપી ચક્ષુવાળા છે. તેના
ટીકા :- “વર્ષચક્ષમૃતતિ, સર્વે તિર્થમનુણા: ઘર્મઘક્ષમૃતઃ, ગતિશ્રતज्ञानावरणीयचक्षुरचक्षुर्दर्शनावरणीय-वीर्यान्तरायक्षयोपशममूलं जातिनामकर्मपर्याप्तिनामकर्म-शरीरनामकर्म-निर्माणनामकर्मोदयजन्यचक्षुर्भूतः तद्धराः । च-पुनः, देवाः-सुराः अवधिचक्षुषः-अवधिज्ञानावरणीयावधिदर्शनावरणीयक्षयोपशमसमुत्थज्ञानदृष्टयः । सिद्धाः सर्वचक्षुर्धरा:-सर्वप्रदेशकेवलोपयोगमयाः, साधवः-निर्ग्रन्थाः शास्त्रचक्षुषः-शास्त्रावलम्बिज्ञानधराः । उक्तञ्च
आगमचक्खू साहू, चम्मचक्खूणि सव्वभूआणि । देवा य ओहिचक्खू, सिद्धा पुण सव्वओ चक्खू ॥१॥ अतः निर्ग्रन्थानां वाचनादिस्वाध्यायमुख्यत्वम् ॥१॥
વિવેચન :- સર્વે તિર્યંચો અને મનુષ્યો ચર્મચક્ષુને ધારણ કરનારા છે. અહીં સર્વે તિર્યંચો અને મનુષ્યોનો ઉલ્લેખ જે કર્યો છે તે સામાન્યથી જાણવો એટલે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને સંમુર્ણિમ મનુષ્યોને છોડીને શેષ ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ મનુષ્યો લેવા. તે જીવો મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને વીર્યાન્તરાયકર્મનો ક્ષયોપશમ છે મૂલ જેમાં એવી ભાવચક્ષુને (ચાક્ષુષજ્ઞાનને) ધારણ કરનારા છે. તથા જાતિનામકર્મ, પર્યાપ્તિનામકર્મ, શરીરનામકર્મ અને નિર્માણનામકર્મના ઉદયથી પ્રાપ્ત થનારી દ્રવ્યચક્ષુને પણ ધારણ કરનારા હોય છે.
મતિજ્ઞાનાવરણીયાદિ ચારે ઘાતી કર્મોની પ્રકૃતિઓના ક્ષયોપશમથી આત્મામાં ચક્ષુદર્શન આદિની શક્તિ પ્રગટ થાય છે તેને ભાવ-ચક્ષુરિન્દ્રિય કહેવાય છે અને શરીરનામકર્મ તથા ઈન્દ્રિયપર્યાપ્તિનામકર્મથી પુદ્ગલની રચનારૂપ દ્રવ્યચક્ષની પ્રાપ્તિ થાય છે. નિર્માણનામકર્મના ઉદયથી તે દ્રવ્યચક્ષની યથાસ્થાને રચના થાય છે અને જતિનામકર્મની અંદર ચઉરિન્દ્રિય જાતિનામકર્મ અને પંચેન્દ્રિયજાતિનામકર્મનો ઉદય તેવા પ્રકારની ચાક્ષુષશક્તિ પ્રાપ્ત કરવામાં સહકારી કારણ બને છે. માટે અઘાતી કર્મની આ ચારે પ્રકૃતિઓનો ઉદય દ્રવ્યચક્ષુની પ્રાપ્તિમાં કારણ છે. અને ઘાતી કર્મોનો ક્ષયોપશમ ભાવચક્ષુની (ચાક્ષુષજ્ઞાનની) પ્રાપ્તિનું કારણ છે. આ રીતે તિર્યંચ-મનુષ્યો ચર્મની (ચામડીની) ચક્ષુવાળા છે. તેના દ્વારા દેખવાનું કામ કરે છે. પુગલની બનેલી ચક્ષુથી દેખે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૬૪
શાસ્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
દેવો (તથા નારકી) સર્વે અવધિજ્ઞાનાવરણીય અને અવધિદર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન-અવધિદર્શન (મિથ્યાત્વી હોય તો વિર્ભાગજ્ઞાન)ની શક્તિથી રૂપી વસ્તુને દેખવાની શક્તિવાળા હોય છે. સર્વે દેવ-નારકીઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન-અવધિદર્શન હોય છે. તેનાથી દેખવાનું કામ કરે છે, માટે અવધિજ્ઞાન રૂપી ચક્ષુવાળા કહેવાય છે.
સર્વે સિદ્ધ ભગવંતો (ઉપલક્ષણથી સયોગી-અયોગી કેવલીભગવન્તો) કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય કર્મના ક્ષયથી પોતાના આત્માના સર્વપ્રદેશોમાં ઉત્પન્ન થયેલા ક્ષાયિકભાવના કેવલજ્ઞાન અને કેવલદર્શન રૂપી ચક્ષુથી નિરંતર જોનારા હોય છે. એટલે કે સતત કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગમય હોય છે.
સર્વે સાધુસંતો (મહાત્મા પુરુષો) અર્થાત્ રાગ-દ્વેષને જીતીને નિર્ગસ્થ થનારા સંસારના ત્યાગી મુનિ પુરુષો શારૂપી ચક્ષુવાળા હોય છે. શાસ્ત્રનું જ આલંબન લઈને સતત સ્વાધ્યાય અને અભ્યાસ કરીને તેના જ્ઞાનને ધારણ કરનારા અને તેના દ્વારા દેખનારા હોય છે. કોઈપણ સૂક્ષ્મ-બાદર વસ્તુના સ્વરૂપનો વિચાર અને તેના સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરીને કરાતો નિર્ણય શાસ્ત્રની પંક્તિઓ દ્વારા કરે છે. માટે સાધુસંતોને શાસ્ત્ર એ જ ચહ્યુ છે. આ કારણે જ સાધુ જીવનમાં સ્વાધ્યાય કરવો અને કરાવવો, વાચના આપવી અને વાચના લેવી, વાચના સાંભળવી અને શક્તિ હોય તો વાચના સંભળાવવી આ જ સાધુજીવનનું મુખ્ય કર્તવ્ય છે. મહાપુરુષોએ કહ્યું છે કે –
સાધુ આગમરૂપી ચક્ષુવાળા છે, સર્વે પ્રાણીઓ ચર્મની ચક્ષુવાળા છે. દેવો અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે અને સિદ્ધભગવંતો સર્વ ચક્ષુવાળા (કેવલજ્ઞાન રૂપી ચક્ષુવાળા) હોય છે.”
આ કારણે નિર્ચન્દમુનિઓને વાચના આદિ સ્વાધ્યાય જ મુખ્ય છે. “પુખરવર” સૂત્રમાં પણ થમૂત્તર વ પદમાં આ જ વાત કહી છે કે ચારિત્રધર્મ આવ્યા પછી સાંસારિક રળવા અને રાંધવા વગેરેનાં સાવદ્ય બંધનો ન હોવાથી નિરંતર શ્રતધર્મની વૃદ્ધિ થાઓ, માટે સ્વાધ્યાયાદિ જ આરાધવા જોઈએ. બીજાં પ્રલોભનો ચારિત્રધર્મથી પતનનાં કારણો છે. આમ જાણવું. ll૧||
पुरःस्थितानिवोर्ध्वाधस्तिर्यग्लोकविवर्तिनः । सर्वान् भावानवेक्षन्ते, ज्ञानिनः शास्त्रचक्षुषा ॥२॥
Page #73
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શાસ્ત્રાષ્ટક- ૨૪
૬૬૫ ગાથાર્થ :- ઊર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોકમાં રહેલા સર્વે પણ પદાર્થોને જ્ઞાની પુરુષો શાસ્ત્રારૂપી ચક્ષુ વડે જાણે પદાર્થ સામે જ હોય એ રીતે દેખે છે. રા
ટીકા - “પુર સ્થિતનિતિ" જ્ઞાનિન: શાસ્ત્રવણ-મનોપયોગ કર્વાધस्तिर्यग्लोकविवर्तिनः-त्रैलोक्यवर्तिनः, भावान्-पदार्थस्वरूपान्, सर्वान् सूक्ष्मबादरान् सहजान् विभावजान् परोक्षानपि क्षेत्रान्तरस्थानपि आगमबलेन पुरःस्थितानिव -सन्मुखस्थानिव अवेक्षन्ते-पश्यन्ति । अत्र दर्शनं मानसं श्रुतक्षयोपशमजं ज्ञेयम् ॥२॥
વિવેચન :- જ્ઞાની પુરુષો આગમશાસ્ત્રના ઉપયોગાત્મક બળ વડે ઊર્ધ્વલોક, અધોલોક અને તિછલોક એમ ત્રણે લોકમાં રહેલા સર્વે પણ પદાર્થોને યથાર્થ રીતે દેખે છે માટે શાસ્ત્રરૂપી ચક્ષુવાળા કહેવાય છે.
ત્રણે લોકમાં રહેલા સર્વે પણ પદાર્થોનું સ્વરૂપ તેઓ આગમબળે જાણે છે તે પદાર્થો સૂક્ષ્મ હોય કે બાદર હોય, સ્વાભાવિક હોય કે વૈભાવિક હોય, એટલે સહજ હોય કે કૃત્રિમ હોય તથા (પ્રત્યક્ષ-ઈન્દ્રિયગોચર જે હોય તે તો ચર્મચક્ષુથી જ દેખાય છે. માટે તેનો ઉલ્લેખ ન કરતાં) પરોક્ષ હોય તો પણ (ઈન્દ્રિયથી અગોચર હોય તો પણ) અને દૂર દૂર અન્ય ક્ષેત્રોમાં હોય તો પણ આગમશાસ્ત્રના અભ્યાસના બળથી જાણે છે.
ક્ષેત્રાન્તરમાં રહેલા, કાળાન્તરે થયેલા અને થવાવાળા અને પરોક્ષ એવા પદાર્થોને પણ તે પદાર્થો જાણે પોતાની સામે વિદ્યમાન જ હોય શું? એમ પ્રત્યક્ષની જેવા જાણે છે. અર્થાત્ કલ્પનાથી જાણે છે એમ નહીં, પણ સાક્ષાની જેમ જાણે પોતાની સામે વિદ્યમાન જ હોય શું? એમ પ્રત્યક્ષની જેવા જાણે છે. શાસ્ત્રરૂપી ચક્ષુનો કેવો પ્રભાવ છે? કે દૂર દૂરની પરોક્ષ વસ્તુ પણ જાણે આંખની સામે સાક્ષાત્ વિદ્યમાન હોય તેવી જાણે છે. આ કારણે જ સાધુજીવનમાં સ્વાધ્યાય શાસ્ત્રાભ્યાસ જ પ્રધાનતાએ હોવો જરૂરી છે. શેષ પ્રલોભનો બંધનકર્તા છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી, પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી આદિના જીવનું આયુષ્ય જોઈએ અને તેઓએ કરેલી શાસ્ત્રરચના જોઈએ તો ક્યાંય મેળ ન બેસે તેવી આ ઘટના છે. તેઓ જ્યારે ભણ્યા હશે? ક્યારે અન્ય દર્શનનાં શાસ્ત્રો વાંચ્યાં હશે? ક્યારે આહાર-પાણી કર્યા હશે? ક્યારે નિદ્રા લીધી હશે? ક્યારે લોકસંપર્ક ચાલુ રાખ્યો હશે અને ક્યારે આટલી વિશાળ સંખ્યામાં શાસ્ત્રરચના કરી હશે ! જો આ બધાંનો હિસાબ ગણીએ તો કંઈ મેળ જ બેસતો નથી. અર્થાત સાધુજીવનમાં અતિશય નિરંતર સ્વાધ્યાય જ મહાત્માઓનું કર્તવ્ય હોય એમ લાગે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
શાસ્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
અહીં શાસ્ત્ર રૂપી જે ચક્ષુ સમજાવવામાં આવે છે તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું માનસદર્શન લેવું. મન એ પણ એક ઈન્દ્રિય છે. તેની શક્તિ દ્વારા શાસ્ત્રના આલંબને ભાવો જણાય છે. માટે માનસદર્શન રૂપી શાસ્ત્ર ચક્ષુવાળા મુનિઓ હોય છે. રા.
शासनात् त्राणशक्तेश्च, बुधैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य, तत्तु नान्यस्य कस्यचित् ॥३॥
ગાથાર્થ :- જે શાસનક્રિયાવાળું અને ત્રાણ શક્તિવાળું હોય તેને પંડિતપુરુષો શાસ્ત્ર કહે છે. તે શાસ્ત્ર વિતરાગ પરમાત્માનું વચન જ હોઈ શકે છે. પણ અન્ય કોઈનું નહીં. lal
ટીકા :- “શાસનાવિતિ” વધે -વિદ્ધિ, -પુનઃ, ત્રીપશિવઃ-મવમીતकर्मावगुण्ठितविभावभुग्नजीवानां त्राणं-रक्षणं, तस्य शक्तिः-सामर्थ्य यस्य सः, तस्य शासनात्-शिक्षणात् शास्त्रं निरुच्यते-व्युत्पाद्यते । “मोक्षमार्गस्य शासनात् शास्त्रम्" इति तत्त्वार्थकृत् । (प्रशमरति गाथा १८८) तु-पुनः, तद् वीतरागस्य सर्वमोहक्षयनिष्पन्नपरमशमस्वभावस्य वचनं मोक्षमार्गोपदेशकम् । उक्तञ्च उमास्वातिपूज्यैः
केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम् । लोकहिताय कृतार्थोऽपि, देशयामास तीर्थमिदम् ॥१८॥
(તસ્વાર્થરિવ સ્નો ૨૮) अतस्तस्यैव वचनं मोक्षाङ्गम् । अन्यस्य कस्यचित् असर्वज्ञस्य सर्वज्ञमानिनः વચનં ર મોહેતુ: રૂા
વિવેચન :- “શાસ્ત્ર” શબ્દમાં શીર્ અને સૈ બે ધાતુ રહેલા છે. તેના ઉપરથી “શાસ્ત્ર” ધાતુ મળીને ઉણાદિથી શાસ્ત્ર શબ્દ બનેલ છે. શાસ્ એટલે કહેવું અને નૈ એટલે રક્ષણ કરવું. જે શાસ્ત્રમાં શાસનક્રિયા અને ત્રાણશક્તિ હોય છે તેને જ વિદ્વાન પુરુષો શાસ્ત્ર કહે છે. હિતશિક્ષાનું કથન તે શાસનક્રિયા અને સંસારથી ભયભીત થયેલા, કર્મોથી ઘેરાયેલા અને વિભાવદશાના પ્રતાપે પીડાયેલા (ભાંગી પડેલા) એવા જીવોનું રક્ષણ કરવાની જે શક્તિ તે ત્રાણશક્તિ. આમ આ બન્ને ક્રિયા (શાસનક્રિયા અને ત્રાણશક્તિ) છે જેમાં તેને જ શાસ્ત્ર કહેવાય છે.
વીતરાગ પરમાત્માથી પ્રણીત અને ગણધરભગવંત આદિથી રચિત જે કોઈ શાસ્ત્રો
Page #75
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્ત્રાષ્ટક- ૨૪. છે તે સર્વે શાસ્ત્રોમાં હિતશિક્ષાનું શાસન (કથન) અને દુર્ગતિમાં જતા જીવોનું રક્ષણ આમ બને ક્રિયા અવશ્ય હોય છે. તેથી તેને શાસ્ત્ર કહેવાય છે. પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ પણ તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે “મોક્ષમાર્ગને કહેનારું જે શાસ્ત્ર હોય તેને જ શાસ્ત્ર કહેવાય છે” મોક્ષમાર્ગ જણાવવો એ જ જીવોના હિતનું કથન છે. માટે જેમાં મોક્ષની વાત કહેવાતી હોય તેને જ શાસ્ત્ર કહેવાય છે. આવું વચન શ્રી વીતરાગપ્રભુનું જ હોઈ શકે છે. બીજા કોઈ અન્યનું (છબસ્થ જીવનું) હોઈ શકતું નથી. તેથી સર્વજ્ઞના વચનને જ શાસ્ત્ર કહેવાય છે.
જે કોઈ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા હોય અને તેઓ જે વાણી પ્રકાશે તે શાસ્ત્ર કહેવાય છે. અથવા વિતરાગ પ્રભુના વચનને અનુસરીને, તેનો જ આધાર લઈને જે છદ્મસ્થ આચાર્યો અથવા મહાત્માઓ વાણી પ્રકાશે તે પણ શાસ્ત્ર કહેવાય છે. સર્વે મહાપુરુષો વીતરાગ હોવાથી, વૈરાગી હોવાથી અને મોક્ષની પ્રાપ્તિરૂપ માત્ર હિતકારી જ વાણી પ્રકાશતા હોવાથી તેમણે કહેલું વચન જ શાસશબ્દની શોભાને પામે છે. અન્ય વક્તાઓનું વચન અર્થ-કામને પોષનારું હોવાથી અથવા માત્ર આ લોકના જ હિતને કરનારું હોવાથી અથવા રાગાદિ ભાવોને વધારનારું હોવાથી શાસ્ત્ર શબ્દને પામતું નથી. પૂ. ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી મ.શ્રીએ પ્રશમરતિ પ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે –
शासनसामर्थ्येन तु, सन्त्राणबलेन चानवद्येन । युक्तं यत्तच्छास्त्रम्, तच्चैतत्सर्वविद्वचनम् ॥१८८॥
પ્રશમરતિમાં કહ્યું છે કે – હિતશિક્ષાના કથનનું સામર્થ્ય હોય અને જીવનું નરકાદિ ગતિમાં ગમન કરવારૂપ પાપોથી રક્ષણ કરનાર હોય તથા નિર્દોષતાથી યુક્ત હોય તેને જ શાસ્ત્ર કહેવાય છે અને તે સર્વજ્ઞ-પરમાત્માનું જ વચન હોય છે. આવા પ્રકારની કેવલ હિતશિક્ષાથી યુક્ત, પાપોથી રક્ષણ કરવાની ક્રિયાથી યુક્ત અને નિર્દોષતાથી યુક્ત એવું વચન મોહનીયકર્મના ક્ષયથી પ્રગટ થયેલી એવી પરમ સમતાના સ્વભાવવાળા વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનું જ હોઈ શકે છે. આ જ વચન યથાર્થ રીતે મોક્ષમાર્ગનું ઉપદેશક છે. પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજી મ.એ તત્ત્વાર્થસૂત્રની કારિકામાં પણ કહ્યું છે કે –
જે વીતરાગ પરમાત્માઓએ સ્વયં અનંત એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને પ્રાપ્ત કરીને પોતે કૃતકૃત્ય હોવા છતાં લોકોના કલ્યાણ માટે આ તીર્થનો (આ શાસનનો) ઉપદેશ કર્યો છે. તેમનું જ વચન શાસશબ્દની શોભાને પામે છે. lill
शास्त्रे पुरस्कृते तस्माद्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन्, नियमात्सर्वसिद्धयः ॥४॥
Page #76
--------------------------------------------------------------------------
________________
શાસ્રાષ્ટક-૨૪
જ્ઞાનસાર
ગાથાર્થ :- તેથી શાસ્ત્ર પ્રધાન કરાયે છતે વીતરાગ પ્રભુ પ્રધાન કરાયેલા થાય છે અને તે વીતરાગપ્રભુ પ્રધાન કરાયે છતે સર્વ સિદ્ધિઓ નિયમા પ્રાપ્ત થાય છે. II૪ ટીકા :– “શાસ્ત્ર પુરસ્કૃત કૃતિ તસ્માત્ ારાત્ શાસ્ત્ર-સિદ્ધાન્ત, પુરસ્કૃતેમુધ્ધતાં તે, વીતરાગ:-અર્દ, પુરસ્કૃત:-અગ્રેસરીત:। પુન: તસ્મિન્-વીતરાગે पुरस्कृते नियमात्-निश्चयात् सर्वसिद्धयः भवन्ति । उक्तञ्च -
૬૬૮
अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थे च तस्मिन्, नियमात्सर्वार्थसंसिद्धिः ॥
(ષોડશપ્રજ્વળ ૨, શ્લો )
( सम्बोधसप्तति गाथा ३५ )
पुनः आगमे आगमं आयरंतेण, अत्तणो हियकंखिणा ।
तित्थनाहो सयंबुद्धो, सव्वे ते बहुमन्निया ॥ ३५॥
अतः आगमादरी अर्हन्मुनिसङ्घादरवान् इति ॥४॥
–
વિવેચન :- હિતશિક્ષાનું કથન જેમાં હોય અને ભવથી રક્ષણ જે કરે તેને જ શાસ્ત્ર કહેવાય છે અને વીતરાગપ્રભુનું જ વચન આવું હોઈ શકે છે. બીજા કોઈનું પણ નહીં તે કારણથી જે જે આત્માઓ કોઈ પણ વિષયમાં “શાસ્ત્ર”ને પ્રધાન કરે છે. “શાસ્ત્રમાં શું કહ્યું છે ? તે પ્રમાણે જ વિચારે છે અને તેને અનુસારે જ વચનોચ્ચાર અને વર્તનવ્યવહાર કરે છે. તે તે આત્માએ શાસ્ત્રને પ્રધાન કર્યું એટલે તેના પ્રણેતા એવા વીતરાગ પરમાત્માને જ પ્રધાન કર્યા કહેવાય છે અને જે જે આત્માએ વીતરાગ પરમાત્માને પ્રધાન કર્યા છે અને કરે છે તેઓ યથાર્થ માર્ગે હોવાથી સર્વસિદ્ધિઓ અવશ્ય પ્રાપ્ત કરે છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મ. શ્રી ષોડશકપ્રકરણમાં કહે છે કે “વીતરાગપ્રભુનું આ વચન (શાસ્ત્ર) હૃદયમાં અવધારણ કર્યે છતે તાત્ત્વિક રીતે વીતરાગ પ્રભુ જ હૃદયમાં ધારણ કરાયા છે આમ જાણવું અને વીતરાગ પ્રભુને હૃદયમાં ધારણ કર્યા એટલે નિયમા સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થઈ જ સમજો.
વળી આગમશાસ્ત્રોમાં સંબોધસિત્તરિ પ્રકરણમાં પણ કહ્યું છે કે “આગમનું આદરમાન કરાયે છતે પોતાના આત્માનું જ હિત ઈચ્છાયું છે અને સ્વયંસંબુદ્ધ એવા શ્રી તીર્થંકરપ્રભુ વગેરે સર્વ પણ પૂર્વપુરુષો પ્રત્યે બહુમાન કરાયું છે.” કારણ કે તીર્થંકર પ્રભુએ જ અર્થથી
Page #77
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક-૨૪
૬૬૯
શાસ્ત્ર કહ્યું અને ગણધર ભગવંતોએ સૂત્રરૂપે શાસ્ત્ર રચ્યું અને ત્યાર પછીના તમામ આચાર્યાદિએ તે સૂત્રોનું પઠન-પાઠન કરતાં કરતાં આપણા સુધી તે સૂત્ર લાવ્યું. તેથી તીર્થંકર પ્રભુથી માંડીને તમામ આચાર્યાદિ-સાધુસંત મહાપુરુષો આપણા સુધી શાસ્ત્ર લાવવામાં ઉપકારી છે. તેથી જેઓએ શાસ્ત્રને પ્રધાન કર્યું તેઓએ પોતાના હિતને ઈછ્યું કહેવાય અને પૂર્વના સર્વ પુરુષો પ્રત્યે હૃદયથી ઘણું જ બહુમાન કર્યું કહેવાય.
આ કારણથી જે જે પુરુષ આગમ ઉપર આદરભાવવાળા બને છે તે તે પુરુષ અવશ્ય અરિહંત પરમાત્મા, મુનિમહારાજા અને ચતુર્વિધ સંઘ ઉપર પણ આદરભાવવાળા બને છે. ૪૫
अदृष्टार्थेऽनुधावन्तः, शास्त्रदीपं विना जडा: । प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे ॥ ५ ॥
ગાથાર્થ :- અદૃષ્ટ (પરોક્ષ–અતીન્દ્રિય) એવા પદાર્થોને વિષે શાસ્રરૂપી દીપક ગ્રહણ કર્યા વિના જે જે મૂર્ખ માનવો ચાલે છે તે તે પુરુષો ડગલે ને પગલે (વારંવાર) પરમ ખેદને પામે છે. (સ્ખલના પામે છે) II
ટીકા - "अदृष्टेति" जडा:- मूर्खाः, शास्त्रदीपं विना आगमप्रकाशं विना अदृष्टे - अनुपलब्धे अर्थे- कार्ये संवरनिर्जरामोक्षाभिधाने अनुधावन्तः पदे पदे प्रस्खलन्तः स्खलनां प्राप्नुवन्तः परं प्रकृष्टं खेदं क्लेशं प्राप्नुवन्ति - लभन्ते । अज्ञातशुद्धमार्गाःअनेकोपायप्रवृत्ता अपि स्खलनां लभन्ते इति ॥५॥
વિવેચન :- જે વસ્તુ ઈન્દ્રિયોથી ગોચર નથી પરોક્ષ છે અતીન્દ્રિય છે તેને સમજવા માટે શાસ્ત્રનો (સર્વજ્ઞપુરુષનો અને તેમના વચનનો) આધાર લેવો તે અત્યન્ત આવશ્યક છે. તેના આધારે જ અતીન્દ્રિય વસ્તુ સમજાય છે. તેને બદલે જે જે પુરુષો શાસ્રરૂપી દીપકને ધારણ કર્યા વિના તેનો અભ્યાસ કર્યા વિના, તેનો આધાર લીધા વિના અદૃષ્ટ પદાર્થોને વિષે પોતાની બુદ્ધિથી મનમાન્યા વિકલ્પો કરવારૂપી ઘોડા દોડાવે છે તે પુરુષો જડ છે, મૂર્ખ છે, અજ્ઞાની છે અને મનમાની કલ્પનાઓ કરવામાં ડગલે-પગલે સ્ખલના પામે છે, ખોટા ઠરે છે, બંધાઈ જાય છે. યથાર્થ ઉત્તર આપી શકતા નથી અને તેથી યથાર્થ ફળ પ્રાપ્ત કરી શકતા નથી.
અતીન્દ્રિય પદાર્થો ઘણા છે. આત્મા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, મોક્ષ, નિગોદના જીવો, સંવર, નિર્જરા, કર્મ, પરભવ. પૂર્વભવ ઈત્યાદિ હોવા છતાં તેમાંથી આત્માનું
Page #78
--------------------------------------------------------------------------
________________
૬૭૦
શાસ્રાષ્ટક-૨૪
શાનસાર
કલ્યાણ કરનારાં અને અત્યન્ત હિત કરનારાં સંવર, નિર્જરા અને મોક્ષ આમ ત્રણના નામનો ઉલ્લેખ અહીં શાસ્ત્રકાર કરે છે.
આવતાં કર્મોનું અટકાવવું તે સંવર, જુનાં બંધાયેલાં કર્મોનું તોડવું તે નિર્જરા અને સર્વથા કર્મોનો નાશ કરવો તે મોક્ષ. આ ત્રણે તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરવાથી અને યથાર્થ આચરણ કરવાથી આત્માનું હિત-કલ્યાણ થાય છે, પરંતુ સર્વજ્ઞ-પરમાત્માનાં વચનોનો આધાર લીધા વિના આ વિષયો યથાર્થ સમજાતા નથી. યથાર્થપણે આચરણમાં આવતા નથી. શાસ્ત્રના આલંબનના અભાવે જૈનીય દીક્ષાને બદલે કેટલાક જીવો તાપસી દીક્ષા લે છે. એ દીક્ષા પણ મુક્તિ અપાવે છે આમ સમજી લે છે. તપ-જપને બદલે પાંચ ઈન્દ્રિયોના વિષયોનો વ્યવહાર કરે છે અને માની લે છે કે “આત્મા તો કર્મ કરતો જ નથી પણ પ્રકૃતિ જ (શરી૨ જ) ભોગો ભોગવે છે. આત્મા તો શુદ્ધ-બુદ્ધ જ છે. ઈત્યાદિ મનમાની અનેક કલ્પનાઓ કરીને અવળા માર્ગે જાય છે.
આ રીતે જીવ અનેક ખોટા ઉપાયો કરે છે, પણ સાચો માર્ગ જાણ્યો ન હોવાથી ખોટા રસ્તે ચાલવાથી ડગલે પગલે સ્કૂલના પામે છે. ફળ પ્રાપ્તિ કરતા નથી અને નિરુત્તર બને છે. કારણ કે સામાન્યથી જે જે જીવો શુદ્ધમાર્ગને જાણતા નથી અને ખોટા ખોટા પોતાના કલ્પેલા અનેક ઉપાયોમાં પ્રવર્તે છે તે જીવો સાધ્યને સાધે નહીં, પણ સ્ખલના જ પામે. માટે શાસ્રરૂપી દીપકનો અવશ્ય આધાર લેવો જ જોઈએ. IIII
शुद्धोञ्छाद्यपि शास्त्राज्ञानिरपेक्षस्य नो हितम् । भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिवारणम् ॥६॥
ગાથાર્થ :- જેમ ભૂતવાદી મુનિની હત્યા કરનારા શબરને (ભીલને) મુનિના પગના સ્પર્શનું નિવારણ કરવું તે હિતકારી નથી તેમ જિનેશ્વરપ્રભુની આજ્ઞાની અપેક્ષા વિનાના જીવનો શુદ્ધ આહાર-પાણી આદિનો વ્યવહાર પણ આત્માને હિતકારી નથી. IIII
ટીકા :- “શુદ્ધોøાવીતિ શાસ્ત્રાજ્ઞનિરપેક્ષમ્ય-બાળમોવસ્તાજ્ઞારહિતસ્વ शुद्धोञ्छाद्यपि - द्वाचत्वारिंशद्दोषरहिताहारग्राहकस्यापि नो हितम्-न सुखकरम्, यथा भौतहन्तुः - तस्य स्वगुरोः पदस्पर्शनिवारणं न हितम् । अत्र यथैकस्य शबरस्य जीवद्भौतपदस्पर्शनिवारणम्, स मयूरपिच्छार्थी भौतं हत्वा पश्चात् स्पर्शं चकार । तथा आत्मानं हत्वा षड्जीवनिकायान् रक्षन् तद्वत्करोति । अतो मौढ्यं निवार्य तत्त्वज्ञानवता भवनीयम् ।
11
Page #79
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી શાસ્રાષ્ટક- ૨૪
૬૭૧ शुद्धाहारादिकं तनुयोगः, स्वरूपावलम्बनं महानुयोगः । इति तेन स्वरूपाचरणमन्तरेणाहारशुद्धात्मसाधनबुद्धयः भौतहिंसकवद् ज्ञेयाः ॥६॥
| વિવેચન :- જે આત્મા શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ હોય છે. અર્થાત્ સ્વેચ્છાચારી બને છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિના બહાના નીચે શાસ્ત્રમર્યાદા ત્યજીને પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરનારો બને છે. તે આત્માનું આચારપાલન જેમકે - શુદ્ધ ગોચરી અર્થાત્ બેતાલીસ દોષ રહિત આહાર ગ્રહણ કરવો, અને આદિ શબ્દથી કેશલોચ કરવો, ભૂમિશયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, પ્રતિલેખનાદિ ધર્મક્રિયા કરવી, ઈત્યાદિ આચારપાલન પણ હિતકારી-કલ્યાણકારી બનતું નથી. અર્થાત્ આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણોની શુદ્ધિ-વૃદ્ધિ કરનારું આ આચારપાલન બનતું નથી. પરંતુ સ્વચ્છંદી બનવાથી અને શાસ્ત્ર આજ્ઞા નિરપેક્ષ થવાથી મિથ્યાત્વાભિમુખ બને છે. આત્માની ભવભ્રમણા મટાડવાને બદલે ભવભ્રમણા વધારનાર બને છે.
જેમ ભૌતવાદી એવા મુનિને હણનાર ભિલ્લને તે મુનિ પૂજ્ય હોવાથી તે ગુરુના ચરણોના સ્પર્શન નિવારણ કરવું તે હિતકારી નથી. તેમ શાસ્ત્રાજ્ઞાનિરપેક્ષ શક્તાહારાદિન ગ્રહણ કરવું તે પણ હિતકારી નથી. ભૂતવાદીની વાર્તા સંક્ષેપમાં આ પ્રમાણે છે
પાંચ ભૂતો જ આ સંસારમાં છે. અન્ય કંઈ નથી” આવું માનનાર ભૂતવાદી કહેવાય છે. આવી માન્યતાવાળા એક ભૂતવાદી મુનિ હતા. તેમની પાસે સુંદર મોરનાં પીંછાંનું બનાવેલું છત્ર હતું. એક ભિલ્લરાજા અને તેની રાણી આ મુનિનાં ભક્ત હતાં. દરરોજ તે મુનિનું વ્યાખ્યાન સાંભળવા જાય, મુનિએ વ્યાખ્યાનમાં કહેલું કે “ગુરુઓના ચરણનો સ્પર્શ કરવો કે ગુરુના આસનને અડકવું કે તે આસન ઉપર બેસવું” તે ઉચિત નથી. તેમાં ગુરુની આશાતના થાય અને પાપ લાગે. રાજા-રાણીના મનમાં આ વાત જચી ગયેલી.
પ્રતિદિન મુનિ પાસે જવાથી રાણીને મયૂરપિચ્છ બહુ જ ગમી ગયું. મુનિ પાસેથી છત્ર લેવા માટે માગણી કરવાનું રાણીએ રાજાને કહ્યું. રાજાએ ભૂતવાદી મુનિ પાસે તે છત્રની માગણી કરી. પરંતુ ગુરુએ આપવાની ના પાડી, તેથી તે રાજાએ પોતાના સુભટને હુકમ કર્યો કે “ગુરુનો વધ કરીને પણ આ છત્ર લાવો, પણ આ ગુરુ પૂજ્ય હોવાથી જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી તેમના ચરણનો સ્પર્શ ન કરશો, કારણ કે જો તેમના ચરણનો સ્પર્શ થાય તો પાપ લાગે” ત્યારબાદ સુભટે મુનિનો બાણ દ્વારા વધ કર્યો અને મુનિ મૃત્યુ પામ્યા બાદ તેમનો સ્પર્શ કર્યો અને છત્ર લીધું. લાવીને રાજાને આપ્યું.
અહીં જેવી ભીલરાજાની ગુરુ ઉપર ભક્તિ છે તેવી જ સ્વચ્છંદી જિનાજ્ઞાનિરપેક્ષ આત્માની શદ્ધ આહારાદિ ગ્રહણ કરવાની આચરણા છે. જેમ ભીલરાજા મયુરપિચ્છનો અર્થી
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૭૨
શાસ્રાષ્ટક-૨૪
જ્ઞાનસાર
થયો છતો ભૂતવાદી મુનિની હત્યા કરે છે અને ચરણસ્પર્શમાં પાપ માની તેનો નિષેધ કરે છે આ અવિવેક છે. મનમાન્યો અર્થ છે. નાના પાપનો નિષેધ છે અને મોટું પાપ આચરે છે. તેમ શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ સ્વેચ્છાચારી મુનિ પણ સ્વચ્છંદી હોવાથી “પોતાના આત્મતત્ત્વનો નાશ કરીને ષડ્જવનિકાયની રક્ષા કરે છે” આ મુનિ પણ ભૂતવાદી મુનિની હત્યા કરાવનાર ભીલરાજાની તુલ્ય આચરણ કરે છે. આ મોટી મૂઢતા માત્ર છે. આ કારણથી આવી મૂઢતા–અજ્ઞાનતા-મૂર્ખતા ત્યજી દઈને તત્ત્વજ્ઞાની બનવું જોઈએ.
શુદ્ધ આહારાદિ ગ્રહણ કરવા તે તનુયોગ અર્થાત્ અલ્પયોગ છે નાનો યોગ છે. અથવા કાયિયોગ છે. આજ્ઞા પાળવી, આત્મસ્વરૂપનું આલંબન લેવું તે મોટો અનુયોગ છે. અર્થાત્ માનસિક યોગ છે, આત્મયોગ છે. તથા આહારશુદ્ધિ એ બાહ્યશુદ્ધિ છે અને આજ્ઞાપાલન એ અત્યંતર શુદ્ધિ છે. આવો વિવેક કરવો જોઈએ. તેથી આત્મસ્વરૂપનું આલંબન લઈને પરમાત્માની આજ્ઞા પ્રમાણે શુદ્ધ આત્મતત્ત્વના આચરણવાળા બનવું જોઈએ. આવા પ્રકારની આજ્ઞાનું પાલન કર્યા વિના શુદ્ધ આહાર અને કેશલોચાદિ બાહ્ય સાધન માત્રથી આત્મતત્ત્વની સિદ્ધિ થઈ જશે એવી બુદ્ધિવાળા જીવો ભૂતવાદી મુનિની હિંસા કરનારા ભીલરાજાની જેમ મૂર્ખ-અજ્ઞાની અને અવિવેકી જાણવા. બાહ્યક્રિયાશુદ્ધિ કરતાં પરમાત્માની આજ્ઞાપાલન રૂપ અંતરંગશુદ્ધિ ઘણી મહાન છે. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.શ્રીએ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં કહ્યું છે કે -
બાહ્યક્રિયા છઈ બાહિરયોગ, અંતરક્રિયા દ્રવ્ય અનુયોગ ।
બાહ્યહીન પણ જ્ઞાનવિશાલ, ભલો કહિઓ મુનિ ઉપદેશમાલ ॥ IIઢાલ-૧, ગાથા-પા
अज्ञानाहिमहामन्त्रं, स्वाच्छन्द्यज्वरलङ्घनम् । धर्मारामसुधाकुल्यां, शास्त्रमाहुर्महर्षयः ॥७॥
॥૬॥
ગાથાર્થ :- અજ્ઞાનરૂપી સર્પનું વિષ ઉતારવામાં મહામન્ત્ર સમાન, સ્વચ્છંદતા રૂપી જ્વરને ઉતારવામાં લાંઘણ સમાન અને ધર્મરૂપી બગીચાને (ઉદ્યાનને) લીલુંછમ રાખવામાં અમૃતની નીક સમાન “શાસ્ત્ર” છે એમ મહર્ષિ પુરુષો કહે છે. IIII
ટીકા :- ‘‘અજ્ઞાનાહ્વીતિ’’ મર્ષય:-મહામુનીશ્રા:, અજ્ઞાનમેવ અત્તિ:-સર્પ:, તદ્દમને મહામન્ત્રમ્, ચ-પુન:, સ્વાઘ્ધાં-સ્વેચ્છાચારિત્વ, તહેવ જ્વર:, તપમાય તઙ્ગન -
Page #81
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક-૨૪
૬૭૩
-પાનનં, ધર્મારામસુધાત્યાં-ધર્મ ધ્રુવ ઞામ:, તસ્મિન્ સુધા-અમૃત, તસ્ય જીલ્યાनीकिः, तां अमृतकुल्यां शास्त्रमाहुः - अमृतं शास्त्रमुक्तवन्तः, अतः शास्त्राभ्यासो महासुखायेति ॥७॥
વિવેચન :– આ ગાથામાં ત્રણ ઉપમાઓ દ્વારા શાસ્ત્રની મહત્તા સમજાવતા ગ્રંથકારશ્રી કહે છે કે -
(૧) મુનીશ્વર પુરુષો આ શાસ્ત્રને અજ્ઞાનરૂપી સર્પના વિષને ઉતારવામાં મહામન્ત્ર સમાન કહે છે. જેમ કોઈ પુરુષને સર્પ-દંશ થયો હોય, તેનું વિષ અંગેઅંગમાં વ્યાપ્યું હોય, છતાં જો ગારૂડિક મંત્રની વિદ્યાના જાણકાર પાસે ગારૂડિક મંત્રજાપ કરાવવામાં આવે તો સર્પનું વિષ ઉતરી જાય છે અને તે પુરુષ નિરોગી બને છે તેમ આપણા જેવા સર્વે પણ સંસારી જીવો અજ્ઞાનદશાથી પીડાય છે. વસ્તુતત્ત્વનું અજ્ઞાન, પરમાર્થતત્ત્વની અણસમજ, અથવા વિપરીતપણે થયેલો તત્ત્વબોધ આ અજ્ઞાનદશા છે. જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અને મિથ્યાત્વમોહનીયના ઉદયથી અનુક્રમે શાનાભાવરૂપ અજ્ઞાનતાનો અને વિપરીતજ્ઞાન રૂપ અજ્ઞાનતાનો ડંખ અનાદિકાળથી લાગેલો છે. તેનું વિષ આત્મામાં વ્યાપેલું છે. તે વિષ ઉતારવામાં વીતરાગ સર્વજ્ઞપ્રભુએ કહેલાં શાસો અર્થાત્ “જિનવાણી” ગારૂડિક મંત્રતુલ્ય છે. વારંવાર શાસ્ત્રનું-જિનવાણીનું મનન, ચિંતન અને દોહન કરવાથી અજ્ઞાનતા દૂર થાય છે અને સમ્યજ્ઞાનવત્તા પ્રગટ થાય છે.
(૨) સ્વચ્છંદતા-સ્વેચ્છાચારીપણું-મનફાવે તેમ વર્તવું-શાસ્ત્રોના અર્થો મારી-મચડીને પોતાના સ્વાર્થપોષક કરીને આ જીવ મોહાવેશમાં અનાદિકાળથી વર્તે છે. “અમે કરીએ છીએ તે બરાબર છે” આવા અહંકારપૂર્વક આવેલી સ્વચ્છંદતા એ એક પ્રકારનો (તાવ) જ્વર છે. તે જ્વર દૂર કરવા માટે શાસ્ત્ર એ લંઘન તુલ્ય એટલે કે આહારત્યાગ તુલ્ય છે. જેમકે અપથ્ય ભોજન કર્યું હોય અથવા અધિક ભોજન કર્યું હોય તેનાથી ઝાડા-ઉલટીઓ થવા દ્વારા જ્વર આવ્યો હોય તો લંઘન કરવું-ભોજન ન કરવું તે તેનો ઉપાય છે. તેનાથી નવું ભોજન ન આવતાં અને જુનું ભોજન કાલાન્તરે પચી જતાં-પાચનક્રિયા થઈ જતાં તેનાથી આવેલો તાવ શમી જાય છે. તેમ જૈનશાસ્ત્રોનો ભાવપૂર્વક અભ્યાસ કરવાથી ગુરુગમતાસદ્ગુરુ પ્રત્યે સમર્પણભાવ અને વિનય-વિવેક આદિ ગુણો આવવાથી સ્વચ્છંદતાનો જ્વર ઓગળી જાય છે. તેથી શાસ્ત્ર એ અહંકારનો જ્વર ઉતારનાર છે.
(૩) અનાદિકાળથી મોહદશામાં રાચતા આ જીવને મહાન પુણ્યોદયે “ધર્મતત્ત્વ”ની પ્રાપ્તિ થઈ છે. દેવ-ગુરુ અને ધર્મની ઓળખાણ થઈ છે. મોહની વાસના કંઈક અંશે મોળી
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૭૪ શાસ્ત્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર પડી છે. ધર્મનો બગીચો ખીલ્યો છે. તેને વધારે ને વધારે નવપલ્લવિત રાખવામાં શાસ્ત્ર એ અમૃતની નીક તુલ્ય છે. જેમ પાણીની નીક હોય તો આખા બગીચાના છોડે છોડે પાણી પહોંચે છે. તેનાથી બગીચાની સંપૂર્ણ વનરાજી લીલીછમ રહે છે. પાણીને બદલે ધારો કે અમૃતરસની નીક હોય તો તો વનરાજી અતિશય લીલીછમ રહે, તેમાં પુછવાનું કંઈ હોતું જ નથી. તે રીતે પ્રાપ્ત થયેલ ધર્મ રૂપી બગીચાને અતિશય લીલોછમ રાખવામાં શાસ્ત્ર એ અમૃતની નીકનું કામ કરે છે. સતત શાસ્ત્રાભ્યાસથી અને સતત શાસશ્રવણથી આત્મામાં પ્રગટેલો જૈનધર્મ નવપલ્લવિત રહે છે. મોહદશા અને અજ્ઞાતદશા સર્વથા નાશ પામે છે.
આ રીતે પૂર્વકાલના મહામુનીશ્વર પુરુષો શાસા એ આત્મસાધનાનું અનુપમ સાધન છે આમ વર્ણવે છે. શા
शास्त्रोक्ताचारकर्ता च, शास्त्रज्ञः शास्त्रदेशकः । शास्त्रकदृग् महायोगी, प्राप्नोति परमं पदम् ॥८॥
ગાથાર્થ - શાસ્ત્રમાં કહેલા આચારોને આચરનાર, શાસ્ત્રના મર્મને જાણનાર, શાસ્ત્રનો ઉપદેશ આપનાર, શાસ્ત્ર એ જ છે એક દૃષ્ટિ જેની એવા મહાયોગી પુરુષ પરમ પદને પ્રાપ્ત કરે છે. દા.
ટીકા :- “શાસ્ત્રોક્તતિ” વંવિધ મહાયોગી પરમષ્ઠ, પરં–સ્થાનું પ્રતિકા कथम्भूतः ? शास्त्रोक्ताचारकर्ता-शास्त्रे जैनागमे उक्तः यः आचारः, तस्य कर्ताकरणशीलः । शास्त्रज्ञः-शास्त्रं स्याद्वादागमं जानातीति शास्त्रज्ञः । पुनः शास्त्रदेशकः शास्त्रस्य देशकः-कथकः । पुनः कीदृशः ? शास्त्रैकदृग-शास्त्रे एका-अद्वितीया रहस्यग्राहिणी दृग्-दृष्टिर्यस्य स इति । एवं शास्त्रोक्तमार्गकारी, तज्ज्ञः, तदुपदेशकः, परमम्-उत्कृष्टं पदं प्राप्नोति ।
વિવેચન - આ ગાળામાં સમજાવેલાં ચાર વિશેષણોવાળા મહામુનિઓ (મહાયોગી મહાત્માઓ) પરમપદને-ઉત્કૃષ્ટ સ્થાનને (મુક્તિપદને) પ્રાપ્ત કરે છે. કેવા મહામુનિઓ પરમપદને પ્રાપ્ત કરે છે? તો કહે છે કે નીચે મુજબના ચાર વિશેષણવાળા, તે આ પ્રમાણે -
(૧) શાસ્ત્રોક્તાવાર વેર્તા = શ્રી જિનેશ્વર પરમાત્માના શાસ્ત્રોમાં કહેલા એટલે કે જૈન આગમોમાં કહેલા આચારને પાલનારા, જ્ઞાનાચાર-દર્શનાચારાદિ સદાચારને પાલનારા,
Page #83
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક-૨૪
૬૭૫
શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે સાધુ સામાચારી પાલનારા, સ્વચ્છંદતાનો ત્યાગ કરનારા, નિરહંકારી એવા મહાયોગી પુરુષો પરમપદને પામે છે.
(૨) શાસ્ત્રજ્ઞ: = સ્યાદ્વાદમય જે જૈનાગમ-શાસ્ત્રો છે તેને સારી રીતે જાણનારા, દ્રવ્યાર્થિકનયથી સર્વે દ્રવ્યો નિત્ય છે અને પર્યાયાર્થિકનયથી સર્વે દ્રવ્યો અનિત્ય છે. વ્યવહારનયથી આત્મા મલીન છે માટે મલીનતા દૂર કરવા ધર્મની જરૂર છે. નિશ્ચયનયથી આત્મા સિદ્ઘપરમાત્માની તુલ્ય શુદ્ધ છે તે શુદ્ધતા મેળવવા માટે ધર્મની જરૂર છે. આમ સાપેક્ષતાપૂર્વક સર્વ બાબતોનો સમન્વય કરનારાં એવાં જૈનાગમોનો જે યથાર્થ અભ્યાસ કરે છે તે મુનીશ્વર પુરુષો પરમપદને પ્રાપ્ત કરે છે.
(૩) પુન: શાસ્રવેશ: = જૈન આગમોના યથાર્થ અર્થ જાણીને યથાર્થ ઉપદેશ કરનારા એટલે કે સંસારી જીવો પરમાત્માના આગમશાસ્રોને જાણે, સમજે અને માર્ગે આવે એવી ભાવ કરુણા કરવાપૂર્વક શાસ્ત્રોનો ઉપદેશ આપનારા મહાયોગી પુરુષો પરમપદને પામે છે. વળી તે યોગી કેવા છે ?
(૪) શાસ્ત્રવત્ = આગમોના રહસ્યને (ઊંડા-સૂક્ષ્મ અર્થોને) જાણનારી એક એટલે અદ્વિતીય, અનુપમ એવી દૃષ્ટિ છે જેની તે મહાત્મા, અર્થાત્ નિરંતર આગમોના જ ઊંડા ઊંડા સૂક્ષ્મ સૂક્ષ્મ અર્થોને જાણવામાં-પ્રકાશવામાં-લખવામાં અને લખાવવામાં જ જેની દૃષ્ટિ લાગેલી છે, ચોંટેલી છે. અન્ય મોહભાવમાં જેની દૃષ્ટિ ક્યાંય જતી નથી. ક્યારેય મોહની માત્રામાં જે લપેટાતા નથી તે મહાયોગી પરમપદને પામે છે. આ પ્રમાણે ૧ શાસ્ત્રમાં કહેલા આચારને પાલનારા, ૨ શાસ્ત્રના જાણકાર, ૩ શાસ્ત્રના ઉપદેશક અને ૪ શાસ્ત્રમાં જ સ્થિર એક દૃષ્ટિવાળા મહાત્મા પુરુષો તુરત પરમપદને પામે છે.
अतः सर्वादरेण जैनागमाभ्यासः करणीयः । येन तत्त्वाप्तिः । ज्ञानी सिद्धिसाधकः, अत एव निर्ग्रन्थाः वाचयन्ति प्रवचनम् प्रयच्छयन्ति रहस्यम्, परिवर्तयन्ति सूत्रालापकान्, अनुप्रेक्षयन्ति भावनया तदर्थम्, तन्मयीभवन्ति आगमतत्त्वेषु, मग्नाश्चानन्दयन्ति स्वात्मानम्, तल्लाभलीलालालितचेतसः कुर्वन्ति धर्मकथाम्, अनुमोदयन्ति च महासूरिनिवहम्, अत एव योगोपधानक्रियामारचयन्ति, वसन्ति यावज्जीवं गुरुकुले शास्त्रावबोधप्रवीणतामिच्छन्तः ॥८॥
॥ इति व्याख्यातं शास्त्राष्टकम् ॥
શાસ્ત્રનો ઉપરોક્ત મહિમા જાણીને બહુ જ આદરપૂર્વક હૈયાના ભાવપૂર્વક હૃદયથી પૂજ્યભાવ રાખીને સર્વ પ્રયત્નપૂર્વક શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. જેનાથી સાચા તત્ત્વની
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૭૬ શાસ્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર પ્રાપ્તિ થાય, દશ દષ્ટાન્ત દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત થયો, જૈન કુલ મળ્યું, સંસ્કારી ઘર મળ્યું, નિરોગી શરીર પ્રાપ્ત થયું, તેમાં પાંચે ઈન્દ્રિયો અખંડિત પ્રાપ્ત થઈ, વિશિષ્ટ બુદ્ધિ પ્રાપ્ત થઈ, ત્યાગી-વૈરાગી ગુરુઓનો યોગ મળ્યો, આ બધી સામગ્રી પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. આમ તેની દુર્લભતા સમજાઈ છે તો પછી આટલા ઊંચા પદે આવ્યા પછી એક ક્ષણનો પણ પ્રમાદ કર્યા વિના અતિશય ભાવપૂર્વક નિરંતર જૈન આગમશાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ, તેનાથી હેય-ઉપાદેયનો વિવેક, જીવ-અજીવના યથાર્થ સ્વરૂપનું ભાન, આશ્રવસંવરાદિ તત્ત્વોની સમજણ, આત્મા કેવી રીતે કર્મો બાંધે છે ? અને કેવી રીતે કર્મો તોડે છે? મુક્તિ એ શું તત્ત્વ છે? ઈત્યાદિ પારમાર્થિક તત્ત્વની સાચી પ્રાપ્તિ થાય જે આત્માને સંસારથી તારનાર છે.
આ તત્ત્વપ્રાપ્તિ માટે જ, શાસ્ત્રોના ઊંડા અભ્યાસને કાજે જ નિર્ગસ્થ મુનિઓ પ્રવચનશાસ્ત્રોની વાચના આપે છે. ચતુર્વિધ સંઘ વચ્ચે આગમશાસ્ત્રોના પાઠોના અર્થો કહે છે તેમાં રહેલાં ઊંડાં ઊંડાં રહસ્યો ખોલે છે. એક એક વાક્યના નભેદ થતા અર્થો લોકોને સમજાવે છે. પોતે પણ જાતે નિરંતર વારંવાર સૂત્રપાઠોના આલાવાનું પુનરાવર્તન કરે છે. સૂક્ષ્મભાવના અને સૂક્ષ્મચિંતન પૂર્વક તે આગમપાઠોના અર્થનું ચિંતન-મનન કરે છે. આગમ શાસ્ત્રોમાં આવતાં ઊંડાં અને ચમત્કારિક તત્ત્વોમાં પોતે તન્મય બની જાય છે અને તે રહસ્યો સમજવામાં અને રહસ્યો ખોલવામાં ડૂબી ગયેલા તે મહાત્માઓ પોતાના આત્માને ધન્ય ધન્ય માની ઘણા જ આનંદિત થાય છે. અપૂર્વ અને અદ્ભુત તત્ત્વની પ્રાપ્તિના લાભથી આનંદિત મનવાળા થયા છતા શ્રોતાઓ સમક્ષ ધર્મકથાને કરે છે. (હૃદયમાં હર્ષથી નાચી ઉઠે છે).
ભૂતકાળમાં થઈ ગયેલા અનેક શાસ્ત્રોના રચયિતા એવા મહાન મહાન આચાર્ય મહારાજશ્રીના સમૂહની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે. આ કારણથી જ યોગ અને ઉપધાનાદિની ધર્મક્રિયાઓ કરે છે અને કરાવે છે. શાસ્ત્રોની અંદર ઊંડી પ્રવીણતાને ઈચ્છતા આ મહાયોગી પુરુષો પોતે જીવે ત્યાં સુધી ગુરુકુલવાસમાં જ (ગુરુજીની નિશ્રામાં જ) વસે છે. શાસ્ત્ર કેટલું ઉપકારક છે? તે જ્યારે સમજાય છે ત્યારે ઘડી, અર્ધ ઘડી પણ જીવ શાસ્ત્રથી વેગળો રહેતો નથી, શાસ્ત્ર એ તો પરમનેત્ર છે, માટે તેનો હૃદયના ભાવપૂર્વક આદર કરો. આ પ્રમાણે ચોવીસમા અષ્ટકના અર્થનું વિવેચન સમાપ્ત થયું. ll
ચોવીસમું શાસ્ત્રાષ્ટકસમાપ્ત
Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob, 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #85
--------------------------------------------------------------------------
________________
॥ अथ पञ्चविंशतितमं परिग्रहत्यागाष्टकम् ॥
परिग्रहग्रहगृहीतस्य अनेकोपार्जनसंरक्षणगोपनाविकलचेतनावतः न शास्त्रज्ञानं सम्यग् भवति, अतः परिग्रहत्यागोपदेशमुपदिशति । तत्र परि-समन्तात् ग्रहः ग्रहणरूप: परिग्रहः । तत्र द्रव्यतो धनधान्यादिः । भावतः परवस्त्विच्छापरिणामः आशंसारूपः। तत्रात्मनः स्वपर्यायस्वामित्वपरिणतेः स्वपर्यायावरणेन तदभावात्, अशुद्धबलवीर्यगृहीतकर्मविपाकेषु शुभेषु हेतुभूतेषु (अप्रशस्ता-) प्रशस्तपरिणामेषु ममकारः परिग्रहः । स्वशुद्धसत्तागतगुणेभ्यः अन्यममकारस्वीकारसंरक्षणा परिणतिरूपा चेतनादिवृत्तिः परिग्रहः । आत्मनः स्वस्वरूपभासनरमणानुभवव्याघातः । अत एव त्याज्यः । द्रव्यपरिग्रहस्य भावपरिग्रहहेतुत्वात्, भावपरिग्रहस्याशुद्धोपादानत्वात् त्याग પર્વ (ર્તવ્ય:) !
મમતા એટલે મારાપણાનો જે પરિણામ તે ભાવપરિગ્રહ અને ધન-ધાન્યાદિ સાંસારિક સાધનો તે દ્રવ્યપરિગ્રહ, આ બન્ને પ્રકારના પરિગ્રહો જીવને આકુલ-વ્યાકુલ બનાવે છે, અવિવેકી બનાવે છે. તેથી તેને ગ્રહની (ભૂત-પ્રેતની) ઉપમા આપવામાં આવે છે. જેમ જેને ભૂત-પ્રેત વળગ્યું હોય છે તે અવિવેકી બને છે તેમ પરિગ્રહને વશ થયેલો જીવ પણ અવિવેકી બને છે. તેથી પરિગ્રહ રૂપી જે ગ્રહ (ભૂત-વળગાડ) છે, તેના વડે ગૃહીત થયેલા જીવને સભ્યપ્રકારે શાસ્ત્રજ્ઞાન થતું નથી. કારણ કે અનેક વસ્તુઓને મેળવવામાં, મેળવેલી વસ્તુઓનું સંરક્ષણ અને સંગોપન કરવામાં જ તેની નિરંતર ચેતના (બુદ્ધિ) વર્તતી હોય છે. સંસારસુખનાં સાધનોને પ્રાપ્ત કરવામાં જ અને પ્રાપ્ત થયેલાં સાધનોનું સંરક્ષણ-સંગોપન અને તેની માવજતમરામત વગેરે કરવામાં જ આ જીવ રચ્યો પચ્યો રહે છે તેથી તેની ચેતના (બુદ્ધિ) તે તે કાર્યમાં જ નિરંતર વ્યાપેલી રહે છે. તે માટે તે જીવ સભ્યપ્રકારે શાસ્ત્રજ્ઞાન કરી શકતો નથી, આ વાત પ્રત્યક્ષપણે અનુભવસિદ્ધ છે કે જે આત્મા જેટલો જેટલો બાહ્યભાવમાં ઓતપ્રોત થાય છે તે આત્માની મતિ બાહ્યભાવમાં જ રંગાયેલી હોવાથી શાસ્ત્રોના ભાવોને જાણવામાં તે મતિ કામ કરતી નથી, શાસ્ત્રોનાં સૂક્ષ્મ-ઊંડાં રહસ્યોના જ્ઞાનથી તે આત્મા વેગળો રહે છે. આ કારણથી પરિગ્રહના ત્યાગ માટેનો ઉપદેશ ગ્રંથકારશ્રી કહે છે -
ત્યાં રિ એટલે સર્વબાજુથી પ્રદ એટલે ગ્રહણ કરવું, અર્થાતું જ્યાં આત્મા સર્વબાજુથી પકડાય-બંધાય, જે વસ્તુ આત્માને ચારે બાજુથી બાંધી લે, ઝકડી લે, પકડી લે, તેનું નામ પરિગ્રહ, ધન-ધાન્યાદિ નવવિધ બાહ્યપરિગ્રહ અને મમતા-મૂછદિ અભ્યત્તર પરિગ્રહ
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૭૮ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર આત્માને કર્મોના બંધનથી અત્યન્ત ઝકડી લે છે, પકડી લે છે. આ પરિગ્રહ જીવને ઘણો જ આકુળ-વ્યાકુલ કરે છે તથા કર્મોથી વીંટી લે છે તે માટે તેને બાહ્ય અને અત્યંતર પરિગ્રહ કહેવાય છે તેના ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે ત્યાં નામ-સ્થાપના સુગમ હોવાથી ટીકામાં ટાંક્યા નથી. ધન-ધાન્યાદિ બાહ્ય જે નવવિધ પરિગ્રહ છે તે દ્રવ્યપરિગ્રહ જાણવો અને પરદ્રવ્યને મેળવવાની ઈચ્છારૂપ મલીન એવો જે આત્મપરિણામ અર્થાતુ પરપદાર્થોની આશંસારૂપ આત્મપરિણામ, સારાંશ કે મમતાનો પરિણામ તે ભાવપરિગ્રહ સમજવો.
પરમાર્થથી તો આ આત્મા પોતાના શુદ્ધ રત્નત્રયીમય ગુણોમાં જ પરિવર્તન પામવા સ્વરૂપ સ્વપર્યાયોના સ્વામિપણાની પરિણતિવાળો છે. તાત્વિક સ્વરૂપ આવું છે. પરંતુ તે સ્વપર્યાયોનું આવરણ કરનારા એવા મોહનીયાદિ કર્મોના ઉદયને કારણે તે સ્વપર્યાયના સ્વામિત્વની પરિણતિનો હાલ અભાવ વર્તે છે. તે કારણથી (મોહનીયકર્મના ઉદયથી યુક્ત એવા એટલે કે) અશુદ્ધ એવા બલ-વીર્ય દ્વારા ગ્રહણ કરાયેલાં (અર્થાત્ પૂર્વકાલમાં બાંધેલાં) એવાં પુણ્યકર્મનાં પુગલોનો વિપાકોદય થયે છતે પ્રાપ્ત થયેલા શુભભાવો ઉપર અથવા પ્રશસ્ત એવા આત્મપરિણામોને વિષે તથા કાષાયિક એવા અપ્રશસ્ત આત્મપરિણામોને વિષે (પણ) જે મમતા (મારાપણાનો પરિણામ) તે પરિગ્રહ કહેવાય છે. આ પરિગ્રહ એ મોહોદય હોવાથી અશુભવિકારવિશેષ છે. તેથી તે પરિગ્રહ આત્માના પોતાના શુદ્ધસ્વરૂપના જ્ઞાનનો અને શુદ્ધસ્વરૂપની રમણતાનો વ્યાઘાત કરનાર છે. આ કારણથી આ પરિગ્રહ ત્યાગ કરવા યોગ્ય છે.
પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલો નવવિધ દ્રવ્યપરિગ્રહ પણ ભાવપરિગ્રહનું (મમતાદિ વિકારોનું) કારણ હોવાથી, અને ભાવપરિગ્રહ તે ઉપાદાનભૂત એવા આત્મતત્ત્વને અશુદ્ધોપાદાન રૂપે પરિણામ પમાડનાર હોવાથી દ્રવ્ય અને ભાવ એમ બન્ને પરિગ્રહ ત્યજવા લાયક છે.
नयव्याख्यायां-जीवाजीवेषु परिग्रहत्वं सङ्ग्रहेण । भाष्ये च "द्वितीयपञ्चमाश्रवौ सर्वद्रव्येषु इति वाक्यात्" व्यवहारपरिग्रहः धनादिकयुक्तः । ऋजुसूत्रेण तदभिलाषी, शब्दनयेन पुण्याशंसा, इत्यादिना भावनीयम् । अतः तदुपदेशः -
પરિગ્રહ ઉપર જ્યારે નયોથી વિચારણા કરવામાં આવે છે ત્યારે નીચે પ્રમાણે આ નયસંબંધી વિચારણા થઈ શકે છે -
(૧) નૈગમનય - મૂલટીકામાં તેનો ઉલ્લેખ નથી, પરંતુ આ નય ઉપચારગ્રાહી હોવાથી જીવ-અજીવનાં ચિત્રો-આલેખનો, કૃત્રિમ પુતળાં, રમકડાં આદિ ઉપર તે તે પદાર્થની માનસિક કલ્પના કરીને મમતા કરવી તે પરિગ્રહ. જેમકે કોઈપણ પુરુષને પોતાની પત્ની આદિ રાગી પાત્રના ફોટાને જોઈ, ચિત્રને જોઈ, તેના કોઈ આલેખનને જોઈ
Page #87
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૭૯ તેને જ પોતાની પત્ની માની સ્નેહ કરવો, મમતા કરવી એવી જ રીતે સ્ત્રીને આશ્રયી પુરુષના પ્રતિબિંબ ઉપર પોતાના પતિપણાનો ભાવ રાખીને મમતા કરવી તે પરિગ્રહ. અથવા પરિગ્રહનો વિષય બને તેવા ઘટ-પટ-અલંકારાદિના કાચા માલને (માટી-તન્ત અને સુવર્ણાદિને) પરિગ્રહ કહેવો તે પણ નૈગમનયથી પરિગ્રહ, આમ સર્વત્ર ઔપચારિક પદાર્થો ઉપરની મમતા તે નૈગમનયથી પરિગ્રહ.
(૨) સંગ્રહનય :- સત્તાગ્રાહી હોવાથી જે કોઈ જીવ-અજીવ પદાર્થ જગતમાં છે તે સઘળા પણ પદાર્થ ઉપર મારાપણાનો પ્રેમ-મમતા-મૂચ્છ તે સંગ્રહાયથી પરિગ્રહ. તત્ત્વાર્થસૂત્ર ઉપરના ભાષ્યમાં પૂજ્ય ઉમાસ્વાતિજી મ.એ કહ્યું છે કે બીજો મૃષાવાદ નામનો અને, પાંચમો પરિગ્રહ નામનો આશ્રવ સર્વદ્રવ્ય વિષયક હોય છે. પ્રાણાતિપાત નામનો આશ્રવ જીવવિષયક, અદત્તાદાન નામનો આશ્રવ જીવ-પુદ્ગલવિષયક અને મૈથુન નામનો આશ્રવ પણ જીવ-પુદ્ગલવિષયક હોય છે, પરંતુ મૃષાવાદ તથા પરિગ્રહ નામનો આશ્રવ છએ દ્રવ્યવિષયક હોઈ શકે છે. કારણ કે મમતાનો પરિણામ સર્વત્ર પ્રસરે છે.
(૩) વ્યવહારનય :- ધન-ધાન્યાદિ ભોગસામગ્રીથી યુક્ત જીવને તે તે પદાર્થ વિષેની જે મમતા-મૂર્છા તે વ્યવહારનયથી પરિગ્રહ.
(૪) ઋજુસૂત્રનય :- ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ હોય કે કદાચ બાહ્યપરિગ્રહ ન હોય તો પણ તેની ઈચ્છાવાળો જીવ મમતાયુક્ત છે માટે તે પદાર્થોનો અભિલાષી જીવ પરિગ્રહવાળો જાણવો.
(૫) શબ્દનયથી પુણ્યની આશંસા, (૬) સમભિરૂઢનયથી પુણ્યના ફળની ઈચ્છા અને (૭) એવંભૂતનયથી પુણ્યના ફળના ઉપભોગની તીવ્ર ઈચ્છા આ સર્વ પરિગ્રહ સમજવો. આ પ્રમાણે પછી પછીના નો નિશ્ચયનયાભિમુખ જાણવા. આ કારણથી તે સર્વ પ્રકારના પરિગ્રહને ત્યજવાનો ઉપદેશ આપે છે.
न परावर्तते राशेर्वक्रतां जातु नोज्झति । परिग्रहग्रहः कोऽयं ?, विडम्बितजगत्त्रयः ॥१॥
ગાથાર્થ :- ત્રણે જગતને દુઃખી દુઃખી કર્યા છે જેણે એવો આ પરિગ્રહ રૂપી ગ્રહ કોઈ અપૂર્વ છે કે જે ગ્રહ ક્યારેય રાશિ બદલતો નથી અને વક્રતાનો ત્યાગ કરતો નથી. ll૧૩
ટીકા :- “ર પરવર્તતૈ” રિ-રાશે -અનાદિરાશિતઃ પરિગ્રહો = પરાવર્તન निवर्तते, पुनः वक्रतां जातु-कदाचित् न उज्झति-न त्यजति, अत एव हे आत्मार्थिन् !
Page #88
--------------------------------------------------------------------------
________________
६८० પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર अयं दुःखमूलः परिग्रहग्रहः कः ? विडम्बितजगत्त्रयः-त्रैलोक्यविडम्बनाहेतुः, ईदृक् परिग्रहस्य को दृढानुराग इति ॥१॥
વિવેચન :- સંસારની અંદર રવિ, મંગળ, શનિ, બુધ વગેરે જે જે ગ્રહો છે તે તેની તેની મુદત પૂરી થાય ત્યારે કન્યા, તુલા, ધન વગેરે રાશિઓમાંથી નીકળીને બીજી રાશિમાં જાય છે અર્થાત્ રાશિ બદલે છે, પરંતુ પરિગ્રહ રૂપી આ ગ્રહ કોણ જાણે કેવો છે કે જે ક્યારેય પોતાની રાશિ (ખાસ કરીને ધનરાશિ)ને બદલતો નથી, પાંચ-પચીસ વર્ષથી નહીં, પરંતુ અનાદિકાળથી આ ગ્રહ ધનરાશિમાં જ વર્તે છે. આ જીવને ધનથી જ વધારે મમતા પ્રવર્તે છે માટે પરિગ્રહરૂપી ગ્રહ ધનરાશિમાં જ ચોટેલો રહે છે.
તથા દરેક ગ્રહો કોઈ કોઈ રાશિમાં અમુક અમુક વર્ષો સુધી વક્ર હોય છે જેને પનોતી બેઠી કહેવાય છે. શનિગ્રહની સાડા સાત વર્ષની પનોતી એટલે કે આ ગ્રહ અમુક અમુક રાશિમાં આટલો આટલો સમય વક્ર ચાલે, દુઃખદાયી થાય, જ્યારે આ પરિગ્રહરૂપી ગ્રહ સદાકાલ (અમર્યાદિત-અનંતકાલ) સુધી વક્રતાને જ ધારણ કરે છે. ક્યારેય વક્રતા ત્યજતો નથી. આવા પ્રકારનો સંસારના નવે ગ્રહો કરતાં અત્યન્ત ભિન્ન જાતિવાળો આ પરિગ્રહ રૂપી ગ્રહ છે. તે કારણથી હે આત્માર્થી આત્મા ! દુઃખમૂલક એવો આ પરિગ્રહરૂપી ગ્રહ એ શું વસ્તુ છે ? તે તું જાણ. ખરેખર આ પરિગ્રહરૂપી ગ્રહ દુઃખમૂલક છે, દુઃખ જ આપનારો છે. આ પરિગ્રહે જ (મમતા-મૂછએ જ) ત્રણે લોકના જીવોને દુઃખી દુઃખી કર્યા છે. આ પરિગ્રહ રૂપી ગ્રહ જ ત્રણે લોકના જીવોને વિડંબનાનું કારણ છે. તેથી આવા પ્રકારના દુઃખદાયી, આત્માના શત્રુતુલ્ય, નુકશાનકારી અને અહિત જ કરનારા પરિગ્રહને વિષે આટલો બધો દઢ અનુરાગ કેમ કરાય ? માટે હે આત્માર્થી જીવ! તું પરિગ્રહનો રાગ છોડી દે/૧
परिग्रहग्रहावेशात्, दुर्भाषितरजःकिराः । श्रूयन्ते विकृताः किं न ? प्रलापाः लिङ्गिनामपि ॥२॥
ગાથાર્થ :- સાધુતાના વેષને ધારણ કરનારા જીવોમાં પણ જ્યારે પરિગ્રહ રૂપી ભૂત-પ્રેતનો પ્રવેશ થાય છે ત્યારે તેના પ્રવેશથી દુષ્ટ ભાષણરૂપ (ઉસૂત્રપ્રરૂપણા અથવા સ્વાર્થમાત્રથી પૂર્ણ એવાં) વિકારપૂર્વક હલકાં વચનો (યાચકવૃત્તિવાળાં વચનો) શું સંભળાતાં નથી? અર્થાત્ સંભળાય છે. રાત
ટીકા :- “રિતિ” નિફિનાઈપ-નૈવેવિડમ્બાના પ્રત્નાપા:असम्बद्धवचनव्यूहाः किं न श्रूयन्ते, अपि तु श्रूयन्ते एव । कथम्भूताः प्रलापाः ?
Page #89
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
परिग्रहग्रहावेशात्-परिग्रहस्य ग्रहः ममत्वं, तस्यावेशः, तस्मात् दुर्भाषितम्उत्सूत्रवचनमेव रजसः किरा:- समूहाः, अत एव विकृताः - विकारमया इति । एवं हि परिग्रहाभिलाषमग्ना ज्ञानपूजनाद्युपदेशेन परिग्रहमेलनासक्ताः उत्सूत्रं वदन्ति । पोषयन्ति विषयान् परिग्रहीकुर्वन्ति ज्ञानोपकरणानि, 'महान्तयन्ति ज्ञानोपकरणैः । उक्तञ्च उपमितिभवप्रपञ्चायाम्
વિવેચન :- પરિગ્રહ એટલે મમતા-મૂર્છા-આસક્તિ - આ મારું છે, આ મારું છે આવો મોહોદયવાળો આત્મપરિણામ, આવા પ્રકારનો પરિગ્રહ જે મુનિના મનમાં પ્રવેશેલો છે. અર્થાત્ તે પરિગ્રહ રૂપી ભૂત-પ્રેતનો પ્રવેશ જે મુનિમાં થયેલ છે. તે મુનિ સાધુપણાનું દ્રવ્યલિંગ ધારણ કરનારા બન્યા હોય તો પણ પરિગ્રહરૂપી ભૂત-પ્રેતના આવેશમાત્રથી આવા પ્રકારના પ્રલાપો-એટલે કે સાધુપણાને ન છાજે તેવા સંબંધ વિનાના મોહપોષક વચનોનો સમૂહ બોલતા હોય એવું શું નથી સંભળાતું ? અર્થાત્ વસ્તુઓની યાચનાવાળાં વચનોનો સમૂહ સંભળાય જ છે. આ મોહપોષક (મમતા-મૂર્છાને વધારનારા) વચનપ્રલાપો કેવા પ્રકારના હોય છે ? અને કયા કારણથી હોય છે ? તે સમજાવે છે.
જ્ઞાનમંજરી
-
૬૮૧
પરિગ્રહનું જે ભૂત છે તેનો પ્રવેશ થવાથી એટલે કે પરપદાર્થોની મમતા થવાથી દુર્ભાષિત વચનોનો સમૂહ અર્થાત્ જિનેશ્વર પરમાત્માના સૂત્રવિરુદ્ધ = ઉત્સૂત્ર એવાં વચનોના સમૂહરૂપી રજ ઉડતી શું નથી સંભળાતી ? અર્થાત્ સંભળાય જ છે. મુનિવેષધારી જીવોમાં પણ જ્યારે જ્યારે ૫૨૫દાર્થની મૂર્છા પ્રવેશ પામે છે ત્યારે ત્યારે તે તે વસ્તુ મેળવવાની તેમને ઈચ્છા થાય છે. વસ્તુઓ ધન વિના પ્રાપ્ય ન હોવાથી ધનનો સંગ્રહ કરવાની ઈચ્છા થાય છે તે કારણથી “તમે જ્ઞાનનું પૂજન કરો” ઈત્યાદિ ઉપદેશ આપવા દ્વારા જ્ઞાનપૂજન આદિ કાર્યો કરાવવા વડે પરિગ્રહને (ધનાદિને) મેળવવાની આસક્તિવાળા મુનિઓ આવા પ્રકારનાં વિકૃત વચનો બોલે છે. લોકો પાસેથી યેનકેન પ્રકારેણ ધનપ્રાપ્તિ થાય તેવાં, સાધુતાને ન છાજે તેવાં, યાચનાવાળાં વચનો મુનિઓ બોલતા હોય અને પરિગ્રહનો સંગ્રહ કરતા હોય એવું પરિગ્રહને પરવશ થયેલા મુનિઓમાં દેખાય છે.
મમતા-મૂર્છામાં આસક્ત બનેલા મુનિ-વેષધારી લોકો પણ જ્ઞાનપૂજન આદિ કાર્યો કરાવવા વડે સંસારી જીવો પાસેથી ધન મેળવવા દ્વારા પાંચે ઈન્દ્રિયોના વિષયોને પોષે છે. મનમાની વસ્તુ મેળવીને વિષયરસ પોષે છે. જ્ઞાનના કેટલાંક (બીનજરૂરી) ઉપકરણોનો પરિગ્રહ કરે છે. વિશિષ્ટ પેનો, પેન્સીલો, પુસ્તકો, ચંદરવા-પુંઠીયાં ઈત્યાદિ મેળવીને તેના જ ૧. અહીં “મહાન્ત ફ્લાચરનીતિ-મહત્યને” હોવું જોઈએ આચાર અર્થમાં ચતુર્
Page #90
--------------------------------------------------------------------------
________________
૬૮૨ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
વિજ્ઞાનસાર રંગ તરંગમાં, તેની ચમકમાં મોહબ્ધ બને છે અને વિશિષ્ટ કોટિના ચંદરવા-પુંઠીયા બંધાવવા વડે પોતાની મોટાઈ દેખાડતા જણાય છે. તેઓના વ્યાખ્યાનાદિ કાલે ઉચ્ચ કોટિના ચંદરવા, પુંઠીયા, ધજાઓ વગેરે પોતે જ મમતાથી કરાવે છે, બંધાવે છે અને અન્ય સાધુસંતોથી
અમે ઘણા મોટા છીએ” આવો દેખાવ કરે છે. અને મનમાં આવું માને છે. લોકો પાસેથી પૈસા મેળવે છે. જ્ઞાનાદિનાં ઉપકરણો વસાવે છે. તેની મમતા-મૂછ રાખે છે અને મમતાપૂર્વક પોતાની મોટાઈ વધે તેવા વ્યવહારો કરે છે. પરિગ્રહરૂપી ભૂત-પ્રેતનો આ પ્રતાપ છે. શ્રી ઉપમિતિ ભવપ્રપંચમાં સિદ્ધર્ષિગણિજીએ કહ્યું છે કે -
"स जातः कदाचिद् लब्धार्यकुलश्रावकसामग्रीसंयोगः श्रुततत्त्वोपदेशआप्तवैराग्य-गृहीतव्रतः, मुनिसङ्घसंयुतः, श्रुतलाभेन संपूज्यमानः, श्रावकवर्गः ज्ञानभक्त्योपरचितोल्लोचादिसदुपकरणः, तैरेव रमणीयकता-ममत्वाहङ्कारदूषितः तीव्रज्ञानावरणीयकर्मवशात् पतितो निगोदेऽनन्तभवभ्रमणरूपे इत्यावर्तस्वरूपं भावनीयमात्महिताय सद्भिः" । अतो निवारणीयमेव धर्मलिङ्गतो विषयपरिग्रहपोषणादिकम् ॥२॥
આ જીવ પુણ્યોદયથી કોઈક કાલે પ્રાપ્ત કર્યું છે આર્યકુલ જેણે એવો અને તેમાં પણ મેળવી છે શ્રાવકધર્મની સામગ્રી જેણે એવો પુણ્યશાળી થાય છે. સંસ્કારી માતા-પિતા અને સંસ્કારી વાતાવરણ, વ્યાખ્યાનશ્રવણ, નજીકમાં જ દેરાસર, ઉપાશ્રય, આવી શ્રાવકધર્મની પ્રાપ્તિને યોગ્ય અને પાલનને યોગ્ય ધર્મસામગ્રી આ જીવે પ્રાપ્ત કરી હોય, અને તેના નિરંતર આસેવનથી તત્ત્વોપદેશ સાંભળ્યો હોય, વ્યાખ્યાન શ્રવણ દ્વારા વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય અને સાધુપણાનાં પાંચ મહાવ્રત આદિ ઉચ્ચરીને સાધુ બન્યો હોય.
- ત્યારબાદ વિશિષ્ટ શાસ્ત્રાભ્યાસના કારણે, ઉપદેશની સારી શક્તિ વિકસી હોય, તેના કારણે તથા સાધુપણું હોવાના કારણે અનેક શિષ્યો થયા હોય, તેવા પ્રકારના શિષ્ય-પ્રશિષ્ય રૂપે બનેલા અનેક મુનિઓના સમૂહ સાથે વિચરતો તથા શ્રુતની સારી પ્રાપ્તિ હોવાથી વિશિષ્ટપણે પૂજાતો અને શ્રાવકોના વર્ગો દ્વારા જ્ઞાનભક્તિ રૂપે બંધાયેલા ચંદરવા-પુંઠીયાં ધજાઓ આદિ વિશિષ્ટ શોભાયમાન ઉપકરણોવાળો આ જીવ તે જ જ્ઞાનોપકરણો વડે પોતાની જાતને રમણીયતાવાળી, મમતાવાળી અને અહંકારવાળી માનીને “હું કેવો મોટો છું? કેવો શોભાયમાન છું? મારા પ્રવેશકાલે અને નિવાસકાલે શ્રાવકો કેટલી દોડાદોડી કરે છે? અને હું જ્યાં જાઉં ત્યાં શ્રાવકો આવીને મારી કેવી સુંદર શોભા અને મારો કેવો સુંદર સત્કાર કરે છે? બીજા મુનિના અવસરે લોકો આવી અને આટલી શોભા નથી કરતા, હું કેવો પૂજાઉં
Page #91
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક- ૨૫
૬૮૩ છું?” ઈત્યાદિ વિચારો કરવા રૂપ દૂષણોથી દૂષિત થયેલો આ જીવ તીવ્ર રસવાળું જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધીને તે કર્મના વશથી અનન્તકાલ ભવભ્રમણ કરવા રૂપ નિગોદ અવસ્થાને પામે છે.
જ્ઞાનનાં ઉપકરણોની મમતા થવાથી તેના દ્વારા માયા અને માન પોષાવાથી આ જીવ આ પરિગ્રહને લીધે અનંતકાલ સુધી ભવભ્રમણાને પામે છે. આવું સંસારમાં (આવર્તનું) રખડપટ્ટીનું સ્વરૂપ છે. આમ સજ્જન પુરુષોએ પોતાના આત્માના હિત માટે નિરંતર આવું વિચારવું. ધર્મનાં ઉપકરણોની મમતા પણ અનંત ભવમાં રખડાવે છે. આ કારણથી ધર્મનાં ઉપકરણો દ્વારા પણ થતી વિષયોની પુષ્ટિ અને પરિગ્રહની પુષ્ટિ તથા કષાયોની વૃદ્ધિ વગેરે ત્યજી દેવા જોઈએ, ધર્મનાં ઉપકરણો જરૂર ઉપકારી છે, પરંતુ તેની મમતા-મૂછ ઉપકારી નથી. જો ઉપકરણો ઉપર મમતા મૂછ થાય તો તે ઉપકરણ ન રહેતાં અધિકારણ બને છે. ll રા/
यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरञ्च परिग्रहम् । उदास्ते तत्पदाम्भोज, पर्युपास्ते जगत्त्रयी ॥३॥
ગાથાર્થ :- જે આત્મા ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહનો અને મિથ્યાત્વાદિ અભ્યત્તર પરિગ્રહનો તૃણની જેમ ત્યાગ કરીને ઉદાસીન થઈને રહે છે. તેના ચરણ-કમળને ત્રણે જગત સેવે છે. Hill
ટીકા :- “યસ્યવસ્થેતિ” : સાધુ: વીઘં-થનાવિ, સાન્તાં-રાપિરિપ્રમ, तृणवत् त्यक्त्वा-संत्यज्य उदास्ते-उदासीनो भवति, किं परिग्रहेण ? मोहकारणेन व्यासङ्गमूलेन आत्मपरिपन्थिकल्पेन वस्तुतः निस्सारेण ।
न एष मम, नाहमनेन सुखी मदिरामत्तपङ्कावलेपतुल्येन, अहं तु ज्ञानाद्यनन्तगुणपूर्णः कथं पुद्गलेषु रमे ? इत्यादिभावनया त्यक्तपरिग्रहः । तत्पदाम्भोजं जगत्त्रयी असुरनरामरश्रेणिः पर्युपास्ते-सेवते इत्यर्थः । स त्रिजगद्वन्द्यो भवति, तेन स्वरूपानन्दरसिकानां न परिग्रहासक्तिः ॥३॥
વિવેચન :- જે મહાત્મા પુરુષ પરિગ્રહનો તૃણની જેમ ત્યાગ કરે છે. તે મહાત્માના ચરણકમળની ત્રણે લોકના જીવો ઉપાસના કરે છે. આ વાત સમજાવે છે -
જે સાધુ મહાત્મા ધન-ધાન્ય વગેરે નવ પ્રકારનો બાહ્યપરિગ્રહ (ધન-ધાન્ય, ક્ષેત્રવાસ્તુ, રૂપ્ય-સુવર્ણ, કુષ્ઠ, દ્વિપદ અને ચતુષ્પદ) તથા મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિ કષાયો રૂપ અભ્યત્તર પરિગ્રહ એમ બન્ને પ્રકારના પરિગ્રહનો ઘાસના તણખલાની જેમ ત્યાગ કરે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૬૮૪
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર
મમતા વિનાના, મૂર્છા વિનાના, આસક્તિ વિનાના અને પરદ્રવ્યની અપેક્ષા વિનાના નિઃસ્પૃહ અને નિરીહ થઈને આત્મતત્ત્વની સાધનામાં પ્રવર્તે છે. ઉદાસીન એટલે કે મધ્યસ્થ થઈને પ્રવર્તે છે. તેઓ મનમાં આવા વિચારો કરે છે કે આ પરિગ્રહ એ મોહની ઉત્પત્તિ અને મોહની વૃદ્ધિનું કારણ છે. આત્માની વ્યાસંગદશા (આકુલ-વ્યાકુલતા વાળી દશા) કરવાનું કારણ છે. આ પરિગ્રહ તે આત્માના શત્રુતુલ્ય છે. તેને મેળવવામાં પણ ઘણાં દુ:ખો વેઠવાં પડે છે. મેળવેલાને સાચવવામાં પણ ઘણી ઉપાધિઓ હોય છે. અને તેમ છતાં વિયોગ થાય ત્યારે ઘણું જ દુઃખ આપે છે માટે શત્રુતુલ્ય છે. આત્માનું ઘણું જ અહિત કરનાર છે. તથા પારમાર્થિક રીતે નિઃસાર છે. તેનાથી રાગ-દ્વેષ, કડવાશ અને વેર-ઝેર વિના બીજું કંઈ જ પ્રાપ્ત થવાનું નથી. માટે મારે આવા પરિગ્રહ વડે શું કામ છે ? આવા પરિગ્રહ વડે સર્યુ. આ મહાત્મા આવા વિચારો કરે છે.
આ ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહ પુદ્ગલદ્રવ્ય હોવાથી મારું દ્રવ્ય નથી, હું તેનું દ્રવ્ય નથી, મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહ એ મારું સ્વરૂપ નથી. હું તેનું સ્વરૂપ નથી. કર્મોદયજન્ય વિકૃત સ્વરૂપ છે. બાહ્ય અને અભ્યન્તર આ પરિગ્રહ વડે હું સુખી નથી. પણ દુ:ખીદુ:ખી છું. કારણ કે તે પરિગ્રહ મારા આત્મસ્વરૂપની પ્રગટતા કરવામાં બાધક તત્ત્વ છે. તેથી મદિરાનું પાન કરવાથી મદોન્મત્ત (ગાંડો) બનેલો પુરુષ સેન્સ ગુમાવેલ હોવાથી પોતાના શરીર ઉપર જેમ કાદવનો લેપ કરે પરંતુ તે લેપ જેમ પારમાર્થિકપણે સુખનું કારણ નથી, તેવી જ રીતે આ પરિગ્રહ પણ ઉપાધિભૂત હોવાથી સુખનું સાધન નથી. પરંતુ ગુણના આવિર્ભાવમાં બાધક તત્ત્વ છે. હું તો ચેતનદ્રવ્ય હોવાથી જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણોથી પૂર્ણ છું. માટે બાધક, દુ:ખદાયી, ગુણોના આવારક એવા ધન-ધાન્યાદિ પરિગ્રહ રૂપ પુદ્ગલદ્રવ્યમાં કેમ ૨મું ? તે દ્રવ્યોમાં આનંદ કેમ પામું ? આવી ઊંચી ભાવના ભાવવા વડે આ મહાત્મા પરિગ્રહના ત્યાગી બને છે.
જે જે મહાત્મા પરિગ્રહના ત્યાગી બને છે. તેમના ચરણકમલની ત્રણે લોકના જીવો ઉપાસના-સેવા કરે છે. ત્યાં અધોલોકવાસી ભવનપતિ, વ્યંતર એટલે કે અસુરદેવો, મધ્ય લોકવર્તી મનુષ્ય, તિર્યંચો અને જ્યોતિષ્ક દેવો તથા ઊર્ધ્વલોકવાસી વૈમાનિક દેવો અર્થાત્ સુરવર દેવો ત્યાગીના ચરણ-કમળમાં નમે છે. આ રીતે નિરિગ્રહી જીવ ત્રણે જગતને વંદનીય બને છે. માટે આત્માના સ્વરૂપમાં જ જે રસિક હોય છે તે મહાત્માઓને પરિગ્રહની આસક્તિ હોતી નથી. તેવા મહાત્માઓ દર્શનીય, વંદનીય અને પૂજનીય છે. ગા
पुनः कञ्चिद् बाह्यत्यागेन निर्ग्रन्थत्वमानिनं शिक्षयति તથા બાહ્યત્યાગ માત્ર વડે પોતાને નિર્પ્રન્થ માનતા કેટલાક પુરુષો હોય છે. તેઓને (માત્ર વ્યવહારવાદીને) શિક્ષા આપતાં જણાવે છે કે -
Page #93
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક- ૨૫
૬૮૫ चित्तेऽन्तर्ग्रन्थगहने, बहिर्निग्रन्थता वृथा । त्यागात्कञ्चकमात्रस्य, भुजगो न हि निर्विषः ॥४॥
ગાથાર્થ - અંદરનું ચિત્ત પરિગ્રહની ગાંઠથી ગ્રસ્ત હોય ત્યારે બાહ્યનિગ્રંથતા નિરર્થક છે. જેમ કાંચળીમાત્રના ત્યાગથી સર્પ વિષ વિનાનો થતો નથી. જા.
ટીકા :- “વિડગ્નસ્થ તિ” મન્તઃ-વજો ચેતનાપતિ, ગ્રન્થઃ, તેન દિને परिग्रहलालसामग्ने बहिनिर्ग्रन्थता वृथा-निष्फला, यथा कञ्चुकमात्रत्यागाद् भुजगःसर्पः निर्विषो न हि भवति । एवं बाह्यत्यागेन त्यागी न भवति । अन्तर्ममत्वपरिहारेण त्यागी भवति ॥४॥
વિવેચન :- જો ચિત્ત (મન-અંતઃકરણ) મમતાના પરિગ્રહથી ભરેલું છે. મમતાસ્પૃહા-લાલસા આદિ વિકૃત ભાવોથી ભરેલું છે. એટલે કે આત્માની ચેતના પરિણતિ જો મમતા-મૂછથી એટલે કે પરિગ્રહની લાલસાથી વ્યાપ્ત થયેલી છે તો ધન-ધાન્ય, સ્ત્રી, ગૃહ આદિ બાહ્યત્યાગ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો હેતુ બનતો નથી. જો મન મોહદશાથી ઘેરાયેલું છે તો તેવા બાહ્યત્યાગ માત્રથી સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તે કારણે પ્રાપ્ત કરેલી આ બાહ્યનિર્ગસ્થતા વૃથા થાય છે, નિષ્ફળ થાય છે.
જેમ કાંચળી માત્ર તજવાથી સર્પ નિર્વિષ થતો નથી, તેમ બાહ્ય-ત્યાગ માત્રથી અંદરનું ચિત્ત નિષ્પરિગ્રહી બનતું નથી તેથી ત્યાગી એવા પણ મુનિ ત્યાગી કહેવાતા નથી, ત્યાગના ફળની પ્રાપ્તિ કરી શકતા નથી. અંદરની મમતા-મૂછ છોડે તો જ મુનિ ત્યાગી કહેવાય છે. કારણ કે ચિત્તમાંથી પરિગ્રહની ગાંઠ (ગ્રન્થિ) દૂર કરે તો જ આ જીવ નિષ્પરિગ્રહતાના ફળરૂપે આત્માની શુદ્ધ દશા પામી શકે છે અને ત્યારે જ સાચો ત્યાગી કહેવાય છે.
આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રગટતા બાહ્યત્યાગમાત્રથી થતી નથી, પરંતુ અંદરનો મમતારૂપ જે પરિગ્રહ છે તેના ત્યાગથી જ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. માટે હે જીવ! માત્ર બાહ્યત્યાગથી તું ખુશ ન થા, પરંતુ આન્તરત્યાગ તરફ તું જા. આવો ઉપદેશ છે. જો
त्यक्ते परिग्रहे साधोः, प्रयाति सकलं रजः । पालित्यागे क्षणादेव, सरसः सलिलं यथा ॥५॥
ગાથાર્થ - જેમ સરોવરની પાળનો નાશ કરાયે છતે સરોવરમાંથી પાણી ક્ષણમાત્રમાં જલ્દી જલ્દી બહાર નીકળી જાય છે તેમ પરિગ્રહનો ત્યાગ કરાયે છતે સાધુમાંથી સર્વ કર્મરૂપી રજ ક્ષણવારમાં જ નીકળી જાય છે. પા!
Page #94
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
ટીકા :- “ચત્તે કૃતિ'' સાધો: પરિગ્રહે ત્યવતે સતિ સળાં રત્ન:-ર્મસમૂહ:, प्रयाति - गच्छति । दृष्टान्तयति - सरसः सलिलं सरः पानीयं पालित्यागे अर्थात् पालिक्षये क्षणादेव क्षयं याति एवम् । अतः सामान्यपरिणतौ लोभपरित्यागेन अनुक्रमेण कर्माभावता भवति ॥५ ॥
"
૬૮૬
જ્ઞાનસાર
વિવેચન :- જ્યારે આ જીવ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે જ દ્રવ્યપરિગ્રહનો તો ત્યાગ કરે છે. પરંતુ ભાવપરિગ્રહનો (માનસિક મમતા-મૂર્છા-આસક્તિનો) ત્યાગ જ્યારે કરે છે ત્યારે તે જ ક્ષણે કર્મ સ્વરૂપ સઘળી પણ રજ તેનામાંથી ચાલી જાય છે. આ વાત એક ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ પાણીથી ભરેલું એક સરોવર હોય, ચારે દિશામાં સરોવરને ફરતી સુંદર ઊંચી ઊંચી પાળ બનાવી હોય ત્યારે તેમાં પાણી ટકે છે. પરંતુ જ્યારે તે પાળનો ત્યાગ કરવામાં આવે છે એટલે કે પાળ તોડી નાખવામાં આવે છે ત્યારે ક્ષણમાત્રમાં જ પાણી સરોવરમાંથી બહાર નીકળી જાય છે.
આ જ પ્રમાણે પરિગ્રહરૂપી (મમતા-મૂર્છારૂપી) પાળ નાશ કરાયે છતે મુનિમહારાજા રૂપી સરોવરમાંથી કર્મોની રજ રૂપી પાણી જલ્દી જલ્દી નીકળી જાય છે અને આત્મા શુદ્ધ, બુદ્ધ અને નિર્મળ બને છે. આ કારણથી અંદરની આત્માની સામાન્ય જ્ઞાનપરિણતિમાં રહેલી લોભદશાનો ત્યાગ કરવાથી અનુક્રમે ગુણસ્થાનકો ઉપર આરોહણ કરતાં કરતાં ક્ષપકશ્રેણિ કરવા દ્વારા કર્મોનો સર્વથા અભાવ થાય છે. પા
त्यक्तपुत्रकलत्रस्य, मूर्च्छामुक्तस्य योगिनः । चिन्मात्रप्रतिबन्धस्य', का पुद्गलनियन्त्रणा ॥६॥
ગાથાર્થ :- સ્ત્રી-પુત્રાદિનો ત્યાગ કરનારા, મૂર્છા વિનાના, અને જ્ઞાનની સાધના માત્રમાં જ અંજાયેલા એવા મહાત્મા યોગીપુરુષને પુદ્ગલની પરવશતા કેમ હોય ? અર્થાત્ ન હોય ॥૬॥
ટીકા :- ‘“ત્યવક્તપુત્રૂતિ' ત્યક્તે-જૂદું નીતે પુત્રનત્રે સન્તાનવનિતાસંયોગો યેન तस्य, (मूर्च्छामुक्तस्य), मूर्च्छा सतः परिग्रहस्य संरक्षणा, तया मुक्तस्य-रहितस्य योगिनः - सम्यग्दर्शनज्ञानचारित्रात्मनः, चिद्-ज्ञानं तन्मात्रे एव-ज्ञाने एव प्रतिबन्ध:आसक्तता यस्य सः, एवंविधस्य तत्त्वमुनेः पुद्गलनियन्त्रणा - पुद्गलैकता का ? न कापीत्यर्थः । भावना च पुत्रवनितासङ्गरहितस्य पुद्गलसंगोपनाविकल्पविकलस्य ૧. પ્રતિવસ્વસ્થ ને બદલે પ્રતિવન્દ્રસ્ય પાઠ પણ કોઈ કોઈ પુસ્તકોમાં છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૮૭ स्वरूपैकत्वकरणबद्धचेतनोपयोगस्य स्वभावानन्दविलासवर्णिकारूपशुद्धज्ञानानुभवभोगिनः अचेतननश्वरोच्छिष्टानन्दविमुक्तेषु पुद्गलेषु रागपरिणतिः न भवति । अत्र वृद्धसम्प्रदायेन दृष्टान्तः -
વિવેચન :- સંસારમાં વર્તતા જે જે પુરુષોએ પોતાનાં પુત્ર-પુત્રી-પત્ની આદિ પરિવાર હોવા છતાં તેનો મોહ છોડીને વૈરાગ્યની ભાવનાપૂર્વક સંયમ ગ્રહણ કર્યો છે અને સગાંવહાલાંનો તથા સ્નેહી મિત્રમંડળનો પણ મોહ તજવાપૂર્વક ત્યાગ કરીને પ્રભુના પંથે જેઓએ પ્રયાણ કર્યું છે તેવા મહાત્મા પુરુષોને તથા પોતાના ઘરે સત્ અર્થાત્ વિદ્યમાન એવા ધન-ધાન્યાદિ પરિગ્રહનું સંરક્ષણ કરવા સ્વરૂપ મૂછનો પણ જેઓએ ત્યાગ કર્યો છે એવા એટલે કે ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહની મૂછથી મુક્ત બનેલા એવા મહાત્મા પુરુષોને તથા જ્ઞાન માત્રમાં જ એકલીનતા રાખનારા મહાત્મા પુરુષોને અર્થાત્ આત્મતત્ત્વ પામેલા મુનિ મહાત્માઓને પુદ્ગલદ્રવ્યની સાથે એકતા થવા રૂ૫ રાગદશા કેમ ઘટે? પુગલદ્રવ્યની પરાધીનતા કે પૌગલિક સુખોની અપેક્ષા કેમ સંભવી શકે ? અર્થાત્ પૌગલિક સુખોની અપેક્ષા હોતી નથી. આવા મુનિઓ નિરાળા અને નિઃસ્પૃહ હોય છે.
જે મહાત્માઓ પોતાના આત્માના ગુણોના પારમાર્થિક સુખની ઝંખનાવાળા બન્યા છે તે મહાત્માઓ આવા ભૌતિક, ગંદા અને નિન્ય પદાર્થોના મોહમાં કેમ ફસાય ? તેવાં સુખોથી આ મહાત્મા પુરુષો સદા નિરાળા વર્તે છે.
ભાવના ર = ઉપર કહેલી વાતનો ભાવાર્થ એવો છે કે (૧) પુત્ર-પુત્રી-સ્ત્રી આદિ સાંસારિક કૌટુમ્બિક પરિવારના સંગથી રહિત બનેલા, (૨) ધન-ધાન્યાદિ પૌગલિક પદાર્થોના પરિગ્રહની સંગોપના (સુરક્ષા) કરવાના સંકલ્પ-વિકલ્પો જેણે ત્યજી દીધા છે એવા, (૩) આત્માના શુદ્ધ સ્વરૂપની જ સાથે એકતા કરવામાં જોડ્યો છે ચેતનાનો ઉપયોગ જેઓએ એવા, (૪) શુદ્ધ આત્મસ્વભાવના આનંદના વિલાસનો મોક્ષમાં જે સાક્ષાત્કાર હોય છે તેની વર્ણિકા સ્વરૂપે (વાનગી રૂપે) શુદ્ધજ્ઞાનદશાનો યત્કિંચિત્ અનુભવ કરવાવાળા એવા આ યોગી મહાત્મા પુરુષોને (૧) અચેતન અર્થાત્ જડ (૨) નાશ પામવાવાળા (૩) ત્રણે જગતની એંઠતુલ્ય અને (૪) આનંદથી રહિત અર્થાત્ અનેક પ્રકારની ઉપાધિઓથી ભરપૂર ભરેલા એવા પૌલિક પદાર્થોને વિષે તથા તજ્જન્ય ભૌતિક સુખોને વિષે રાગ-પરિણતિ થતી નથી, જ્ઞાની પુરુષો આવા તુચ્છ સુખોમાં રંગાતા નથી. આ વિષય ઉપર વૃદ્ધ પુરુષોની પરંપરાથી સાંભળેલું એક દષ્ટાન્ત આ પ્રમાણે છે –
अऊज्झानयरे सिरिवरो राया, अच्चंतमिच्छदिट्ठी, तस्स सिरिकन्तो कुमरो ।
Page #96
--------------------------------------------------------------------------
________________
૬૮૮ પરિગ્રહત્યાગાષ્ટક- ૨૫
જ્ઞાનસાર रूवलावण्णसोहग्गकुसलो पुरन्दरो इव सोभन्तमाणसंठाणो, जीवाजीवाईतत्तविओ, सुत्तत्थसवणरसिओ बालभावेण भोगलालसाविमुत्तो, (इट्ठो दट्ठो य) सो अणेगाहिं रायकन्नासहस्सेहिं रूवविम्हिएहिं नियसंपयाजुत्ताहिं परिणयणागयाहिं ।
एगया पुच्छियाओ कन्नाओ कुमरेणं, भो भद्दे ! कह तुब्भे पिउघरं विमुत्तूण इह समागयाओ । ताओ तया भणंति तुह रागभिलासणीओ, तुहं इ8 कंतं रागपयमिच्छामो । ताहे कुमारो भणइ-जिणिंदवारियं कम्मबंधणमूलं भवविवड्डणं को कुणई रागं? लोलीभूए कारणेणं धम्मकरे एगत्तमागए देहे विणिवारिओ सव्वदंसीहिं। ता परदेहे रागो को करेइ सदक्खिन्नो ? निम्मलचरणावरणं केवलणाणस्स रोहगं रागं अरिहंताईसु वरं । तं पि निच्छयपए तज्जं (त्याज्यम्), ताव अणत्थपहाणं विसयरागं कहं करिज्जत्ति ? सुहिणो य वीयराया नियसहावे समासत्ता
ममं ण जुज्जए रागो अन्नेसु, तुब्भंपि ण जुज्जए । एवं इति उवएसेण पडिबोहियकन्नासहस्सपरिवरिओ समणो जाओ । कमेण अणुत्तरणाणदंसणचरणवीरिएणं पत्तसुक्कज्झाणो सिद्धो । ताओ वि सिद्धाओ । एवं रागत्यागः कार्यः । तर्हि परिग्रहरागो हि नात्महिताय कदापि ॥६॥
અયોધ્યા નામના નગરમાં શ્રીવર નામનો એક રાજા હતો. તે રાજા અત્યન્ત મિથ્યાષ્ટિ હતો. જૈનધર્મથી સર્વથા વિમુખ હતો. તે રાજાને શ્રીકાન્ત નામનો એક કુમાર (પુત્ર) હતો. આ શ્રીકાન્તકુમાર રૂપમાં, લાવણ્યમાં અને સૌભાગ્યમાં અતિશય કુશળ હતો. અર્થાત્ બહુ જ રૂપ, લાવણ્ય અને સૌભાગ્યવાળો હતો. ઈન્દ્ર મહારાજાની જેમ સુશોભિત શરીરની આકૃતિવાળો હતો, આ શ્રીકાન્તકુમાર જીવ-અજીવ આદિ તત્ત્વોને જાણનારો હતો. ગણધરાદિ મહાત્મા પુરુષો વડે રચાયેલાં સૂત્રો અને તેના અર્થો સાંભળવાનો રસિક હતો. પોતાની નાની લઘુ બાલ અવસ્થાથી જ ભોગો ભોગવવાની લાલસાથી રહિત હતો. બીજી બાજુ રૂપમાં આશ્ચર્ય ઉપજાવે તેવી અર્થાતુ અતિશય રૂપવાળી પોતપોતાની સંપત્તિથી યુક્ત (અર્થાતુ પોતાના પિતાના રાજ્યની શોભા વધે તેવા કરિયાવર)થી યુક્ત અને કુમારને પરણવા માટે જ આવેલી અનેક હજારો રાજકન્યાઓ વડે તે કુમારને મનથી ઈચ્છાયો અને ચક્ષુથી પ્રેમપૂર્વક જોવાયો.
એક વખત તે કુમાર વડે રાજકન્યાઓને પુછાયું - કે હે ભદ્રે ! તમે તમારા પિતાના - ઘરને ત્યજીને અહીં કેમ આવી છો? અહીં આવવાનું શું પ્રયોજન છે? ત્યારે તે કન્યાઓ કુમારને આ પ્રમાણે કહે છે, “અમે તમારા રાગની અભિલાષિણી છીએ, અમારા મનને ગમતા અને રાગ કરવાને માટે પાત્રભૂત અર્થાતુ યોગ્ય સ્થાનભૂત એવા તમને અમે અમારા કંથ તરીકે
Page #97
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૮૯ કરવાને ઈચ્છીએ છીએ.” ત્યારે કુમાર કહે છે કે - “કર્મોના બંધના મૂલ કારણભૂત, ભવને વધારનારા અને જિનેશ્વર ભગવંતે નિષેધ કરેલા એવા રાગને કરવાની કયો બુદ્ધિમાન માણસ ઈચ્છા રાખે? અર્થાત્ આવા દુઃખદાયી રાગને કરવાની કોઈ ઈચ્છા ન રાખે.”
આત્માની સાથે એકમેકતાને પામેલા અને ધર્મ આચરવામાં સહાયક એવા પોતાના શરીરને વિષે પણ રાગ એ ચંચળતામાં કારણભૂત હોવાથી એટલે કે અસ્થિરતા અને આકુળવ્યાકુળતામાં કારણ હોવાથી સર્વદર્શી ભગવંતોએ (રાગ) કરવાનો નિષેધ કર્યો છે તો પછી ચતુરાઈથી યુક્ત એવો કયો પુરુષ પરના શરીરને વિષે રાગ કરે? જો પોતાના શરીર ઉપર રાગ ન કરાય તો પરના શરીર ઉપર તો રાગ કરાય જ કેમ? અર્થાત્ ન જ કરાય.
પોતાનું શરીર ધર્મ-આચરણનું કારણ છે. આત્મા સાથે તન્મય થયેલું છે તો પણ રાગ એ આકુળ-વ્યાકુલતા લાવનાર છે. માટે નિષેધેલો છે તો પછી પારકાના શરીર ઉપર રાગ કેમ કરાય ? નિર્મળ એવા ચારિત્રનું (ક્ષાયિક-યથાખ્યાત ચારિત્રનું) આવરણ કરનારા અને કેવલજ્ઞાનનો પ્રતિબંધ કરનારા એવા રાગને ત્યજવો જ જોઈએ, કરવો જોઈએ નહીં, છતાં રાગ કર્યા વિના જ ન જ રહેવાય તો તે રાગ અરિહંત પરમાત્મા આદિ મહાત્માઓ ઉપર કરવો સારો, પણ અન્યત્ર રાગ કરવો નહી સારો. અરિહંત પરમાત્મા આદિ મહાપુરુષો ઉપર જે રાગ કરાય છે તે પણ નિશ્ચયનયથી (એક પ્રકારનું બંધન હોવાથી) ત્યાજ્ય જ છે. અંતે તો તજવાનો જ છે. તો પછી અનર્થપ્રધાન એવા વિષયરાગને તો કેમ કરાય? અર્થાતુ વિષયરાગ તો બીલકુલ કરાય જ નહીં.
રાગને સર્વથા ત્યજીને પોતાના આત્મ-સ્વભાવમાં જ લીન બનેલા એવા વીતરાગભગવંતો જ સાચા સુખી છે. માટે અન્ય જીવો ઉપર કે અન્ય જીવોના દેહ ઉપર રાગ કરવો મને યોગ્ય લાગતો નથી, હું આ રાગ કરી શકું તેમ નથી. એટલું જ નહીં, પરંતુ તમારે પણ આવા પ્રકારના દુઃખદાયી રાગને કરવો ઉચિત નથી, તમે પણ મારા ઉપરના રાગનો ત્યાગ કરનારાં થાઓ.
આવા પ્રકારનો ઉપદેશ આપવા પૂર્વક પ્રતિબોધિત કરાયેલી હજારો કન્યાઓથી પરિવરેલો આ શ્રીકાન્તકુમાર દીક્ષિત થયો. કુમારે દીક્ષા લીધી અને તેની સાથે હજારો રાજકન્યાઓએ પણ દીક્ષા લીધી. અનુક્રમે અનુપમ જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના કરવા વડે અને તે આરાધનામાં પોતાનું વીર્ય ફોરવવા વડે શુક્લધ્યાન પ્રાપ્ત કરીને આ કુમાર સિદ્ધિપદને પામ્યા તથા તે રાજકન્યાઓ પણ સિદ્ધિપદને પામી. આ પ્રમાણે રાગનો ત્યાગ કરવો જોઈએ. જો રાગ ત્યાજ્ય છે તો તેના કારણભૂત ધન-ધાન્યાદિ પરિગ્રહનો રાગ તો ત્યાજ્ય જ હોય છે. તે પરિગ્રહ કે પરિગ્રહનો રાગ ક્યારેય પણ આત્મહિત માટે થતો નથી. દી
Page #98
--------------------------------------------------------------------------
________________
૬૯)
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર चिन्मात्रदीपको गच्छेन्निर्वातस्थानसन्निभैः । निष्परिग्रहता स्थैर्य, धर्मोपकरणैरपि ॥७॥
ગાથાર્થ :- જ્ઞાન માત્ર રૂપ દીપક સમાન અપ્રમત્ત મુનિ નિર્વાત સ્થાનની તુલ્ય ધર્મનાં ઉપકરણો રાખે તો પણ નિષ્પરિગ્રહતા રૂપી ધર્મની સ્થિરતાને પામે છે. તે
ટીકા :- “ન્મિતિ” અપ્રમત્તસાધુઃ રિમૈત્રીપ:-જ્ઞાનમત્રી પ્રવી: गच्छेद्-लभेत, कैः ? निर्वातस्थानसन्निभैः-पवनप्रेरणारहितस्थानसंयोगैः । यथा ज्ञानदीपकस्य "स्थैर्यं"-स्थिरत्वं, निष्परिग्रहता-परिग्रहाभाव एव साधयति । इत्युपदिष्टे कश्चिद् धर्मोपकरणस्यापि परिग्रहत्वं जानन् तत्परिहाराय यतते । अतो धर्मोपकरणैरपि स्थैर्यं वर्धते । इति धर्मसङ्ग्रहण्यां सर्वमप्युक्तम् (गाथा-१०२८-१०२९)
___शीतातपदंशादिपरिषहोदये स्वाध्यायव्याघाते निःस्पृहत्वेन धर्मोपकरणग्रहणं समाधिस्थिरताहेतुः अमूच्छितस्य न तत्परिग्रहता । न हि पुद्गलजीवयोः एकक्षेत्रावगाहिता परिग्रहः । किन्तु चेतना तद्रागद्वेषपरिणतपरिग्रहग्रहत्वं प्राप्नोति । अतः उपकरणानां निमित्तता एव तत्त्वसाधने । यथार्हद्गुरुसंसर्गः निमित्तम्, एवमात्मनि स्वरूपस्थे न पुद्गलस्कन्धा बाधकाः । आत्मैव तदनुगतः बाधकत्वं करोति ॥७॥
વિવેચન :- જેમ દીપક પ્રકાશાત્મક છે, પણ ચારે બાજુથી જો પવનનું જોર હોય તો તેની જ્યોત પવનને અનુસારે જમણી ડાબી-ઉપર અને નીચે એમ સર્વત્ર ફરતી હોય છે તેથી અસ્થિર-ચંચળ હોય છે. પરંતુ જો તે દીપકને નિર્વા = વાયુ વિનાના સ્થાનમાં રાખવામાં આવે તો તે જ દીપકની જ્યોત અત્યન્ત સ્થિરતાને પામે છે. આ વાત સર્વ લોકોને અનુભવસિદ્ધ છે. સારાંશ કે પવનવાળા સ્થાનોમાં દીપક અસ્થિર અને ચંચળ હોય છે, પણ પવન વિનાના સ્થાનોમાં તે જ દીપક અત્યંત સ્થિર હોય છે. એ જ રીતે પ્રમાદ વિનાના જાગૃત મુનિ ધર્મનાં ઉપકરણોવાળા હોય તો પણ (વસ્ત્ર-પાત્રાદિ ઉપધિવાળા હોય તો પણ) નિષ્પરિગ્રહતા રૂપ સ્થિરતાને પામનારા બને છે. કારણ કે વસ્ત્ર-પાત્રાદિ ધર્મનાં ઉપકરણો પવન વિનાનાં સ્થાનો તુલ્ય છે.
જૈનદર્શનમાં દિગંબર સંપ્રદાય મુનિજીવનમાં વસ્ત્ર-પાત્રાદિ ઉપધિના ત્યાગથી નિષ્પરિગ્રહતા માને છે. તેઓનું કહેવું એવું છે કે મુનિ જો વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ રાખે તો પરદ્રવ્યની વિદ્યમાનતા હોવાથી તે મુનિ પરિગ્રહવાળા કહેવાય, નિષ્પરિગ્રહી ન કહેવાય અને નિષ્પરિગ્રહતા વિના સાધુતા જ ન સંભવે. તેવા પ્રકારની દિગંબર સંપ્રદાયની યુક્તિની સામે પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી જણાવે છે કે ધર્મનાં ઉપકરણો રાખવાં તે પરિગ્રહ નથી, પણ મૂછ
Page #99
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૯૧ રાખવી, આસક્તિ રાખવી તે પરિગ્રહ છે. જો વસ્તુ રાખવી તેને પરિગ્રહ કહેશો તો જયણા માટે મોરપિંછી અને શરીરશુદ્ધિ કરવા પાણી લઈ જવા માટે કમંડળ રાખવું તેને પણ પરિગ્રહ જ માનવો પડશે, તથા ભણવા માટે પુસ્તક રાખવાં અને શરીર ટકાવવા આહાર લેવો તેને પણ પરિગ્રહ જ માનવો પડશે, માટે દિગંબર સંપ્રદાયની આ દલીલ બરાબર નથી.
મોરપિંછ, કમંડળ, પુસ્તક અને આહારગ્રહણ આ સઘળી વસ્તુ દિગંબર મુનિઓ પણ રાખે છે. છતાં પોતાની જાતને નિષ્પરિગ્રહી મુનિ માને છે. તો પછી વસ્ત્ર-પાત્રાદિ ધાર્મિક ઉપકરણો હોતે છતે પણ મુનિ જો મૂછ-મમતા વિનાના હોય તો તે મુનિ નિષ્પરિગ્રહી કેમ ન કહેવાય? અવશ્ય નિષ્પરિગ્રહી જ કહેવાય. આ વિષય અધ્યાત્મ મતપરીક્ષા-ગ્રન્થમાંથી જાણી લેવો.
મોરપિંછ રાખવામાં જયણાપાલનનું પ્રયોજન છે. કમંડળ રાખવામાં શરીરશુદ્ધિ માટે જળ લઈ જવાનું પ્રયોજન છે. પુસ્તકાદિ રાખવામાં અધ્યયન-અધ્યાપનનું પ્રયોજન છે. આહારગ્રહણમાં શરીર ટકાવવાનું જો પ્રયોજન છે તો વસ્ત્ર રાખવામાં નિર્વિકારતાનું પ્રયોજન છે અને પાત્રાદિ રાખવામાં જયણા આદિનું પ્રયોજન છે. વસ્ત્ર વિનાનું શરીર પોતાની જાતમાં પણ વિકારો કરે અને પોતાના નગ્ન શરીરને જોઈને અન્ય લોકોને પણ વિકાર-વાસના અને અબ્રહ્મનો હેતુ બને, વળી સંસારી લોકોમાં નગ્ન શરીર બિભત્સ પણ લાગે, તેથી વસ્ત્રાદિ અનિવાર્ય પ્રયોજનવાળાં છે.
આ રીતે દીપકની જ્યોતને સ્થિર કરવામાં જેમ નિર્વાતસ્થાનો પ્રબળ કારણ છે તેમ મુનિની નિષ્પરિગ્રહતા રૂપી સ્થિરતામાં ધર્મનાં ઉપકરણો પણ પ્રબળ કારણ છે. અર્થાત્ ધાર્મિક ઉપકરણો નિર્વાતસ્થાન તુલ્ય છે. આ રીતે ધાર્મિક ઉપકરણો સંયમમાં ઉપકારક હોવા છતાં તે ધર્મનાં ઉપકરણોને પણ પરિગ્રહ છે - આમ માનતો કોઈક વાદી (દિગંબર મતાનુયાયી) વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોના ત્યાગ માટે જે પ્રયત્ન કરે છે અને નગ્ન થઈને રહેવામાં સાધુતા માને છે તેને ગ્રંથકારશ્રી ઉપર પ્રમાણે ઉપદેશ આપે છે. અર્થાતુ ધર્મનાં ઉપકરણો હોતે જીતે પણ જે મુનિ મૂછ રહિત છે તે મુનિ નિષ્પરિગ્રહી છે. આમ સમજાવે છે.
તથા શીત-ઉષ્ણાદિ પરિષદના વિજયકાલે તથા દંશ-મશકોદિના ઉપદ્રવકાળે આકુલ -વ્યાકુલતા થવાથી સ્વાધ્યાયાદિ કરવામાં જે વ્યાઘાત થાય, ચિત્તની સ્થિરતા ન રહે તે કાલે વસ્ત્રાદિનું મમતારહિતપણે હોવું અતિશય ઉપકારી છે. આ રીતે ધર્મનાં ઉપકરણો નિષ્પરિગ્રહતાની અને સ્થિરતાની વૃદ્ધિ કરવા માટે છે. આ સઘળો પણ વિષય પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મસંગ્રહણી નામના ગ્રંથમાં ૧૦૨૮-૧૦૨૯ માં કહેલો છે.
जति वि ण विणस्सति, च्चिय देहो झाणं तु नियमतो चलति । सीतादिपरिगयस्सिह, तम्हा लयणं व तं गज्झं ॥१०२८॥
Page #100
--------------------------------------------------------------------------
________________
૬૯૨
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
सुहझाणस्स उ नासे, मरणंपि न सोहणं जिणा बिंति ।
अन्नाणि (ची) वीरचरियं बालाणं विम्हयं कुणति ॥ १०२९॥
જ્ઞાનસાર
વસ્ત્રાદિ ન રાખવામાં આવે (એટલે કે નગ્ન શરીર જો રાખવામાં આવે) તો કંઈ શરીરનો વિનાશ (મૃત્યુ) થઈ જતો નથી. તો પણ શીત-ઉષ્ણાદિ પરિષહકાલે તથા દેશમશકાદિના ઉપસર્ગકાલે ધ્યાન અવશ્ય ચલિત થઈ જાય છે. તેથી લયનની (મોરપિંછની) જેમ મુનિએ તે વસ્ત્ર અવશ્ય રાખવું જોઈએ. (૧૦૨૮)
કદાચ કોઈ પ્રશ્ન કરે કે વસ્ત્ર ન રાખીએ તો શીત-તાપાદિ કાલે ઘણી ઠંડી આદિ લાગવાથી મૃત્યુ થઈ જાય તો પણ કંઈ નુકશાન તો થતું નથી જ ને ? કારણ કે નિષ્પરિગ્રહતા નામના આત્મ-ધર્મનો ત્યાગ કરવા કરતાં પ્રાણત્યાગ કરવા એ મહાત્માઓ માટે તો કલ્યાણનો માર્ગ છે. આવા પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે -
જો શુભધ્યાનનો નાશ થતો હોય (દુર્ધ્યાન આવતું હોય) તો મરણ પણ સારું નથી એમ જિનેશ્વરભગવંતો કહે છે. અજ્ઞાની પુરુષ અજ્ઞાનતાપૂર્વક કોઈ પ્રકારનું વીરતાવાળું (અથવા વસ્ત્રના ત્યાગવાળું) આચરણ કરે તો બાલજીવોને (અજ્ઞાની જીવોને) જ આશ્ચર્ય થાય છે, પણ શાસ્ત્રના જાણકાર જ્ઞાનીપુરુષોને તેવા સાહસમાં કંઈ આશ્ચર્ય થતું નથી. (૧૦૨૯)
ઉપર સમજાવ્યું તેમ શીત, આતપ અને દંશ-મશક આદિ પરિષહોનો ઉદય આવે ત્યારે આત્મતત્ત્વના ચાલતા સ્વાધ્યાયમાં (વસ્ત્રાદિ ન હોય તો) વ્યાઘાત થાય છે. તે માટે નિઃસ્પૃહતાપૂર્વક ધર્મનાં ઉપકરણોનું (વસ્ત્રાદિનું) ગ્રહણ કરવું તે સમાધિપૂર્વકની સ્થિરતાનો હેતુ છે. માટે મૂર્છા વિના મુનિને તે વસ્ત્રાદિ સંબંધી પરિગ્રહતા કહેવાતી નથી. વસ્ત્રાદિ હોતે છતે પણ સ્પૃહા ન હોવાથી નિષ્પરિગ્રહી જ છે. મૂર્છા એ પરિગ્રહ છે. વસ્ત્રાદિનું હોવું તે પરિગ્રહ નથી.
વસ્ત્રાદિ પુદ્ગલનું અને જીવનું એક ક્ષેત્રમાં હોવું તે પરિગ્રહ નથી (જીવ શરીર ઉપર વસ્ત્રાદિ ધારણ કરે, એકક્ષેત્રાવગાહી બને તેટલા માત્રથી પરિગ્રહતા બની જતી નથી), પરંતુ આત્માની જે ચેતનાશક્તિ છે તે ચેતનાશક્તિ જ્યારે વસ્ત્રાદિના રાગ-દ્વેષાદિ વિકારીભાવે પરિણત થાય છે અને તેવા પ્રકારના રાગાદિ ભાવના પરિણામપૂર્વક વસ્ત્રાદિનું પરિગ્રહણ કરે છે ત્યારે તે ચેતનાને પરિગ્રહતા કહેવાય છે. બાકી ઉપકરણો તો તત્ત્વની સાધનામાં નિમિત્તમાત્ર છે, પરિગ્રહ નથી. જેમ અરિહંત પરમાત્માનો સંસર્ગ‚ ગુરુભગવંતનો સંસર્ગ આત્મ-સાધનામાં નિમિત્તમાત્ર છે તેમ આત્મા જો પોતાના સ્વરૂપમાં જ લીન હોય છે અને વસ્ત્રાદિ પરદ્રવ્ય પ્રત્યે રાગાદિ-મોહ કરતો નથી તો તે વસ્ત્રાદિના પુદ્ગલસ્કંધો પણ જીવને બાધા કરતા નથી. પરંતુ સ્વસાધનાનું નિમિત્ત બને છે. જો આમ ન સમજીએ અને પુદ્ગલના સંસર્ગને જ બાધક માની
Page #101
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૯૩
લઈએ તો દિગંબરમુનિને આહારગ્રહણ, મોરપિંછ, કમંડળ અને પુસ્તકનું ગ્રહણ પણ બાધા કરનારું જ બને.
આ કારણથી જ્યારે આ આત્મા પુદ્ગલાનુયાયી (પુદ્ગલદ્રવ્યનો રાગી આદિ) થાય છે ત્યારે તે આત્મા પોતે જ પોતાની આત્મતત્ત્વની પ્રાપ્તિનો બાધક બને છે. ના
मूर्च्छाछन्नधियां सर्वं जगदेव परिग्रहः ।
मूर्च्छया रहितानां तु, जगदेवापरिग्रहः ॥८॥
*
ગાથાર્થ :- મૂર્છાથી વ્યાપ્ત બુદ્ધિવાળાને (પોતાની પાસે વસ્તુ રાખે કે પોતાની પાસે વસ્તુ ન રાખે તો પણ) સર્વ જગત પરિગ્રહ સ્વરૂપ છે અને મૂર્છાથી રહિત આત્માઓને આખું ય જગત અપરિગ્રહ સ્વરૂપ છે. II૮॥
ટીકા :- “મૂર્છાચ્છનેતિ' મૂર્છા-મમત્વ, તેન છન્ના-છાવિતા ધી:-બુદ્ધિ: યેષાં ते, तेषां मूर्च्छामग्नानां स्वकीयतया अप्राप्तमपि सर्वं जगत् परिग्रह एव । तस्य स्वामित्वभोगित्वसुखबुद्धेः समन्वितत्वात् ।
तु-पुनः मूर्च्छया रहितानां पुद्गलेषु भिन्नत्व - अग्राह्यत्वेन त्यागवतां जगदेव न परिग्रहः । तत्र रमणाभावात् । उक्तञ्च श्रीविशेषावश्यके -
तम्हा किमत्थि वत्थं, गंथोऽगंथो व सव्वहा लोए । गंथोऽगंथो व मओ, मुच्छममुच्छाहिं णिच्छयओ ॥ २५७३ ॥ वत्थाइं तेण जं जं, संजमसाहणमरागदोसस्स । तं तमपरिग्गो च्चिय, परिग्गहो जं तदुवघाई ॥ २५७४ ॥
अतः एव आत्मनः परभावरसिकत्वं परिग्रहः, ततः तद्धर्मत्वाभावात् आत्मस्वरूपरमणं युक्तम् ॥८॥
॥ इति व्याख्यातं परिग्रहत्यागाष्टकं पञ्चविंशतितमम् ॥
વિવેચન :- “મમત્વના (મમતાના) પરિણામ વડે જેની બુદ્ધિ પરિણામ પામેલી છે એટલે કે મમતાના ભાવથી આચ્છાદિત થઈ છે બુદ્ધિ જેની એવા મૂર્છામાં મગ્ન બનેલા પુરુષને પોતાને પ્રાપ્ત ન થયું હોય તેવું પણ (અર્થાત્ પોતાને આધીન ન હોય તેવું પણ) સઘળું જગત પરિગ્રહ સ્વરૂપ જ છે. કારણ કે તેવા પ્રકારની મૂર્છાવાળા પુરુષો સ્વામીપણામાં અને ભોક્તાપણામાં સુખની બુદ્ધિવાળા છે. જેમ - કોઈ પુરુષ કારણસર પરદેશ ગયો હોય, તેની પત્ની સ્વદેશમાં પોતાના ઘરે હોય ત્યારે પતિ-પત્નીનો શારીરિક સંયોગ (પ્રાપ્તિ) નથી. તો પણ મારી આ પત્ની છે, મારો આ પતિ છે એવી મમતાપણાની બુદ્ધિ છે તથા ભોગસુખની બુદ્ધિ
Page #102
--------------------------------------------------------------------------
________________
૬૯૪ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર છે માટે અપ્રાપ્ત હોવા છતાં પણ પરિગ્રહ જ કહેવાય છે. તે જીવો ભાગી જ કહેવાય છે. તથા કમાયેલા લાખો રૂપિયા બેંકમાં એફ.ડી. માં મુક્યા હોય, ત્યારે રૂપિયાનો અને પુરુષનો સંસર્ગ નથી, પરંતુ મમતા છે. મારાપણાનો પરિણામ છે, સ્વામિત્વબુદ્ધિ છે. તે રૂપિયા અવસરે વાપરવાનો મોસ્તૃત્વ પરિણામ છે, માટે પાસે ન હોવા છતાં પણ પરિગ્રહ જ છે. તેમ અહીં મૂર્છાવાળા આત્માને વસ્તુ અપ્રાપ્ત હોય તો પણ આખું જગત પરિગ્રહ રૂ૫ છે.
પરંતુ મૂર્છાથી રહિત પુરુષોને પુદ્ગલદ્રવ્યોને વિષે મમત્વને બદલે ભિન્નત્વની બુદ્ધિ છે અને ભોસ્તૃત્વને બદલે અગ્રાહ્યત્વની બુદ્ધિ છે. તે કારણે મમતાના ત્યાગવાળા પુરુષોને આખું ય જગત ભિન્નત્વ અને અગ્રાહ્યત્વનો પરિણામ હોવાથી અપરિગ્રહરૂપ છે. કારણ કે કદાચ તે પુદ્ગલદ્રવ્યનો અનિવાર્ય સંજોગોના કારણે ઉપયોગ કરે તો પણ તેમાં રમણતાનો અભાવ છે. આસક્તિનો અભાવ છે. માટે પરિગ્રહ ગણાતો નથી. જેમ બેંકનો કેશિયર લાખો અને કરોડોની નોટોનો સ્પર્શ કરે છે પણ મમત્વ અને ભોક્નત્વનો પરિણામ નથી, માટે પરિગ્રહ ગણાતો નથી. ડોક્ટરો પુરુષ હોય તો અનેક સ્ત્રીઓને અને સ્ત્રી હોય તો અનેક પુરુષોને રોગ દૂર કરવા સ્પર્શ કરે છે, પણ મમત્વ અને ભોક્નત્વની બુદ્ધિ ન હોવાથી પરિગ્રહ ગણાતો નથી. તેમ અહીં પણ સમજવું. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ કહ્યું છે કે –
તેથી આ લોકમાં એવી કઈ વસ્તુ છે કે જે સર્વથા પરિગ્રહ જ કહેવાય અથવા સર્વથા અપરિગ્રહ જ કહેવાય? આવી એકાત્તે કોઈ વસ્તુ નથી. પરંતુ નિશ્ચયદૃષ્ટિથી મૂછ અને અમૂછ વડે જ પરિગ્રહ અને અપરિગ્રહ મનાયા છે. રપ૭૩
તે કારણથી રાગ અને દ્વેષથી રહિત એવા મુનિને વસ્ત્ર-પાત્રાદિ જે જે વસ્તુ સંયમનું સાધન છે તે તે અપરિગ્રહ જ સમજવો અને જે વસ્તુ સંયમની ઘાતક છે તે પરિગ્રહ જાણવો. //રપ૭૪
આ કારણથી આ આત્માનું જે પરભાવમાં રસિકપણું છે એટલે કે મમતાભાવ છે તે જ પરિગ્રહ છે. માટે મમતા-મૂછ એ આત્મધર્મ ન હોવાથી તેને ત્યજીને આત્મસ્વરૂપમાં જ રમણતા કરવી ઉચિત છે. આ પ્રમાણે પચીસમા પરિગ્રહત્યાગાષ્ટકનું વિવેચન સમાપ્ત થયું. ૮.
પચીસમું પરિગ્રહત્યાગાષ્ટક સમાપ્ત
.
.
Page #103
--------------------------------------------------------------------------
________________
છે અથ પવિંશતિત અનુભવીષ્ટભ્રમ્ |
अथ श्रुताभ्यासपरिग्रहत्यागादयोऽप्यनुभवयुक्तस्य मोक्षसाधकाः अनुभवशून्यस्य नेति तत्प्रतिपादनायानुभवाष्टकं निरूप्यते । अनुभवशून्यं ज्ञानमुदकपयःकल्पं अनुभवयुक्तं तु पीयूषोपमम् । ज्ञानं तु सानुभवस्य । तथा चानुयोगद्वारे -
"वायणा-पुच्छणा-परिअट्टणा-धम्मकहा-सर-अक्खरवंजणसुद्धा अणुप्पेहारहियस्स दव्वसुयम्, अणुप्पेहा भावसुर्य"
इत्यनेन भावश्रुतं तु संवेदनरूपं न तत्त्वनिष्पादकं, स्पर्शरूपं तत्त्वनिष्पादकमिति મિદ્રપૂજ્ય :-તસ્પર્શજ્ઞાનનુમવયુવતચૈવ, (ષોડશક ૧૨, શ્લોક ૧૫) તઋક્ષi a योगदृष्टिसमुच्चयानुसारेण लिख्यते-यथार्थवस्तुस्वरूपोपलब्धिपरभावारमणस्वरूपरमणतदास्वादनैकत्वमनुभव: हेयोपादेयज्ञानसुखास्वादरूपानुभवः ।
વિવેચન :- શ્રુતજ્ઞાનનો ઊંડો અભ્યાસ અને પરિગ્રહનો ત્યાગ ઈત્યાદિ પ્રાપ્ત કરેલા વિશિષ્ટ ગુણો પણ અનુભવયુક્ત જે આત્મા હોય તેને જ મુક્તિના સાધક બને છે. પણ અનુભવરહિત આત્માને મુક્તિના સાધક બનતા નથી. કારણ કે અનુભવ ન હોવાથી શ્રુતના અભ્યાસનો અને પરિગ્રહના ત્યાગાદિ ગુણોનો આ જીવ યથાર્થપણે મોક્ષની સાધનારૂપે ઉપયોગ કરી શકતો નથી. તે માટે અનુભવ સમજાવવો જરૂરી છે. માટે હવે અનુભવાષ્ટક લખવામાં આવે છે.
અનુભવ વિનાનું જ્ઞાન પાણીતુલ્ય અને દૂધતુલ્ય છે તથા અનુભવયુક્ત જ્ઞાન અમૃતતુલ્ય છે. તેથી અનુભવવાળા જીવનું જે જ્ઞાન તે જ જ્ઞાન મુક્તિદાયક હોવાથી તેને જ યથાર્થરૂપે જ્ઞાન કહેવાય છે. અનુયોગદ્વાર નામના સૂત્રમાં કહ્યું છે કે -
“વાચના લેવી-દેવી, પ્રશ્ન પૂછવા રૂપ પૃચ્છના, સૂત્રોની તથા અર્થની પુનરાવૃત્તિ કરવી તે પરાવર્તના, ધર્મકથા કરવી, તે ધર્મકથા અને પરોપદેશ આપવો વળી સ્વર, અક્ષર તથા વ્યંજનોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું ઈત્યાદિ સ્વરૂપે પ્રાપ્ત કરેલો શ્રુત અભ્યાસ હોય, પરંતુ જો અનુભવરૂપ અનુપ્રેક્ષાથી રહિત હોય તો તેવા જીવનું આ શ્રુતજ્ઞાન દ્રવ્યશ્રુત કહેવાય છે. આસનકાલે મુક્તિદાયક થતું નથી, તથા નિયમા મુક્તિદાયક થતું નથી પરંતુ અનુભવ રૂપી અનુપ્રેક્ષાથી જો યુક્ત હોય અને સંવેદનાત્મક જ નહીં પણ આત્મસ્પર્શી થયું હોય તો અલ્પકાલમાં જ મુક્તિદાયક થાય છે માટે ભાવશ્રુત કહેવાય છે અને તે જ યથાર્થ શ્રત છે, ઉપકારક-શ્રુત છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર
સારાંશ કે ભાવશ્રુતજ્ઞાન પણ બે પ્રકારનું છે - એક સંવેદનશાન રૂપ અને બીજું સ્પર્શજ્ઞાન રૂપ. ત્યાં વિષયમાત્રનો યથાર્થ બોધ જે થાય, જે વસ્તુ જેમ છે તેમ અનેકાન્તપણે યથાર્થ રૂપે જણાય તે સંવેદનશાન અને જે વસ્તુ જેમ છે તેમ જાણ્યા પછી હેય વસ્તુ હેયરૂપે અને ઉપાદેયવસ્તુ ઉપાદેયરૂપે આત્માને સ્પર્શી જાય, આત્માની દૃષ્ટિ હેયભાવોમાંથી નીકળી જાય અને ઉપાદેયભાવોમાં ચોંટી જાય આમ આત્મસ્પર્શી જે જ્ઞાન થાય તે જ્ઞાન સ્પર્શજ્ઞાન
૬૯૬
રૂપ ભાવશ્રુત કહેવાય છે. આ રીતે વિચારતાં જે જ્ઞાન બોધ માત્ર રૂપ સંવેદનાત્મક ભાવશ્રુત છે તે વિદ્વત્તાની અને માનાદિની પ્રાપ્તિનું કારણ બને છે, પણ તત્ત્વપ્રાપ્તિનું કારણ બનતું નથી. પરંતુ આત્માને સ્પર્શ કરતું, હેય પદાર્થો જોઈને ઉકળી ઉઠતું અને ઉપાદેય ભાવોને જોઈને પ્રસન્ન પ્રસન્ન થતું મન છે જેમાં એવું સ્પર્શરૂપ ભાવશ્રુતજ્ઞાન આ જીવને અલ્પકાળમાં જ મુક્તિરૂપી ફળની પ્રાપ્તિ કરાવે છે. તેનાથી તત્ત્વ પ્રાપ્ત થાય છે. આવું શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ ષોડશકપ્રકરણ ૧૨ ના ૧૫ મા શ્લોકમાં કહ્યું છે. તે શ્લોકમાં અત્યન્ત સ્પષ્ટ કહ્યું છે કે અનુભવયુક્ત જીવને જ આત્મસ્પર્શી સ્પર્શજ્ઞાન થાય છે. અનુભવરહિત આત્માને આત્મસ્પર્શી જ્ઞાન થતું નથી. તે શ્લોક આ પ્રમાણે છે -
"स्पर्शस्तत्तत्त्वाप्तिः संवेदनमात्रमविदितं त्वन्यत् । वन्ध्यमपि स्यादेतत्स्पर्शस्त्वक्षेपतत्फलदः ॥ १२-१५॥
જે જ્ઞાનથી તત્ત્વની (આરોપણ-ઉપચાર વિનાના પારમાર્થિક સ્વરૂપની) પ્રાપ્તિ થાય તે સ્પર્શબોધ કહેવાય છે. તેનાથી જે અન્ય બોધ છે અર્થાત્ આરોપિત (સંસારસુખાદિ) ફળ આપનાર છે, આત્માથી વિદિત થયેલું (સ્પષ્ટ થયેલું) નથી તે સંવેદનજ્ઞાનમાત્ર કહેવાય છે. આ સંવેદનશાન વર્ધ્ય પણ હોય છે અર્થાત્ મુક્તિપ્રાપ્તિરૂપ ફળ ન પણ આપે આમ બને છે. પરંતુ જે સ્પર્શજ્ઞાન છે તે તો તુરત જ મુક્તિ પ્રાપ્તિરૂપ ઈષ્ટફળને આપનાર બને છે. ॥૧૨-૧૫
ઉપરની ચર્ચા જાણતાં “સ્પર્શજ્ઞાન” કોને કહેવાય ? તે જાણવાની જિજ્ઞાસા અવશ્ય જાગે જ છે. તેથી તે સ્પર્શજ્ઞાનનું લક્ષણ શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથને અનુસારે અહીં જણાવાય છે.
“જે જ્ઞાન પ્રાપ્ત થવાથી યથાર્થ એવું અનેકાન્તાત્મક વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાય, પરભાવદશાની અરમણતા પ્રાપ્ત થાય, સ્વભાવદશાની રમણતા પ્રાપ્ત થાય, સ્વભાવદશાના આસ્વાદનની સાથે એકતા (તલ્લીનતા-એકમેકતા) પ્રાપ્ત થાય આવા પ્રકારનું જે જ્ઞાન થાય તે અનુભવજ્ઞાન કહેવાય છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
૬૯૭
સારાંશ કે હેયપદાર્થો હેયસ્વરૂપે જાણીને તેને ત્યજી દેવાની ભાવના થાય, તેના પ્રત્યે ત્યાજ્યભાવ પ્રગટ થાય, જેમ સર્પને સર્પ છે આમ જાણતાંની સાથે જ તેનાથી દૂર થવાની ભાવના પ્રગટે છે તેમ હેય ભાવો પ્રત્યે ત્યાજ્ય ભાવ પ્રગટે. તથા ઉપાદેયભાવોને ઉપાદેય સ્વરૂપે જાણીને તેને પ્રાપ્ત કરવાની લગની લાગે. આવા પ્રકારનું સુખના આસ્વાદનવાળું જે જ્ઞાન તે અનુભવ કહેવાય છે. હવે તે અનુભવને નામાદિ ચાર નિક્ષેપાથી સમજાવીએ છીએ.
नामत: अभिधानम्, स्थापनात ः स्थाप्यमानम्, द्रव्यानुभवः भुज्यमानशुभाशुभविपाकेषु अनुपयोगः "अणुवओगो दव्वं" इति वचनात् भावानुभवः अप्रशस्तः सांसारिकविषयकषायाणामनुभवैकत्वम्, प्रशस्तः अर्हद्गुणानुरागैकत्वम् । शुद्धानुभवः स्वरूपानन्तपर्यायपरिणतिवैचित्र्यज्ञानास्वादनैकत्वविश्रान्तिलक्षणः । अत्र भावानुभवावसरः ।
स च नैगमतः तदिच्छ्कस्य सङ्ग्रहतः उपयुक्तानुपयुक्तस्य तत्कारणाश्रितयोग्यत्वे, व्यवहारतः श्रुताभ्यासवाचनाप्रच्छनाभोक्तुः, ऋजुसूत्रेण मनसो विकल्परोधपूर्वकतन्मयत्वे वर्तमानस्य, शब्दनयेन ज्ञानोपयोगगृहीतानन्तधर्मात्मकात्मद्रव्यानन्तताज्ञानानुभवे सति, समभिरूढनये तु मुख्यज्ञानदर्शनगुणात्मकत्वात्मनि तद्मणतद्भोगतदैकत्वरूपानुभवः, एवम्भूतनयेन एकमुख्यपर्यायतन्मयत्वानुभवः । अत्र यस्यानुभवः तस्य भावना कार्या । इत्येवं स्वरूपानुभवमन्तरेण ज्ञानाचरणादिकं द्रव्यरूपमेव । अतः सानुभवेन भवितव्यम् ।
“અનુભવ” ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવવામાં આવે છે “અનુભવ” એવું કોઈ સચિત્ત-અચિત્ત વસ્તુનું નામ પાડવામાં આવે છે તે નામનિક્ષેપાથી અનુભવ કહેવાય છે. સ્થાપનાનિક્ષેપથી “અનુભવ” આવા પ્રકારના અક્ષરોની જે સ્થાપના કરવી તે સ્થાપના અથવા જે આત્મામાં અનુભવ જ્ઞાન વ્યાપ્ત થયું છે એવા અનુભવીની જે સ્થાપના તે પણ સ્થાપનાનિક્ષેપથી અનુભવ કહેવાય છે. પુણ્યોદય અથવા પાપોદય જ્યારે વર્તતો હોય ત્યારે તે તે કર્મોના ઉદયથી સાનુકૂળ અથવા પ્રતિકૂળ સંજોગો પ્રાપ્ત થયા હોય તે ભોગવાતા હોય છતાં તેમાં ચિત્તવૃત્તિ સ્થાપિત ન કરવી તે દ્રવ્યાનુભવ અર્થાત્ ઉદયમાં આવીને ભોગવાતાં શુભ અથવા અશુભ કર્મનાં ફળોમાં ઉપયોગ ન રાખવો, હર્ષ શોક ન કરવો, પ્રીતિ-અપ્રીતિ ન કરવી તે દ્રવ્યાનુભવ જાણવો. ‘‘અનુપયોગો દ્રવ્યમ્'' જ્યાં જ્યાં ઉપયોગ ન હોય ત્યાં ત્યાં તે ક્રિયા દ્રવ્યક્રિયા કહેવાય છે આવું શાસ્ત્રકાર મહર્ષિઓનું વચન છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૬૯૮
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર ભાવાનુભવ અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બે પ્રકારનો છે. ત્યાં સાંસારિક એવા પાંચ ઈન્દ્રિયોના વિષયોના અનુભવની સાથે તથા ક્રોધાદિ ચાર કષાયોના અનુભવની સાથે જે એકતા તે અપ્રશસ્તભાવાનુભવ. સારાંશ કે વિભાવદશાની સાથે આ આત્માની જે એકતા તે અપ્રશસ્તભાવાનુભવ અને અરિહંત પરમાત્માના તથા ઉપકારીઓના ગુણોના અનુરાગની સાથે જે એકતા થાય તે પ્રશસ્તભાવાનુભવ કહેવાય છે. જેનાથી સંસારની વૃદ્ધિ થાય એવા પરપદાર્થોના અનુભવની સાથે જે તન્મયતા તે અપ્રશસ્ત ભાવાનુભવ અને ગુણી-ઉપકારી તથા મહાત્મા પુરુષો આદિ આત્મહિતકારક તત્ત્વોના અનુભવની સાથે જે એકતા થાય તે પ્રશસ્તભાવાનુભવ કહેવાય છે.
અપ્રશસ્તભાવાનુભવ સંસારવૃદ્ધિનો હેતુ હોવાથી હેય છે. તેના કરતાં પ્રશસ્તભાવાનુભવ સંવર-નિર્જરાનો હેતુ હોવાથી સારો છે, અર્થાત્ ઉપાદેય છે. છતાં અરિહંત પરમાત્મા આદિ ગુણી પુરુષો પણ આપણા આત્માની અપેક્ષાએ પરદ્રવ્ય છે. તેથી તે આલંબનનો આશ્રય લેતાં લેતાં જ્યારે આ આત્મા પોતાના આત્માના શુદ્ધસ્વરૂપના જે અનંત અનંત પર્યાયો છે. તેમાં જ પરિણમન પામવા રૂપ ચિત્ર-વિચિત્ર (ભિન્ન-ભિન્ન વિષયોના) જ્ઞાનના આસ્વાદનની સાથે સ્વતત્ત્વના અનુભવ રૂપે આ આત્માની જે એકતા થવા રૂપ સ્થિરતા છે તે અર્થાત્ સ્વાભાવિક સ્વ સ્વરૂપની પર્યાયપરિણતિના જ્ઞાનની સાથે સર્વથા નિરાલંબન એવી જે એકતા છે તે સર્વોપરિ શુદ્વાનુભવદશા છે. આપણે સર્વોપરિ એવી સ્વાનુભવદશા જ પ્રાપ્ત કરવાની છે પણ જ્યાં સુધી શુદ્ધ અનુભવદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેના ઉપાય રૂપે “પ્રશસ્તાનુભવદશા” આદરણીય છે. માટે તે પ્રશસ્તભાવાનુભવદશાનું વર્ણન કરવાનો આ અવસર છે. હવે પ્રશસ્ત અનુભવદશા ઉપર સાત નયો સમજાવાય છે. (૧) નૈગમનય - આત્માના શુદ્ધાનુભવની ઈચ્છા કરનારને પ્રશસ્ત ભાવાનુભવ કહેવાય
છે. કારણ કે જો ઈચ્છા કરી છે તો લાંબા કાળે પણ તે પામશે, એમ સમજીને ઉપચારે ભાવાનુભવ કહ્યો. સંગ્રહનય :- આત્માના ભાવાનુભવની પ્રાપ્તિ કરાવે તેવા કારણોના આશ્રયે રહીને યોગ્યતા પ્રાપ્ત કરવામાં જે વર્તે છે પછી તે ઉપયોગપૂર્વક હોય કે ઉપયોગશૂન્ય હોય પણ કારણમાં પ્રવર્તીને યોગ્યતા તરફ જેનું ગમન છે તે સર્વે પ્રશસ્ત
ભાવાનુભવ કહેવાય છે. (૩) વ્યવહારનય - ભાવાનુભવની પ્રાપ્તિનાં જે અસાધારણ કારણો છે એવાં જૈન શાસ્ત્રોનો
અભ્યાસ, નિરંતર વાચના, પૃચ્છના, પરાવર્તનાદિ સંબંધી સ્વાધ્યાય-રસિક થવું તે જીવોમાં આવેલો પ્રશસ્ત ભાવાનુભવ જાણવો.
Page #107
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનુભવાષ્ટક - ૨૬
૬૯૯ (૪) ઋજુસૂત્રનય :- ભાવાનુભવની પ્રાપ્તિ કરાવે એવાં વાચના, સ્વાધ્યાય, શાસ્ત્રાભ્યાસાદિ
જે અસાધારણ કારણો છે. તેમાં બાહ્ય ભાવોથી મનનો વિરોધ કરીને એકમેક થવું. મોહના સંકલ્પ-વિકલ્પોને રોકવા પૂર્વક અસાધારણ કારણોની ઉપાસનામાં તન્મય
થઈને વર્તતો સાધક આત્મા તે ઋજુસૂત્રનયથી ભાવાનુભવ જાણવો. (૫) શબ્દનય :- શાસ્ત્રોના નિરંતર અભ્યાસ દ્વારા અને ગુરુગમથી પ્રાપ્ત કરેલા જ્ઞાનના
ઉપયોગ વડે જાણેલ અનંતગુણ-પર્યાય રૂપ અનંતધર્મવાળું મારું આત્મદ્રવ્ય છે. આવું જાણીને આત્માની અનંત-અનંતતાના જ્ઞાનનો જે અનુભવ કરવો. અર્થાત્ અનંત
ધર્માત્મક આત્મદ્રવ્યની અનંતતાને અનુભવવી તે શબ્દનયથી ભાવાનુભવ જાણવો. (૬) સમભિરૂઢનય :- આત્માના અનંત ગુણોમાંથી મુખ્ય ગુણરૂપ જે જ્ઞાન-દર્શન નામના
ગુણો છે તે ગુણમય જે પોતાનું આત્મદ્રવ્ય છે તે પોતાના આત્મદ્રવ્યમાં જ રમણતા કરવી, તે ગુણમય આત્મદ્રવ્યનો જ ઉપભોગ કરવો, તે ગુણમય આત્માની સાથે જ જે એકતા (બીજું બધું ભૂલી જવું) તે સમભિરૂઢ નયથી ભાવાનુભાવ જાણવો. એવંભૂતનય :- આત્માના અનંતગુણોમાંથી કોઈપણ એક ગુણ-પર્યાયમાં જ જે તન્મયતા-લીનતા તે ભાવાનુભવ જાણવો. ઉત્તરોત્તર નયોની અપેક્ષાએ શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવ તરફ ગમન કરવાનું જાણવું. અહીં જેનો અનુભવ લક્ષ્ય (સાધ્ય) છે તેની જ વિચારણા કરવાની છે. અર્થાતુ પોતાના આત્માના શુદ્ધાનુભવની પ્રાપ્તિ કરવાની છે તે જ દશા લક્ષ્ય છે. માટે આ અષ્ટકમાં તેની જ વિચારણા કરવામાં આવશે. કારણ કે આત્માના સ્વરૂપનો અનુભવ જેમાં ન થાય તેવા પ્રકારનાં, સ્વરૂપ અનુભવ વિનાનાં જ્ઞાન અને આચરણાદિ ધર્મકાર્યો આ જીવે અનંતીવાર કર્યા છે, પણ મુક્તિફળ આપનાર બન્યાં નથી અને બનતાં નથી. તેથી તે ફળને આશ્રયી આવાં ધર્મકાર્યો નિષ્ફળ છે. તેથી જ તે ધર્મકરણી દ્રવ્યરૂપ જ કહેવાય છે. માટે ફળપ્રાપ્તિ કરાવે તેવા ભાવાનુભવવાળા થવું જોઈએ.
सर्वत्र गुणपरिणतौ अनुभवेनैवानन्दता, नो चेत् शब्दज्ञानशून्यशब्दश्रवणवत् अपार्थकमेवेति । श्रूयते च कष्ठानुष्ठानकोटिकरणेऽपि न तत्त्वप्राप्तिः, कुलबालकादीनामिवानुभवमन्तरेण । परिग्रहप्रसङ्गोपचितविषयसङ्गसद्भावेऽपि अन्तर्मुहूर्तात्मानुभवलीनानां सर्वज्ञत्वसिद्धिः कूर्मापुत्रादीनाम् । तेनानुभवाभ्यासः साध्यः शुद्धसाध्यસિ: તારોપવેશ: ૩પવિતે –
Page #108
--------------------------------------------------------------------------
________________
૭OO
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર | સર્વે પણ પ્રવૃત્તિઓમાં જો ગુણોનું પરિણમન હોય તો જ તેવા પ્રકારના અનુભવથી આત્માને આનંદ ઉત્પન્ન થાય છે. જેમ કેરીની ખરીદી કરીએ પણ જો તેમાં મધુરરસનો અનુભવ થાય તો જ આનંદ પ્રાપ્ત થાય. કોઈ મહાત્મા પુરુષ સાથે પરિચય કરીએ, પરંતુ જો તેઓના જ્ઞાન-ચારિત્ર-તપ આદિ વિશિષ્ટ ગુણોનો આપણને અનુભવ થાય તો જ આનંદ પ્રાપ્ત થાય, કોઈ મહાકવિએ સુંદર કાવ્ય બનાવ્યું હોય તે કાવ્યમાં કવિએ ઉપમા-ઉન્મેલા ઈત્યાદિ ઘણા અલંકારો ભર્યા હોય, તથા અક્ષરોનું પદલાલિત્ય ગોઠવ્યું હોય, પરંતુ સાંભળનારા જે શ્રોતા હોય, તેઓને જો શબ્દસંબંધી કંઈ જ્ઞાન જ ન હોય, તો તેવા પ્રકારના શબ્દના જ્ઞાનથી શૂન્ય એવા શ્રોતા જો તે કાવ્ય સાંભળે તો કાવ્યસંબંધી જ્ઞાનગુણ ન હોવાથી તેવા કાવ્યનું શ્રવણ “બહેરા આગળ ગાન”ની જેમ નિરર્થક જ છે. તેમ અનુભવજ્ઞાન વિના ધર્મકરણીનો પણ પારમાર્થિક આનંદ આ જીવને પ્રાપ્ત થતો નથી. શાસ્ત્રોમાં પણ આવાં અનેક દષ્ટાન્તો સંભળાય છે કે કરોડોની સંખ્યામાં કષ્ટકારી અનુષ્ઠાનો કરીએ તો પણ અનુભવ વિના શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
જેમ સારા કુલમાં જન્મેલા બાળકોને માત-પિતા ધર્મ અનુષ્ઠાનો કરાવે અને કુલવાન બાળકો હોવાથી માતા-પિતા કહે તેમ ધર્માનુષ્ઠાનો કરે, પરંતુ તે સંબંધી અનુભવજ્ઞાન ન હોવાથી જેમ કુલવાન બાળકોએ કરેલા અનુષ્ઠાનની યથાર્થ ફળની પ્રાપ્તિ તે કુલવાન બાળકોને થતી નથી તેમ અહીં સમજવું. કુલવાન બાળકોનું દૃષ્ટાન્ત એવું છે કે જ્યાં ધર્માનુષ્ઠાન છે, પરંતુ અનુભવ નથી એટલે નિર્જરાસ્વરૂપ યથાર્થ ફળની પ્રાપ્તિ થતી નથી. હવે એવું દૃષ્ટાન્ત આપે છે કે જ્યાં ધર્માનુષ્ઠાન નથી, અને પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સંગ છે છતાં પણ શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ જીવ કરે છે તો અન્તર્મુહૂર્ત માત્રમાં જ ક્ષપકશ્રેણી માંડીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમકે કુર્માપુત્રાદિ.
કુર્માપુત્ર અને આદિ શબ્દથી ભરત મહારાજા, પૃથ્વીચંદ્ર રાજા, ગુણસાગર, ઈલાચી, ચિલાતીકુમાર ઈત્યાદિ ઉદાહરણો એવાં છે કે જ્યાં ધર્માનુષ્ઠાન ખાસ નથી, ધનધાન્યાદિપરિગ્રહનો યોગ છે. કારણ કે લગભગ બધા જ ગૃહસ્થ અવસ્થામાં છે. પરિગ્રહનો સંગ હોવાથી તેનાથી પ્રાપ્ત થયેલા પાંચે ઈન્દ્રિયોના વિષયોનો પણ સંગ ચાલુ છે. તથા તેનો ઉપભોગ પણ ચાલુ જ છે. આમ હોવા છતાં પણ માત્ર એક અંતર્મુહૂર્ત કાલ શુદ્ધ આત્મદશાના અનુભવમાં આ મહાત્માઓ લીન થયા છે. વૈરાગ્ય વાસિત બન્યા છે. નિર્મળ આત્મદશાનું લક્ષ્ય જાગ્યું છે. તેનાથી તે મહાત્માઓને ક્ષપકશ્રેણી કરવા દ્વારા કેવલજ્ઞાન કેવલદર્શનની પ્રાપ્તિ થવાથી સર્વજ્ઞતાની સિદ્ધિ થઈ છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનુભવાષ્ટક- ૨૬
૭૦૧ આ કારણથી શુદ્ધસાધ્યની રસિકતાવાળા આત્માર્થી મુમુક્ષુ જીવોએ આત્મતત્ત્વના અનુભવનો અભ્યાસવિશેષ કરવો જોઈએ. તે શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ તરફ વિશેષ વિશેષ આદરભાવ થાય તે માટે તેનો ઉપદેશ શરૂ કરાય છે –
सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् । बुधैरनुभवो दृष्टः, केवलार्कारुणोदयः ॥१॥
ગાથાર્થ :- જેમ દિવસ અને રાત્રિથી સંધ્યાકાલ ભિન્ન છે તેવી જ રીતે કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી અનુભવદશા ભિન્ન છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આ અનુભવદશા એ કેવલજ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થતાં પૂર્વે અરુણોદયતુલ્ય છે.
ટીકા :- “ચ્ચેવ વિનરાત્રિખ્યાબિતિ વધેઃ-ગવતિતત્ત્વસ્વરૂ:, યથા दिनरात्रिभ्यां मध्यं सन्ध्या एव दृष्टा, तथा केवलश्रुतयोः-केवलज्ञानश्रुतज्ञानयोः मध्यमनुभवो दृष्टः । श्रुतज्ञानस्य चिरकालाभ्यासितस्य कार्यरूपः केवलज्ञानस्य सम्यग्दृष्टिगुणस्थानकतः साध्यत्वेन लक्षीकृतस्यासाधारणकारणरूपोऽनुभवः अध्यात्मैकत्वानन्दरूपो दृष्टः । कथम्भूतोऽनुभवः ? केवलं-सकलासहायिज्ञानमेवार्कस्तस्य अरुणोदयः-अरुणः-सूर्यसारथिः, तस्य उदयः । पूर्वमरुणोदयेन तत्सूर्योदयो भवति, एवमनुभवोदये केवलार्कोदयः, अतोऽनुभवपूर्वकं केवलज्ञानम् । अनुभवश्च भावनाज्ञानैकत्वरूपः करणीय इति । उक्तञ्च समुच्चये-मतिश्रुतोत्तरभावी केवलाद् अव्यवहितपूर्वभावी प्रकाशोऽनुभवः ॥१॥
વિવેચન :- “અનુભવ” એ શું વસ્તુ છે ? તે સમજાવાય છે. આ અનુભવ તે જ્ઞાનની જ વિશિષ્ટ એવી પરિપક્વ અવસ્થા વિશેષ જ છે. અગિયાર અંગ, ચૌદપૂર્વ વગેરે શાસ્ત્રોનું જ્ઞાન ગુરુજી પાસેથી પ્રાપ્ત કર્યા બાદ અથવા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીકૃત, પૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત, પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ઈત્યાદિ મહાન આગમધર પુરુષોની રચનાઓ ભણ્યા બાદ તેને વાગોળી વાગોળીને તેનાં ઊંડા રહસ્યોને જાણવા-માણવાં આવા પ્રકારનો વિશાળ અનુભવ જે પ્રાપ્ત કરવા લાયક છે તેનું આ ગાથાઓમાં વર્ણન છે.
જેમ “સંધ્યાસમય” નથી તો દિવસ, કારણ કે સૂર્ય આથમી ગયો છે. તથા નથી રાત્રિ, કારણ કે અંધકાર છવાયો નથી. તેથી સંધ્યા એ દિવસ અને રાત્રિથી ભિન્ન અવસ્થા છે તેવી જ રીતે “અનુભવ” એ શ્રુતજ્ઞાનથી અને કેવલજ્ઞાનથી ભિન્ન અવસ્થા છે. શ્રુતજ્ઞાનથી અધિક અને કેવલજ્ઞાનથી ન્યૂન એવી જે અવસ્થા તે અનુભવાવસ્થા કહેવાય છે. અનુભવાવસ્થા
૧૩
Page #110
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૭૦૨
અનુભવાષ્ટક - ૨૬ એ સ્વયં અનુભવથી જ જણાય છે શબ્દોથી સમજાવી શકાતી નથી. જેમ કોઈ સ્ત્રીને થતી પ્રસુતિની પીડા, અથવા કેન્સર આદિના રોગીને થતી રોગની પીડા, તે જીવ જ સ્વયં સમજી શકે છે. વાચાથી યથાર્થપણે વ્યક્ત કરી શકાતી નથી. તેવી જ રીતે શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેનો વિશાળ અનુભવ જેને પ્રાપ્ત થયો છે તે અનુભવ તો અનુભવ જ સમજી શકે છે, વાચાથી કહી શકાતો નથી - વર્ણવી શકાતો નથી.
જેમ સંધ્યા, દિન અને રાત્રિથી પૃથક છે તેમ અનુભવ એ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પૃથફ છે એમ તત્ત્વોનું સ્વરૂપ જેઓએ જાણ્યું છે એવા બુધપુરુષોએ (જ્ઞાની પુરુષોએ) દેખ્યું છે, અનુભવ્યું છે. જ્ઞાની મહાત્માઓનો આવો અનુભવ છે. આ અનુભવદશા એ ઘણા લાંબા કાળ સુધી અધ્યયન કરેલા અને અધ્યાપન કરાવેલા શ્રુતજ્ઞાનના ફળસ્વરૂપ છે અને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી સાધ્ય તરીકે લક્ષ્યભૂત કરેલા એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિના અસાધારણ કારણરૂપ આ અનુભવદશા છે આમ જાણવું. આ અનુભવદશા એ અધ્યાત્મની સાથેની એકતાના પરમ આનંદસ્વરૂપ છે. આત્માની અત્યન્ત નિર્મળ પરાકાષ્ઠાવાળી દશા છે. જેમ ગામની ભાગોળ આવે એટલે તુરત જ ગામ આવે એમ આ અનુભવદશા આવે એટલે અંતર્મુહૂર્તમાત્રમાં જ કેવલજ્ઞાનવાળી અવસ્થા જીવને આવે છે. માટે સર્વજ્ઞતાની પ્રાપ્તિની અત્યન્ત નિકટતમ પૂર્વાવસ્થા છે. આ જ વાત સમજાવે છે.
કેવલજ્ઞાન અર્થાત્ સંપૂર્ણજ્ઞાન, બીજા કોઈ જ્ઞાનની સહાય નથી જેમાં એવું જ્ઞાન એટલે કે કેવલ એકલું જ જ્ઞાન તે કેવલજ્ઞાન, તે કેવલજ્ઞાન રૂપી સૂર્યનો ઉદય જે થવાનો છે તેના પૂર્વકાલવર્તી જે અરુણોદય (એટલે કે સૂર્યના સારથિરૂપ અરુણનો જે ઉદય) છે તેની તુલ્ય આ અનુભવદશા છે. જેમ સૂર્યોદયના પૂર્વકાલમાં અરુણોદય થયા પછી તુરત જ સૂર્યોદય થાય છે. તેમ અનુભવજ્ઞાનનો ઉદય થયે છતે તુરત જ આ જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી જ જેમ અરુણોદયપૂર્વક સૂર્યોદય છે તેમ અનુભવોદય પૂર્વક કેવલજ્ઞાનોદય છે આમ જાણવું. શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે “આ અનુભવજ્ઞાન તે મતિ અને શ્રુતજ્ઞાનના ઉત્તરકાલે થનારો અને કેવલજ્ઞાનના અવ્યવહિત એવા પૂર્વકાલે થનારો પ્રકાશવિશેષ જ છે.” “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી” આ કહેવત અહીં જોડવી. યોગદષ્ટિનો પાઠ આ પ્રમાણે -
शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः । शक्त्युद्रेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥५॥ सर्वथा तत्परिच्छेदात्, साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ॥७॥
Page #111
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનુભવાષ્ટક- ૨૬
૭૦૩ સામાન્યપણે શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયોવાળો, અને વિશિષ્ટ પ્રકારની શક્તિની અતિશય પ્રબળતાને લીધે શાસ્ત્રના વિષયથી પર બનેલો એવો આ ત્રીજો સામર્થ્યયોગ એ | ઉત્તમ યોગ છે. પા.
સિદ્ધિપદની પ્રાપ્તિના હેતુભૂત એવી ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનાદિનો જો સર્વથા શાસ્ત્રયોગથી જ પરિચ્છેદ થતો હોય તો તે જ કાળે સાક્ષાત્કાર થવાના કારણે તે જીવને ત્યાં જ સર્વજ્ઞતા થવાથી ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થવી જોઈએ. liા /૧
व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ॥२॥
ગાથાર્થ :- સર્વે પણ શાસ્ત્રોનો વ્યવહાર દિશા માત્ર જણાવવા પૂરતો જ હોય છે. પરંતુ એક અનુભવપ્રકાશ જ આ જીવને ભવોદધિ પાર પમાડે છે. //રા
ટીકા :- “વ્યાપાર તિ” સર્વશાસ્ત્રાપાં પુનરનુયો થવાનાં વ્યાપાર:उद्यमः अभ्यासः दिक्प्रदर्शन एव (मार्गदर्शक एव), यथाहि-पथिकस्य मार्गदर्शको मार्ग दर्शयति, परं पुरप्राप्तिस्तु स्वचङ्क्रमणेनैव । एवं शास्त्राभ्यासः परमप्रयासः स्वतत्त्वसाधनविधिदर्शकः, भववारिधे:-भवसमुद्रस्य पारं तु एकः अनुभवः प्रापयति, नान्यः । श्रीसूत्रकृताङ्गादिषु अध्यात्मभावेन सिद्धिरित्युक्तत्वात् । तेन सद्गुरुचरणचञ्चरीकैः आत्मस्वरूपभासनतन्मयत्वं निष्पाद्यम् ॥२॥
વિવેચન :- આત્મતત્ત્વના સ્વરૂપને કહેનારા જે ગ્રન્થો છે તેને શાસ્ત્ર કહેવાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે? કેવી રીતે તે પ્રાપ્ત થાય છે ? કર્મો આત્માને કેવી રીતે બંધનકર્તા છે. રાગાદિના કારણે આ જીવ કર્મો બાંધીને સંસારમાં કેવો રખડે છે ? ઈત્યાદિ આત્મતત્ત્વને સમજાવનારાં જે જે શાસ્ત્રો છે. તે શાસ્ત્રોનો વ્યવહાર તો માત્ર માર્ગદર્શક જ બને છે. શાસ્ત્રોના અધ્યયનમાં કરેલો ઉદ્યમ, અર્થાત્ શાસ્ત્રાભ્યાસ તો ભોમીયાની જેમ માત્ર માર્ગ બતાવનાર જ હોય છે. તે શાસ્ત્રાભ્યાસ કંઈ ભવસાગરના પારને પમાડતો નથી. જેમ ભોમીયો (માર્ગદર્શક) પુરુષ મુસાફરને માત્ર માર્ગ જ બતાવે છે. જે ગામ મુસાફરને જવું હોય, તે ગામ ભોમીયો લઈ જતો નથી, માર્ગ બતાવીને તે દૂર ખસી જાય છે. નગરની પ્રાપ્તિ તો મુસાફર પોતે સ્વયં ચાલે તો સ્વ-ચંક્રમણથી જ થાય છે. અન્યથા થતી નથી. તેવી જ રીતે શાસ્ત્રોએ બતાવેલા માર્ગે ચાલવાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે. પરંતુ શાસ્ત્રાભ્યાસ તો પરમતત્ત્વને પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસમાત્ર જ છે. આત્માની શુદ્ધસ્થિતિ સાધવાની વિધિને
Page #112
--------------------------------------------------------------------------
________________
૭૦૪
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર
માત્ર જણાવનાર છે. ભવસમુદ્રનો પાર તો પોતાને એક અનુભવ જ પ્રાપ્ત કરાવી આપે છે. બીજું કોઈ ભવસમુદ્રનો પાર પમાડી આપતું નથી. શાસ્ત્રાભ્યાસ ભવસમુદ્રનો પાર પામવાની દિશા જણાવનાર છે. પણ તે પોતે જીવને ભવસમુદ્રનો પાર પમાડી આપતું નથી. માટે જીવે પોતે શાસ્ત્રાભ્યાસ કર્યા પછી વિશિષ્ટ અનુભવવાળા થવું જોઈએ.
શ્રી સુયગડાંગ (સૂત્રકૃતાંગ) સૂત્રમાં કહ્યું છે કે “આ જીવ અધ્યાત્મભાવનાથી જ સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે” તે કારણથી ઉત્તમ ગુરુજીના ચરણકમલમાં રમનારા આત્માર્થી મુમુક્ષુ જીવોએ આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન મેળવીને તેમાં જ વધારે વધારે લીન થવું જોઈએ એવો ઉપદેશ છે. ॥૨॥
अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना ।
शास्त्रयुक्तिशतेनापि न गम्यं यद्बुधाः जगुः ॥३॥
"
ગાથાર્થ :- અતીન્દ્રિય એવું આત્માનું પરમ શુદ્ધ સ્વરૂપ વિશુદ્ધ અનુભવ વિના શાસ્ત્રોની સેંકડો યુક્તિઓ વડે પણ જાણી શકાતું નથી. કરાણ કે જ્ઞાનીઓએ આ પ્રમાણે કહ્યું છે. IIII
ટીકા :- ‘અતીન્દ્રિયમિતિ” વુધા:-પણ્ડિતા કૃતિ નJ:, તીતિ ×િ ? शास्त्रयुक्ति शतेनापि - शास्त्रस्य युक्तयः, तेषां शतेनापि अनेकागमरहस्यावबोधेनापि विशुद्धानुभवं विना-निर्मलानुभवमन्तरेण अतीन्द्रियम् - इन्द्रियज्ञानागम्यम्, परम्ઉત્કૃષ્ટમ્, બ્રહ્મ-ચૈતન્યમ્, ન ગમ્યમ્-ન જ્ઞાતું શભ્યમ્ । ન ઘટપટા વિપવાર્થसार्थसमर्थनशब्दसाधनस्वस्वमतस्थन्यासमुधाचिन्तनविकल्पतल्पस्थाः सम्यग्ज्ञानिनः । स्याद्वादानेकान्तधर्मास्पदीभूतानन्तपर्यायोत्पादव्ययपरिणमनसर्वज्ञेयावबोधामूर्ताखण्डानन्दात्मस्वरूपज्ञानं तु तत्त्वानुभवलीना एवास्वादन्ते, न वचोयुक्तिव्यक्तिकृतવાગ્વિનાસા: કૃતિ રૂા
વિવેચન :- પંડિત પુરુષો અર્થાત્ જ્ઞાની પુરુષો આ પ્રમાણે કહે છે. “આ પ્રમાણે કહે છે” એટલે શું કહે છે ? તો જણાવે છે કે - જુદાં જુદાં અનેક શાસ્ત્રો ભણીને તેમાં કહેલી અને અન્ય પણ શાસ્ત્રોના અભ્યાસના આધારે નવી નવી સેંકડો યુક્તિઓ લગાડીને એટલે કે તર્ક-વિતર્ક કરવાપૂર્વક સ્વતંત્રપણે મનથી વિચારણા અને વિકલ્પો માત્ર કરવા વડે અનેક . આગમોના રહસ્યને કદાચ જાણો, તો પણ વિશુદ્ધ એવા આત્માનુભવ વિના-નિર્મળ પોતાના જાત અનુભવ વિના ઈન્દ્રિયોના જ્ઞાનમાત્રથી અગમ્ય એવું પરમ (ઉત્કૃષ્ટ) આત્મતત્ત્વ (આત્માનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ) જાણી શકાતું નથી.
''
Page #113
--------------------------------------------------------------------------
________________
૭૦૫
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬ જેમ સાકરની જે મધુરતા છે તે મધુરતા સાકરને ચાખવાથી જે જણાય છે, અનુભવાય છે, તે “મીઠી છે, મીઠી છે” એમ બોલવાથી તેવું યથાર્થ સમજાતું નથી. ઈન્દ્રિયગમ્ય ભાવો ઈન્દ્રિય દ્વારા અનુભવ કર્યા વિના જેમ ન સમજાય, તેમ અતીન્દ્રિયભાવો આત્મતત્ત્વના અનુભવ વિના ઈન્દ્રિયમાત્રથી સમજાતા નથી, જો તે જાણી શકાતા હોત તો તે ભાવોને અતીન્દ્રિય જ ન કહેવાત. માટે અતીન્દ્રિય ભાવો ઈન્દ્રિયોથી ગમ્ય નથી, કેવળ અનુભવથી જ માત્ર ગમ્ય છે. માટે અનુભવી થવું જોઈએ.
ઘણા નૈયાયિક-વૈશેષિક-સાંખ્ય આદિ દર્શનકારો ઘટ-પટ, ધૂમ-અગ્નિ, ઈત્યાદિ પદાર્થોના સમૂહનું સમર્થન કરવામાં પારિભાષિક શબ્દ પ્રયોગો (જેમકે સમવાયસંબંધ, સનિકર્ષ અયુતસિદ્ધવૃત્તિ ઈત્યાદિ) તથા અનેક સાધનો (યુક્તિઓ, હેતુઓ જેમકે કેવલાવયિ, કેવલવ્યતિરેકી, અવ્યવ્યતિરેકી) ઈત્યાદિ જણાવવા વડે પોતપોતાના દર્શનશાસ્ત્રમાં કહેલી વ્યવસ્થા પ્રમાણે નિષ્ફળપણે કરાતા અનેક વિચારો અને વિકલ્પો કરવા રૂપી મોહ-નિદ્રામય શપ્યામાં પોઢેલા જ્ઞાનીઓ શુદ્ધ એવા આત્મતત્ત્વના અનુભવ વિનાના છે. કેવળ પોપટીયું શુષ્ક તર્કજ્ઞાન કે વ્યાકરણજ્ઞાન છે. પણ તેનાથી તે જ્ઞાનીઓ સમ્યજ્ઞાની કહેવાતા નથી. મિથ્યાત્વમોહની નિદ્રામાં સુતેલા હોવાથી મહા અજ્ઞાની અને મિથ્યાદેષ્ટિ છે. શબ્દશાસ્ત્રનું, ન્યાયશાસ્ત્રનું કે દર્શનશાસ્ત્રનું જ્ઞાન ભલે મળ્યું હોય પણ અધ્યાત્મ વિના તે સંસાર વધારનારું છે, ઘટાડનારું નથી. અંતે તો અધ્યાત્મજ્ઞાન જ સંસારનો પાર પમાડનાર છે.
સ્યાદ્વાદ દૃષ્ટિ રાખવા પૂર્વક સ્વતઃ અનેકાન્તપણે રહેલા અનેક ધર્મોના આધારભૂત એવાં જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોના પ્રતિસમયે અનંત અનંત પર્યાયોની ઉત્પત્તિ તથા અનંત અનંત પર્યાયના વ્યય રૂપે થતા પરિણમન પૂર્વક સર્વ એવાં શેયતત્ત્વોનો હેય-ઉપાદેય અને શેયપણે યથાર્થ બોધ કરવા પૂર્વક અમૂર્ત અને અખંડ આનંદવાળા આત્મસ્વરૂપના જ્ઞાનનો આસ્વાદ તે જ મહાત્માઓ પામે છે કે જે મહાત્માઓ આત્મતત્ત્વના નિર્મળ અનુભવમાં લયલીન છે પરંતુ બોલવાની છટા માત્રવાળા જીવો વચનોથી બાંધવાની પ્રથાવાળી સેંકડો યુક્તિઓ પ્રગટ કરવા દ્વારા વાણીના આડંબરને વ્યક્ત કરનારા બાહ્યદૃષ્ટિ આત્માઓ શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનને પામી શકતા નથી. તેઓ વાણીના વિલાસવાળા છે. બોલવામાં આડંબરવાળા છે. દર્શનશાસ્ત્રોના નિષ્ણાત છે. જય-પરાજય કરવામાં પ્રવીણ છે. માત્ર આત્માને સ્પર્શે એવું આધ્યાત્મિક જ્ઞાન તેઓમાં નથી. અર્થાત્ આટલું બધું ઘણું ભણીને પણ જેઓને માન-માયા પોષવાં છે, સ્વાર્થ સાધવો છે, યશ મેળવવો છે, પણ સંસાર તરવો નથી, આત્માને મોહમાંથી છોડાવવો નથી માટે તેઓ તત્ત્વદેષ્ટિએ કરીને અંધ છે. [૩]
Page #114
--------------------------------------------------------------------------
________________
૭૦૬
જ્ઞાનસાર
અનુભવાષ્ટક - ૨૬ ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः । શાનેબૈતાવતા પ્રા., વૃતઃ ચાત્તેપુ નિશ્ચય: Iઝા
ગાથાર્થ :- અતીન્દ્રિય પદાર્થો જો તર્કવાદથી જ માત્ર જણાતા હોત તો આટલો બધો કાલ ગયો ત્યારે પંડિતપુરુષો વડે તે પદાર્થોમાં નિર્ણય કરાયો હોત. ૪
ટીકા - “જ્ઞાન્ તિ” ય િથવિતા #ાત્રેનાતિક્રિયા:-ન્દ્રિયવર: પહાથधर्मास्तिकायादयो हेतुवादेन-युक्तिप्रमाणसमूहेन ज्ञायेरन् । एतावता कालेन परमात्मभावश्रवणचिन्तननिदिध्यासनादिना स्वात्मस्वरूपे उपयोगानुभवः कृतः स्यात् । तदा तेषु धर्मास्तिकायादिषु शुद्धात्मनि च निश्चयः कृतः स्यात् प्राज्ञैः । इत्यनेन परद्रव्यचिन्तनकालमात्रेणात्मस्वरूपचिन्तने स्वपरावबोधो भवति परावबोधपरित्यागपरिणतिर्भवति । तेन सद्भिः स्वस्वभावभावने मतिः कार्या, येन निष्प्रयासत एव परावबोधपरित्यागपरिणतिर्भवति । “जे एगं जाणइ से सव्वं जाणइ इति વરસાત્ (સારીશ્રત-, પૃથ્ય-૨, ૩દ્દેશ-૪, મૂત્ર-૨૨૨)
વિવેચન :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ અને શુદ્ધ જીવ તથા પરમાણુ આદિ સૂમ પુદ્ગલદ્રવ્ય, આ પદાર્થો અતીન્દ્રિય છે. પાંચ ઈન્દ્રિયોમાંની કોઈ પણ ઈન્દ્રિય વડે જણાય તેમ નથી. કારણ કે પાંચે ઈન્દ્રિયોના વિષયો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ છે. રૂપાદિ ગુણો જ ઈન્દ્રિયગોચર હોવાથી આ ગુણોવાળા ઘટ-પટ આદિ પૂલ પુગલ પદાર્થો જ માત્ર ઈન્દ્રિયથી ગોચર છે. બાકીના ઉપરોક્ત પદાર્થો રૂપાદિ ગુણવાળા ન હોવાથી અને સૂક્ષ્મ હોવાથી અતીન્દ્રિય છે. ઈન્દ્રિયોથી જણાઈ શકે તેવા નથી. તેથી તે પદાર્થો વીતરાગપરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાથી જ સમજવાના હોય છે. આપણી પાસે માત્ર ઈન્દ્રિયજન્ય જ જ્ઞાન છે અને તે પણ અલ્પમાત્રામાં છે. માટે અતીન્દ્રિય પદાર્થોની બાબતમાં શ્રદ્ધા જ પ્રધાન કારણ છે, તેમાં તર્ક ચાલતો નથી.
જો આ અતીન્દ્રિય પદાર્થો ધર્માસ્તિકાયાદિ તર્કવાદથી એટલે કે સેંકડો યુક્તિઓના સમૂહમાત્રથી જાણી શકાતા હોત તો કાળ એટલો બધો ગયો છે કે તે ગયેલા અનંત કાલ વડે “પરમાત્મભાવનું વારંવાર શ્રવણ-ચિંતન અને મનનાદિ કરવા વડે શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપનો ઉપયોગપૂર્વક યથાર્થ અનુભવ પણ કર્યો હોત” અને જો આત્મતત્ત્વનો અનુભવ થયો હોય તો ધર્માસ્તિકાય વગેરે શેષ સર્વદ્રવ્યો મારા આત્માથી પર છે. તેનું આવા પ્રકારનું સ્વરૂપ છે. આમ ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યોના સ્વરૂપમાં અને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં એવું તે સ્વરૂપ છે તેવો નિર્ણય પણ થઈ ચુક્યો હોત. વિવાદ જેવું કંઈ રહે જ નહીં. કારણ કે ઘણો કાળ ગયો છે. તેમાં તર્ક દ્વારા જ્ઞાની પુરુષોએ અતીન્દ્રિય પદાર્થોનો
Page #115
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
યથાર્થતત્ત્વનિર્ણય કર્યો જ હોવો જોઈએ. મત-મતાંતર કે પક્ષ-પ્રતિપક્ષ જેવું કંઈ રહેલું હોવું જોઈએ જ નહીં, પણ આવું નથી. માટે અતીન્દ્રિય પદાર્થો તર્કગમ્ય નથી, શ્રદ્ધાગમ્ય છે. સમ્મતિતર્ક પ્રકરણ નામના ગ્રંથમાં પરમ પૂજ્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીએ ત્રીજા કાંડની ૪૩-૪૪-૪૫ ગાથામાં કહ્યું છે કે -
दुविहो धम्मावाओ, अहेउवाओ य हेउवाओ य । तत्थ य अहेउवाओ, भवियाऽभवियादओ भावा ॥४३॥ વિઞો સમ્મદંતળ-બાળ-વૃત્તિ-પલિવત્તિસંપનો । णियमा दुक्खंतकडोत्ति, लक्खणं हेउवायस्स ॥४४॥
जो वायपक्खम्मि, हेउओ, आगमे य आगमिओ । सो ससमयपण्णवओ, सिद्धंतविराहओ अन्नो ॥ ४५ ॥
606
ધર્મતત્ત્વનું જ્ઞાન બે પ્રકારે હોય છે. એક અહેતુવાદ (શ્રદ્ધામાત્રથી ગમ્ય) અને બીજો હેતુવાદ (તર્કથી ગમ્ય). ત્યાં આ જીવ ભવ્ય છે અને આ જીવ અભવ્ય છે. આ વિષય અહેતુવાદનો છે અર્થાત્ પરમાત્માના વચનોની શ્રદ્ધામાત્રથી જ ગમ્ય છે. ૪૩ના
જે ભવ્ય હોય તે જ જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર પ્રાપ્ત કરીને નિયમા ભવદુઃખના ક્ષયને કરનારો થાય છે. આ વિષય તર્કવાદનો છે. ૪૪
જે આત્મા તર્કગમ્ય પદાર્થોને તર્કથી જાણે છે અને શ્રદ્ધાગમ્ય પદાર્થોને શ્રદ્ધાથી જાણે છે તે જ સાચો જૈનશાસનનો પ્રજ્ઞાપક છે. પણ જે તર્કગમ્યમાં શ્રદ્ધા લગાવે છે અને શ્રદ્ધાગમ્યમાં તર્ક લગાવે છે તે જૈન સિદ્ધાન્તનો વિરાધક આત્મા છે. ૪૫।।
ઉપરની ચર્ચાથી સમજાશે કે અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનમાં સેંકડો યુક્તિ-સમૂહ લગાવીએ તો પણ વસ્તુતત્ત્વનો નિર્ણય કરવો શક્ય નથી. તે માટે અતીન્દ્રિયવિષયના જે જ્ઞાની પુરુષો છે તે મહાત્માઓના વચનોનું એટલે કે સર્વજ્ઞ મહાત્માઓના વચનોનું શરણું લેવું જોઈએ. સર્વજ્ઞ પરમાત્મા ઉપરની શ્રદ્ધાથી સાચું તત્ત્વ સ્વીકારવું જોઈએ. આ રીતે સર્વજ્ઞ પરમાત્માના વચનોનો આશ્રય લઈને ધર્માસ્તિકાયાદિ તમામ અરૂપી દ્રવ્યો અને પુદ્ગલાસ્તિકાય નામનું રૂપી દ્રવ્ય મારા આત્મદ્રવ્યથી ભિન્નદ્રવ્ય છે આમ સમજીને પરદ્રવ્યોનું પરદ્રવ્ય રૂપે ચિંતન-મનન કરવાના કાલે અને આત્મદ્રવ્ય ચેતન છે, અરૂપી છે, શેષદ્રવ્યોથી ભિન્નદ્રવ્ય છે ઈત્યાદિ ચિંતન મનન કરવાના કાલે સાચું સ્વદ્રવ્ય શું ? અને સાચું પરદ્રવ્ય શું ? તેનો યથાર્થ બોધ પ્રગટ થાય છે.
આ રીતે યથાર્થ સ્વ-પરના ભેદનો વિવેક જાગવાથી જે જે પરદ્રવ્ય છે તે તે પરદ્રવ્યો
Page #116
--------------------------------------------------------------------------
________________
૭૦૮
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર
મોહાદિ વિકાર કરાવવા વડે મારા આત્માને કર્મબંધના હેતુઓ છે. માટે મારે તેનાથી દૂર રહેવું જોઈએ. આમ સમજીને પરદ્રવ્યોનો પરદ્રવ્ય તરીકેનો બોધ અને પરદ્રવ્યને તજવાનો એટલે કે તેનાથી દૂર રહેવાનો પરિણામ આ જીવમાં ઉત્પન્ન થાય છે તે કારણથી ઉત્તમ આત્માઓએ પોતાના શુદ્ધ-નિર્મળ આત્મતત્ત્વનો જ બોધ કરવામાં રચ્યાપચ્યા રહેવું જોઈએ. આત્માના શુદ્ધસ્વરૂપની જ વિચારણામાં લાગી જવું જોઈએ. જેના કારણે પરદ્રવ્યો એ પરદ્રવ્યો છે, મારાથી ભિન્ન છે, મારો અને તે પરદ્રવ્યોનો સંયોગમાત્ર છે તાદામ્ય નથી માટે મારે તે દ્રવ્યોમાં રંગાવું જોઈએ નહીં. તે અન્ય દ્રવ્યોનો અને મારા આત્માનો માત્ર સંયોગસંબંધ જ છે. તાદામ્ય સંબંધ નથી. આવી બુદ્ધિ ઉત્પન્ન થશે, તેમ થવાથી સહેજે સહેજે પરદ્રવ્યના બોધમાં મોહદશાપૂર્વક રાચવા-ભાચવાની જે પરિણતિ છે તેના ત્યાગનો ભાવ પ્રગટ થશે. શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે –
जे एगं जाणइ, से सव्वं जाणइ ।
जे सव्वं जाणइ, से एगं जाणइ ॥१२२॥ જે એકદ્રવ્યને બરાબર જાણે છે તે સર્વદ્રવ્યને જાણે છે અને જે સર્વદ્રવ્યને જાણે છે તે જ એકદ્રવ્યને બરાબર જાણે છે (આચારાંગ શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૩, ઉદ્દેશો-૪, સૂત્ર૧૨૨) આ પ્રમાણે હોવાથી જો એક શુદ્ધ આત્મદ્રવ્ય યથાર્થ રીતે સમજાઈ જાય તો મારું પોતાનું સ્વરૂપ શું? પરદ્રવ્યનું સ્વરૂપ શું? તે સમજાતાં પરદ્રવ્યો એ પરદ્રવ્ય છે. અને શુદ્ધ આત્મદ્રવ્ય એ જ સ્વદ્રવ્ય છે. આમ સમજાવાથી પરદ્રવ્યની અંદર જે મારાપણાની મતિ છે તેનો ત્યાગ થાય છે. તેનાથી આત્માનું જલ્દી જલ્દી કલ્યાણ થાય છે. I૪
केषां न कल्पनादर्वी, शास्त्रक्षीरान्नगाहिनी । विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ॥५॥
ગાથાર્થ - કયા પુરુષોની કલ્પનાશક્તિ રૂપી કડછી શાસ્ત્ર રૂપી ક્ષીરાનનું અવગાહન કરનારી હોતી નથી ? પરંતુ તે ક્ષીરાનના રસના આસ્વાદને અનુભવ રૂપી જીભ વડે માણનારા પુરુષો કોઈ વિરલા જ હોય છે. પા.
ટીકા :- “વેષ નેતિ" વર્ષ-પુરુષા/મ્, વફાના-મતિપ્રવૃત્તિરૂપા, ઊંपाककरणचाटुका, शास्त्रमेव क्षीरान्नं-परमान्नं, तस्य गाहिनी-अवगाहिनी न ? । अपि तु अस्त्येवेति । बुद्धिकल्पनया शास्त्रग्राहिणी मतिर्बहूनाम्, परम् अनुभवजिह्वया तद्रसास्वादविदः-तेषां शास्त्राणां रसः तद्रसः, तस्यास्वादः, तस्य विदः-ज्ञानिनः વિરત્ના:-૩ન્યા, શાસ્ત્રાવી ગ્રાફિ : રૂત પI
Page #117
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
૭૦૯
વિવેચન :- કલ્પનાશક્તિ એટલે સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ પદાર્થની વિચારણામાં બુદ્ધિની પ્રવૃત્તિ થવી તે, દર્વી એટલે કડછી-મોટો ચમચો, પાક થયેલી અર્થાત્ તૈયાર થયેલી રસોઈને સૌથી પ્રથમ ચાટવાવાળી કડછી જ હોય છે. પ્રથમ કડછી જ તૈયાર રસોઈને ચાટે છે. કારણ કે તૈયાર થયેલાં શાક-દાળ-દૂધ આદિ પદાર્થોથી ભરેલા તપેલામાં સૌથી પ્રથમ કડછી જ નાખવામાં આવે છે એટલે કડછી જ તૈયાર રસોઈને પ્રથમ ચાટે છે. શાસ્ત્રનાં ઊંડાં ઊંડાં રહસ્યો જે છે તે ક્ષીરાન્ન છે તે ઊંડાં ઊંડાં રહસ્યોનો આસ્વાદ અનુભવ દ્વારા જ આવે છે. માટે અનુભવ તે જીભની જગ્યાએ છે.
જેમ કડછી (મોટો-ઊંડો ચમચો) તપેલામાં ભરેલ ક્ષીરાન્નનો સ્પર્શ કરે છે. પરંતુ તેને જીભ (જીભસંબંધી ચેતના) ન હોવાથી ક્ષીરાન્નની મધુરતાના રસનો અનુભવ કડછીને થતો નથી. તેની જેમ કયા કયા પંડિત પુરુષોની તીવ્ર કલ્પનાશક્તિ અર્થાત્ બુદ્ધિની તીવ્ર શક્તિ શાસ્ત્રોના ઊંડા ઊંડા અર્થોને જાણવા રૂપ ક્ષીરાન્નનો સ્પર્શ નથી કરતી ? અર્થાત્ સઘળા પણ પંડિત પુરુષોની તીવ્ર કલ્પનાશક્તિ શાસ્ત્રાભ્યાસ રૂપી ક્ષીરાનનો સ્પર્શ કરે છે. બુદ્ધિની તીવ્ર કલ્પનાશક્તિ દ્વારા ઘણા ઘણા પંડિતપુરુષોની મતિ શાસ્ત્રોના પાઠોને, રહસ્યોને અને મર્મને જાણનારી બને છે. તેથી શાસ્ત્રપાઠ ભણેલા વિદ્વાનો ઘણા હોય છે, પરંતુ અનુભવજ્ઞાન મેળવવા વડે શાસ્ત્રોના ઐપર્યવાળા અર્થને માણવા રૂપ રસનું આસ્વાદન કરનારા જીવો વિરલા જ હોય છે. અર્થાત્ ઐદંપર્ય અર્થને જાણનારા કોઈક જ હોય છે. અતિશય અલ્પ આત્માઓ હોય છે શાસ્ત્રોના આત્મસ્પર્શી મર્મને જાણનારા મહાત્માઓ બહુ થોડા હોય છે. પી
पश्यन्ति ब्रह्म निर्द्वन्द्वं निर्द्वन्द्वानुभवं विना । कथं लिपिमयी दृष्टि र्वाङ्मयी वा मनोमयी ॥६॥
"
ગાથાર્થ :- નિર્દેન્દ્ર-સર્વ પ્રકારના ક્લેશથી રહિત એવા બ્રહ્મને એટલે શુદ્ધ આત્મસ્વરૂપને નિર્દેન્દ્ર (એટલે સાક્ષાત્-પ્રત્યક્ષ) અનુભવ વિના લિપિમયી (સંજ્ઞાક્ષર રૂપ) દૃષ્ટિથી, વાઙમયી (વ્યંજનાક્ષર રૂપ) દૃષ્ટિથી અને મનોમયી (લધ્યક્ષર રૂપ) દૃષ્ટિથી જગતના લોકો કેમ જાણી શકે ? કેમ જોઈ શકે ? કેમ માણી શકે ? દા
ટીકા :- “પત્તિ કૃતિ'' િિપમયી-સંજ્ઞાક્ષરમયી, વાઙમયી-વ્યજ્ઞનાક્ષરમવી, मनोमयी-लब्ध्यक्षरमयी दृष्टिः- योगप्रवृत्तिरूपा, निर्द्वन्द्वानुभवं-परोपयोगमुक्तशुद्धानुभवं - शुद्धज्ञानं विना निर्द्वन्द्वं-परसन्निकर्षरहितं निर्मलं ब्रह्म-ज्ञानं, आत्मानं कथं पश्यन्ति ? न पश्यन्ति, न हि कर्मोपाधिरूपा बाह्यप्रवृत्तिः परब्रह्मग्राहिका भवति । अनुभवज्ञानी एव शुद्धात्मस्वरूपं पश्यन्ति ॥६॥
Page #118
--------------------------------------------------------------------------
________________
૭૧૦ અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર વિવેચન :- અક્ષરાત્મક શ્રુતજ્ઞાન ત્રણ જાતનું હોય છે - સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર. કાગળ-વસ્ત્ર અથવા દિવાલ વગેરે ઉપર લખેલા જે અક્ષરો કે જેને લિપિ કહેવામાં આવે છે તે સંજ્ઞાક્ષર કહેવાય છે. તથા મુખે બોલાતા-ઉચ્ચારણ કરાતા જે અક્ષરો તે વ્યંજનાક્ષર કહેવાય છે અને હૃદયમાં સમજાયેલી જે ભાષા તે લધ્યક્ષર કહેવાય છે. જે સંજ્ઞાક્ષર છે તે લિપિમયી વાણી કહેવાય છે. જે બોલવા રૂપ વ્યંજનાક્ષર છે તે વાડમયી વાણી કહેવાય છે. અને મનમાં સમજણ રૂપ જે જ્ઞાન છે તે મનોમયી વાણી કહેવાય છે.
નિર્લેન્દ્ર એટલે જેમાં બીજું તત્ત્વ નથી અર્થાત્ શુદ્ધ એવું ચેતન્યતત્ત્વ કે જેમાં પરભાવદશા-વિભાવદશા-ફ્લેશ-કષાય-વિકાર-વાસના આદિ અન્ય તત્ત્વ નથી એવું જે નિર્મળ આત્મતત્ત્વ છે તે નિર્લેન્દ્ર બ્રહ્મ કહેવાય છે. નિર્બન્દાનુભવ એટલે કે જેમાં ઈન્દ્રિય આદિ બાહ્ય લિંગો નથી, અર્થાત્ પરોક્ષ નહીં, પણ પ્રત્યક્ષ સાક્ષાત્ આત્માનો પોતાનો જે અનુભવ છે તે નિર્કન્દાનુભવ જાણવો. શુદ્ધ, નિર્મળ નિર્લેન્દ્ર એવું આત્મતત્ત્વ પ્રત્યક્ષ એવા નિન્દાનુભવ વિના બાહ્ય સાધન સ્વરૂપ લિપિમયી (સંજ્ઞાક્ષર રૂ૫) વાણી વડે, વાડમયી (વ્યંજનાક્ષર રૂ૫) વાણી વડે કે મનોમયી (લધ્યક્ષર રૂ૫) વાણી વડે કેમ દેખી શકાય? કેમ સમજી શકાય?
બાહ્ય દૃષ્ટિની જે પ્રવૃત્તિ છે તે કર્મની ઉપાધિરૂપ છે. તેનાથી પરમ બ્રહ્મ એવા આત્મસ્વરૂપનું ગ્રહણ કરી શકાતું નથી. આત્મદશાના અનુભવી જીવો જ શુદ્ધ આત્મસ્વરૂપને પિછાણી શકે છે. બાહ્ય દેષ્ટિવાળા જીવો રૂપી વસ્તુને જ જોઈ શકે છે અને અદૃષ્ટિ જેની ખીલી હોય છે તેવા જ્ઞાની મહાત્માઓ જ આત્મતત્વનો અનુભવ કરી શકે છે. All
न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवे दशा ॥७॥
ગાથાર્થ :- અનુભવદશા એ મોહ વિનાની હોવાથી સુષુપ્તિદશા નથી. તથા અનુભવદશામાં કલ્પના રૂપી શિલ્પીઓનો અભાવ હોવાથી સ્વપ્નદશા પણ નથી અને જાગૃતદશા પણ નથી. તેથી અનુભવદશા એ ચોથી જ (ઉજઝાગર દશા) છે. ll
ટીકા :- “ર સુષુપ્તિિિત” તથા નવક્રે-રા: વતસ્ત્ર, તત્ર વહુનરૂપી मिथ्यात्वस्थानां, शयनावस्था सम्यग्दृशां, जागरा प्रमत्ताप्रमत्तमुनीनाम् । तुर्या च उत्तरा ध्यानस्थानाम्, उत्तरोत्तरा सयोगिकेवलिनाम् । पुनः श्रीविंशतिकायाम्-सुषुप्तिः तीव्रनिद्राघूर्णितचेतसां सा अनुभवज्ञानिनो न, कस्मात् ? अमोहत्वात् ।
अनुभवी-मोहरहितः, सुषुप्तिस्थः मोहमयः, तेनानुभवज्ञानवतः सुषुप्तिर्न । तत्त्वानुभविनः स्वापदशा तथा जागरापि न, एतद्दशाद्वयं कल्पनोपेतम्, अनुभवः
Page #119
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
૭૧૧
પના-વિપચેતના, તસ્યા: શિન્જં-વિજ્ઞાનં, તસ્ય વિશ્રાન્તિ:-ઝમાવ: કૃત્યર્થ: तस्मान्न । अत: अनुभवे तुर्या एव दशा वाच्या ।
यद्यपि तुर्या दशा सर्वज्ञस्य तथापि यथार्थ श्रुतभावितचेतनानां केवलकरणत्वेनोपचारात् स्वरूपाच्च तुर्यैव दशा वक्तुं शक्या । न हि तत्र दशात्रयसम्भवः । तेनानुभवः समाधिहेतुः ॥७॥
વિવેચન :- સંસારી આત્માની ચાર દશા હોય છે એમ પૂજ્ય શ્રી મલ્લવાદીસૂરિજીએ નયચક્ર (દ્વાદશાર નયચક્ર) નામના ગ્રંથમાં કહ્યું છે. (૧) સુષુપ્તિદશા, (૨) સ્વાપદશા, (૩) જાગરદશા અને (૪) ઉજ્જાગરદશા. ત્યાં ગાઢ નિદ્રાવાળી જે દશા તે સુષુપ્તિદશા. આ દશા મિથ્યાર્દષ્ટિગુણસ્થાનકે રહેલા જીવોને હોય છે. જેમ ઘોર નિદ્રામાં સૂતેલા માણસને તેની સામે શું થાય છે ? તેની કંઈ જ ખબર પડતી નથી તેમ મિથ્યાત્વ મોહના ઉદયને આધીન થયેલા જીવોને તત્ત્વ શું ? અને અતત્ત્વ શું ? આત્માને હિતકારી શું ? અને અહિતકારી શું ? તેની કંઈ જ ખબર હોતી નથી, મિથ્યાત્વમોહનો ઉદય જોરદાર છે તેથી આ સુષુપ્તિદશા કહેવાય છે અને પહેલા ગુણસ્થાનકવર્તી જીવોને હોય છે.
સામાન્ય શયનવાળી જે અવસ્થા તે સ્વાપદશા છે. અર્થાત્ અલ્પનિદ્રાવાળી જે અવસ્થા તે સ્વાપદશા કહેવાય છે. આ દશા અવિરતસમ્યગ્દષ્ટિ જીવોને (તથા દેશવિરતિધર જીવોને) હોય છે. અહીં મિથ્યાત્વમોહનો ઉદય નથી, પણ ચારિત્રમોહનીયનો ઉદય છે. તેથી તત્ત્વાતત્ત્વની જાણકારી છે, વિવેક છે, પણ વિશિષ્ટ આચરણ નથી તથા ત્રીજી જાગરદા (જાગૃતદશા) પ્રમત્ત અને અપ્રમત્ત મુનિઓને હોય છે. કારણ કે ત્યાં ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશવિશેષ હોય છે. આત્માનું હિત થાય તેવા અને મોહનો નાશ થાય તેવા સંકલ્પ અને વિકલ્પો હોવાથી આત્મા જાગૃત છે, પણ નિદ્રાધીન નથી.
ચોથી દશા ઉજ્જાગર દશા કહેવાય છે. જ્યાં ઊંઘવાનું જ નથી એટલે ઊંઘમાંથી ઉઠવાનું પણ નથી. અર્થાત્ કાયમ જાગૃત જ છે. જાગૃત થવાનું નથી. તે ઉજ્જાગરદશા છે. આ દશા આઠમા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. આ ચોથી ઉજ્જાગરદા ક્ષપકશ્રેણી સંબંધી ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં છદ્મસ્થ જીવોને અને તેરમા ગુણઠાણે કેવલી પરમાત્માને હોય છે. ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં જે ઉજ્જાગરદશા છે તે ઉત્તરા કહેવાય છે અને તેરમા ગુણઠાણે જે ઉજ્જાગરદશા છે તેને ઉત્તરોત્તરા કહેવાય છે. આ રીતે ધ્યાનમાં વર્તતા મુનિમહાત્માઓને ઉત્તરા નામની ઉજ્જાગરદશા હોય છે અને કેવલજ્ઞાની ભગવંતોને ઉત્તરોત્તરા નામની ઉજ્જાગરદશા હોય છે.
પૂ. શ્રી હરિભદ્રસૂરિજી કૃત વિંશતિવિંશિકામાં કહ્યું છે કે તીવ્ર નિદ્રાથી વ્યાપ્ત છે ચિત્ત
Page #120
--------------------------------------------------------------------------
________________
૭૧૨ અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર જેનું એવા જીવોને એટલે કે ગાઢ નિદ્રાવાળા જીવોને સુષુપ્તિ નામની પહેલી દશા હોય છે. અનુભવ જ્ઞાનવાળા જે જ્ઞાની મહાત્મા પુરુષો છે તેઓને આવી સુષુપ્તિ દશા હોતી નથી. કયા કારણે આવા મહાત્માઓને સુષુપ્તિ દશા હોતી નથી ? તો ગ્રંથકારશ્રી જણાવે છે કે - અનુભવજ્ઞાનવાળા મહાત્મા પુરુષો મોહરહિત છે. જ્યારે આ સુષુપ્તિ દશા ગાઢ મોહનિદ્રાથી ભરેલી છે. માટે અનુભવજ્ઞાનીઓને આ સુષુપ્તિ દશા સંભવતી નથી.
તત્ત્વના અનુભવી મહાત્માઓને બીજી સ્વાપદશા અને ત્રીજી જાગૃતદશા પણ સંભવતી નથી, કારણ કે આ બન્ને દશાઓ સંકલ્પ-વિકલ્પો વાળી છે. આ પ્રમાણે કરું તો મારા આત્માનું હિત થશે કે તેમ કરું તો મારા આત્માનું હિત થશે, શું કરવું અને શું ન કરવું? તેના વિચારોના વમળથી યુક્ત હોય છે. જ્યારે તત્ત્વના અનુભવનું જ્ઞાન જે મહાત્માને પ્રવર્તે છે તે મહાત્મા અતિશય શાન્ત, ઠરેલ અને ગંભીર સમુદ્રતુલ્ય હોય છે. તેઓને કલ્પનાઓના વિકલ્પો વાળી જે ચેતના છે તેવી ચેતના રૂપી જે ઘડવૈયો છે. તેનો જ અભાવ પ્રવર્તે છે. અર્થાત્ આમ કરું કે તેમ કરું એવા સંકલ્પ-વિકલ્પોની ઘટમાળા હોતી જ નથી. અનુભવજ્ઞાનવાળા છે તેથી સહેજે સહેજે આત્મહિતમાં જ પ્રવૃત્તિ થયા કરે છે. માટે અનુભવજ્ઞાનીઓને બીજી-ત્રીજી દશા (સ્વાદિશા અને જાગૃતદશા) સંભવતી નથી. તે કારણથી આવા અનુભવજ્ઞાની મહાત્માઓને ચોથી ઉજ્જાગરદશા જ હોય છે.
જો કે આ ઉજ્જાગરદશા નામની ચોથી દશા સર્વજ્ઞભગવંતોને જ હોય છે. તેઓને જ આવી શ્રેષ્ઠ ઉજ્જાગરદશા શાસ્ત્રોમાં કહી છે. તો પણ તત્ત્વાતત્ત્વસંબંધી યથાર્થ શ્રુતની ભાવનાથી ભાવિત ચેતનાવાળા એટલે કે અત્યન્ત સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનવાળા ક્ષપકશ્રેણિગત ૮ થી ૧૨ ગુણસ્થાનકવર્તી છઘસ્થ મહાત્મા પુરુષોની જે દશા છે તે દશા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેવા ધ્યાનસ્થ મુનિઓ કે જેઓ છવસ્થ છે તેઓને પણ ઉપચારથી ચોથી ઉજાગરદશા જ કહેવાય છે. તથા આ મહાત્માઓનું સ્વરૂપ એવું હોય છે કે (તેઓના આત્માની આત્મતત્ત્વમાં એવી અત્યન્ત સ્થિરતા હોય છે કે) તેઓને ચોથી ઉજ્જાગર જ દશા કહેવી યોગ્ય છે. મોહદશા અને સંકલ્પ-વિકલ્પદશા ન હોવાથી પ્રથમની ત્રણ દશાનો ત્યાં સંભવ જ નથી.
આ કારણે ધ્યાનસ્થ મુનિઓને ઉપચારથી અને કેવલી ભગવંતોને સ્વરૂપથી ઉજ્જાગર નામની ચોથી દશા સમજવી. ત્યાં પ્રથમનું ઉત્તરા અને બીજીનું ઉત્તરોત્તર આમ નામ જાણવું. એટલે કે તેના બે ભેદ સમજી લેવા. આ પ્રમાણે અનુભવજ્ઞાનવાળી આ ચોથી દશા આત્માને અત્યન્ત સમાધિનું કારણ બને છે. ત્યાં કોઈપણ જાતના સંકલ્પ-વિકલ્પો ઉઠતા જ નથી, શાન્ત ઠરેલ સમુદ્ર સમાન દશા હોય છે અને તેવા પ્રકારની નિર્મોહદશાથી જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. II
Page #121
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનુભવાષ્ટક - ૨૬
૭૧૩ ૩થ સિદ્ધાન્તીવરાતિ = હવે સારભૂત સિદ્ધાન્ત સિદ્ધ કરે છે - अधिगत्याखिलं शब्द-ब्रह्म शास्त्रदृशा मुनिः ।। स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥८॥
ગાથાર્થ - મુનિ મહારાજા શાસ્ત્રરૂપી દૃષ્ટિ વડે શબ્દસંબંધી સઘળું પણ જ્ઞાન પ્રાપ્ત કરીને અનુભવ વડે પરથી નિરપેક્ષ એવું સ્વયં સંવેદ્યસ્વરૂપ પરમબ્રહ્મને જાણે છે. એટલા
ટીકા :- “ધાયેતિ' પૂર્વપૂર્વસેવના સ્થાને શાસ્ત્ર-શસ્ત્રપ્ર¢Uવૃદ્ધા अखिलं-समस्तं शब्दब्रह्म-षड्भाषावाङ्मयम्, अधिगत्य-ज्ञात्वा, तदनन्तरं मुनिः अनुभवेन-स्वरूपग्राहकदृष्ट्या स्वसंवेद्यं-स्वेन आत्मना संवेद्यं-ज्ञानास्वादनयोग्यं परं ब्रह्म-शुद्धात्मस्वरूपम् अधिगच्छति-प्राप्नोति । अतः उक्तञ्चागमे
"ससमयं जाणेई, परसमयं जाणेई, ससमयं परसमयं जाणित्ता अप्पाणं भावित्ता भवई"
__ अत एव आगमाभ्यासपटुमतिः तत्त्वज्ञानानुभवेनात्मस्वरूपं प्राप्नोति, तेनानुभवाभ्यासो विधेयः ॥८॥
| વિવેચન :- જ્યારે અભ્યાસનો પૂર્વકાલ હોય છે ત્યારે પૂર્વ કાલમાં શાસ્ત્રોને જાણી લેવાના-શાસ્ત્રોને સેવવાના-શાસ્ત્રોને પ્રાપ્ત કરી લેવાના અવસરકાલે વધારે વધારે શાસ્ત્રોનું અવગાહન (ઊંડાણપૂર્વકનું અધ્યયન) કેમ થાય ? તેવી ગ્રહણ કરવાની બુદ્ધિ રાખવાપૂર્વક સંસ્કૃત-પ્રાકૃત-શૂરસેની-પેશાચિકી-માગધી-અપભ્રંશ ઈત્યાદિ ભાષાઓનો ઋષિમુનિઓ પોતપોતાના શાસ્ત્રોમાં જે ઉપયોગ કરે છે તે છએ ભાષાઓ સંબંધી વ્યાકરણ વિષયનું ઊંડું સૂમ જ્ઞાન મહાત્મા પુરુષો પ્રથમ મેળવે છે. કોઈપણ દર્શનશાસ્ત્રનું સૂક્ષ્મ જ્ઞાન મેળવવું હોય તો તે તે ઋષિમુનિઓએ બનાવેલાં શાસ્ત્રો નિરંતર ભણવાં પડે અને વારંવાર વાંચવાં પડે, તે માટે તે તે ભાષાનું જ્ઞાન પણ અતિશય જરૂરી બને છે. માટે પ્રથમ છએ ભાષાના વ્યાકરણ શાસ્ત્રોને આત્માર્થી મુમુક્ષુ જીવો ભણે છે. જે કારણે તે મહાત્માઓને કોઈપણ દર્શનનું શાસ્ત્ર અનવરાહ્ય રહેતું નથી.
તે તે ભાષાકીય જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તે તે દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને કયું દર્શન જગતનાં તત્ત્વોનું કઈ રીતે મૂલ્યાંકન કરે છે? કઈ રીતે જ્ઞાન ધરાવે છે? કઈ રીતે લોકોને સમજાવે છે તે જાણે છે. જાણીને સર્વદર્શનશાસ્ત્રોના જાણકાર પંડિતપુરુષ બને છે. ષડ્રદર્શનશાસ્ત્રોના જ્ઞાની બને છે. ત્યારબાદ આ મુનિ મહાત્મા વૈરાગી હોવાથી, આત્મકલ્યાણના જ અર્થી હોવાથી, સંસારી ભાવોના ત્યાગી હોવાથી અને સંવેગ-નિર્વેદ
Page #122
--------------------------------------------------------------------------
________________
૭૧૪
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર
ગુણવાળા હોવાથી સ્વતત્ત્વને જ જાણવા વધુ પ્રેરણા પામે છે. પોતાના આત્મામાંથી જ એવો અવાજ ઉઠે છે કે હે જીવ ! સંસારના તમામ પદાર્થો ભિન્ન ભિન્ન દર્શનકારોના મત પ્રમાણે જાણ્યા, પરંતુ તેમાં તારું દારિદ્રય શું દૂર થયું ? તારું સ્વરૂપ તું જાણ, તેને મેળવવા પ્રયત્ન કર, બાહ્યસ્વરૂપ જાણવાથી તને શું લાભ ? તે તો રાગ-દ્વેષ-મોહ અને વિકાર આદિ કરાવશે, તેનાથી તો મલીનતા જ વધશે. માટે તારા સ્વરૂપને જાણવા તું પ્રયત્ન કર.
આ પ્રમાણે આત્મતત્ત્વના સ્વરૂપને જાણવાની તમન્ના જાગે છે. તેનાથી આત્માના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરવાની દૃષ્ટિ સ્વરૂપ અનુભવજ્ઞાન તે જીવને ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. તેમાં વધારો થાય છે. જીવનો વળાંક બદલાય છે જે પરપદાર્થોને જ જાણવા પ્રેરાતો હતો તે હવે પોતાના શુદ્ધ-નિર્મળ-નિરુપાધિક આત્મસ્વરૂપને જ ગ્રહણ કરવાની દૃષ્ટિરૂપ અનુભવજ્ઞાન દ્વારા સ્વયં પોતાના આત્માથી જ જાણી શકાય-સમજી શકાય તેવા પ્રકારના આત્મજ્ઞાનના આસ્વાદનને યોગ્ય આત્માના પરમ શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવા વાળો આ જીવ બને છે.
આગમશાસ્રમાં કહ્યું છે કે - આત્મતત્ત્વને મેળવવાની ઈચ્છાવાળો આ જીવ પ્રથમ તો સ્વશાસ્ત્રોને જાણે છે. જૈન આગમ શાસ્ત્રોને નિરંતર ભણે છે. તેનાથી દૃઢ શ્રદ્ધાવાળો બને છે. ત્યારબાદ અન્ય દર્શનકારો જગતના તત્ત્વોને કઈ રીતે સમજાવે છે ? તેનું જ્ઞેયભાવે અવગાહન કરે છે. તેથી આ જ્ઞાની આત્મા હેય-ઉપાદેય ભાવોને જાણવા વાળો બને છે. તેનાથી વધારે વિવેકી બને છે. આ પ્રમાણે સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્ર જાણીને જ્ઞાની બનીને હેય-ઉપાદેય તત્ત્વને બરાબર સમજીને માત્ર મેળવવા જેવા અતિશય ઉપાદેય એવા આત્મતત્ત્વને જ મેળવવાની ભાવના ભાવીને તેનો જ અત્યન્ત ઈચ્છુક બને છે. શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિનો જ રસિક બને છે. અને ધીરે ધીરે આ મહાત્મા પુરુષ આત્મકલ્યાણ સાધે છે.
આ કારણથી જ આગમશાસ્ત્રોના અભ્યાસમાં જ ચકોર બુદ્ધિવાળા મહાત્મા પુરુષ જ શુદ્ધ તત્ત્વનો વારંવાર અનુભવ કરવા વડે પરભાવદશા ત્યજીને શુદ્ધ સ્વભાવદશામાં જ નિરંતર વર્તવા વડે નિર્મળ શુદ્ધ યથાર્થ એવા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે અને તેના દ્વારા આવા મહાત્માઓ મુક્તિગામી થાય છે. તેથી કરીને આત્મતત્ત્વના શુદ્ધસ્વરૂપના અનુભવનો જ સતત અભ્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે છવ્વીસમા અનુભવાષ્ટકનું વિવેચન સમાપ્ત થયું. ઘટા
છવ્વીસમું અનુભવાષ્ટક સમાપ્ત
Page #123
--------------------------------------------------------------------------
________________
॥ अथ सप्तविंशतितमं योगाष्टकम् ॥
अथ योगाष्टकं वितन्यते । तत्र मिथ्यात्वादिहेतुगतमनोवाक्काययोगत्रयम् । तच्च कर्मवृद्धिहेतुत्वाद् न ग्राह्यम् । किन्तु मोक्षसाधनहेतुभूतं शुद्धाध्यात्मभावनाभावितचेतनावीर्यपरिणामसाधककारकप्रवर्तनरूपं ग्राह्यम् । द्रव्यभावभेदं बाह्याचारविशोधिपूर्वकाभ्यन्तराचारशुद्धिरूपम् ।
હવે યોગાષ્ટકનું વર્ણન કરવામાં આવે છે. યોTM શબ્દનો અર્થ જોડવું-મીલન થવુંમળવું એવો અર્થ થાય છે. આ આત્માનું કર્મની સાથે જોડાવું તેને પણ યોગ કહેવાય છે અને આ આત્માનું મુક્તિની સાથે જોડાવું તેને પણ યોગ કહેવાય છે. પહેલા અર્થવાળો યોગશબ્દ મનયોગ, વચનયોગ અને કાયયોગમાં લાગુ પડે છે. તે યોગ કર્મોના બંધનું કારણ હોવાથી આશ્રવસ્વરૂપ છે, હેય છે, ત્યાજ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયાદિ કલુષિત ભાવોવાળો છે. આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતા રૂપ છે. આ પ્રમાણે મન-વચન અને કાયાની શુભાશુભ જે પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે. પણ તે કર્મ બંધાવનાર હોવાથી સંસારહેતુ છે. તેની ચર્ચા આ અષ્ટકમાં કરવાની નથી. તેની વિશેષ ચર્ચા કર્મગ્રંથોમાં છે. આ મનવચન-કાયાનો યોગ કર્મની વૃદ્ધિનું કારણ હોવાથી તથા આત્મપ્રદેશોની અસ્થિરતા-ચંચળતા રૂપ હોવાથી આદ૨વા જેવો નથી, ત્યાજ્ય છે.
પરંતુ મુક્તિની સાધનાના કારણભૂત જે યોગ છે તે જ યોગ અહીં લેવાનો છે. ત્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ રત્નત્રયીની સાધના-આરાધના છે તેને યોગ કહેવાય છે. કારણ કે રત્નત્રયીની સાધના-આરાધના આ આત્માને મુક્તિની સાથે જોડી આપે છે. મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. માટે આ યોગ સંવર-નિર્જરા રૂપ છે અને તે ઉપાદેય છે. આવા પ્રકારના મુક્તિના હેતુભૂત યોગની અહીં ચર્ચા કરવામાં આવી છે. આ યોગ જે મહાત્માઓમાં આવે છે તે મહાત્મા પુરુષોને યોગી કહેવાય છે. બાકીના સંસારી જીવોને ભોગી કહેવાય છે. યોગી એટલે મુક્તિની સાધનાવાળા અને ભોગી એટલે સંસારની સાધનાવાળા.
અહીં જે યોગ સમજાવવાનો છે તે મુક્તિની સાધનાના હેતુભૂત એવું વીર્યપ્રવર્તન લેવું તથા શુદ્ધ-નિર્મળ અધ્યાત્મદશાની વૃદ્ધિ થાય એવી અનિત્યાદિ બાર ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવવાની કલાથી અતિશય વાસિત (સંસ્કારિત) બનેલી ચેતનાનું અને સંસ્કારિત બનેલા વીર્યનું જે પરિણમન થયું, શુદ્ધ આત્મતત્ત્વની સિદ્ધિ કરાવે એવી સાધકદશા સ્વરૂપે તથા શુદ્ધ-આત્મતત્ત્વની પ્રાપ્તિ કરાવે એવી કારકદશા સ્વરૂપે આત્માના વીર્યનું પ્રવર્તન
Page #124
--------------------------------------------------------------------------
________________
૭૧૬ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર કરવું તે અહીં યોગ તરીકે જાણવું. કારણ કે આવી યોગદશા જ સંવર-નિર્જરાસ્વરૂપ હોવાથી મુક્તિનું કારણ બને છે. આત્માનો અને મુક્તિનો સંયોગ કરાવે છે. માટે આવા આત્મતત્ત્વના સાધક અને શુદ્ધ એવા આત્મપરિણમનને યોગ કહેવાય છે તે ઉપાદેય છે.
“આ યોગ ઉપર” નામાદિ ચાર નિક્ષેપ અને નૈગમાદિ સાત નો કોઈ અગમ્ય કારણસર ટીકાકારશ્રીએ લખ્યા નથી, છતાં દ્રવ્ય-ભાવના બે ભેદ રૂપે યોગ લખ્યો છે તેનાથી નિક્ષેપા તો હજુ ગર્ભિત રીતે સમજાઈ જાય છે, પરંતુ તેઓશ્રીએ નયોનો સ્પર્શ કર્યો નથી એમ લાગે છે. પછી કદાચ લડીઆઓથી લખાણકાલે છુટી ગયું હોય એમ પણ કદાચ બને છતાં આ વિષયક તત્ત્વ કેવલિગમ્ય જાણવું. ચાર નિક્ષેપા આ પ્રમાણે છે.
કોઈનું “યોગ” એવું નામ પાડવું તે નામયોગ, હાલ વર્તમાનકાલમાં યોગેશ-ભાવેશયોગિની ઈત્યાદિ નામો હોય છે તે નામમાત્રથી યોગ જાણવો. જેનામાં યોગદશા ખીલેલી છે વિકસેલી છે તેવા યોગીનું ચિત્ર દોરવું તે સ્થાપનાયોગ કહેવાય છે. સાધુનાં પાંચ મહાવ્રત ધારણ કરવાં, સાવદ્યયોગનો ત્યાગ કરવો, પંચાચારાદિ આચારોનું અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું અથવા શ્રાવકનાં બાર વ્રતો ઉચ્ચરવાં એમ બાહ્યથી આચારોની જે વિશુદ્ધિ-નિર્મળતા, સદાચારી જીવન તે દ્રવ્યયોગ જાણવો અને ક્રોધાદિ કષાયોનો, મિથ્યાત્વદશાનો અને હાસ્યાદિ નોકષાયોનો ત્યાગ કરવાપૂર્વક અભ્યત્તર આચારોની જે શુદ્ધિ મેળવવી તે ભાવયોગ જાણવો. સારાંશ કે વિભાવદશાનો બાહ્યથી ત્યાગ તે દ્રવ્યયોગ અને વિભાવદશાનો અંદરના પરિણામથી ત્યાગ તે ભાવયોગ, અર્થાત્ વિષયોનો ત્યાગ તે દ્રવ્યયોગ અને કષાયોનો ત્યાગ તે ભાવયોગ આમ ચાર નિક્ષેપો જાણવા. હવે સાતનો આ પ્રમાણે છે. (૧) નૈગમનય - મોક્ષ સાધનાના કારણભૂત મન-વચન અને કાયા જેમાંથી બન્યાં છે એ
મનોવર્ગણા-ભાષાવર્ગણા અને ઔદારિકાદિ વર્ગણાનાં પુગલો એ યોગ છે. (૨) સંગ્રહનય - મોક્ષની સાધનાના કારણભૂત મન-વચન અને કાયા એ યોગ છે.
વ્યવહારનય - મોક્ષની સાધનામાં મન-વચન અને કાયાની જે પ્રવૃત્તિ છે તે યોગ છે. ઋજુસૂત્રનય - મોક્ષની સાધનામાં પ્રવૃત્ત થયેલ મન-વચન અને કાયા સાથે તાદાભ્ય
બનેલ આત્મપરિણામ એ યોગ છે. (૫) શબ્દનય - ક્ષપકશ્રેણિમાં પરિણત આત્મા એ યોગ છે. (૬) સમભિરૂઢ - યોગનિરોધમાં પરિણત આત્મા એ યોગ છે. (૭) એવંભૂતનય - સિદ્ધિગમનની બરાબર પૂર્વકાલવર્તી શૈલેશીકરણ સ્વરૂપે જે
આત્મપરિણમન તે યોગ છે.
(૪)
Page #125
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૭૧૭
યોગાષ્ટક - ૨૭ मोक्षेण योजनाद् योगः, सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णार्थालम्बनैकाग्र्यगोचरः ॥१॥
ગાથાર્થ :- આ આત્માને મોક્ષની સાથે જોડે એવો સર્વે પણ આચાર “યોગ” કહેવાય છે. તેના વિશેષ કરીને ભેદ કરીએ તો સ્થાન-વર્ણ-અર્થ-આલંબન અને એકાગ્રતાના વિષયવાળો પાંચ પ્રકારનો યોગ છે. ૧
ટીકા :- “નક્ષેતિ” સનાક્ષ મોક્ષ:, તેને યોગનાલ્યો: ૩તે સ च सर्वोऽप्याचारः-जिनशासनोक्तचरणसप्ततिकरणसप्ततिरूपः मोक्षोपायत्वाद् योग રૂષ્યતે તત્ર વિશિષ્ટ-વિશેષે સ્થાનં ૨, વ: ૨, મર્થ: રૂ, નિસ્વનં ૪, एकाग्रता ५ इति पञ्चप्रकारो योगः मोक्षोपायहेतुः मतः । इत्यनेनानादिपरभावासक्तभवभ्रमणग्रहात् पुद्गलभोगमग्नानां न भवति । अयमभिप्राय:-यतोऽस्माकं मोक्षः साध्योऽस्ति, स च गुरुवचनस्मरण-तत्त्वजिज्ञासादियोगेन स्वरूपं निर्मलं निस्सङ्गं परमानन्दमयं संस्मृत्य तत्कथाश्रवणप्रीत्यादिकं करोति । स परम्परया सिद्धयोगी भवति । न हि मरुदेवीवत् सर्वेषामल्पप्रयासात् सिद्धिः । तस्या हि अल्पाशातनादोषकारकत्वेन निष्प्रयासा सिद्धिः । अन्यजीवानां चिराशातनाबद्धगाढकर्मणां तु स्थानादिक्रमेणैव भवति ॥१॥
વિવેચન :- આત્મા અને કર્મનો સંયોગ અનાદિકાલથી છે. પૂર્વે કોઈ કાલ એવો ન હતો કે જ્યારે આત્મા એકલો હતો અને તેને કર્મ ન હતું, કારણ કે જો શુદ્ધ એવો કર્મ વિનાનો આત્મા પૂર્વે હોય તો તેને કર્મ લાગે જ નહીં. મલીન આત્માને જ કર્મ લાગે. મુક્તાત્માને કર્મ લાગતાં નથી. માટે આત્માનો અને કર્મનો સંયોગ અનાદિકાલીન છે. તે સંયોગનો નાશ થવો તેનું જ નામ મોક્ષ છે. અર્થાત્ સર્વ કર્મનો ક્ષય થવો તેને જ મોક્ષ કહેવાય છે. આવા પ્રકારના મોક્ષની સાથે જે આચાર આ આત્માને જોડી આપે છે તે આચારને “યોગ” કહેવાય છે.
આત્માનું મોક્ષની સાથે મુંજન કરનારો જે આચાર છે તે સર્વે પણ આચારને યોગ કહેવાય છે. જિનેશ્વર પરમાત્માના શાસનમાં કહેલો મોહનો નાશ કરે એવો ચરણસિત્તરી અને કરણસિત્તરી રૂપ જે કોઈ આચાર છે તે સર્વે પણ આચાર મોક્ષનો ઉપાય હોવાથી યોગ કહેવાય છે. ત્યાં મોક્ષ પ્રાપ્તિના ઉપાયરૂપે વિશેષ ભેદપૂર્વક પાંચ પ્રકારનો યોગ જૈનશાસ્ત્રમાં કહેવાયો છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૭૧૮
યોગાષ્ટક - ૨૭ સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ એમ પાંચ પ્રકારનો યોગ મોક્ષના ઉપાયરૂપે જૈન આગમ શાસ્ત્રોમાં મનાયો છે.
આ પાંચ પ્રકારનો યોગ મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત છે માટે પૌલિક સુખમાં મગ્ન બનેલા ભોગી જીવોને અનાદિકાલથી પરભાવની આસક્તિ હોવાથી અને નિરંતર ભવભ્રમણને યોગ્ય વિષય-કષાયાદિ વાસનાઓનું જ ગ્રહણ-આસેવન હોવાથી આવો યોગ પ્રાપ્ત થતો નથી. અર્થાત્ જ્યાં જ્યાં મોહની તીવ્રતા હોય છે ત્યાં ત્યાં યોગદશાની અપ્રાપ્તિ હોય છે અને જ્યાં જ્યાં મોહની મંદતા હોય છે ત્યાં ત્યાં યોગદશાની પ્રાપ્તિ હોય છે.
ભાવાર્થ આ પ્રમાણે છે કે આપણને સર્વેને મોક્ષ એ સાધ્ય છે. જે જે આત્માઓને મોક્ષનું સાધ્ય બેસે છે અર્થાત્ મોક્ષપ્રાપ્તિની લગની લાગે છે. મુક્તિપ્રાપ્તિના ઉપાયોની ઝંખના સેવે છે તે જ આત્મા સદ્ગુરુનાં વચનો સાંભળે છે, વ્યાખ્યાન-શ્રવણ કરે છે, તેનું નિરંતર સંસ્મરણ કરે છે. તેના દ્વારા તત્ત્વ જાણવાની જિજ્ઞાસા થાય છે. ત્યારબાદ ગુરુ પાસેથી આત્મતત્ત્વ જાણે છે. આત્માનું અનંત-ચૈતન્યમય સ્વરૂપ છે તે અત્યના નિર્મળ છે. પરદ્રવ્યના સંગ વિનાનું આત્માનું અસલી સ્વરૂપ છે. વળી તે પરમ આનંદમય સ્વરૂપ છે. આમ જાણે છે.
ગુરુજી પાસેથી અથવા તેમનાં વ્યાખ્યાનો દ્વારા આત્માનું આવું નિર્મળ, નિસંગ, પરમામય સ્વરૂપ જાણીને તેનું વારંવાર સંસ્મરણ કરીને તેને જ મેળવવાની લગનીથી આત્માના શુદ્ધ સ્વરૂપની જ્યાં જ્યાં કથા ચાલતી હોય છે ત્યાં ત્યાં તે કથા સાંભળવી, તે કથા સાંભળવામાં પ્રીતિ કરવી ઈત્યાદિ પ્રક્રિયા દ્વારા આ આત્મા આત્મસ્વરૂપની પ્રાપ્તિની આસન થાય છે. કાલક્રમે તેને સાનુકુલ ઉપાયોના આસેવનથી આ જ આત્મા સિદ્ધયોગી થાય છે (મુક્તિને પામનાર બને છે). સર્વે જીવોને મરૂદેવીમાતાની જેમ અલ્પપ્રયાસમાત્રથી સિદ્ધિ થતી નથી; લાખો-કરોડો જીવોમાં કોઈ એકાદ-બે જ જીવો એવા હોય છે કે જે અલ્પ પ્રયાસમાત્રથી મુક્તિ પ્રાપ્ત કરે છે.
મરૂદેવી માતાની જેવા કોઈક જીવો જ લઘુકર્મી હોય છે તે મરૂદેવીમાતા (અને તેમના જેવા બીજા પણ જે જે લઘુકર્મી જવો હોય છે તેઓ) અત્યન્ત અલ્પ આશાતનાના દોષને સેવનારા છે. તેથી તે જીવો અલ્પપ્રયાસ માત્રમાં અર્થાત્ નહીવત્ પ્રયાસથી સિદ્ધિ પ્રાપ્ત કરનારા થાય છે. પરંતુ સર્વે જીવોને આવી અલ્પ પ્રયાસમાત્રથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
અન્ય જીવો લગભગ ભારે કર્મી (ગુરુકર્મ) હોય છે. ઘણા લાંબા કાળથી ઘણી ઘણી આશાતનાઓ કરીને ગાઢ ભારે કર્મો બાંધેલાં હોય છે. તેવા જીવોને સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ ઈત્યાદિ યોગદશાના સેવન વડે કાળાન્તરે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે. અલ્પ
Page #127
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ર૭
૭૧૯ પ્રયાસે મુક્તિપ્રાપ્તિ થાય એવું કોઈક જીવમાં જ બને છે અને યોગદશાના સેવનથી કાળાન્તરે- લાંબા કાળે મોક્ષ પ્રાપ્ત થાય એવું બહુ જીવોમાં બને છે. માટે યોગસેવનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રાજમાર્ગ છે, ધોરીમાર્ગ છે અને અલ્પપ્રયાસથી મુક્તિ થાય છે એ અપવાદમાર્ગ છે.
અહીં હાલ વર્તમાનકાલમાં દાદા ભગવાનના અનુયાયી લોકો શ્રી સીમંધરસ્વામી પ્રભુને આગળ કરીને અક્રમ વિજ્ઞાન અને શોર્ટકટ (ટુંકો રસ્તો) જણાવે છે તે વાત સત્ય નથી. તેથી તેમાં ફસાવું નહીં, એવો જો ટુંકો રસ્તો સાચો હોત તો તદ્ભવમોક્ષગામી જીવો, અને ખુદ તીર્થકર ભગવાન મહાવીર પ્રભુ વગેરે જીવો સાડા બાર વર્ષ સુધી ઘોર ઉપસર્ગપરિષદો સહન કરત નહીં, ઘોર તપ, ઉગ્ર ધ્યાન વગેરે કરતા નહીં. માટે રાજમાર્ગ તો કર્મ ખપાવવા માટેનો આ યોગમાર્ગ જ છે. કોઈ લઘુકર્મી જીવ અલ્પપ્રયાસે પણ મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે, પણ તે સર્વ માટે રાજમાર્ગ નથી. યોગસેવન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરે તે રાજમાર્ગ છે. તેના
अथ योगपञ्चके बाह्यान्तरङ्गसाधकत्वमुपदिशति -
હવે પાંચ પ્રકારના આ યોગમાં બાહ્યસાધકતા અને અંતરંગ સાધકતા કોની કોની છે? તે સમજાવે છે -
कर्मयोगद्वयं तत्र, ज्ञानयोगत्रयं विदुः ।। विरतेष्वेव नियमाद्, बीजमानं परेष्वपि ॥२॥
ગાથાર્થ - ત્યાં મુક્તિની સાધનામાં બે યોગ ક્રિયાત્મક છે અને ત્રણ યોગ જ્ઞાનાત્મક છે એમ જ્ઞાની પુરુષો કહે છે. દેશવિરતિધર અને સર્વવિરતિધર પુરુષોમાં આ યોગ નિયમો હોય છે અને બાકીના માર્ગાનુસારી અને અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેમાં બીજમાત્ર સ્વરૂપે આ યોગ હોય છે. રા.
ટીકા :- “કયોોતિ” તત્ર મોક્ષધને યોદય-કર્મયોદયં-ક્રિયાचरणायोगरूपम्, त्रयमर्थप्रमुखं ज्ञानयोगं विदुः-प्राहुः बुधाः । तत्र विंशतिकानुसारेण लक्षणादिकं निरूप्यते । तत्र स्थानस्वरूपं कायोत्सर्गादिजैनागमोक्तक्रियाकरणे करचरणासनमुद्रारूपम् । उक्तञ्च योगविंशतिकायाम् -
ठाणुण्णत्थालंबणरहिओ, तंतम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो, तहा तियं नाणजोगो उ ॥२॥
Page #128
--------------------------------------------------------------------------
________________
૭૨૦ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર વિવેચન :- આ આત્માને મુક્તિપદની સાથે મીલન કરાવે, જોડી આપે તે યોગ કહેવાય છે. તેના સ્થાનાદિ પાંચ ભેદ છે. તેમાં પ્રથમના બે ભેદ ક્રિયાત્મક યોગ છે અને પાછળના ત્રણ જ્ઞાનાત્મક યોગ છે. સ્થાનયોગ એટલે કાયોત્સર્ગ અને ચૈત્યવંદનાદિ ધર્મક્રિયાઓમાં યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશક્તિ મુદ્રા બરાબર સાચવવી તેને સ્થાનયોગ કહેવાય છે. મુદ્રાઓ સાચવવાની હોવાથી આ યોગ કાયિક આચરણા રૂપ છે. તેથી આ યોગ કર્મયોગ કહેવાય છે. તેવી જ રીતે બીજો વર્ણયોગ એટલે સૂત્રો ચોખ્ખાં બોલવાં, જોડાક્ષરો, હૃસ્વસ્વર, દીર્ધસ્વર વગેરેનું ઉચ્ચારણ જાળવવું આ યોગ બોલવા રૂપે વચનયોગ છે માટે વાચિક ક્રિયાની આચરણા રૂપ યોગ હોવાથી કર્મયોગ છે. આ પ્રમાણે પ્રથમના બે યોગો ક્રિયાત્મક યોગો હોવાથી કર્મયોગ છે.
અર્થયોગ પ્રમુખ ત્રણ યોગો જ્ઞાનયોગાત્મક છે. આમ જ્ઞાની પુરુષો કહે છે. ત્યાં અર્થયોગ એટલે સૂત્રોના ઉચ્ચારણકાલે અર્થોનું ચિંતન-મનન કરવું, આ પ્રક્રિયામાં કાયિક કે વાચિક કોઈ ક્રિયા નથી, ચિંતન-મનનાત્મક જ્ઞાનદશા છે માટે જ્ઞાનયોગ કહેવાય છે. ચોથો આલંબનયોગે પણ પ્રતિમાદિ કોઈ શુભ આલંબન ઉપર દૃષ્ટિ સ્થિર કરી તેના ગુણોનું અને ઉપકારોનું ચિંતન-મનન કરવાનું હોવાથી કાયિક કે વાચિક ક્રિયા નથી, પણ જ્ઞાનદશાની જ પ્રબળતા છે માટે જ્ઞાનયોગ છે અને ત્રીજો નિરાલંબનયોગ (એકાગ્રતાયોગ) તો જ્ઞાનસ્વરૂપ છે જ. આમ પાછળના ત્રણે યોગો જ્ઞાનસ્વરૂપ છે. માટે જ્ઞાનયોગ કહેવાય છે.
આ પાંચે યોગોનાં લક્ષણો-સ્વરૂપ-સ્વામી વગેરે હકીકત પરમપૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. કૃત યોગવિંશિકાના આધારે અહીં લખેલ છે.'
(૧) સ્થાનયોગનું સ્વરૂપ-કાયોત્સર્ગ આદિ જૈનશાસ્ત્રોમાં કહેલી ધર્મક્રિયા કરવાના કાલે હાથ-પગનાં આસનો તથા મુદ્રા (આકારવિશેષ) સાચવવા રૂપ હોય છે. આ ધાતુ ઉભા રહેવું એવા અર્થમાં છે. તેથી હાથ-પગ-મુખ આદિ અંગ-ઉપાંગો ક્યાં કેવી રીતે રાખવાં ? ઈત્યાદિ વિષય જૈનશાસ્ત્રોમાં જેમ કહ્યો છે તેમ આચરવો. શાસ્ત્રાનુસારી એવી આચરણ તે સ્થાનયોગ કહેવાય છે. શ્રી યોગવિંશિકાની બીજી ગાથામાં કહ્યું છે કે –
“સ્થાન-ઉર્ણ-અર્થ-આલંબન અને આલંબનરહિત એમ યોગ પાંચ પ્રકારનો શાસ્ત્રમાં કહ્યો છે. અહીં પ્રથમનો બે પ્રકારનો યોગ કર્મયોગ છે અને પાછળના ત્રણ યોગો જ્ઞાનયોગ છે. કેરા
ગાથાના અર્થ ઉપરથી જ સમજાય તેવો આ વિષય છે. ૧. આ પાંચે યોગોનું સવિશેષ સ્વરૂપ અમારા લખાયેલા અને પ્રકાશિત થયેલા ગુજરાતી વિવેચનથી
યુક્ત એવા યોગવિંશિકાના પુસ્તકમાંથી જોઈ લેવા અધ્યયનના અર્થી જીવોને વિનંતિ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૨ ૧ एष पञ्चप्रकारो योगः । विरतेषु-देशविरतसर्वविरतेषु नियमाद् भवति । योगपञ्चकं हि चापल्यवारणम्, तेन योगवता भवितव्यम् । अपरेषु-मार्गानुसारिप्रमुखेषु बीजमात्रं भवति-किञ्चिद्मानं भवति । उक्तञ्च विंशतिकायाम् -
देसे सव्वे य तहा, नियमेणेसो चरित्तिणो होइ । इयरस्स बीयमित्तं, इत्तुच्चिय केइ इच्छंति ॥३॥
સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ આમ આ પાંચ પ્રકારનો યોગ વિરતિધર આત્માઓમાં નિયમા હોય છે. દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા અને સર્વવિરતિધર સાધુ-સાધ્વીજી મહારાજશ્રી આ સર્વે જીવો યથાયોગ્ય પાંચમા-છટ્ટા-સાતમા ગુણઠાણે વર્તતા હોવાથી સમ્યગ્દષ્ટિ છે અને સમ્યકત્વ હોવાથી વીતરાગ પરમાત્માનાં વચનો ઉપર અત્યન્ત પ્રેમ અને શ્રદ્ધા છે. તેથી જૈન શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે કાયોત્સર્ગકાલે અને ચૈત્યવંદનાદિના અવસરે મુદ્રાઓ બરાબર સાચવે છે. કર્મ ખપાવવાનો ઉત્સાહ હોવાથી વિધિપૂર્વક ક્રિયા કરે છે. માટે આ જીવોમાં નિયમા પાંચ યોગ હોય છે.
પાંચે યોગ સાચવવાનું મુખ્ય કારણ - શરીરની જે ચંચળતા છે. નાના નાના કારણોસર શરીરને હલાવવાની અને આદું-પાછું કરવાની જે કુટેવ છે - તેના વારણ માટે છે. કારણ કે જેટલી કાયાની ચંચળતા વધે તેટલું ધ્યાન તેમાં જાય, સૂત્રો બોલવામાં કે અર્થ વિચારવામાં કે પ્રતિમાજી તરફ દૃષ્ટિપાતમાં એકાગ્રતા-સ્થિરતા રહે નહીં માટે ચંચળતા નિવારવા માટે આ યોગપંચક છે. તેથી આપણે પણ ચંચળતા નિવારવા અને ક્રિયામાં સ્થિર થવા આવા પ્રકારના યોગસેવનવાળા થવું જોઈએ.
વિરતિધર વિનાના બીજા જે જીવો છે જેમકે-અપુનર્બન્ધક, માર્ગાનુસારી, યથાપ્રવૃત્તાદિ, કરણત્રયવર્તી તથા અવિરતસમ્યગ્દષ્ટિ - આ બધા જીવો હજુ ક્રિયાના અભ્યાસક હોવાથી પ્રાથમિક કક્ષાના જીવો છે. માટે તેવા જીવોમાં આ યોગ કિંચિત્ માત્રામાં હોય છે. અર્થાત્ અલ્પમાત્રાએ-બીજમાત્ર રૂપે હોય છે. શ્રી યોગવિંશિકાની ત્રીજી ગાથામાં કહ્યું છે કે -
દેશવિરતિધર અને સર્વવિરતિધર આમ ચારિત્રવાળા આત્માઓમાં આ પાંચ પ્રકારનો યોગ નિયમા હોય છે. ઈતર જીવોમાં (બીજા જીવોમાં) બીજમાત્ર રૂપે આ યોગ હોય છે આમ કેટલાક ઈચ્છે છે. ૩
યોગવિંશિકાની ગાથાની આ સાક્ષી આપી છે એમ જાણવું. ારા अत्र योगोत्पत्तिहेतवः प्रोच्यन्ते - અહીં પાંચ પ્રકારના યોગની ઉત્પત્તિનાં કારણો કહેવાય છે -
Page #130
--------------------------------------------------------------------------
________________
૭૨ ૨
યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર कृपानिर्वेदसंवेग-प्रशमोत्पत्तिकारिणः । भेदाः प्रत्येकमत्रेच्छाप्रवृत्तिस्थिरसिद्धयः ॥३॥
ગાથાર્થ :- કપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમભાવ આ ચારે યોગની ઉત્પત્તિનાં કારણો છે. એકેક યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદો છે. Imall
ટીકા :- “પનિર્વત્ર તિ' કૃપ-અનુII, ૩:વિતેષુ ટુમોરનનક્ષUT: आर्द्रतापरिणामः । निर्वेदः-भवोद्वेगश्चतुर्गतिषु चारकवद् भासनम् । संवेग:મોક્ષામિનાપ: | પ્રશમ:-ઋષામાવ: | Uતે પરિણામ:, યોનો મોક્ષ પય: | तस्योत्पत्तिकारिणः-करणशीलाः, एतादृक्परिणामपरिणतस्य संसारोद्विग्नस्य शुद्धात्मस्वादेच्छकस्य योगसाधना भवति । अत्र योगपञ्चके प्रत्येकमेकैकस्य चत्वारो भेदा भवन्ति - ते च इमे - इच्छा १, प्रवृत्तिः २, स्थिरता ३, सिद्धिः ४ इत्येवं भेदा ज्ञेयाः । उक्तञ्च विंशतिकायाम् -
इक्किक्को य चऊद्धा, इत्थं पुण तत्तओ मुणेयव्यो । इच्छा-पवित्ति-थिर-सिद्धिभेयओ समयनीईए ॥ ॥४॥ રૂત્યવિ રૂા.
| વિવેચન : - આ ગાળામાં સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ ઈત્યાદિ પાંચ પ્રકારના યોગની ઉત્પત્તિનાં કારણો જણાવેલાં છે. હવે કહેવાતા કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમભાવ એ ચાર પ્રકારના આત્મ પરિણામો પાંચ પ્રકારના યોગની ઉત્પત્તિનાં કારણો છે. ત્યાં કૃપા એટલે કરુણા, અનુકંપા-દયા, આ સંસારમાં જે જે દુઃખી જીવો છે તે તે દુઃખી જીવોને દુઃખમાંથી છોડાવવાનો જે આત્મપરિણામ, એટલે કે દુઃખી જીવો ઉપર આદ્રતાનો (ભીનાશનોલાગણીનો) જે પરિણામ આવે છે તેને કૃપા કહેવાય છે.
બીજું કારણ નિર્વેદ છે. નિર્વેદ એટલે ભવનો ઉદ્વેગ, સંસારથી કંટાળી જવું, સંસારમાંથી બહાર નીકળવાની તમન્ના, ચાર ગતિમાં જેલની જેમ ભાસવું, જાણે હું કારાવાસમાં (જેલમાં) ફસાયો છું, બંધાયો છું. ક્યારે છુટું ? એવો ભાસ થવો, સંસારમાં ગમે તેટલું સુખ હોય તો પણ કારાવાસની જેમ ખુંચવું તે નિર્વેદ. ત્રીજું કારણ સંવેગ છે સંવેગ એટલે મોક્ષે જવાનો અભિલાષ. આત્માના અનંત ગુણોનું સુખ તે જ સાચું સુખ છે. આમ સમજાવાથી અને સંસારનું સુખ ઉપાધિવાળું, પરનિમિત્તક, સાદિ-સાત્ત સ્થિતિવાળું છે એમ સમજીને મોક્ષગમનની તીવ્ર જે અભિલાષા તે સંવેગ.
Page #131
--------------------------------------------------------------------------
________________
૭૨૩
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭ ચોથું કારણ પ્રશમ છે. પ્રશમ એટલે કષાયોનો અભાવ, ક્રોધ-માન-માયા-લોભ આ બધા વિકારો છે. અશુદ્ધ પરિણામો છે. કર્મબંધનાં કારણો છે, તે કષાયોનો જે અભાવ, તે પ્રશમ. આ કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમભાવ ચારે આત્માના શુભ પરિણામો છે, અધ્યવસાય સ્થાનો છે. સ્થાનાદિ પાંચ યોગ એ મુક્તિ-પ્રાપ્તિના ઉપાયો છે. તે સ્થાનાદિ યોગોની આત્મામાં ઉત્પત્તિ કરાવનાર આ કૃપાદિ આત્મપરિણામો કારણરૂપ છે. આ કૃપાદિ ભાવોમાં પરિણામ પામેલા અને સંસારથી ઉદ્વેગી બનેલા તથા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિની સંપૂર્ણ ઈચ્છાવાળા એવા નિર્મળ આત્માને સ્થાન-વર્ણાદિ યોગદશાની સાધના થાય છે. પ્રાપ્તિ થાય છે.
હૃદયમાં બીજા જીવો ઉપર કરુણા પ્રવર્તતી હોય, સંસાર એક પ્રકારનું બંદીખાનું છે, પરાધીનતા છે, એક સુખ અનેક દુઃખોને લાવનાર છે આવું સમજીને હૃદય સંસારથી નિર્વેદી બન્યું હોય, મોક્ષની તીવ્ર ઝંખના જાગી હોય, ક્રોધાદિ કષાયો ઉપર ઘણો ઘણો વિજય પ્રાપ્ત કર્યો હોય તેવા જીવને ધર્મ કરવાની, ધર્મનાં કાર્યોમાં વિધિ સાચવવાની, સ્થાનાદિ મુદ્રા યથાર્થ કરવાની, શુદ્ધ સૂત્રો બોલવાની, તે કાલે અર્થ ચિંતન કરવાની અને પરમાત્માના બિંબ તરફ જ સ્થિર-નિશ્ચલ દષ્ટિવાળા થવાની તીવ્ર ઈચ્છા થાય છે. મન મુકીને આ આત્મા એકલીન થાય છે. આ રીતે કૃપાદિ આત્મપરિણામો સ્થાનાદિ યોગદશાની ઉત્પત્તિનાં કારણો છે.
સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ એમ પાંચે યોગમાંથી એક-એક યોગના ચાર-ચાર ભેદો છે. ૧. ઈચ્છા, ૨. પ્રવૃત્તિ, ૩. સ્થિરતા અને ૪. સિદ્ધિ. જેમકે સ્થાનયોગ એટલે કાયોત્સર્ગકાલે ઉભા રહેવું. જિનમુદ્રા સાચવવી તે સ્થાનયોગ. આ કાયોત્સર્ગ કરવાનું, ઉભા રહેવાનું અને જિનમુદ્રા સાચવવાનું કે મન થવું, મારે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરવો છે જેથી મારા કર્મો તુટે આવી મનોવૃત્તિ થવી તે ઈચ્છા, ત્યારબાદ તેવી કાયોત્સર્ગાદિ ધર્મક્રિયા શરૂ કરવી તે પ્રવૃત્તિ, તેમાં મચ્છરાદિ કરડે, ખણજ ઉત્પન્ન થાય, ઠંડી-ગરમી લાગે આવાં અનેક વિદનો આવે તો પણ તે વિદનોને જિતને પણ કાયોત્સર્ગાદિમાં સ્થિર થવું તે સ્થિરતા. આમ કરતાં સુંદર ધર્મકાર્ય થાય એ સિદ્ધિ છે. આ રીતે પ્રત્યેક યોગના ચાર ચાર ભેદ કરતાં ૨૦ ભેદ થાય છે. શ્રી યોગવિંશિકાની ચોથી ગાથામાં કહ્યું છે કે –
“સ્થાનાદિ પાંચે યોગોમાંના એકે એક યોગ અહીં તત્ત્વથી ચાર ચાર ભેટવાળા જાણવા. ત્યાં ઈચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ આમ ચાર ચાર ભેદો સિદ્ધાન્તને અનુસાર જાણવા. (યોગવિંશિકા ગાથા-૪)
આ પ્રમાણે યોગના ૫ x ૪ = ૨૦ ભેદ થાય છે. એ
Page #132
--------------------------------------------------------------------------
________________
૭૨૪
યોગાષ્ટક - ૨૭
इच्छा तद्वत्कथाप्रीतिः, प्रवृत्तिः पालनं परम् ।
स्थैर्यं बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् ॥४॥
"
જ્ઞાનસાર
ગાથાર્થ :- પાંચ પ્રકારના યોગવાળા મહાત્મા પુરુષોના ગુણગાન ગાવામાં પ્રીતિ તે ઈચ્છા, યોગોનું યથાર્થપણે ઉત્કૃષ્ટરીતિએ પાલન થવું તે પ્રવૃત્તિ, બાધક એવા અશુદ્ધ અધ્યવસાયો આવવાનો જે ભય, તેનો અભાવ કરવો તે સ્થિરતા, અને શુદ્ધ દશાની પ્રાપ્તિ થવી અને પરોપકાર કરવો તે સિદ્ધિ જાણવી. ।।૪।
ટીકા :- ‘“ફચ્છા તøવિતિ'' ફચ્છા-સાધમાવામિનાષ:। તવ્ યોપØ યેષુ विद्यन्ते ते तद्वन्तः श्रमणाः तेषां कथासु-गुणकथनादिषु प्रीतिः - इष्टता । उक्तञ्च हरिभद्रपूज्यैः
" तज्जुत्तकहापीईइ, संगया विपरिणामिणी इच्छा । इति
વિવેચન :- સ્થાનયોગાદિ એક-એક યોગના ઈચ્છાદિ ચાર-ચાર ભેદો છે. ત્યાં પ્રથમ ઈચ્છા કોને કહેવાય ? તે સમજાવે છે. ઈચ્છા એટલે આત્મતત્ત્વની સાધના કરનારા સાધકની આત્મતત્ત્વ સાધવાના ભાવની તીવ્ર અભિલાષા તેને ઈચ્છા કહેવાય છે. સારાંશ કે આ પાંચે યોગો જે મહાત્મા પુરુષોમાં વિકસ્યા છે, ફાલ્યા-ફુલ્યા છે. એવા પ્રકારની યોગદશાને પામી ચુકેલા જે શ્રમણમુનિઓ આ સંસારમાં છે તે મહાત્માઓનાં ચરિત્રો સાંભળવામાં, ચરિત્રો કહેવામાં, તેઓના ગુણગાન અને કથા આદિ કરવામાં હાર્દિક જે પ્રીતિ, ચરિત્ર કહેવાનો ઉમંગ, ગુણ ગાવામાં હર્ષોલ્લાસ તે ઈચ્છાયોગ જાણવો. જે માણસને જેની જેની ઈચ્છા થાય છે તે માણસ તેનું જ વર્ણન કરતો હોય છે. તેનાં જ ગાણાં ગાતો હોય છે. એમ જેને યોગપ્રાપ્તિની ઈચ્છા થઈ તે નિરંતર યોગીઓની કથામાં જ રસ ધરાવે. આ ઈચ્છાયોગ જાણવો. શ્રી યોગવિંશિકા ગાથા પાંચમીના પૂર્વાર્ધમાં પૂજ્ય હરિભદ્રસૂરિજી મ. આ પ્રમાણે કહે છે કે –
“તે યોગદશાથી યુક્ત એવા મહાત્મા પુરુષોની કથા કરવાની પ્રીતિથી યુક્ત અને આત્મામાં યોગદશા માટેની વિશેષ પરિણામ પામનારી જે તીવ્ર મહેચ્છા તેને ઈચ્છાયોગ કહેવાય છે.’
तस्य सम्यग्दर्शनादिगुणवृद्धिहेतुभूतं क्रियाश्रुताभ्यासपालनं परं, परा उत्कृष्टा સા પ્રવૃત્તિ:। તન્ન
‘“સત્વસ્થુવસનસાર, તપ્પાતળમો પવત્તી ૩ ॥ કૃતિ
Page #133
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭
૭૨૫ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર વગેરે જે જે શુદ્ધ આત્મગુણો છે તેની દિન-પ્રતિદિન વૃદ્ધિ-પ્રવૃદ્ધિ કરવામાં કારણભૂત એવી ધર્મક્રિયા કરવારૂપ ક્રિયાયોગનું અને શાસ્ત્રાભ્યાસ કરવા રૂપ જ્ઞાનયોગનું ઉત્કૃષ્ટપણે જે પાલન કરવું તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. સાધન-સામગ્રીના અભાવકાલમાં યોગ સેવી ન શકાય પણ સેવવાની તમન્ના તે ઈચ્છાયોગ અને સાધન-સામગ્રીવાળા સાનુકૂળકાલમાં તે તે યોગ-સેવવામાં જોડાવું તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. યોગવિંશિકામાં ગાથા પાંચમીના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે
“સર્વ ધર્મક્રિયાના આચરણમાં ઉપશમભાવ રાખવાપૂર્વક જોડાવું, પાલન કરવું તે પ્રવૃત્તિયોગ કહેવાય છે.”
___ इत्येवं योगद्वयं बाह्यरूपत्वात् क्रियामुख्यत्वात् साध्यावलम्बिना कारणरूपम् । शेषाणां तु शुभबन्धनिबन्धनं स्थैर्य बाधकाशुद्धाध्यवसाया अतिचाराः, तेषां भीर्भयं, तस्या हानि:-अभावः । निरतिचारगुणपालनारूपं यत्र क्षयोपशमोऽपि अतिगुणसाधनापरिणमनेन सहजभावत्वाद् निर्दोषगुणसाधना भवति यत्र तत् स्थैर्यम् । उक्तञ्च
"तह चेव एयबाहगचिंतारहियं थिरत्तणं नेयं ।।
આ પ્રમાણે સ્થાનયોગ અને વર્ણયોગ આ બન્ને યોગો બાહ્યક્રિયારૂપ હોવાથી (કાયા અને વચન ઉપર આધારિત હોવાથી) અને ક્રિયાની જ પ્રધાનતા હોવાથી (પ્રથમ યોગમાં કાયિકક્રિયા અને બીજા યોગમાં વાચિકક્રિયા મુખ્ય હોવાથી) કર્મયોગ (અર્થાતુ) ક્રિયાત્મક યોગ કહેવાય છે અને તે બન્ને યોગો જ્ઞાનયોગ રૂપ સાધ્યનું અથવા આત્મહિત રૂપ સાધ્યનું અવલંબન લેનાર સાધક આત્માઓને તે સાધનાના કારણરૂપે બને છે. અર્થાત્ આ કર્મયોગ કારણ છે અને જ્ઞાનયોગ તેનું ફળ છે. તથા આત્મતત્ત્વની પ્રાપ્તિ એ તેનું ફળ છે.
બાકીના જીવોને એટલે કે જે જીવોને સાધ્યનું બરાબર લક્ષ્ય આવ્યું નથી, ગાડરીયા પ્રવાહે આ યોગમાં જે જોડાયા છે તેવા સાધ્યશૂન્ય આરાધના કરનારાને આ ધર્મક્રિયા શુભયોગ હોવાથી પુણ્યબંધનું કારણ બને છે. કર્મનિર્જરા રૂપી ફળપ્રાપ્તિ થતી નથી, પરંતુ શુભક્રિયા હોવાથી પુણ્યબંધના કારણ રૂપ અને સ્વર્ગાદિની પ્રાપ્તિના કારણ રૂપ બને છે.
ત્રીજો સ્થિરતાયોગ કોને કહેવાય તે સમજાવે છે કે સાધ્ય સાધવામાં બાધક એવા જે અશુદ્ધ અધ્યવસાયો છે તે સાધનામાં દોષ લગાડનાર હોવાથી અતિચાર કહેવાય છે. તે અતિચારો લાગશે એવો જે ભય છે તેનો અભાવ થવો એટલે કે અતિચારો ન લાગે તેવી જાગૃત અવસ્થા તેને સ્થિરતાયોગ કહેવાય છે. સાધનામાં નિરતિચારપણે પાલન કરવું, લીધેલા
Page #134
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૭૨૬
યોગાષ્ટક - ૨૭ નિયમો અને વ્રતોમાં ચલિત ન થવું, અતિચારો ન લગાડવા તે સ્થિરતાયોગ જાણવો. જ્યાં મોહનીયકર્મનો અને અંતરાયકર્મનો પ્રાપ્ત થયેલો જે ક્ષયોપશમ છે. તે વિશિષ્ટ ગુણોની સાધનામાં જ પરિણામ પમાડવા દ્વારા સ્વાભાવિકસ્વરૂપ બની જવાથી નિરતિચારપણે વિશિષ્ટ ગુણોની સાધના જ્યાં થાય છે, જ્યાં કોઈ તકલીફ પડતી નથી. દોષો સેવાતા નથી, અચલિત અવસ્થા થવાથી સહેજે સહેજે ઊંચા ઊંચા ગુણો મેળવી શકાય છે તે સ્થિરતાયોગ કહેવાય છે. યોગવિંશિકાની છઠ્ઠી ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું છે કે -
“તથા આ સાધનામાં બાધકરૂપે લાગતા દોષો (અતિચારો)ની ચિંતા વિનાના બનવું તે સ્થિરતા જાણવી.”
शुद्धानामर्थानां परमात्मरूपाणां साधनं स्वरूपालम्बनं शुद्धतत्त्वसाधनं સિદ્ધિઃ | ૩વર્ત -
"सव्वं परत्थसाहगरूवं पुण होइ सिद्धित्ति" ॥६॥ एवं सप्रभेदं ज्ञेयम् । यावद् ध्यानैकत्वं न भवति तावद् न्यासमुद्रावर्णशुद्धिपूर्वकं आवश्यकचैत्यवन्दनप्रत्युपेक्षणादिकं उपयोगयोगचापल्यवारणार्थमवश्यं करणीयम् । महद्धितकरं सर्वजीवानाम् । तेन स्थानवर्णक्रमेण तत्त्वप्राप्तिरिति ॥४॥
પોતાના શુદ્ધ સ્વરૂપનું જ માત્ર આલંબન લઈને શુદ્ધ આત્મતત્વની સાધના કરવી તે, તથા અન્ય આત્માઓમાં પણ શુદ્ધ એવા પરમાત્મ-સ્વરૂપાત્મક અર્થની સિદ્ધિ કરવામાં સાધન બનવું તેનું નામ સિદ્ધિયોગ કહેવાય છે. સારાંશ કે જીવે પોતે પોતાના આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવી અને પરમાં આત્મતત્ત્વની પ્રાપ્તિનું કારણ બનવું, સ્વતત્ત્વ સાધવું અને પરમાં તત્ત્વસાધનાનું નિમિત્ત આપવું તેનું નામ સિદ્ધિ કહેવાય છે. (અહીં સિદ્ધિ અને વિનિયોગને એક યોગરૂપે લેવામાં આવ્યા છે. શ્રી યોગવિંશિકામાં છટ્ટી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે -
સર્વ પ્રકારે પરમાં પણ ઉપકારની સાધના કરવા સ્વરૂપ સિદ્ધિ છે એમ જાણવું.” આ પ્રમાણે ભેદ-પ્રભેદ સાથે યોગદશાનું વર્ણન કર્યું.
જ્યાં સુધી આ જીવમાં ધ્યાનની એકાગ્રતા પ્રગટ થતી નથી અર્થાત્ જ્યાં સુધી ચંચળતાઅસ્થિરતા છે ત્યાં સુધી ઉપયોગની ચંચળતા વારવા માટે તથા મન-વચન અને કાયાના યોગની ચંચળતા (અસ્થિરતા) રોકવા માટે શરીરનાં અંગોને અને ઉપાંગોને યથાસ્થાને સ્થિર રાખવા પૂર્વક મુદ્રા અને વર્ણાદિની શુદ્ધિ જાળવવા પૂર્વક સામાયિક-પ્રતિક્રમણાદિ આવશ્યક
Page #135
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૨૭ ક્રિયાઓ, ચૈત્યવંદનાદિ દેવવંદનની ક્રિયાઓ અને પડિલેહણ આદિ જીવરક્ષાની ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ.
સ્થાનાદિ યોગ સાચવવા પૂર્વક આવશ્યકક્રિયા અને ચૈત્યવંદનાદિની ક્રિયા કરવી એ સર્વ જીવોને માટે અતિશય કલ્યાણ કરનાર છે. તેથી સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ આદિ સાચવવા સાથે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ધર્મક્રિયા કરવાથી જ શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ થાય છે. જે લોકો ક્રિયાને જડક્રિયા કહીને ક્રિયાનો નિષેધ કરે છે તે આ પાઠની સાક્ષીથી ઉચિત નથી. l૪ો.
अर्थालम्बनयोश्चैत्यवन्दनादौ विभावनम् । श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च ॥५॥
ગાથાર્થ - ચૈત્યવંદનાદિ ધર્મક્રિયાના કાળે અર્થયોગ અને આલંબનયોગમાં ઉપયોગની એકાગ્રતા યોગિ-મહાત્માને કલ્યાણનું કારણ બને છે અને સ્થાનયોગ તથા વર્ણયોગમાં કાયિક અને વાચિક પ્રયત્ન (યોગની સ્થિરતા) એ કલ્યાણનું કારણ બને છે. પા
ટીકા - “અર્થાત્નમ્બનયોતિ” અર્થો-વીવીશ્ય માવા, મનસ્વનં-વાળે पदार्थे अर्हत्स्वरूपे उपयोगस्यैकत्वम् । अर्थश्च आलम्बनञ्च अर्थालम्बने, तयोः चैत्यवन्दनादौ-अर्हद्वन्दनाधिकारे विभावनं-स्मरणं करणीयं श्रेयसे-कल्याणार्थम् । च-पुनः स्थानं-वन्दनककायोत्सर्गशरीरावस्थानमासनमुद्रादि, वर्णाः-अक्षराणि, तेषां शुद्धिस्तयोः यत्न एव श्रेयसे-कल्याणाय भवति-उक्तञ्चावश्यके -
जं वाइद्धं, वच्चामेलियं, हीणक्खरं, अच्चक्खरं, पयहीणं विणयहीणं, जोगहीणं, घोसहीणं, सुठुदिण्णम्, दुठ्ठपडिच्छियं, अकाले कओ सज्झाओ, काले ण कओ सज्झाओ, (असज्झाइए सज्झाइयं, सज्झाइए ण सज्झाइअं) तस्स मिच्छामि કુટું” I (માવનિર્યુક્તિ-પIIમલિટ્ટાસૂત્ર )
इत्यनेन द्रव्य-क्षेत्र-कालविशुद्धौ भावसाधनसिद्धिः तेन द्रव्यक्रिया हिता ॥५॥
વિવેચન :- જે જે સૂત્રપાઠો બોલાતા હોય તે તે પાઠો સંબંધી વાક્યોના ભાવાર્થરહસ્યાર્થ વિચારવા તે અર્થયોગ, વાચ્ય વસ્તુ એટલે કે ધ્યાન કરવા યોગ્ય, ચિંતન કરવા યોગ્ય એવી અરિહંત પરમાત્માની પ્રતિમાના આલંબને અરિહંત પરમાત્માના સ્વરૂપ-ચિંતનમાં ઉપયોગની એકાગ્રતા તે આલંબનયોગ.
Page #136
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૭૨૮
યોગાષ્ટક - ૨૭ જ્યારે જયારે ચૈત્યવંદન-દેવવંદન, અરિહંત પરમાત્માનાં દર્શન, વંદન અને પૂજન - અર્ચન આદિ કાર્ય આ જીવ કરતો હોય ત્યારે ત્યારે અર્થયોગનું અને આલંબનયોગનું નિરંતર સ્મરણ કરવું તે મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે છે. જો આ બને યોગનું તે કાલે સ્મરણ ચાલતું રહે તો મન અર્થ-ચિંતનમાં અને અરિહંત-પરમાત્માના સ્વરૂપના ચિંતનમાં હોવાથી અન્યત્ર વિભાવદશામાં ક્યાંય જાય નહીં અને મોહાત્મક પરિણામો આવે નહીં તથા અર્થબોધપૂર્વક ચૈત્યવંદનાદિ કરવાથી ભાવનો ઉલ્લાસ પણ વધે, પરિણામની ધારા નિર્મળ બને.
ચૈત્યવંદન અને કાયોત્સર્ગાદિ ક્રિયાકાલે યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા સાચવવાપૂર્વક શરીરનું જે અવસ્થાન (શરીરને ઉપરોક્ત મુદ્રાપૂર્વકનું રાખવું) તથા પદ્માસન, પર્યકાસન આદિ આસનો અને મુદ્રા આદિ સાચવવાં તે સ્થાનયોગ જાણવો. બે હાથ જોડવા, આંગળીઓ પરસ્પર આંતરામાં ભરાવવી, જમણા હાથની પહેલી આંગળી ઉપર રાખી પરસ્પર આંગળીઓ ગોઠવવી, પેટ ઉપર કોણીનો ભાગ રાખવો તે યોગમુદ્રા કહેવાય છે. ચૈત્યવંદન, નમુત્થણ વગેરે સૂત્રો બોલતાં યોગમુદ્રા સાચવવી જોઈએ.
ઉભા થઈને કાયોત્સર્ગાદિ જે જે ક્રિયા કરવાની છે તેમાં બે પગની વચ્ચે અંગુઠા પાસે ચાર આંગળનું અંતર રાખવું અને બન્ને પગના પાછલા ભાગમાં ચાર આંગળથી કંઈક ન્યૂન અંતર રાખવું તેને જિનમુદ્રા કહેવાય છે. જે મુદ્રા પગમાં સાચવવાની હોય છે અને કાયોત્સર્ગાદિ કાલે કરાય છે અરિહંત ચેઈયાણ, અન્નત્ય વગેરે સૂત્રો બોલતાં આ મુદ્રા સાચવવાની હોય છે. તથા બન્ને હાથો અંદરથી પોલા રાખીને પરસ્પર જોડવા, આંગળીઓ બને હાથની સામસામી રાખવી અને તે બન્ને હાથને કપાળે લગાવવા તે મુક્તાશુક્તિ મુદ્રા કહેવાય છે. આ મુદ્રા “જાવંતિ ચેઈયાઈ, જાંવત કેવિ સાહૂ અને જયવીયરાયસૂત્ર બોલતાં રાખવાની હોય છે” આ સઘળો સ્થાનયોગ જાણવો.
તથા વર્ગો એટલે અક્ષરો (સ્વરો અને વ્યંજનો) બોલવા, તે સ્વરો અને વ્યંજનોના ઉચ્ચારણકાલે બરાબર શુદ્ધિ જાળવવી તે વર્ણયોગ કહેવાય છે. આમ તે બે યોગ (સ્થાનયોગ અને વર્ણયોગ) સાચવવામાં પ્રયત્ન વિશેષ કરવો. સાવધાની રાખવી, યોગો સાચવવા પૂર્વક ધર્મક્રિયા કરવી તે આત્માર્થી જીવના કલ્યાણ માટે જ છે. શ્રી આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે -
જે જે વ્યવિદ્ધ (વાદ્ધ) એટલે સૂત્રના પાઠોને આડા-અવળા બોલ્યો હોઉં, વ્યત્યાદિત (વધ્યાત્નિ) એટલે કે એક પાઠને બે-ત્રણવાર બોલ્યો હોઉં, હીપાવવુર = ન્યૂન અક્ષરો બોલ્યો હોઉં, મધ્યસ્થ = અધિક અક્ષરો બોલ્યો હોઉં, પથદીપ = પાઠમાંના કોઈ કોઈ પદો કાઢી નાખીને પાઠ બોલ્યો હોઉં, વિયહી = વિનય રહિતપણે સૂત્રપાઠ
Page #137
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૨૯ બોલ્યો હોઉં, નોદિut = ઉપયોગ વિના, સાવધાન મન વિના બોલ્યો હોઉં, પોસી = ઉદાત્ત, સ્વરિત વગેરે સ્વર-વ્યંજનોના યથાર્થ ઉચ્ચારણ વિના બોલ્યો હોઉં, “સુuu
હુપછિય” = ગુરુજીએ સારી રીતે પ્રસન્ન ચિત્તે આપ્યું હોય, પણ મેં કલુષિત ચિત્તે ગ્રહણ કર્યું હોય, માને મો સાવ = અનુચિતકાલે-અકાલવેળાએ સ્વાધ્યાય કર્યો હોય, વાત્રે મો સમો = કાળવેલાએ (ઉચિતકાલે) સ્વાધ્યાય ન કર્યો હોય, મસાણ સMીયં, સન્નારૂ સાચું = અસ્વાધ્યાયના નિમિત્તો હોવા છતાં સ્વાધ્યાય કર્યો હોય અને સ્વાધ્યાયનાં નિમિત્તો હોવા છતાં પણ સ્વાધ્યાય ન કર્યો હોય, તરસ મિચ્છ મિ દુક્ષ૬ = તે સંબંધી મારું સઘળું ય પાપ મિથ્યા થાઓ. (આવશ્યકનિયુક્તિપગામ સજઝાય)
આ પ્રમાણે હોવાથી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ આદિ બાહ્ય નિમિત્તોની શુદ્ધિ હોતે છતે ભાવની સાધનતાની શુદ્ધિ થાય છે. અર્થાત્ ભાવશુદ્ધિ લાવવામાં દ્રવ્યાદિની શુદ્ધિ કારણ બને છે. માટે સ્થાનયોગ, વર્ણયોગ આદિ રૂપ મુદ્રા, વર્ષોચ્ચાર, શારીરિક આસન ઈત્યાદિ ભાવો ક્રિયાકાલે સાચવવા અત્યન્ત જરૂરી છે. માટે દ્રવ્યક્રિયા એ ભાવક્રિયાનું કારણ હોવાથી દ્રવ્યક્રિયા પણ મુમુક્ષુ જીવોને હિતકારી-કલ્યાણકારી છે.
માટે દ્રવ્યક્રિયાનો ક્યારેય નિષેધ ન કરવો, આ જીવે જડક્રિયા ઘણીવાર કરી આમ કહીને એકાન્ત-જ્ઞાનવાદીઓ ઘણી વાર ક્રિયાને ઉડાવતા હોય છે, પણ તે જ્ઞાનનો એકાન્તવાદ છે. જડક્રિયા ઘણી કરી હોય તો હવે ચેતનવંતી ક્રિયા કરો, પણ જડ વિશેષણ ઉમેરીને ક્રિયા શા માટે છોડી દેવી ? અર્થાત્ ન છોડવી જોઈએ. //પી.
आलम्बनमिह ज्ञेयं, द्विविधं रूप्यरूपि च । अरूपि गुणसायुज्यं, योगोऽनालम्बनं परम् ॥६॥
ગાથાર્થ :- અહીં રૂપ અને અરૂપી એમ આલંબન બે જાતનું હોય છે. સિદ્ધપરમાત્માના ગુણોની સાથે જે એકાગ્રતા છે તે અરૂપિ આલંબન છે. અહીં અલ્પ આલંબન હોવાથી ઉત્કૃષ્ટ અનાલંબન યોગ કહેવાય છે. દા.
ટીકા :- “માનમિતિ” ફુદ-નૈનના માનમ્બ દ્વિવિઘ સે-દિwારે ज्ञेयम्, एकं रूपि, अपरं अरूपि । तत्र रूप्यालम्बनं-जिनमुद्रादिक-पिण्डस्थ-पदस्थरूपस्थपर्यन्तम्, यावदर्हदवस्थालम्बनं तावत्कारणालम्बनं शरीरातिशयोपेतं रूप्यवलम्बनम् । तत्र अनादिपरभावशरीरधनस्वजनावलम्बी, परत्र परिणतचेतनः विषयैश्वर्याद्यर्थं तीर्थङ्करायवलम्बनमपि भवहेतुः ।
Page #138
--------------------------------------------------------------------------
________________
૭૩૦ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર तथैव यः स्वरूपानन्दपिपासितः स्वरूपसाधनार्थं प्रथमकारणरूपं जिनेश्वरं वीतरागादिगुणसमूहैः अवलम्बते, यावद् मुद्राद्यालम्बनी तावद् रूप्यवलम्बनी । स एव अर्हत्सिद्धस्वरूपं ज्ञानदर्शनचारित्राद्यनन्तपर्यायविशुद्धशुद्धाध्यात्मधर्ममवलम्बते इति अरूप्यालम्बनी ।
વિવેચન :- અહીં જિનેશ્વર પરમાત્માએ કહેલ મોક્ષમાર્ગની સાધનામાં બે પ્રકારનાં આલંબનો છે. એક રૂપી આલંબન અને બીજું અરૂપી આલંબન. બાહ્ય આલંબન એ પણ આત્માના પરિણામની શુદ્ધિનું કારણ બને છે માટે તેને આલંબન કહેવાય છે. ત્યાં જિનેશ્વર પરમાત્માની મુદ્રા આદિનું આલંબન લેવું, અરિહંત પરમાત્માની પિંડસ્થ, પદસ્થ અને શરીર સંબંધી રૂપસ્થ અવસ્થા સુધીનું આલંબન લેવું, આ સઘળું ય રૂપિ-આલંબન છે. જ્યાં સુધી ચોત્રીસ અતિશય, છત્ર-ચામરાદિ વિભૂતિયુક્ત, સોનાના, રૂપાના અને રત્નોના ગઢવાળું, કોડાકોડી દેવોથી પરિવરેલું ઈત્યાદિ બાહ્ય પુષ્પાઈવાળું અરિહંતપણાની અવસ્થાનું સૂચક જે સ્વરૂપ છે તેનું આલંબન લેવું તે રૂપિ આલંબન કહેવાય છે. તેને કારણાલંબન પણ કહેવાય છે. અરિહંત પરમાત્મા પ્રત્યે અહોભાવનું બહુમાનના ભાવનું કારણ છે માટે તેને કારણાલંબન પણ કહેવાય છે. પરમાત્માનું તીર્થકર નામકર્મના ઉદયજન્ય પુષ્ઠાઈવાળું બાહ્યવિભૂતિમય જે સ્વરૂપ છે તે રૂપી છે ભાવવૃદ્ધિનું કારણ છે તેથી તેનું આલંબન તે રૂપી આલંબન અથવા કારણ આલંબન કહેવાય છે.
આ જીવ મોહબ્ધતાના કારણે અનાદિ કાળથી પરભાવ સ્વરૂપે રહેલા શરીર, ધન અને સ્વજનોનું જ અવલંબન લેનારો બનેલો છે એટલે પરદ્રવ્યમાં જ સુખબુદ્ધિ જામેલી છે. તેના અભ્યાસથી પરપદાર્થમાં જ સુખબુદ્ધિએ પરિણામ પામેલી ચેતનાવાળો આ જીવ જ્યાં ત્યાં પાંચ ઈન્દ્રિયોના વિષયો અને ભૌતિક ઐશ્વર્યાદિ મેળવવાની બુદ્ધિએ જ બાહ્ય આલંબનો સ્વીકારે છે. આવી ભોગ-બુદ્ધિપૂર્વક ભોગોની પ્રાપ્તિ અર્થે તીર્થંકર પરમાત્મા આદિ મહાત્મા પુરુષોનું આલંબન લે તો પણ તે શુભ અવલંબન હોવા છતાં પોતાની પાત્રતા અશુદ્ધ હોવાથી ભવ-ભ્રમણનો જ હેતુ બને છે. દૂધ ગમે તેટલું સારું હોય તો પણ સર્પના ઉદરમાં જાય તો વિષ જ થાય છે તેમ આલંબન ગમે તેટલું તારક હોય પણ ગ્રાહકની બુદ્ધિ ખોટી હોય તો તે આલંબન તારક બનતું નથી, પણ મારક બને છે. માટે તીર્થંકર પરમાત્માની શારીરિક મુદ્રાદિનું આલંબન લેતાં અને પિંડસ્થ, પદસ્થ તથા રૂપસ્થ અવસ્થાની ભાવના ભાવતાં સંસારસુખની બુદ્ધિ ક્યારેય પણ રાખવી જોઈએ નહીં. જો વિષય અને ઐશ્વર્યાદિની બુદ્ધિ આવે તો તે ભવ-ભ્રમણનું કારણ બને છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭
૭૩૧
પરંતુ જે સાધક આત્મા પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપના જ આનંદની પ્રાપ્તિનો પિપાસુ બન્યો છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની જ સાધના કરવા માટે વીતરાગતા-સર્વજ્ઞતાસર્વદર્શિતા ઈત્યાદિ અનેક ગુણસમૂહો વડે પૂર્ણ ભરેલા જિનેશ્વર પરમાત્માને પ્રથમ આધાર રૂપે આલંબનપણે સ્વીકારે છે અને આવા પ્રકારના શ્રેષ્ઠ ભાવથી (વિષય અને ઐશ્વર્યાદિ રૂપ સંસાર-સુખની ભાવના વિના) તીર્થંકર પરમાત્માની મુદ્રાદિનું આલંબન સ્વીકારે છે. પિંડસ્થ -પદસ્થ ભાવના ભાવે છે તે રૂપી આલંબન કહેવાય છે. તીર્થંકર પરમાત્માની પુણ્યાઈજન્ય બાહ્ય-વિભૂતિનું પણ આત્મસ્વરૂપની સાધનાનું નિમિત્ત બને તે રીતે જો શુદ્ધબુદ્ધિથી આલંબન લે છે ત્યારે તે જીવરૂપી આલંબનવાળો કહેવાય છે.
તે જ જીવ જ્યારે અરિહંત અને સિદ્ધપરમાત્માના સ્વરૂપાત્મક એવા જ્ઞાન-દર્શન અને ચારિત્ર આદિ અનંત અનંત ગુણ-પર્યાયોથી વિશુદ્ધ એવા શુદ્ધ અધ્યાત્મ ધર્મનું આલંબન લે છે. ત્યારે તે જીવ અરૂપીના આલંબનવાળો કહેવાય છે. સારાંશ કે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની સાધના માટે તીર્થંકર પરમાત્માના બાહ્યસ્વરૂપનું આલંબન આ આત્મા જ્યારે લે છે ત્યારે તે રૂપીના આલંબનવાળો કહેવાય છે અને તીર્થંકર પરમાત્મામાં રહેલા અનંત ગુણ-પર્યાય સ્વરૂપ અધ્યાત્મ-ધર્મનું જ્યારે આલંબન લે છે ત્યારે તે અરૂપી આલંબનવાળો કહેવાય છે.
સારાંશ કે તીર્થંકર પરમાત્માના ઔયિકભાવનું જે આલંબન તે રૂપી આલંબન અને પરમાત્માના ક્ષાયિક ભાવના ગુણોનું જે આલંબન તે અરૂપી આલંબન જાણવું.
तत्र भाव्यते-अनादितः जीवः मूर्तपुद्गलस्कन्धावलम्बनपरिणतः कथं प्रथमत एवामूर्तानन्दरूपं स्वरूपमवलम्बते ? अत: अतिशयोपेतवीतरागमुद्रादिकं परं मूर्तं चालम्ब्य विषयकषायवृद्धिकरं स्त्रीधनाद्यवलम्बनं त्यजति इत्येका परावृत्तिः ।
पुनः स एव अतिशयादिरूपमूर्तं नालम्बनीयमहं तु अमूर्त:, मूर्तभावरसिकत्वं नोपयुज्यते । यद्यपि अर्हतः सम्बन्धं, तथापि औदयिकं नालम्बनीयम् । मम तु गुणालम्बनमुत्तममिति, गुणावलम्बनी मूर्तान् भावान् न रसिकत्वेन गृह्णाति, सापेक्षः परत्वेन पश्यति, द्वितीया परावृत्तिः ।
एवममूर्तात्मगुणरसिको भवति । तेन परमेष्ठिस्वरूपं कारणेनावधार्य स्वकीयासङ्ख्यप्रदेशव्याप्यव्यापकभावावच्छिन्नद्रव्यास्तिकपर्यायास्तिकानन्तस्वभावममलामूर्तानन्दमयं ध्येयत्वेनावलम्बते इति तृतीया परावृत्तिः । इति साधनपद्धतिः ।
Page #140
--------------------------------------------------------------------------
________________
૭૩૨ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર રૂપ અને અરૂપીના આલંબનથી સાધક આત્મામાં આત્મતત્ત્વની સિદ્ધિ થાય છે તે વિષયનો ભાવાર્થ આ પ્રમાણે છે -
આ આત્મા અનાદિકાલથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા રૂપી પુલસ્કંધનું આલંબન લેવાના ભાવે પરિણામ પામેલો છે. કોઈપણ પુદ્ગલદ્રવ્યનું રૂપ જોઈને અંજાઈ જાય છે. મીઠાશાદિ મધુરરસ જોઈને ભોગવવાની વૃત્તિવાળો થઈ જાય છે. મુલાયમ આદિ સ્પર્શની વૃત્તિ પણ થઈ જાય છે. આમ પૌગલિક પદાર્થોમાં જ રચ્યા-પચ્યો રહે છે. પૌદ્ગલિક પદાર્થો ઈન્દ્રિયજન્ય સુખના હેતુ હોવાથી આ જીવ રૂપી પદાર્થોનું જ આલંબન લેવાના પરિણામને પામેલો છે. તે જીવ એકદમ અતીન્દ્રિય અમૂર્ત આનંદના સમૂહ રૂપ એવા આત્મતત્ત્વના શુદ્ધ સ્વરૂપનું આલંબન લેનારો પ્રથમથી જ કેવી રીતે બને? મૂર્તપદાર્થોના રાગમાં ડુબેલો આ આત્મા અમૂર્ત એવા આત્મસ્વરૂપનો રાગી એકદમ કેમ બની શકે ? અર્થાતુ ન બની શકે. તે માટે રૂપીદ્રવ્યનું આલંબન લેવાને ટેવાયેલા આ જીવને પ્રારંભમાં રૂપી દ્રવ્યના જ આલંબનવાળો રખાય છે. માત્ર વિષય બદલાવીને તેને માર્ગ તરફ લવાય છે. અશુભ રૂપી દ્રવ્યના આલંબનવાળો હતો તેને બદલે હવે શુભ રૂપી દ્રવ્યના આલંબનવાળો કરાય છે. પણ રૂપી દ્રવ્યનું આલંબન ચાલુ રખાય છે. તેનો ત્યાગ હમણાં કરાવાતો નથી માત્ર વિષય જ બદલાવાય છે.
એટલે કે અશુભ રૂપી દ્રવ્યને છોડીને શુભ રૂપી દ્રવ્યના આલંબનવાળો કરાય છે. ચોત્રીસ અતિશયથી યુક્ત એવી વીતરાગ પરમાત્માની મુદ્રાદિ પરમ મૂર્ત દ્રવ્યના આલંબનવાળો બનાવીને વિષય અને કષાયોની વૃદ્ધિ કરે એવાં સ્ત્રી, ધન, ઘર, અલંકારાદિના આલંબનનો ત્યાગ કરાવાય છે. જીવની આ પ્રથમ પરાવૃત્તિ થાય છે. (પ્રથમ બદલો કહેવાય છે). જેમ સ્લેટમાં રહેલા મણકાથી સરવાળા આદિ કરનારા બાળકને મણકાનું આલંબન છોડાવીને આંગળીના વેઢાથી સરવાળા આદિ કરતો થાય એમ ભણાવાય છે. મણકા ઉપરથી વેઢા ઉપર ચઢાવાય છે તેમ મોહજનક મૂર્ત પદાર્થો ઉપરથી મોહનાશક એવા મૂર્ત પદાર્થના આલંબન ઉપર આ જીવને ચઢાવાય છે. આ પ્રથમ પરાવૃત્તિ છે.
ત્યારબાદ વેઢાથી સરવાળા આદિ ગણવાને ટેવાયેલા જીવને મોઢે મોઢે જ સરવાળા આદિ ગણતાં શીખવાડાય છે અને વેઢાનું આલંબન પણ તનાવી દેવાય છે. તેમ તે જ જીવને કાલાન્તરે મનમાં આવા વિચારોવાળો કરાય છે કે ચોત્રીસ અતિશયાદિ સ્વરૂપ પરમાત્માનું જે મૂર્તરૂપ છે તે વાસ્તવિકપણે આલંબનીય નથી. કારણ કે પરમાત્માનું આ સ્વરૂપ તો મૂર્ત છે. ઔદાયિકભાવનું છે. વાસ્તવિકપણે પરમાત્માનું તે સ્વરૂપ નથી. માટે મારે આલંબનીય નથી, કારણ કે હું અમૂર્ત છું, મારો આત્મા અમૂર્ત છે. મારે અમૂર્તભાવના રસિક થવું
Page #141
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૩૩ જોઈએ પણ આ મૂર્તભાવોનું રસિકપણું મને ઉપયોગી નથી તે મૂર્તિ પદાર્થ રાગાદિ વિભાવ કરાવનારો છે. મૂર્ત એવાં કોઈ પણ દ્રવ્યો તે પરદ્રવ્યો છે.
અહીં જો કે વીતરાગ-પરમાત્માની મુદ્રાદિનું આલંબન શુભ છે. તો પણ તે આલંબન ઔદયિકભાવનું છે. માટે તત્ત્વથી આલંબન લેવા યોગ્ય નથી. વીતરાગ પરમાત્માનું ચોત્રીસ અતિશયોવાળું, છત્ર-ચામરાદિથી વિભૂષિત સ્વરૂપ એ તો પુણ્યાઈ માત્ર છે. કંઈ આત્માનું સ્વરૂપ નથી, મારે તો આત્માના ગુણોનું આલંબન લેવું જોઈએ. એ જ ઉત્તમ આલંબન છે. હું તો ગુણોનો અર્થી છું પણ વિભૂતિનો અર્થ નથી, માટે મારે ગુણાવલંબી બનવું જોઈએ. આવા વિચારો કરીને પુણ્યાઈજન્ય છત્ર-ચામરાદિ મૂર્ત ભાવોને આ આત્મા રસિકપણે ગ્રહણ કરતો નથી. પરંતુ પરમાત્મા આવી ઉત્કૃષ્ટ પુણ્યાવાળા હતા, છતાં રાગાદિભાવ વિનાના વિતરાગ હતા એમ સાપેક્ષપણે જ વિભૂતિને દેખે છે. પરમાત્માની આ વિભૂતિ તેમના આત્મદ્રવ્યથી પર છે અંતે હેય છે આમ સમજીને દેખે છે. આ જીવની બીજી પરાવૃત્તિ થાય છે. શુભમૂર્તના આલંબનને છોડીને અમૂર્ત એવા ગુણોના આલંબનવાળો બને છે. આ બીજી પરાવૃત્તિ.
અશુભ મૂર્ત ઉપરથી શુભ મૂર્ત ઉપર ગયો તે પ્રથમ પરાવૃત્તિ અને શુભ મૂર્ત ઉપરથી પરમાત્માના અમૂર્ત ગુણોના આલંબનવાળો બન્યો - આ બીજી પરાવૃત્તિ છે. હવે બીજી પરાવૃત્તિમાંથી ત્રીજી પરવૃત્તિ થાય છે તે સમજાવાય છે.
પરમાત્માના અમૂર્ત એવા ગુણોનું જે આલંબન છે તેના ઉપર આવ્યા પછી આ જીવ આવો વિચાર વિશેષ કરે છે કે તે ગુણો અવશ્ય આલંબનીય છે. વીતરાગ પરમાત્માના છે. શુદ્ધ દ્રવ્યના છે છતાં મારા આત્માથી પરદ્રવ્યના અર્થાત્ અન્ય દ્રવ્યના છે. કોઈપણ અન્ય દ્રવ્યના ગુણો અન્ય દ્રવ્યમાં જતા નથી. માટે મારે મારા જ આત્માના ગુણોના આલંબનના રસિક બનવું જોઈએ, મારા માથાનો કચરો સાફ કરવા માટે હું બાથરૂમના કાચનો ભલે આધાર લઉં અને કાચમાં દેખાતા માથાના પ્રતિબિંબને જોઈને પણ છેવટે કચરો તો મારે મારા જ માથાનો કાઢવાનો છે. કાચમાં દેખાતા પ્રતિબિંબવાળા માથાનો નહીં, તે તો પરદ્રવ્ય છે. તેને સાફ કરવાથી મારું માથું સાફ થતું નથી. આ ઉદાહરણની જેમ પરમાત્માને જોઈ જોઈને પરમાત્માના ગુણોના આલંબન ઉપરથી પોતાના આત્માના અમૂર્ત ગુણોના આલંબનવાળો આ જીવ જે બને છે તે ત્રીજી પરાવૃત્તિ જાણવી.
આ રીતે પરમેષ્ઠિનું શુદ્ધ ક્ષાયિકભાવનું નિર્મળ જે સ્વરૂપ છે તેનું બાથરૂમના કાચમાં દેખાતા માથાના પ્રતિબિંબની જેમ કારણ તરીકે આલંબન લઈને આવા જ પ્રકારનું ક્ષાયિકભાવનું શુદ્ધ નિર્મળ મારું સ્વરૂપ મારે સાધ્ય તરીકે સાધવાનું છે. આમ સ્વકીય
Page #142
--------------------------------------------------------------------------
________________
૭૩૪ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર સ્વરૂપનું આલંબન લે છે કે જે પોતાનું સ્વરૂપ પોતાના જ અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ય-વ્યાપકભાવે રહેલું છે. દ્રવ્યાસ્તિકનયથી ધ્રુવ અને પર્યાયાસ્તિકનયથી ઉત્પાદ-વ્યયવાળું છે એમ ત્રિપદીવાળું, ભિન્નભિન્ન, નિત્યાનિત્ય, સામાન્ય વિશેષ, વાચ્યાવાચ્ય, અસ્તિનાસ્તિરૂપ આમ અનંત અનંત સ્વભાવવાળું છે. નિર્મળ, અમૂર્ત એવા આનંદમય છે. આ જ સ્વરૂપ મારે પ્રાપ્ત કરવા લાયક છે. ધ્યાન કરવા લાયક છે. આમ સમજીને પોતાના જ સ્વરૂપનું આલંબન જે લે છે તે ત્રીજી પરાવૃત્તિ જાણવી.
આ રીતે આત્માના ગુણોની સાધનાની પદ્ધતિ છે અશુભમૂર્તમાંથી શુભમૂર્તમાં આ પ્રથમ, શુભમૂર્તમાંથી શુભ અમૂર્ત પરગુણમાં આ બીજી અને શુભ અમૂર્ત પરગુણમાંથી શુભ અમૂર્ત સ્વગુણમાં આ ત્રીજી પરાવૃત્તિ આમ ત્રણ પ્રકારના વળાંક લેવાથી જીવનું કલ્યાણ થાય છે. માર્ગ ઉપર ચઢે છે. આ જીવ આસનમુક્તિગામી થાય છે.
सर्वेषां तत्स्वरूपसाधनं अरूपिगुणाः सिद्धगुणाः । तेषां भावनं सायुज्यं तादात्म्यता, तया योगः, आत्मोपयोगयोजनम् । यद्यपि ईषदवलम्बनं श्रुतादीनाम्, तथापि अनालम्बनमेव परः उत्कृष्टो योगः । उक्तञ्च पाठकैः -
तत्राप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र ।
સર્વોત્તમનુન: વૃનુ, તેના નાનવને શીતઃ II (ષોડશક ૧૫, શ્લોક ૯) - निरालम्बनयोगेन धारावाही प्रशान्तवाहिता नाम चित्तं तस्य स्वरसत एव मनः सहजधारायां वर्तते, न प्रयासो भवति । उक्तञ्च विंशतिकायाम् -
સર્વે પણ જીવોને અંતે તો અરૂપી એવા જે આત્મગુણો છે એટલે કે જે પોતાની શુદ્ધ સિદ્ધાવસ્થાના ગુણો છે. તે જ સ્વરૂપ સાધવાનું છે. કારણ કે અરૂપી એવા આત્મગુણોની પ્રાપ્તિ એ જ અન્તિમ લક્ષ્ય છે. તે ગુણો સાથેની જે તાદાભ્યતા-એકાકારતા, તેવી તાદાભ્યતા સાથેનો યોગ તે અનાલંબનયોગ કહેવાય છે. આત્માને આત્માના પોતાના ગુણોના ઉપયોગમાં જે જોડવું તેને અનાલંબનયોગ કહેવાય છે. આત્માને પોતાના અરૂપી ગુણોની સાથે તાદાભ્યતા કરવામાં જો કે શ્રુતાદિનું (શાસ્ત્રોનું અથવા શાસ્ત્ર સમજાવનારા ગુરુ આદિનું) આલંબન છે. તો પણ તે આલંબન ઈષદ્ હોવાથી (અલ્પ હોવાથી) ગણાતું નથી. તેથી અનાલંબન જ કહેવાય છે. જેમ કે સ્ત્રવ થવા: = આ રાબડી મીઠા વિનાની છે. અહીં રાબડીમાં મીઠું નાખેલું છે, પણ અલ્પ હોવાથી નથી એમ જ કહેવાય છે. તેમ અહીં આલંબન હોવા છતાં પણ “અલ્પ હોવાથી નથી જ” એમ સમજીને ઉત્કૃષ્ટ એવો આ અનાલંબન યોગ છે. પાઠક એવા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ પડશકમાં કહ્યું છે કે -
Page #143
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૩૫ પરમ એવા આત્મતત્ત્વમાં હજુ નહીં પહોંચેલો પણ તે પરમ આત્મતત્ત્વ જોવાની તમન્નાવાળો અથતું દિક્ષાવાળો અને તે તરફની પ્રવૃત્તિવાળો એવો જે યોગ, સર્વોત્તમ યોગની (શેલેશી અવસ્થાની) પૂર્વકાલમાં પ્રવર્તનારો યોગનિરોધાત્મક જે યોગ તેને અનાલંબન યોગ કહેલો છે. ll૧૫-૯ી.
આવા પ્રકારના અનાલંબનયોગથી ધારાવાહી એવી પ્રશાન્તવાહિતા (સતત નિરંતર અત્યન્ત શાન્ત પ્રકૃતિ) વાળું જે ચિત્ત થાય છે. તેની સ્વાભાવિકપણે જ (વિશિષ્ટ પ્રયત્ન કર્યા વિના જ) મનની સહજધારામાં પ્રવૃત્તિ થાય છે. અર્થાત્ આવા પ્રકારના અનાલંબન યોગના પ્રતાપે જ ચિત્ત વિશિષ્ટ પ્રયત્ન વિના સ્વાભાવિકપણે જ ધારાવાહી એવી પ્રશાન્તવાહિતામાં પ્રવર્તે છે. તેના માટે વિશિષ્ટ પ્રયત્ન કરવો પડતો નથી. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ શ્રી યોગવિંશિકામાં કહ્યું છે કે –
आलंबणं पि एयं, रूवमरूवी य इत्थ परमुत्ति । तग्गुणपरिणइरूवो, सुहुमो अणालंबणो नाम (१९)
एकाग्रयोगस्यैवापरनाम अनालम्बनयोग इति । एवं स्थानाद्याः पञ्च इच्छादेर्गुणिता विंशतिः भवन्ति । ते च प्रत्येकमनुष्ठानचतुष्कयोजिता अशीतिः प्रकाराः भवन्ति । तत्स्वरूपनिरूपणायोपदिशति
“આલંબનયોગ પણ બે પ્રકારનો છે એક રૂપીના આલંબનવાળો અને બીજો અરૂપીના આલંબનવાળો. ત્યાં સમવસરણમાં બીરાજમાન એવા જિનેશ્વર પરમાત્માના છત્ર-ચામરાદિથી વિભૂષિત પ્રતિમાદિના આલંબનરૂપ જે યોગ તે રૂપી આલંબન યોગ કહેવાય છે અને અરિહંત પરમાત્મા આદિના કેવલજ્ઞાનાદિ ગુણની સાથે તન્મયતા (એકાગ્રતા) રૂપ પરિણતિવાળો જે સૂક્ષ્મ યોગ (ઈન્દ્રિયોથી અગોચર યોગ) તે અનાલંબન યોગ જાણવો તે જ યોગ અહીં પરમયોગ છે.” ૧૯
પરમાત્માના ગુણોની સાથે જે એકાગ્રતા તેને અનાલંબન યોગ કહેવાય છે. તેથી અનાલંબન યોગ એકાગ્રતાયોગનું જ આવા પ્રકારનું બીજું નામ છે. અહીં જો કે ગુણોનું આલંબન છે પણ તે આલંબન અલ્પ આલંબન હોવાથી અને સૂક્ષ્મ આલંબન હોવાથી અનાલંબન કહેવાય છે. આ પ્રમાણે સ્થાન ૧, વર્ણ ૨, અર્થ ૩, આલંબન ૪ અને એકાગ્રતા પ. એમ પાંચ પ્રકારના યોગો છે. તેના ઈચ્છા ૧, પ્રવૃત્તિ ૨, સ્થિરતા ૩ અને સિદ્ધિ ૪ એમ ચાર-ચાર પ્રકાર હોવાથી ઈચ્છાદિ ચારની સાથે ગુણતાં ૫ x ૪ = ૨૦ ભેદો યોગના થાય છે. તે સર્વે ભેદો ચાર પ્રકારના અનુષ્ઠાનોની સાથે જોડાયા છતા (પ્રીતિ-ભક્તિ-વચન અને
Page #144
--------------------------------------------------------------------------
________________
૭૩૬
યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર
અસંગ એમ ચાર પ્રકારનાં અનુષ્ઠાનોની સાથે જોડાયા છતા) ૨૦ × ૪ = ૮૦ એંશી ભેદો યોગના થાય છે. પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ અનુષ્ઠાન કોને કહેવાય ? તેનું સ્વરૂપ નિરૂપણ કરવા માટે હવે સમજાવે છે
-
॥૬॥
प्रीतिभक्तिवचोऽसङ्गैः, स्थानाद्यपि चतुर्विधम् । तस्मादयोगियोगाप्तेर्मोक्षयोगः क्रमाद् भवेत् ॥७॥
ગાથાર્થ :- સ્થાનાદિ ૨૦ પ્રકારનો પણ યોગ, પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ વડે ચાર-ચાર પ્રકારનો થતાં ૮૦ ભેદવાળો થાય છે. તે યોગદશા આવવાથી “અયોગિગુણઠાણાનાચૌદમા ગુણઠાણાના યોગની પ્રાપ્તિ થાય છે અને તેનાથી અનુક્રમે મુક્તિનો યોગ સિદ્ધ થાય 9. 11911
ટીકા :- ‘પ્રીતિમતીતિ' તે સ્થાનાય:, પ્રીતિ: ભક્તિ: વચનમસકૢ કૃતિ भेदचतुष्टयैरशीतिः भेदा भवन्ति, तस्माद् योगात् क्रमेण अयोगिनामा योग:, तस्याप्तिः-प्राप्तिः भवति । अयोगियोगः - शैलेशीकरणम् । सकलयोगचापल्यरहितो योगः प्राप्नोतीति । तेन पुनः क्रमाद् मोक्षः-सकलकर्माभावलक्षणः । आत्मनः तादात्म्यावस्थानं मोक्षः । एवं योगसंयोगः क्रमाद् - अनुक्रमेण भवति ।
अथ प्रीत्याद्यनुष्ठानस्वरूपं षोडशकतो लिख्यते । अस्य चानुष्ठानता सांसारिकपरिणतौ, सा च परावृत्य तत्त्वसाधने करणीया ।
વિવેચન :- સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ (નિરાલંબનયોગ) આ પ્રમાણે આ પાંચ યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદ કરતાં ૫ × ૪ = ૨૦ ભેદ થાય છે. તે વીશે ભેદોના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એમ ચાર ચાર ઉત્તરભેદો થતા હોવાથી વીશને ચાર વડે ગુણતાં ૨૦ × ૪ = ૮૦, એમ યોગના કુલ ૮૦ ભેદ થાય છે. તે યોગદશાની પ્રાપ્તિથી આ આત્માને અયોગી નામના ચૌદમા ગુણસ્થાનકનો (મન-વચન-કાયાના યોગોથી રહિત અવસ્થાવાળા ચૌદમા અયોગી ગુણસ્થાનકનો) યોગ પ્રાપ્ત થાય છે. રત્નત્રયીની સાધનામય આ ૮૦ ભેદવાળા યોગની પ્રાપ્તિથી કર્મબંધના હેતુભૂત કાયાદિ યોગ રહિત એવી અયોગી અવસ્થા આ જીવ પ્રાપ્ત કરે છે.
અયોગિયોગ એટલે અયોગિ અવસ્થાની પ્રાપ્તિ, શૈલેશીકરણ અવસ્થા-મેરૂપર્વત જેવી અત્યન્ત સ્થિર અવસ્થા, મન-વચન-કાયાના સકલ યોગોની ચપલતાથી રહિત એવી જે અવસ્થા, તેની પ્રાપ્તિ થાય છે વળી તે શૈલેશીકરણ (અયોગી ગુણસ્થાનક) આવવાથી અનુક્રમે
Page #145
--------------------------------------------------------------------------
________________
૭૩૭
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ એટલે સર્વકર્મનો અભાવ, કર્મરહિત આત્માની અવસ્થા અથવા આત્માનું શુદ્ધ એવા આત્મસ્વરૂપમાં રહેવું તે મોક્ષ કહેવાય છે. આ પ્રમાણે રત્નત્રયીની સાધનામય યોગનો જે સંયોગ થાય છે. ગુણોની સાધનારૂપ યોગની જે પ્રાપ્તિ થાય છે તે અનુક્રમે અયોગી અવસ્થા પ્રાપ્ત કરાવવા દ્વારા મોક્ષ-પ્રાપ્તિ કરાવનાર બને છે. આ જીવને મુક્તિ-અવસ્થા પ્રાપ્ત કરાવે છે.
હવે પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ આ ચારે પ્રકારનાં અનુષ્ઠાનોના અર્થ શ્રી ષોડશક પ્રકરણના ૧૦મા ષોડશકના શ્લોક નંબર ૩ થી ૯ પ્રમાણે લખાય છે.
यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति, यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥१०-३॥ इति प्रीतिलक्षणम् -
જે અનુષ્ઠાનમાં કર્તાનો પરમ આદર હોય અને હિતકારી ઉદયવાળી પ્રીતિવિશેષ હોય તથા બીજાં અન્ય કાર્યોને છોડીને પણ જે અનુષ્ઠાન કરાય તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. આ પ્રીતિ અનુષ્ઠાનનું લક્ષણ જાણવું. ll૧૦-૩ી
गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि, ज्ञेयं तद् भक्त्यनुष्ठानम् ॥१०-४॥ अत्यन्तवल्लभा खलु, पत्नी तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयोतिं स्यात्प्रीतिभक्तिगतम् ॥१०-५॥ इति भक्तिलक्षणम् -
ભક્તિ અનુષ્ઠાન જો ક્રિયાથી જોઈએ તો પ્રીતિ અનુષ્ઠાનની તુલ્ય હોય છે, પરંતુ હૃદયમાં ગૌરવવિશેષ (માન-બહુમાન વિશેષ-પૂજ્યભાવ વિશેષ) હોવાથી બુદ્ધિશાળી જીવનું જે વિશેષ વિશુદ્ધિવાળું અનુષ્ઠાન કરાય તે ભક્તિઅનુષ્ઠાન કહેવાય છે. ૧૦-૪
પત્ની અત્યન્ત વહાલી છે અને માતા પણ હિત કરનારી હોવાથી તેની જેમ જ અત્યન્ત વહાલી છે. તે બન્ને પ્રત્યે ખવરાવવા-પીવરાવવાની કે વસ્ત્રાદિ લઈ આપવાની ક્રિયા તુલ્ય હોવા છતાં પણ હૃદયમાં ભેદ રહેલો છે. પત્ની તરફ રાગવિશેષ છે અને માતા તરફ પૂજ્યભાવ વિશેષ છે. પ્રીત્યનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાનના ભેદને સમજવા માટે આ જ ઉદાહરણ છે. ll૧૦-પા
Page #146
--------------------------------------------------------------------------
________________
૭૩૮
જ્ઞાનસાર
યોગાષ્ટક- ૨૭ वचनात्मिका प्रवृत्तिः, सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदम्, चारित्रवतो नियोगेन ॥१०-६॥ इति वचनानुष्ठानलक्षणम् -
સર્વત્ર ઔચિત્યયોગથી (સર્વ અનુષ્ઠાનોમાં યથોચિતપણે) શાસ્ત્રનાં વચનોના અનુસાર જે પ્રવૃત્તિ થાય તે વચન અનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન સાધુ-મહાત્માને નિયમો હોય છે. આ વચનાનુષ્ઠાનનું લક્ષણ થયું. ૧૦-૬ો
यत्त्वभ्यासातिशयात्सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति, त्वेतत्तदावेधात् ॥१०-७॥ चक्रभ्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तद् ज्ञापकं ज्ञेयम् ॥१०-८॥
વળી જે અનુષ્ઠાન અભ્યાસ-વિશેષથી આત્મસાતુ થયેલ હોય, તેની જેમ ઉત્તમ પુરુષો વડે જે કરાય તે અસંગ અનુષ્ઠાન જાણવું. આ અનુષ્ઠાન આગમના સંસ્કારવિશેષથી થાય છે. ||૧૦-૭
દંડ હોય ત્યારે દંડથી ચક્ર ભમે છે અને દંડ લઈ લીધા પછી દંડના અભાવમાં પણ પૂર્વના સંસ્કારથી ચક્ર ભમે છે. આ ઉદાહરણ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને સમજવા માટે પૂરતું છે. દંડના આલંબનથી જેમ ચક્ર ભમે તેમ શાસ્ત્રવચનોના આલંબને જે અનુષ્ઠાન કરાય તે વચનાનુષ્ઠાન અને દંડ લઈ લીધા પછી દંડ વિના પણ પૂર્વના સંસ્કારથી જેમ ચક્ર ભ્રમણ થાય છે તેમ વચનોના આલંબન વિના પણ વચનો આત્મસાત્ હોવાથી વચનોના સંસ્કારોથી સહજપણે જે અનુષ્ઠાન થાય છે તે અસંગાનુષ્ઠાન છે. ૧૦-૮
अभ्युदयफले चाद्ये, निःश्रेयससाधने तथा चरमे । एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये ॥१०-९॥
પ્રથમનાં બે અનુષ્ઠાનો અભ્યદય ફળવાળાં છે (સ્વર્ગાદિ સંસારસુખનાં કારણ છે) અને પાછલાં બે અનુષ્ઠાનો કલ્યાણનાં સાધન છે અર્થાત્ મુક્તિપ્રાપ્તિનાં કારણ છે. વળી છેલ્લાં બે અનુષ્ઠાનો કરતાં કરતાં લગભગ મોહનીયકર્મ ક્ષીણપ્રાય થવાથી વિદન વિનાનાં છે.
इति एवं क्रमेण योगसाधनारतः सर्वयोगरोधं कृत्वा अयोगी भवति ॥७॥
Page #147
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક- ૨૭
૭૩૯ આ પ્રમાણે અનુક્રમે યોગદશાની સાધનામાં લીન બનેલો આત્મા મન-વચન-કાયાના સર્વ યોગોનો વિરોધ કરીને અયોગી નામના ચૌદમા ગુણસ્થાનકવર્તી થાય છે ત્યાંથી અલ્પકાળમાં જ મોક્ષે જાય છે. IIણા.
स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि । सूत्रदाने महादोषः, इत्याचार्याः प्रचक्षते ॥८॥
ગાથાર્થ :- સ્થાનયોગ-વર્ણયોગ વગેરે યોગદશા વિનાના જીવને “તીર્થ ઉચ્છેદ થઈ જશે” ઈત્યાદિ ભયના આલંબનથી પણ જે સૂત્રદાન કરે છે તેને મહાદોષ લાગે છે. એમ પૂર્વાચાર્ય પુરુષો કહે છે. ll૮
:- “સ્થાનાતિ” થાનવપ્રવૃત્તિયોહિતી સૂત્રોનું મહાવોપ તિ आचार्याः हरिभद्रादयः प्रचक्षते-कथयन्ति । कस्मात् ? तीर्थोच्छेदाद्यालम्बनात् । निरास्तिकस्य सूत्रदाने कदाचित् कुप्ररूपणाकरणेन तीर्थोच्छेदो भवति । उक्तञ्च विंशतिकायाम् -
વિવેચન :- સ્થાનયોગ, વર્ણયોગ ઈત્યાદિમાં પ્રવૃત્તિ કરવા રૂપે યોગદશા જે આત્મામાં પ્રગટી નથી તેવા પ્રકારના સ્થાનાદિ યોગ વિનાના આત્માને ચૈત્યવંદન આદિનાં સૂત્રો આપવામાં (સૂત્રપાઠ ભણાવવામાં) પણ આપનારાને મહાદોષ લાગે એમ પૂર્વે થઈ ગયેલા પૂ. શ્રી હરિભદ્રસૂરિજી વગેરે આચાર્ય મહાપુરુષો કહે છે. સારાંશ કે જેમ અપાત્રને અથવા કુપાત્રને ઘરનો કે પેઢીનો વહીવટ ન સોંપાય, તેમ ઉપર કહેલા સ્થાનાદિ યોગો જેમાં આવ્યા નથી તેવા પુરુષને ચૈત્યવંદનાદિના સૂત્રપાઠો અપાય નહીં. જો કોઈ સૂત્રપાઠ આપે તો તે આપનારાને મહાદોષ લાગે એમ પૂર્વાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી આદિ મહાપુરુષો કહે છે.
પ્રશ્ન:- જો તમે સ્થાનાદિ યોગ વિનાનાને સૂત્રપાઠ નહીં આપો તો પાંચમા આરાના છેડા સુધી રહેનારું મહાવીર પરમાત્માનું તીર્થ (શાસન) વહેલું વહેલું વિચ્છેદ પામશે. કારણ કે શાસ્ત્રોમાં કહેલા સ્થાનાદિ યોગવાળી દશા તો કોઈક મહાત્મા પુરુષમાં જ આવે, ઘણા પુરુષોમાં તો આવી ઉત્કૃષ્ટદશા ન આવે અને ઉત્કૃષ્ટદશાવાળા પુરુષો તો બે-પાંચ એમ અલ્પ જ હોવાના, તેઓનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે આવી ઊંચી યોગદશાવાળા પુરુષો કોઈ હોય નહીં અને યોગદશા વિનાનાને સૂત્રપાઠ અપાય નહીં તેનો અર્થ એ થશે કે સારા જીવો ન હોવાથી અને અયોગ્ય જીવોને સૂત્રપાઠ ન ભણાવવાથી પરમાત્માનું શાસન ત્યાં જ વિચ્છેદ પામશે, આ બરાબર થતું નથી, માટે સ્થાનાદિ યોગ ન આવ્યો હોય તેવા યોગદશા વિનાના
Page #148
--------------------------------------------------------------------------
________________
૭૪૦
યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર
જીવને પણ સૂત્રપાઠ અપાવવો જોઈએ જેથી ગાંડા-ઘેલા માણસોથી પણ શાસન તો છેવટે ચાલુ રહે.
તે માટે તીર્થ ઉચ્છેદ થઈ જશે એવા ભયથી સ્થાનાદિ યોગદશા વિનાના જીવને પણ સૂત્રપાઠ અપાવવો જોઈએ. દીક્ષા અપાવવી જોઈએ. એવા જીવોથી પણ મહાવીરપ્રભુનું શાસન ચાલુ રહે તે માટે અયોગ્યને પણ સૂત્રદાન અપાવવું જોઈએ આ જ માર્ગ વધારે ઉચિત છે. નિષેધ શું કામ કરો છો ?
ઉત્તર ઃ- “અયોગ્ય જીવને જો સૂત્રદાન નહીં કરીએ તો તીર્થનો ઉચ્છેદ થઈ જશે” ઈત્યાદિ આલંબનો પણ ખોટાં આલંબનો છે. જો આવાં બહાનાં નીચે પણ યોગદશા વિનાના જીવને સૂત્રદાન આપવામાં આવે તો આપનારાને મહાદોષ લાગે એમ શ્રી હરિભદ્રસૂરિજી આદિ મહાત્મા પુરુષો કહે છે.
આ કથનની પાછળ આશય એ છે કે કયા કારણે અપાત્રને સૂત્રદાન નથી અપાતું ? તે જાણવું ખાસ જરૂરી છે. તેથી તે જણાવે છે કે યોગદશા વિનાનો જીવ અપાત્ર છે અર્થાત્ કુપાત્ર છે. જેમ માંદા માણસને વિશિષ્ટ ખોરાક નથી અપાતો, બાળકને લાખોના દાગીના નથી પહેરાવાતા, બુદ્ધિહીન જીવને અને દુરાચારી જીવને કોઈ વિશિષ્ટ સ્થાનનો હોદ્દો નથી અપાતો, જો આપવામાં આવે તો લાભ કરતાં નુકશાન ઘણું વધારે થાય, તેની જેમ અહીં અપાત્રને આવા પ્રકારની વિદ્યા અપાતી નથી.
આસ્તિકતા આદિ વિશિષ્ટ ગુણો જેમાં ન હોય એવા નાસ્તિક જીવને સૂત્રનું દાન ક૨વામાં આવે તો તે જીવ ઉસૂત્ર પ્રરૂપણા કરનાર બને, પોતાનામાં એવા વિશિષ્ટ ગુણો નથી અને અધિકાર જો મળી જાય તો મન ફાવે તેમ વર્તે, સ્વચ્છંદતા વધે, મન ફાવે તેવા અર્થો કરીને સૂત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરે. તેનાથી જીવો અવળા માર્ગે વળે. આ જ સાચો તીર્થનો ઉચ્છેદ થયો કહેવાય. સાચા માર્ગે ચાલનારા થોડા હોય તો પણ તે માર્ગ કહેવાય, પણ શાસ્ત્રવિરુદ્ધ ચાલનારા અને તેવી ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારા ઘણા હોય તો પણ તે ઉન્માર્ગ જ કહેવાય. વધારે વધારે ઉન્માર્ગ પ્રવર્તે એ જ પરમાત્માના શાસનનો સાચો ઉચ્છેદ કર્યો કહેવાય. થોડા જીવો હોય પણ પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તેને સંઘ-તીર્થ કહેવાય અને સ્વચ્છંદે ચાલતા હોય તો હાડકાંનો માળો જ માત્ર કહેવાય. તેથી થોડા હોય પણ શાસ્ત્રાનુસારી ચાલનારા હોય તે જ સાચું તીર્થ છે આમ જાણવું. તેથી આવા બહાના નીચે પણ અપાત્રને સૂત્રદાન કરવું નહીં. આ જ વાત પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ યોગવિંશિકામાં કહી છે. તે વાત આ પ્રમાણે છે -
Page #149
--------------------------------------------------------------------------
________________
૭૪૧
જ્ઞાનમંજરી
યોગાષ્ટક- ૨૭ तित्थस्सुच्छेयाइ वि, नालंबणमित्थ जं स एमेव । सुत्तकिरियाइणासो, एसो असमंजसविहाणा ॥१४॥ सो एसो वंकओ चिय, न य सयमयमारिआणमविसेसो । एवंपि भावियव्वं, इह तित्थुच्छेयभीरुहि ॥१५॥ मुत्तूण लोगसण्णं, उड्डूण य साहुसमयसब्भावं । सम्मं पयट्टियव्वं, बुहेण मइनिउणबुद्धीए ॥१६॥
एवं प्रथमं स्थानादिविशुद्धिं कृत्वा इच्छादिपरिणतः क्रमेण स्वरूपावलम्बनादि गृहीत्वा प्रीत्याद्यनुष्ठानेन असङ्गानुष्ठाने गतः सर्वज्ञो भूत्वा अयोगीभूय सिद्धो भवति । अतः क्रमसाधना श्रेयस्करी ॥८॥
इति व्याख्यातं योगाष्टकम् (२७)
“તીર્થનો ઉચ્છેદ થઈ જશે” ઈત્યાદિ આલંબનો પણ અહીં સૂત્રદાનમાં સાચાં ન સમજવાં, કારણ કે તે અયોગ્ય જીવ ઉસૂત્રપ્રરૂપણા આદિ અસમંજસ વિધાન કરે અને તેનાથી મૂલસૂત્ર અને મૂલક્રિયા માર્ગનો નાશ કરે તે જ સાચો તીર્થનો ઉચ્છેદ થયો સમજવો. ૧૪
: પ = સૂત્રયવિનાશ: = તે આ મૂલસૂત્રનો અને ક્રિયાનો કરાતો વિનાશ વંમ વિય = તીર્થોચ્છવપર્યવસાયિતયા ફુરત્તરવહન પત્ર = જૈનશાસનનો ઉચ્છેદ કરવાના પર્યવસાનવાળો છે. તથા દૂરન્ત એવા દુઃખફળને જ આપનારો છે. માટે તેવા જીવને સૂત્રદાન કરવું ઉચિત નથી. કોઈ વ્યક્તિ સ્વયં મૃત્યુ પામે અને આપણે તેને જાણીને મારી નાખીએ તે બને જેમ સમાન નથી, તેમ સ્વયં તીર્થનો ઉચ્છેદ થાય અને આપણા વડે અપાત્રને વિદ્યા આપવાથી તીર્થનો ઉચ્છેદ કરાય. આ બન્ને સમાન નથી. આ બાબત તીર્થના ઉચ્છેદથી ભીરુ જીવોએ જાણી લેવી જોઈએ. ૧૫
ખોટા એવા લોકોના ટોળા સાથે તણાવું આવા પ્રકારની લોકસંજ્ઞાનો ત્યાગ કરીને, સારી રીતે શાસ્ત્રોના સૂક્ષ્મ પરમાર્થને વહન કરીને અતિશય નિપુણ બુદ્ધિપૂર્વક પંડિત પુરુષે સમ્યક પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ મનફાવે તેમ ગમે તેને સૂત્રપાઠનું દાન ન કરવું જોઈએ.
|૧૬
આ પ્રમાણે જેમ અપાત્રને વિદ્યા ન અપાય, અપાત્રને કોઈ વિશિષ્ટ મોટો અધિકાર ન અપાય, જો આપવામાં આવે તો સત્તા હાથમાં આવતાં જ તેનો દુરુપયોગ કરે, અનેકને
Page #150
--------------------------------------------------------------------------
________________
૭૪૨ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર ઘણું નુકશાન કરે, અને છેવટે પોતે પણ અપજશ આદિ પ્રાપ્ત કરીને અકાલે મૃત્યુ પામે. તેમ અપાત્રને સૂત્રદાન કરવાથી ભવિષ્યમાં તે વ્યાખ્યાનાદિ આપે, તેમાં ઉસૂત્ર પ્રરૂપણા કરે, તથા તે ભણેલ પંડિત હોવાથી ભવિષ્યમાં કોઈ અધિકાર પ્રાપ્ત કરે તો મન ફાવે તેમ સ્વચ્છંદપણે શાસ્ત્રોની પ્રરૂપણા કરે, શાસનને છિન્ન-ભિન્ન કરે, અનેક સંપ્રદાયો અને મતો ચલાવે. મૂલમાર્ગનો નાશ કરે, નવા ચિલા પાડે.
ભિન્ન ભિન્ન સંપ્રદાયો અને ભિન્ન ભિન્ન મતો થાપવાથી કાલાન્તરે મૂળસૂત્ર અને મૂલભૂત ક્રિયામાર્ગનો નાશ થઈ જાય. આ જ સાચો તીર્થનો ઉચ્છેદ કર્યો કહેવાય તથા આવી ઉસૂત્ર પ્રરૂપણા કરનારો જીવ પણ ઉત્સુત્ર પ્રરૂપણા કરવા વડે અનંત સંસારી થાય, નરકગામી થાય, તેનું પણ અહિત થાય. માટે અપાત્રને વિદ્યા ન આપવી. કોઈ સ્વયં મૃત્યુ પામી જાય તે જુદી વસ્તુ છે, પણ આપણે તેને મારવો તે ઉચિત નથી. અર્થાત્ સ્વયં મરે અને મારી નાખવામાં આવે આ બન્ને સરખા નથી તેમ સ્વયં તીર્થનો ઉચ્છેદ થાય અને આપણે અપાત્રને વિદ્યા આપીએ અને તેના દ્વારા આ રીતે તીર્થનો ઉચ્છેદ કરાવીએ તે બન્ને સમાન નથી.
તથા અપાત્રને સૂત્રદાન કરનારા આચાર્યની પણ અવહેલના (નિંદા-ટીકા) થાય, જ્યારે અપાત્ર દ્વારા તીર્થને નુકશાન પહોંચાડાય ત્યારે સંઘના લોકો જ આવી વાત પ્રસારિત કરે કે આ શિષ્ય અયોગ્ય હતો એમ ગુરુજીને ખબર હતી છતાં જાણીબુઝીને આવાને શું કામ અધિકાર આપ્યો હશે? આ આચાર્ય મહારાજમાં પણ કંઈ દીર્ઘદર્શીપણું નથી. દૂધ પાઈને સાપ ઉશ્કેર્યો છે. આવી લોકવાયકા પણ ચાલે, આવી આવી ઘણી ઘણી નુકશાની થાય. માટે અપાત્રને વિદ્યા આપવામાં મહાદોષ છે. છતાં આ વિષય શ્રી યોગવિંશિકાના વિવેચનમાં અમે ઘણા વિસ્તારથી લખ્યો છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
આ પ્રમાણે સૌથી પ્રથમ તો સ્થાનયોગ, વયોગ, અર્થયોગ ઈત્યાદિ ભાવો દ્વારા આત્માની વિશુદ્ધિ કરીને ઈચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ સ્વરૂપે પરિણામ પામીને અનુક્રમે પ્રતિમાજી આદિ બાહ્ય આલંબન દ્વારા કાલાન્તરે નિરાલંબન અવસ્થામાં આવીને પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનું જ અવલંબન ગ્રહણ કરીને પ્રીતિઅનુષ્ઠાન-ભક્તિઅનુષ્ઠાન આદિમાં પ્રવેશ કરતાં કરતાં અંતે છેલ્લા અસંગ અનુષ્ઠાનમાં ગયેલો આ જીવ સર્વજ્ઞ બનીને અયોગી ગુણઠાણાવાળી અવસ્થા પામીને સિદ્ધ થાય છે. આ રીતે ક્રમસર આત્મતત્ત્વની સાધના કરવી એ જ કલ્યાણકારી માર્ગ છે. આ પ્રમાણે યોગાષ્ટક સમજાવ્યું. ૮
ને
જ સત્યાવીસમું યોગાષ્ટક સમાપ્ત
Page #151
--------------------------------------------------------------------------
________________
|॥ अथ अष्टाविंशतितमं नियागाष्टकम् ॥
नियागः-कर्मदहनं, तत्र नितरां निश्चयेन यागः-यजनं नियागः । उक्तञ्च - सुसंवुडा पंचहिं संवरेहिं, इह जीवियं अणवकंखमाणो । वोसट्टकाया सुइचत्तदेहा, महाजयं जयइ जन्नसिटुं ॥४२॥ के ते जोइ, के व ते जोइठाणा, का ते सूया, किं व ते कारिसंगं ? । एहा य ते कयरा सन्ति भिक्खू, कयरेण होमेण हुणासि जोइं ? ॥४३॥ तवो जोई जीवो जोइठाणं, जोगा सूया सरीरं कारिसंगं । कम्मं एहा संजमजोग संती, होमं हुणासि इसिणं पसत्थं ॥४४॥
(उत्तराध्ययन सूत्र १२, गाथा ४२-४३-४४) से बेमि जहा अणगारे उज्जुकडे नियागपडिवण्णे, अमायं कुव्वमाणे वियाहिए (श्री आचाराङ्गसूत्रे) (आचाराङ्ग-श्रुतस्कन्ध १, उद्देश-३, सूत्र-१८) नियुक्तितः, निक्षेपादिकं ज्ञेयम् ( उत्तरा०अध्य २५, नियुक्ति गाथा-४६०-४६१-४६२ ) तत्स्वरूपं निवेदयति
નિયાગ કરવો એટલે કર્મોને બાળવાં, અહીં નિ ઉપસર્ગ છે. નિ એટલે નિશ્ચયથી વાસી એટલે યજન કરવું, કર્મનું બાળવું, કર્મોને નક્કી અવશ્ય બાળી નાખવાં તેનું નામ નિયાગ. અન્ય લોકો પશુઓનો હોમ કરીને જેમ યજ્ઞ કરે છે તે યજ્ઞ હિંસાવાળો છે માટે તે યજ્ઞ કરવાનું શાસ્ત્રકારોનું કથન નથી, પણ “કર્મોને હોમવાનાં છે, કર્મોને બાળવાનાં છે” આવો હોમ કરવો તે નિયાગ. હવે તેનું વર્ણન કરાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં બારમા અધ્યયનમાં ગાથા ૪૨-૪૩-૪૪ માં આ પ્રમાણે કહ્યું છે -
પાંચ પ્રકારના સંવરથી સંવૃત થયેલા પોતાના અવિરતિમય જીવનને નહીં ઈચ્છતા (વિરતિ તરફ જવાની વૃત્તિવાળા), શરીરને વોસિરાવવાની ઈચ્છાવાળા, પવિત્ર અને ત્યાગમય દેહવાળા મુનિ હવે કહેવાતા કર્મોને હોમવાવાળા મહાન વિજય અપાવનારા શ્રેષ્ઠ યજ્ઞને કરે छ. ॥४२॥
भिक्षु मुनि ! आपनो अग्नि वो छ ? मग्नि को छ ? 39 वी छ ? છાણાં-લાકડાં વગેરે અંગો કેવાં છે? તથા શાન્તિપાઠ કેવો છે? અને આપ કેવા હોમથી अग्निवने प्रसन्न ४२॥ छो छौ ? ॥४॥
Page #152
--------------------------------------------------------------------------
________________
७४४ નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર તપ રૂપ અગ્નિ જાણવો, જીવ રૂપ અગ્નિકુંડ જાણવો, મન-વચન-કાયાના યોગો (ની એકાગ્રતા) રૂપ કડછી જાણવી. શરીર એ છાણાં છે. કર્મો એ લાકડાં છે. સંયમનું આચરણ એ શાન્તિપાઠ છે. મહામુનિઓ દ્વારા પ્રશંસનીય એવો શ્રેષ્ઠ યજ્ઞ હું કરું છું. ૪૪ll
તથા આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા ઉદ્દેશાના ૧૮માં સૂત્રમાં કહ્યું છે કે - જેણે ગૃહનો ત્યાગ કર્યો છે અને પંચમહાવ્રતધારી અણગારમુનિ બન્યા છે તે મુનિ અનુક્રમે કેવા હોય ? કેવા થાય? છે તે વિષય વેરિ = સમજાવું છું નહીં = જેમ ધીરે ધીરે અનુક્રમે મારે = તે અનગાર થયેલા મુનિ ૩qડે = ઋજુગતિને કરનારા એટલે કે અકુટિલપણે સંયમશ્રેણીને પાલનારા-મોક્ષગમનને અનુકુલ શ્રેણીને કરનારા નિયા ડિવાઈને = સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્રાત્મક નિશ્ચિત મોક્ષમાર્ગને પામેલા સમર્થ = માયા આદિ કષાયો વિનાનું જીવન સુષ્યમાઈ = કરતા ભૂમિ ઉપર વિચરે છે.” આ પ્રમાણે નિયાગ એટલે રત્નત્રયીની સાધના કરવી અને કર્મોને બાળવાં આવો અર્થ કરવો પણ પશુહોમ કરવાવાળો અર્થ ન કરવો. હિંસા એ ધર્મ સંભવતો નથી.
નિયાગ” ઉપર નામાદિ ચાર નિપા જણાવવા જોઈએ પણ તે આવશ્યકનિર્યુક્તિ ગાથા ૪૬૦-૪૬ ૧-૪૬૨ માં કહેલા છે. તેથી તે પાઠની સાક્ષી આપીને કહે છે કે ત્યાંથી જાણી લેવા. તે ગાથા અને અર્થ આ પ્રમાણે છે.
"निक्खेवो जण्णंमि अ, चउक्कओ दुविहो य होइ दव्वंमि । आगमनोआगमओ, नोआगमओ अ सो तिविहो ॥४६०॥ जाणगसरीर-भविए, तव्वइरित्ते अ माहणाईसुं । तव संजमेसु जयणा, भावे जण्णो मुणेयव्वो ॥४६१॥ जयघोसा अणगारा, विजयघोसस्स जण्णकिच्चंमि । तत्तो समुट्ठियमिणं, अज्झयणं जण्ण इज्जंति ॥४६२॥
નિયાગ એટલે યજ્ઞ, તે યજ્ઞમાં નામાદિ ચાર ભેદવાળો નિક્ષેપ હોય છે. યજ્ઞ એવું કોઈનું નામ પાડવું તે નામયજ્ઞ, યજ્ઞ એવા અક્ષરોની સ્થાપના તે સ્થાપનાયજ્ઞ. હવે દ્રવ્યયજ્ઞ બે પ્રકારનો છે - ૧. આગમથી અને ૨. નોઆગમથી. જે યજ્ઞનું સ્વરૂપ જાણે પણ પ્રરૂપણાકાલે ઉપયોગ ન હોય તે આગમથી દ્રવ્યયજ્ઞ અને બીજો જે નોઆગમથી દ્રવ્યયજ્ઞ છે તેના ત્રણ પ્રકાર છે. I૪૬૦
જ્ઞાયકશરીર (જ્ઞશરીર), ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત આમ ત્રણ ભેદ જાણવા.
Page #153
--------------------------------------------------------------------------
________________
૭૪૫
જ્ઞાનમંજરી
| નિયાગાષ્ટક - ૨૮ યજ્ઞનું સ્વરૂપ જેણે જાણ્યું છે અને આત્મા જેનો કાલગત થયો છે તે જ્ઞાયકશરીર (અર્થાતુ જ્ઞશરીર) તથા જે ભવિષ્યમાં યજ્ઞનું સ્વરૂપ જાણશે તે ભવ્યશરીર, પણ ત્રીજો જે તવ્યતિરિક્ત નામનો ભેદ છે તે બ્રાહ્મણાદિ લોકો જે યજ્ઞ કરે છે તે જાણવો. કારણ કે તે યજ્ઞ હિંસાત્મક હોવાથી સાવદ્ય છે. સાવધ હોવાથી દ્રવ્યયજ્ઞ છે અને તપ-સંયમમાં જે જયણા એટલે તપ-સંયમવાળું અનુષ્ઠાન કરવું, આચરવું, તેના પ્રત્યે આદરભાવ રાખવો તે ભાવયજ્ઞ જાણવો. /૪૬ ૧||
ભાવયજ્ઞને યથાર્થ રીતે જણાવવા માટે ઉત્તરાધ્યયનસૂત્રનું ૨૫મું અધ્યયન દેખો. જ્યાં જયઘોષમુનિ પાસેથી વિજયઘોષ નામના બ્રાહ્મણ સાચા અર્થવાળા ભાવયજ્ઞના કાર્યમાં જોડાયા તે વર્ણન છે. તેથી જ તે અધ્યયનનું નામ “યજ્ઞીય અધ્યયન” કહેવાય છે. I૪૬ રા/
હિંસાત્મક યજ્ઞ તે દ્રવ્યયજ્ઞ અને તપ-સંયમમાં સવિશેષ આચરણ અને સવિશેષ આદરભાવ તે ભાવયજ્ઞ જાણવો. હવે આ નિયાગ ઉપર સાત નો ટીકાકારશ્રીએ કોઈ કારણસર લખ્યા નથી. ગીતાર્થો પાસેથી જાણીને પણ અમે અમારા ક્ષયોપશમ પ્રમાણે લખીએ છીએ તે સાત નો આ પ્રમાણે છે - ૧. નિગમનય:- નિર્જરા પ્રયોજક કોઈપણ યોગ-ધર્માનુષ્ઠાન-ઉપવાસાદિ વિષયક માનસિક
સંકલ્પ એ નિયોગ છે. આ સિવાય પરંપરાએ નિયાગની (કર્મનિર્જરાની) હેતુ બનતી હોય તેવી વસ્તુઓ પણ નિયાગ કહેવાય છે. સંગ્રહનય :- ઉપવાસાદિના કારણભૂત શારીરિક બળ, ધૃતિ વગેરે નિયાગ કહેવાય છે. વ્યવહારનય :- ઉપવાસાદિ ધર્માનુષ્ઠાન આચરવું તે નિયાગ. ઋજુસૂત્રનય :- અણાહારી સ્વરૂપ વગેરેનું ચિંતન તે નિયાગ. શબ્દનય :- અણાહારી સ્વરૂપનો ઓછો-વધતો અનુભવ એ નિયાગ. સમભિરૂઢનય :- ઉત્કૃષ્ટ તપ આદિ ગુણોની યોગ્યતા યુક્ત અણાહારી સ્વરૂપ આદિનો અનુભવ તે નિયાગ. એવંભૂતનય :- ઉપરોક્ત ગુણો જેમાં પૂર્ણપણે પ્રગટ થયા છે અને સક્રિય બન્યા છે તે આત્મા સ્વયં નિયાગ. ભાવયજ્ઞ જ કર્તવ્ય છે તે ભાવયજ્ઞનું સ્વરૂપ આ પ્રમાણે છે.
ه
ه
ه
م
|
Page #154
--------------------------------------------------------------------------
________________
७४६
જ્ઞાનસાર
નિયાગાષ્ટક - ૨૮ यः कर्म हूतवान् दीप्ते, ब्रह्माग्नौ ध्यानध्यायया । स निश्चितेन यागेन, नियागप्रतिपत्तिमान् ॥१॥
ગાથાર્થ :- જે મુનિ મહારાજા ધ્યાનરૂપી ઈન્ધન દ્વારા જ્ઞાનરૂપી અગ્નિ દીપ્ત થયે છતે કર્મનો હોમ કરે છે (કર્મોને બાળે છે) તે મુનિ નક્કી આવા ભાવયજ્ઞ વડે મુક્તિમાર્ગને પામનાર બને છે. તેના
ટીકા :- “વ: વર્ષ દૂતવનિતિ” : નૌ-માત્મસ્વરૂપૈવત્વરૂપાનો ध्यानध्यायया-ध्यानेन्धनेन दीप्ते सति कर्म-ज्ञानावरणीयादिकं हूतवान्-होमं कृतवान्, स मुनिः निश्चितेन-आभ्यन्तरेण, यागेन-सम्यग्दर्शनज्ञानचारित्रैकत्ववीर्यतीक्ष्णत्वरूपेण युक्तः नियागप्रतिपत्तिमान् उच्यते ॥१॥
વિવેચન :- ભાવયજ્ઞ કરવા માટે સૌ પ્રથમ જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટાવવાનો છે. બ્રહ્માગ્નિ એટલે સમ્યજ્ઞાન રૂપી અગ્નિ પ્રગટાવવો. અનાદિકાલથી આ જીવ મોહાશ્વેતાના કારણે પૌગલિકાદિ પરદ્રવ્યોની સાથે એકમેકતાને પામેલો છે. તેથી તે દૃષ્ટિ ત્યાંથી ઉખેડીને આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોની સાથે એકતા કરવામાં (તે દૃષ્ટિ) કરવી, આત્મતત્ત્વનો અભ્યાસ કરવો, આત્માના મૂળભૂત જ્ઞાનાદિ ગુણમય શુદ્ધ, બુદ્ધ, નિરંજન સ્વરૂપ મેળવવાની લગની લાગવી તે બ્રહ્માગ્નિ કહેવાય છે. તે બ્રહ્માગ્નિ પ્રથમ પ્રગટાવવાનો છે.
ત્યારબાદ ધ્યાનરૂપી ઈન્જન જોડીને તે અગ્નિને વધારે વધારે પ્રદીપ્ત કરવાનો હોય છે. જેમાં પ્રગટ થયેલ અગ્નિમાં ઈન્ધન નાખવાથી અગ્નિ વધારે જોર પકડે છે તેમ પ્રાપ્ત થયેલ આત્મતત્ત્વના લક્ષ્યવાળા જ્ઞાનનું નિરંતર ધ્યાન કરવાથી તેનું જ વધારે રટન કરવાથી આ જ્ઞાન જોર પકડે છે.
ત્યારબાદ જેમ અત્યન્ત જ્વાળા રૂપે બનેલ અગ્નિમાં બ્રાહ્મણ આદિ અન્ય લોકો અજ્ઞાનતા અને મોહબ્ધતાના કારણે પશુ-માંસાદિ બલિનો હોમ કરે છે. તે ન કરતાં તેને બદલે જ્ઞાનાવરણીય આદિ જે ઘાતકર્મો છે કે જે કર્મો આત્માના ગુણોનો અવરોધ કરનાર છે. તે કર્મોને આ જ્ઞાનાગ્નિમાં નાખીને હોમ કરીને બાળવાનાં છે. આ પ્રમાણે કરનારા તે મુનિમહાત્મા આત્માના ગુણોને પ્રગટ કરવા સ્વરૂપ યોગ કરવા દ્વારા કર્મોને બાળવાના અભ્યન્તર એવા ભાવયજ્ઞ કરવા વડે નિયાગને કરનારા થાય છે.
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આ રત્નત્રયીની સાથે એકમેક થઈને તે
Page #155
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
७४७ ગુણોની પ્રાપ્તિ, ગુણોનું સંરક્ષણ અને ગુણોની વૃદ્ધિ કરવા રૂપે વીર્યને નિરંતર પ્રવર્તાવવું એનું નામ યાગ અને તેવા પ્રકારનો ત્યાગ કરવા દ્વારા આત્માર્થી મુમુક્ષુ મુનિ મહારાજા નિયાગને (મુક્તિમાર્ગને) પામનારા બને છે. સાચો આ જ મુક્તિમાર્ગ છે. પશુવધવાળો યજ્ઞ એ મુક્તિમાર્ગ નથી. તત્ત્વજ્ઞ આત્માઓએ આ વિષય વિચારવો. ૧||
पापध्वंसिनि निष्कामे, ज्ञानयज्ञे रतो मुनिः । સાવ કર્મય: વુિં ?, મૂતિમનવિનૈઃ સારા
ગાથાર્થ - પાપોનો ધ્વંસ કરનારા અને સાંસારિક સુખની કામના વિનાના જ્ઞાનયજ્ઞમાં મુનિએ લીન થવું જોઈએ. સાંસારિક સુખની કામના વડે અત્યન્ત મલીન અને સાવદ્ય (પાપકર્મવાળા) એવા અને કર્મ બંધાવનારા યજ્ઞો વડે તે મુનિને શું ? અર્થાત્ મુનિ તેવા સાવધ યજ્ઞો કરતા નથી. કેરા
ટીકા :- “પપધ્ધસિનીતિ''નો વક્ષ ! નિણામે-સર્વપરાવામિનારહિત, पापध्वंसिनि-पापकर्मविनाशके आत्मस्वरूपे ज्ञानं-स्वपरावभासकं तद्पे यज्ञे रतो भव-तन्मयो भव, किं भूतिकामनया-इहलोकसुखेच्छया ? सावधैः-पापसहितैः आविलैः-म्लानैः यज्ञैः किं ? न किमपि, न हिताय, तेन तत्करणं न युक्तम् । आत्मस्वरूपोपयोगः-तन्मयैकत्वपरिणतिः कर्माभावकरी, तेन तत्र यतितव्यम् ॥२॥
વિવેચન :- પાપોનો નાશ કરનારો જો ભાવયજ્ઞ પ્રાપ્ત થતો હોય તો પાપોને બંધાવનારા, સંસારને જ વધારનારા અને જન્મ-જરા-મરણ આદિના દુઃખોને જ આપનારા એવા સાવદ્ય યજ્ઞોનું શું કામ છે ? અર્થાત્ તે યજ્ઞો આદરવા જેવા નથી. આવો ઉપદેશ આ શ્લોકમાં આપે છે.
હે દક્ષ મુનિ ! હે તત્ત્વજ્ઞ સમજુ મુનિ ! તું આવા પ્રકારના નિર્દોષ અને શુદ્ધ એવા ભાવયજ્ઞમાં લીન બન ! કે જે ભાવયજ્ઞ કેવો છે ? તે જણાવે છે. ભાવયજ્ઞ નિષ્કામ છે અર્થાત્ સર્વ પ્રકારની પરભાવદશાની અભિલાષાઓથી રહિત છે. પદ્ગલિક સુખની ઈચ્છાઓ એ એક મોટું બંધન છે. આત્માને ફસાવનારું છે. જન્મ-જરા-મરણની પરંપરા વધારનારું બંધન છે. તેથી આવી કામના વિનાનો જે ભાવયજ્ઞ છે તે જ સારો અને સાચો યજ્ઞ છે.
વળી પાપોનો નાશ કરનારો આ ભાવયજ્ઞ છે, જે જે અશુભ પાપ કર્મો છે ખાસ કરીને ઘાતી કર્મો એ મુખ્ય પાપકર્મો છે. તેનો વિનાશ કરનારો છે. માટે હે મુનિ ! તમે તેવા પ્રકારના જ્ઞાનાત્મક ભાવયજ્ઞમાં જોડાઓ. તથા આ જ્ઞાનયજ્ઞ એ આત્મતત્ત્વના યથાર્થ સ્વરૂપને
Page #156
--------------------------------------------------------------------------
________________
૭૪૮
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર
જણાવનારો યજ્ઞ છે. સ્વદ્રવ્ય શું ? અને પરદ્રવ્ય શું ? સાધક શું ? અને બાધક શું ? મુક્તિ રોકનાર કોણ ? અને મુક્તિ અપાવનાર કોણ ? ઈત્યાદિ સ્વ-પર સ્વરૂપના બોધરૂપ અને આત્મતત્ત્વની જાગૃતિમય એવા જ્ઞાનાત્મક ભાવયજ્ઞમાં તું લીન થા. તેમાં જ તત્પર થા. તેમાં જ તારું હિત છે. તેમાં જ તારું કલ્યાણ છે.
પરંતુ ભૂતિની જ કામનાવાળા સાવદ્ય યજ્ઞ વડે હે મુનિ ! તારે શું કામ છે ? આ લોકનાં પૌદ્ગલિક સાંસારિક સુખોની ઈચ્છાવાળા અને સાવદ્ય એટલે પશુહિંસાદિ પાપોથી સહિત એવા મલીન યજ્ઞો વડે તને શું લાભ છે ? કંઈ જ લાભ નથી. આવા સાવદ્ય યજ્ઞોથી કંઈ હિત (કલ્યાણ) થવાનું નથી. તે કારણે તે યજ્ઞો ન કરવા જોઈએ. તેવા પ્રકારના પાપવાળા યજ્ઞો કરવા ઉચિત નથી.
આત્મતત્ત્વના સ્વરૂપનો જે ઉપયોગ છે. સમ્યગ્દર્શનાદિ આત્મગુણોની સાથે જે તન્મયતા અને એકતા છે. આવી ગુણોની સાથેની એકાગ્રતાવાળી આત્મપરિણતિ જ કર્મોના અભાવને કરનારી છે માટે તેવા પ્રકારના ભાવયજ્ઞમાં જ પ્રવૃત્તિ કરવી ઉચિત છે. સાવઘયજ્ઞ હિંસાત્મક હોવાથી હિતકારી તો નથી પરંતુ અવશ્ય અહિતકારી છે. માટે ત્યાજ્ય છે. ॥૨॥
वेदोक्तत्वान्मन:शुद्ध्या, कर्मयज्ञोऽपि योगिनः ।
ब्रह्मयज्ञ इतीच्छन्तः, श्येनयागं त्यजन्ति किम् ? ॥३॥
ગાથાર્થ :- “કર્મયજ્ઞ કરવાનું વેદમાં કહેલું હોવાથી મનની શુદ્ધિ પૂર્વક જો કર્મયજ્ઞ કરાય તો તે યજ્ઞ યોગિમહાત્માને તો બ્રહ્મયજ્ઞ જ બને છે” આવી (ખોટી) દલીલ કરીને જે લોકો કર્મયજ્ઞ કરવાની ઈચ્છા રાખે છે તેઓ શ્યુનયાગ કેમ કરતા નથી ? તેનો ત્યાગ શું કામ કરે છે ? ગા
ટીકા :- ‘‘વેરોવતત્વાવિતિ'' વેવોક્તત્વાર્ મન:શુછ્યા ર્મયજ્ઞ: અપ બ્રહ્મયજ્ઞ इति इच्छन्तः योगिनः श्येनयागं किं त्यजन्ति ? इति स्वमतिकल्पनां कुर्वन्ति मूढाः । ते निषेधनीयाः । न हि संसारकामनया हिंसा सुखकरी भवति, साध्यशुद्धिमन्तरेण न प्रयासो हिताय । अतो नैव कर्त्तव्यमिति ॥३॥
વિવેચન :- બીજા શ્લોકમાં જે કહેવામાં આવ્યું કે કર્મ યજ્ઞ (પશુવધવાળો યજ્ઞ) સાવધ હોવાથી એટલે કે પશુનો વધ કરવા રૂપ હિંસા હોવાથી અને આ લોકમાં ભૌતિક સુખોની કામના હોવાથી ઉત્તમ આત્માને આ યજ્ઞ કરવો ઉચિત નથી. તેને બદલે પાપનો ધ્વંસ કરનાર અને નિષ્કામનાવાળો જ્ઞાનયજ્ઞ કરવો એ જ ઉચિત માર્ગ છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૪૯ આ બાબતમાં કોઈક વેદાન્તવાદી પ્રશ્ન કરે છે કે “કર્મયજ્ઞ” કરવાનું વેદમાં કહેલું છે અને શાસ્ત્રમાં જે કરવાનું કહ્યું હોય તે શાસ્ત્રકારોએ જાણીને જ્ઞાનપૂર્વક જ કહ્યું હોય એટલે કે સમજીને જ કહ્યું હોય, માટે હિંસા હોવા છતાં શાસ્ત્રોક્ત હોવાથી મનની શુદ્ધિપૂર્વક જો કરાય તો તેમાં કંઈ દોષ નથી. વેદમાં આવો યજ્ઞ કરવાનું કહેલું છે. માટે મનની શુદ્ધિપૂર્વક જો કરાય તો તે કર્મયજ્ઞ જ બ્રહ્મયજ્ઞ કહેવાય, માટે આ બ્રહ્મયજ્ઞ જ છે એમ માનીને કર્મયજ્ઞ કરવો જોઈએ તે વેદવચન આ પ્રમાણે છે. “વવાનુવરને બ્રાહUT વિવિવિપત્તિ પર दानेन तपसा"
આ મતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે “વેદ વચન હોવાથી મનની શુદ્ધિ દ્વારા આ કર્મયજ્ઞ એ બ્રહ્મયજ્ઞ જ છે” આ વાત ખોટી છે. સાચી નથી. જો વેદોક્ત હોવાથી કર્તવ્ય બનતો હોય તો શ્યનયાગ કેમ કરતા નથી ? શ્યનયાગનો ત્યાગ શા માટે કરો છો?
શત્રુઘાત માટે બાજ દ્વારા કરાતો યજ્ઞ તે શ્યનયજ્ઞ કહેવાય છે. આ યજ્ઞ તેમના શાસ્ત્રમાં વિહિત છે તો પણ તે યજ્ઞ કરાતો નથી. કારણ કે તેમના જ શાસ્ત્રમાં કહેલ છે કે આ યજ્ઞમાં બીજાના વધનું પ્રયોજન છે માટે આ યજ્ઞ પ્રત્યપાયજનક છે તેથી સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે અન્ય યજ્ઞ કરાય છે, પરંતુ શ્યનયાગ શાસ્ત્રવિહિત હોવા છતાં તેઓ કરતા નથી. તેઓ પોતે જ તે યજ્ઞનું અશુભ ફળ-કુપરિણામ માને છે. તે માટે તેમને અર્ધજરતીયના ન્યાયનો ઘાટ લાગે છે.
સારાંશ કે વેદોક્ત હોવાથી ગરીબડાં અને લાચાર પશુઓનો હોમ કરવો આ મિથ્યા બુદ્ધિ છે. પોતાની મતિ પ્રમાણેની કલ્પના માત્ર છે. મૂઢ મનુષ્યો માંસાહારમાં અંજાયા છતા શાસ્ત્રોના અર્થોને મરડીને મતિકલ્પિત અર્થો કરે છે. તે અટકાવવા યોગ્ય છે. સંસારનાં સુખોની ઈચ્છા કરવી અને તે ઈચ્છાથી ગરીબ અને નિઃસહાય પશુઓની હિંસા કરવી એ સુખ કરનારી નથી. પાપના બંધ દ્વારા નરક-નિગોદનાં દુઃખો જ આપનારી છે. - સાધ્યની જો શુદ્ધિ ન હોય તો કરાયેલો પુરુષાર્થ હિત કરનાર થતો નથી. જો હિંસા એ ધર્મ હોત તો નરકમાં કોણ જાત ? માટે ઉપરની વેદવાદીની કલ્પના અનર્થમૂલક છે. પંચેન્દ્રિય જીવોની હિંસા અને સંસારસુખની કામના આ બને હેતુઓ ખોટા છે. માટે ઉત્તમ પુરુષોએ તેનો ત્યાગ જ કરવો. આવા પ્રકારનું ખોટું આચરણ આચરવા જેવું નથી. આવા
ब्रह्मयज्ञः परं कर्म, गृहस्थस्याधिकारिणः । पूजादि वीतरागस्य, ज्ञानमेव तु योगिनः ॥४॥
Page #158
--------------------------------------------------------------------------
________________
૭૫૦ નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર ગાથાર્થ :- સાવદ્યમાં પ્રવૃત્તિશીલ એવા દ્રવ્યપૂજાના અધિકારી ગૃહસ્થને વીતરાગ પ્રભુનું પૂજા આદિ કાર્ય એ ઉત્કૃષ્ટ બ્રહ્મયજ્ઞ જાણવો, પરંતુ યોગી મહાત્માને તો જ્ઞાનયજ્ઞ એ જ બ્રહ્મયજ્ઞ જાણવો. ll૪
ટીકા :- “બ્રહ્મયજ્ઞ” રૂતિ ગૃહસ્થચ-સાવદ્યપ્રવૃત્તસ્ય ધારિUT:-યોથર્ચ न्यायोपार्जितवित्तादिगुणवतः, वीतरागस्य पूजादिकर्मकरणं परं-उत्कृष्टं ब्रह्मयज्ञ इति ज्ञेयम् । संवराभावे आश्रवाणां परावृत्तिः प्रशस्तीकरणं युक्तम् । उक्तञ्च -
अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणे, दव्वथए कूवदितो ॥१२२४॥
(पञ्चवस्तु प्रकरण गाथा १२२४) इति रागपापस्थानस्य प्रशस्तताकरणोपदेशः । आगमे सर्वाश्रवाणां प्रशस्तता साधने गृहीता । तथा च मुनिविनये शासनविनये हर्षादि (वर्षादि) जीवघातोऽपि न बन्धाय । तथा प्रज्ञापनायां (पद-११, सूत्र-१७४) भाषा चतुष्टयमपि मुनीनाम्, इत्यादिकम् ।
ततः श्रावकाणां तु हिंसादिसर्वपरावृत्तिर्गुणिभक्तिरूपा हिता । तु-पुनः योगिनो ज्ञानं यज्ञम्-ज्ञानरमणमेव हितम्, न हि मुनिर्बाह्यप्रवृत्तिरतो ज्ञाने रममाणस्तत्त्वं साधयति ॥४॥
વિવેચન :- જે આત્માઓએ હજુ સાવઘયોગ સર્વથા ત્યજ્યો નથી. ઘર ચલાવવા વેપારધંધો કરવા સાવધયોગ જેઓને ચાલુ જ છે તેવા ઘરબારી સંસારી ગૃહસ્થ શ્રાવકશ્રાવિકાઓ આ દ્રવ્યપૂજાના અધિકારી છે. કારણ કે સાવદ્યયોગનો ત્યાગ કર્યો જ નથી, ઘર ચલાવવા માટે સાવદ્યયોગ સેવે જ છે તો પ્રશસ્ત શુભ કાર્ય કરવા માટે સાવઘયોગ (એકેન્દ્રિય જીવોની જ માત્ર હિંસા છે જેમાં એવો સાવદ્યયોગ, સેવે તો તેમાં આશ્રવની માત્ર પરાવૃત્તિ થાય છે. અશુભ આશ્રવને બદલે શુભનો આશ્રવ થાય છે. તેના માટે તે હિતકારી છે. તેમાં જે આશ્રવ છે તે હિતકારી નથી, પરંતુ અપ્રશસ્તને બદલે પ્રશસ્તની જે પરાવૃત્તિ છે તે હિતકારી છે આવો અર્થ કરવો.
ઉપરોક્ત યુક્તિને અનુસાર જે દ્રવ્યપૂજાના અધિકારી છે તેવા યોગ્ય જીવો કે જે ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલા ધનવાળા છે. આમ ન્યાયોપાર્જિતવિત્ત ઈત્યાદિ શ્રાવક-શ્રાવિકાના ૨૧ ગુણોથી જે યુક્ત છે. સંસારવાસમાં જે રહેલા છે. ઘર માટે આરંભ-સમારંભ કરે જ
Page #159
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૫૧ છે તેવા શ્રાવક-શ્રાવિકાને માટે વીતરાગ પરમાત્માની દ્રવ્યપૂજા આદિ કાર્ય કરવું તે પરમ ઉત્કૃષ્ટ બ્રહ્મયજ્ઞ છે આમ જાણવું. કારણ કે અંતે પ્રાપ્ત કરવા લાયક તો સંવર જ છે. પરંતુ
જ્યાં સુધી સંવરધર્મની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આશ્રવોની પરાવૃત્તિ કરવી એટલે કે અશુભ આશ્રવમાં જે વર્તે છે તેને બદલે શુભ આશ્રવમાં જોડાવું, અપ્રશસ્તતામાંથી પ્રશસ્તતા કરવી એ પણ યોગ્ય જ છે. જ્યાં સુધી સર્વવિરતિધર્મ ન આવે અને સર્વથા આશ્રવો ન અટકે ત્યાં સુધી અશુભઆશ્રયોને અટકાવવા માટે પણ ઉપાયરૂપે શુભ આશ્રવોનું સેવન કરવું તે હિત કરનારું છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મ.શ્રીએ પંચવસ્તુ પ્રકરણમાં ગાથા ૧૨૨૪ માં કહ્યું છે કે –
“સર્વથા આશ્રવોનો ત્યાગ નહીં કરીને પ્રવૃત્તિ કરનારા એવા સંયમસંયમ વાળા શ્રાવક-શ્રાવિકા જીવોને તેમનો પોતાનો સંસાર અત્યન્ત પાતળો કરવા માટે આ દ્રવ્ય સ્તવ કૂપના દેખાજો બરાબર યોગ્ય જ છે.”
પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પણ ૧૫૦ ગાથાના સ્તવનમાં ઢાળ ચોથી, ગાથા ૮-૯-૧૦ માં કહ્યું છે કે -
પ્રથમ બંધ ને પછી નિર્જરા, કુપતણો રે દિદંત | કહી કોઈ જોડે બુધ ભાખે, ભાવ તે શુચિજલ તંત //૪-૮ ઉપાદાનવશ બંધન કહીયું, તસ હિંસા શિર ઉપચાર | પુષ્પાદિક આરંભતણો ઈમ, હોય ભાવે પરિહાર I૪-૯ જલ તરતાં જલ ઉપર મુનિને, જિમ કરુણાનો રે રંગ ! પુષ્પાદિક ઉપર શ્રાવકને, તિમ પૂજામાંહે ચંગ ૪-૧oll તથા સવાસો ગાથાના સ્તવનમાં પણ કહ્યું છે કે - આરંભાદિક શંકા ધરી, જો જિનરાજ ભક્તિ પરિહરી . દાન માન વંદન આદેશ, તો તુજ સઘળો પડ્યો ક્લેશ ૮-૬l જલ તરતાં જલ ઉપર યથા, મુનિને દયા ન હોએ વૃથા | પુષ્પાદિક ઉપર તિમ જાણ, પુષ્પાદિક પૂજાને ઠાણ. ૮-૯ો.
વીતરાગ પરમાત્માની પૂજા કરવામાં એકેન્દ્રિય જીવોની હિંસા તથા પરમાત્મા પ્રત્યેનો રાગ જો કે છે જ, તો પણ જ્યાં સુધી સર્વ આશ્રવો છુટ્યા નથી ત્યાં સુધી અશુભ આશ્રયોને બદલે શુભ આશ્રવોનું સેવન કરવું તે હિતકારી છે. તથા સંસારી ભાવોનો રાગ જ્યાં સુધી
Page #160
--------------------------------------------------------------------------
________________
૭૫૨
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર
વર્તે છે ત્યાં સુધી તે રાગને કાઢવા તેના પ્રતિ-સ્પર્ધીપણે પ્રશસ્ત રાગને કરવાનો ઉપદેશ છે. જેમ પગમાં લાગેલા કાંટાને કાઢવાનો જ છે તો પણ તેને કાઢવા માટે પણ તે કાંટો જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી બીજો કાંટો (સોય) પગમાં નાખવી જ પડે છે. સોય નાખવા જેવી નથી, અંતે તો તેને પણ કાઢવાની જ છે. તો પણ પ્રથમ કાંટો ન નીકળે ત્યાં સુધી સોય નાખવા જેવી ગણાય છે તેમ સંસારનો રાગ દૂર ન થાય ત્યાં સુધી તેને કાઢવા માટે પણ પરમાત્માનો રાગ કર્તવ્ય બને છે આવો આ વિષયમાં ઉપદેશ છે.
આગમશાસ્ત્રોમાં સર્વે પણ આશ્રવો જો અપ્રશસ્ત હોય તો સંસારહેતુ છે પરંતુ જો પ્રશસ્તતા તે આશ્રવોમાં હોય તો સાધ્યની સિદ્ધિમાં સહાયક હોવાથી તેને સાધનમાં ગણાવેલી છે. જેમકે વંદનાદિ કરવા રૂપે મુનિ-મહારાજનો વિનય કરવામાં અને શાસનની પ્રભાવના કરવા રૂપે વિનય કરવામાં હર્ષાદિ થાય (રાગ થાય), ઉભા થઈને વંદન લેતાં જીવઘાત થાય, ઉપાશ્રયે બીરાજમાન મહારાજશ્રીને વંદન કરવા જતાં માર્ગમાં વરસાદ આદિ હોવાથી જીવઘાત થાય, વરઘોડા આદિ કાઢવામાં જીવઘાત થાય. આ સર્વ ઠેકાણે જીવઘાત છે પણ ગુણવૃદ્ધિ અને દોષ-નિવારણ અર્થે છે માટે પ્રશસ્ત છે. અપ્રશસ્ત ચાલુ હોય ત્યાં સુધી પ્રશસ્ત એવું કાર્ય સાવદ્ય હોય તો પણ કર્તવ્ય બને છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે તે પાઠ “તિ ાં અંતે ! માસપ્નાવા પાત્તા ! ગોયમા ! ચત્તારિ માસન્નાયા'' ઈત્યાદિ પાઠ પદ ૧૧ સૂત્ર ૧૧૭૪ થી જાણી લેવો. મુનિને ચાર પ્રકારની ભાષા હોય છે ત્યાં પ્રવચનની મલીનતા કોઈ કરતું હોય અથવા પ્રવચનની કોઈ નિંદા કરતું હોય તો પ્રવચનની રક્ષા કરવાના આશયથી જો મૃષા ભાષા બોલે તો પણ તે મુનિ આરાધક થાય છે. વિરાધક થતા નથી તેમ અપ્રશસ્તને ટાળવા પ્રશસ્તરાગનો આશ્રય લે તો તે પણ તે કાલે કર્તવ્ય બને છે.
તે કારણથી શ્રાવક-શ્રાવિકાના જીવનમાં હિંસા આદિ પાપસ્થાનકો તો છે જ, પરંતુ તે પાપસ્થાનકો જે અશુભ માટે સેવે છે તેને બદલીને પ્રાથમિક અભ્યાસકાલે શુભ માટે જો સેવાય તો કંઈ ખોટું થતું નથી. તેથી તે પાપસ્થાનકોની પરાવૃત્તિ કરાય છે. બદલો કરાય છે અને તે પરાવૃત્તિ ગુણી મહાત્માઓની ભક્તિ સ્વરૂપે કરાય છે. માટે હિતકારી છે, કલ્યાણકારી છે. કર્તવ્ય સ્વરૂપ છે.
પરંતુ જો તે શ્રાવક-શ્રાવિકા સર્વ આશ્રવો ત્યજીને સંસારનો ત્યાગ કરીને સંવરધર્મ સ્વીકારે, અર્થાત્ સાધુ-સાધ્વીજી બને તો ત્યાગી થયેલા, યોગી બનેલા જીવોને અપ્રશસ્ત કે પ્રશસ્ત કોઈ આશ્રવ ઉપકારી નથી, તેઓને તો જ્ઞાનયજ્ઞ જ કરવો હિતકારી છે. જ્ઞાનમાર્ગમાં રમણતા કરવી એ જ કલ્યાણકારી માર્ગ છે. મુનિ મહારાજા બાહ્યપ્રવૃત્તિમાં ઓતપ્રોત હોતા
Page #161
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિયાગાષ્ટક - ૨૮
૭૫૩
નથી. તેથી તેઓને અપ્રશસ્તનું સેવન નથી માટે તેના નિવારણ અર્થે તેઓએ પ્રશસ્તનું આલંબન સેવવું ઉચિત નથી. તે માટે તેઓ તો જ્ઞાનમાર્ગમાં જ રમણતા કરતા છતા આત્મતત્ત્વને સાધે છે. સારાંશ કે જે મુનિ બાહ્ય ભાવની પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય છે તે જ્ઞાનમાં રમણતા કરે તો પણ ચિત્ત બાહ્યભાવવર્તી હોવાથી તત્ત્વસાધના પ્રાપ્ત કરી શકતા નથી. માટે બાહ્યભાવ છોડીને જ્ઞાનરમણતા કરવી. આ રીતે યથાસ્થિતપણે સમજવું. ॥૪॥ भिन्नोद्देशेन विहितं कर्म कर्मक्षयाक्षमम् ।
क्लृप्तभिन्नाधिकारञ्च पुत्रेष्ट्यादिवदिष्यताम् ॥५॥
'
,
ગાથાર્થ :- ભિન્ન ઉદ્દેશથી કરાયેલું ધર્મ અનુષ્ઠાન કર્મક્ષય માટે થતું નથી. કલ્પાયો છે ભિન્ન અધિકાર જેમાં એવો પુત્રપ્રાપ્તિ માટેનો યજ્ઞ જેમ કર્મક્ષય માટે અક્ષમ (અસમર્થ) છે. તેમ આ સમજવું. ॥૫॥
ટીકા :- ‘“મિનોદ્દેશેનેતિ' મિનોદેશેન-પરમાત્મસાધનોદેશમન્તરેળ મિનેન-પુછ્યાવિાચ્છોદ્દેશેન વિહિતા-તમ્, વર્ષ-પૂનાવિદ્યાર્યમ્, વર્મક્ષયાય-અક્ષમ-અસમર્થ भवति । न हि भिन्नसाध्येन कृतं दयादानादिकं धर्मसाध्यशून्यानां सत्प्रवृत्तिः, बालक्रीडातुल्या । कल्पितभिन्नाधिकारं कर्म - कार्यं पुत्रेष्ट्यादिवत् इष्यतामिति । यथा च जलार्था वनिता कूपोपकण्ठे जलार्थं घटे च रज्जुबन्धं कुर्वती परपुरुषरूपव्याकुलितचित्ता स्वपुत्रमेव पाशबन्धं कृतवती दुःखभाजनं भवति । एवं साध्यच्युतानां क्रिया दु:खहेतुरूपा उक्ता ॥५॥
વિવેચન :- જે કાર્ય જે ફળપ્રાપ્તિ કરાવનારાં હોય તે કાર્ય જો તે ફળપ્રાપ્તિની ઈચ્છાથી કરાય તો તો તે કાર્ય તે ફળપ્રાપ્તિ અવશ્ય કરાવે જ, પરંતુ જે કાર્ય જે ફળપ્રાપ્તિ કરાવનાર હોય તે ફળપ્રાપ્તિનો ઉદ્દેશ છોડીને બીજી ફળપ્રાપ્તિ માટે જો તે કાર્ય કરાય તો તો તે કાર્ય પોતાના પ્રથમના વિવક્ષિત ફળની પ્રાપ્તિ કરાવવામાં અસમર્થ થાય છે. જેમકે તપ, જાપ, સ્વાધ્યાય આદિ ધર્મનાં કાર્યો કર્મોની નિર્જરા રૂપ ફળપ્રાપ્તિ આપનારાં છે. પરંતુ માનપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, સ્વર્ગપ્રાપ્તિ વગેરેના આશયથી જો આ ધર્મનાં કાર્યો કરાય તો તે કરાયેલાં ધર્મનાં કાર્યો કર્મનિર્જરા રૂપ પોતાનું પ્રથમનું વાસ્તવિક વિવક્ષિત ફળ આપવામાં અસમર્થ બને છે, કારણ કે ધર્મ કરનારા તે જીવે વાસ્તવિક તે ફળપ્રાપ્તિ પોતાના ચિત્તમાંથી ત્યજી દીધી છે.
વીતરાગ પરમાત્માની પૂજા આદિ કરવા રૂપ ધર્મકાર્ય, કર્મોનો ક્ષય કરીને પોતાના
Page #162
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૭૫૪
નિયાગાષ્ટક - ૨૮ આત્માના પરમાત્મપદની પ્રાપ્તિ કરવા માટે કરવાનું શાસ્ત્રમાં વિધાન કરેલ છે. અર્થાત્ વીતરાગપ્રભુની પૂજાનું ફળ પરમાત્મપદની પ્રાપ્તિ છે. પણ પરમાત્મપદની સાધના સિદ્ધ થવાના ઉદ્દેશને છોડીને પુણ્યપ્રાપ્તિ (ધનપ્રાપ્તિ-સ્વર્ગપ્રાપ્તિ) આદિની વાચ્છાના ઉદ્દેશથી કરાયેલું વિતરાગપ્રભુની પૂજા આદિ ધર્મકાર્ય કર્મનો ક્ષય કરીને પરમાત્મપદની પ્રાપ્તિ કરાવવા રૂપ વાસ્તવિક જે ફળ છે તે ફળપ્રાપ્તિ કરાવવામાં અસમર્થ બને છે. જેમ અમને ધર્મપ્રાપ્તિ થાય એવા સાધ્યથી શૂન્ય લોકો સંસારમાં માન-પાન, પ્રતિષ્ઠા, મોટાઈ અને યશ વગેરે મેળવવાના આશયથી દયા-દાન આદિ ધર્મનાં કાર્યો કરે તો તેવા પ્રકારના ધર્મની પ્રાપ્તિ થવારૂપ સાધ્યથી શુન્ય જીવોની આ દયા-દાનાદિની ધર્મ પ્રવૃત્તિ એ સત્યવૃત્તિ કહેવાતી નથી. કર્મક્ષયાત્મક ફળને આપનારી બનતી નથી. ધર્મપ્રવૃત્તિ રૂપ બનતી નથી. પણ બાળજીવોની તુલ્ય અજ્ઞાનક્રિયા બને છે. કારણ કે તે ક્રિયા યથાર્થ સાધ્યથી શૂન્ય છે તેમ સર્વત્ર સમજવું.
જે કાર્યનો જે અધિકાર હોય તે અધિકારને છોડીને તે કાર્યમાં બીજો અધિકાર જો કલ્પાય તો તે કાર્ય પોતાના નિયત ફળની પ્રાપ્તિ કરાવવામાં અસમર્થ જાણવું. વેદોમાં પુત્રપ્રાપ્તિ માટે જે યજ્ઞ કહ્યો છે તે યજ્ઞ કરતી વખતે જો પુત્રપ્રાપ્તિ સિવાય બીજું કંઈ ફળ મનમાં ઈચ્છાય તો તે યજ્ઞ કર્યો હોવા છતાં પણ તેનું જે ફળ હતું તેની ઈચ્છા ન રાખી હોવાથી તે ફળની પ્રાપ્તિ જેમ થતી નથી, તેમ અહીં સમજવું. આ વિષય ઉપર એક કથાવાર્તા કહે છે.
. કોઈ એક સ્ત્રી પાણી ભરવાના કાર્યની અર્થી થઈ છતી બાળકને કેડમાં તેડીને કૂવા ઉપર પાણી ભરવા જાય છે. તે સ્ત્રી કૂવાની ચારે બાજુની બનાવેલી પાળ રૂપ ઓટલા ઉપર ઉભી છતી કૂવામાંથી પાણી કાઢવા માટે કૂવામાં ઘટ ઉતારવા સારુ તે ઘટના કાંઠલે દોરડું બાંધવાનું કામ કરે છે. થોડેક દૂર કોઈ રૂપવાન રાજકુમાર તુલ્ય પુરુષ આવે છે તેને દેખીને તેના રૂપમાં જ આકુળ-વ્યાકુલ ચિત્તવાળી થઈ છતી તે સ્ત્રી મોહાશ્વેતાના કારણે તે દોરડું ઘટને બાંધવાને બદલે પોતાના પુત્રના જ ગળામાં બાંધતી છતી ઘટને બદલે પોતાના પુત્રને જ પાણી ભરવા માટે કૂવામાં ઉતારે છે. બેધ્યાન હોવાથી આવી મોટી ભૂલ કરે છે પછી તે પસ્તાય છે. દુઃખનું ભાન બને છે. પાણી તો આવતું નથી પણ પોતાનો પુત્ર પણ ગુમાવે છે. આ જ પ્રમાણે જે ક્રિયા જે સાધ્ય માટે હોય તે ક્રિયા તે સાધ્ય માટે કરવી જોઈએ. જો તે સાધ્ય ચૂકી જવાય અને બીજું સાધ્ય મનમાં લેવાય તો તે તે સાધ્ય ચૂકેલા જીવોની તે તે ક્રિયા દુઃખનું જ કારણ બને છે તેમ અહીં પણ સમજવું /પા
ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम् । . ब्रह्माग्नौ कर्मणो युक्तं, स्वकृतत्वस्मये हुते ॥६॥
Page #163
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૫૫ ગાથાર્થ :- “પરમાત્મામાં અર્પણ થવાપણું” એવું બ્રહ્માર્પણ પણ જ્ઞાનયજ્ઞના જ એક અંતર્ભાવનું સાધન છે. માટે કરેલા ક્રિયાનુષ્ઠાનનો “મેં આ કર્યું, મેં આ કર્યું એવા સ્વકતૃત્વના અભિમાનના જ્ઞાનનો અગ્નિમાં હોમ કરવો એ જ ઉચિત અને યોગ્ય માર્ગ છે. ૬ll
ટીકા :- “વ્રાઈમ બ્રાં તિ” માં વિન્ ! યદિ વં દ્રઢાઈમાં સર્વ स्वकृतं ब्रह्मणि-परमेश्वरे यदर्पणं-प्रयच्छनं (प्रदानं ) तत्रैवारोपणम् । एतत्सर्वं परमेश्वरकृतं जातं मत्कृतं न किञ्चनेति धीरिति यावत् । तद् ब्रह्मयज्ञान्तर्भावसाधनं ब्रह्मयज्ञो-ज्ञानयज्ञस्तस्य योऽन्तर्भावः-आत्मीयभावफलप्राप्तिस्वीकारस्तस्य साधनं-तन्निष्पादकत्वकारणं मन्यसे । यद्वा तत्फलमिच्छसि, तर्हि त्वं तत्कृते स्वकृतत्वसमये स्वस्य जीवस्य यत्कृतं निर्मितं कर्म तद्भावस्तत्त्वं तद्रूपो यः स्मयोऽहङ्कारस्तस्मिन् निमित्तभूते हूते हूतमग्नौ प्रक्षेपणं मया निर्मितमिति अहङ्कारहोमनिमित्त इति यावत् । कर्मणो-ज्ञानावरणादिकस्य,
ब्रह्माग्नौ-ब्रह्म-शुद्धतीव्रोपयोगिज्ञानं निराशंसतपश्च तद्पो योऽग्निरूज़ गच्छतीति व्युत्पत्तिमत्तेजस्तस्मिन् आहुतिकरणं युक्तं-घटमानं, न तु पश्वादेरित्यर्थः ॥६॥
વિવેચન :- હે વિદ્વાન ! મેં જે કંઈ કર્યું છે તે મારું નથી, બ્રહ્માનું છે - પરમાત્માનું છે” આમ સમજીને પોતાનું કરેલું કાર્ય-સર્વ ધર્મ અનુષ્ઠાન જો તું બ્રહ્માને એટલે કે પરમાત્માને અર્પણ કરવા માગતો હોય અર્થાત્ તારા વડે કરાયેલાં સઘળાં પણ સુકૃત્યો જો તું પરમાત્માના ચરણે સમર્પિત કરવા ઈચ્છતો હોય તો, તારું કરાયેલું સર્વ ધર્માચરણ એ પરમાત્માના ચરણે સમર્પિત કરવા-ભેટ ધરવા કરાયું છે, પણ મારા પોતાના માટે કરાયું નથી આવી જો તારી બુદ્ધિ હોય તો હે વિદ્વાન પુરુષ! આ બ્રહ્માર્પણ પણ જ્ઞાનયજ્ઞના અંતર્ભાવનું સાધન બને તેમ તું કર.
સારાંશ કે શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થવા રૂપ ભાવફળની પ્રાપ્તિનું કારણ બને એવો યજ્ઞ કર, પરમાત્મા તો શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર જ છે. તેને કોઈ વસ્તુની જરૂર નથી. પશુની હિંસા અને પશુના હોમની અને તેના દ્વારા કરાતા હિંસાત્મક યજ્ઞની પરમાત્માને કંઈ જરૂર નથી. પરમાત્મા કોઈ પણ વસ્તુના ભુખ્યા નથી. તારા વડે કરાયેલું ધર્મ અનુષ્ઠાન જો તું પરમાત્માને સમર્પિત કરવા ઈચ્છતો જ હોય તો આવા પ્રકારનાં પશુ-માંસાદિનો હોમ ન કર. પણ “આ મેં કર્યું છે આ મેં કર્યું છે” આવા પ્રકારનું જે અભિમાન છે, અહંકાર છે, કષાયો છે તેનો તું જ્ઞાન-અગ્નિમાં હોમ કર. તે સાચું બ્રહ્માર્પણ છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
૭૫૬
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર “સ્વકૃતત્વસ્મય” આ જીવ અનાદિકાલથી “મેં આ કર્યુંમેં આ કર્યું” એમ ધર્માનુષ્ઠાન કર્યાનાં ગાણાં જ ગાયા કરતો હોય છે. તેનાથી પોતાની પ્રશંસા અને માન જ પ્રાપ્ત કરવાની તમન્ના રાખતો હોય છે. માટે જીવ દ્વારા કરાયેલું છે જે ધર્મકાર્ય છે તેને કરવાપણાનું જે અભિમાન-અહંકાર છે તે જ સંસાર-પરિભ્રમણનું અને જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધનું પ્રબળ નિમિત્ત છે તે નિમિત્તને સમ્યજ્ઞાન રૂપી અગ્નિમાં હોમવા જેવું છે.
નિર્મળ-શુદ્ધ ઉપયોગદશાવાળું જે વિશુદ્ધ જ્ઞાન અને ભૌતિક સુખોની આશંસા વિનાનો અને સ્વગુણોમાં રમણતા માટે કરાયેલો જે તપ, આ જ્ઞાન અને તપ બને અગ્નિતુલ્ય છે તેમાં અહંકારનો હોમ કરવો તે યોગ્ય છે. પણ પશુ આદિનો હોમ કરવો તે ઉચિત નથી. “મન” શબ્દની વ્યુત્પત્તિ “á છત” આવી થાય છે. જે ઉપર ઉંચે ઉંચે જાય તે અગ્નિ, અગ્નિની જ્યોત-શિખા સદા ઉપર-ઉંચે જાય છે માટે આવા તેજને અગ્નિ કહેવાય છે. તે જ્ઞાન અને તપ રૂપી અગ્નિમાં અહંકારાદિ ભાવ રૂપ જે કષાયો છે તેનો હે વિદ્વાનું ! તું હોમ કર, તે કષાયોને તું બાળી નાખ. આવા પ્રકારનો જે જ્ઞાનયજ્ઞ કરવો તે જ સાચું બ્રહ્માર્પણ છે. આવું બ્રહ્માર્પણ કરવું ઉચિત છે. પશુહિંસા આદિ કરીને જે બ્રહ્માર્પણ કરાય છે તે આત્માનું અહિત કરનાર છે. અકલ્યાણ કરનાર છે. માટે તેનો તું ત્યાગ કર અને કષાયોનો હોમ કરવાવાળા જ્ઞાનયજ્ઞ દ્વારા બ્રહ્માર્પણ કર. All
अथ श्लोकद्वयेन स्वरूपफलदर्शनपूर्वकमुपसंहरति -
હવે બે શ્લોકો દ્વારા નિયાગના ફળને-કર્મોને બાળવાના સ્વરૂપાત્મક ફળને જણાવવા પૂર્વક ઉપસંહાર કરતાં જણાવે છે કે -
ब्रह्मण्यर्पितसर्वस्वो, ब्रह्मदृग्ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्वदब्रह्म, ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ॥७॥ ब्रह्माध्ययननिष्ठावान्, परब्रह्मसमाहितः । ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ॥८॥
ગાથાર્થ :- (૧) બ્રહ્મમાં જ (પરમાત્મામાં જ) અર્પણ કર્યું છે સર્વસ્વ જેણે એવો, (૨) જ્ઞાનની પ્રધાનતાવાળી જ છે દૃષ્ટિ જેની એવો, (૩) જ્ઞાનની જ વિશેષે સાધના કરવાવાળો, (૪) જ્ઞાનદશાના બળે અજ્ઞાનતાનો જ્ઞાનાગ્નિમાં હોમ કરવા વાળો, (૫) બ્રહ્મચર્ય પાળવા રૂપ ગુપ્તિને (સઘળી વાડને) ધારણ કરવાવાળો (૬) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના નવમાં બ્રહ્મ અધ્યયનમાં નિષ્ઠાવાળો, (૭) પરમ એવી જ્ઞાનદશાની સાથે એકતાવાળો અને
Page #165
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૫૭ (૮) ઉપર સમજાવ્યા પ્રમાણેના નિયામયજ્ઞને (જ્ઞાનયજ્ઞને) કરવા વાળો આ બ્રાહ્મણ ક્યારેય પાપો વડે લપાતો નથી. II૭-૮
ટીકા - “બ્રહ્મળ રૂત્તિ” હાળિ-માત્માન અતિસર્વસ્વ:, ગર્તિ સ્થાપિત सर्वस्वं-सर्वात्मपरिणमनरूपमित्यनेन ज्ञानवीर्यलाभभोगादयः स्वक्षयोपशमीभूता भावा आत्मनि एव अर्पिता:-स्थापिता येन सः । तथा ब्रह्म-आत्मा आत्मज्ञानं वा, तत्रैव दृग-दृष्टिदर्शनं श्रद्धानम् । (तथा) ब्रह्मसाधन:-ब्रह्म-ब्रह्मज्ञानमेव साधनं यस्य सः ब्रह्मसाधनः । अथवा ब्रह्म-आत्मा एव साधने यस्य स एवंविधः साधकजीवः ब्रह्मणि-साधकावस्थापरिणतस्वात्मनि आधारभूते, ब्रह्मणा-आत्मज्ञानवीर्याभ्याम् अब्रह्म-अज्ञानं पुद्गलकर्म वात्मनः भिन्नं जुह्वत्-( होमं कुर्वन् ) भस्मीचकार ।
कथम्भूतः साधकपुरुषः ? ब्रह्म-ब्रह्मचर्यं स्वरूपरमणरूपं, तस्य गुप्तिमान्तद्गुप्तियुक्तः । इत्यनेन आत्मा कर्ता आत्मस्वरूपेण करणभूतेन आत्मस्वरूपरोधकं ज्ञानावरणादिकर्म आत्मनि स्थितं निवारयति ॥७॥
વિવેચન :- આવા પ્રકારનો બ્રાહ્મણ અર્થાત્ મુનિ આવા પ્રકારનો નિયાગ (હોમ હવન) કરે તો તે બ્રાહ્મણ પાપોથી લપાતો નથી. અહીં આવા પ્રકારનો બ્રાહ્મણ એટલે કેવા પ્રકારનો બ્રાહ્મણ (શ્રમણ)? આ વિષય જણાવવા માટે ગ્રંથકારશ્રીએ મૂલગાથામાં સાતમી ગાથામાં પાંચ અને આઠમી ગાથામાં ત્રણ એમ પ+૩ = ૮ વિશેષણો કહ્યાં છે. તથા અહીં બ્રાહ્મણ વિશેષ્ય જે લખ્યું છે તે પણ બ્રાહ્મણકુળમાં જન્મેલો અને બ્રાહ્મણની જાતિવાળો પુરુષ એવો અર્થ ન લેવો. પણ બ્રહ્મવિદ્યા (આત્મવિદ્યા) ભણનારો અર્થાત્ આત્મતત્ત્વના લક્ષ્યવાળો પુરુષ તેને જ બ્રાહ્મણ કહેવાય છે. આવા પ્રકારના આત્મતત્ત્વના લક્ષ્યવાળા જે મુનિ-મહારાજા છે તે અહીં બ્રાહ્મણ શબ્દથી જાણવા. હવે તે બ્રાહ્મણનાં (આત્મજ્ઞાનીનાં) વિશેષણો આ પ્રમાણે -
(૧) પોતાના આત્મામાં જ અર્પણ કર્યું છે સર્વસ્વ જેણે એવો પુરુષ, જે પુરુષે પોતાને પ્રગટ થયેલું મતિ-શ્રુત આદિ જ્ઞાન, ચક્ષ-અચકું દર્શન, દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યાત્મક શક્તિ, આ બધા ગુણો પોતાના જ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલા છે. તે ક્ષાયોપથમિક ભાવના સર્વે ગુણો આત્માના સ્વરૂપને પ્રગટ કરવામાં જક્ષાયિક ભાવના ગુણો મેળવવામાં જ જેણે સમર્પિત કર્યા છે. એવો જે પુરુષ તે બ્રાહ્મણ જાણવો. લાયોપથમિક ભાવના પ્રગટ થયેલા પોતાના સર્વે પણ ગુણોને પોતાના આત્મતત્ત્વની
Page #166
--------------------------------------------------------------------------
________________
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર
શુદ્ધિમાં-નિર્મળતામાં જ જેણે જોડી દીધા છે. પણ ભોગકાર્યમાં જોડ્યા નથી એવો જીવ અહીં
સમજવો.
૭૫૮
(૨) આત્મા તરફ જ છે દૃષ્ટિ જેની એવો જીવ, અથવા આત્મતત્ત્વનું જ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રધાનપણે દૃષ્ટિવાળો, નિરંતર આત્માની શુદ્ધિનું જ જેણે લક્ષ્ય બાંધ્યું છે એવો જીવ.
(૩) બ્રહ્મજ્ઞાન એ જ સાધન છે જેને એવો જીવ, અર્થાત્ આત્મતત્ત્વના જ્ઞાનની જ નિરંતર રમણતા કરવા વડે વધારે વધારે આત્મતત્ત્વના ગુણો પ્રગટ કરનારો. સારાંશ કે આત્મામાં અથવા આત્મજ્ઞાનમાં જ જેની પાકી શ્રદ્ધા જામી છે એવો જે પુરુષ તે બ્રાહ્મણ.
અથવા બ્રહ્યસાધન શબ્દનો બીજો એવો અર્થ પણ થાય છે કે “આત્મા એ જ છે સાધનામાં લક્ષ્ય રૂપે જેને” એવો જ પુરુષ, સતત આત્માની જ સાધના કરનારો, આત્માની જ ઉપાસના કરનારો જીવ તે અહીં બ્રાહ્મણ જાણવો.
(૪) પ્રાપ્તિ બ્રહ્મા અન્નદ્ઘનુન્નુર્ = અનાદિકાલથી આ આત્મા જે પૌદ્ગલિક સુખો ભોગવવાને ટેવાયેલો છે તે આત્માની ભોગબુદ્ધિ હટાવીને આત્મતત્ત્વના ગુણોને જ પ્રાપ્ત કરવામાં જેણે દૃષ્ટિ સ્થાપી છે એવો અર્થાત્ સાધક અવસ્થા રૂપે પરિણામ પામેલો પોતાનો આત્મા બન્યે છતે, આત્મજ્ઞાન દ્વારા અને પોતાના વીર્યને ગુણવિકાસમાં જ ફોરવવા દ્વારા આત્માના અજ્ઞાનને (મોહદશાને) અથવા અનાદિકાલથી બાંધેલાં કાર્યણવર્ગણાનાં બનેલાં કર્મો કે જે જડાત્મક-અજ્ઞાનાત્મક-પુદ્ગલાત્મક છે. અને આત્માથી ભિન્ન દ્રવ્ય છે એવાં તે કર્મોને હોમવાનું, તે અજ્ઞાનને અને કર્મોને બાળવાનું કામ કરનાર જે પુરુષ તે અહીં બ્રાહ્મણ જાણવો. સારાંશ કે આત્મતત્ત્વના જ્ઞાનની લીનતા પ્રાપ્ત થવા રૂપ આધાર મળ્યે છતે તે જ્ઞાનદશાના આલંબને જ અજ્ઞાનાત્મક મોહદશા અને કર્મો બાળી નાખનારો જે પુરુષ છે તે અહીં બ્રાહ્મણ કહેવાય છે.
(૫) વળી આ સાધકપુરુષ કેવો છે ? તે કહે છે કે બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય અર્થાત્ આત્મભાવમાં જ (સ્વભાવદશામાં જ) રમણતા કરવી, તેની રક્ષા કરનારો. શક્ય બને તેટલો વધારે સ્વભાવદશામાં જ લાગી રહેનારો, જરા પણ વિભાવદશાના પરિણામ ન આવે એની બરાબર કાળજી રાખનારો, સ્વભાવ દશામાં જ વર્તવાની રક્ષા કરનારો એવો જે જીવ તે અહીં બ્રાહ્મણ સમજવો. આમ આ ગાથામાં બ્રાહ્મણનાં પાંચ વિશેષણો આવ્યાં. તેનો સારભૂત અર્થ એ નીકળ્યો કે કર્તા એવો આ આત્મા જ, આત્મસ્વરૂપમાં રમણતામય સ્વભાવદશાની રમણતા નામના કરણ વડે આત્માના સ્વરૂપનો અવરોધ કરનારી એવી
Page #167
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિયાગાષ્ટક - ૨૮
૭૫૯
અજ્ઞાનદશા તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો કે જે કર્મો અનાદિકાલથી આ આત્મામાં ચોંટેલાં છે તે બન્નેને ઉખેડીને તેનું નિવારણ કરે છે. તેને દૂર કરે છે. તે કર્મોને બાળી નાખે છે.
કર્મોને બાળવાનું પ્રબળ સાધન આત્મરમણતા જ છે. તેથી આત્મરમણતાનું આલંબન લઈને આત્માથી ભિન્ન દ્રવ્ય, કર્મ નામનો જે પદાર્થ આત્મામાં ભળી ગયો છે તેને બાળી નાખે છે. આવો બ્રાહ્મણ અહીં સમજવો. તે પાપોથી લેપાતો નથી. IIII
ટીકા :‘‘બ્રહ્માધ્યયનેતિ” બ્રાહ્મળો-મુનિ:-શ્રમો દ્રવ્ય-ભાવબ્રહ્મચર્યે રત: બ્રાહ્મા:, અધૈ:-પાü: ન નિપ્યતે-ન તેપવાનું મતિ । થભૂત: બ્રાહ્મળ: ? ब्रह्माध्ययनम्-आचाराङ्गप्रथमश्रुतस्कन्धनवमाध्ययनोक्तनिष्ठा - मर्यादा, तद्वान् तत्परिणतिपरिणतः । पुनः परब्रह्म - शुद्धात्मस्वरूपं, तेन समाहितः - समाधिमयः । पुनः नियाग:-कर्मक्षपणम्, तस्य प्रतिपत्तिः, तद्रूपतापरिणतः भिक्षुः पापैर्न लिप्यते, नावगुण्ठनावान् भवति । अत एव स्वस्वरूपभासनरमणपरिणतः अनादिकर्मपटलक्षयं कृत्वा सिद्धबुद्धः परमानन्दमयो भवति । अतो भावनियागः कर्मदहनरूपः करणीय इति तत्त्वम् ॥८॥
॥ इति व्याख्यातं नियागाष्टकम् ॥
ન
વિવેચન :- અહીં બ્રાહ્મણ શબ્દથી બ્રહ્મમાં વસનારા અર્થાત્ આત્મદશામાં જ રમનારા એવો અર્થ કરવો પણ બ્રાહ્મણકુલમાં જન્મ પામનાર કે જન્મથી બ્રાહ્મણ એ અર્થ ન લેવો. તેથી બ્રાહ્મણ એટલે મુનિ-મહારાજા અથવા શ્રમણમુનિ કે જે દ્રવ્યથી પણ બ્રહ્મચર્ય પાળવામાં તત્પર છે તથા ભાવથી પણ આત્મદશામાં વર્તે છે એવા દ્રવ્યથી અને ભાવથી બ્રહ્મચર્ય પાલનમાં લીન જે મુનિ છે. તે અહીં બ્રાહ્મણશબ્દથી જાણવા. આવા મુનિ પાપોથી લેપાતા નથી. પાપકર્મોની સાથે બંધાતા નથી. તે મુનિરૂપ બ્રાહ્મણ કેવા છે ? આ વાત બાકીનાં ત્રણ વિશેષણોથી સમજાવે છે.
(૬) બ્રહ્મ નામનું આચારાંગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધમાં કહેલું જે નવમું અધ્યયન, તેમાં કહેલી જે નિષ્ઠા એટલે આત્મતત્ત્વની-મુનિપણાની મર્યાદા, તે મર્યાદામાં વર્તનારા, તે મર્યાદા પ્રમાણેની પરિણતિથી પરિણામ પામેલા એવા જે મુનિ છે તે પાપોથી લેપાતા નથી. આચારાંગ સૂત્રમાં વર્ણવેલા આચાર પ્રમાણે ચાલનારા, આત્માને આત્મસ્વભાવમાં જ રાખનારા એવા મુનિ રૂપ બ્રાહ્મણ.
(૭) તથા પરમ એવું શુદ્ધ આત્મતત્ત્વ-આત્માનું નિર્મળ શુદ્ધ સહજાનંદસ્વરૂપ છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર
તેનાથી વ્યાપ્ત બનેલા, તે સહજાનંદ સ્વરૂપમાં જ એકાગ્ર થયેલા એવા જે મહાત્મા છે તે પાપોથી લેપાતા નથી.
036
(૮) નિયાપ્રતિપત્તિમાન્ = નિયાગ એટલે કર્મોને બાળી નાખવા રૂપ હોમહવન કરવું તે નિયાગ. તેને સ્વીકારનારા આવા પ્રકારના કર્મોને બાળવા રૂપ નિયાગને કરનારા મુનિ ક્યારેય પાપોથી લેપાતા નથી.
ઉપરની બન્ને ગાથામાં કહેલાં આઠ વિશેષણોવાળા મુનિરૂપ શ્રમણાવસ્થામય બ્રાહ્મણ ક્યારેય પાપોથી લેપાતા નથી. આ કારણથી જ ઉત્તમ આત્માર્થી જીવોએ એટલે કે મુમુક્ષુ મહાત્માઓએ પોતપોતાના આત્મસ્વરૂપનું જ જ્ઞાન કરવામાં, તેની જ અવિચલ શ્રદ્ધા કરવામાં અને તે સ્વરૂપમાં જ રમણતા ક૨વામાં ઉદ્યમશીલ થવું જોઈએ. આવા ઉદ્યમવાળા જીવો અનાદિકાલથી આત્માને લાગેલાં જે શુભાશુભ કર્મપટલ છે. તેનો ક્ષય કરીને સિદ્ધ-બુદ્ધનિરંજન-નિરાકાર થયા છતા સ્વાભાવિક પોતાના જ અનંત ગુણોના ભોક્તા બન્યા છતા પરમ આનંદમય બને છે.
આ રીતે આત્મતત્ત્વની સાધના કરનારા જીવે કર્મોને જ્ઞાન-અગ્નિમાં બાળવા રૂપ ભાવનિયાગ જ કરવો જોઈએ પણ નિઃસહાય, લાચાર, પરાધીન અને વાચા વિનાના પશુઓને હોમીને હિંસાત્મક નિયાગ કરવો તે યોગ્ય નથી. જો પશુ-હિંસાદિથી સ્વર્ગે જવાતું હોત તો નરકમાં કોના વડે જવાય ? માટે આવો યજ્ઞ ત્યાજ્ય છે અને ભાવનિયાગ કર્તવ્ય છે. આમ ગ્રંથકારશ્રીના કથનનો સાર છે. આ પ્રમાણે અઠ્ઠાવીસમા નિયાગાષ્ટકનું વિવેચન સમાપ્ત થયું. ॥૮॥
અઠ્ઠાવીસમું નિયાગાષ્ટક સમાપ્ત
Page #169
--------------------------------------------------------------------------
________________
॥ अथ एकोनत्रिंशत्तमं भावपूजाष्टकम् ॥
अथ द्रव्यपूजोपस्काररूपं भावपूजास्वरूपभावनोपचाररूपं भावपूजाष्टकं वितन्यते ।
तत्र गृहस्थः अनेकसंसारभारत्रस्तः कदाचिद् निर्विकारानन्दरूपां जिनमुद्रां विलोक्य प्राप्तवैराग्यः भवोद्विग्नः सर्वासंयमत्यागाभिलाषी परमसंवररूपं परमेश्वरं सद्भक्त्या पूजयति । स्वयोगस्वपरिग्रहादिकं सर्वथा त्यक्तुमसमर्थः सर्वमपि तीर्थङ्करभक्तियुक्तं करोति । ततश्च आत्मा स्वगुणपरिणतः स्वरूपसाधनारूपां भावपूजां #રતિ |
तत्स्वरूपं नामतः पूजा इति कथनम् । स्थापनातस्तल्लिङ्गाचरणम् । द्रव्यतः चन्दनादिभिः शून्योपयोगेन च । भावतो गुणैकत्वरूपा सा व्याख्यायते -
| વિવેચન :- હવે ભાવપૂજા અષ્ટક કહેવાય છે. પૌદ્ગલિક પદાર્થો દ્વારા પરમાત્માની જે પૂજા કરાય છે તે દ્રવ્યપૂજા જાણવી. જેમકે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ દ્વારા કરાતી અષ્ટપ્રકારી પૂજા આદિ તે દ્રવ્યપૂજા જાણવી અને જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મોનો ક્ષયોપશમવિશેષ કરીને પ્રાપ્ત કરેલા પોતાના આત્માના ગુણોમાં પરિણામ પ્રાપ્ત કરીને આત્માના શુદ્ધસ્વરૂપની સાધના કરવા રૂપ જે જિનભક્તિ આદિ કાર્ય કરવાં તે ભાવપૂજા જાણવી. સ્વગુણોની પરિણતિવાળો આ આત્મા વિશિષ્ટ ગુણોને પ્રાપ્ત કરવા માટે પરમાત્માનું જે આલંબન લે છે તે ભાવપૂજા જાણવી.
દ્રવ્યપૂજા જગતમાં પ્રસિદ્ધ છે. દ્રવ્યપૂજાની બાહ્ય સામગ્રી પણ જાણીતી છે. તેથી દ્રવ્યપૂજામાં સ્નાન, શ્વેત વસ્ત્ર, કેસર આદિ જે જે સામગ્રી છે તેનો ભાવપૂજાના સ્વરૂપાત્મક જે જે આત્મગુણો છે તેમાં ભાવના ભાવવા રૂપે તુલનાપણે ઉપચાર કરવો તે ભાવપૂજા કહેવાય છે. તેનું અષ્ટક હવે કહેવાય છે. જેમકે પાણી વડે સ્નાન કરાય છે તેમ દયાગુણ પ્રાપ્ત કરવા વડે કર્યું છે સ્નાન જેણે અર્થાત્ તે દયા એ જ પાણી છે એમ ઉપચાર કરીને દયા ગુણ દ્વારા કર્યું છે સ્નાન જેણે એવો આ જીવ પોતાના શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે તે આત્મતત્વ તરફ અભિમુખ થાય તે ભાવપૂજા જાણવી.
સાધુ મહાત્મા તો સંસારના ભારથી સદાકાલ મુક્ત જ થયા છે તેથી તથા સાવદ્યના ત્યાગી હોવાથી સતત ભાવપૂજામાં જ (આત્મગુણોની રમણતામાં જ) રમનારા છે. તેથી
Page #170
--------------------------------------------------------------------------
________________
૭૬૨
ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર તેઓને સાવદ્ય એવી દ્રવ્યપૂજા હોતી નથી. પરંતુ ગૃહસ્થ જીવ સાંસારિક વ્યવહારોમાં સાવદ્યયુક્ત હોવાથી પરિણામની નિર્મળતા માટે અને ભાવ પૂજાની પ્રાપ્તિ માટે તેના સાધનભૂત એવી સાવદ્ય દ્રવ્યપૂજા કરે છે. તે દ્રવ્યપૂજાની ઉપસ્કાર રૂપ (સામગ્રી સ્વરૂપ) સ્નાનાદિ જે જે વસ્તુઓ છે તેનો ભાવપૂજાના સ્વરૂપની ભાવનામાં ઉપચાર કરવા રૂપ આ અષ્ટક છે.
ત્યાં ગૃહસ્થ જીવ સંસાર સંબંધી અનેક પ્રકારના ભારથી (બોજાથી) પીડા પામેલો નિરંતર ચિંતામગ્ન જ હોય છે. તેમાંથી ક્યારેક નિર્વિકાર આનંદની લહરીઓ સ્વરૂપ એવી (અર્થાત્ મોહના વિકારજન્ય નહીં પણ પોતાના આત્માના ગુણોના અનુભવરૂપ આનંદની લહરીઓ વાળી એવી) પરમાત્માની મુદ્રાને (પ્રભુ-મૂર્તિને) જોઈને પ્રાપ્ત થયો છે વૈરાગ્ય જેને એવો અને ભાવથી ઉગી બનેલો એવો ગૃહસ્થ સર્વ પ્રકારનું અવિરતિમય સંસારી જીવન ત્યજવાની અભિલાષાવાળો થયો હોય પણ જ્યાં સુધી સર્વત્યાગ ન કરી શકે ત્યાં સુધી પરમ સંવરરૂપ (સર્વથા કર્મનો આશ્રવ નથી જેમને એવા) શ્રી વીતરાગ પરમાત્માની ઉત્તમભક્તિ કરવા પૂર્વક જલ-ચંદન-પુષ્પ આદિ દ્રવ્યો દ્વારા પ્રથમ દ્રવ્યપૂજા કરે છે.
જે પોતાના મનયોગ, વચનયોગ અને કાયયોગ સંસારી ભાવમાં-મોહમાયામાં પ્રવર્તે છે એટલે કે હાલ અશુભમાં પ્રવર્તે છે. તથા ઘરબારી હોવાથી પરિવાર સાથે અને ધનધાન્યાદિ સામગ્રી સાથે મમતા-મૂછ-આસક્તિ આદિમાં પણ છે. આ અશુભ યોગની પ્રવૃત્તિ અને ધન-ધાન્યાદિની મમતા આદિ પાપોનો સર્વથા ત્યાગ કરવાને માટે જ્યાં સુધી અસમર્થ છે ત્યાં સુધી હાલ પ્રથમ પરાવૃત્તિ કરે છે. એટલે કે જે યોગો અને પરિગ્રહાદિ, અશુભ કાર્યમાં જોડ્યા છે તેને બદલીને તે સર્વે પણ યોગો અને પરિગ્રહાદિને તીર્થંકર પરમાત્માની ભક્તિમાં પ્રયુંજે છે. અશુભમાંથી શુભમાં જોડે છે. જો કે આ યોગોનો અને પરિગ્રહાદિકનો સર્વથા ત્યાગ જ કરવાનો છે. પણ જ્યાં સુધી સર્વથા ત્યાગ કરવો શક્ય નથી ત્યાં સુધી તેનો અશુભમાંથી શુભમાં બદલો કરે છે. જેમકે સ્નાનક્રિયા સાવદ્ય હોવાથી સર્વથા ત્યજી દેવી છે, પણ જ્યાં સુધી સર્વથા ન ત્યજાય ત્યાં સુધી શરીરની શોભા અને ટાપટીપ માટે આ જીવ જે સ્નાન કરતો હતો તે ત્યજીને માત્ર તીર્થંકર-પરમાત્માની પૂજા-સેવા કરવા રૂપ ભક્તિ માટે જ સ્નાન કરે છે. આમ સ્નાનક્રિયાનો બદલો કરે છે તેમ સર્વત્ર જાણવું. સર્વત્યાગ ન થાય ત્યાં સુધી અશુભમાંથી શુભમાં આવવું તે પ્રથમ-પરાવૃત્તિ છે.
ત્યારબાદ આ આત્મા જેમ જેમ પોતાના ગુણોમાં પરિણામ પામે છે. એટલે કે તીર્થંકર પરમાત્માની ભક્તિ કરતાં કરતાં સ્વગુણોની રમણતા આવે છે. તેમ તેમ વધારે વધારે પોતાના ગુણોનો આવિર્ભાવ કરવામાં સાધનભૂત એવી ક્ષયોપશમભાવના ગુણોની વિશિષ્ટ રમણતા રૂપ ભાવપૂજા કરે છે. તે ભાવપૂજા હવે સમજાવાય છે. આ પૂજા પોતાના
Page #171
--------------------------------------------------------------------------
________________
૭૬૩
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯ ગુણોનો આવિર્ભાવ કરવા સ્વરૂપ છે. પ્રાપ્તગુણોની રમણતા અને તેનો આનંદ એ અપ્રાપ્તને પ્રાપ્ત કરવામાં કારણ છે.
તે ભાવપૂજા ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે. કોઈનું પણ પૂજા અથવા ભાવપૂજા આવું નામ રાખવું તે નામ ભાવપૂજા, પૂજા કરવાનાં લિંગો ધારણ કરવાં તથા તે લિંગોપૂર્વકનું આચરણ કરવું તે સ્થાપનાપૂજા, ચંદન આદિ દ્રવ્યો વડે અને ઉપયોગની શુન્યતાએ જે પૂજા કરવી તે દ્રવ્યપૂજા તથા પોતાના આત્માના ગુણોની સાથે જે એકાગ્રતા-એકમેકતાતલ્લીનતા તે ભાવપૂજા. આમ ચાર નિક્ષેપા જાણવા.
હવે ભાવપૂજા ઉપર સાત નયો સમજાવે છે. (૧) આત્મગુણોમાં પરિણતિ કરવા વિષેનો સંકલ્પ તે નૈગમનયથી ભાવપૂજા. (૨) તથાવિધ ગુણ-પ્રાદુર્ભાવ માટે યોગ્ય અંતઃકરણ, જીવદળ તથા દયા આદિની પ્રવૃત્તિના
કારણ રૂપે શરીર આમ સાધન સામગ્રી એ સંગ્રહનયથી ભાવપૂજા છે. (૩) જીવદયા આદિનું પાલન એ વ્યવહારનયથી ભાવપૂજા છે. (૪) જ્ઞાનાદિગુણયુક્ત આત્મતત્ત્વનું ચિંતન એ ઋજુસૂત્રનયથી ભાવપૂજા છે. (૫) દયા આદિ ગુણોની આંશિક પણ જે અનુભૂતિ થવી તે શબ્દનયથી ભાવપૂજા છે. (૬) ઉત્કૃષ્ટ દયા આદિ ગુણોની યોગ્યતાવાળા આત્માને તે તે ગુણોનો જે અનુભવ થવો
તે સમભિરૂઢનયથી ભાવપૂજા જાણવી. દયા આદિ ઉત્કૃષ્ટ ગુણો જેમાં પૂર્ણપણે પ્રગટ થયા છે અને સક્રિય બન્યા છે તે એવંભૂતનયથી ભાવપૂજા છે. હવે ભાવપૂજા સમજાવાય છે - दयाम्भसा कृतस्नानः, सन्तोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजी, भावनापावनाशयः ॥१॥ भक्तिश्रद्धानघुसृणोन्मिश्रपाटीरजद्रवैः । नवब्रह्माङ्गतो देवं, शुद्धमात्मानमर्चय ॥२॥
ગાથાર્થ :- હે જીવ ! દયા રૂપી પાણી વડે કર્યું છે સ્નાન જેણે એવો, સંતોષ રૂપી ઉજ્વળ વસ્ત્ર ધારણ કરનારો, વિવેક રૂપી તિલકને કરનારો, ભાવના ભાવવા વડે પવિત્ર
Page #172
--------------------------------------------------------------------------
________________
૭૬૪
ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર
આશયવાળો એવો તું ભક્તિ અને શ્રદ્ધા ગુણ રૂપી કેસરથી મિશ્રિત ચંદનના રસ વડે શુદ્ધ એવા પોતાના જ આત્મા રૂપી પરમાત્માની બ્રહ્મચર્યની નવ વાડ ધારણ કરવા રૂપે નવ અંગે પૂજા કર. ॥૧-૨॥
ટીકા :- ‘‘વામ્ભમા કૃતિ’’ ‘“મવિસ્તશ્રદ્ધાનેતિ’’ શ્લોયસ્ય યુગ્મતો વ્યાજ્ઞાન दर्शयति, हे उत्तम ! एवंविधं शुद्धात्मानं अनन्तज्ञानादिपर्यायं आत्मरूपं देवं, "नव" इति नवप्रकारब्रह्मरूपाङ्गतः अर्चय- -પૂનય |
વિવેચન :- વ્યામ્મસા પદવાળા અને ભક્તિશ્રદ્ધાન પદવાળા એમ બન્ને શ્લોકોની એકીસાથે વ્યાખ્યા સમજાવાય છે. કારણ કે બન્ને શ્લોકોનો પરસ્પર સંબંધ છે. તેથી સાથે વ્યાખ્યા લખાય છે. હે ઉત્તમ જીવ ! તું તારા પોતાના આત્મારૂપી પરમાત્માની (દેવની) પૂજા કર, તારો પોતાનો આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, વીતરાગસ્વરૂપી છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યાદિ ગુણપર્યાયવાળો છે. તેની તું પૂજા કર, નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડ પાળવા રૂપે વિભાવદશામાંથી નીકળીને સ્વભાવદશામાં આવવા રૂપે તારા આત્માની પૂજા કર.
હે ઉત્તમ જીવ ! તારો પોતાનો આત્મા જ પરમાત્મા છે, અનંત ગુણોનો સ્વામી છે. તેને બરાબર ઓળખ. તારું અનંત સ્વરૂપ તારામાં જ છે. બહાર ક્યાંય નથી. માટે પરદ્રવ્યમાં પ્રીતિ કરવાને બદલે સ્વદ્રવ્યમાં જ પ્રીતિ કર, વિભાવદશાને ત્યજીને સ્વભાવદશામાં આવ. બ્રહ્મચર્યની નવ વાડો એ સ્વભાવદશાની પ્રાપ્તિના ઉપાયો છે. માટે તે બ્રહ્મચર્યની નવ વાડો પાળવા રૂપ ઉપાયો દ્વારા તું તારા પોતાના આત્મા રૂપી પરમાત્માને પૂજ.
રૂપ,
,
कीदृशो भूत्वा ? इत्याह दया- द्रव्यभावस्वपरप्राणरक्षणारूपा, सा एव अम्भ:जलं पानीयं, तेन कृतं स्नानं - पावित्र्यं येन सः । संतोषः- पुद्गलभावपिपासाशोकाभावते एव शुभानि वस्त्राणि तेषां भृत्-धारकः । विवेकः - स्वपरविभजनरूपं ज्ञानं, તદેવ તિ, તેન પ્રાની-શોમમાન:। પુન: ચભૂત: ? ભાવના-અહંનુૌવરૂપા, तया पावन:- पवित्रः आशयः अभिप्रायः यस्य सः । पुनः भक्तिः - आराध्यता, श्रद्धाप्रतीति:, "एस अट्ठे परमट्ठे" एवंरूपा, (तद्रूपेण) घुसृणेन उन्मिश्रं पाटीरजं, तस्य द्रवाः, तैः, शुद्धात्मा-परमेश्वरः, स्वकीयात्मापि दीव्यति स्वरूपे इति देवस्तं अर्चयपूजय तद्भक्तिरतो भव इति ॥१-२॥
વિવેચન :- હે ઉત્તમ જીવ ! તારે કેવા પ્રકારના થઈને આ આત્માની પૂજા કરવી જોઈએ ? આવી તને કદાચ શંકા થાય તો તેનો ઉત્તર હું આપું છું કે તારે આવા પ્રકારના ગુણીયલ બનીને તારા પોતાના આત્મા રૂપ પરમાત્માની પૂજા કરવી જોઈએ -
Page #173
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
૭૬૫
(૧) દયારૂપી પાણી વડે કર્યું છે સ્નાન જેણે એવા તારે આત્માની પૂજા કરવી જોઈએ. બીજાના પ્રાણોની રક્ષા કરવી તે દ્રવ્યદયા અને પોતાના પ્રાણોને વિભાવદશામાં જતા રોકીને તેની રક્ષા કરવી તે ભાવદયા. આમ સ્વપ્રાણ અને પરપ્રાણની રક્ષા કરવા સ્વરૂપ જે ભાવદયા અને દ્રવ્યદયા છે તે જ પાણી છે. તેના વડે કર્યું છે સ્નાન અર્થાત્ પવિત્રતા જેણે એવો તું થા, જેમ જલ વડે શરીરનો મેલ ધોઈને નિર્મળ થવાય છે તેમ દ્રવ્યદયા અને ભાવદયા જીવનમાં લાવવા વડે મનમાં પવિત્રતા લાવીને તું નિર્મળ થા. પછી આત્માની પૂજા
કર.
(૨) સંતોષ ગુણ લાવવા રૂપી ઉજ્જ્વળ વસ્ત્રને ધારણ કરવાવાળો થા. પૌદ્ગલિક પદાર્થોને મેળવવાની જે પિપાસા (તૃષ્ણા) અને તે ન મળે ત્યારે થતો શોક, આ બન્નેનો જે અભાવ તે સંતોષ, પૌદ્ગલિક વસ્તુ મેળવવાની પિપાસાનો તથા પ્રાપ્તિ થાય તો પ્રીતિનો અને ન પ્રાપ્ત થાય તો અપ્રીતિનો જેમાં ત્યાગ થાય તેનું નામ સંતોષ. આ સંતોષ ગુણરૂપી જે ઉજ્જ્વળ શુદ્ધ વસ્ત્રો છે તેને ધારણ કરવાવાળો બનીને પછી આત્માની પૂજા કર, જેમ દ્રવ્યપૂજામાં ઉજ્જવળ વસ્ત્રો પહેરવામાં આવે છે તેમ ભાવપૂજામાં સંતોષગુણને ધારણ કરીને પૌદ્ગલિક સુખોની ઈચ્છાઓનો અભાવ કરવા દ્વારા તું આત્માની પૂજા ક૨.૧
(૩) વિવેક રૂપી તિલકથી શોભાયમાન થયેલો તું પૂજા કર, અહીં સ્વદ્રવ્ય શું ? અને પરદ્રવ્ય શું ? સ્વગુણો શું ? અને પરગુણો શું ? સ્વ-ઉપકારી શું અને સ્વ-અનુપકારી શું ? આમ સ્વ-પરનો વિભાગ કરીને સ્વનો સ્વીકાર કરવો અને પરનો ત્યાગ કરવો તે વિવેક.
આ વિવેકને તિલકની ઉપમા આપીને કહે છે કે જેમ દ્રવ્યપૂજામાં કપાલમાં તિલક કરાય છે તેમ ભાવપૂજામાં વિવેકગુણ હોવો જરૂરી છે. માટે વિવેકગુણ મેળવવા રૂપ તિલક કરીને તું પોતાના આત્માની પૂજા કર.
(૪) ભાવના દ્વારા પવિત્ર આશયવાળો થા. અરિહંત પરમાત્માના ગુણોની સાથે એકમેક થવું, લયલીન થવું, ગુણોમાં ગરકાવ થઈ જવું તે ભાવના. અરિહંત પરમાત્માના ગુણોને જ દેખવામાં, ગુણોને જ ગાવામાં અને ગુણોના જ ચિંતનમાં રહેવાથી પવિત્ર બન્યો છે આશય જેનો, પવિત્ર બન્યા છે વિચારો જેના, પવિત્ર બન્યો છે અભિપ્રાય જેનો એવો તું થા અને તેના દ્વારા પૂજા કર.
ઉપરોક્ત ચાર વિશેષણો વાળો તું થા, આવો ઉત્તમ ગૃહસ્થ બનીને તું તારા આત્મા
૧. અહીં ઉપમેય સંતોષ એકવચનમાં છે અને ઉપમાન ઉજ્વલ વસ્ત્ર બહુવચનમાં છે તો પણ અનેકવિધ પૌદ્ગલિક પદાર્થોના વિષય રૂપે સંતોષ અનેક કલ્પીને કર્મધારય સમાસ સમજી લેવો.
Page #174
--------------------------------------------------------------------------
________________
૭૬૬
ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર
રૂપી પરમાત્માની પૂજા કર. હવે જેમ પરમાત્માની દ્રવ્યપૂજા કરવામાં કેસરથી મિશ્રિત ચંદનને ઘસીને કરેલો ચંદનનો રસ (અર્થાત્ કેસરમિશ્રિત ચંદનનો ઘોળ-પ્રવાહી રસ) વપરાય છે. તેના વડે ભગવાનની પૂજા કરાય છે તેમ અહીં ભક્તિથી મિશ્રિત શ્રદ્ધાગુણ વડે તું આત્માની પૂજા કર. ભક્તિ એટલે પરમાત્મા એ જ પૂજ્ય છે. અનંતગુણી આત્મા જ આરાધ્ય છે. આવા પ્રકારની પૂજ્યતાની-આરાધ્યતાની જે બુદ્ધિ છે તે ભક્તિ સમજવી અને પ્રતીતિવિશ્વાસ-પ્રેમ તેને શ્રદ્ધા કહેવાય છે.
પરમાત્માનાં વચનો ઉપર અત્યન્ત વિશ્વાસ, અત્યંત પ્રેમ “ભગવાને કહેલો જે અર્થ છે એ જ સાચો અર્થ છે એ જ પરમાર્થ છે” આવો પાકો દૃઢ નિર્ણય તે શ્રદ્ધા, આમ ભક્તિ અને શ્રદ્ધા બન્ને સાથે રાખીને તું પૂજા કર, જેમ કેસર અને ચંદન સાથે રાખીને દ્રવ્ય પૂજા થાય છે. એટલે કે (ઘુસૃણ) કેસર અને તેનાથી મિશ્ર કરેલો (પાટીરજ) ચંદનનો ઘોળ (ચંદનનો રસ), તેના વડે જેમ દ્રવ્યપૂજા થાય છે તેમ ભક્તિ અને શ્રદ્ધાના મિલનપૂર્વક તારો પોતાનો જે શુદ્ધ આત્મા છે, જે પરમેશ્વર છે, પોતાનો જે આત્મા છે તે દેવ છે, કારણ કે તે આત્મા પોતાના શુદ્ધ-બુદ્ધ-નિર્મળ સ્વરૂપમાં દીપે છે માટે દેવ છે. આત્મા એ જ સાચો દેવ છે. તેવા પરમાત્માસ્વરૂપ-દેવસ્વરૂપ એવા તારા પોતાના જ આત્માની તું પૂજા કર. પરમાત્માની ભક્તિ કરવાના બહાને તારા પોતાના અનંતગુણી આત્માને ઓળખવાનો અને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર. ॥૧-૨૫
अथ अनुक्रमेण पूजाप्रकारानाह
क्षमापुष्पस्त्रजं धर्म - युग्मक्षौमद्वयं तथा । ध्यानाभरणसारं च, तदङ्गे विनिवेशय ॥३॥
ગાથાર્થ :- તે આત્મા રૂપી પરમાત્માના અંગ ઉપર પોતાનામાં ક્ષમા ગુણ લાવવા રૂપી પુષ્પની માલાને, દેશિવતિ-સર્વવરિત એમ બે પ્રકારનો ધર્મ લાવવા રૂપી બે વસ્રોને અને ધ્યાન ધરવા રૂપી શ્રેષ્ઠ આભરણને તું સ્થાપન કર. ॥૩॥
ટીકા :- ‘‘ક્ષમાપુષ્પત્રમિતિ'' હે ભવ્ય ! તì-આત્મસ્વરૂપરૂપે મડ઼ે ક્ષમાં-જોથોપશમવચનધર્મક્ષમ પાત્, સ્વપ્ન-પુષ્પમાતામ્, વિનિવેશય-સ્થાપય । તથાतथैव धर्मयुग्मं-श्रावकसाधुरूपं श्रुतचारित्ररूपं वा क्षौमवस्त्रद्वयं निवेशय । च-पुन:, ધ્યાને-ધર્મશુવને, તે વ આમરળસ્ય સાર-પ્રધાનમ્, પરમબ્રહ્મળિ નિવેશય । ત્યવં गुणपरिणमनरूपां पूजां कुरु ॥३॥
Page #175
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
વિવેચન :- હે ભવ્ય જીવ ! તું આવી ભાવપૂજા કર. પરમાત્માના પ્રતિબિંબ ઉપર જેમ પુષ્પની માલા સ્થાપન કરાય છે. અંગરચનાના કાલે ઉપર-નીચેનાં વસ્ત્રો મુકાય છે. તથા મુગટ અને હાર વગેરે આભરણો પહેરાવાય છે. (રાજ્યાવસ્થાનું સ્વરૂપ જણાવવા માટે અંગ રચના છે). તેની જેમ ભાવપૂજાના પ્રસંગે ક્ષમા, શ્રાવકધર્મ-સાધુધર્મ અને ધ્યાન ઈત્યાદિ ગુણોને જીવનમાં લાવવા દ્વારા હે ઉત્તમ જીવ ! તું તારા આત્મા રૂપ પરમાત્માની ભાવપૂજા કર.
6×6
तदङ्गे = પરમાત્માના અંગ ઉપર જેમ પુષ્પની માળા મુકાય છે તેમ પોતાના આત્માના સ્વરૂપાત્મક અંગ ઉપર ક્ષમાગુણને ધારણ કર. ક્ષમાગુણ રૂપી પુષ્પમાલાને પોતાના જીવન રૂપી અંગમાં લાવ. અહીં ક્રોધની ઉપશાન્તિ રૂપ વચનક્ષમા અને ધર્મક્ષમા એમ બે પ્રકારની ક્ષમા જાણવી. પરમાત્માનું વચન, છે આદેશ છે કે ક્ષમા રાખવી તે વચનક્ષમા અને ક્ષમા રાખવી તે આત્માનો ધર્મ છે. આમ સમજીને ક્ષમા રાખવી તે ધર્મક્ષમા.
તથા શ્રાવકધર્મ અને સાધુધર્મ (દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મ) અથવા શ્રુતધર્મ અને ચારિત્રધર્મ એમ બે પ્રકારનો ધર્મ જીવનમાં લાવવા રૂપી ઉજ્જ્વળ બે વસ્ત્રો પરમાત્માની મૂર્તિ ઉપર સ્થાપન કર. જેમ અંગરચનામાં બે વસ્રો મૂર્તિ ઉપર સ્થાપિત કરાય છે તેમ પોતાના આત્મજીવનમાં ઉપરોક્ત બન્ને પ્રકારના ધર્મો તું પ્રાપ્ત કર.
વળી ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ બે પ્રકારનાં ધ્યાનરૂપી આભરણોની શોભા તારા આત્મજીવનમાં તું લાવ. જેમ અંગરચનામાં પરમાત્માના પ્રતિબિંબ ઉપર મુગટ, હાર, બાજુબંધ અને કુંડલ આદિ આભરણોની શોભા કરાય છે. તેમ તું તારા પોતાના આત્મજીવનમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાનને ત્યજીને ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરતો થઈ જા. ધર્મધ્યાનના, આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર ભેદ છે તથા શુક્લધ્યાનના પણ પૃથવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી, અને વ્યચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ એમ ચાર ભેદ છે (જુઓ તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૯, સૂત્ર-૩૬ થી ૪૬)
આ પ્રમાણે પોતાના આત્મામાં ગુણોનું પરિણમન લાવવા સ્વરૂપ પરમાત્માની (પરમસ્વરૂપવાળા પોતાના આત્માની) તું પૂજા કર. ॥૩॥
मदस्थानभिदात्यागैर्लिखाग्रे चाष्टमङ्गलीम् । ज्ञानाग्नौ शुभसङ्कल्प- काकतुण्डं च धूपय ॥४॥
Page #176
--------------------------------------------------------------------------
________________
૭૬૮ ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર ગાથાર્થ :- આઠ મદનાં સ્થાનોના ભેદોનો ત્યાગ કરવા વડે પરમાત્માની આગળ આઠ મંગલનું આલેખન કર અને શુભસંકલ્પો રૂપી કૃષ્ણાગરુ નામના ધૂપને જ્ઞાનરૂપી અગ્નિમાં નાખીને નાશ કર. આમ ધૂપપૂજા કર. ૪ll
ટીકા :- “સ્થાનેતિ' મા-માનવોન્માદા, તસ્ય સ્થાનનિ, તાનિ અa fમવા:– भेदाः, तासां त्यागैः-वर्जनैः अष्टमङ्गलीमग्रे लिख । तथा ज्ञानाग्नौ शुभसङ्कल्प:शुभरागपरिणामः तद्रूपं काकतुण्डं-कृष्णागरुं धूपय । इत्यनेन रागाध्यवसायाः शुभाः पुण्यहेतवः सिद्धिसाधने त्याज्या एव । अतो ज्ञानबलेन तत्त्यागो भवति ॥४॥
વિવેચન :- મદ એટલે અહંકાર, મોટાઈ, માનનું તોફાન. તે મદ કહેવાય છે તે આઠ જાતના છે. યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે -
जातिलाभकुलैश्वर्यबलरूपतपःश्रुतैः ।
कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥ જાતિમદ ૧, લાભમદ ૨, કુલમદ ૩, ઐશ્વર્યમદ ૪, બલમદ ૫, રૂપમદ ૬, તપમદ ૭ અને શ્રતમદ ૮ આમ આઠ પ્રકારનાં અહંકારનાં-અભિમાનનાં સ્થાનો છે. તે આઠ સ્થાનો રૂપી જે મદના આઠ ભેદો છે તેનો ત્યાગ કરવા વડે પરમાત્માની સામે આઠ મંગલનું આલેખન કર, સારાંશ કે દ્રવ્યપૂજામાં પરમાત્માના પ્રતિબિંબની સામે જેમ અષ્ટમંગલ આલેખવાના હોય છે તેમ ભાવપૂજામાં તારા પોતાના આત્માના આત્મજીવનમાં આઠ પ્રકારના મદોનો (અભિમાનોનો-અહંકારોનો) ત્યાગ વસાવ. આઠ મદોનો ત્યાગ કરવો એ જ અષ્ટમંગલનું આલેખન છે.
તથા જ્ઞાનાત્મક અગ્નિમાં શુભસંકલ્પો રૂપી એટલે કે પ્રશસ્ત એવા રાગના પરિણામો રૂપી કાકતુંડ નામના (કૃષ્ણાગરુ નામના) ધૂપને ધરવા દ્વારા ધૂપપૂજા કર. જેમ પરમાત્માના પ્રતિબિંબની સામે દ્રવ્યપૂજામાં ધૂપ કરવાનો આવે છે અને તેમાં પણ કૃષ્ણાગરુ જેવો વિશિષ્ટ ધૂપ નાખવામાં આવે છે. અગ્નિમાં નાખીને બાળવામાં આવે છે જેની સુગંધથી હવામાનમાં રહેલી દુર્ગધ દૂર થાય છે. તેમ અહીં ભાવપૂજામાં શાસ્ત્રીય વિશાળ જ્ઞાનદશા તું પ્રાપ્ત કર અને અશુભ સંકલ્પો જેમ ત્યજવા જેવા છે એમ ઉપર આવેલા આત્માને શુભ સંકલ્પો પણ મોક્ષમાર્ગમાં બાધક હોવાથી ત્યજવા જેવા છે. તે શુભ સંકલ્પો રૂપી કૃષ્ણાગરુ ધૂપ જ્ઞાનઅગ્નિમાં નાખીને બાળી નાખ. આમ ભાવપૂજા-ધૂપપૂજા કર. ૧. ઉમા શબ્દ આકારાન્ત સ્ત્રીલિંગ છે. તેથી ઉપર રૂપ બરાબર છે. તથા તણાં જે લખ્યું છે તે
બરાબર છે. તેષાં લખવાની જરૂર નથી. મેર શબ્દ જો હોત તો તેષાં થાત.
Page #177
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ભાવપૂજાષ્ટક - ૨૯
૭૬૯ પતિ-પત્ની-બાળકો-ધન-ઘર-અલંકાર અને મિત્રાદિ સંબંધી રાગના જે પરિણામ તે અશુભસંકલ્પો કહેવાય છે. કારણ કે મોહવર્ધક છે. એવી જ રીતે દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્ર અને તેનાં સાધનો ઉપરનો જે રાગ છે તેના સંબંધી શુભ સંકલ્પો તે પ્રશસ્ત અથવા શુભ સંકલ્પો કહેવાય છે. પગમાં લાગેલા કાંટાને કાઢવા સોય નાખવી પડે છે, પરંતુ સોય પણ એક પ્રકારનો પીડાકારી કાંટો જ છે. તેથી કાંટો નીકળી ગયા પછી સોય પણ કાઢી જ નાખવાની હોય છે. તેમ અશુભ સંકલ્પોને દૂર કરવા પૂરતું જ શુભ સંકલ્પોનું આલંબન લેવાનું હોય છે. અંતે તો શુભ સંકલ્પો પણ વીતરાગાવસ્થાના બાધક હોવાથી તજવાના જ હોય છે. માટે હે ઉત્તમ જીવ ! તું હવે શુભ સંકલ્પોને પણ બાળી નાખવા રૂપ ભાવપૂજા રૂપી ધૂપપૂજા કર.
અશુભ સંકલ્પો પાપબંધ કરાવે અને શુભ સંકલ્પો પુન્યબંધ કરાવે. પરંતુ અંતે તો બને સંકલ્પો બંધ જ કરાવે છે અને બંધ એ હેય છે. તેથી સર્વથા કર્મરહિત અવસ્થા અને શુદ્ધ, બુદ્ધ, વીતરાગ અવસ્થાવાળી સિદ્ધિદશા પ્રાપ્ત કરવી હોય ત્યારે પુણ્યબંધના હેતુભૂત આ શુભસંકલ્પો પણ ત્યાજ્ય જ છે. માટે તે ઉત્તમ મહાત્મા ! તું જાગ, જ્ઞાનદશા પ્રાપ્ત કર અને જ્ઞાનના બલ વડે શુભસંકલ્પોનો પણ ત્યાગ કર. /૪
प्राग्धर्मलवणोत्तारं, धर्मसन्यासवह्निना । कुर्वन् पूरय सामर्थ्य राजन्नीराजनाविधिम् ॥५॥
ગાથાર્થ :- ધર્મસન્યાસ નામના સામર્થ્યયોગને પ્રગટાવવા વડે પૂર્વકાલીન (ઔદયિકભાવના અને મંદષયોપશમભાવના) ધર્મોનો ત્યાગ કરવા રૂપ લવણ ઉતારવાનું (લુણ ઉતારવાનું કામ કરતો છતો સામર્થ્યયોગ પ્રગટાવવા રૂપ શોભાયમાન એવી આરતિ ઉતારવાની વિધિને તું પૂરી કર. /પા.
ટીકા :- “પ્રાથર્નેતિ ક્ષત્રીત્મસ્વરૂપાર્વને થર્મસંન્યાસવૃદ્વિના :-સ્વરૂપ સત્તા सहजपारिणामिकलक्षणः चन्दनगन्धतुल्यः, (तस्य) सम्यग् न्यासः-स्थापनं, स एव વઢિ, તેન પ્રવિ-પૂર્વનાથનરૂપ, થર્ષ:-વિન્દમાવનારૂપ:, તવ નવUT, तस्योत्तार:-निवारणं, निर्विकल्पसमाधौ साधकस्यापि सविकल्पधर्मस्य त्याग एव ભવતિ |
एवं भावरूपं अपवादसाधनरूपलवणोत्तारं कर्वन सामर्थ्य राजन्नीराजनाविधिं -पूर्वसामर्थ्ययोगस्वरूपा राजन्ती-शोभमाना नीराजना-आरात्रिका, तस्याः विधिस्तं पूरय । सामर्थ्ययोगस्वरूपं च यत्र कर्मबन्धहेतुषु प्रवर्तमानवीर्यस्य न तादृक् प्रवृत्तिः, स्वात्मधर्मसाधनानुभवैकत्वे प्रवर्तमानः निष्प्रयासत्वेन प्रवर्तते स योगः सामर्थ्य ૩વ્યક્તિ પI
Page #178
--------------------------------------------------------------------------
________________
૭૭)
જ્ઞાનસાર
ભાવપૂજાષ્ટક - ૨૯ વિવેચન :- દ્રવ્યપૂજાવિધિમાં ધૂપપૂજા અને અષ્ટમંગલના આલેખન પછી લૂણ ઉતારવાની અને આરતિ ઉતારવાની વિધિ હોય છે. પરમાત્માના પ્રતિબિંબ ઉપર કરેલી ભવ્ય અંગરચનામાં કોઈનો દૃષ્ટિદોષ ન લાગી જાય એટલે લૂણ ઉતારવાની વિધિ કરવામાં આવે છે. લવણને અગ્નિ ઉપર ફેરવીને બાળી નાખવામાં આવે છે અને ત્યારબાદ ધર્મનું આ કાર્ય નિર્વિદને પૂર્ણ થયું તેના આનંદરૂપે “મા = સન્તા, તિઃ-પ્રતિઃ” સર્વત્ર પ્રીતિ પામવા રૂપ આરતિ ઉતારવાનું કામ કરાય છે. તેમ અહીં ભાવપૂજામાં પણ આ બે વસ્તુ સમજાવવામાં આવે છે.
હે ભવ્યજીવ! તું તારા પોતાના આત્માનું શુદ્ધ-નિર્મળ જે સ્વાભાવિક સ્વરૂપ છે તેની પ્રાપ્તિ કરવા રૂપી ભાવપૂજાવિધિમાં ધર્મસન્યાસ નામના સામર્થ્યયોગરૂપ અગ્નિ પ્રગટાવીને પૂર્વકાલની સાધનાવિધિનો ત્યાગ કરવા રૂપી લવણોત્તારની (એટલે કે લૂણ ઉતારવાની) વિધિને તું કર. યોગ એટલે આત્માને મોક્ષની સાથે જોડે છે, “
મોળ નો ગોળો” આવું પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીનું વચન છે. તે યોગ ત્રણ પ્રકારનો છે. ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ, ધર્મ કરવાની પ્રબળ ઈચ્છા તે ઈચ્છાયોગ, શાસ્ત્રોનો અભ્યાસ કરી તેનાં વચનોને અનુસારે ધર્મ કરવો તે શાસ્ત્રયોગ અને સ્વયં આત્માનું એવું સામર્થ્ય પ્રગટે કે જ્યાં શાસ્ત્રોનું આલંબન ન લેવું પડે તે સામર્થ્યયોગ આ છેલ્લો સામર્થ્યયોગ આઠમાં ગુણસ્થાનકથી આવે છે. તેના બે ભેદ છે – (૧) ધર્મસન્યાસસામર્થ્યયોગ અને (૨) યોગસન્યાસ સામર્થ્યયોગ.
ક્ષયોપશમભાવના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય ઈત્યાદિ જે જે આત્મધર્મો સાધનભાવે પ્રગટ કર્યા છે. તે ધર્મોનો સન્યાસ કરવો એટલે ત્યાગ કરવો અને વિશિષ્ટ ભાવોમાં આત્માનું સ્થાપન કરવું તેનું નામ ધર્મસન્યાસ નામનો સામર્થ્યયોગ કહેવાય છે. આ યોગ દિશા આવતાં જ ક્ષાયિકભાવના (ગુણો) ધર્મો પ્રગટ થવા લાગે છે. તેથી જેમ લૂણ ઉતારવામાં લૂણને આગમાં બાળી નાખવામાં આવે છે તેમ ક્ષાયિક ભાવના વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થવા રૂપ ધર્મસન્યાસ-યોગમય અગ્નિ દ્વારા પૂર્વકાલીન સાધનાની અવસ્થાના ક્ષયોપશમ ભાવના ધર્મો રૂપી લૂણ તું બાળી નાખ.
અહીં ધર્મ એટલે આત્માના શુદ્ધ નિર્મળ સ્વરૂપની સત્તા, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વર્યાત્મક સ્વાભાવિક ગુણમય જે પારિણામિકભાવ, જેમ ચંદન સ્વયં સુગંધમય હોય છે તેની તુલ્ય આત્માનો નિર્મળ સહજ શુદ્ધ ગુણાત્મક આત્મપરિણામ તે ધર્મ જાણવો. તેનું ૧. આ ત્રણે યોગની વધારે સ્પષ્ટ વ્યાખ્યા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગદષ્ટિ સમુચ્ચય ગાથા ૩
૪-૫ માં છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
૭૭૧
સ્થાપન કરવું, અર્થાત્ તે યોગ આત્મામાં પ્રગટાવવો તે ધર્મસન્યાસયોગ કહેવાય છે. આવા પ્રકારનો ઉચ્ચ કોટિનો ધર્મસન્યાસયોગ જે પ્રગટે તેને વતિ કહેવાય છે. કારણ કે તેમાં પૂર્વકાલીન સાધનાના જે જે મંદબલવાળા ક્ષયોપશમ ભાવના ધર્મો (ગુણો) હતા તે હવે ટકતા નથી. અર્થાત્ બળી જાય છે. માટે આ ધર્મસન્યાસયોગ એ વહ્નિ છે અને પૂર્વકાલીન મંદગુણોની પ્રગટતા એ લૂણ સમાન છે.
જેમ અગ્નિ વડે લૂણ બળાય છે અને લૂણ ઉતારવાની ક્રિયા થાય છે તેમ વિશિષ્ટ ઉચ્ચ કોટિના ધર્મોની પ્રાપ્તિ રૂપ અને ક્ષાયોપશમિક ભાવના ધર્મોને બાળવા રૂપ ધર્મસન્યાસયોગ આવવાથી પૂર્વકાલીન સાધનાના મંદગુણોરૂપી ભ્રૂણને બાળવા દ્વારા લૂણનો તું ત્યાગ કર, તે લૂણને અગ્નિમાં નાખી દે. કારણ કે નિર્વિકલ્પક દશાવાળી સમાધિની જ્યારે પ્રાપ્તિ થતી હોય છે ત્યારે (ભલે શુભ વિકલ્પો હોય તો પણ તે) વિકલ્પવાળી દશાનો તો ત્યાગ જ કરવો પડે છે. અશુભ વિકલ્પો દૂર કરવા માટે શુભ વિકલ્પવાળી દશા ઉપકારક હતી, પરંતુ ઉચ્ચ કોટિની નિર્વિકલ્પક અવસ્થા જ્યારે આવતી હોય છે ત્યારે શુભ વિકલ્પોવાળી સવિકલ્પક અવસ્થા પણ ત્યાજ્ય જ બને છે. માટે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરવા રૂપ ધર્મસન્યાસ યોગાત્મક અગ્નિ પ્રગટાવવા દ્વારા પૂર્વકાલીન સાધનાની સવિકલ્પક અવસ્થા રૂપી ભ્રૂણને બાળવાનું કામ કરવા સ્વરૂપ લવણોત્તારણ કર.
શુભ વિકલ્પોવાળી જે સવિકલ્પક સાધના છે તે અંતે હેય હોવા છતાં અશુભ વિકલ્પોને ટાળવા પૂરતી ઉપકારક છે. માટે તેને અપવાદસાધના કહેવાય છે. મૂલમાર્ગે તે આદ૨વા જેવી નથી. કારણ કે તે પણ વિકલ્પાત્મક હોવાથી શુભરાગાદિ સ્વરૂપ હોવાના કારણે મોહમય છે. અંતે તો ત્યાજ્ય જ છે. તેથી નિર્વિકલ્પક સાધના જ ઉત્સર્ગસાધના છે. આ રીતે વિચારતાં શુભસંકલ્પવાળી સવિકલ્પક સાધનાનો ત્યાગ કરવા રૂપ લવણોત્તા૨ણનું કાર્ય કરતો એવો તું નિર્વિકલ્પક સાધના પ્રાપ્ત કરવા રૂપ સામર્થ્યયોગના પૂર્વભેદમય (પ્રથમભેદસ્વરૂપ) શોભાયમાન આરિતને ઉતારવાની વિધિ પૂર્ણ કર.
સામર્થ્યયોગના બે ભેદમાંથી પૂર્વભેદ એટલે પ્રથમભેદ જે આઠમા ગુણસ્થાનકથી આવે છે તે ધર્મસન્યાસ નામના પ્રથમ ભેદાત્મક સામર્થ્યયોગ પ્રગટાવવા રૂપ શોભાયમાન આરતિ ઉતારવાની વિધિને હે જીવ ! તું પૂર્ણ કર.
સામર્થ્યયોગનું ટુંકું લક્ષણ આવું સમજવું કે જે આત્મ-વીર્ય કર્મબંધના હેતુઓમાં (મિથ્યાત્વાદિ) પ્રવર્તે છે. તેવી પ્રવૃત્તિ ન કરવી. અર્થાત્ જે વીર્યપ્રવૃત્તિથી કર્મ બંધાય તેવી વીર્યપ્રવૃત્તિ ત્યજી દેવી. પણ પોતાના આત્માના ધર્મોની (ગુણોની) સાધનાના અનુભવની
Page #180
--------------------------------------------------------------------------
________________
૭૭૨ ભાવપૂજાન્ટક – ૨૯
જ્ઞાનસાર સાથે એકમેકતા સાધવામાં જ વીર્યની પ્રવૃત્તિ કરવી. આવી પ્રવૃત્તિ કરનારો ભવ્ય આત્મા ઘણી મહેનત વિના સહેજે સહેજે પોતાના આત્માના ગુણોનો વિકાસ સાધે છે. આવા સહજયોગને સામર્થ્યયોગ કહેવાય છે. //પા
स्फुरन्मङ्गलदीपं च, स्थापयानुभवं पुरः । योगनृत्यपरस्तौर्यत्रिकसंयमवान् भव ॥६॥
ગાથાર્થ :- આત્મદશાના અનુભવ રૂપી સ્કુરાયમાન મંગલ દીપક પરમાત્માની સામે સ્થાપન કર, તથા મન-વચન-કાયાના યોગોને આત્મસાધનામાં જ પ્રવર્તાવવા રૂપ નૃત્ય કરવામાં તું તત્પર થા અને ધારણા, ધ્યાન અને સમાધિ રૂપ ગીત, નૃત્ય અને વાજીંત્ર એ ત્રણેની એકતા રૂપ સંયમવાળો તું થા. દા.
ટીકા :- રત્નતિ – પુનઃ રત્ - રેતીથમને વી-સર્વદ્રવ્યभावोपद्रवमुक्तं दीपं-भावप्रकाशम् अनुभवं - स्पर्शज्ञानमात्मस्वभावास्वादनयुक्तं ज्ञानम् पुरः-अग्रे स्थापय, योगा: - मनोवाक्कायरूपास्तेषां साधनप्रवर्तनरूपं नृत्यं (ताण्डवं) तत्र तत्पर: सोद्यमः सन् परमाध्यात्मधारणा-ध्यान-समाधिरूपसाधनयोगाङ्गपरिणमनरूपतूर्यादिपूजात्रयमयो भव ।
इत्यनेन आभ्यन्तरपूजया तत्त्वानन्दमयं स्वचैतन्यलक्षणं स्वात्मानं तद्रूपं कुरु ।
વિવેચન :- દ્રવ્યપૂજામાં આરતિ ઉતાર્યા પછી મંગલદીપ કરવાનો વ્યવહાર છે. તે પ્રમાણે ભાવપૂજામાં પણ આત્માના ગુણોની રમણતાના આનંદનો જે અનુભવ થાય છે તે અનુભવ એ જ્ઞાનાત્મક હોવાથી પ્રકાશાત્મક છે. માટે જાણે મંગલદીપક જ હોય શું? એમ સમજીને અનુભવને દીપકની ઉપમા આપીને સમજાવે છે -
સર્વ પ્રકારના બાહ્ય દ્રવ્ય ઉપદ્રવો અને અભ્યત્તર (મોહ અને અજ્ઞાનજન્ય) ભાવ ઉપદ્રવોથી સર્વથા મુક્ત એવું તથા આત્મતત્ત્વના આસ્વાદનથી યુક્ત એવું અર્થાત્ આત્મતત્ત્વનો સ્પષ્ટ સ્પર્શ જેમાં થયો છે તેવું ભેદજ્ઞાનના સ્પર્શજ્ઞાનવાળું ભાવપ્રકાશાત્મક જે અનુભવજ્ઞાન છે તેને આત્મારૂપી પરમાત્માની સામે સ્થાપન કર. આ આત્મામાં અનુભવજ્ઞાન એવું જોડ કે જેનાથી તારો પોતાનો આત્મા જ પરમાત્મા બને.
પરમાત્માની સામે દ્રવ્યપૂજામાં જેમ સ્કુરાયમાન મંગલદીપ કરાય છે. તેમ ભાવપૂજામાં તારા પોતાના આત્મા રૂપી પરમાત્માની સામે આત્મતત્ત્વના સ્પર્શવાળો ભેદજ્ઞાનયુક્ત વૈરાગ્યમય અનુભવ પ્રાપ્ત કર અર્થાત્ તે અનુભવ પ્રાપ્ત કરવા રૂપી મંગલદીપ સ્થાપન કર.
Page #181
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
૭૭૩
તથા દ્રવ્યપૂજામાં પરમાત્માની સામે જેમ નૃત્ય કરવામાં આવે છે ગીતો ગાવામાં આવે છે અને વાજીંત્રો વગાડવામાં આવે છે આવી રીતે ગીત, નૃત્ય અને વાજીંત્ર આ ત્રણેના તાલની એકતા સાધવાપૂર્વક ભક્તિ કરવામાં આવે છે. તેમ ભાવપૂજામાં મન, વચન અને કાયા એમ ત્રણે યોગોનું આત્મસાધનામાં પ્રવર્તાવવું તે નૃત્ય, આવા પ્રકારનું નૃત્ય કરવામાં તું તત્પર થા - ઉદ્યમવાળો થા. તારા મન-વચન અને કાયાના યોગોને આત્મતત્ત્વની સાધનામાં જોડ.
તથા યોગોને સાધનામાં જોડવા રૂપ નૃત્યની સાથે સાથે ઉત્કૃષ્ટ અધ્યાત્મદશામય ધારણા-ધ્યાન અને સમાધિ રૂપ મુક્તિમાર્ગની સાધનાસ્વરૂપ યોગદશામાં (આઠ અંગો પૈકીનાં) છેલ્લાં ત્રણ અંગોનું આત્મામાં પરિણમન થવા રૂપ સૂર્યાદિવાળી (સૂર્ય એટલે વાજીંત્ર અને આદિ શબ્દથી ગીત-નૃત્ય વગેરે સંગીતની સર્વસામગ્રી સાથે) ત્રણ પ્રકારની પૂજાવાળો તું થા. જેમ દ્રવ્યપૂજામાં ગીત-નૃત્ય અને વાજીંત્ર એમ ત્રણ પ્રકારની ભક્તિરૂપ દ્રવ્યપૂજા હોય છે. તેમ ભાવપૂજામાં મન-વચન અને કાયાના યોગોનું આત્મસાધનામાં પ્રવર્તન કરવા રૂપે ધારણા, ધ્યાન અને સમાધિવાળા થવું એમ ત્રણ પ્રકારની પૂજા કરવાવાળો તું થા.
આ પ્રમાણે દ્રવ્યપૂજાથી જેમ બાહ્ય આનંદ ઉપજે છે તેમ અભ્યન્તરપૂજા વડે (એટલે કે ભાવપૂજા વડે) આત્મતત્ત્વની પ્રાપ્તિ રૂપ આનંદમય અને પોતાના જ ચૈતન્યગુણવાળા પોતાના આત્માને હે ઉત્તમ જીવ ! તું પરમાત્મારૂપ બનાવ. તું જ અંતરાત્મા મટીને પરમાત્મા
બન. ॥૬॥
उल्लसन्मनसः सत्य - घण्टां वादयतस्तव ।
भावपूजारतस्येत्थं करक्रोडे महोदयः ॥ ७ ॥
?
ગાથાર્થ :- આ રીતે સત્યતત્ત્વરૂપી ઘંટાને વગાડતા અને ઉલ્લસિત મનવાળા તથા ભાવપૂજામાં ઓતપ્રોત એવા તને હે ઉત્તમ જીવ ! મહોદય (મોક્ષપ્રાપ્તિ) હથેળીમાં જ છે.
11911
ટીકા :- ‘ઉજ્જસન્મનસ કૃતિ' ત્યું માવપૂનારતસ્ય તવ મહોત્ય:-મોક્ષ: करक्रोडे-हस्ततलेऽस्ति । किं कुर्वतः ? उल्लसन्मनसः- भावोल्लासयुक्तचित्तस्य सत्पर्यायरूपां घण्टां नादयतः - शब्दं कुर्वतः । इत्यनेन सहर्षसत्यमनउल्लासरूपां घण्टां वादयतः सतः पूर्वोक्तपूजाकरणेन सर्वस्वशक्तिप्रादुर्भावरूपो मोक्षो भवति ॥७॥
વિવેચન :- દ્રવ્ય-પૂજાવિધિમાં લુણ ઉતારણ, આરિત અને મંગલદીપ પછી
Page #182
--------------------------------------------------------------------------
________________
७७४ ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર જિનાલયમાંથી નીકળતાં ઘંટ વગાડવાનો વ્યવહાર છે. પોતે ઘણા જ ભાવોલ્લાસથી શરૂ કરેલી આ દ્રવ્યપૂજા નિર્વિદને પૂર્ણ થઈ છે. તજન્ય હર્ષ અમાપ છે. તે હર્ષના નિમિત્તે (જેમ લગ્નાદિ પ્રસંગે હર્ષ વિશેષ હોવાથી વાજાં વગાડવામાં આવે છે તેમ) અહીં ઘંટ વગાડવામાં આવે છે. એ જ ન્યાયે ભાવપૂજાવિધિમાં જે જે દ્રવ્ય, જે જે ગુણ-પર્યાયવાળું છે તે તે દ્રવ્યને તે તે ગુણ-પર્યાયવાળું જગતના જીવોને સમજાવતા એવા તને અર્થાત્ યથાર્થ ધર્મદેશના આપતા એવા તને મહોદય એટલે મોક્ષની પ્રાપ્તિ કર-કોડમાં જ છે અર્થાતુ હથેળીમાં જ છે. હવે વાર લાગતી નથી.
શું કરતા એવા તને મોક્ષપ્રાપ્તિ હથેળીમાં છે ? તેનો ઉત્તર ત્રણ વિશેષણોથી આપે છે (૧) ઉન્નનિ = ઉલ્લાસવાળું છે મન જેનું એવા તને મોક્ષપ્રાપ્તિ હથેળીમાં છે. આ ભાવપૂજામાં જોડાયેલો એવો તું સાચું તત્ત્વ જાણનાર બનવાથી યથાર્થ-જ્ઞાનપ્રાપ્તિથી અને તેની દુર્લભતા સમજાવાથી તારું મન-હૃદય હર્ષથી નાચી ઉઠે છે. એટલો બધો અમાપ હર્ષ છે કે આવું ભાવતન્ત મને ક્યારેય મળ્યું નથી.
(૨) બીજું વિશેષણ એ છે કે સત્પર્યાયરૂપ = જે દ્રવ્ય જેવા ગુણ-પર્યાયવાળું છે તે દ્રવ્યને બરાબર તેવું જ જાણવું અને તેવું જ કહેવું યથાર્થ જ પ્રરૂપણા કરવી એ રૂપી સત્યની ઘંટા વગાડતા એવા તને મહોદય હાથમાં જ છે. જેમ ઘંટ વગાડીને શબ્દનો વિસ્તાર કરાયા છે. તેમ યથાર્થ ધર્મદેશના આપવા રૂપી શબ્દને કરતા એવા તને મહોદય હથેળીમાં જ છે.
(૩) ઉપર સમજાવેલી ભાવપૂજામાં રક્ત બનેલા એવા તને મહોદય હથેળીમાં જ છે.
આ પ્રમાણે આત્મતત્ત્વની પ્રાપ્તિના હર્ષ સાથે મનથી અત્યન્ત ઉલ્લાસયુક્ત સત્ય દેશનાની (અથવા સત્ય જીવન જીવવાની) ઘંટાને વગાડતા છતા તારા આત્મામાં પૂર્વે જણાવેલી ભાવપૂજાવિધિ કરવા દ્વારા પોતાના આત્મામાં અનંત અનંત ગુણોની જે અનંત અનંત શક્તિઓ તિરોભૂત રૂપે પડેલી છે. તેનો આવિર્ભાવ થવા રૂપ - પ્રગટ થવા રૂપ મોક્ષ તુરત થાય છે. તેથી તારો મોક્ષ તારી હથેળીમાં જ છે. આમ કહેવાય છે. છા
द्रव्यपूजोचिताभेदोपासना गृहमेधिनाम् । भावपूजा तु साधूनामभेदोपासनात्मिका ॥८॥
ગાથાર્થ :- આ પ્રમાણે ભેદ ઉપાસના રૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થોને ઉચિત છે અને અભેદ ઉપાસના રૂપ ભાવપૂજા સાધુ-મહાત્માઓને ઉચિત છે. ટી.
Page #183
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ભાવપૂજાષ્ટક - ૨૯
૭૭૫ ટીકા :- “દ્રવ્યપૂતિ" પૃદયનાં-ગૃહસ્થાનાં વોપાસનારૂપા-માત્મ: सकाशाद् अर्हन् परमेश्वरः भिन्नः निष्पन्नानन्दचिद्विलासी । तस्योपासना-सेवना निमित्तालम्बनरूपद्रव्यपूजा उचिता-योग्या । तु-पुनः साधूनामभेदोपासनात्मिका परमात्मना स्वात्माभेदरूपा भावपूजा उचिता ।
यद्यपि सविकल्पकभावपूजा गुणस्मरणबहुमानोपयोगरूपा भावपूजा गृहिणां भवति । तथापि निर्विकल्पोपयोगस्वरूपैकत्वरूपा भावपूजा निर्ग्रन्थानामेव ।
एवमाश्रवकषाययोगचापल्यपरावृत्तिरूपद्रव्यपूजाभ्यासेन अर्हद्गुणस्वात्मधर्मैकत्वरूपभावपूजावान् भवति, तेन च तन्मयतां प्राप्य सिद्धो भवति । इत्येवं साधनेन साध्योपयोगयुक्तेन सिद्धिः निष्कर्मता भवति ॥८॥
| રૂતિ વાદ્યતં મવપૂજ્ઞાષ્ટક્રમ્ | | વિવેચન :- દ્રવ્યપૂજાના અધિકારી કોણ? અને ભાવપૂજાના અધિકારી કોણ? અને તે શા માટે ? આ વિષય આ ગાળામાં સમજાવે છે.
દ્રવ્યપૂજા ભેદોપાસના સ્વરૂપ છે અને ભાવપૂજા અભેદોપાસના સ્વરૂપ છે. પૂજકનો આત્મા અને પૂજ્યનો આત્મા ભિન્ન સમજીને પૂજક આત્મા પૂજ્ય આત્માની જે પૂજા કરે તેને ભેદોપાસના રૂપે પૂજા કહેવાય છે. ગૃહસ્થો પોતાનું ઘર ચલાવવા સાવઘયોગવાળા છે તેથી તેઓ સાવદ્યપૂજાના અધિકારી છે. સાધુઓ નિરવદ્ય જીવનવાળા છે. તેથી તેઓ નિરવદ્ય પૂજાના અધિકારી છે.
ગૃહસ્થો જ્યારે જ્યારે અરિહંત પરમાત્માની પૂજામાં જોડાય છે ત્યારે ત્યારે આલંબન રૂપે અરિહંત પરમાત્માને ચિત્તમાં સ્થાપિત કરે છે. તેથી પોતાનો આત્મા અરિહંત પરમાત્માથી ભિન્ન તરીકે ભાસે છે. અર્થાતુ પોતાનો આત્મા ઉપાસક તરીકે દેખાય છે અને પ્રગટ થયેલા
અનંત આનંદ અને અનંત જ્ઞાનના વિલાસી એવા જે અરિહંત પરમાત્મા છે તે ઉપાસ્ય તરીકે દેખાય છે. ઉપાસક એવો ગૃહસ્થ “ઉપાસ્ય એવા અરિહંત પરમાત્મા પ્રગટ ગુણવાળા છે.” મારાથી ભિન્ન છે. મારે તેવા થવાનું છે. હું તેવો નથી. આમ સમજીને ભેદબુદ્ધિપૂર્વક પરમાત્માની પૂજા-સેવા કરે છે તે ભેદોપાસના કહેવાય છે.
આ પરમાત્મા મારા ગુણોનો આવિર્ભાવ કરવામાં નિમિત્ત રૂપે આલંબનભૂત છે. હું જો તેઓની પૂજા-સેવા કરીશ તો તેવા શુભભાવથી મારા કર્મો તુટશે અને મારા ગુણો મને પ્રગટ થશે. માટે મારા ગુણોની પ્રગટતામાં નિમિત્ત ભૂત અને મારાથી ભિન્ન દ્રવ્ય રૂપે રહેલા વીતરાગ અરિહંત પરમાત્માની હું પૂજા-સેવા કરું. આમ ભેદબુદ્ધિપૂર્વક પૂજા કરે છે
Page #184
--------------------------------------------------------------------------
________________
૭૭૬ ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર અને જલ-ચંદન આદિ બાહ્ય દ્રવ્યો દ્વારા પૂજા કરે છે. માટે આવી દ્રવ્યપૂજા ગૃહસ્થોને જ યોગ્ય છે. તેઓ જ આ ભેદોપાસના રૂપ દ્રવ્યપૂજાના અધિકારી છે.
પરંતુ સાધુમહાત્માઓને અભેદ ઉપાસના રૂપ ભાવપૂજા ઉચિત છે. પરમાત્માના આત્માની સાથે પોતાના આત્માનો અભેદ કરવા રૂપ ચિંતન-મનન સ્વરૂપ ભાવપૂજા મુનિઓને યોગ્ય છે. જેવો પરમાત્માનો આત્મા અનંતગુણી છે. કેવલજ્ઞાનાદિ ગુણમય છે, વીતરાગ છે નિરંજન છે, તેમ મારો આત્મા પણ સત્તાથી તેમના જેવો જ અનંતગુણી કેવલજ્ઞાનાદિમય, વીતરાગ, નિરંજન છે. તેઓ પ્રગટગુણી છે હું અપ્રગટ-ગુણી છું, પરંતુ પરમાર્થે બન્ને તુલ્ય છીએ. હું જો તેઓની ઉપાસના કરું તો તેઓની ઉપાસના કરતાં કરતાં હું પણ કર્મોને તોડીને તેમના જેવો જ બની શકું છું. આમ અભેદબુદ્ધિપૂર્વક ભાવપૂજા કરે છે. સાવધના ત્યાગી હોવાથી નિરવદ્ય એવી ચિંતન-મનનાત્મક ભાવ પૂજા કરે છે. આ અભેદોપાસના છે.
ભાવપૂજા બે પ્રકારની હોય છે. એક સવિકલ્પક અને બીજી નિર્વિકલ્પક. અરિહંત પરમાત્માના ગુણોનું સ્મરણ કરવું, ગુણો ઉપર બહુમાન કરવું, તેમાં જ લીન થવા રૂપ સવિકલ્પક એવી ભાવપૂજા ગૃહસ્થોને પણ હોય છે. પરંતુ નિર્વિકલ્પક (પ્રશસ્ત રાગાદિ મોહના વિકલ્પો વિનાના) ઉપયોગાત્મક પરમાત્માની સાથે એકમેક થવા રૂ૫ ભાવપૂજા તો નિગ્રન્થ મુનિઓને જ હોય છે. ગૃહસ્થોને એક સાવદ્ય એવી દ્રવ્યપૂજા અને બીજી પ્રશસ્ત રાગાદિ ભાવવાળી સવિકલ્પક ભાવપૂજા હોય છે. જ્યારે મુનિઓને નિરવદ્ય અને પ્રશસ્ત રાગાદિભાવ વિનાની એવી નિર્વિકલ્પક ભાવપૂજા જ એકલી હોય છે.
આ પ્રમાણે ગૃહસ્થ આત્માઓને આશ્રવ, કષાય અને યોગની ચંચળતા છે કે જે ઘર અને પરિવારાદિ માટે અશુભ બંધહેતુરૂપે છે તેની પ્રથમ પરાવૃત્તિ કરીને શુભમાં જોડીને અરિહંત પરમાત્માની દ્રવ્યપૂજા આદિમાં પ્રશસ્ત-રાગાદિ કરાય છે. ત્યારબાદ આવી દ્રવ્યપૂજાના અભ્યાસથી અરિહંત પરમાત્માના ગુણો અને પોતાના ધર્મોની એકતા રૂપ ભાવપૂજાવાળા તે જીવો બને છે. તેથી અરિહંત પરમાત્માની સાથે તન્મયતા પ્રાપ્ત કરીને સિદ્ધ-બુદ્ધ થાય છે. અને મુનિ મહાત્માઓ સાધ્યના ઉપયોગથી યુક્ત એવી કેવળ એકલી ભાવપૂજા કરવા રૂપ સાધનને સેવવા વડે સર્વથા કર્મરહિત એવી સિદ્ધિદશા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ઓગણત્રીસમા ભાવપૂજાષ્ટકનું વિવેચન પણ સમાપ્ત થયું. પેટા
ઓગણત્રીસમું ભાવપૂજાષ્ટક સમાપ્ત
છે
Page #185
--------------------------------------------------------------------------
________________
॥ અથ ત્રિશત્તમ ધ્યાનાષ્ટમ્ ॥
अथ ध्यानाष्टकं विस्तार्यते । ध्यानलक्षणं निर्युक्तौ
अंतोमुहुत्तमित्तं, चित्तावत्थाण गवत्थुम । छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥ ३ ॥ ( ध्यानशतक गाथा - ३ ) नामादिकं स्वतो वाच्यम् । तत्र ध्यानस्वरूपं निरूपयन्नाह
-
-
હવે ધ્યાનાષ્ટક નામનું ત્રીસમું અષ્ટક શરૂ કરાય છે. ધ્યાનનું લક્ષણ આવશ્યકનિર્યુક્તિમાં તથા ધ્યાનશતકની ત્રીજી ગાથામાં આ પ્રમાણે કહ્યું છે.
“કોઈપણ એકવસ્તુના વિચારમાં માત્ર અંતર્મુહૂર્ત કાલ સુધી ચિત્તનું સ્થિર થવું તેને ધ્યાન કહેવાય છે. આ વ્યાખ્યા છદ્મસ્થ જીવોના ધ્યાનને અનુલક્ષીને છે. કેવલી ભગવંતોમાં યોગનો નિરોધ કરવો તેનું નામ ધ્યાન છે.”
ધ્યાનનો અર્થ છદ્મસ્થ જીવોને આશ્રયી અને કેવલજ્ઞાની પરમાત્માને આશ્રયી ભિન્ન ભિન્ન છે. છદ્મસ્થ જીવો દ્રવ્યમન અને ભાવમનવાળા છે. મનોવર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરી મનપણે પરિણમાવી અને છોડવાં તે દ્રવ્યમન અને કોઈ પણ વસ્તુનું વધારે વધારે ઊંડું જ્ઞાન મેળવવા જે ચિંતન-મનન અને નિદિધ્યાસન કરવું તે ભાવમન.
દ્રવ્યમન નામકર્મના ઉદયથી હોય છે અને તે મન:પર્યાપ્તિ નામકર્મનો ઉદય છે. માટે ઔદિયક ભાવ છે. અઘાતી કર્મનો ઉદય છે તેથી છદ્મસ્થ અને કેવલીભગવંત એમ બન્નેને આ દ્રવ્યમન હોય છે. છદ્મસ્થ જીવોમાં માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ દ્રવ્યમન હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને દ્રવ્યમન હોતું નથી. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પણ સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછીથી દ્રવ્યમન હોય છે. કેવલી ભગવંતોને ત્રૈવેયક અને અનુત્તરવાસી દેવોએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપવાના કાલે તથા દૂર દૂર દેશમાં રહેલા મનઃપર્યવ જ્ઞાનીઓએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપવાના કાલે જ આ દ્રવ્યમન હોય છે. (નામકર્મના ઉદયજન્ય દ્રવ્યમન છે.)
મતિ-શ્રુત જ્ઞાનાવરણીયકર્મ અને અચક્ષુ દર્શનાવરણીય કર્મ તથા વીર્યાન્તરાય કર્મ, આ ચાર કર્મોના ક્ષયોપશમ વિશેષથી વસ્તુના સ્વરૂપને ઊંડું ઊંડું જાણવા માટેની જે વિચારણા -શક્તિ, ચિંતન કરવાની અને મનન કરવાની જે શક્તિ તે ભાવમન કહેવાય છે. આ શક્તિ ઉપરોક્ત કર્મોના ક્ષયોપશમભાવની છે. તે ભાવમન કેવલી ભગવાન વિના સર્વે પણ સંસારી
Page #186
--------------------------------------------------------------------------
________________
७७८
ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર જીવોને હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને ૧ થી ૧૨ ગુણસ્થાનકવર્તી સંજ્ઞી પંચેન્દ્રિયજીવોને જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમભાવ હોવાથી કેવલી સિવાયના સર્વ સંસારી જીવોને આ ભાવમન હોય છે.
એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં દ્રવ્યમન (ની સહાયકતા) ન હોવાથી ભાવમન અલ્પપ્રમાણમાં કામ કરી શકે છે. માટે તે બધાંને અસંશી કહેવાય છે અને કેવલી ભગવંતોને ક્ષયોપશમભાવ નથી માટે ભાવમન નથી. સર્વજ્ઞ-સર્વદર્શી હોવાથી ચિંતન-મનન કરવાની જરૂર જ નથી પણ નામકર્મનો ઔદયિકભાવ હોવાથી દ્રવ્યમાન હોય છે. તેથી જ કેવલીભગવંતોને “નોસંશી અને નોઅસંશી” કહેવાય છે.
૧ થી ૧૨ ગુણસ્થાનવર્સી જે જીવો છે તે જ્ઞાનાવરણીય આદિ કર્મના ઉદયવાળા હોવાથી છવાસ્થ કહેવાય છે. (છા એટલે ઢાંકણભૂત કર્મ, તેમાં રહેનારા અર્થાતું આવરણીય કર્મવાળા). છઘસ્થ જીવો અલ્પજ્ઞ હોવાથી વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન નથી, માટે ચિંતન-મનન કરે છે. તેથી તેઓ માટે ધ્યાનની આ વ્યાખ્યા કરવામાં આવે છે. કોઈ પણ એકવસ્તુના ચિંતન-મનનમાં અંતર્મુહૂર્ત કાલ સુધી ચિત્તનું અત્યન્ત સ્થિર થઈ જવું “અતિશય એકાગ્રતા તેનું નામ ધ્યાન” શુભચિંતનમાં એકાગ્રતા હોય તો શુભધ્યાન અને અશુભ ચિંતનમાં એકાગ્રતા હોય તો અશુભ ધ્યાન, જેનું મન ચંચળ છે-અસ્થિર છે-ડામાડોળ છે, તેના મનનું એક વિષયમાં સ્થિર થવું તે ધ્યાન.
1 કેવલી ભગવંતો સર્વજ્ઞ-સર્વદર્શી હોવાથી તેઓમાં ચિંતન-મનન કરવાનું સંભવતું નથી, ચિંતન મનનાત્મક મન જ નથી માટે મનની સ્થિરતા રૂપ ધ્યાન તેઓમાં હોતું નથી.
જ્યાં ક્ષયોપશમભાવ જ નથી ત્યાં ચંચળતા નથી, તેથી એકાગ્રતા અર્થવાળું ધ્યાન તેઓને હોતું નથી. તેથી કેવલીભગવંતોને આશ્રયી ધ્યાનની વ્યાખ્યા જુદી કરવામાં આવે છે.
“યોગનો નિરોધ” તે ધ્યાન. મન-વચન-કાયાના યોગનો નિરોધ તેરમા ગુણઠાણાના છેડે કરાય છે અને ચૌદમે ગુણઠાણે નિરોધ થઈ ચૂક્યો છે. આ રીતે કેવલી ભગવંતો માટે નિરુધ્ધમાન અવસ્થા અને નિરુદ્ધ અવસ્થા તે ધ્યાન છે.”
કેવલી ભગવંતોમાં ચિંતન-મનનની પ્રક્રિયા રૂપ મતિજ્ઞાન ન હોવાથી મનની ચંચળતા નથી, પરંતુ મન-વચન અને કાયાના યોગ વડે “આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરીકરણ” છે. તેવા પ્રકારની આત્મપ્રદેશોની ચંચળતાને રોકવી તેને ધ્યાન કહેવાય છે. આ ધ્યાન તેરમાના છેડે અને ચૌદમે ગુણઠાણે જ માત્ર હોય છે. તેમાં ગુણઠાણામાં પ્રથમસમયથી યોગનિરોધવાળો કાળ ન આવે ત્યાં સુધી ચિત્તની સ્થિરતા-એકાગ્રતા એ પ્રથમ અર્થવાળું કે યોગનિરોધ એ
Page #187
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩૦
૭૭૯ બીજા અર્થવાળું એમ એકે અર્થવાળું ધ્યાન હોતું નથી. તેથી ત્યાં ધ્યાનાન્સરિકા દશા કહેવાય છે. અર્થાત્ ધ્યાનનો વિરહકાલ છે. (૧) ૧ થી ૧૨ ગુણસ્થાનવાળા છવસ્થ જીવો માટે ચિત્તની સ્થિરતા-ચિત્તની એકાગ્રતા તે
ધ્યાન કહેવાય છે. (૨) તેરમા ગુણસ્થાનકના પ્રથમસમયથી યોગનિરોધના પૂર્વકાલ સુધી ધ્યાનાન્સરિકાદશા
-ધ્યાનનો વિરહકાલ હોય છે. તેરમાના છેડે યોગનો નિરોધ-મન, વચન, કાયાના યોગનું અટકાવવું તે ધ્યાન તથા ચૌદમા ગુણઠાણે સર્વથા યોગનો વિચ્છેદ થવો તે ધ્યાન હોય છે. અર્થાત્ આત્મપ્રદેશોની સ્થિરતા રૂપ ધ્યાન હોય છે શુક્લધ્યાનના ત્રીજા-ચોથા પાયારૂપ ધ્યાન હોય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પણ “ઉત્તમસંહનચૈomવિજ્ઞાનિરોથો ધ્યાનમ્” ૯-૨૭ આ પ્રમાણે જ કહ્યું છે.
આ સ્થાન ઉપર નામ-સ્થાપનાદિ ચાર નિક્ષેપા તથા સાત નો પૂર્વની જેમ સ્વયં સમજી લેવા. ધ્યાન એવું કોઈનું નામ રખાય તે નામ-નિક્ષેપે ધ્યાન, ધ્યાનસ્થ મુનિનું ચિત્ર આલેખાય અથવા “ધ્યાન” આવું જ લખાય તે સ્થાપના-નિક્ષેપે ધ્યાન, ઉપયોગની શૂન્યતાએ ધ્યાન તે દ્રવ્યથાન અને ઉપયોગપૂર્વકનું ધ્યાન તે ભાવધાન. ધ્યાન ઉપર સાત નો આ
પ્રમાણે છે .
(૧) ચિત્તની એકાગ્રતા માટેનો મનમાં સંકલ્પ માત્ર કરવો તે નૈગમનયથી ધ્યાન. (૨) વિક્ષેપ આદિથી રહિત મન, એકાન્ત, નિબંધ કાયા આદિ સામગ્રી તે સંગ્રહાયથી
ધ્યાન. (૩) ચિત્તની એકાગ્રતા તે વ્યવહારનયથી ધ્યાન. (૪) ચિત્તની એકાગ્રતામાં આત્માનો ઉપયોગ તે ઋજુસૂત્રનયથી ધ્યાન. (૫) ચિત્તની એકાગ્રતા દ્વારા આત્માના ગુણોની અનુભૂતિ થવી તે શબ્દનયથી ધ્યાન. (૬) શુક્લધ્યાનની યોગ્યતા ધરાવતો આત્મા જે પ્રતિસમયે વિશુદ્ધતર ચિતૈકાશ્ય રાખે તે
સમભિરૂઢનયથી ધ્યાન. (૭) શુક્લધ્યાનમાં પરિણત સર્વોત્કૃષ્ટ ચિત્ત-એકાગ્રતા એ એવંભૂતનયથી ધ્યાન કહેવાય
Page #188
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાષ્ટક - ૩૦
ત્યાં ધ્યાનનું સ્વરૂપ સમજાવતાં કહે છે -
ध्याता ध्येयं तथा ध्यानं, त्रयं यस्यैकतां गतम् ।
मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ॥१॥
ગાથાર્થ :- ધ્યાતા, ધ્યેય અને ધ્યાન આ ત્રણે ભાવો જે મહાત્માને એકતાને પામ્યા, છે અનન્ય ચિત્તવાળા તે મુનિને ક્યારેય દુઃખ હોતું નથી. ॥૧॥
७८०
ટીકા :- ‘“ધ્યાતા ધ્યેયમિતિ'' યસ્ય પુરુષસ્ય ધ્યાતા તથા ઘ્યેયં તથા ધ્યાનમેતત્ त्रयं यस्य जीवस्य एकतामेकीभावं गतम्, तस्य मुनेः अनन्यचित्तस्य तद्रूपचेतनामयस्य अर्हत्स्वरूपात्मस्वरूपतुल्योपयोगगृहीतस्य दुःखं - स्वगुणावरणरूपं पुद्गलसन्निकर्षजन्यं, न विद्यते - नास्तीत्यर्थः । उक्तञ्च प्रवचनसारे
નો નાળવિ અરિહંતે, ત્ત-મુળત્ત-પદ્મવત્તેહિં ।
सो. जाणदि अप्पाणं, मोहो खलु जादि तस्स लयं ॥८०॥
જ્ઞાનસાર
ધ્યાતા-ગાત્મા, ધ્યેયં-તસ્વરૂપમ્, ધ્યાન-તત્રાપ્રતા |
तंत्र अभेदता, एतत्त्रयमेकत्वं प्राप्तं मोहक्षयाय भवति ॥ १ ॥
વિવેચન :- ધ્યાતા એટલે ધ્યાન કરનાર આત્મા, ધ્યેય એટલે ધ્યાન કરવા યોગ્ય વીતરાગ પરમાત્મા, અને ધ્યાન એટલે ધ્યેયમાં ધ્યાતાના ચિત્તની સ્થિરતા, જે મહાત્મા પુરુષને ધ્યાતા તથા ધ્યેય તથા ધ્યાન આ ત્રણે તત્ત્વો એકમેકતાને-અભેદભાવને પામ્યાં છે. જે મુનિ મહારાજા ધ્યાતા છે, ધ્યેય એવા પરમાત્મામાં એકલીન બન્યા છે. અન્ય કોઈ સ્થાનમાં જેનું ચિત્ત ગયું નથી અને જતું નથી, જે મુનિનો આત્મા આત્મતત્ત્વના મૂલભૂત શુદ્ધ સ્વરૂપાત્મક ચેતનામય બન્યો છે. અરિહંત પરમાત્માનું સ્વરૂપ અને પોતાના આત્માનું સ્વરૂપ તુલ્ય (ભલે એક નિરાવરણ હોય અને બીજું સાવરણ હોય તો પણ સત્તાથી સમાન છે) આમ સમજીને તુલ્ય સ્વરૂપે ઉપયોગમાં જેણે ગ્રહણ કર્યું છે તે મુનિમહાત્માને પોતાના આત્માના ગુણોનું આચ્છાદન કરનારાં જ્ઞાનાવરણીયાદિ ઘાતીકર્મોના ઉદયરૂપ કાર્મણ વર્ગણાના પુદ્ગલોના સન્નિકર્ષજન્ય દુઃખ ક્યારેય લાગતું નથી.
જેમ એક માણસ પાસે લાખોની કેશ છે અને લાખોના દાગીના છે અને તે સઘળુંય પોતાની પાસે ઘેર છે અને બીજા એક માણસ પાસે એટલા જ પ્રમાણની લાખોની કેશ બેંકમાં તેના ખાતામાં જમા છે અને લાખોના દાગીના બેંકના પોતાના ખાનામાં મુકેલા છે. હાલ ઘરે નથી. છતાં હું પણ તે માણસ જેટલો જ ધનવાન છું. આમ બીજા માણસને પણ
Page #189
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક- ૩૦
૭૮૧ પ્રથમ માણસની જેમ આનંદ જ હોય છે, પણ બેંકનું આવરણ છે એવું દુઃખ ક્યારેય થતું નથી. તેમ યોગી મહાત્માને પોતાનો આત્મા વીતરાગ તુલ્ય સત્તાથી જણાય છે. કંઈ કમીના જણાતી નથી પછી દુઃખ શાનું? વીતરાગ પરમાત્માએ પોતાનું સ્વરૂપ ખોલ્યું છેઆપણે હવે ખોલવાનું છે. એમ સમજીને યોગી સદાકાલ પોતાના આત્માને વીતરાગ પરમાત્માની સાથે તુલ્યતા રૂપે જોતા અને જાણતા છતા તથા ખોલવાનો પ્રયત્ન કરતા છતા ક્યારેય દુઃખ પામતા નથી. સ્વરૂપ ન હોત તો દુઃખ થાત પણ સ્વરૂપ તો છે જ. પછી દુઃખ શાનું? આજે નહીં તો કાલે પણ તે સ્વરૂપ ખુલશે, છે તો અવશ્ય, કાલાન્તરે ખુલશે. માટે અફસોસ કરવાની કંઈ જરૂર નથી.
પ્રવચનસાર નામના ગ્રંથમાં કહ્યું છે કે –
જે મનુષ્ય અરિહંત પરમાત્માને શુદ્ધ દ્રવ્ય તરીકે, અનંત ગુણમય તરીકે અને અનંતાનંત શુદ્ધ પર્યાય તરીકે જાણે છે, ઓળખે છે તે મનુષ્ય પોતાના આત્માને પણ તેવો જ છે એમ જાણીને તેવું સ્વરૂપ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે, તેથી તેનો મોહ નાશ પામે છે.” (ગાથા ૮૦)
અહીં ધ્યાતા અર્થાતુ ધ્યાન કરનાર યોગમુનિનો આત્મા સમજવો. ધ્યેય આત્મામાં જ રહેલું પરમાત્મપણું સમજવું અને ધ્યાન એટલે સ્વરૂપ મેળવવામાં જે એકાગ્રતા છે તે જાણવી. આ ત્રણેની જે અભેદતા છે આ ત્રણેની જે એકમેકતા છે તે મોહના ક્ષયને માટે થાય છે. આ ધ્યાતા આત્મા પોતાના આત્માને પરમાત્માની તુલ્ય જેમ જેમ જાણે છે અને તે સ્વરૂપની જેમ જેમ લગની લાગે છે તેમ તેમ તે તરફનો પ્રયત્ન આદરતાં મોહનો ક્ષય થાય છે અને અલ્પકાલમાં જ આ આત્મા પરમાત્મા બને છે. |૧|
ध्यातान्तरात्मा ध्येयस्तु, परमात्मा प्रकीर्तितः । ध्यानं चैकाग्र्यसंवित्तिः, समापत्तिस्तदेकता ॥२॥
ગાથાર્થ :- અત્તરાત્મભાવને પામેલો આત્મા એ ધ્યાતા છે. પરમાત્મા એ ધ્યેય છે અને તે બન્નેની એકતાની જે ધારા તે ધ્યાન જાણવું. આ ત્રણેની એકતા એ સમાપત્તિ કહેવાય છે. રા.
ટીકા - “ધ્યાતિ” થાતૃસ્વરૂપે જોવાં શ્રીદેવસૂરિપૂઃअमुञ्चन् प्राणनाशेऽपि, संयमैकधूरीणताम् । परमप्यात्मवत्पश्यन्, स्वस्वरूपापरिच्युतः ॥२॥
Page #190
--------------------------------------------------------------------------
________________
૭૮૨
ધ્યાનાષ્ટક- ૩૦
જ્ઞાનસાર उपतापमसम्प्राप्तः, शीतवातातपादिभिः । पिपासुरमरीकारि, योगामृतरसायनम् ॥३॥ रागादिभिरनाक्रान्तं, क्रोधादिभिरदुषितम् । आत्मारामं मनः कुर्वन्, निर्लेपः सर्वकर्मसु ॥४॥ विरतः कामभोगेभ्यः, स्वशरीरेऽपि निःस्पृहः । संवेगहूदनिर्मग्नः, सर्वत्र समतां श्रयन् ॥५॥ नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः । अमात्रकरुणापात्रं, भवसौख्यपराङ्मुखः ॥६॥ सुमेरुरिव निष्कम्पः, शशीवानन्ददायकः । समीर इव निःसङ्गः, सुधीर्ध्याता प्रशस्यते ॥७॥
(યોગશાસ્ત્ર પ્રાશ ૭ સ્નો ૨ થી ૭) इति ध्यातृस्वरूपम् । एवंविधो ध्याता अन्तरात्मा-साधकात्मा ।
વિવેચન :- આત્માના ત્રણ ભેદ છે - ૧. બહિરાત્મા, ૨. અત્તરાત્મા અને ૩. પરમાત્મા. મોહને આધીન જે આત્મા હોય તે બહિરાત્મા, આવો આત્મા રાગાદિ તીવ્ર કપાયોવાળો અને મિથ્યામોહના ઉદયવાળો હોવાથી ધ્યાન કરવાને માટે અયોગ્ય છે. બીજો અત્તરાત્મા, મોહનો જેણે ક્ષયોપશમ કર્યો છે. મિથ્યાત્વ મોહ તથા અનંતાનુબંધી ચાર કષાયોનો ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ જે જીવોએ કર્યો છે તે અન્તરાત્મા. ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીના જે જીવો તે અત્તરાત્મા. આ જીવો સમ્યગ્દષ્ટિ હોવાથી અને મોહને કંઈક અંશે અંકુશમાં કરેલ હોવાથી ધ્યાન કરવાને માટે યોગ્ય છે. કેવલી થયેલા જે આત્માઓ છે તે પરમાત્મા, આ કૃતકૃત્ય હોવાથી ધાતા નથી. આ રીતે અંતરાત્મા એ જ ધ્યાતા છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રની અંદર પ્રકાશ સાતમામાં શ્લોક ૨ થી ૭ માં ધ્યાતાનું વર્ણન આ પ્રમાણે કરેલું છે.
પ્રાણોનો નાશ થાય એવો સંકટ સમય આવે તો પણ સંયમની અખંડ ધુરાને જે ક્યારેય મુકતો નથી, બીજા આત્માને પણ પોતાની તુલ્ય જે દેખે છે અને જે પોતાના સ્વરૂપથી ક્યારેય પણ પતન પામતો નથી. II૭-રા
Page #191
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩૦
૭૮૩ જે મહાત્મા, શીત (ઠંડી) વાયુ (પવન) અને આતપ (ગરમી) વગેરેનાં તોફાનો આવવા છતાં સંતાપને (આકુળ-વ્યાકુલતાને) પામતો નથી, તથા અમર બનાવનારી એવી જ યોગદશા છે તે રૂપી અમૃતનું રસાયન પીવાને જે ઈચ્છે છે. ll૭-૩
રાગ-દ્વેષ-વિષયવિકારો આદિથી અવ્યાપ્ત અને ક્રોધાદિ કષાયોથી અદુષિત એવા સ્વચ્છ અને પવિત્ર મનને આત્મા માત્રમાં જ રમનારું જે રાખે છે અને સર્વ પ્રકારનાં કાર્યોમાં જે નિર્લેપ રહેનારા છે. ll૭-૪ના
કામસુખો અને ભોગસુખોથી વિરક્ત બનીને પોતાના શરીરને વિષે પણ જે નિઃસ્પૃહ છે તથા સંવેગ પરિણામ રૂપે સરોવરમાં મગ્ન થઈને સર્વત્ર સમતાનો જે આશ્રય કરે છે li૭-પો
રાજા ઉપર કે દરિદ્ર પુરુષ ઉપર તુલ્યપણે ભેદભાવ વિના) કલ્યાણ કરવાની કામનાવાળો અને અપરિમિત કરુણાનો ભંડાર તથા સાંસારિક સુખોથી જે પરામુખ છે. ૭-૬ો.
ઉત્તમ એવા મેરૂપર્વતની જેમ જે નિષ્પકમ્પ છે. ચંદ્રમાની પેઠે જે આનંદ આપનાર છે. વાયુની જેમ જે નિઃસંગ છે આવો સુધી (બુદ્ધિશાળી) પુરુષ ધ્યાન કરનાર તરીકે પ્રશંસાને પાત્ર છે. I૭-શા
આ પ્રમાણે ધ્યાતા કેવો હોવો જોઈએ? આ પ્રશ્નનું સમાધાન કરવા સ્વરૂપે ધ્યાતાનું વર્ણન કર્યું. આવા પ્રકારનો જે અંતરાત્મા છે અર્થાત્ સાધક આત્મા છે તે જ ધ્યાતા હોઈ શકે છે. જેને આત્મતત્ત્વ મેળવવાની ઘેલછા લાગી છે, જેણે મોહદશાને નબળી પાડી છે તે જ આત્મા ધ્યાન કરી શકે છે.
तु-पुनः ध्येयः-ध्यातुं योग्यः, परमात्मा-क्षीणघातिकर्मा अर्हन्, नष्टाष्टकर्मा सिद्धो वा । वस्तुवृत्त्या सत्तागतः सिद्धात्मा ध्येयः प्रकीर्तितः । च-पुनः एकाग्र्यसंवित्तिः-एकाग्र्यं तन्मयत्वेन परमात्मस्वरूपे अनन्तपर्यायात्मके एकाग्रत्वेन संवित्तिः-ज्ञानं ध्यानमुच्यते । इत्यनेन अहंदादिशुद्धगुणज्ञानसंवेदनतन्मयता ध्यानम् । चेतनावीर्यादीनां सर्वक्षयोपशमानां स्वरूपोपयोगलीनत्वं ध्यानम् । तत्र धातुः ध्येये तदेकाग्रतारूपे ध्याने समापत्तिः निर्विकल्पता तारतम्यरहिता चित्परिणतिः एकता
ધ્યાતાનું વર્ણન કરીને હવે ધ્યેય કોને કહેવાય? તે સમજાવે છે. પ્રેમ એટલે ધ્યાન
Page #192
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૭૮૪
ધ્યાનાષ્ટક - ૩૦ કરવા યોગ્ય, આવા પ્રકારની ધ્યાન કરવા યોગ્ય વ્યક્તિ વ્યવહારનયથી બે પ્રકારની છે. એક અરિહંત અને બીજા સિદ્ધ. ક્ષીણ થયાં છે ચાર ઘાતી કર્મો જેનાં એવા પરમાત્મા શ્રી તીર્થકર દેવો કે જેઓ ભૂમિ તલ ઉપર વિચરે છે, ધર્મદેશના દ્વારા અનેકને તારે છે. સદેહે વિદ્યમાન છે. તે અરિહંતપ્રભુ ધ્યેય છે. તથા નાશ પામ્યાં છે આઠ કર્મો જેનાં એવા સિદ્ધ ભગવંતો પણ ધ્યેય છે. કારણ કે આપણા આત્માએ તેમનું ધ્યાન કરીને પોતાનું તેવું સ્વરૂપ પ્રગટ કરવાનું છે. વ્યવહારનયથી આ બે વ્યક્તિ ધ્યેય ગણાય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ પ્રમાણે તો એટલે કે નિશ્ચયનયથી તો પોતાના આત્માની પાસે જ સત્તાગત રહેલો પોતાનો જ સિદ્ધાત્મા (શુદ્ધ-નિર્મળ આત્મદ્રવ્ય) ધ્યાન કરવા યોગ્ય છે. કારણ કે અંતે તો પોતાનું જ સ્વરૂપ પોતાને કામ આવે છે.
હવે ધ્યાન કોને કહેવાય? તે સમજાવે છે. અનંત શુદ્ધ ગુણાત્મક અને અનંત શુદ્ધ પર્યાયાત્મક વ્યવહારનયથી વીતરાગ પરમાત્મામાં અને નિશ્ચયનયથી શુદ્ધ એવા પોતાના જ આત્માના પરમાત્મામય સ્વરૂપમાં એકાગ્ર થવા દ્વારા (તન્મય થવા દ્વારા) જે સંવિત્તિ થવી અર્થાતુ બોધ થવો-જ્ઞાન થવું તેને ધ્યાન કહેવાય છે. આ રીતે વિચારતાં વ્યવહારનયથી અરિહંતપરમાત્મા આદિ શુદ્ધ એવા પરદ્રવ્યના શુદ્ધ એવા ગુણો અને પર્યાયોના જ્ઞાનના સંવેદનમાં તન્મય થવું તે ધ્યાન અને નિશ્ચયનયથી પોતાના જ આત્મામાં સત્તાગતપણે રહેલા અનંતગુણો અને અનંત પર્યાયોના જ્ઞાનગુણનો આનંદ માણવો તે ધ્યાન સમજવું.
પોતાના જ આત્મામાં જ્ઞાનાવરણીય આદિ ચારે ઘાતકર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલી ચેતના, વિર્ય અને આદિ શબ્દથી ચારિત્ર વગેરે ક્ષયોપશમભાવના સર્વે પણ ગુણોને પોતાના શુદ્ધ સ્વરૂપના ચિંતનાત્મક ઉપયોગમાં લીન કરવા તે ધ્યાન કહેવાય છે. કારણ કે અંતે પોતે પોતાનું જ સ્વરૂપે પ્રગટ કરવાનું હોય છે માટે તેનું ચિંતન-મનન કરવું તે ધ્યાન છે. તેથી ધ્યાતા એવા અંતરાત્માનું ધ્યેય એવા પરમાત્મ-સ્વરૂપમાં તેની સાથે એકાગ્રતા કરવા સ્વરૂપ ધ્યાનમાં લીન થવું, હાનિ-વૃદ્ધિ રૂપ તરતમતા વિના નિર્વિકલ્પ એવી (મોહના કોઈ પણ જાતના વિકલ્પો વિનાની એવી) જે જ્ઞાનપરિણતિ તે એકતા સમજવી. આ રીતે ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકતા તે સમાપત્તિ જાણવી. તેરા
તત્ર દૃષ્ટાન્તન થતિ = આ વાત દૃષ્ટાન્ત સાથે સમજાવે છે. मणौ बिम्बप्रतिच्छायासमापत्तिः परात्मनः ।
क्षीणवृत्तौ भवेद् ध्यानादन्तरात्मनि निर्मले ॥३॥ ૧. ૫ વિવું એવો પાઠ શ્રી દેવચંદ્રજી મ.શ્રીની આ ટીકામાં છે. પરંતુ બીજી ટીકાઓમાં તથા
સ્વોપજ્ઞ ટબામાં પવિત્ર પાઠ છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩૦
૭૮૫ ગાથાર્થ :- જેમ મણિમાં બિંબનો પડછાયો પડે છે તેમ ક્ષીણ થઈ છે વૃત્તિઓ જેની એવા નિર્મળ અંતરાત્મામાં ધ્યાન દ્વારા પરમાત્માનું પ્રતિબિંબ પડે છે તેને જ સમાપત્તિ કહેવાય છે. [૩
ટીકા :- “ વિસ્વ' તિ, યથા મu-રત્ન, વિસ્વસ્થ પ્રતિષ્ઠા , તથા अन्तरात्मनि-स्वात्मस्वरूपे परात्मनः-निर्मलात्मनः ध्यानात् समापत्तिः-सिद्धात्मत्वस्वात्मत्वैकतारूपा भवेत् । कथम्भूते अन्तरात्मनि ? निर्मले-कषायविकल्पमलरहिते । पुनः कथम्भूते ? क्षीणवृत्तौ-क्षीणा वृत्तिः पराजीविका यस्य स क्षीणवृत्तिः । तस्मिन् एव समापत्तौ ध्यानसिद्धिः भवति इत्थं पूर्वोक्तप्रकारेण । अन्यत्रोक्तम्
मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता ॥
(ત્રિશાન્નિશિવ-૨૦-૨૦) વિવેચન :- નિર્મળ મણિમાં અથવા નિર્મળ રત્નમાં અથવા નિર્મળ સ્ફટિકમાં જેમ બિંબની પ્રતિચ્છાયા (પ્રતિમાનું પ્રતિબિંબ) પડે છે. તેમ ધ્યાનદશાથી અંતરાત્મામાં પરમાત્માનું જે પ્રતિબિંબ પડે છે તેને સમાપત્તિ કહેવાય છે. અંતરાત્મામાં એટલે શુદ્ધ એવા પોતાના આત્માના સ્વરૂપમાં, પરમાત્માનું પ્રતિબિંબ એટલે નિર્મલ-શુદ્ધ આત્માનું પ્રતિબિંબ પડે છે તેને જ સમાપત્તિ કહેવાય છે.
સિદ્ધ પરમાત્માનો શુદ્ધ એવો આત્મા અને પોતાનો સત્તાગત રીતે શુદ્ધ એવો આત્મા આ બન્નેની જે એકતા-તન્મયતા-લયલીનતા તેનું નામ સમાપત્તિ. જેમ નિર્મળ સ્ફટિકમાં પ્રતિમાનું પ્રતિબિંબ પડે છે તેમ પોતાના આત્મામાં પરમાત્માના શુદ્ધ આત્માનું પ્રતિબિંબ, તેને સમાપત્તિ કહેવાય છે.
પ્રતિમાનું પ્રતિબિંબ સ્ફટિકમાં પડે છે પણ ક્યારે પડે છે ? સ્ફટિક અત્યન્ત નિર્મળચોખ્ખો હોય તો, તેમ અહીં પણ અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ ક્યારે પડે છે? જ્યારે અંતરાત્મા નિર્મળ હોય ચોખ્ખો હોય ત્યારે જ પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. નિર્મળ એટલે ક્રોધ-માન માયા અને લોભ એમ ચાર પ્રકારના કષાયો તથા મોહદશાના અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો, તે કષાયો અને વિકલ્પો રૂપી મેલથી રહિત જે આત્મા તે નિર્મળ આત્મા તેવા પ્રકારનો અંતરાત્મા જ્યારે બને છે ત્યારે જ આ પ્રતિબિંબ પડે છે.
વળી આ અંતરાત્મા કેવો થાય ત્યારે પ્રતિબિંબ પડે છે? તો જણાવે છે કે ક્ષીવૃત્તિ
Page #194
--------------------------------------------------------------------------
________________
૭૮૬
ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર
=
- ક્ષીણ થઈ ગઈ છે વૃત્તિઓ જેની એવો અંતરાત્મા, વૃત્તિ એટલે પરાશ્રયતા-પરદ્રવ્ય ઉપર નભવું, પરદ્રવ્યની પરાધીનતા, પરદ્રવ્યના આશ્રયે જ આજીવિકાનું ચાલવું-પાંચે ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થોની પરાધીનતા. આવી પરાધીનતા એટલે કે વૃત્તિઓ જેની ક્ષીણ થઈ ચૂકી છે તે અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. આવા પ્રકારના શ્રેષ્ઠ અંતરાત્મામાં પરમાત્માની વીતરાગતાનું પ્રતિબિંબ પડતાં તેની સાથે એકતારૂપ સમાપત્તિ થયે છતે પૂર્વે કહેલા પ્રકારે ધ્યાનની સિદ્ધિ થાય છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.શ્રીની બનાવેલી દ્વાત્રિંશદ્વાત્રિંશિકામાં પણ કહ્યું છે કે -
“નવું ઉજ્જ્વલ ઉત્તમ કિંમતી રત્ન હોય અને તેમાં જેમ પ્રતિબિંબ પડે તેમ ક્ષીણવૃત્તિવાળા અંતરાત્મામાં પરમાત્માનું તાત્મ્ય થવાથી અને તદંજનત્વ થવાથી પ્રતિબિંબ પડે તે આ મીલનને સમાપત્તિ કહેવાય છે.’’
તાત્મ્ય એટલે પરમાત્મામાં જે અનંતગુણો છે તે ગુણો પોતાના આત્મામાં પણ સત્તાગત રીતે. છે જ, આમ ગુણોના સંસર્ગનો આરોપ કરવો તે તાસ્થ્ય. અને પોતાના આત્માનો પરમાત્માના આત્માની સાથે અભેદારોપ કરવો તે તદંજનત્વ. પરમાત્માના ગુણો જેવા ગુણો મારામાં પણ સત્તાગત છે તે આ તાસ્થ્ય. મારો આત્મા અને પરમાત્માનો આત્મા સત્તાગત સ્વરૂપને આશ્રયી તુલ્ય છે આમ વિચારવું તે તદંજનત્વ. આ રીતે બન્નેની જે એકતા તે સમાપત્તિ જાણવી.
–
"
अन्तरात्मनि परमात्मनः - अभेदारोपो ध्यानफलं तच्च संसर्गारोपतो भवति । संसर्गश्चात्र निष्पन्नानन्ततात्त्विकसिद्धात्मनामुपयोगः, स च चलचित्तानामिन्द्रियरोधमन्तरेण न भवति । इन्द्रियरोधश्च जिनप्रतिमादिकारणमन्तरेण न जायते । अतः स्थापना तत्त्वोपकारकारिका ॥३॥
અંતરાત્મામાં (સાધક આત્મામાં) પરમાત્માનો અભેદ આરોપ કરવો તે ધ્યાનનું ફળ છે. જેમ “આજે સોનું વરસે છે” આમ જે કહેવાય છે ત્યાં વરસાદના પાણીમાં સોનાનો આરોપ કરાય છે. તથા ઘી આયુષ્યની સ્થિરતાનું કારણ છે એમ માનીને ‘‘આયુષ્કૃતમ્” ઘી એ જ આયુષ્ય છે આવો આરોપ કરાય છે. તેમ આત્મામાં પરમાત્માનો અભેદારોપ કરવો તે ધ્યાનનું ફળ છે.
તે અભેદારોપ સંસર્ગારોપથી થાય છે. માટે સંસર્ગારોપ કરવો પણ અત્યન્ત આવશ્યક છે. સંસર્ગારોપ એટલે “જે મહાપુરુષોને તાત્ત્વિક પોતાના અનંત ગુણો પ્રગટ થયા છે એવા સિદ્ધપરમાત્માના અનંત ગુણોને વિષે અંતરાત્માનો ઉપયોગ સ્થિર થવો તે સંસર્ગારોપ કહેવાય
Page #195
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાક- ૩૦
૭૮૭ છે. સિદ્ધ પરમાત્માના ગુણો અરૂપી હોવાથી અતીન્દ્રિય છે તેથી તેમાં ઉપયોગ સ્થિર કરવા ઈન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકવી તે ઈન્દ્રિયનિરોધ. આવા પ્રકારનો ઈન્દ્રિયનિરોધ કર્યા વિના ચંચલ ચિત્તવાળા એટલે કે અસ્થિર ભાવવાળા જીવોને આ સંસર્ગારોપ થવો શક્ય નથી.
સંસારમાં પણ તમારે જે કામ કરવું હોય તે કામમાં લીન થવું જોઈએ અને તે માટે તે કાળે તે કામ સિવાય બીજા કામોમાંથી ઈન્દ્રિયોને રોકી હોય તો જ વિવક્ષિત કાર્ય થઈ શકે છે તેમ અહીં પણ ઈન્દ્રિયનિરોધ કર્યો હોય, ચંચલચિત્ત અટકાવ્યું હોય તો જ સિદ્ધપરમાત્માના ગુણોની સાથે એકતા થવા રૂપ આરોપ સંભવે છે. અન્યથા આ એકાગ્રતા થવી શક્ય નથી. માટે ઈન્દ્રિયનિરોધ કરવો જરૂરી છે. અને આ ઈન્દ્રિયનિરોધ જિનેશ્વરપ્રભુની પ્રતિમા આદિ બાહ્યાલંબન રૂપ કારણ વિના થઈ શકતો નથી. ઉપકારક એવા કોઈ એક વિષયમાં ઈન્દ્રિયોને સ્થિર કરવામાં આવી હોય તો જ બાધકભાવોથી આ ઈન્દ્રિયોનો નિરોધ થઈ શકે છે. માટે જિનેશ્વર પરમાત્માની પ્રતિમા આદિની સ્થાપના કરવી, મૂર્તિની પ્રતિષ્ઠા આદિ કરવી, તે તાત્ત્વિક રીતે ઉપકાર કરનારી છે. મૂર્તિનો કે મૂર્તિની પ્રતિષ્ઠાનો વિરોધ કરવો અથવા ન માનવું તે અજ્ઞાનદશા છે.
તથા મૂર્તિમાં અને મૂર્તિની પ્રતિષ્ઠામાં જ રચ્યા પચ્યા રહેવું, તેને જ કૃતકૃત્યતા માની લેવી આ પણ અજ્ઞાન દશા જ છે. મૂર્તિ અથવા મૂર્તિની પ્રતિષ્ઠા, જિનમંદિર વગેરે શુભ આલંબન છે. આલંબનને પામીને પોતાના ગુણોનો ઉઘાડ કરવા રૂપ સાધ્ય સાધવાનું બાકી રહે છે. આનંદની લહરીઓ તો સાધ્યની સિદ્ધિથી થાય, સાધનમાત્રથી નહીં, માટે આ વિવેક રાખવો પણ જરૂરી છે. “કારણ વિના કાર્ય ન થાય આ વાત પણ સાચી છે અને કારણ થયું એટલે કાર્ય થઈ ગયું છે. આમ માની લેવું જોઈએ નહીં. પણ કાર્ય કરવાનું છે, હજુ તે કાર્ય બાકી છે - આમ માનવું જરૂરી છે. માટે જિનપ્રતિમાદિની સ્થાપના આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે સાધનભાવે ઉપકાર કરનારી છે. ૩
आपत्तिश्च ततः पुण्यतीर्थकृत्कर्मबन्धतः । तद्भावाभिमुखत्वेन, सम्पत्तिश्च क्रमाद् भवेत् ॥४॥
ગાથાર્થ :- સમાપત્તિથી પવિત્ર એવા તીર્થકર નામકર્મનો બંધ થવાથી આપત્તિ (જિનભક્તિ અને જિનભક્તિ સાથે તન્મયતા) પ્રાપ્ત થાય છે અને તે તીર્થકરપણાના ભાવને અભિમુખ થવાથી અનુક્રમે સંપત્તિ પ્રાપ્ત થાય છે. કા. ૧. અહીં આપત્તિઃ શબ્દનો અર્થ જિનભક્તિ અને જિનભક્તિની તન્મયતાની પ્રાપ્તિ અર્થ કરવો. પરંતુ
દુઃખ કે ઉપાધિ એવો અર્થ ન કરવો.
Page #196
--------------------------------------------------------------------------
________________
૭૮૮ ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર ટીકા :- “આપત્તિતિ” -પુનઃ સાપત્તિ-નિન વિતતન્મયત્વે, તત: પશ્ચાત્ "पुण्यतीर्थकृत्कर्मबन्धतः"-पुण्यप्रकृतिरूपं तीर्थकृद्-विश्वोपकारिसङ्घस्थापकातिशयरूपं नामकर्म, तस्य बन्धतः, तद्भावाभिमुखत्वेन तदुदययोगेन क्रमात् सम्पत्तिः भवेद्परमैश्वर्यं भवेत् । इदं च निरनुबन्धरूपं फलं दर्शितम् ॥४॥
વિવેચન :- ધ્યાતા, ધ્યેય અને ધ્યાન, આ ત્રણેની જે એકતા તેને સમાપત્તિ કહેવાય છે. આવા પ્રકારની સમાપત્તિ આવવાથી જિનેશ્વર પરમાત્માની ભક્તિ અને તે ભક્તિમાં તન્મયતા રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ જિનભક્તિ અને જિનભક્તિની તન્મયતાથી સર્વપુણ્યપ્રકૃતિઓમાં અત્યન્ત શ્રેષ્ઠ, વિશ્વનો ઉપકાર કરનારું અને ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરવા સ્વરૂપ અતિશયતાવાળું એવું જે તીર્થકર નામકર્મ છે તેનો બંધ થાય છે.
તીર્થકર નામકર્મનો બંધ છેલ્લેથી ત્રીજા ભવે થાય છે. આ બંધ થવાથી તે જીવ તીર્થંકરપણાના ભાવને અભિમુખ થાય છે. વચ્ચે દેવનો ભવ હોય ત્યારે અન્ય દેવો કરતાં પ્રભાવ આદિ અધિક હોવો, મનુષ્યનો ભવ આવે ત્યારે ગર્ભકાલે માતાને ચૌદ સ્વપ્ન આવવાં, જમકાલે સૌધર્મેન્દ્રાદિનું આવવું અને મેરુ પર્વત ઉપર જન્માભિષેકાદિ કરવો આવા પ્રકારના તીર્થંકરપણાના જે જે પ્રસંગો છે તેને અભિમુખ થતાં થતાં કેવલજ્ઞાન પામે ત્યારે તે તીર્થકર નામકર્મનો વિપાક ઉદય થવાના કારણે અનુક્રમે બાહ્ય અને અભ્યન્તર સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
ચોત્રીસ અતિશયો, છત્ર-ચામરાદિ વિભૂતિ, ત્રણ ગઢ, સમવસરણ, દેવદુંદુભિ આ સઘળી બાહ્ય સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આમ અનંત ચતુષ્ટય એ સઘળી અભ્યત્તર સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ ક્યાંય આસક્તિ નહીં, મમતા નહીં, માન-અભિમાન નહીં-એટલે નિરનુબંધ (નવો કર્મબંધ ન કરાવે તેવી સંપત્તિની પ્રાપ્તિ રૂપી ફળ જણાવ્યું.
આ રીતે આ જીવ સમાપત્તિથી જિનભક્તિરૂપ ફળની પ્રાપ્તિ, અને તે જિનભક્તિથી તીર્થકર નામકર્મનો બંધ, અને તેનાથી બાહ્ય-અભ્યત્તર નિરનુબંધ એવી સંપત્તિ આ જીવ પ્રાપ્ત કરે છે. જો
મથ ધ્યાનશૂન્યત્વેના સત્ન નેતિ રતિ - ઉપર જણાવ્યું તેમ ધ્યાનયુક્ત હોય તો જ આરાધના સફળ છે. અન્યથા એટલે કે ધ્યાનશૂન્યપણે જીવ કોઈ પણ આરાધના કરે તો તે સફળ નથી - આ વાત જણાવે છે -
इत्थं ध्यानफलाद्युक्तं, विंशतिस्थानकाद्यपि । कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे ॥५॥
Page #197
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક - ૩)
૭૮૯ ગાથાર્થ :- આ પ્રમાણે ધ્યાનના ઉપયોગપૂર્વક વિશસ્થાનકની આરાધના વગેરે પણ કરવી યોગ્ય છે (ઉચિત છે. ફળ આપનાર છે), પરંતુ કષ્ટમાત્ર રૂપે કરાતી આરાધના તો આ સંસારમાં અભવ્ય જીવોમાં પણ દુર્લભ નથી. પણ
ટીકા :- “સ્થતિ ફર્થ-પૂર્વોવનપ્રશ્નારેબ, થાનના-ત્રિવિધ્યાનોપયોકાર્ विंशतिस्थानकाद्यपि-विंशतिस्थानतपःप्रमुखं गुणिबहुमानेन, युक्तं-कर्तुमुचितम् । अभव्यानां तु-अन्यत् सम्यग्दर्शनादिगुणिबहुमानध्यानोपयोगशून्यं विंशतिस्थानादितपोव्यूह कष्टमात्रं-कायक्लेशरूपं भवे-संसारे, नो दुर्लभं बाह्याचरणं जैनोक्तमपि बहुशः अभव्यैः कृतपूर्वमिति ॥५॥
| વિવેચન :- ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા એ સમાપતિ, તેના ફળ રૂપે જિનભક્તિની તન્મયતા એ આપત્તિ. (પ્રાપ્તિ) કહેવાય છે અને તેના ફળ રૂપે તીર્થંકર નામકર્મનો બંધ થવાથી બાહ્ય-અભ્યત્તર સંપત્તિ એમ ધ્યાનનાં ત્રણ પ્રકારનાં ક્રમશઃ ફળો છે. ધ્યાનથી જીવની કેવી અને કેટલી ઊર્ધ્વગતિ થાય છે તે આ ગાળામાં સમજાવ્યું છે.
આ સમજાવ્યા પ્રમાણે સમાપત્તિ, આપત્તિ (પ્રાપ્તિ) અને સંપત્તિ એમ ત્રણ પ્રકારનું ધ્યાનફળ છે. તેવા પ્રકારના ઉપયોગ પૂર્વક કરાયેલ વિશસ્થાનકનો તપ વગેરે યોગ્ય છે. કારણ કે તે તપ કરતાં વિશસ્થાનકમાં જે જે સ્થાનની આરાધના કરાય છે. તે તે સ્થાનમાં વર્તતા ગુણી પુરુષો પ્રત્યેનું હૃદયમાં અત્યન્ત બહુમાન વર્તે છે. કારણ કે ધ્યેયની સાથે એકાગ્રતા છે માટે આવા પ્રકારના ગુણી પુરુષો ઉપરના બહુમાનપૂર્વક કરાતો તપ તીર્થકર નામકર્મના બંધ દ્વારા આપત્તિ (પ્રાપ્તિ) અને સંપત્તિ આપનાર બને છે માટે કરવો ઉચિત છે.
આવા પ્રકારના ઉપયોગથી શૂન્ય તપ આત્માના કલ્યાણ કરનારો થતો નથી, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકક્યારિત્રાદિ ગુણો જેમાં છે એવા ગુણવાન પુરુષોના બહુમાન રૂપ ધ્યાનનો ઉપયોગ જ્યાં નથી એવું વીશસ્થાનકાદિનું કરાતું તપ વગેરે (તથા ભિન્ન ભિન્ન જાતના તપનો સમૂહ), તે કષ્ટમાત્ર જાણવું, કાયાને ક્લેશમાત્ર આપનારું જાણવું, ગુણીના બહુમાનના ઉપયોગ રૂપ ધ્યાનથી શૂન્ય તપ આત્માના કલ્યાણને કરનારું નથી. આવું તપ આ સંસારમાં દુર્લભ નથી. અભવ્ય જીવો પણ આવું ઉપયોગશૂન્ય તપ ઘણીવાર કરે છે. જૈનશાસ્ત્રોમાં કહેલું એવું તપ ઉપયોગ શૂન્યપણે અભવ્ય જીવો વડે પણ ભૂતકાળમાં ઘણીવાર કરાયું છે. તેનાથી આત્માનું કલ્યાણ બીલકુલ થતું નથી.
સારાંશ એ છે કે ગુણિનું બહુમાન હૃદયમાં આવવું જોઈએ અને તે બહુમાન ઉપરોક્ત ધ્યાન દ્વારા આવે છે. પણ
Page #198
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસારે
७८०
ध्यानाष्ट - 30 अथ ध्यानकारकस्य स्वस्वरूपं निदर्शयन् श्लोकत्रयमाह
હવે ધ્યાન કરનારા ધ્યાતાનું પોતાનું વિશેષ સ્વરૂપ જણાવતાં ત્રણ શ્લોકો દ્વારા આ વિષય દેખાડે છે.
जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः । सुखासनस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः ॥६॥ रुद्धबाह्यमनोवृत्तेर्धारणाधारया रयात् । प्रसन्नस्याप्रमत्तस्य चिदानन्दसुधालिहः ॥७॥ साम्राज्यमप्रतिद्वन्द्वमन्तरैव वितन्वतः । ध्यानिनो नोपमा लोके सदेवमनुजेऽपि हि ॥८॥
ગાથાર્થ - જિતી છે ઈન્દ્રિયો જેણે એવો, ધીર સ્વભાવવાળો, પ્રશાન્ત હૃદયવાળો, સ્થિર છે આત્મા જેનો એવો, સુખપૂર્વક આસન ઉપર બેઠેલો, નાસિકાના અગ્રભાગ ઉપર સ્થાપિત કર્યું છે નેત્ર જેણે એવો અને યોગદશા સંપન્ન એવો, Ill
ધ્યેય ઉપર ચિત્તને સ્થિર બાંધવા રૂપ ધારણાની ધારા વડે વેગપૂર્વક રોકી છે બાલ્વેન્દ્રિયોને અનુસરનારી મનની વૃત્તિ જેણે એવો, પ્રસન્ન મુદ્રાવાળો, પ્રમાદ વિનાનો, જ્ઞાનના આનંદરૂપ અમૃતનો આસ્વાદ માણનારો એવો જીવ, IIણી
પોતાના આત્માની અંદર જ અનુપમ આત્મદશાના અનુભવ રૂપી સામ્રાજ્યને વિસ્તારવા રૂપ ધ્યાનવાળો જે આત્મા છે તેને સમજાવવા માટે દેવ-માનવથી ભરેલા એવા સમસ્ત આ લોકમાં કોઈ ઉપમા મળતી નથી. II૮.
टीst :- "जितेन्द्रियेति" "रुद्धबाह्येति" "साम्राज्यमिति" एवंविधस्य ध्यानिनः हीति निश्चितम्, सदेवमनुजेऽपि लोके-ससुरनरे लोके । तिर्यग्नारकाग्रहणं तु तयोर्दुर्गतित्वात् । इत्यनेन त्रिभुवने उपमानासादृश्यम् । तत्त्वज्ञानानुभवलीनस्य सहजानन्दविलासकस्य तुलना केन क्रियते ? इति । किं कुर्वतस्तस्य ? अन्तरेव -आत्मान्तरमध्ये एव अप्रतिद्वन्द्वं-बाह्याभ्यन्तरविपक्षरहितं सर्वपरभावागम्यं साम्राज्यं -स्वगुणसम्पत्स्वभावपरिवारोपेतं राज्यं स्वाधीनं वितन्वतः-विस्तारयतः स्वगुणानन्दासङ्ख्येयप्रदेशनिर्व्याघातं स्वराज्यमनुभवतः । अतः सर्वाण्यपि षष्ठ्यन्तानि ध्यानिनो विशेषणानि संयोज्यानि ।
Page #199
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ધ્યાનાષ્ટક- ૩૦
૭૯૧ વિવેચન :- આ ત્રણ ગાથામાં કહેવાતાં વિશેષણોવાળા ધ્યાન કરનારા મહાત્માને સરખાવી શકાય, ઉપમાથી સમજાવી શકાય એવી કોઈ વસ્તુ, દેવ અને મનુષ્યોથી ભરેલા આ વિશ્વમાં નથી, સારાંશ કે આખો આ લોક અસંખ્ય દેવો અને અપાર મનુષ્યોથી ભરપૂર ભરેલો છે. પણ તેમાં કોઈ એવો જીવ નથી કે જે જીવને ધ્યાનસ્થ એવા આ મુનિની સાથે સરખાવી શકાય. અહીં મૂલશ્લોકમાં હિ શબ્દ છે તેનો અર્થ નિશ્ચિત કરવો, એવી કોઈ ઉપમા જ નથી કે જેની સાથે આ મહાત્માને સરખાવી શકાય, તથા આ લોક દેવ-મનુષ્યતિર્યંચ અને નારકીના જીવો, એમ ચાર પ્રકારની ગતિના જીવોથી ભરેલો છે. છતાં અહીં મૂલગાથામાં દેવમનુને લખીને તેમાં જે તિર્યંચ અને નરકનું ગ્રહણ કર્યું નથી તેનું કારણ એ છે કે તે બન્ને ગતિ તો ઘણી હલકી જ છે જો ઊંચી ગતિમાં ઉપમા મળતી નથી તો નીચી ગતિમાં તો ઉપમા મળવાની જ ક્યાં છે? એમ સમજીને દુર્ગતિ હોવાથી તે બન્ને ગતિનું અગ્રહણ કરેલ છે. આ રીતે વિચારતાં ત્રણે ભુવનમાં પણ આ મહાત્માને સમજાવી શકાય એવી ઉપમાનું સાદેશ્ય પ્રાપ્ત થતું નથી અર્થાત્ અનુપમ છે.
સંસારમાં રહેલ સર્વે જીવો (પછી ભલે તે દેવ હોય અથવા મનુષ્યાદિ હોય તો પણ) ઈન્દ્રિયોના સુખમાં અને ભોગવિલાસમાં ડુબેલા છે અને આ ધ્યાનસ્થ મહાત્મા તો આત્મતત્ત્વના જ્ઞાનના અનુભવમાં લીન થયેલા છે. આત્માના ગુણોના અનુભવનો જે સહજ આનંદ છે તેમાં વિલાસ કરનારા છે અર્થાત્ સ્વભાવસુખમાં મગ્ન છે. તે મહાત્માની તુલના કોની સાથે કરાય? અર્થાત્ કોઈની સાથે તુલના ન કરી શકાય તેવા આ મહાત્મા છે.
આ મહાત્મા એવું તે શું કાર્ય કરે છે? કે જેથી તેમની તુલના લોકમાં પ્રાપ્ત થતી નથી. તો જણાવે છે કે – આ મહાત્મા પોતાના આત્માની અંદરના મધ્યભાગમાં જ જ્યાં કોઈ બાહ્યશત્રુ પણ નથી અને જ્યાં કોઈ અભ્યત્તર શત્રુ પણ નથી એવું સર્વથા અપ્રતિસ્પર્ધી = શત્રુ વિનાનું રાજ્ય ભોગવે છે. સર્વથા પરભાવથી અગમ્ય એવું સામ્રાજ્ય ભોગવે છે. પોતાના જ ગુણોની સંપત્તિ રૂપ સ્વભાવદશાના પરિવારથી યુક્ત એવું અને સ્વાધીન એવું આત્મગુણોનું રાજ્ય ભોગવે છે તથા પોતાના જ ગુણોના આનંદથી વ્યાપ્ત એવા અસંખ્ય આત્મપ્રદેશોમાં કોઈપણ પ્રકારનો વ્યાઘાત ન થાય તેવી રીતનું રાજ્ય અનુભવે છે. સંસારના રાજાઓનાં રાજ્યો પરાધીન હોય છે અંદરના અને બહારના અનેક શત્રુઓવાળાં હોય છે. પરિમિત આનંદવાળાં હોય છે. જ્યારે આ મુનિમહાત્માનું આત્મગુણોનું સામ્રાજ્ય અલૌકિક છે તેથી ચરાચર એવા આ લોકમાં તેની ઉપમા ઘટતી નથી. (આ આઠમા શ્લોકનો ભાવાર્થ થયો). આ કારણથી છઠ્ઠા અને સાતમાં શ્લોકમાં ષષ્ઠી વિભક્તિ જેને અંતે છે એવાં સર્વે પણ વિશેષણો આ ધ્યાનમાં જોડવાં.
Page #200
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર
ધ્યાનવાન આ મહાત્મા પોતાના આત્માની અંદર જ સ્વાધીન, અજાતશત્રુવાળું ગુણોના આનંદ રૂપ સામ્રાજ્ય ભોગવે છે માટે તેઓને ઉપમાથી સરખાવી શકાય એવી કોઈ ઉપમા આ સંસારમાં મળતી નથી.
૭૯૨
થભૂતસ્ય ધ્યાનિન: ? આ ધ્યાની મહાત્મા કેવા છે ? આ વાત ૧૧ વિશેષણો વડે હવે સમજાવે છે.
जितेन्द्रियस्य- जितानि स्वरूपोपयोगीकृतानि पौद्गलिकवर्णादिष्वपरिणमनाद् जितानि इन्द्रियाणि येन सः, तस्य । धीरस्य स्ववीर्यसामर्थ्येन परीषहोपसर्गेऽकम्पस्य स्वरूपनिष्ठस्य । पुनः प्रशान्तस्य कषायनोकषायोद्रेकरहितस्य । धीरः प्रशान्त एव आत्मानमास्वादयति, पुनः स्थिरात्मनः स्थिरः आत्मस्वरूपरमणे आत्मा यस्य सः, तस्य । सुखासनस्य - साधनपरिणतौ सुखमय आत्मा यस्य सः, तस्य । पुनः नासाग्रन्यस्तनेत्रस्य नासाग्रे चापल्यरोधनाय न्यस्ते स्थापिते नेत्रे येन सः, तस्य । योगिनः- सम्यग्दर्शनज्ञानचारित्ररत्नत्रयीपरिणतस्य ॥६॥
પરમાત્માનું (એટલે કે પરમ એવા પોતાના આત્માનું) ધ્યાન કરનારા જ્ઞાની મહાત્મા પુરુષ કેવા હોય છે ? તે અનુક્રમે ૧૧ વિશેષણો વડે સમજાવે છે.
(૧) ખિતેન્દ્રિયસ્ય - જે મહાત્માએ ઈન્દ્રિયો જિતી છે તે, એટલે કે ઈન્દ્રિયો ઉપર કંટ્રોલ મેળવ્યો છે તે, અર્થાત્ પોતાની પાંચે ઈન્દ્રિયોને અને મનને આત્મસ્વરૂપમાં રમણતાના જ માત્ર ઉપયોગવાળી કરી છે અને પુદ્ગલ સંબંધી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં જે આસક્તિભાવ પૂર્વકાળે હતો તે ત્યજીને તેમાં પરિણામ ન પામે એવી રીતે જિતી છે ઈન્દ્રિયો જેણે એવા આ મહાત્મા પુરુષ છે.
(૨) ધીરસ્ય ધીરજગુણવાળા એટલે કે પોતાના આત્માનું વીર્ય પ્રગટ કરવાના સામર્થ્ય થકી ગમે તેવા પ્રબળ પરીષહ-ઉપસર્ગો આવે તો પણ અકંપ રહેનારા અને આત્મસ્વરૂપમાં જ સ્થિર રહેનારા એવા જે મહાત્મા તે ધીર.
(3) प्रशान्तस्य વળી અતિશય શાન્તસ્વભાવવાળા એટલે કે ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર કષાય અને હાસ્યાદિ નવ નોકષાયોની પરિણતિ વિનાનો જે આત્મા ધીરસ્વભાવવાળો હોય તે પ્રશાન્ત જ હોય છે અને આવો ધીર તથા પ્રશાન્ત જીવ જ આત્મતત્ત્વનો (આત્મતત્ત્વના ગુણોનો) આસ્વાદ માણી શકે છે.
www
Page #201
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ધ્યાનાષ્ટક - ૩૦
૭૯૩
(૪) સ્થિરાત્મનઃ - વળી આત્માના સ્વરૂપની રમણતા કરવામાં એટલે કે આત્માના ગુણોમાં જ ૨મણતા કરવાનો આનંદ માણવામાં સ્થિર-અચલિત સ્વભાવવાળો છે આત્મા જેનો એવા મહાત્મા.
(૫) સુહ્વાસનસ્ય - આત્મતત્ત્વની સાધનામાં સુખપૂર્વક બેઠેલા-સુખમય છે આસન જેનું અર્થાત્ આત્મતત્ત્વની ગુણોપાસના કરવાની પરિણિતમાં જ સુખમય (આનંદ આનંદ માનનારો) છે આત્મા જેનો એવા મહાત્મા.
(६) नासाग्रन्यस्तनेत्रस्य ચંચલતા-અસ્થિરતા રોકવા માટે નાસિકાના અગ્રભાગ ઉપર સ્થાપન કર્યાં છે બન્ને નેત્રો જેણે એવા મહાત્મા, નેત્રનો એવો સ્વભાવ છે.કે દૃષ્ટિમાં આવનારા સજીવ-નિર્જીવ પદાર્થો ઉપર ફર્યા કરવું અને તેના વદિ બાહ્ય ગુણો જોઈને અંજાયા કરવું. રાગ-દ્વેષના પરિણામમાં જવું. અને તેનાથી વિકારી થવું આવા પ્રકારની આવતી વિભાવપરિણતિને રોકવા માટે જ બન્ને નેત્રોને નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરવામાં આવે છે. જેથી આવા વિકારી ભાવો ન થાય.
(૭) યોશિન: - આત્માને મોક્ષની સાથે જોડે તેને યોગ કહેવાય છે. નિશ્ચયનયથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ રત્નત્રયીનો જે પરિણામ એ જ મોક્ષનો માર્ગ છે અને વ્યવહારનયથી તેના ઉપાયભૂત ગુરુવિનયાદિને યોગ કહેવાય છે. આવી રત્નત્રયીમય પરિણામ રૂપ યોગદશામાં અને ગુરુવિનય આદિ ઉપાયોમાં જે મહાત્મા પરિણામ પામ્યા છે તે યોગી.
ઉપરોક્ત સાત વિશેષણોવાળા મહાત્મા ધ્યાન ધરવાવાળા છે અને આ લોકમાં ઉપમા ન આપી શકાય તેવા છે. આમ સાત વિશેષણોનું વર્ણન છઠ્ઠી ગાથામાં થયું. બાકીનાં ચાર વિશેષણો હવે સાતમી ગાથામાં સમજાવે છે.
रुद्धबाह्य (मनो) वृत्तेः- रुद्धा बाह्येन्द्रियानुसारिणी मनसो वृत्तिर्येन सः, तस्य । इन्द्रियानुयायिमनोवृत्तिनिवृत्तस्य, कस्माद् ? धारणाधारया रयात् - ध्येये चित्तस्य स्थिरबन्धनं धारणा, तस्या धारा तया, रयाद् - वेगाद् । रुद्धमनसः तत्त्वध्यानं सुनिश्चितं भवति । पुनः प्रसन्नस्य - कालुष्यरहितस्य, अप्रमत्तस्य- अज्ञानाद्यष्टप्रमादनिवृत्तस्य । પુન: વિવાનનસુધાનિહઃ - ચિત્ જ્ઞાનં, તસ્યાનન્ત:, સ વ સુધા અમૃત, તાં તેઢીતિ, तस्य लिह: - ज्ञानानन्दास्वादकस्य एतादृशस्य ध्यानिनः आत्मिकसाम्राज्यानुभवं विस्तारयतः तुल्यत्वं केन भवति ? न केनापि ॥७॥
Page #202
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાષ્ટક - ૩૦
अतः सर्वपरभावपरित्यागस्वरूपावलोकनतत्त्वैकत्वध्यानामृतस्वभोग्यभोक्तुः परमसाम्राज्यम् । अतः सर्वप्रकारेण तदेव करणीयम् । यदर्थं रचयन्ति यमनियम - प्रचारान्, संकोचयन्ति शरीरमासनमुद्रादिभिः साधयन्ति रेचकपूरककुम्भकैः प्राणम्, वसन्ति निर्जने वने, त्यजन्ति सर्वेन्द्रियविषयान्, तत्साम्यसुखमूलमात्मैकत्वोपयोगं साध्यं स्वहितार्थिभिः ॥८ ॥
॥ इति व्याख्यातं ध्यानाष्टकम् ॥
(૮) હ્રદ્ધવાદ્ય (મનો) વૃત્ત: શરીરમાં બહાર દેખાતી જે ઈન્દ્રિયો છે તેને બાહ્યેન્દ્રિય કહેવાય છે તે પાંચ બાહ્મેન્દ્રિય છે. દરેક ઈન્દ્રિયો એક એક વિષયને જાણવામાં સહકારી કારણ છે અર્થાત્ નિમિત્ત કારણ છે. સ્પર્શનેન્દ્રિય સ્પર્શને જાણવામાં, રસનેન્દ્રિય રસને જાણવામાં, ઘ્રાણેન્દ્રિય ગંધને જાણવામાં, ચક્ષુરિન્દ્રિય રૂપને જાણવામાં અને શ્રોત્રેન્દ્રિય શબ્દને જાણવામાં નિમિત્તકારણ છે. તેમાં મન ભળવાથી રાગ અને દ્વેષ થાય છે. તે તે ઈન્દ્રિયથી તે તે વિષય જાણીને તેમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ અર્થાત્ રાગ -દ્વેષવાળી આત્મ પરિણતિ જ નવો કર્મબંધ કરાવવામાં કારણ બને છે. તેથી યોગીપુરુષો પોતાના મનને બાહ્ય ઈન્દ્રિયોના આધીનપણે પ્રવર્તાવતા નથી. બાહ્ય ઈન્દ્રિયોને અનુયાયી મનની જે પ્રવૃત્તિ હતી તેને અટકાવનારા આ યોગી પુરુષ હોય છે. તે તે ઈન્દ્રિયો દ્વારા તે તે વિષયો જાણવા છતાં, અનુભવવા છતાં, તેમાં રાગ-દ્વેષ અને ઈષ્ટાનિષ્ટ બુદ્ધિને ન કરનારા હોય છે.
૭૯૪
-
"
જ્ઞાનસાર
પ્રશ્ન :- ઈન્દ્રિયોને આધીનપણે પ્રવર્તતા મનને અટકાવવામાં યોગી પુરુષો કેમ સફળ થાય છે ? કેમ સમર્થ બને છે ?
ઉત્તર :- ધારાધારવા વેત્ = ધ્યેય એવા પરમાત્મામાં ચિત્તને સ્થિર કરવું તે ધારણા. યોગદશાનાં આઠ અંગોમાંનું આ એક અંગ છે. તેની તીવ્ર ધારા તે કાલે પ્રવર્તે છે. તેના કારણે યોગી પુરુષો વેગે વેગે મનને અટકાવી શકે છે મનને ધ્યેય એવા પરમાત્માના ગુણોના ધ્યાનમાં જ જોડી દીધું છે. તેથી તે મન ઈન્દ્રિયોના વિષયોમાં જોડાતું નથી અને રાગાદિ વિકારો થતા નથી. તેનાથી કર્મના આશ્રવો થતા નથી. તથા મનને વિકારી ભાવોથી અટકાવ્યું હોય તો જ તત્ત્વજ્ઞાન નિશ્ચિતપણે થાય છે. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ પ્રકારનું વિઘ્ન ઉપસ્થિત થતું નથી.
(૯) પ્રસન્નસ્થ આ યોગી સદાકાલ પ્રસન્ન મુદ્રાવાળા અને પ્રસન્ન હૃદયવાળા
Page #203
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ધ્યાનાષ્ટક - ૩૦
૭૯૫
હોય છે કારણ કે હૃદયમાં કોઈપણ પ્રકારના ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-વાસના કે વિકાર આદિ કલુષિત ભાવો નથી, જે આત્મામાં કલુષિતભાવો હોય છે તે જ ચિંતાઓના કારણે અપ્રસન્ન હૃદય અને અપ્રસન્ન મુખમુદ્રાવાળા હોય છે. જેમાં કલુષિતતા નથી તે નિરુપાધિક હોવાથી સદા પ્રસન્ન પ્રસન્ન જ હોય છે.
(૧૦) અપ્રમત્તસ્ય અજ્ઞાન આદિ આઠ પ્રકારના પ્રમાદ વિનાના આ યોગી જાણવા. અજ્ઞાન આદિ આઠ પ્રમાદો પ્રવચનસારોદ્વાર દ્વાર ૨૦૭ અને ગાથા ૧૨૨૨–૧૨૨૩ ને અનુસારે આ પ્રમાણે છે -
-
माओ य मुणिंदेहिं, भणिओ अभेओ ।
अण्णाणं संसओ चेव, मिच्छानाणं तहेव य ॥१२२२ ॥
रागो दोसो सइब्भंसो, धम्मम्मि य अणायरो |
जोगाणं दुप्पणिहाणं, अट्ठहा वज्जियव्वओ ॥१२२३॥
મુનીશ્વર પુરુષો વડે પ્રમાદ આઠ પ્રકારનો કહેવાયો છે. (૧) અજ્ઞાન (૨) સંદેહ (૩) વિપરીતજ્ઞાન (૪) રાગ (૫) દ્વેષ (૬) વિસ્મરણશીલતા (૭) ધર્મમાં અનાદર અને (૮) મન-વચન-કાયાનું દુષ્ટતાકરણ.
(૧૧) વિવાનન્વસુધાનિ જ્ઞાનના આનંદરૂપી અમૃતનો આસ્વાદ માણનારા આ યોગી હોય છે. અર્થાત્ જ્ઞાનના આનંદની નિરંતર મસ્તી હોય છે. તેનો જ આસ્વાદ તેઓને અમૃતથી પણ અધિક મધુર લાગે છે. તેમાં જ રચ્યા-પચ્યા રહે છે.
ઉપરોક્ત અગિયાર વિશેષણોથી યુક્ત એવા યોગી પુરુષ જ્યારે ધ્યાનદશામાં વર્તતા હોય છે ત્યારે અનુપમ એવા આધ્યાત્મિકદશાના શ્રેષ્ઠ સામ્રાજ્યનો અનુભવ કરતા હોય છે આવા આધ્યાત્મિક દશાના શ્રેષ્ઠ સામ્રાજ્યના અનુભવને દિન-પ્રતિદિન પોતાના આત્મામાં વૃદ્ધિ પમાડતા મહાયોગીની તુલના-સરખામણી આ લોકમાં કોની સાથે કરી શકાય ? અર્થાત્ કોઈની સાથે ન કરી શકાય.
આ રીતે વિચાર કરીશું તો નક્કી સમજાશે કે સર્વથા પરભાવદશાનો ત્યાગ કરીને, શુદ્ધ-નિર્મળ આત્મસ્વરૂપનું જ માત્ર અવલોકન કરીને આત્મતત્ત્વની સાથે ઐક્યતા કરવામય ધ્યાન ધરવા રૂપ અમૃત જ સ્વભોગ્ય છે. બાકી બધું વિષપાન-તુલ્ય છે. આવા પ્રકારનું શ્રેષ્ઠ ધ્યાન રૂપી અમૃત જે સ્વભોગને યોગ્ય છે તેને ભોગવનારા યોગીને પરમ સામ્રાજ્ય હોય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાષ્ટક - ૩૦
જ્ઞાનસાર
કોઈ પરદ્રવ્યની આધીનતા નહીં, કોઈ પરદ્રવ્યની અપેક્ષા નહીં, કોઈ પરદ્રવ્યની મમતા નહીં, પોતાના આત્મગુણોની સાથે જ આનંદ, તેમાં જ સંપૂર્ણતા, આવું સામ્રાજ્ય યોગીને હોય છે. આ સામ્રાજ્ય તો જે માણે તે જ જાણે, વાચાથી સમજાવી પણ ન શકાય. અદ્ભુત, અનુપમ અને સર્વથા પરથી નિરપેક્ષ હોય છે. માટે આત્માર્થી જીવે સર્વ પ્રકારે તેવા સામ્રાજ્યની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.
૭૯૬
આવા પ્રકારનું સર્વથા પરથી નિરપેક્ષ આત્મતત્ત્વનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવા માટે યોગી પુરુષો યમ-નિયમ આદિ ભેદોને જીવનમાં આચરે છે, આસન અને ભિન્ન ભિન્ન મુદ્રાઓ દ્વારા પોતાના શરીરનો સંકોચ કરે છે. રેચક-પૂરક અને કુંભક એવા પ્રાણાયામ દ્વારા શુદ્ધ પ્રાણને સાધે છે. મોહસંજ્ઞાને તોડવા માટે નિર્જન જંગલમાં રહે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોને ત્યજે છે. તેથી જે આત્માઓએ પોતાના આત્માનું હિત કરવું છે તેવા સ્વહિતાર્થી આત્માઓએ “સમભાવદશાનું અનંત અનંત સુખ છે મૂલમાં જેને” એવા પ્રકારના આત્માના ગુણોની સાથે એકતા-તન્મયતાના ઉપયોગને જ સાધ્ય બનાવવો જોઈએ. ભોગસુખોની બુદ્ધિ રાગાદિ કરાવવા દ્વારા સંસાર પરિભ્રમણ કરાવનારી છે. પુણ્ય-પાપકર્મને આધીન તેની પ્રાપ્તિ છે; પરાધીન છે. પરપદાર્થ છે. આત્માનું સ્વરૂપ નથી. માટે ઉત્તમ આત્માઓએ તે પરપદાર્થની મમતા-મૂર્છા ત્યજીને સ્વગુણરમણતાનો જ આશ્રય કરવો જોઈએ. આ પ્રમાણે ત્રીશમા ધ્યાનાષ્ટકના અર્થનું વિવેચન સમાપ્ત થયું. ॥૮॥
ત્રીશમું ધ્યાનાષ્ટક સમાપ્ત
Page #205
--------------------------------------------------------------------------
________________
॥ अथ एकत्रिंशत्तमं तपोऽष्टकम् ॥
अथ तपोऽष्टकं वितन्यते । तत्र पौद्गलिकसुखाभिलाषराणां यत्कष्टक्षमणम्, अथवा लोकसज्ञाभीतानां पराधीनानां दीनतया आहारत्यागरूपं न तपः, आश्रवमूलत्वेन कषायोदयाश्रितत्वात् कर्मबन्धकत्वाच्च । पूर्वान्तरायोदयासातावेदनीयविपाक एव श्रीप्रज्ञापनावृत्तौ निरूपित एव । आचाराङ्गचूर्णौ चापि "अङ्गत्थसुत्तं सव्वमवि विवागं" इति वचनात् ।
अतोऽभिनवेन्द्रियसुखाभिलाषरहितस्य निर्मलात्मद्रव्यसाधकस्य कष्टाचरणं तप इति । अत्र पञ्चवस्तुके उपवासादिषु असातानिर्जरेति, भोजने सातानिर्जरा साम्ये उपवासादिकरणं किमर्थमिति ? तत्रोच्यते-भोजनादिषु षटकायपरिमन्थः, उपवासे च तदभावाद् अशुभनवकर्मबन्धाभावे संवरपूर्वकसकामनिर्जरामूलत्वाद् हितम् ।
હવે તપ અષ્ટક સમજાવાય છે. ધ્યાન એ તપનો જ એક ભેદ હોવાથી અને બાહ્યતપ તથા સ્વાધ્યાયાદિ અભ્યત્તર તપ ધ્યાનમાં વિશિષ્ટપણે ઉપકારક-સહાયક હોવાથી ધ્યાનાષ્ટકની પછી તપ અષ્ટકનું વર્ણન કરાય છે.
પુદ્ગલ સંબંધી પાંચ ઈન્દ્રિયોનાં સુખોની જ અભિલાષામાં રાંક બનેલા (અર્થાત્ ભોગના અભિલાષી બનેલા) જીવોનું જે દુઃખ સહન કરવા રૂપ કષ્ટકારી તપ છે તે તપ નથી, તથા લોકસંજ્ઞાથી ભયભીત થયેલા અને પરાધીન જીવોએ દીનતાપૂર્વક આહારના ત્યાગ રૂપ કરેલો જે તપ છે તે પણ તપ કહેવાતો નથી. સારાંશ કે આ ભવમાં કંઈક તપ કર્યો હશે તો ભવાન્તરમાં સ્વર્ગનાં સુખ, દેવેન્દ્રપણું, ચક્રવર્તીપણું, રાજરાજવીપણું ઈત્યાદિ સુખો મળશે, આ ભવમાં પણ માન-પાન-પ્રતિષ્ઠા અને વિશિષ્ટ વસ્તુની પ્રભાવના મળશે. આમ પૌલિક સુખોની જ અભિલાષા રાખીને જે તત્ત્વ ન સમજેલા અજ્ઞાની જીવો તપ કરે છે તે તપ, તપ કહેવાતો નથી કારણ કે આ ભવ અને પરભવમાં સાંસારિક સુખો મેળવવાની અભિલાષામય રાગદશા રૂપ કષાયના ઉદયનો આશ્રય છે માટે તથા તેવા રાગના કારણે નવાં નવાં કર્મ બંધાતાં હોવાથી આશ્રવ મૂલક આ તપ છે. માટે જે તપ આશ્રવ કરાવે તેને તપ કેમ કહેવાય ?
તથા આજે પજુસણ પર્વ ચાલે છે જો હું કંઈ તપ નહીં કરું તો લોકો મને ખાઉધરો કહેશે આવી જે લોકસંજ્ઞા, તેનાથી ભયભીત થઈને, કોઈ મને ખાઉધરો ન કહે અને મારું
૧૯
Page #206
--------------------------------------------------------------------------
________________
૭૯૮ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર ખરાબ ન લાગે માટે હું આજે તપ કરું આમ સમજીને લોકસંજ્ઞાના ભયથી જે તપ કરે તથા ખાવા-પીવાના વિષયમાં પરાધીન હોય અને પર પાસેથી આહાર-પાણી ઉપલબ્ધ થાય તેમ ન હોય એટલે તપ કરવાની ઈચ્છા ન હોય તો પણ દીનતાથી (લાચારીથી) જે તપ કરવો પડે તે તપ પણ તપ કહેવાતો નથી. કારણ કે આ તપમાં પણ લોકસંજ્ઞાનો ભય, માનસંજ્ઞા, મારું ખરાબ ન દેખાવું તથા પરાધીનતા વગેરે કારણોથી કરાતા તપમાં ઉદ્વેગ અને આહાર ન આપનારા ઉપર દ્વેષ-ક્રોધ ઈત્યાદિ કષાયોના ઉદયનો આશ્રય હોવાથી અને તેના કારણે નવા નવા કર્મના બંધનું કારણ હોવાથી આ તપ પણ તપ કહેવાતો નથી. જે તપની પાછળ કષાયોની માત્રા કામ કરતી હોય અને કષાયોના કારણે તથા આર્ત-રૌદ્રધ્યાનના કારણે નવો નવો કર્મબંધ થતો હોય તે તપ, તપ કહેવાતો નથી.
આ ભવમાં કે પરભવમાં પૌદ્ગલિક સુખોની લાલસાથી જે તપ કરાય, લોકસંજ્ઞાના ભયથી જે તપ કરાય તથા પરાધીનતાના કારણે આહાર-પાણી ન મળવાથી જે તપ કરાય તે પૂર્વભવમાં બાંધેલા અંતરાયકર્મ અને અસાતાવેદનીય કર્મનો વિપાકોદય જ સમજવો. આ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપનાજી સૂત્રની ટીકામાં કહ્યું છે. મોહદશા પૂર્વક કરાયેલા તપને નિર્જરા કરાવે એવો તપ કહેવાતો નથી આવો જે તપ કરાય છે તે પૂર્વકૃત અંતરાયકર્મ અને સુધાતૃષાદિ વેદનીયકર્મનો ઉદય માત્ર જ સમજવો.
આચારાંગની ચૂર્ણિમાં પણ આમ જ કહેલ છે.
ઉપરની ચર્ચાથી સમજાશે કે આ ભવસંબંધી કે પરભવસંબંધી પાંચ ઈન્દ્રિયોનાં નવાં નવાં સુખોની અભિલાષાથી રહિત એવા, અને નિર્મળ-શુદ્ધ આત્મદ્રવ્યના (ક્ષયોપશમભાવના અને ક્ષાવિકભાવના ગુણોના) સાધક એવા આત્માનો, મોહને જિતવાના ભાવપૂર્વકનો જે આહારના ત્યાગાદિ રૂપ કષ્ટકારી આચારવિશેષ તેને તપ કહેવાય છે. આવા તપને જ કર્મોની નિર્જરાનું સાધન હોવાથી તપ કહેવો ઉચિત છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત પંચવસ્તુકપ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે “ઉપવાસાદિ તપ કરો તો દુઃખ સહન કરવાથી અસતાવેદનીયકર્મની નિર્જરા થાય અને ભોજન કરો તો શરીરે સાતા ઉપજે એટલે સાતવેદનીયકર્મની નિર્જરા થાય, આમ ઉપવાસાદિ તપ કરવામાં અને ભોજન કરવામાં એમ બન્ને પ્રસંગોમાં અનુક્રમે અસાતા અને સાતા વેદનીય કર્મોની નિર્જરા તો સમાન જ છે. બન્ને પ્રસંગોમાં નિર્જરા તો થાય જ છે તેથી સામ્યપણું દેખાય છે, તો પછી ઉપવાસાદિ તપ શા માટે કરવો? સુખપૂર્વક કર્મોની નિર્જરા
Page #207
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી, તપોષ્ટક - ૩૧
૭૯૯ જો કરી શકાતી હોય તો દુઃખ સહન કરીને નિર્જરા કેમ કરવી? આવો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર આ પ્રમાણે છે -
ભોજન વગેરે કરવામાં છ કાયની (રિપત્થ = હિંસા) હિંસા થાય છે અને ઉપવાસાદિ કરવામાં તે છ કાયની હિંસાનો અભાવ છે તેથી ઉપવાસાદિમાં છ કાયની હિંસા વગેરે આશ્રવોનો ત્યાગ હોવાથી તેવા આશ્રવોથી બંધાનારા નવા નવા અશુભ કર્મબંધોનો પણ અભાવ થવાથી તેટલા અંશે સંવર થાય છે. અને ઈચ્છાપૂર્વક કર્મ ખપાવવા માટે જ આ તપ કરેલો છે. તેથી સકામનિર્જરા રૂપ તપ છે. આ પ્રમાણે સંવરપૂર્વકની સકામનિર્જરાવાળો આ ઉપવાસાદિ તપ હોવાથી તપ કરીને કર્મોની નિર્જરા કરવી તેમાં હિત છે. પણ ભોજન કરીને સાતાની નિર્જરા કરવી તેમાં આત્માનું હિત નથી. તેમાં છ કાયની હિંસા હોવાથી અને રાગમૂલક તે તપ હોવાથી આશ્રવમૂલક છે. આવો વિવેક સ્વબુદ્ધિથી કરવો.
तथा चास्यात्मनः साताविपाके सरागहेतुत्वेन इष्टसंयोगैकत्वता अनादिसहजपरिणमनाद् आतापनादिषु कर्मविपाकोपयोगत्वेन तथापरिणमनाद् असङ्गताकारणत्वात् त्याग एव साधनमूलञ्च । भरतादयः निदर्शनम्, तच्चाल्पकालसाधनासिद्धिवताम्, न हि चिरकालसाधनावतां सातादि, शुभसन्निकर्षे अव्यापकत्वपरिणामः । उक्तञ्च विशेषावश्यके-"रतिक्षमत्वं त्वल्पानां तेनातापनादि करणमुचितं मुनीनाम्" निक्षेपनयानां व्याख्या तु-नामतपः स्थापनातपः सुगमम् । द्रव्यतपः आहारत्यागादि, भावतपः आत्मस्वरूपैकाग्रत्वरूपम् । अत्र द्रव्यपूर्वकभावतपोग्रहणमिति ।
ઉપવાસાદિ તપ કરીને અસાતાની નિર્જરા કરવામાં છ કાયની હિંસા વગેરે આશ્રવ ન હોવાથી સંવરપૂર્વકની સકામ નિર્જરા છે અને ભોજન કરીને સાતાદિની નિર્જરા કરવામાં છકાયની હિંસા વગેરે આશ્રવ હોવાથી નવા નવા કર્મબંધના આશ્રવો છે તથા સાતાના વિપાકકાલે ભોજનાદિ કરનારા આ આત્માને ભોજનના પદાર્થો ઉપર પ્રીતિવિશેષ થવાથી પરસના આસ્વાદન દ્વારા સરાગતાનું કારણ પણ બનવાથી ઈષ્ટ પદાર્થની સાથેના સંયોગની એકતા રૂપે આ જીવ રાગભાવે પરિણામ પામે છે. કારણ કે અનાદિકાળથી ઈષ્ટના સંયોગમાં રાગભાવે પરિણમન પામવું આવો મોહોદયના કારણે જીવનો સહજ પરિણમન સ્વભાવ છે. આમ રાગભાવ થવાથી ઘણાં નવાં કર્મોનો બંધ પણ થાય છે તેને બદલે ઉપવાસાદિ તપ કરવામાં અને આતાપના આદિ લેવામાં પૂર્વે બાંધેલાં કર્મોના વિપાકોની જ ચિંતવના-વિચારણા વગેરે હોવાથી તેવા પ્રકારના શુભભાવમાં પરિણામ પામવાથી અને જેટલો જેટલો આહારાદિ બાહ્ય ભાવોનો ત્યાગ કરે છે તેટલી તેટલી અસંગતા આવવાનું કારણ પણ બને છે માટે
Page #208
--------------------------------------------------------------------------
________________
વિજ્ઞાનસાર
૮૦૦
તપોષ્ટક - ૩૧ આહારાદિ બાહ્ય ભાવોનો ત્યાગ કરવો એ જ આત્મતત્વની સાધનાનું મૂલ છે અને તે જ તપ હિતકારી-કલ્યાણકારી છે.
પ્રશ્ન :- ભરત મહારાજા, મરૂદેવા માતા વગેરે મહાત્માઓએ તો કોઈપણ પ્રકારના ખાસ તપવિશેષ કર્યા નથી. શાસ્ત્રોમાં તેઓએ કોઈ તપવિશેષ કર્યો હોય તેવું સંભળાતું નથી. બક્કે મરૂદેવા માતા રાજમાતા હોવાથી અને ભરત મહારાજા ચક્રવર્તી રાજા હોવાથી પરસ ભોજન વગેરે દ્વારા સાતાનો જ અનુભવ કરનારા હતા, તેઓ ઉપવાસાદિ તપ અને આતાપના આદિ કષ્ટ સહન કર્યા વિના સંસાર તર્યા જ છે ને ? તો અમે પણ ભરતાદિની જેમ તપ આદિ કર્યા વિના પાંચ ઈન્દ્રિયોના ભોગો ભોગવતાં આત્મકલ્યાણ કેમ ન સાધી શકીએ ?
ઉત્તર :- આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે ભરતાદિનાં જે ઉદાહરણો છે તે લઘુકર્મી જીવોનાં છે. તેથી અપવાદરૂપ બનાવો છે. તે મહાત્માઓ અલ્પકાળની સાધના માત્રથી સિદ્ધિ પ્રાપ્ત કરવાને યોગ્ય હતા. આવા જીવોનું ઉદાહરણ સર્વને ન લેવાય. લોટરી લાગવાથી કોઈ ધનવાન થઈ જાય પણ તે રાજમાર્ગ નથી. તેથી દરેકે પોતપોતાના ધંધા ત્યજીને લોટરીની ટીકીટો લેવી તે હિતાવહ નથી. કોઈને મકાનનો પાયો ખોદાવતાં ધનનો ચરૂ નીકળે એટલે દરેકે મકાનો પાડીને ખોદાવવાં અને ધનના ચરૂ મેળવવા એ રાજમાર્ગ નથી. તેથી ભરતાદિનાં ઉદાહરણો એ અપવાદ રૂપ છે તે જીવો લઘુકર્મી હતા. અલ્પકાળની સાધનાથી સિદ્ધિ મેળવવાને શક્તિમાન હતા.
પરંતુ બીજા જીવોને માટે આ અપવાદમાર્ગ શ્રેયસ્કર નથી. સામાન્યથી સર્વે જીવોમાં ભારેકર્મી જીવો જ વધારે હોય છે. તેઓ ચિરકાળની સાધનાને યોગ્ય હોય છે. માટે આવા પ્રકારના ચિરકાળની સાધનાથી સિદ્ધિ મેળવવાને યોગ્ય એવા ચિરકાલની સાધનાવાળા જીવોને પરસ ભોજનાદિ દ્વારા સાતાદિનો અનુભવ કરવો અને તે દ્વારા નિર્જરા કરવી, એ શક્ય નથી. આતાપનાદિ અને ઉપવાસાદિ કરવાં એ જ ઉચિત છે. આવા ભોગાસક્ત જીવોને સાતાદિ શુભપદાર્થોનો સક્નિકર્ષ થયે છતે (સાનુકૂળ સંજોગો મળે છ0) અવ્યાપકતાનો (અસંગ દશાનો-અનાસકત દશાનો) પરિણામ આવવો શક્ય નથી, રાજપાટ અને ભોગવિલાસમાં રહીને વૈરાગ્ય પ્રાપ્ત કરવો તે રાજમાર્ગ નથી. કદાચ કોઈને વૈરાગ્ય આવી જાય તો પણ તે સર્વ માટે માર્ગરૂપ ગણાય નહીં.
પૃથ્વીચંદ્ર-ગુણસાગર અને વિજયશેઠ-શેઠાણી જેવા મહાત્માઓ કોઈક જ નીકળે કે જેઓ રાજગાદી ઉપર, લગ્નની ચોરીમાં અને એક જ શય્યામાં સહશયન કરવા છતાં મોહને જીતનારા બન્યા હોય. આ ઉદાહરણો અપવાદરૂપ છે રાજમાર્ગ નથી. માટે આતાપનાદિ
Page #209
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૦૧ અને ઉપવાસાદિ કરવાં એ જ કલ્યાણપ્રાપ્તિનો સાચો રાજમાર્ગ છે શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે – “સુખપૂર્વક કર્મો ખપાવવાપણું અલ્પ જીવોમાં જ હોય છે, સર્વમાં નહીં, તેથી આતાપના આદિ કરવાં એ જ મુનિઓ માટે ઉચિત માર્ગ છે.”
હવે નિક્ષેપ અને નયોની વ્યાખ્યા કહેવાય છે. પૂર્વે નિપા સમજાવ્યા છે તેને અનુસાર નામતપ અને સ્થાનતપ સુગમ છે માટે સ્વયં સમજી લેવું. આહારાદિ પદ્ગલિક પદાર્થોનો જે ત્યાગ કરવો તે દ્રવ્યતા. વિષય અને કષાયોની વાસના છોડીને શુદ્ધ એવા આત્મતત્ત્વના સ્વરૂપમાં જ એકાગ્ર થવું, વિભાવદશા ત્યજી સ્વભાવદશામાં જોડાવું તે ભાવતપ કહેવાય છે. અહીં ભાવતપ અત્યન્ત ઉપકારક છે. એ વાત સાચી છે. પરંતુ તે ભાવતપ દ્રવ્યતપ પૂર્વકનો હોવો જરૂરી છે. દ્રવ્યતા વિના કેવળ એકલા ભાવતપની વાત સર્વ જીવો માટે રાજમાર્ગરૂપ નથી. તેથી અહીં આત્મતત્ત્વની સાધના અને આરાધનામાં દ્રવ્યતપ પૂર્વક ભાવતપનું ગ્રહણ કરવું. કેવળ એકલા ભાવતપને પ્રધાન કરીને દ્રવ્યતાનો અપલાપ કરવો તે ઉચિત નથી. (૧) કર્મનિર્જરા માટેનો આત્મસંકલ્પ એ નૈગમનયથી તપ. (૨) પૌગલિક સુખ-નિરપેક્ષ મન અને ઉપવાસાદિ માટે સમર્થ શરીર એ સંગ્રહાયથી
તપ. (૩) ઉપવાસ વગેરે કરવા તે વ્યવહારનયથી તપ. (૪) કર્મનિર્જરાનું ચિંતન એ ઋજુસૂત્રનયથી તપ. (૫) કર્મનિર્જરા કરવા દ્વારા જ્ઞાનાદિ ગુણોના પ્રાકટ્ય વડે તે ગુણોની કંઈક અનુભૂતિ
થવી તે શબ્દનયથી તપ. (૯) છ માસી તપ આદિની યોગ્યતાવાળા જીવનો કર્મનિર્જરા દ્વારા જ્ઞાનાદિ ગુણોનો
વિશુદ્ધતરપણે અનુભવ થવો એ સમભિરૂઢનયથી તપ. (૭) ઉત્કૃષ્ટ તપસ્વીને ઉત્કૃષ્ટ નિર્જરા-જનિત જ્ઞાનાદિ ગુણોની પૂર્ણપણે જે અનુભૂતિ થવી
એ એવંભૂતનયથી તપ. ज्ञानमेव बुधाः प्राहुः, कर्मणां तापनात्तपः । तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥१॥ ગાથાર્થ :- જ્ઞાન જ કર્મોને તપાવનાર હોવાથી યથાર્થ તપ છે એમ પંડિત પુરુષો કહે
Page #210
--------------------------------------------------------------------------
________________
૮૦૨ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર છે અને તે અભ્યત્તરતા જ ઈષ્ટ છે. તથા ઉપવાસાદિ જે બાહ્ય તપ છે તે અભ્યત્તરતપની વૃદ્ધિ-પુષ્ટિ કરનારો છે (તેથી તે તપ પણ) ઈષ્ટ છે. !!!
ટીકા - “જ્ઞાનમેવ વધા: પ્રતિ"-વધા: પતા:, શર્મા–માત્મપ્રવેશसंश्लिष्टानाम्, तापनात् तीक्ष्णं ज्ञानमेव तपः प्राहुः । तत्तपः आभ्यन्तरमन्तरङ्गं प्रायश्चित्तादिकमिष्टम्, बाह्यमनशनादिकम्-तदुपबृंहकमाभ्यन्तरतपोवृद्धिहेतुः । द्रव्यनिक्षेपस्य कारणरूपत्वात्, द्रव्यतपसोऽपि भावतपसः कारणत्वमेव, तेन इष्टम् III.
વિવેચન :- પંડિત પુરુષો જ્ઞાનને જ તપ કહે છે. કારણ કે જ્ઞાનદશા જ આ જીવના પૂર્વકૃત કર્મોને તપાવે છે, બાળે છે. પૂર્વકાલમાં કરેલાં કર્મોને જે તપાવે તે તપ કહેવાય છે અને જ્ઞાન જ કર્મોને તપાવે છે. માટે જ્ઞાનને પંડિતપુરુષો તપ કહે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મો આત્માના પ્રદેશોની સાથે એકમેક થયેલાં છે. પ્રદેશ પ્રદેશ અનંતા અનંતા કર્મપ્રદેશો તન્મયપણાને પામેલા છે. તેને તપાવવાનું કામ-બાળવાનું કામ તીણ એવું જ્ઞાન જ કરી શકે છે. શાસ્ત્રોનું ઊંડું એવું અધ્યયન જ કર્મોને બાળી શકે છે. માટે જ્ઞાન એ જ તપ છે. આ જ્ઞાનદશાને જે તપ કહેવાય છે તે અભ્યન્તરતપ જાણવો. પ્રાયશ્ચિત્ત આદિ છ પ્રકારનો જે તપ છે તેમાં (સ્વાધ્યાય એટલે) જ્ઞાન એ પણ તપ કહેલ છે. આ વાત તેની અંદર સમજવી.
પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન અને વ્યુત્સર્ગ એમ છ પ્રકારના અભ્યત્તર તપની અંદર જ્ઞાનરૂપ તપ જાણવો. ઉપવાસ-એકાશનાદિ અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા રૂપ જે છ પ્રકારનો બાહ્ય તપ છે તે જો અભ્યત્તર તપની વૃદ્ધિનો હેતુ હોય તો તે પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને તપ કહેવાય છે. કારણ કે ઉપવાસાદિમય અનશન વગેરે છ પ્રકારનો જે દ્રવ્યતા (બાહ્યતપ) છે તે ભાવતપનું કારણ છે. સર્વ ઠેકાણે દ્રવ્યનિક્ષેપો ભાવનિક્ષેપાનું કારણ હોય છે અને ભાવનિક્ષેપાનું જો કારણ બનતું હોય તો જ દ્રવ્યનિક્ષેપાને દ્રવ્યનિક્ષેપો કહેવાય છે. તેથી ઉપવાસાદિ દ્રવ્યતપ (બાહ્યતપ) તેવો કરવો જોઈએ કે જે તપ કરવાથી સ્વાધ્યાય, વૈયાવચ્ચ, ધ્યાન વગેરે ભાવતપની (અભ્યતર તપની) વૃદ્ધિ થાય.
તેટલી અને તેવી માત્રાએ જ બાહ્યતાને કરવો જોઈએ કે જેનાથી ભાવતપની વૃદ્ધિ થાય, ઉત્તમ આત્માઓએ આ ગાથાના ભાવાર્થને હૃદયથી બરાબર સમજીને યથાશક્તિ બાહ્યતામાં પણ અવશ્ય જોડાવું. છતાં અધિક બાહ્ય તપ કરવાથી ભાવતપ સીદાય - પીડાય હાનિ પામે આવો બાહ્ય તપ માર્ગ ઉચિત નથી. એમ પણ ધ્યાનમાં રાખવું. /૧/
Page #211
--------------------------------------------------------------------------
________________
તપોષ્ટક - ૩૧
आनुस्रोतसिकी वृत्तिर्बालानां सुखशीलता । प्रातिस्त्रोतसिकी वृत्तिर्ज्ञानिनां परमं तपः ॥२॥
જ્ઞાનમંજરી
८०३
ગાથાર્થ :- અજ્ઞાની જીવોની સુખશીલતાવાળી જે પ્રવૃત્તિ છે તે સંસારપ્રવાહને અનુસરનારી આનુસ્રોતસિકી વૃત્તિ છે. પરંતુ જ્ઞાની મહાત્માઓની ઉત્કૃષ્ટ તપ કરવા રૂપ જે પ્રવૃત્તિ છે તે સંસારમાં સામે પ્રવાહે ચાલવા રૂપ પ્રાતિસ્રોતસિકી વૃત્તિ છે. ૨ા
ટીકા :- ‘‘આનુસ્રોતસિળીતિ''-સંસારપ્રવાહપદ્ધતિ: અનાવિપ્રવૃત્તિ: આનુસ્રોતसिकी वृत्ति: बालानां मूढानाम्, सुखशीलता - इन्द्रियसुखमग्नता - सुखाभिलाषता ।
प्रातिस्त्रोतसिकी- प्रवाहसम्मुखतां - संसारसम्मुखत्वमपहाय संसारपराङ्मुखी प्रवृत्तिः, तदेव परमं तपः ज्ञानिनामुक्तमिति । आत्मधर्मानुगसंसारप्रतिकूलप्रवृत्तिस्तप उच्यते । इत्यनेन प्रायश्चित्तादिभावतपः परिणामः स्वरूपतन्मयत्वं तत्करणीयम् । तत्तपसा एव सकलकर्मक्षयः ॥२॥
વિવેચન : - અનાદિ કાળથી ચાલ્યા આવતા સંસારના પ્રવાહને અનુસરવાવાળી સાંસારિક સુખની જે પ્રવૃત્તિ છે એટલે કે સુખશીલતા છે, પાંચ ઈન્દ્રિયોના ૨૩ વિષયોમાં સુખની બુદ્ધિપૂર્વકની જે મગ્નતા છે તથા તે તે ભોગસુખોમાં જ જે સુખનું અભિલાષીપણું છે, તે બાલજીવોની અર્થાત્ અજ્ઞાની જીવોની મોહોદયજન્ય સ્વાભાવિક ચાલ છે તેને આનુસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. નદીના પાણીનો પ્રવાહ જે બાજુ વહેતો હોય તે બાજુ તેમાં નાખેલી વસ્તુ તણાય તેને આનુસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. મોહમાં મૂઢ બનેલા સંસારી જીવો સુખશીલપણામાં અને ઈન્દ્રિયોના સુખોમાં મગ્ન બનેલા છે તેને અનુસરવું એ નદીના પ્રવાહને અનુસરવાની જેમ હોવાથી આનુસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. આવી વૃત્તિ મોહાન્ધ જીવોની હોય છે. “ખાઓ, પીઓ અને મઝા કરો”, “આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા’ આવાં વાક્યો બોલીને અજ્ઞાની જીવો મોહાન્ય દશામાં પોતે પણ વર્તે છે અને પરને પણ જોડે છે. તે વૃત્તિ અજ્ઞાની જીવોની છે અને સંસાર-પ્રવાહને અનુસરનારી હોવાથી તેને અનુસ્રોતસિકીવૃત્તિ કહેવાય છે.
પરંતુ જ્ઞાની પુરુષોની વૃત્તિ તેનાથી ઉલટી હોય છે તેને પ્રાતિસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. નદીના પાણીનો પ્રવાહ જે બાજુ જતો હોય તે બાજુ જે ન ખેંચાય પણ પાણીના પ્રવાહની સામે જ ચાલે તે પ્રાતિસ્રોતસિકી વૃત્તિ કહેવાય છે. જેમકે હંસ આદિ ઉત્તમ પક્ષી નદીમાં સામે પ્રવાહે ચાલે છે. તેમ જે મહાત્મા સુખી હોય, ધનવાન હોય, રૂપવાન હોય,
Page #212
--------------------------------------------------------------------------
________________
૮૦૪ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર યુવાન હોય છતાં, પાંચ ઈન્દ્રિયોના વિષયો આત્માને રાગાદિ મોહદશા કરાવવા દ્વારા નરકનિગોદમાં લઈ જનારા છે. આમ સમજીને જે તેનો ત્યાગ કરે છે સંસારની સન્મુખતાને ત્યજીને સંસારની વિમુખતાને જે સેવે છે. ભોગ યોગ્ય કાળ હોવા છતાં અને ભોગનાં અનેકવિધ સાધનો-વિષયો સામે હોવા છતાં તેને ત્યજીને જે ત્યાગી બને છે તેના ત્યાગને તપ કહેવાય છે.
જ્ઞાની મહાત્માઓનો આવો ઉત્કૃષ્ટ તપ હોય છે તેને પ્રાતિસ્રોતસિક વૃત્તિ કહેવાય છે. આત્મતત્ત્વને અનુકૂલ અને સંસારીભાવને પ્રતિકૂલ એવી જે પ્રવૃત્તિ તેને તપ કહેવાય છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ આદિ કરવાનું મન થાય, આવા પ્રકારના ભાવતપની આચરણાનો જે પરિણામ થાય છે તે જ આત્માના શુદ્ધ સ્વરૂપની તન્મયતા છે. વિભાવનો ત્યાગપરિણામ એ જ સ્વભાવને અનુસરવાની મનોવૃત્તિ છે. જીવનમાં આ જ કરવા જેવું છે.
આ જ ભવમાં નિયમો મોક્ષ થવાનો છે, આમ જાણતા હોવા છતાં, રાજાસાઈ કુટુંબમાં ઉછેર હોવા છતાં, ભોગસામગ્રીમાં મોટા થયા હોવા છતાં નદીના સામા પ્રવાહે ચાલવાની જેમ ઉત્કટ જ્ઞાન-ધ્યાન માર્ગ આરાધવો અને તેમાં સહાયક એવો બાહ્યતપ કરવો એ જ પ્રાતિસ્રોતસિકી વૃત્તિ છે અને તેને જ ભાવતપ કહેવાય છે. આવા પ્રકારના તપ દ્વારા જ સકલ કર્મોનો ક્ષય થાય છે. માટે દ્રવ્યતપ કરવાપૂર્વક ભાવતપ આરાધવો જોઈએ. રા.
धनार्थिनां यथा नास्ति, शीततापादि दुस्सहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥३॥
ગાથાર્થ :- જેમ ધનના અર્થી જીવોને ઠંડી-ગરમી વગેરે પ્રસંગો દુઃસહ હોતા નથી તેમ સંસારથી વિરક્ત અને તત્ત્વજ્ઞાનના અર્થી જીવોને પણ શીત-તાપાદિ દુસ્સહ હોતા નથી. ૩ll
'ટીકા :- “થનાર્થનામ” યથા થનાર્થનાં શીત-તાપતિ દુર્દ નાતિ, धनोपार्जनकुशलाः शीतादिकं सर्वमपि क्षमन्ते । तथा तत्त्वज्ञानार्थिनां भवविरक्तानामनशनादिकं तपो न दुस्सहम् । कार्यार्थी कारणे न प्रमाद्यति । अतः परमानन्दकार्यकर्ता अनशनादितपःकष्टानुष्ठाने न दुस्सहत्वं मन्यते ॥३॥
વિવેચન :- જેમ ધનના અર્થી જીવોને ઠંડી-ગરમી અને આદિ શબ્દથી ભૂખ-તરસ વગેરે દુસ્સહ હોતાં નથી. એટલે કે ધન ઉપાર્જન કરવામાં જ રચ્યા-પચ્યા રહેનારા જીવો ઠંડી-ગરમી, ભૂખ અને તરસ વગેરે સર્વ પ્રકારની પ્રતિકૂલતા સહન કરે છે. ધન ઉપાર્જનની
Page #213
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૦૫ પ્રીતિ સર્વ દુઃખ ભૂલાવી દે છે તેવી જ રીતે તત્ત્વજ્ઞાનના અર્થી અને સાંસારિક ભાવોથી વિરક્ત બનેલા આત્માર્થી મુમુક્ષુ જીવોને અનશન-ઉણોદરી-વૃત્તિસંક્ષેપ-રસત્યાગ ઈત્યાદિ બાહ્યતપ અને પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવચ્ચ ઈત્યાદિ અભ્યત્તર તપ આચરવો દુસ્સહ લાગતો નથી. કર્મ ખપાવવાની અને આત્મતત્ત્વ સાધવાની એટલી બધી તાલાવેલી લાગી હોય છે કે દુસ્સહ વસ્તુ પણ સુસહ થઈ જાય છે.
કાર્યનો અર્થી જીવ તેના કારણસેવનમાં ક્યારેય પ્રમાદ કરતો નથી. પરીક્ષામાં પાસ થવા રૂપ કાર્યનો અર્થી જીવ તેના ઉપાયભૂત વાંચન-પઠન-પાઠનમાં ક્યારેય પ્રમાદ કરતો નથી. નફાનો અર્થી જીવ તેના કારણભૂત એવો વેપાર કરવામાં ક્યારેય પ્રમાદ કરતો નથી. નિરોગી થવાનો અર્થી જીવ તેના ઉપાયભૂત ઔષધ લેવામાં ક્યારેય પ્રમાદી બનતો નથી. તેમ અહીં પણ સમજવું. આ કારણથી આત્માના અનંત ગુણોના સુખસ્વરૂપ પરમાનંદનું કાર્ય કરવાનો અર્થ એવો આરાધક-સાધક જીવ અનશન વગેરે તપશ્ચર્યા કરવા રૂપ કષ્ટકારી અનુષ્ઠાન આચરવામાં પણ ક્યારેય દુસ્સહપણું માનતો નથી. પણ હોંશે હોંશે તે તે અનુષ્ઠાન કરવામાં જોડાય છે. તે મુમુક્ષુ જીવ મનમાં સમજે છે કે જો યથાર્થ કારણ સેવીશું તો જ યથાર્થ કાર્યની સિદ્ધિ થવાની છે. III
सदुपायप्रवृत्तानामुपेयमधुरत्वतः । ज्ञानिनां नित्यमानन्द-वृद्धिरेव तपस्विनाम् ॥४॥
ગાથાર્થ :- ઉત્તમ અને સાચા ઉપાયમાં પ્રવર્તેલા જ્ઞાની અને તપસ્વી મહાત્માઓને ઉપેયની મધુરતા જણાવાથી હંમેશાં આનંદ આનંદની વૃદ્ધિ જ હોય છે.
ટીકા :- “હુપાતિ” તપસ્વિનાં તીવ્રતોનાનાં માસવિષUHસાન્ત सर्वाहारपरिहारातापनाकायोत्सर्गादिजिनकल्पपरिहारविशुद्धिमुनीनां ज्ञानिनां सूक्ष्मानन्तस्वपरपर्यायविवेकमग्नीकृतचैतन्यानाम् तपस्विनां परीषहादौ वननदीगह्वरवासेऽपि आनन्दवृद्धिरेव । यथा हि कश्चिदधमर्णः प्राप्तद्रव्योपचयः उत्तमर्णाय द्रविणं ददन्। आत्मानं धन्यमेव मन्यते, अथवा लब्धिसिद्ध्यर्थी पूर्वसेवायामुद्बाहुः अधोमुखादि महाकष्टानुष्ठानमपि तत्सिद्धिसाध्याभिलाषी यथात्यन्तकष्टं चेष्टते तथा हर्षमेति, एवं
૧. અહીં રા ધાતુ ત્રીજો ગણ લઈએ તો – રૂ૫ થાય. અથવા રત્ ધાતુ પહેલો ગણ લઈએ તો
આત્મપદી છે એટલે રત્ ન થાય પણ માત્મા નિત્યમ્ વિચારીએ તો જ આ રૂપ સંગત થાય.
Page #214
--------------------------------------------------------------------------
________________
૮૦૬
તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર
परमानन्दाव्ययशुद्धात्मसिद्धिसाधनार्थी तद्विघातककर्मक्षयाय तपःकष्टादिषु आत्मानमानन्दयति ।
વિવેચન :- જ્ઞાની અને તપસ્વી મહાત્માઓને આત્મતત્ત્વની સાધના જ અતિશય પ્રિય હોવાથી તેમાં આવતી મુશ્કેલીઓ દુસ્સહ લાગતી નથી. જે મહાત્માઓને ઉપેય વસ્તુની (મેળવવા લાયક પદાર્થની) મધુરતા હૃદયમાં સમજાઈ હોય છે. તે મહાત્માઓને તે ઉપેયની મધુરતાના કારણે તેના ઉપાયોમાં જરા પણ દુસ્સહતા અનુભવાતી નથી.
આ કારણે જ તીવ્ર તપમાં મગ્ન બનેલા એવા તપસ્વી અને માસ-બે માસ-ત્રણ માસથી પ્રારંભીને છ માસ સુધીના તપને આચરનારા મહાત્માઓને સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરવામાં, આતાપના લેવામાં, કાયોત્સર્ગાદિ કરવામાં, જિનકલ્પ આચરવામાં અને પરિહારવિશુદ્ધિ તપ કરવામાં લયલીન બનેલા જ્ઞાની મુનિઓને, સૂમ (અતીન્દ્રિય અર્થાત્ અનુભવ જ્ઞાનથી ગમ્ય) એવા અનંત અનંત સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના પર્યાયોનો વિવેક (ભેદ) કરવામાં જ મગ્ન બનેલી છે ચેતના જેની એવા તપસ્વી મહાત્માઓને ઉપસર્ગ-પરિષહ આદિ રૂપ પ્રતિકૂળતાઓ આવે તો પણ આનંદ આનંદની વૃદ્ધિ જ હોય છે. તથા વનમાં, નદીકાંઠે કે ગુફા જેવા નિર્જન સ્થાનોમાં વસવાટ કરવો પડે તો પણ આત્મતત્ત્વની સાધનાની સાનુકૂળતા હોવાથી આનંદ-આનંદની છોળો જ ઉછળતી હોય છે.
આરાધક આત્માઓને આરાધનાની જ મીઠાશ અનુભવાતી હોવાથી તેના ઉપાયભૂત જ્ઞાન-ધ્યાન અને તપમાં જ રસિકતા વર્તે છે, તેથી બાહ્ય આહારાદિના ત્યાગમાં, નિર્જન સ્થાનના વસવાટમાં અને ઉપસર્ગ-પરીષહાદિ રૂપ પ્રતિકૂળતાઓ સહન કરવામાં જ વધારે વધારે આનંદની વૃદ્ધિ અનુભવાય છે. આ વાત એક ઉદાહરણથી સમજાવે છે.
જેમ કોઈ એક પુરુષને ધંધામાં નુકશાન થવાથી ધારો કે તે પુરુષ દેવાદાર થયો છે. ત્યારબાદ પાંચ-દશ વર્ષે કોઈ પણ પ્રકારના વેપારાદિના ઉપાયો વડે તેને ઘણું ધન પ્રાપ્ત થયું છે. આવો પ્રાપ્ત થયો છે ધનનો સમૂહ જેને એવો તે દેવાદાર પુરુષ પોતાની પાસે ધન માગતા એવા લેણદારને લેણાનું ધન આપતાં પોતાના આત્માને ધન્ય ધન્ય માને છે. હાશ, મારા માથેથી આટલો બોજો ઓછો થયો અથવા ગયો. આમ સમજીને નિશ્ચિંત થાય છે. તેની જેમ આ તપસ્વી આત્મા આરાધના કરીને આનંદ પામે છે.
અથવા બીજું પણ એક ઉદાહરણ આપે છે કે જેમ વૈક્રિયલબ્ધિ, આકાશગામિની લબ્ધિ વગેરે લબ્ધિઓની સિદ્ધિનો અર્થ જીવ લબ્ધિની પ્રાપ્તિના પૂર્વ સેવાકાળમાં, ઊંચા કર્યા છે બાહુ જેણે અને નીચે કર્યું છે મુખ આદિ અંગ જેણે એમ મહાકષ્ટદાયી ધર્મ અનુષ્ઠાન
Page #215
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૦૭ આચરવા છતાં પણ લબ્ધિઓની સિદ્ધિ રૂપ સાધ્યનો તીવ્ર અભિલાષી છે માટે જેમ અત્યન્ત કષ્ટકારી આચરણા પણ આચરે છે. જરા પણ મુંઝાતો નથી, ખેદ પામતો નથી, થાકતો નથી કે કંટાળતો નથી પરંતુ મને અવશ્ય અલ્પકાળમાં જ લબ્ધિઓની સિદ્ધિ થશે એમ હર્ષ પામે છે, કષ્ટ હોવા છતાં સાધ્યની મધુરતાથી આનંદ પામે છે.
એવી જ રીતે પરમાનન્દમય,અને ક્યારેય વ્યય ન પામે તેવા શુદ્ધ-નિર્મળ આત્મતત્ત્વની સિદ્ધિની સાધનાનો અર્થી, આત્માર્થી, મુમુક્ષુ જીવ, આત્મતત્ત્વનાં વિઘાતક એવાં કર્મોનો ક્ષય કરવા માટે તપ-જ્ઞાન-ધ્યાન આદિ કષ્ટકારી અનુષ્ઠાનો આચરવામાં પણ પોતાના આત્માને આનંદિત જ કરે છે. આત્મા આનંદમય જ બને છે. જરા પણ ખેદ-થાક, ભય કે ઉદ્વેગ આ આત્મા કરતો નથી. સાધ્યની સિદ્ધિનું લક્ષ્ય જ આ આત્માને આટલો બધો ઉત્સાહિત કરે છે.
कुतः ? इत्याह-उपेयमधुरत्वतः उपेयस्य-मोक्षस्य निर्मलाव्ययपदस्य यन्मधुरत्वंमाधुर्यं तस्मात्, सिद्धिमाधुर्यरतस्तत्साधनोपायभूतं निष्परिग्रहत्वादि सर्वं हितं जानाति । कथम्भूतानां तपस्विनां ? सदुपायप्रवृत्तानाम् सन्-शोभनः, उपायः-साधनं संवरनिर्जरारूपं, तत्र प्रवृत्तानाम्-उद्यतानाम् । इत्यनेन स्वधर्मसाधने साधूनामानन्दः, न दुःखम् । यस्य साधने कष्टत्वबुद्धिः, स न साधकः । उक्तञ्च षोडशके -
खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः । युक्तानि हि चित्तानि, प्रबन्धतो वर्जयेन्मतिमान् ॥१४/३॥ ॥४॥
દેવાદાર ધન કમાય તો લેણદારને આપવામાં આનંદ માને અથવા લબ્ધિઓ મેળવવાનો અર્થી જીવ પૂર્વસેવામાં કષ્ટ હોય તો પણ આનંદ જ માને એવી રીતે મોક્ષની સાધના કરનારો આત્મા કષ્ટકારી તપ આદિ અનુષ્ઠાન આચરવામાં ઘણો જ આનંદ માને છે તથા તે કાર્ય કરવામાં ઘણો ઉત્સાહ ધરાવે છે. તેનું કારણ શું? કયા કારણે આટલો બધો આનંદિત હોય છે ? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે -
૩પેયમથુરસ્વતિ: ઉપેય એટલે મેળવવા લાયક એવું મોક્ષ પદ અર્થાત્ નિર્મળ, ક્યારેય નાશ ન પામે તેવું અવ્યય, ગુણાત્મક અને અનંત સુખના સ્થાનભૂત એવું જે મોક્ષસ્થાન છે, તેની જે મધુરતા છે. અર્થાત્ તે મોક્ષના સુખની જે મીઠાશ છે તે મીઠાશનો ઘણો જ રસ લાગ્યો છે. તેનાથી કષ્ટકારી તપ-જપ-સાધના અને ધ્યાનાદિ અનુષ્ઠાનોમાં પણ જીવને દુઃખનો અનુભવ થતો નથી પરંતુ આનંદ આનંદ જ થાય છે. સિદ્ધિદશાની મીઠાશમાં રક્ત બનેલા તે મહાત્મા પુરુષ, તેના સાધન રૂપે ઉપાયસ્વરૂપ રહેલા એવા નિષ્પરિગ્રહતાદિ કષ્ટકારી
Page #216
--------------------------------------------------------------------------
________________
૮૦૮ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર સર્વે પણ અનુષ્ઠાનોને હિતકારી જ છે-કલ્યાણકારી જ છે એમ જાણે છે. જ્યાં કલ્યાણ અને હિત જ દૃષ્ટિગોચર થતું હોય ત્યાં કષ્ટકારી આચરણ પણ સુખદાયી જ દેખાય છે અને તે તે આચરણ કરવામાં આ જીવ ઉત્સાહિત અને આનંદિત હોય છે.
દુઃખમાં સુખ માનનારા આ તપસ્વી મહાત્માઓ કેવા હોય છે ? તે જણાવે છે કે “મુક્તિપદ મેળવવાની જે લગની લાગી છે. હૃદયમાં સાધ્ય સાધવાની તીવ્ર જે ભાવના પ્રગટી છે” તેથી તેના સુંદર ઉપાયભૂત-પ્રબળ કારણ સ્વરૂપ જે સંવર અને નિર્જરામય ધર્માનુષ્ઠાન છે તે ધર્માનુષ્ઠાનોમાં પ્રવર્તેલા અર્થાત્ તે ધર્માનુષ્ઠાનો આચરવામાં ઘણા જ ઉદ્યમશીલ બનેલા મહાત્માઓને કોઈપણ કષ્ટકારી અનુષ્ઠાનોમાં દુઃખ લાગતું નથી. આમ આ ઉપરોક્ત કથનથી સમજાશે કે પોતાના આત્માના ધર્મની સાધના કરવામાં સાધુ-સંતોને આનંદ આનંદ જ હોય છે ક્યારેય ક્યાંય દુઃખ હોતું નથી.
જો આત્માને ઉપાયમાં દુઃખબુદ્ધિ હોય છે તો તે આત્મા સાચો સાધક નથી. આરાધક નથી. તેને સાધ્યની મીઠાશ લાગી નથી આમ જાણવું. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં આમ કહ્યું છે કે –
ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, બ્રાન્તિ, અન્યમુદ્, રોગ અને આસંગ આ ચિત્તના આઠ દોષો છે તે દોષોથી ભરેલા ચિત્તમાંથી બુદ્ધિશાળી મહાત્માએ અત્યન્ત પ્રયત્નપૂર્વક (અતિશય બળ વાપરવાપૂર્વક) તે દોષોનો ત્યાગ કરવો જોઈએ. ૧૪-૩
ઉપરની ચર્ચાથી સમજાશે કે જ્યારે સાધ્યની મીઠાશ હૃદયમાં વર્તતી હોય છે ત્યારે સાધનની પ્રવૃત્તિ દુઃખદાયી હોય તો પણ તે જીવને તે પ્રવૃત્તિ સુખદાયી જ લાગે છે. જો
इत्थं च दुःखरूपत्वात्, तपो व्यर्थमितीच्छताम् । बौद्धानां निहता बुद्धिबौद्धानन्दपरिक्षयात् ॥५॥
ગાથાર્થ :- આ રીતે તપ કરવો તે દુઃખરૂપ હોવાથી વ્યર્થ છે આમ માનનારા બૌદ્ધદર્શનના અનુયાયીઓની બુદ્ધિ જ્ઞાનસંબંધી આનંદનો નાશ થયેલ હોવાથી હણાયેલી છે આમ સમજવું. પી.
ટીકા - “ર્ઘ ર ટુતિ ” રૂલ્ય યત્તપ: કૃમિતિ માસનપૂર્વમ, તત્તપ: व्यर्थ-निष्फलम् । कस्मात् ? दुःखरूपत्वात् । तपःकरणे एव दुःखोद्वेगौ, यत्र ૧. પૂજ્ય ઉપાધ્યાયજી મ. વૌદ્ધ નાગરિક્ષયાત્ આવો પાઠ લખે છે અને ટીકાકારશ્રી દેવચંદ્રજી
મહારાજશ્રી વીનન્તરિક્ષયાત્ પાઠ લખે છે તત્ત્વકેવલિગમ્ય જાણવું.
Page #217
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૦૯ अनादरः स कथं हिताय भवति ? तथा इच्छतामिति परभावसुखमिच्छतां-वाञ्छतां बौद्धानां बुद्धिः निहता-निश्चयेन हता । कस्मात् ? बौद्धानन्दपरिक्षयात् बौद्धानन्दः बौद्धं-ज्ञानं, तस्य आनन्दः, तस्य परिक्षयात् ज्ञानानन्दधाराक्षयात् कष्टरूपं तपः निष्फलम् ॥५॥
વિવેચન :- બૌદ્ધદર્શનના અનુયાયીઓનું માનવું આવું છે કે “જે તપ છે તે કષ્ટરૂપ છે” તપ એ દુઃખદાયી છે તેથી તપ કરવો નકામો છે તપ એ કેવળ દુઃખ જ આપનાર છે. આવા પ્રકારના તપ પ્રત્યેના અનાદરભાવ-અપ્રીતિભાવના જ્ઞાનપૂર્વકનું કરાતું તપ વ્યર્થ છે. નિષ્ફળ છે. આત્મકલ્યાણ કરનારું નથી. કારણ કે તેવા પ્રકારનો તે તપ દુઃખરૂપ છે. તપ પૂર્વકનું અનુષ્ઠાન આચરવામાં દુઃખ અને ઉગ જ થાય છે. તેથી જે અનુષ્ઠાનમાં આદરભાવપ્રતિભાવ ન હોય તે ધર્મ અનુષ્ઠાન આત્માના હિત માટે કેમ થાય?
આવા પ્રકારની યુક્તિ-દલીલ કરતા અને ફક્ત પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખો જ ઈચ્છતા તથા પરભાવના સુખની જ મનો-વાંછાવાળા એવા બૌદ્ધદર્શનના અનુયાયી જીવોની બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ હોય એમ લાગે છે. અર્થાત્ તેઓની બુદ્ધિ નક્કી ચાલી ગઈ હોય એમ લાગે છે. કારણ કે બુદ્ધિસંબંધી અર્થાત્ જ્ઞાનસંબંધી આત્મિક ગુણોનો જે સ્વાભાવિક આનંદ છે તે આનંદનો આવા ભોગી આત્માઓમાં ક્ષય થયેલો છે.
ભોગપ્રિય અને વિષયસુખના લંપટ જીવોમાં જ્ઞાનસુખના આનંદની ધારાનો પરિક્ષય થયેલ હોવાથી ભાવદયાના પાત્ર આવા જીવોને આ તપ કષ્ટરૂપ લાગે, તેથી કર્મક્ષયની અને આત્મશુદ્ધિની નિર્મળ ભાવના ન હોવાથી તેઓએ કરેલો તપ નિષ્ફળ થાય અર્થાત્ કષ્ટરૂપ પણ બને અને નિષ્ફળ પણ જાય.
પૂજ્ય ટીકાકારશ્રી દેવચન્દ્રજીમ.શ્રીએ પરિક્ષત્ શબ્દ લઈને અર્થ કરેલ છે. જ્યારે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીના મૂલશ્લોકમાં પરિક્ષયાત્ શબ્દ જોવા મળે છે. જો અપરિક્ષય શબ્દ લઈએ તો આવો અર્થ કરવો કે જ્ઞાનસંબંધી આત્માનું જે નિર્મળ સુખ છે તે સુખના આનંદનો તપ-અનુષ્ઠાનકાળે પરિક્ષય થતો નથી પણ તે સુખના આનંદની વૃદ્ધિ થાય છે માટે તપ-અનુષ્ઠાન કષ્ટરૂપ નથી. જેને તેમાં આનંદ નથી તેને કષ્ટરૂપ અને નિષ્ફળ બને છે.
ઉત્તમ આત્માઓને તપ-આચરણકાળે જ્ઞાનના સુખનો આનંદ અપરિક્ષયરૂપ હોવાથી “તપને કષ્ટદાયી” માનનારી બૌદ્ધોની બુદ્ધિ હણાયેલી સમજવી. પા
यत्र बह्म जिनार्चा च, कषायाणां तथा हतिः । सानुबन्धा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ॥६॥
Page #218
--------------------------------------------------------------------------
________________
૮૧૦ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર ગાથાર્થ :- જ્યાં બ્રહ્મચર્ય છે (અથવા જ્ઞાનદશા જાગૃત છે) જિનેશ્વરપ્રભુની પૂજા છે. કષાયોનો નાશ છે અને દઢ આગ્રહ સાથે જિનેશ્વરપ્રભુની આજ્ઞાનું પાલન છે. તે જ સાચો શુદ્ધ તપ કહેવાય છે. ll
ટીકા :- “યત્ર વ્રતિ' યત્ર-મિન્ તાસિ દ્રા-મૈથુનત્યા: વિષયાનäકઃ अस्ति । यत्र जिनानामर्चा-पूजा-तत्त्वभक्तिवर्द्धते । पुनः यत्र कषायाणां क्रोधादीनां રુતિઃ-નાશ:, -પુન: સત્ર કિનાજ્ઞા-શ્રીવીતરાણોક્તપ્રવનપદ્ધતિઃ સાનુવસ્થા-સાપેક્ષા, तत्तपः शुद्धमिष्यते । भावना च-प्रथममिन्द्रियाभिलाषनिरासे शान्तपरिणत्या सिद्धान्तोक्तविधिना निरभिलाषस्य तपः विशुद्धं भवति । अनादिपरभावसुखस्पृहया किं केन न कृतं कष्टानुष्ठानम् ? यच्च स्वरूपनिरावरणार्थं निःसङ्गनिर्मोहतत्त्वैकत्वरूपं व्याघातकपरभावाहारादिग्रहणनिवारणलक्षणं तपः श्रेष्ठमिति । उक्तञ्च -
निरणटाणं मयमोहरहियं सुद्धतत्तसंजुत्तं । अज्झत्थभावणाए, तं तवं कम्मखयहेउं ॥१॥ ॥६॥
વિવેચન :- સામાન્યથી આહારાદિ પર-પુદ્ગલદ્રવ્યના ગ્રહણનો જે ત્યાગ કરાય છે તેને તપ કહેવાય છે. પરંતુ તે તપમાં પણ શુદ્ધ તપ કોને કહેવાય? તે વિષય આ શ્લોકમાં સમજાવે છે - જે તપના આચરણકાળે બ્રહ્મચર્યનું પાલન કરાય, મૈથુનસેવનનો ત્યાગ કરવામાં આવે, સાથે સાથે વિષયસેવનની અભિલાષાનો પણ ત્યાગ કરાય તથા જિનેશ્વર પરમાત્માની પૂજા કરાય એટલે કે જિનેશ્વર પરમાત્માની તાત્વિક-સાચી ભક્તિની વૃદ્ધિ કરવામાં આવે, તથા જે તપ કરવાના આચરણકાળે ક્રોધ-માન-માયા અને લોભ આદિ કષાયોનો નાશ કરવામાં આવે તથા જે તપ-આચરણકાળે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું સવિશેષ પાલન-આરાધન કરવામાં આવે, એટલે કે શ્રી વીતરાગ પરમાત્માના કહેવા પ્રવચનની જે પદ્ધતિ (રીતભાત) છે. વીતરાગપ્રભુના શાસનમાં તપ કરવાની જે રીત બતાવવામાં આવી છે તે રીતભાતની અપેક્ષા રાખીને તેને અનુસરીને જ જે તપ કરવામાં આવે, અલ્પ માત્રામાં પણ તેનું ઉલ્લંઘન કરવામાં ન આવે. આવા પ્રકારની વિધિપૂર્વક કરાયેલો જે તપ છે તે જ સાચો અને શુદ્ધ તપ છે. શુદ્ધ તપનું આ લક્ષણ જાણવું.
ઉપર કહેલી વાતનો ભાવાર્થ એવો છે કે સૌથી પ્રથમ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખની અભિલાષાનો ત્યાગ કરીને-વિષયસુખની અભિલાષાથી રહિત થઈને શાન્તપરિણતિપૂર્વક સિદ્ધાન્તમાં કહેલી વિધિ મુજબ ભોગોની કે પરભવમાં વિષયસુખની અભિલાષા વિના આત્મશુદ્ધિની બુદ્ધિ રાખીને જે તપ કરાય તે જ તપ વિશુદ્ધ તપ કહેવાય છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૧૧ અનાદિ કાળથી લાગેલી પરભાવના (પૌદ્ગલિક પદાર્થોની સાથેના તથા અન્ય જીવોની સાથેના) ભોગસુખોની જે સ્પૃહા, તે સ્પૃહા વડે કયા જીવ દ્વારા શું શું કષ્ટકારી અનુષ્ઠાનો નથી કરાયાં? અર્થાત્ મોહસંજ્ઞાપૂર્વક તો આ જીવ વડે ભવોભવમાં ઘણાં ઘણાં કષ્ટકારી અનુષ્ઠાનો કરાયાં છે. પરંતુ તે સર્વેમાં મોહબુદ્ધિ હોવાથી તે અનુષ્ઠાનને શુદ્ધ તપ કહેવાતું નથી. પરંતુ આ આત્માનું જે શુદ્ધ-નિર્મળ ક્ષાવિકભાવનું અખંડ અનંત સ્વરૂપ છે તે સ્વરૂપને આવરણ વિનાનું કરવા માટે એટલે કે જે સત્તાગત સ્વરૂપ છે તેને આવિર્ભત કરવા માટે પરપદાર્થોના સંગ વિનાનું, રાગ-દ્વેષ અને કષાયોની પરિણતિ વિનાનું, આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક નિર્મળ તત્ત્વની સાથે એકતા કરવારૂપ જે તપ કરાય તે તપ શ્રેષ્ઠ તપ સમજવો. અહીં તપ એટલે કે આત્મતત્ત્વના બાધક એવા પરભાવરૂપ આહારાદિના ગ્રહણનું જે નિવારણ કરવું તે તપ સમજવો.
આત્માનું સ્વરૂપ અણાહારી છે. તેમાં બાધક આહારગ્રહણ છે. વળી તે આહારગ્રહણ એ પુગલ ગ્રહણ છે તેથી પરભાવરૂપ છે માટે તેનો આત્મવિશુદ્ધિ માટે જે ત્યાગ કરાય તેને તપ કહેવાય છે. આવો શ્રેષ્ઠ તપ કરવા લાયક છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
“ગાડરીયા પ્રવાહથી કરાયેલા તપથી, સૂત્રમાં કહેલી વિધિથી નિરપેક્ષપણે કરાયેલા તપથી, લોકસંજ્ઞાથી કરાયેલા તપથી અને ઓઘસંજ્ઞા-ભયસંજ્ઞાદિ દ્વારા કરાયેલા તપથી જે ભિન્ન તપ છે તે જ નિરનુષ્ઠાન તપ જાણવો. આવા પ્રકારનો જે તપ કે જે તપ ગાડરીયા પ્રવાહરૂપ નથી, વિધિનિરપેક્ષ નથી લોકસંજ્ઞા-ઓઘસંજ્ઞા અને ભયસંજ્ઞાથી કરાયેલ નથી. આવો જે તપ અભિમાન અને અજ્ઞાનદશા રહિતપણે કરાય, શુદ્ધતત્ત્વની પ્રાપ્તિનું લક્ષ્ય કરીને તેનાથી યુક્તપણે જે તપ કરાય અને તે પણ અધ્યાત્મની ભાવનાપૂર્વક જે તપ કરાય, તે જ તપ કર્મોના ક્ષયનું કારણ બને છે. માટે આત્માર્થી જીવે આવો શ્રેષ્ઠ ઉત્તમ તપ કરવો જોઈએ. all
तदेव हि तपः कार्य, दुर्थ्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि वा ॥७॥
ગાથાર્થ :- જે તપ આચરવામાં દુર્થાન ન થાય, જે તપ કરવાથી મન-વચન અને કાયાના યોગો ઢીલા ન પડે અને જે તપથી ઈન્દ્રિયોની શક્તિ ક્ષય ન પામે તેવો અને તેટલો જ તપ કરવો જોઈએ. III
ટીકા :- “તવ દીતિ' રીતિ નિશ્ચિતમ્, તવ તા: વાઈ-વેરીયમ, યત્ર
Page #220
--------------------------------------------------------------------------
________________
૮૧૨
તપોષ્ટક - ૩૧
दुर्ध्यानं - पुद्गलाशंसारूपमनिष्टतारूपं नो भवेत् । येन तपसा योगा:- मनोवाक्कायरूपाः, न हीयन्ते - स्वरूपरमणं तत्त्वानुभवतः न हीयन्ते । यत्र इन्द्रियाणि न क्षीयन्ते धर्मसाधनस्वाध्यायाहिंसादितत्कार्यप्रवृत्तिर्न क्षीयते क्षयं न लभते । इत्यनेन साधनी - भूतचेतनावीर्याणां हानि: न स्यात्, तत्तपः शुद्धं कार्यं कर्त्तव्यमिति ॥७॥
જ્ઞાનસાર
વિવેચન :- વાસ્તવિકપણે જો વિચારીએ તો તે જ તપ કરવો જોઈએ કે જે તપ કરવાથી (૧) દુર્ધ્યાન ન થાય, (૨) મન-વચન અને કાયાના યોગો નાશ ન પામે અને (૩) ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય. આ ત્રણ જાતની નુકશાની ન આવે તેવો તપ કર્તવ્ય છે.
(૧) દુર્ધ્યાન બે પ્રકારનું છે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. તે બન્નેના ચાર-ચાર ભેદ હોવાથી કુલ આઠ ભેદવાળું દુર્ધ્યાન છે. તેમાં પ્રથમના બે ભેદનો અહીં ઉલ્લેખ કરે છે બાકીના ભેદો સ્વયં ઉપલક્ષણથી સમજી લેવા. મનગમતા ઈષ્ટ પુદ્ગલના સંયોગની આશંસા કરવી તે ઈષ્ટ સંયોગ આર્તધ્યાન અને અણગમતા પુદ્ગલોનો સંયોગ થયો હોય ત્યારે તે પુદ્ગલદ્રવ્યોનો વિયોગ કેમ થાય ? આમ પુદ્ગલદ્રવ્યો પ્રત્યે અનિષ્ટતાબુદ્ધિ રાખવી તે અનિષ્ટવિયોગ આર્તધ્યાન.
ઈષ્ટનો સંયોગ ઈચ્છવો, ઈષ્ટનો વિયોગ હોય તો સંયોગ કેમ થાય ? તેવી આશંસા કરવી. ઈષ્ટનો સંયોગ હોય તો તે સંયોગ દીર્ઘકાળ કેમ રહે ? આવી ઈચ્છાઓ કરવી. તથા અનિષ્ટ વસ્તુનો સંયોગ થયો હોય તો તેનો વિયોગ કેમ થાય ? અનિષ્ટનો સંયોગ હોય ત્યારે પણ તેના પ્રત્યે નાખુશીભાવ-અનિષ્ટતાબુદ્ધિ-અનાદરભાવ રાખવો આ સઘળુંય દુર્ધ્યાન કહેવાય છે. તપ એવો કરવો અને એટલો કરવો કે જેનાથી આવું દુર્ધ્યાન ન થાય. કારણ કે તપ કરીને કર્મો ખપાવવાં છે. જ્યારે દુર્ધ્યાનથી જુનાં કર્મો ખપતાં તો નથી પણ નવાં કર્મો ઘણાં બંધાય છે. માટે દુર્ધ્યાન ન થાય તેવો અને તેટલો તપ કરવો.
(૨) મન વચન અને કાયાના યોગો ઢીલા ન પડે, સાધના કરવામાં-આરાધના કરવામાં મન વચન કાયાનો સાથ-સહકાર બરાબર મળતો જ રહે, જરા પણ ઢીલાશ ન આવે તેવો અને તેટલો તપ કરવો. કારણ કે તપ કરીને પણ આત્મ-સાધના ચાલુ જ રાખવાની છે. આત્મ-સ્વરૂપની રમણતા કરવામાં, શુદ્ધ તત્ત્વનો અનુભવ કરવામાં, મન-વચન-કાયાના યોગો હાનિ ન પામે તેવો તપ કરવો.
(૩) આંખ-કાન-નાક-જીભ ઈત્યાદિ ઈન્દ્રિયો ક્ષય ન પામે, ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થઈ જાય તેવો અને તેટલો તપ કરવો. ધર્મનાં કાર્યોની સાધના, સ્વાધ્યાય તથા અહિંસા આદિ જે જે ઉત્તમ-ધર્મ અનુષ્ઠાનો છે તે તે કાર્યો કરવાની પ્રવૃત્તિ ક્ષય ન પામે, કાનથી
Page #221
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક- ૩૧
૮૧૩ દેશના સાંભળવાની શક્તિ, ચક્ષુથી વાંચવાની અને પ્રતિમાદર્શનની શક્તિ, જીભથી દેશના આપવાની શક્તિ ક્ષય ન પામે, દરેક સાધનામાં ઈન્દ્રિયોની શક્તિ ચાલુ રહે તેવો તપ કરવો.
આત્માની ચેતનાશક્તિ અને પ્રગટ થયેલી વીર્યશક્તિ ધર્મનાં અનુષ્ઠાનોનું આચરણ કરવામાં સાધનભૂત છે. આવી સાધનભૂત આ ચેતનાશક્તિ અને વીર્યશક્તિ હાનિ ન પામે ક્ષીણ ન થઈ જાય તેવો અને તેટલો તપ કરવો જોઈએ. આ પ્રમાણે તપ કરવો તે શુદ્ધ તપ જાણવો. llણા
मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये । बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्याद् महामुनिः ॥८॥
ગાથાર્થ :- મૂલગુણોની અને ઉત્તરગુણોની શ્રેણીનું વિશાળ સામ્રાજ્ય સિદ્ધ કરવા માટે મહામુનિએ બાહ્યતપ અને અભ્યન્તર તપ આ રીતે કરવો જોઈએ.
ટીકા :- “મૂનોત્તરમુતિ” મહામુનિ:-પરમેનિન્જ: રૂલ્થ તપ: સુર્યાત્ ! વિભૂત तपः ? मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये मूला:-मूलभूता ज्ञानचारित्रादयः गुणाः, उत्तरा:-समितिगुप्त्यादयः गुणाः, तेषां श्रेणि:-विशेषतः गुणप्राग्भावरूपा, तया प्राज्य-प्रचुरं यत्साम्राज्य-प्रभुत्वं, तस्य सिद्धिः-निष्पत्तिः, तस्यै इत्यनेन स्वकीयगुणप्रभुत्वनिष्पत्त्यर्थं बाह्यं लोकोल्लासकारणत्वात् प्रभावकतामूलमाभ्यन्तरमन्यलोकैः ज्ञातुमशक्यं स्वगुणैकतारूपञ्च तपः कार्यम् ।
વિવેચન :- જે ખરેખર વાસ્તવિક મહામુનિ છે પરમનિર્ઝન્ય મહાત્મા છે. રાગ-દ્વેષ -પરિગ્રહાદિક ગાંઠથી જે અત્યન્ત મુક્ત છે તેવા મુનિમહારાજે આવો તપ કરવો જોઈએ.
પ્રશ્ન :- આવો એટલે કેવો તપ કરવો જોઈએ? તે તો સમજાવો.
ઉત્તર :- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર આ રત્નત્રયી એ મૂલગુણ કહેવાય છે અને તેની પ્રાપ્તિના ઉપાયભૂત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પંચાચારનું પાલન ઈત્યાદિ જે ગુણો છે. તે ઉત્તરગુણો કહેવાય છે. તે રત્નત્રયી સ્વરૂપ મૂલગુણોની અને સમિતિ-ગુપ્તિ રૂપ ઉત્તરગુણોની જે શ્રેણી એટલે કે મૂલગુણો અને ઉત્તરગુણોનું ક્રમશઃ ઉત્તરોત્તર વિશેષ-વિશેષ પ્રગટીકરણપણું-પ્રગટ કરવાપણું. તેના વિશાળ સામ્રાજ્યની સિદ્ધિ માટે બાહ્ય અને અભ્યત્તર તપ મહામુનિએ કરવો જોઈએ. તપના પ્રભાવે ઉત્તરોત્તર ગુણોની શ્રેણિ પ્રગટ થાય છે. આવરણભૂત કર્મોનો ક્ષયોપશમ અને ક્ષય વધતાં ગુણોનો આવિર્ભાવ
૨૦
Page #222
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૮૧૪
તપોષ્ટક - ૩૧ થાય છે. માટે બન્ને પ્રકારનો તપ આચરવો જોઈએ પોતાના આત્માના જ ગુણો છે. કર્મોથી આવૃત છે તે ગુણોનું પ્રભુત્વ પ્રગટ કરવા માટે તપ અવશ્ય કરવો જોઈએ.
ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, અટ્ટાઈ ઈત્યાદિ જે તપ છે તે બાહ્ય તપ કહેવાય છે. લોકોને આ તપ કરવામાં સવિશેષ ઉલ્લાસ હોય છે. તથા ચંપા શ્રાવિકા આદિની જેમ આ બાહ્ય તપ કરનારા જીવો શાસનની પ્રભાવનાનું કારણ પણ બને છે. તપ કરનારા તપસ્વીઓનો જ્યારે વરઘોડો નીકળે છે, બહુમાનનો પ્રસંગ રચાય છે, ત્યારે ઘણા જીવો તેની અનુમોદના પણ કરે છે તે જોઈને ઘણા જીવો ધર્મ પામે છે. અકબર બાદશાહને ધર્મપ્રાપ્તિમાં ચંપાશ્રાવિકાનો તપ કારણ બન્યો હતો આ રીતે લોકોના ઉલ્લાસનું કારણ હોવાથી અને પ્રભાવકતાનું મૂલ કારણ હોવાથી આ તપને બાહ્યતપ કહેવાય છે.
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ ઈત્યાદિ જે તપ છે તે અભ્યત્તર તપ છે. અન્ય લોકો વડે જે તપ જાણી શકાતો નથી તે અભ્યન્તર તપ જાણવો. આત્માની પોતાના ગુણોની સાથે જે એકતા, પોતાના ગુણોની સાથે લીનતા, તે અન્ય લોકો વડે જાણવી અશક્ય છે માટે તેને અભ્યત્તર તપ કહેવાય છે. આમ આ બન્ને પ્રકારનો તપ ઉત્તમ મુનિજીવોએ (તથા આરાધક એવા ગૃહસ્થ જીવોએ પણ) કરવો જોઈએ.
तपो द्विविधम् । संवरात्मकं निर्जरात्मकम् । तत्र संवरात्मकं ज्ञानचारित्रयोः तीक्ष्णत्वम्, सचेतनावीर्यादीनां स्वरूपैकत्वम् । द्वितीयं तु ज्ञानचारित्रवीर्यभोगगुणसङ्करसम्भवं गुणास्वादैकत्वानुभववत् सर्वपरभावास्पृहतारूपम् । जघन्यतः अंशत्यागपूर्वकदेशतोऽनीहागुणैकत्वम्, उत्कृष्टतः शुक्लध्यानचरमाध्यवसायलक्षणम् ।
परभावास्वादनलोलाशुद्धपरिणाममपहाय स्वरूपानन्दमग्नतारूपं करणीयम् । अभिनवकर्माग्रहणरूपसंवरः पूर्वसत्तागतादिकर्मनिर्जरणात्मकं तपः । तपसा हि देवादिफलाभिलाष एव न युक्तः । निर्जरात्मकेन कथं शुभबन्धः ? यच्च तपोवद्भिः देवायुःप्रभृति निबद्धं, तत्तपोरागादिप्रशस्ताध्यवसायहेतुकमिति ___अतः सर्वकर्मापगमप्रादुर्भूतानन्तज्ञानदर्शनसिद्धिसुखं तस्योत्सर्गकारणं तपः । आध्यात्मिकं परभावशून्यस्वभावैकत्वानुभवतीक्ष्णत्वलक्षणं परमं साधनम् । इति व्याख्यातं तपोऽष्टकम् । तद्व्याख्याने च साधनस्वरूपमपि व्याख्यातम् ।
રૂતિ વ્યાપદ્યાત તપોષ્ટભ્રમ્ |
Page #223
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૧૫ તપ બે પ્રકારનો હોય છે એક સંવરાત્મક તપ અને બીજો નિર્જરાત્મક તપ. જે બાહ્યતા છે તે આહારના ત્યાગની પ્રધાનતાવાળો છે. તેમાં આહાર મેળવવામાં, આહાર બનાવવામાં અને આહારનો ઉપભોગ આદિ કરવામાં આરંભ-સમારંભ હોવાથી તે આહારના ત્યાગમાં આવા આરંભ-સમારંભનો ત્યાગ વિશેષ થવાથી તેટલા પ્રમાણમાં આશ્રયોનું વિરમણ થવાથી આ તપ સંવરાત્મક છે. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ વગેરે તપ આરંભ-સમારંભના ત્યાગ સ્વરૂપ હોવાથી આશ્રવોની હીનતાના કારણે સંવરાત્મક તપ કહેવાય છે.
જેટલા અંશે શરીરથી બની શકે તેટલો આહાર ત્યાગ કરવાથી સ્વાધ્યાય, ધ્યાન -તત્ત્વચિંતન, મનન વધારે વધારે થવાથી અને આળશ, પ્રમાદ, અબ્રહ્મના ભાવો ઘટી જવાથી જ્ઞાન અને ચારિત્રગુણની તીવદશા ખીલે છે. જ્ઞાન-ચારિત્રગુણની વૃદ્ધિ થાય છે. તથા પ્રગટ થયેલી ચેતના અને પ્રગટ થયેલું વીર્ય આહારાદિ મેળવવા રૂપ, બનાવવા રૂપ અને આહારાદિનો ઉપભોગ કરવા રૂપ વિભાવદશામાં જે વપરાત, તેને બદલે તે ચેતના અને વીર્યગુણ આત્મસ્વરૂપાત્મક જ્ઞાન-ચારિત્રાદિ ગુણોની વૃદ્ધિમાં વપરાય છે. ગુણોની સાથે એકતા રૂપ બને છે, જેટલું તે વિભાવથી વિરામ પામ્યું તેટલા આશ્રવ અટક્યા છે માટે સંવરાત્મક આ બાહ્યતા છે.
બીજો પ્રાયશ્ચિત્તાદિ જે અભ્યત્તર તપ છે તે નિર્જરાત્મક છે. પ્રાપ્ત કરેલ જ્ઞાનગુણ, પ્રાપ્ત કરેલ ચારિત્રગુણ, પ્રાપ્ત કરેલ વીર્યગુણ, અને પ્રાપ્ત કરેલ ઉપભોગગુણ આમ આવિર્ભત ગુણોની મિશ્રતાથી ઉત્પન્ન થયેલો અને આત્મગુણોના આસ્વાદનની સાથે એકતાના અનુભવ વાળો સર્વપ્રકારના પરભાવદશાની સ્પૃહા-ઈચ્છા નહીં કરવા રૂપ જે તપ છે તે નિર્જરાત્મક બીજો તપ છે. પ્રાયશ્ચિત્તાદિ જે છ પ્રકારનો અભ્યત્તર તપ છે તે જ્ઞાનાદિ ગુણોની મિશ્રતાથી થયેલો છે. તે તપ જેટલા અંશે જોરમાં થાય તેટલા અંશે ગુણોના આસ્વાદવાળો છે અને પરભાવની અસ્પૃહતાવાળો તપ છે તેનાથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાવિશેષ થાય છે. માટે તે તપ નિર્જરાત્મક તપ છે.
આ તપ આચરવામાં જઘન્યથી જેટલા અંશે બાહ્યભાવોનો ત્યાગ કરાય છે તેટલા અંશે તેટલા બાહ્ય અંશનો ત્યાગ કરવાપૂર્વક દેશથી પણ “અનીહા” (અસ્પૃહતા-નિરીકતાનિર્મમત્વભાવ) ની સાથે એકતા થવા રૂપ નિજગુણની એકતા થાય છે. આ આત્મા તેટલી માત્રાએ પણ પરભાવ ત્યજીને સ્વભાવદશાની સાથે ઐક્યતા પ્રાપ્ત કરે છે માટે તે નિર્જરાત્મક તપ છે. તથા ઉત્કૃષ્ટથી શુક્લધ્યાનવાળી દશાના અંતિમ અધ્યવસાયસ્થાનને પ્રાપ્ત કરવારૂપ સંપૂર્ણપણે પરભાવદશાના ત્યાગવાળી અને ઉત્કૃષ્ટપણે સ્વભાવદશાની સાથે એકતાવાળી જે અવસ્થા તે ઉત્કૃષ્ટથી નિર્જરાત્મક તપ જાણવો. સારાંશ કે જેટલા જેટલા
Page #224
--------------------------------------------------------------------------
________________
૮૧૬ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર અંશે વિભાવદશાનો ત્યાગ કરીને આ જીવ સ્વભાવદશાના ક્ષાયોપથમિકભાવના અને સાયિકભાવના ગુણો પ્રાપ્ત કરીને તે ગુણોની સાથે એકતા પામવા રૂપ તપ કરે છે તે નિર્જરાત્મક બીજો તપ કહેવાય છે.
આ કારણે આત્માર્થી મુમુક્ષુ જીવોએ પરભાવના આસ્વાદનની લીલા રૂપ (પૌલિક ભૌતિક સુખોના આનંદની લીલા રૂ૫) અશુદ્ધ અધ્યવસાયોનો ત્યાગ કરીને પોતાના આત્માના ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવના શુદ્ધ ગુણાત્મક સ્વરૂપના આનંદમાં મગ્નતા પ્રાપ્ત કરવા રૂપ ભાવ ત૫ (અભ્યન્તરતપ-નિર્જરાત્મક તપ) કરવો જોઈએ.
આ તપ સંવરાત્મક પણ છે અને નિર્જરાત્મક પણ છે. કારણ કે જેટલા અંશે પરભાવદશાની રમણતાનો ત્યાગ છે તેટલા અંશે નવા નવા કર્મબંધના કારણરૂપ કાર્મણવર્ગણાના પુલોનું અગ્રહણ થવા રૂપ સંવર પણ છે અને પૂર્વકાળમાં બાંધેલાં અને હાલ સત્તામાં રહેલાં એવાં સત્તાગત કર્મોની તથા આદિ શબ્દથી હાલ બંધાતાં એવાં પણ કેટલાંક કર્મોની નિર્જરા કરવા રૂપ આ તપ છે તેથી તે નિર્જરાત્મક પણ છે. આમ પરભાવદશાના ત્યાગપૂર્વક સ્વભાવદશાની એકતા રૂપ જે તપ છે તે તપ સંવરાત્મક અને નિર્જરાત્મક એમ ઉભયાત્મક છે.
આવા પ્રકારના તપ વડે દેવભવ આદિ પુણ્યની ઈચ્છા કરવી તે યોગ્ય નથી. નિર્જરા કરાવે એવા તપથી શુભકર્મનો બંધ થાય આ વાત કેમ ઘટે? અર્થાત્ તપ નિર્જરા કરાવે પણ પાપનો બંધ તો ન કરાવે પણ પુણ્યનો બંધ પણ ન કરાવે.
પ્રશ્ન :- આવા પ્રકારનો તપ કરનારા તપસ્વી જીવો શુભ ભાવવાળા હોવાથી દેવ આયુષ્ય (આદિ પુણ્યપ્રકૃતિઓ)નો બંધ તો કરે છે (નરકાયુષ્ય આદિ અશુભ પ્રવૃતિઓ બાંધતા નથી) તો શુભકર્મ બાંધતા હોવાથી આશ્રવવાળા છે, તેને સંવરાત્મક તપ કેમ કહેવાય? જ્યાં આશ્રવ હોય, બંધ હોય, ત્યાં સંવર છે આમ કેમ કહેવાય? અર્થાતું ન કહેવાય. તો તમે આવા તપને સંવરાત્મક તપ કેમ સમજાવો છો?
ઉત્તર :- ઉત્તમ તપ આચરણ કરવાવાળા મહાત્મા પુરુષો વડે જે દેવ આયુષ્ય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર આદિ પુણ્ય પ્રકૃતિઓ બંધાય છે તે પુણ્યકર્મનો બંધ તપ વડે થતો નથી પણ તપગુણ ઉપરનો રાગ અને આદિ શબ્દથી તપગુણવાળા તપસ્વી વગેરે પુરુષો ઉપરનો જે ગુણાનુરાગ છે અને તે ગુણાનુરાગના કારણે તથા આવા તપગુણમાં અને તપસ્વીઓને જે અવરોધ કરનારાં તત્ત્વો છે તે તત્ત્વો ઉપર જે નાખુશી ભાવ રૂપ
Page #225
--------------------------------------------------------------------------
________________
૮૧૭
જ્ઞાનમંજરી
તપોષ્ટક - ૩૧ પ્રશસ્ત ષ છે તેવા પ્રકારના રાગ અને દ્વેષ આદિ રૂ૫ પ્રશસ્ત કાષાયિક અધ્યવસાયના કારણે આ પુણ્યપ્રકૃતિઓ બંધાય છે. તપ અને તપસ્વી ઉપરનો ગુણાનુરાગ અને તેના અવરોધક તત્ત્વો ઉપરના દ્વેષથી પુણ્યપ્રકૃતિઓ બંધાય છે. પણ તપથી પુણ્યપ્રકૃતિઓ બંધાતી નથી.
નિશ્ચયનયથી કોઈ પણ કષાય પ્રશસ્ત કહેવાતા નથી કારણ કે કષાયમાત્ર બંધહેતુ છે તેથી તેમાં પ્રશસ્તતા કેમ હોઈ શકે? પણ વ્યવહારનય ઉપચારગ્રાહી છે માટે જ્યાં ગુણોની રક્ષામાં, ગુણોની વૃદ્ધિમાં અને ગુણોની પુષ્ટિમાં રાગાદિ કષાયો કરાયા હોય તો તે કષાયો ગુણોના અવરોધ દૂર કરવામાં મદદગાર હોવાથી નિશ્ચયથી અપ્રશસ્ત હોવા છતાં ઉપચારથી તેને પ્રશસ્ત કહેવાય છે અને તે કષાય હોવાથી બંધ-હેતુરૂપ છે પણ ત૫ ગુણ બંધહેતુરૂપ નથી. ગુણો ક્યારેય બંધહેતુ બનતા નથી. જો ગુણો કર્મબંધના હેતુ બનતા હોય તો સિદ્ધભગવંતોના આત્માને અનંતગુણો પ્રગટ હોવાથી સૌથી વધારે કર્મ બંધાય. પણ આમ થતું નથી. માટે તપગુણ દેવ આયુષ્યાદિના બંધનું કારણ નથી. પણ પ્રશસ્ત રાગાદિ કાષાયિક અધ્યવસાય જ પુણ્યબંધનું કારણ છે.
આ કારણથી હવે સમજાશે કે સર્વે પણ કર્મોનો અપગમ વિશેષ થવાથી પ્રગટ થયેલા અનંતજ્ઞાન-અનંતદર્શન આદિ ગુણોવાળી સિદ્ધિદશા એ જ સુખરૂપ છે. તેનું રાજમાર્ગે કારણ તપ છે (સંવરાત્મકતપ અને નિર્જરાત્મક તપ એમ બન્ને તપ સિદ્ધિસુખનું કારણ છે).
પરભાવદશાનો ત્યાગ અને સ્વભાવદશાની સાથે એકતાનો જે અનુભવ કરવો, તેવી તીવ્રદશા રૂ૫ અધ્યાત્મ એ જ મુક્તિનું પરમ સાધન છે. આ પ્રમાણે તપના અષ્ટકનું વર્ણન કર્યું તે કરવાથી મુક્તિસુખના પરમ સાધન (ભૂત તપ)નું વર્ણન પૂર્ણ થયું. અહીં તપના અષ્ટકનું વિવેચન સમાપ્ત થાય છે. દા.
કે
એકત્રીસમું તપોષ્ટક સમાપ્ત
MI[-
w
“ક
'"
'
5S
Page #226
--------------------------------------------------------------------------
________________
॥ अथ द्वात्रिंशत्तमं सर्वनयाश्रयणाष्टकम् ॥
अथानेकनयात्मके जैनमार्गे एकान्ततापक्षपातपरित्यागेन सर्वनयेषु समभावरूपपरिणामः रागद्वेषाभावलक्षणस्वस्वस्थानसाधनविज्ञानरमणाध्यवसायः कार्यः । एकान्तग्रह एव मिथ्यात्वम् । सर्वत्र सापेक्षता सम्यग्दर्शनम् । तच्च यथार्थोपयोगिनां यथार्थप्रवृत्तिमतां च भवति । अतः एकताग्रहत्यागसर्वनयसमाश्रयणोपदेशकं द्वात्रिंशत्तममष्टकमुवाच श्रीमद्यशोविजयोपाध्यायः परमरहस्यज्ञाता ।
अरे नास्ति धर्मः बाह्यपद्धत्या । निमित्तकारणरूपा सा । श्रीपञ्चमाङ्गे प्राणातिपातसंवरादयः सर्वे अमूर्ता जीवस्वरूपा उक्ताः । येन हि जीवस्वभावरूपः शुद्धनिर्विकल्परत्नत्रयीलक्षणधर्मः प्रतीतः । स एव सम्यग्दृष्टिः । न हि कुशकाशावलम्बनेन समुद्रतरणं भवति । उक्तञ्च श्रीहरिभद्रपूज्यैः
आयप्पभवं धम्मं, आयंतियं अप्पणो सरूवं च । दंसणनाणचरित्तेगत्तं जीवस्स परिणामं ॥१॥
વિવેચન :- અન્ય દર્શનો વસ્તુના સ્વરૂપને એકાન્તપણે જણાવે છે જ્યારે જૈનદર્શનકારો વસ્તુના સ્વરૂપને અનેકાન્તપણે જણાવે છે. બન્ને દર્શનો વચ્ચે આ જ પાયાનો મોટો તફાવત છે. હકીકતથી વસ્તુનું પોતાનું સ્વરૂપ સ્વયં અનેકાન્તમય જ છે. એકાન્તરૂપ નથી. પરંતુ મિથ્યાત્વમોહના ઉદયથી અને તેવા પ્રકારના મિથ્યાર્દષ્ટિ ગુરુઓની નિશ્રાથી તથા મિથ્યાશાસ્ત્રોના સતત અભ્યાસથી તે તે જીવોની દૃષ્ટિ એકાન્તતા તરફ અત્યન્ત વળી જાય છે. તે જીવોને તે જ દેખાય છે બીજી બાજુનું સ્વરૂપ દેખાતું નથી. એટલે તે જીવો વસ્તુનું પારમાર્થિક સાચું સ્વરૂપ “જે છે અને જેવું છે તે સ્વરૂપ અને તેવું સ્વરૂપ સમજી’” શકતા નથી.
વસ્તુનું પોતાનું સ્વરૂપ જ અનેકાન્તાત્મક હોવાથી જૈનદર્શન જેમ છે તેમ અનેકાન્ત રીતે સમજાવે છે તેથી જૈનદર્શન અનેક જાતની દૃષ્ટિઓ વાળું (અનેક નયોવાળું) છે. નય એટલે દૃષ્ટિ, નય એટલે અપેક્ષા, નય એટલે વિવક્ષા.
અનેક નયાત્મક (અનેક દૃષ્ટિઓવાળા) એવા જૈન દર્શનમાં “એકાન્ત આગ્રહવાળા' પક્ષપાતનો ત્યાગ કરીને સર્વ નયોમાં “સમદષ્ટિ” કરવી જોઈએ = સમભાવ રૂપ આત્મપરિણામ કરવા જેવો છે, કોઈપણ બાજુનો રાગ કે કોઈપણ બાજુનો દ્વેષ કર્યા વિના,
Page #227
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૧૯
કોઈપણ બાજુ ખોટી રીતે ખેંચાયા વિના જ્યાં જ્યાં જે જે ભાવ ઉપકારક હોય ત્યાં ત્યાં તેને તેને પ્રધાન કરીને શેષને ગૌણ કરીને પોત પોતાના અભિપ્રાયને યથાસ્થાને સાધનદશા સિદ્ધ થાય એ રીતે જ્ઞાનદશામાં રમણતાનો પરિણામ કરવા જેવો છે. જેમ ૨૫-૩૦ વર્ષની ઉંમરવાળી એક વિવાહિત સ્ત્રી છે તેને પિયરપક્ષવાળા પુત્રી તરીકે અને શ્વસુરપક્ષવાળા પુત્રવધૂ તરીકે દેખે છે અને તેને અનુકૂળ વ્યવહાર કરે છે તે જ બરાબર ઉચિત છે. પિતૃપક્ષવાળાની અપેક્ષાએ પુત્રી છે એટલે શ્વસુરપક્ષવાળા પણ તેને પુત્રી તરીકે માની લે તે બરાબર નથી તેવી જ રીતે શ્વસુરપક્ષવાળાની અપેક્ષાએ પુત્રવધૂ છે તે દેખીને પિતૃપક્ષવાળા પણ તેને પુત્રવધૂ માની લે અને તેવો વ્યવહાર કરે તે ઉચિત નથી.
તે જીવમાં પુત્રીપણું અને પુત્રવધૂપણું એમ ઉભયસ્વરૂપ છે અને ઉભયસ્વરૂપ માનવું તે જ ઉચિત છે. કોઈપણ બાજુ રાગ અને દ્વેષ ન કરતાં તટસ્થપણે જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ માનવી, સમજવી અને તેને અનુરૂપ આચરણ કરવું આ જ જૈનદર્શન છે. કોઈપણ બાજુનો એકાન્ત આગ્રહ એ જ મિથ્યાત્વ છે. કારણ કે વસ્તુનું પોતાનું સ્વરૂપ એકાન્ત છે જ નહીં, અને એકાન્ત માનીએ એટલે ઉલટું માન્યું માટે તે માન્યતા મિથ્યાબુદ્ધિ છે. સર્વ ઠેકાણે વસ્તુનું સ્વરૂપ સાપેક્ષ છે અને તે સાપેક્ષતા જ સ્વીકારવી જોઈએ. જેમકે આ સ્ત્રીનો જીવ, તેનાં માતા-પિતાદિ પિતૃપક્ષની અપેક્ષાએ પુત્રીરૂપે છે. પણ સાસુ-સસરા આદિ શ્વસુરપક્ષની અપેક્ષાએ અવશ્ય પુત્રવધૂરૂપે જ છે. આમ સાપેક્ષતા સ્વીકારવી તે જ સમ્યગ્દર્શન છે પરંતુ આવું સમ્યગ્દર્શન-સાચી બુદ્ધિ યથાર્થ ઉપયોગવાળા અને યથાર્થ પ્રવૃત્તિવાળા જીવોને જ આવે છે. વસ્તુના સ્વરૂપને ઊંડાણથી જાણે અને જાણીને યથાર્થ રીતે પ્રયોગ કરે તેવા તત્ત્વની ઉઘાડવાળા જીવોની જ દૃષ્ટિ આ પ્રમાણે સાપેક્ષતાવાળી બને છે.
આ કારણે એકાન્ત આગ્રહ ત્યજીને સર્વે પણ નયોનો યથાસ્થાને આશ્રય કરવાપૂર્વક ઉપદેશ આપનારું (યથાર્થ તત્ત્વ સમજાવનારું) આ બત્રીસમું ચરમ અષ્ટક પરમરહસ્યના જાણકાર પરમપૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રી જણાવે છે -
અરે હે જીવ ! ધર્મક્રિયા કરવાની જે જે બાહ્યપદ્ધતિ છે તે તે બાહ્ય પદ્ધતિરૂપ ક્રિયામાત્ર વડે ધર્મ થતો નથી. તે ધર્મક્રિયા તો આત્મધર્મ પ્રગટાવવામાં માત્ર નિમિત્તભૂત છે. કારણ કે ધર્મ તો આત્માના પરિણામરૂપ છે. પાંચમું અંગ જે શ્રી ભગવતીજી છે તેમાં કહ્યું છે કે “પ્રાણાતિપાત જીવોની હિંસાને અટકાવવા રૂપ જે આત્મપરિણામ છે. અર્થાત્ પ્રાણાતિપાતનો સંવર કરવો, મૃષાવાદનો સંવર કરવો ઈત્યાદિ અમૂર્ત એવા જીવના સ્વરૂપાત્મક જે શુદ્ધ પરિણામો છે, અધ્યવસાયો છે, તેને ધર્મ કહ્યા છે. ધર્મ એ આત્માનો સંવરાત્મક આત્મપરિણામ છે, તે પરિણામ પ્રાપ્ત કરવામાં કારણભૂત ધર્મક્રિયા છે તેથી તે
=
Page #228
--------------------------------------------------------------------------
________________
૮૨૦
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર
ક્રિયા ઉપચા૨ે ધર્મ છે. વાસ્તવિકપણે જો વિચાર કરીએ તો ધર્મક્રિયા એ મન-વચન અને કાયાના શુભયોગ-સેવન રૂપ છે અને શુભ યોગસેવન એ શુભ આશ્રવ છે બંધહેતુ છે. તેથી તે ક્રિયા એ ધર્મ નથી પરંતુ સામાયિક, પ્રતિક્રમણ, પૂજા-સેવા, વૈયાવચ્ચ આદિ ધર્મક્રિયા દ્વારા પ્રાણાતિપાતાદિ ૧૮ પાપસ્થાનકોના વિરમણ રૂપ આત્મપરિણામ તે સંવરધર્મ સિદ્ધ થાય છે. તેથી તે ક્રિયામાં ધર્મનો ઉપચાર કરવામાં આવે છે. પરમાર્થથી તો શુદ્ધ નિર્વિકલ્પક એવો રત્નત્રયીના લક્ષણવાળો આત્માનો જે શુદ્ધ સ્વભાવ તે ધર્મ કહ્યો છે જૈનદર્શનમાં મોહના વિકલ્પો વિનાનો શુદ્ધ ગુણાત્મક જે આત્મપરિણામ છે તે ધર્મ તરીકે પ્રસિદ્ધ છે. આવા પ્રકારનો ધર્મ જેનામાં પ્રગટ થયો હોય તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. ઘાસના તણખલા માત્રના અવલંબનથી કંઈ સંસાર તરાતો નથી, સંસાર તરવા માટે મજબૂત આલંબન જોઈએ. આ જીવનો અનાદિ કાળથી મોહમય પરિણામ છે જે અશુદ્ધ છે અને કર્મબંધના હેતુભૂત છે. તેથી મોહના વિકલ્પોને જિતનારો, જ્ઞાનાદિ રત્નત્રયીના ગુણમય, સુદૃઢ આત્મપરિણામ એ ધર્મ છે. તેવા પરિણામથી સંસાર તરાય છે. તેવો પરિણામ લાવવામાં નિમિત્તભૂત બનનારી ધર્મક્રિયાને યોગાત્મક શુભ આશ્રવ હોવા છતાં પણ વિશેષપણે સંવર-નિર્જરાનું કારણ હોવાથી ઉપચારે ધર્મ કહેવાય છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ કહ્યું છે કે -
“ધર્મ એ આત્મામાંથી જ ઉત્પન્ન થયેલો છે. આત્માની સાથે જ સંબંધવાળો છે, આત્માનું જ સ્વરૂપ છે, દર્શન-જ્ઞાન અને ચારિત્રની એકતારૂપ છે તથા આત્માના શુદ્ધ પરિણામાત્મક છે.’’
रे भव्य ! हिताय वदामः । सर्वागमेषु धर्म आत्मनः शुद्धा परिणतिरेव । निमित्तस्योपादानप्राकट्यहेतुत्वाद् बाह्याचरणादिकं साधकैरभ्यस्यम्, तथापि धर्महेतुत्वेनोपादेयं श्रद्धावद्भिः तत् । स्वात्मक्षेत्रव्यापकरूपानन्तपर्यायलक्षणं धर्मः उत्तराध्ययनावश्यकादिसर्वसिद्धान्ताशय इति । तच्च ( स च ) रागद्वेषरहितानां भवति । रागद्वेषाभावः सर्वजीवेषु सर्वपुद्गलेषु समत्वं कृत्वा आत्मगुणेषु ज्ञानादिषु कारणकार्यरूपेषु बहुपरिणतिपरिणतेषु रागद्वेषाभावपरिणतेषु गौणमुख्यत्वतारूपपरिणामपरिहारः समः साध्यः, पूर्वं मिथ्यात्वोदयेन मुख्ये मुख्यत्वबोधपूर्वकैकान्तवादः । स च सम्यग्दर्शनेन कारणकार्यतया अयं मुख्यश्चायं गौणः ।
न हि अनन्तपर्यायात्मके वस्तुनि कस्यापि स्वपर्यायस्य गौणमुख्यत्वे, क्षयोपशमज्ञानेन सर्वधर्माणामेकसमयावबोधो दुर्लभः, असङ्ख्येयसमयेनापि देशज्ञायकत्वात् । तस्य ज्ञानं गौणमुख्यतारूपेण प्रवर्तते । उक्तञ्च तत्त्वार्थे
Page #229
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક- ૩૨
૮૨૧ "अर्पितानर्पितसिद्धेः (अध्याय ५ सूत्र ३१) सूत्रस्य व्याख्याने, सर्वज्ञानां तु सर्वमपि एकसमयेनैव ज्ञातत्वाद् न गौणमुख्यताज्ञानम् । वचसि क्रमवर्तित्वाद् (गौणमुख्यता) भवति । एवं न्यूनशक्त्या गौणमुख्यत्वम्, न रागद्वेषपरिणत्या । रागद्वेषपरिणामो बन्धहेतुः । अतः नयस्वरूपेण यथार्थबोधाय वस्तुविवेचनं हितम्, न रक्तद्विष्टता । तेन ज्ञानसाम्यं करणीयम् । ज्ञानसाम्यमेव चारित्रम् । तदर्थमेव निरूपयति -
વિવેચન :- હે ભવ્ય જીવ ! હું તારા હિત માટે તને કંઈક કહું છું. તે તું સાવધાનીથી સાંભળ. સર્વે પણ આગમશાસ્ત્રોમાં આ આત્માની શુદ્ધ-નિર્મળ પરિણતિને (આત્મપરિણામને) જ ધર્મ કહેલો છે. “વત્થલહાવો થપ્પો' વસ્તુનો સહજ-સ્વભાવ તે ધર્મ છે. બાહ્ય જે કોઈ નિમિત્ત છે, તે નિમિત્ત ઉપાદાનમાં રહેલી ઉપાદાનતાની પ્રગટતાનું કારણવિશેષ હોવાથી સાધક આત્માઓ વડે બાહ્ય આચરણા આદિનો (ધર્મક્રિયાઓનો) નિમિત્તરૂપે અભ્યાસ કરાય છે. સારાંશ કે ધર્મની ક્રિયાઓ એ ધર્મ નથી. શુભ યોગ છે અને ધર્મ તો આત્માનો નિર્મળ જે આત્મપરિણામ છે તે છે. પરંતુ ધર્મક્રિયાઓ તે પરિણામનું નિમિત્તકારણ હોવાથી સાધક આત્માઓ તે ક્રિયાઓનો વ્યવહાર કરે છે. ધર્મક્રિયાઓ એ મન-વચન-કાયાના શુભ યોગ સ્વરૂપ છે તેથી શુભ આશ્રયસ્વરૂપ છે, તો પણ આત્માના શુદ્ધપરિણામાત્મક ધર્મનો હેતુ હોવાથી શ્રદ્ધાવાળા મુમુક્ષુ આત્માર્થી સાધક જીવો વડે તે ધર્મક્રિયાઓનું આચરણ ઉપાદેય છે. સ્વીકારવા યોગ્ય છે. કર્તવ્ય છે. જેમ જેમ આત્મપરિણામમાં ધર્મતત્ત્વની સિદ્ધિ થતી જાય છે તેમ તેમ પ્રાથમિક કક્ષાની ક્રિયાઓ છુટતી જાય છે અને ઉપર ઉપરની સાધક ક્રિયાઓ પકડાતી જાય છે. સંપૂર્ણ શુદ્ધ આત્મધર્મ પ્રગટ થતાં સર્વ ક્રિયાઓથી રહિત થઈને આ આત્મા મન-વચન અને કાયાના શુભ કે અશુભ એમ તમામ યોગક્રિયા વિનાનો અયોગી બને છે.
પોતાના આત્મક્ષેત્રમાં જ વ્યાપકપણે રહેલા અનંત (ગુણાત્મક) જે પર્યાયો છે તે જ ધર્મ છે આ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં અને શ્રી આવશ્યક સૂત્ર આદિ સર્વ સિદ્ધાન્તશાસ્ત્રોમાં કહેલું છે. સર્વે પણ સિદ્ધાન્તકારોનો આ જ આશય છે કે આત્માનો શુદ્ધ-નિર્મળ-ગુણાત્મક જે પર્યાય-તે જ ધર્મ છે. બાહ્ય ધર્મક્રિયા તે ધર્મનું નિમિત્તકારણ છે. “ = તે શુદ્ધ આત્મપરિણામાત્મક જે ધર્મ છે તે રાગ-દ્વેષરહિત મહાત્માઓને જ હોય છે. રાગ-દ્વેષવાળા આત્માઓનું ચિત્ત ચોકખું હોતું નથી તેથી તેઓનું જ્ઞાન પણ શુદ્ધ હોતું નથી. રાગદ્વેષના કારણે તેઓનું જ્ઞાન પક્ષપાતવાળું હોય છે એટલે જ યથાર્થ હોતું નથી. એકાન્તાગ્રહવાળું થઈ જાય છે.
| સર્વે પણ જીવદ્રવ્યો પ્રત્યે અને સર્વે પણ પુદ્ગલદ્રવ્યો પ્રત્યે સમાનપણું મનમાં કરીને આ રાગ-દ્વેષનો અભાવ પ્રાપ્ત કરવા જેવો છે. કોઈપણ જીવદ્રવ્ય પોતાના પૂર્વે બાંધેલા કર્મોના ઉદયના આધારે અને ઘાતી કર્મોના ક્ષયોપશમના આધારે તે તે ભાવે પરિણામ પામે
Page #230
--------------------------------------------------------------------------
________________
૮૨૨ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર છે. તેમાં જીવનો પોતાનો શું દોષ? જેમ ચંડકૌશિકના જીવને પૂર્વે બાંધેલા ક્રોધમોહનીય કર્મના ઉદયથી ક્રોધીપણું આવ્યું, તેમાં તે જીવનો શું દોષ? શા માટે દ્વેષ કરવો જોઈએ? શાલિભદ્રના જીવે મુનિને ઉમદાભાવથી ખીર વહોરાવી પુણ્ય બાંધ્યું, તે પુણ્યના ઉદયથી ૯૯ પેટીઓ ધનની આવતી હતી તેમાં રાગ કરવા જેવો શું છે? એમ સર્વે જીવો કર્માધીન છે કર્મોના ઉદયથી સારા-ખરાબ બને છે જીવોનો બીચારાઓનો શું દોષ? રાગ અને દ્વેષ ક્યાં કરવા જેવો છે ? ક્યાંય કરવા જેવો નથી.
તેવી જ રીતે પુદ્ગલદ્રવ્ય પણ પરિણામી છે, ભિન્ન ભિન્ન વર્ણ-ગંધ-રસ અને સ્પર્શમાં પરિણામ પામે છે. ક્યારેક શુભ અને ક્યારેક અશુભ વર્ણાદિ ભાવે પરિણામ પામે, આવા પ્રકારનું પરિવર્તન પામવું એ પુદ્ગલદ્રવ્યનો પારિણામિક સ્વભાવ છે આમાં શું રાગ કરવા જેવો ? અને શું ષ કરવા જેવો? જેમ કોઈ એક નટ જુદા જુદા વેષ પહેરીને જુદાં જુદાં પાત્રો ભજવે તેમાં શું ગમાડવા જેવું? અને શું ન ગમાડવા જેવું? માટે હે જીવ! સર્વે પણ જીવો કર્મોદયને આધીન છે અને સર્વે પુલો પારિણામિકભાવને આધીન છે. તેથી રાગ-દ્વેષ કરવા જેવો નથી, સમત્વ (સમાનપણું) જ હૃદયમાં રાખવા જેવું છે.
સર્વે પણ આત્માઓના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો ક્ષયોપશમભાવના હોવાથી હાનિવૃદ્ધિવાળા છે. વધ-ઘટ થવાવાળા છે પૂર્વકાલીન ગુણો ઉત્તરકાલીન ગુણોના કારણ છે અને ઉત્તરકાલીન ગુણો પૂર્વકાલીન ગુણોના કાર્યરૂપ છે. આમ આ ગુણો કારણરૂપે અને કાર્યરૂપે ભિન્ન ભિન્ન પ્રકારે બહુજાતના પરિણામો રૂપે પરિણામ પામે છે. આ સર્વે ગુણોના પરિણામો રાગથી કે દ્વેષથી થતા નથી, દ્રવ્યનો સહજ પરિણામિક સ્વભાવ છે માટે થાય છે, એટલે રાગ અને દ્વેષના અભાવપૂર્વક દ્રવ્યમાં પારિણામિક સ્વભાવે જ અનેક પરિણામો થાય છે. તેમાં આ પરિણામ મુખ્ય છે અને આ પરિણામ ગૌણ છે આવા વિચારો કરવા તે ઉચિત નથી, કોઈ જીવ મનુષ્ય હોય કે મરીને ગધેડો થયો હોય તો આ બન્ને પર્યાયો જીવના તે તે આયુષ્યકર્મના ઉદયને આધીન થઈને બન્યા છે તેમાં મનુષ્યપર્યાય સારો અને ગધેડાનો પર્યાય ખરાબ આવી વિચારણા કરવી તે ઉચિત નથી. કારણ કે તેવા વિચારો કરવા તે ગમા-અણગમા રૂપ રાગ-દ્વેષના પરિણામ છે. જીવ દ્રવ્ય તો સ્વયં પારિણામિક ભાવવાળું હોવાથી કર્મોના ઉદય અને ક્ષયોપશમને અનુસારે પરિણામ પામ્યા જ છે. પુગલદ્રવ્ય પણ પારિણામિક ભાવવાળું હોવાથી વર્ણાદિમાં શુભાશુભ રૂપે પરિણામ પામે જ છે. તેથી તેમાં આ મુખ્ય અને આ ગૌણ છે એવી કલ્પના કરવી તે ઉચિત નથી. આ રીતે ગૌણ-મુખ્યતા રૂપ જે પરિણામ છે તેનો પરિહાર (ત્યાગ) કરીને સર્વત્ર “સમત્વ” જ રાખવું એ જ શ્રેયસ્કર છે. સારાંશ કે જીવ પોતાના ગુણ-પર્યાયોમાં અને પુદ્ગલદ્રવ્ય તેના પોતાના વર્ણાદિ
Page #231
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૨૩ ગુણ-પર્યાયોમાં પરિણામિક ભાવે પરિણામ પામે છે તેમાં જીવને કર્મોનો ઉદય અને ક્ષયોપશમ નિમિત્તકારણ છે અને પુગલદ્રવ્યને તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી નિમિત્તકારણ છે. ક્યાંય પદાર્થનું પરિણમન રાગ-દ્વેષથી થતું નથી તો પછી ગૌણ-મુખ્ય પરિણામ શા માટે કરવો ? માટે સમત્વ જ સાધ્ય છે.
આત્માની ત્રણ અવસ્થા છે (૧) મિથ્યાત્વાવસ્થા-બાધકાદશા-બહિરાત્મદશા-પહેલા ગુણઠાણાવાળી દશા (૨) સમ્યકત્વાવસ્થા-સાધકાવસ્થા-અન્તરાત્મદશા-ગુણસ્થાનક ચારથી બાર સુધીની દશા, (૩) કેવલી અવસ્થા, સિદ્ધદશા-પરમાત્મ દશા-તેરમા-ચૌદમા ગુણઠાણાવાળી દશા અને મુક્તદશા. આ ત્રણ અવસ્થામાંથી પ્રથમની અવસ્થા મિથ્યાત્વના ઉદયવાળી છે તેથી ત્યાં મુખ્યધર્મમાં મુખ્યપણાનો અને ગૌણધર્મમાં ગૌણપણાનો બોધ કરવાપૂર્વક એકાન્ત આગ્રહવાદ જીવને થાય છે. ગૌણ-મુખ્યનો બોધ તો છે પણ સાથે સાથે તેવા પ્રકારનો આગ્રહવિશેષ પણ છે. આ પ્રથમ અવસ્થાની વાત કહી. હવે બીજી અવસ્થા સમ્યકત્વવાળી છે. ચારથી બાર ગુણઠાણાવાળી સાધકદશા છે. અત્તરાત્મદશા છે ત્યાં સમ્યગ્દર્શન દ્વારા
જ્યાં જ્યાં જે જે ઉપકારી હોય, જરૂરી હોય, ત્યાં ત્યાં તે તે મુખ્ય અને જ્યાં જ્યાં જે જે ઉપકારી ન હોય ત્યાં ત્યાં તે તે ગૌણ, આમ ગૌણ-મુખ્યપણાનો બોધ છે પણ સાપેક્ષતાપૂર્વકનો આ બોધ હોય છે. કારણ કે અનંત અનંત પર્યાયાત્મક વસ્તુમાં બધા જ પર્યાયો પોતાના જ હોવાથી કોઈપણ એકાદ સ્વપર્યાયની મુખ્યતા કે એકાદ સ્વપર્યાયની ગૌણતા હોઈ શકતી નથી, બધા જ પર્યાયો તે વિવક્ષિત એકદ્રવ્યના જ છે. કોને ગૌણ કહેવા? અને કોને મુખ્ય કહેવા? માટે કાર્યસાધકતાની દૃષ્ટિએ સાપેક્ષતાપૂર્વક ગૌણ-મુખ્યનો બોધ હોય છે. તેથી જ તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
છઘસ્થજીવોને ક્ષાયોપથમિક જ્ઞાન હોય છે અને ક્ષયોપશમભાવના જ્ઞાન વડે સર્વધર્મોનો (સર્વપર્યાયોનો) એકસમયમાં એકી સાથે બોધ થવો દુર્લભ છે. અસંખ્યાત સમયો સુધી એક ઉપયોગ ચાલે છે, તે પણ વસ્તુના અનંતધર્મોમાંથી દેશભાગને જ જણાવે છે. સર્વભાગને નહીં, હવે જ્યાં સર્વધર્મો એકી સાથે જણાતા જ નથી તો ત્યાં ગૌણ-મુખ્યનો એકાન્ત વ્યવહાર કેમ થાય ? માટે સાપેક્ષતાએ જ ગૌણ-મુખ્યનો બોધ આ જીવ કરે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં “મર્પિતાનર્વિતસિડ” અધ્યાય ૫ સૂત્ર ૩૧ ના વ્યાખ્યાનમાં આ વિષય જણાવેલો છે.
આત્માની ત્રીજી અવસ્થા કેવલી અવસ્થા, ત્યાં સર્વજ્ઞ હોવાથી એકસમયમાં જ સર્વધર્મો દેખાતા હોવાથી તેઓને કોઈ ગૌણ અને કોઈ મુખ્ય હોતું નથી, સર્વધર્મો એક સાથે દેખાય છે અને સમાનપણે જણાય છે. માત્ર વાચા ક્રમવર્તી હોવાથી બોલવામાં, શ્રોતાઓને
Page #232
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૮૨૪
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ સમજાવવામાં ક્રમશઃ વાણી નીકળે છે આમ એકી સાથે અનંત પર્યાયોને જાણે છે પણ એકી સાથે બોલી શકાતા નથી. એકી સાથે બોલવાની શક્તિ (શારીરિક શક્તિ) શરીર સ્વભાવના કારણે ન્યૂન હોવાથી ગૌણ-મુખ્યતા છે પણ રાગદ્વેષના પરિણામથી ગૌણ-મુખ્યતા નથી. ભગવાન સર્વધર્મ સાથે જાણે છે સાથે દેખે છે. પણ સાથે બોલી શકતા નથી. તેથી બોલવાની પ્રક્રિયામાં ઉપકાર થાય તે રીતે પ્રરૂપવાના ભાવોમાં ગૌણ-મુખ્ય કરે છે પણ તેમાં તેઓને રાગ-દ્વેષના પરિણામ હોતા નથી. પ્રભુ તો વીતરાગ છે, રાગદ્વેષનો પરિણામ એ તો કર્મબંધનો હેતુ છે. જે કેવલી પ્રભુને નથી.
આ રીતે મિથ્યાત્વી જીવને એકાન્ત-આગ્રહ પૂર્વક ગૌણ-મુખ્યતાની દૃષ્ટિ હોય છે. સમ્યગ્દષ્ટિ જીવને સાપેક્ષવાદ પૂર્વક ગૌણ-મુખ્યતાની દૃષ્ટિ હોય છે અને કેવલી ભગવંતોને એકીસાથે ન બોલી શકવાના કારણે ગૌણ-મુખ્યતા હોય છે. માટે ગૌણ-મુખ્યતા અવશ્ય જાણવા જેવી છે જો જાણી હોય તો ભૂલ ન થાય. યથાસ્થાને તેનો ઉપયોગ થાય. જ્યાં જ્યાં જે જે ગૌણ-મુખ્ય કરવા જેવું હોય અને તે જો જાણ્યું હોય તો આ જીવ ત્યાં ત્યાં તે તે ગૌણમુખ્ય કરી શકે અને યથાર્થ કાર્ય કરીને ફળ પ્રાપ્ત કરી શકે તે માટે ગૌણ-મુખ્યતાના સ્વરૂપને સમજાવનારા નયો જાણવા જરૂરી છે. તેથી નયોનું સ્વરૂપ કહેવાય છે.
નયોનું સ્વરૂપ જો જાણ્યું હોય તો જ વસ્તુનો સાચો યથાર્થબોધ થાય છે. તેથી યથાર્થબોધ માટે નયોના સ્વરૂપ દ્વારા વસ્તુનું વિવેચન કરવું તેમાં જ શિષ્યવર્ગનું હિત સમાયેલું છે પણ રાગ-દ્વેષનો પરિણામ કરવો તેમાં હિત સમાયેલું નથી. તેથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા દ્વારા “સમતા” સમાનપણું જ મેળવવા લાયક છે. યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વત્ર સમભાવ રાખવો. રાગ-દ્વેષ ન કરવો તે જ ઉત્કૃષ્ટ ચારિત્ર છે સવાસો ગાથાના હુંડીના સ્તવનમાં ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું છે કે -
જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો . નિર્વિકલ્પ ઉપયોગમાં, નહી કર્મનો ચારો તે (ઢાળ-૩, ગાથા-૩)
આ રીતે રાગ-દ્વેષ ન થાય અને સર્વત્ર સમભાવ રહે તે માટે વસ્તુના અનંતપર્યાયાત્મક યથાર્થ સ્વરૂપને જાણવા સારુ નયો જાણવા જરૂરી છે. તેથી તે માટે જ નયોનું સ્વરૂપ જણાવે છે.
धावन्तोऽपि नयाः सर्वे, स्युर्भावे कृतविश्रमाः । चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः ॥१॥ ગાથાર્થ - સર્વે પણ નયો પોતપોતાને માન્ય સ્વરૂપ સ્થાપન કરવા માટે દોડતા હોવા
Page #233
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ સર્વના ,
૮૨૫ છતાં શુદ્ધાત્મધર્મમાં વિશ્રાન્તિ કરનારા બને છે તેથી ચારિત્રગુણમાં લીન બનેલા મુનિ મહારાજા સર્વે નયોનો આશ્રય કરે છે. તેના
ટીકા :- “છાવત્તો નવા” કુતિ, સર્વે નવા થાવાઃ-સ્વર્વપક્ષस्थापनपुरःसरा अपि भावे-शुद्धात्मधर्मणि कृतविश्रमाः स्युः-स्थिरा भवन्ति । अतः મુનિ:-ચારિત્રફુલ્લિીન:, વયરિવર્તીશ્વર વારિત્ર, તવ દુઃ, તત્ર સ્ત્રીના -वर्धमानपर्यायः सर्वनयाश्रितः स्यात् । द्रव्यनये-कारणत्वग्राहके, भावनये -तत्कार्यत्वग्राहके, क्रियानये-साधनोद्यमरूपे, ज्ञाननये-तद्विश्रामरूपे, आश्रित:आसक्तः स्याद्-भवेदित्यर्थः । उक्तञ्चानुयोगद्वारे -
सव्वेसिपि णयाणं, बहुविहवत्तव्वयं णिसामित्ता । तं सव्वणयविसुद्ध, जं चरणगुणट्ठिओ साहू ॥१॥
(અનુયોરારસૂત્ર-૬૦૬, ૨૯-૨૪૨) अत उक्तं श्रीभगवतीटीकायाम् - जड़ जिणमयं पव्वज्जइ, ता मा ववहारणिच्छए मुयह । इक्केण विणा तित्थं, छिज्जइ अण्णेण उ तच्चं ॥ अतः साम्यं हितम् । पुनस्तदेव द्रढयति -
વિવેચન :- સર્વે પણ નયો પોતપોતાનો પક્ષ સ્થાપન જરૂર કરે છે. પોતપોતાના પક્ષનું સ્થાપન કરવામાં કુશળ હોવા છતાં પણ અંતે તો શુદ્ધ આત્મ-ધર્માત્મક ભાવની પ્રાપ્તિમાં જ સ્થિર થનારા છે. પ્રત્યેક નયો પોતાને માન્ય વાત રજુ કરીને તે વાત સાધ્યની સાથે જોડનારા હોય છે. તો પછી સાધ્ય સાધવાની અભિલાષાવાળા સાધકમુનિએ શા માટે કોઈ પણ નયનો અનાદર કરવો જોઈએ? કોઈપણ નયનો અનાદર કરવો ઉચિત નથી. પ્રત્યેક નયો શુદ્ધ આત્મધર્મ રૂપ સાધ્યને જ સાધવામાં જ જોડાયેલા છે આવું સમજનાર મુનિ ચારિત્રગુણમાં લીન થયા છતા સર્વ નયોનો આશ્રય કરે છે. કોઈપણ નયને સ્વીકારતા નથી એમ નહીં પણ બધા નયોનો આદર કરે છે. કારણ કે બધા જ નયો પોતપોતાની વાત રજુ કરવા દ્વારા અંતે તો ઈષ્ટ સાધ્યના જ સાધક હોય છે.
જેમ કોઈપણ એક ગામમાં આવવાના અનેક માર્ગો હોય તો ભિન્ન ભિન્ન એવા તે માર્ગોથી જો વિવક્ષિત ગામમાં બરાબર પ્રવેશ થતો જ હોય તો કયા માર્ગનો અનાદર કરાય? કોઈપણ માર્ગનો અનાદર ન કરાય-તેમ અહીં સમજવું. અમદાવાદ શહેરમાં પ્રવેશ
Page #234
--------------------------------------------------------------------------
________________
૮૨૬
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર કરવા માટે જુદા જુદા છેડાઓથી જુદા જુદા અનેક માર્ગો આજે પણ જોવા મળે છે. તે તમામ માર્ગો તે માર્ગે ચાલનારાને અમદાવાદ શહેરમાં પહોંચાડે છે. તો પછી કયા માર્ગનો અનાદર કરાય? અમદાવાદ પહોંચવા માટે આ માર્ગ સાચો અને આ માર્ગ ખોટો, આમ કેમ કહેવાય ? બધા જ માર્ગે અમદાવાદ પહોંચાડે છે. તેમ મુનિ પણ સર્વનયોને યથાસ્થાને સ્વીકારે છે.
કર્મોના સમૂહને ચય કહેવાય છે. તે કર્મસમૂહને (વય ને) ખાલી કરે-નાશ કરે તેને ચારિત્ર કહેવાય છે. આવા પ્રકારનો ચારિત્ર નામનો જે ગુણ છે તે ગુણમાં લીન થનારા મુનિ સર્વનયોને યથાસ્થાને સ્વીકારનારા-જોડનારા હોય છે, પરંતુ કોઈપણ નયને તોડનારા હોતા નથી. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બે નયો છે. દ્રવ્યદૃષ્ટિ એ દ્રવ્યાર્થિકનય, આ નય ત્રિકાળવર્તી પદાર્થને ગ્રહણ કરનાર છે. તેથી ભૂતકાળમાં વર્તતા કારણને પણ સ્વીકારે છે મહત્ત્વ આપે છે જ્યારે પર્યાયાર્થિક નય પ્રગટ થયેલા પર્યાયને પ્રધાનતાએ દેખે છે તેથી તે વર્તમાન કાલગ્રાહી નય છે. આ નય વર્તમાનકાળે પ્રગટ થયેલા કાર્યને દેખે છે. કાર્યને વધારે મહત્વ આપે છે. આ રીતે કારણને મુખ્યત્વે પ્રધાન કરનારા દ્રવ્યાર્થિકનયનું અને કાર્યને મુખ્ય કરનારા પર્યાયાર્થિકનયનું એમ બન્ને નયોનું મુનિમહારાજશ્રી યથાસ્થાને યોગ્ય રીતે કુંજન કરે છે, સ્વીકાર કરે છે. કોઈનો પણ અનાદર કરતા નથી. યથાસ્થાને તે તે નયને જોડે છે. જેનાથી આત્માનું હિત થાય.
જેમ કોઈ મનુષ્ય સંસાર છોડીને નવવિધ બાહ્ય પરિગ્રહ ત્યજીને દીક્ષા લે ત્યારે ચારિત્રગુણ આવ્યો એમ દ્રવ્યાર્થિકનય સમજે છે. ચારિત્રપ્રાપ્તિની પૂર્વકાલીન કારણાવસ્થા આવી એટલે ચારિત્ર આવ્યું જ સમજી લો. પરંતુ પર્યાયાર્થિકનય કહે છે કે આ તો હજુ કારણાવસ્થા આવી. જ્યારે વડીદીક્ષા લે, પાંચ મહાવ્રત ઉચ્ચરે ત્યારે કાર્યરૂપે ચારિત્રગુણ જીવમાં પ્રગટ થાય. આ દૃષ્ટિએ પર્યાયાર્થિકનયની વાત પણ બરાબર સાચી છે. આ જ પ્રમાણે ક્રિયાનય સાધનનો ઉદ્યમ કરવાની પ્રધાનતા જણાવે છે. અને જ્ઞાનનય આત્મસ્વરૂપમાં સ્થિર થવા રૂપ સ્થિરતાત્મક કાર્યને પ્રધાનપણે જણાવે છે. ક્રિયાનય એમ જણાવે છે કે ચારથી બાર ગુણસ્થાનકમાં વર્તતા જીવો ઉપર ઉપરના ગુણોને મેળવવા માટે તેના સાધન રૂપે રહેલી પૂર્વકાલીન ધર્મક્રિયા કરે તો જ તેના ફળરૂપે તે તે ગુણની આ જીવમાં પ્રાપ્તિ થાય, તારૂ હોય પણ જો તરવાનો ઉદ્યમ ન કરે તો તે કેમ તરી શકે? માટે સાધનરૂપે ઉદ્યમ કરો તો જ ફળપ્રાપ્તિ થાય એમ ક્રિયાનય ક્રિયાની જ વધારે પ્રધાનતા જણાવે છે અને જ્ઞાનનય કહે છે કે ચારથી બાર ગુણસ્થાનકોમાં આરોહણ કરતાં જેટલા જેટલા ગુણોનો આ જીવને આવિર્ભાવ થયો છે તે જ આ જીવનું ચારિત્ર છે. પ્રગટ થયેલા આ ગુણો જ જીવને
Page #235
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૨૭
તારનાર છે. આમ બન્ને નયોની વાત સાપેક્ષપણે સાચી હોવાથી મુનિમહારાજ યથાસ્થાને બધા જ નયોનો આશ્રય સ્વીકારે છે. કોઈનો પણ અનાદર કરતા નથી.
બીજે ગામ જવું હોય તો ઘોડાનો આશ્રય પણ લેવો પડે છે અને ઈષ્ટ સ્થાન આવે ત્યારે ઘોડાનો ત્યાગ પણ કરવો પડે છે તેમ સાધ્ય સાધવું હોય ત્યારે સાધન સ્વીકારવું પણ પડે છે અને સાધ્ય સિદ્ધ થઈ જાય પછી ત્યજી પણ દેવું પડે છે સાધ્યની સિદ્ધિ સુધી સાધનનું ગ્રહણ અને અનુરૂપ ઉદ્યમ સ્વીકારવાનો હોય છે અને સાધ્યની સિદ્ધિ થાય ત્યારે વિશ્રાન્તિ સ્વીકારવાની હોય છે આમ મુનિ યથાસ્થાને નયોનું યુંજન કરે છે. અનુયોગ દ્વાર નામના સૂત્રમાં કહ્યું છે કે -
“સર્વે પણ નયોનું બહુ પ્રકારનું વક્તવ્ય સાંભળીને ચારિત્ર રૂપ ગુણમાં સ્થિર એવો સાધુ સર્વનયોથી વિશુદ્ધ (અર્થાત્ સર્વ નયોને સમ્મત) એવું જે વચન છે તેનો આશ્રય કરે છે” ભગવતીજી સૂત્રની ટીકામાં પણ કહ્યું છે કે -
“જો જિનેશ્વરપ્રભુનો સિદ્ધાન્ત (પ્રવચન) તમે સ્વીકાર કરતા હો તો વ્યવહારનય અથવા નિશ્ચયનય આ બન્નેમાંથી એક પણ નયને છોડો નહીં (તજો નહીં) કારણ કે એક વ્યવહારનય વિના તીર્થનો ઉચ્છેદ થશે અને અન્ય એવા નિશ્ચયનય વિના સત્યનો ઉચ્છેદ થશે’’ આ પ્રમાણેનાં શાસ્ત્રવચનો હોવાથી તથા બન્ને નયો સ્વીકારીએ તો જ હિત થાય છે આમ અનુભવસિદ્ધ વાત હોવાથી સામ્યતા રાખવી એ જ કલ્યાણકારી છે. આ જ વાતને વધારે મજબૂત કરે છે.
पृथग् नया मिथ: पक्ष - प्रतिपक्षकदर्थिताः । समवृत्तिसुखास्वादी, ज्ञानी सर्वनयाश्रितः ॥२॥
ગાથાર્થ :- ભિન્ન ભિન્ન રીતે જોડાયેલા આ નયો પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવવાળા થયા છતા વિડંબના પામે છે. પરંતુ સમતાભાવની વૃત્તિથી સુખનું આસ્વાદન કરનારા જ્ઞાની પુરુષ સર્વે પણ નયોનો યથાસ્થાને આશ્રય કરે છે. ॥૨॥
ટીકા :- “પૃથનયા કૃતિ'' તે મિથ:-પરસ્પર, પૃથ-મિનં મિનમ્, પક્ષप्रतिपक्षकदर्थिताः-वादप्रतिवादकदर्थनाविडम्बिता नया दुर्नया इत्यर्थः । अत एव ज्ञानी यथार्थभासनया सर्वनयाश्रितः - सर्वनयमार्गसापेक्षावबोधमग्नो भवति । कथम्भूतो ज्ञानी ? समवृत्ति:-इष्टानिष्टत्वताभावः, तस्य सुखास्वादनशीलः । उक्तञ्च
-
Page #236
--------------------------------------------------------------------------
________________
૮૨૮
જ્ઞાનસાર
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ अन्योन्यपक्षप्रतिपक्षभावात्, यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ॥३०॥
(ચામર સ્નો-૩૦) उदधाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते, प्रविभिन्नासु सरित्स्विवोदधिः ॥१॥
(સિદ્ધસેનીયાવંશત્રિશિવમ ૨૪-૧) | વિવેચન :- આ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયો, વ્યવહાર-નિશ્ચયનય, જ્ઞાન-ક્રિયા નય તથા નૈગમાદિ નયો પરસ્પર સામ સામા જોડાયા છતા પોતપોતાના પક્ષનું જ સ્થાપન કરવામાં અને સામા પક્ષનું ખંડન કરવામાં જ અથડાયા છતા વૈરાયમાણ વૃત્તિવાળા થઈને-વાદીપ્રતિવાદી ભાવવાળા બનીને વિડંબના પામે છે. ત્યારે આ નવો નયપણે રહેતા નથી પણ દુર્નયપણાને પામે છે. જ્યારે બન્ને નયો સામસામે પોતપોતાના પક્ષનો બચાવ કરે છે અને સામા પક્ષનું ખંડન કરે છે ત્યારે જાણે પરસ્પર દુશ્મન હોય તેવા વૈરવૃત્તિવાળા બનીને પોતપોતાના પક્ષનો પણ નાશ કરવા રૂપ વિડંબનાને પામે છે.
આ કારણથી જ સમ્યજ્ઞાનવાળા મુનિ યથાર્થજ્ઞાન પ્રાપ્ત કરવા વડે યથાસ્થાને સર્વનયોના માર્ગને (સર્વ નિયોની વાતને) સાપેક્ષપણે જોડતા છતા સાચા જ્ઞાનમાં મગ્ન બને છે. અર્થાત્ સાચું જ્ઞાન પામે છે. આ મુનિ કેવા છે? સમભાવની વૃત્તિના સુખનું આસ્વાદન કરવાના સ્વભાવવાળા છે એટલે કે મને આ ઈષ્ટ છે અને મને આ અનિષ્ટ છે એવી ઈષ્ટાનિષ્ટની કલ્પના વિના બને નયોની વાત સાંભળીને તટસ્થભાવ રાખવા પૂર્વક બન્નેનું યથાસ્થાને યુજન કરવા પૂર્વક સુખનો આસ્વાદ માણનારા આ મુનિ સર્વ નયોનો આશ્રય કરે છે. (સર્વ નો સ્વીકારે છે).
દ્રવ્યથી આત્માને નિત્ય પણ માને છે અને પર્યાયથી આત્માને અનિત્ય પણ માને છે. વ્યવહારનયથી સાધનની આવશ્યકતા પણ સ્વીકારે છે અને નિશ્ચયનયથી સાધ્યની આવશ્યકતા પણ સ્વીકારે છે ક્રિયાનયથી સાધ્યની ઉત્પાદક ક્રિયા પણ હોવી જરૂરી માને છે અને જ્ઞાનનયથી સાધ્યની પ્રાપ્તિનું જ્ઞાન હોવું પણ જરૂરી માને છે આમ સર્વે પણ નયોની યથાસ્થાને આવશ્યકતા સ્વીકારે છે જેથી લઢવાડ બંધ થઈ જાય છે અને પરસ્પર . સમત્વ પ્રાપ્ત થાય છે.
ઉપરની ચર્ચા યુક્તિયુક્ત છે તે માટે તેના અનુસંધાનમાં કેટલાક સાક્ષીપાઠો ટીકાકારશ્રી દેવચંદ્રજી મ.શ્રી આપે છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૨૯ હે જિનેશ્વર પ્રભુ! જે પ્રમાણે અન્ય દર્શનીઓના વાદો વાદી-પ્રતિવાદી ભાવવાળા હોવાથી પરસ્પર મત્સરી છે, તેવું તમારું શાસન સર્વે પણ નયોને સમાન ઈચ્છતું હોવાથી ઈર્ષાળુ નથી (અર્થાત્ કષાય વિનાનું સમ્યજ્ઞાન રૂપ છે). (અન્યયોગવ્યવચ્છેદિકા શ્લોક ૩૦ ટીકા સ્યાદ્વાદમંજરી)
હે નાથ ! જેમ સમુદ્રમાં સર્વે નદીઓ સમાય છે તેમ તમારામાં સર્વે દર્શનો (સર્વે દર્શનોના ભિન્ન ભિન્ન નયો-અભિપ્રાયો) સમાયા છે. પરંતુ ભિન્ન ભિન્ન નદીઓમાં જેમ સમુદ્ર દૃષ્ટિગોચર થતો નથી તેમ તે તે અન્ય દર્શનોમાં આપશ્રી (આપનો અનેકાન્તવાદ રૂપ સાપેક્ષસિદ્ધાન્ત) ક્યાંય દૃષ્ટિગોચર થતો નથી. (પૂજ્ય સિદ્ધસેનજીકૃત ત્રિશાર્નાિશિવ શ્લોક ૧૪-૫).
उक्तञ्च सम्मतौ - ण य तइओ अस्थि णओ, ण य सम्मत्तं ण तेसु पडिपुण्णं । जेण दुवे एगंता, विभज्जमाणा अणेगंतो ॥१४॥ जह एए तह अण्णे, पत्तेयं दुण्णया णया सव्वे । हंदि हु मूलणयाणं, पण्णवणे वावडा तेवि ॥१५॥ सव्वणयसमूहम्मि वि, णत्थि णओ उभयवायपण्णवओ । मूलणयाण उ आणं, पत्तेयं विसेसियं बिंति ॥१६॥ तम्हा सव्वेवि णया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णणिस्सिया उण, हवंति सम्मत्तसब्भावा ॥२१॥
(સન્મતિપ્રરણાતું ૨, મથા-૨૪-૨૫-૬-૨૨) રૂઢિ iારા
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બે વિના ત્રીજો કોઈ નય નથી અને તે બન્ને નયો એકલા જુદા જુદા હોય તો તેમાં વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ આવતું નથી. તેથી એકલા એકલા આ બને નય સમ્યકત્વસ્વરૂપ નથી. કારણ કે તે બન્ને એકાન્તરૂપ છે. અને વસ્તુના અપૂર્ણ સ્વરૂપને સમજાવનારા છે. પરંતુ જો તે બને નય સાપેક્ષ બને તો અનેકાન્તસ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપને જણાવનારા બની શકે છે. ૧૪
જેવી રીતે આ બન્ને નયો છુટા છુટા હોય તો દુર્નય છે (મિથ્યાષ્ટિ છે, તેવી જ રીતે અન્ય નયો (નૈગમાદિ ઉત્તરભેદ રૂપ સાતે નયો) પણ પ્રત્યેક (એટલે પરસ્પર નિરપેક્ષ)
Page #238
--------------------------------------------------------------------------
________________
૮૩૦ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર હોય ત્યારે તે સર્વે નયો દુર્નય જ છે (મિથ્યાષ્ટિ જ છે, કારણ કે તે ઉત્તરનયો પણ પોતપોતાના મૂલનયોની વાતને જ સંસારમાં વધારે જોરશોરથી દોહરાવનારા (ગાનારા-પ્રરૂપણા કરનારા) હોય છે. ૧પો.
સર્વે નયોના સમૂહમાં પણ ઉભયવાદને (સામાન્ય-વિશેષ એમ બન્નેને એકી સાથે) જણાવનારો કોઈ નય નથી. કારણ કે તે સર્વે પણ દરેક નયો પોતપોતાના મૂલભૂત નયની આજ્ઞાને જ વધારે ને વધારે જોરશોરથી કહે છે. પણ સાપેક્ષપણે ઉભય વાતને કહેતા નથી. ૧૬ll
તેથી સર્વે પણ નયો પોત પોતાના પક્ષમાં પ્રતિબદ્ધ (આગ્રહી) હોય તો તે મિથ્યાષ્ટિ છે અને પરસ્પર નિશ્રાવાળા (સાપેક્ષ દૃષ્ટિવાળા) હોય તો તે જ સર્વે પણ નય સમ્યકત્વના સદ્ભાવવાળા બને છે. ર૧ પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી રચિત સન્મતિ પ્રકરણ કાષ્ઠ પ્રથમ ગાથા ૧૪-૧૫-૧૬-૨૧. ઈત્યાદિ, વિશેષ અર્થો તે ગ્રંથની ગાથાઓથી જાણી લેવા. રા
સાત વાથયનાદ - સામ્યતાને જણાવતાં કહે છે - "नाप्रमाणं प्रमाणं वा, सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाणं स्यादिति सर्वनयज्ञता ॥३॥
ગાથાર્થ :- સર્વે પણ વાક્ય જો અવિશેષિત હોય તો તે અપ્રમાણ પણ નથી અને પ્રમાણ પણ નથી પરંતુ જો વિશેષિત હોય તો જ તે પ્રમાણ છે. આમ સમજીને સર્વનયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
ટીકા :- “નાપ્રમાણિતિ” સર્વ વાવાજોન ગામ, ન, વા-૩થવા प्रमाणमपि न, विधिनिषेधोपदेशः । प्रथमं तदेव प्रमाणम्, गुणवृद्धौ ध्यानलीनानां तदेवाप्रमाणम् । यच्चानेषणीयादिकं पूर्वमप्रमाणं तदेव गीतार्थादिषु प्रमाणम् । भगवतीटीकातो ज्ञेयम् । तत्रापि गाथा -
परमरहस्समिसीणं, सम्मत्तगणिपिडगहत्थसाराणं । परिणामियं पमाणं, णिच्छयमवलंबमाणाणं ॥६०२॥
(1øવસ્તુવરા માથા ૬૦૨) पञ्चवस्तुटीकायाम्-एसणमाई तणुयोगा इत्यादि सर्वमप्यविशेषितम् । अन्यसमयस्थं सद्वचनं विशेषरहितम्, विशेषितं-विशेषणसंयोजितं प्रमाणं स्यात् ।
Page #239
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૩૧ विषयपरिशोधकनययोजितं प्रमाणं स्यात् । उपलक्षणात् स्वसमयवचनमपि अननुयोगोक्तमप्रमाणं भवति, पञ्चमाङ्गे मण्डुकश्रावकाधिकारतो ज्ञेयम् । उक्तञ्च -
વિવેચન :- સર્વે પણ વાક્યો જો વિશેષણ વિનાનાં હોય (કોઈપણ જાતની વિવક્ષા કર્યા વિનાનાં હોય) તો તે વાક્યો એકાત્તે અપ્રમાણ પણ નથી અથવા પ્રમાણ પણ નથી. વિવક્ષા વિનાનાં તે સઘળાં પણ વાક્યો વિધિ કે નિષેધનો ઉપદેશ આપવા સમર્થ થતાં નથી, વિશેષણ સહિત કરો (વિવક્ષા યુક્ત કરો) તો જ તે અપ્રમાણ અથવા પ્રમાણ બને છે. જેમકે “વીતરાગપ્રભુની દ્રવ્યપૂજા કરવી જોઈએ” આટલું માત્ર વાક્ય લખાય કે બોલાય તો તે પ્રમાણ (સત્ય-સ્વીકારવા યોગ્ય) પણ નથી તથા અપ્રમાણ (અસત્ય-ન સ્વીકારવા યોગ્ય) પણ નથી. કારણ કે કોણે પૂજા કરવી જોઈએ? અને કોણે ન કરવી જોઈએ? તે સ્પષ્ટ કર્યું નથી અર્થાત્ એવું વિશેષણ આગળ લખ્યું નથી માટે કરવી જ જોઈએ, એમ વિધિ પણ જણાવતું નથી અને ન કરવી જોઈએ એમ નિષેધ પણ જણાવતું નથી.
પરંતુ જો આગળ “શ્રાવક-શ્રાવિકાએ” અથવા “સાધુ-સાધ્વીજીએ” આમ વિશેષણ લગાડાય (વિવક્ષા કરાય) તો જ તે વાક્ય પ્રમાણ અથવા અપ્રમાણ બને છે. જો શ્રાવકશ્રાવિકા શબ્દ જોડાય તો શ્રાવક-શ્રાવિકાએ વીતરાગપ્રભુની દ્રવ્યપૂજા કરવી જોઈએ આ વાક્ય પ્રમાણભૂત બને-સ્વીકારવા યોગ્ય બને કારણ કે દ્રવ્યપૂજા સાવદ્ય છે અને શ્રાવકશ્રાવિકા સાવધના અધિકારી છે. પણ “સાધુ-સાધ્વીજીએ વીતરાગપ્રભુની દ્રવ્યપૂજા કરવી જોઈએ આવી જો વિવક્ષા કરાય તો તે વાક્ય અપ્રમાણ બને છે કારણ કે સાધુ-સાધ્વીજી સાવધના ત્યાગી છે.
આમ વાક્યની આગળ જો વિશેષણ લગાડો કે કઈ અપેક્ષાએ તમે આ વાક્ય બોલો છો? તે જો સ્પષ્ટ કરો તો જ તે વાક્ય પ્રમાણ છે કે અપ્રમાણ છે? આ વાત સ્પષ્ટ થાય. વિશેષણ વિના વિધિ-નિષેધનો ઉપદેશ થઈ શકતો નથી. “પાર્શ્વનાથ પ્રભુ પૂર્વે થયા આટલું જ માત્ર વાક્ય બોલો તો તે પ્રમાણ કે અપ્રમાણ ન કહેવાય, કારણ કે કોનાથી પૂર્વે થયા? તે વિવક્ષા સ્પષ્ટ કરી નથી “મહાવીરસ્વામી પ્રભુથી પૂર્વે થયા” આમ વિશેષણ જોડો તો જ તે વાક્ય પ્રમાણ ગણાય, અન્યથા શ્રી નેમિનાથ પ્રભુની પૂર્વે અથવા શ્રી નમિનાથ પ્રભુની પૂર્વે થયા. આવો ખોટો અર્થ પણ થઈ શકે, માટે પ્રમાણ કે અપ્રમાણ ગણાતું નથી. તેથી વિશેષણ જોડો (વિવક્ષા કરો) તો જ તે તે વાક્ય પ્રમાણ હોય તો પ્રમાણ અને અપ્રમાણ હોય તો અપ્રમાણ ઠરે છે.
પ્રથમં તવ પ્રમામ્ = પહેલાં જે વાક્ય પ્રમાણ હોય છે તે જ વાક્ય જીવમાં ગુણોની વૃદ્ધિ થયે છતે ધ્યાનદશામાં લીન થયેલા મહાત્માઓ માટે અપ્રમાણ ગણાય છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
૮૩૨ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર જેમકે પડિલેહણ-પ્રતિક્રમણ-દેવવંદન ઈત્યાદિ ધર્મક્રિયાઓનું આચરણ પ્રથમાવસ્થામાં મુનિઓને કર્તવ્ય હોય છે તેથી તે તે કાર્ય કરવું જોઈએ. આ વાક્ય પ્રથમાવસ્થામાં પ્રમાણ ગણાય છે. પરંતુ અનેક પ્રકારના ગુણોની વૃદ્ધિ થઈ હોય અને ઉચ્ચતર ધ્યાનદશામાં આરૂઢ થયા હોય ત્યારે તે તે ધર્મક્રિયાઓનું આચરણ ધ્યાનાદિ-ઉચ્ચતરદશાનું બાધક હોવાથી “કરવું જોઈએ” આ વાક્ય ત્યાં અપ્રમાણ બને છે જેમકે બાહુબલિજી મુનિ તથા તીર્થંકરભગવંતો દીક્ષિતાવસ્થામાં ધ્યાનસ્થ હોય છે ત્યારે ઉચ્ચતર દશા હોવાથી આપણા જેવા સામાન્ય માણસોની જેમ આચરણ તેઓનું હોતું નથી. ગૃહસ્થપણામાં દાન કર્તવ્ય હોય છે તે જ ગૃહસ્થ જ્યારે સાધુ થાય ત્યારે સાધુપણામાં પૌલિકદાન અકર્તવ્ય થાય છે. કારણ કે જો સાધુપણામાં પૌલિક-દાન ચાલુ રાખે તો સંગ્રહ ચાલુ જ રહે, જે સાધુપણાની સાથે બાધક છે. આમ અનેક ઉદાહરણથી આ વાત સમજાય તેમ છે કે વિવક્ષા વિનાનું વાક્ય પ્રમાણ કે અપ્રમાણ ગણાતું નથી.
વષ્યનેષvયાવિ = એવી જ રીતે અષણીય આહારાદિ (આધાકર્મી આદિ દોષો વાળો એટલે કે સાધુને ન કલ્પે તેવો આહાર વગેરે) પૂર્વકાલમાં એટલે સામાન્ય સાધુને લેવો કલ્પ નહીં, એટલે આવો દોષિત આહાર ગ્રહણ કરવો તે અપ્રમાણ કહેવાય પરંતુ ગીતાર્થ મુનિ હોય અને આદિ શબ્દથી માંદા મુનિ હોય રોગ મુનિ હોય ઈત્યાદિ કારણવિશેષ હોય તો રાગાદિ દોષો લાગે તેમ નથી, આસક્તિ થાય તેમ નથી માટે તેવા ગીતાર્યાદિ મુનિઓને આવા કારણે અનેષણીય આહારાદિનું ગ્રહણ અપ્રમાણ ન ગણાય પણ પ્રમાણ ગણાય. ભગવતીજી સૂત્રની ટીકામાં પણ આમ જ લખ્યું છે. ત્યાંની ગાથા આ પ્રમાણે છે.
“સમસ્ત ગણિપિટક (દ્વાદશાંગી)નો સાર જેઓએ હસ્તગત કર્યો છે એવા ઋષિમુનિઓનું આ જ પરમ રહસ્ય (પરમ માહાભ્ય) છે કે નિશ્ચયનયનું અવલંબન લેનારા મહાત્માઓને “ચિત્તનો શુદ્ધ-અશુદ્ધ પરિણામ” એ જ પ્રમાણ કહેવાય છે બાહ્ય શુદ્ધિ-અશુદ્ધિ તેઓને સ્પર્શતી નથી “અશુદ્ધ આહાર પણ ગીતાર્થોને શુદ્ધિનું કારણ બને છે અને શુદ્ધ આહાર પણ સામાન્ય મુનિઓને આસક્તિનું કારણ બને તેવો સંભવ હોવાથી અશુદ્ધિનું કારણ બને છે. આ ગાથા પંચવસ્તુપ્રકરણમાં પણ છે . ૬૦૨, તથા ઓઘનિર્યુક્તિમાં પણ છે ૭૬૧. - પંચવસ્તુકપ્રકરણ નામના ગ્રંથની ટીકામાં પણ પક્ષUTHI તUTયો ઈત્યાદિ પાઠથી આ જ હકીકત કહી છે. વિશેષ પાઠ તથા તેના અર્થ ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
८33 આ પ્રમાણે સર્વે પણ વચનો અવિશેષિત હોય એટલે કે વિશેષણ (વિવક્ષા) રહિત હોય તો તે અપ્રમાણ કે પ્રમાણ ગણાતાં નથી. અન્યદર્શનનાં શાસ્ત્રોમાં કહેલું જો સર્વચન હોય (સત્યવચન હોય) તો પણ જો વિશેષણરહિત હોય તો તેનો સ્વીકાર કે અસ્વીકાર કરાતો નથી પણ વિશોષિતમ્ = વિશેષણથી સંયુક્ત જો હોય એટલે કે તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવે ઉપકારક થાય તેવી વિવક્ષા જો કરાય તો જ તે સર્વચન પણ પ્રમાણ બને છે અન્યથા નહીં. જ્યાં જ્યાં જે જે વિષયનો ઉપકાર થાય તેમ હોય ત્યાં ત્યાં તે તે રીતે વિષયના પરિશોધક રીતે નયની યોજના નો કરાય તો સર્વચન પ્રમાણ બને છે જેમકે અન્ય ન્યાય દર્શન અને વૈશેષિક દર્શનમાં કહ્યું છે કે “મોક્ષે જતાં જીવનું જ્ઞાન અને સુખ નાશ પામે છે” હવે જો મોક્ષમાં જતાં આ જીવમાંથી જ્ઞાનનો સર્વથા નાશ થતો હોય અને આત્મા જડ જ બની જતો હોય તો મોક્ષે જવાનો કોઈ અર્થ જ ન રહે, કોઈ મુક્તિ માટે પ્રયત્ન કરશે જ નહીં એવી જ રીતે જો સુખનો નાશ જ થતો હોય તો સંસાર જ શું ખોટો ? સંસારમાં ક્યારેક તો સુખ મળે છે. માટે વિવક્ષા વિનાનો આ અર્થ બરાબર નથી - પ્રમાણ નથી. પણ જો આવી વિવક્ષા કરાય કે “મોક્ષે જતાં છાઘસ્થિક જ્ઞાનનો અર્થાત્ ક્ષાયોપથમિક ભાવનાં જ્ઞાનોનો નાશ થાય છે, તો તે વાક્ય પ્રમાણ બને. કારણ કે ક્ષાયોપથમિક ભાવનાં જ્ઞાનો નાશ પામે અને ક્ષાયિકભાવનાં નિર્મળ શુદ્ધ કેવળજ્ઞાનાદિ પ્રગટ થાય આ અર્થ પ્રમાણ ગણાય તથા જે કર્મબંધનો હેતુ છે તે સાંસારિક ભોગસુખ નાશ પામે પણ આત્મિકગુણોનું સુખ પ્રગટ થાય છે આ અર્થ પ્રમાણ ગણાય.
એવી જ રીતે અન્યદર્શનમાં કહ્યું છે કે “આત્મા સર્વવ્યાપી છે” આ વાક્ય જો આત્મદ્રવ્યને સર્વવ્યાપી કહે તો અપ્રમાણ છે પણ જ્ઞાનથી આત્મા સર્વવ્યાપી છે આવી વિવેક્ષા જો કરાય તો પ્રમાણ પણ બની શકે છે. આમ અન્યદર્શનનાં સર્વે પણ વાક્યો સર્વચન હોય તો પણ જો વિશેષણ (વિવક્ષા) રહિત હોય તો અપ્રમાણ બને છે અને જો વિશેષણ લગાડ્યું હોય એટલે કે વિષયના ઉપકારક તરીકે વિવક્ષા કરાઈ હોય તો પ્રમાણ બને છે.
૩પત્નક્ષVI= અધ્યાહારથી એ પણ સમજી લેવું કે જૈનદર્શનમાં કહેલાં વચનો પણ જ્યાં જ્યાં જેવા જેવા અનુયોગથી (જેવા જેવા ભાવથી - જેવા જેવા પ્રસંગથી) કહેવાયાં હોય તેવી તેવી વિવક્ષા જો ન કરાય અને તેવા અનુયોગ વિના મનફાવે તેમ સ્વચ્છંદપણે વિવક્ષા કરાય તો સ્વશાસ્ત્ર ગત વચન હોય તો પણ ત્યાં તે સ્વચ્છંદતાનું પ્રેરકત્વ હોવાથી અપ્રમાણ બને છે. જેમ કે જૈનદર્શનમાં કહ્યું છે કે “જૈને કર્મો ખપાવવા તપ કરવો જોઈએ” આ વાક્ય જૈનદર્શન સમ્મત હોવા છતાં “સ્વાધ્યાય વૈયાવચ્ચ આદિ અન્ય યોગો સીદાય નહીં તેમ” આવી વિવક્ષા જો ન કરીએ તો પ્રમાણ ગણાતું નથી. ઈત્યાદિ સમજી લેવું. આ વિષય
Page #242
--------------------------------------------------------------------------
________________
૮૩૪ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર પાંચમા અંગરૂપ ભગવતીજી સૂત્રમાં મંડુકશ્રાવકના અધિકારથી જાણી લેવો. અન્યશાસ્ત્રોમાં પણ આ વિષયમાં આ જ પ્રમાણે કહ્યું છે તે સાક્ષીપાઠો આ પ્રમાણે છે -
सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तिमीसिओ भणिओ । तइओ य निरवसेसो, एस विही होइ अणुओगे ॥४॥
(આવશ્યકનિયુક્તિ ગાથા-૨૪) अनुयोगशून्यं वचनं न प्रमाणं भवति । उक्तञ्च - अपरिच्छियसुअणिहसस्स, केवलमभिण्णसुत्तचारिस्स । सव्वुज्जमेण वि कयं, अण्णाणतवे बहुं पडइ ॥४१५॥
(ઉપદેશમાલા ગાથા ૪૧૫) પુનઃ માત્રાર્થે: (મિકાવાર્થે:) - तत्रापि न च द्वेषः, कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनम्, सर्वं च यत्प्रवचनादन्यत् ॥१६-३॥
(ષોડશBRUT ૨૬-૩) इति विचार्य स्याद्वादोपयोगेन सर्वनयज्ञता कार्या । पुनः साम्यमवलम्बनीयं पक्षपरिहारेण आत्मधर्मनिष्ठता हिता । ॥३॥
જ્યારે જ્યારે સૂત્ર સંબંધી અનુયોગ-વ્યાખ્યાન કરવાનું હોય, સૂત્રોના અર્થો સમજાવવાના હોય ત્યારે ત્યારે (૧) સૂત્રનો માત્ર અર્થ જ સમજાવાય આ પ્રથમવિધિ, (૨) ત્યારબાદ સૂત્રની સાથે સ્પર્શવાળી નિયુક્તિથી મિશ્રિત અર્થ કહેવાય, આ બીજી વિધિ, અને (૩) ત્યારબાદ પ્રાસંગિક-અપ્રાસંગિક એવા ઘણા વિવેચનવાળો સઘળો અર્થ કહેવાય આ ત્રીજી વિધિ. આમ સૂત્રનો અર્થ સમજાવવાની અનુયોગની બાબતમાં ત્રણ પ્રકારની વિધિ શ્રી તીર્થકરગણધર ભગવંતોએ કહેલી છે. (આવશ્યકનિયુક્તિ ગાથા-૨૪)
અભ્યાસ કરનારા શિષ્યવર્ગની મતિનો વ્યામોહ ન થાય, એટલે કે ભણનારા શિષ્યોની મતિ મુંઝાય નહીં એટલા માટે સૂત્રોના અર્થોની વાચના આપતાં પ્રથમ સૂત્ર સંબંધી જ માત્ર અર્થ સમજાવવો જોઈએ, સૂત્ર સંબંધી પ્રાથમિક અર્થ સમજાવ્યા પછી સૂત્રોમાં આવતા શબ્દો અને પદોનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ તથા નિયુક્તિથી થતો જે અર્થ હોય તેનો અનુયોગ-વ્યાખ્યાન કરે. આ અર્થ આપવાની બીજી વિધિ જાણવી. ત્યારબાદ શિષ્યોની બુદ્ધિ વિશાળ બનતાં તે
Page #243
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૩૫
તે સૂત્રમાં આવતી પ્રાસંગિક વાતો અને બીજી કેટલીક તેના અનુસંધાનવાળી અપ્રાસંગિક વાતો એમ વિસ્તૃત સઘળો અર્થ ત્રીજીવારમાં શિષ્યોને સમજાવવો. આ પ્રમાણે સૂત્રોનો અનુયોગ આપવાની ત્રણ પ્રકારની વિધિ શ્રી તીર્થંકર ભગવંતોએ તથા ગણધર ભગવંતોએ શાસ્ત્રોમાં જણાવેલી છે. આમ આવશ્યકનિયુક્તિમાં પરમ પૂજ્ય શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહેલ છે. આવા પ્રકારના ત્રણ જાતના અનુયોગ વિનાનું (વિશિષ્ટ અર્થ કર્યા વિનાનું) વચન પ્રમાણ ગણાતું નથી, કારણ કે કયા સંદર્ભમાં લખાયેલું આ વાક્ય છે. તે સમજ્યા વિના જો વાક્યો બોલાય તો શિષ્યો આશય સમજ્યા વિના અન્ય સંદર્ભમાં લગાડી દે તો ઘણું નુકશાન થઈ જાય માટે અનુયોગ કરાયેલું વચન જ પ્રમાણ ગણાય છે ઉપદેશમાલામાં શ્રી ધર્મદાસગણિજીએ પણ કહ્યું છે કે -
“આગમોના અર્થનો સાર જેઓએ જાણ્યો નથી તથા સૂત્રોના વિસ્તૃત અર્થો જેણે ભેદ્યા નથી (ખોલ્યા નથી) તેવા જીવો દ્વારા સર્વપ્રકારના ઉદ્યમ વડે કરાયેલું જે જે ધર્મ અનુષ્ઠાન હોય છે તે અજ્ઞાનતપમાં અર્થાત્ અજ્ઞાનાનુષ્ઠાનમાં જ ગણાય છે (ઉપદેશમાલા ગાથા-૪૧૫).
તથા પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મ.શ્રીએ ષોડશકપ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે “ત્યાં પણ (અન્યદર્શનનાં શાસ્ત્રો સંબંધી અર્થમાં) ક્યારેય પણ દ્વેષ ન કરવો, પરંતુ પ્રયત્ન કરવાપૂર્વક યથાર્થ અર્થ સંગત કેમ થાય ? તેનો માર્ગ વિચારવો. કઈ કઈ અપેક્ષાએ આ અર્થ સંગત થાય ? તે સંબંધી વિષય વિચારવો. કારણ કે જિનેશ્વરપ્રભુના પ્રવચનથી જે જે અન્યદર્શનનાં વચનો હોય છે તે સર્વે સચન (યુક્તિયુક્ત વચન) હોતાં નથી. (તેમાંથી જે જે વચનો જૈનદર્શનને અનુસારી વચનો હોય છે સાપેક્ષવચનો હોય છે તે જ કોઈક સચન હોય છે સઘળાં સચન હોતાં નથી. માટે દ્વેષ કરવો ઉચિત નથી. પણ બુદ્ધિથી વિવેક કરવો ઉચિત છે.
આ પ્રમાણે વિચારીને સર્વ ઠેકાણે સ્યાદ્વાદનો ઉપયોગ રાખીને સર્વનયોનું જાણકારીપણું મેળવવા જેવું છે. જેમકે “પત્થરના પુતળા રૂપે બનાવેલી ગાયને “કોઈએ આ ગાય છે” આમ કહ્યું તેથી તે સાંભળીને નૈગમનયથી આરોપિત આ ગાય છે એમ જાણવું, પણ વાસ્તવિક આ ગાય છે એમ ન જાણવું. તેથી તે પત્થરની ગાયને જોઈને ગાયનું જ્ઞાન થાય ૧. અહીં ટીકામાં હેમાચાર્યે: પાઠ છે. પણ આ ગાથા ષોડશકપ્રકરણની છે અને ષોડશકપ્રકરણ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ છે તેથી આ પાઠ અશુદ્ધ લખાયો હોય એમ લાગે છે અથવા હેમસુવર્ણ તુલ્ય નિર્મળ એવા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી આવી ઉપમા આપવા માટે લખ્યો હોય તો જ્ઞાની જાણે. પણ અહીં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ન લેવા.
Page #244
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
८३६
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ છે માટે ઉપચરિત ગાય જરૂર કહેવાય, પણ દોહવા બેસાય નહીં. આમ પણ જાણવું જોઈએ. આ રીતે બીજા નયોનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. આ રીતે સર્વે પણ નયોનો અભ્યાસ કરી કોઈ એક પક્ષના આગ્રહનો ત્યાગ કરી જ્યાં જે ઉપકારી હોય ત્યાં તે જોડીને સર્વ ધર્મો પ્રત્યે સમભાવનું આલંબન લઈને પોતાના આત્માના ધર્મમાં સ્થિરતા મેળવવી એ જ હિતકારી છે. એકાન્ત આગ્રહ હિતકારી નથી. સાપેક્ષવાદી થવું, સમન્વયવાદી થવું પણ Bहाडी न थj. ॥3॥
लोके सर्वनयज्ञानां, ताटस्थ्यं वाप्यनुग्रहः । स्यात्पृथङ्नयमूढानां, स्मयार्तिर्वातिविग्रहः ॥४॥
ગાથાર્થ :- આ સંસારમાં સર્વનયોને જાણનારા માણસોની અંદર તટસ્થપણું (એટલે સમવૃત્તિપણું) તથા અનુગ્રહ બુદ્ધિ (ઉપકારક બુદ્ધિ) હોય છે. પરંતુ ભિન્ન-ભિન્ન એક-એક નયના આગ્રહવાળા જીવોમાં માનોન્માનની (અભિમાનની) પીડા તથા અતિશય કલેશવૃત્તિ मात्र ४ डोय:छ. ॥४॥
st :- "लोके सर्वेति" लोके-दक्षजनसमूहे सर्वनयज्ञानां-सर्वनयरहस्यविज्ञानां ताटस्थ्यं-तटस्थत्वं-पार्श्ववर्तित्वम्, वा इति व्यवस्थायाम् । अपि-समुच्चये, अनुग्रहः -उपकाराय भवति । सर्वत्र परीक्षकत्वं हितम् । पृथङ्नयमूढानां-एकैकनयपक्षग्रहवर्तिनाम, स्मयातिः-मानोन्मानपीडा, वा-अथवा, अतिविग्रहः-कदाग्रहः स्यात् -भवति । उक्तञ्च -
कालो सहाव णियई, पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव उ, समासओ होंति सम्मत्तं ॥३-५३॥
(सन्मतिप्रकरणकाण्ड-३-५३) अत्र पुरुषाकारस्य उपादानकारणत्वाद् मुख्यत्वम्, कालस्वभावपूर्वकृतानां तु निमित्तासाधारणापेक्षाकारणत्वम्, नियतेश्च कारणत्वमौपचारिकम्, अस्या अनित्यत्वं विचारामृतसङ्ग्रहे उक्तमस्ति इति नियतपक्षः (नियतिपक्षः) आजीविकानां मिथ्याग्रहरूपः, न जैनानाम्, एवमंशस्यापि जैनमार्गे विवक्षितत्वात् समुच्चयवचनम् ॥४॥
વિવેચન :- આ સંસારમાં જે નિપુણ એટલે કે ચતુર, સમજુ મનુષ્યવર્ગ છે તેવા જનસમૂહમાં સર્વ નયોને યથાર્થપણે જાણનારા તથા જ્યાં જ્યાં જે જે નયની પ્રધાનતા કરવાથી
Page #245
--------------------------------------------------------------------------
________________
૮૩૭
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ સાધ્યની સિદ્ધિ સંગત થતી હોય ત્યાં ત્યાં તે તે નયની પ્રધાનતા કરનારા અને બીજા નયની ગૌણતા કરનારા વિચક્ષણ પુરુષોમાં જ તટસ્થપણું અને અનુગ્રહબુદ્ધિ સંભવે છે. તટસ્થપણું એટલે મધ્યસ્થપણું અથવા જ્યાં જે યોગ્ય હોય, તેના પડખે ઉભા રહેવાપણું, આવા જીવોમાં હોય છે. કદાગ્રહ વિનાના હોવાથી જ્યાં જ્યાં જે જે ઉપકારકભાવ હોય ત્યાં ત્યાં તે તે ભાવની પડખે આ મહાત્માઓ ઉભા રહે છે પોતાને કોઈ બાજુનો હઠાગ્રહ ન હોવાથી જેને પ્રધાન કરવાથી સાધ્યની સિદ્ધિ થાય તેમ હોય ત્યાં તેની પ્રધાનતા કરી લે છે.
વાં શબ્દ અહીં વ્યવસ્થા અર્થમાં છે એટલે આવા મધ્યસ્થ પુરુષો સર્વનયોને જાણતા હોવાથી તટસ્થ રહે છે તેથી જ હૃદય સાચું છે માટે સાચો ઉપકાર કરી શકે છે. હંમેશાં હૃદયમાં અનુગ્રહબુદ્ધિ જ હોય છે, કરૂણાળુ સ્વભાવ હોય છે. દીર્ઘદ્રષ્ટિ હોય છે, સાપેક્ષહૃદય હોય છે, આ કારણે જ આવા જીવો ક્લેશમુક્ત, જડતામુક્ત અને કદાગ્રહમુક્ત હોય છે. સર્વ સ્થાનોમાં પોતાની બુદ્ધિ દોડાવીને પરીક્ષા કરીને ઉપકારક રીતે પ્રવર્તે છે તેથી તેઓમાં સર્વત્ર પરીક્ષકપણું હોય છે અને તેઓ સર્વત્ર હિતકારક બને છે.
જે આત્માઓ એક એક નયને જ જાણીને તેના આગ્રહવાળા બને છે બીજી બાજુનો નય, બીજી બાજુની વાત, જેઓ સાંભળતા નથી અવધારતા નથી તેઓ પોતાની માનેલી માન્યતાના હઠાગ્રહી થયા છતા અભિમાની-ગર્વિષ્ઠ બને છે અને બીજી બાજુના અજાણ હોવાથી બીજી બાજુના જાણકાર પુરુષોની સાથે અત્યન્ત લઢવાડવાળા બને છે. તેથી અત્યન્ત ક્લેશવાળા, જડતાવાળા અને કદાગ્રહવાળા બને છે. જ્યારે જુઓ ત્યારે ધર્મચર્ચાને બદલે વાદવિવાદ અને લઢવાડ, નિંદા-ટીકા જ હોય છે. માટે એકાન્તવાદનો આગ્રહ દુઃખદાયી, ક્લેશદાયી અને કષાય વધારનાર જ છે. પૂજ્યપાદ આચાર્ય મ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સન્મતિપ્રકરણમાં કાંડ-૩ ગાથા પ૩ માં કહ્યું છે કે –
“કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત (કમ), અને પુરુષ રૂપ કારણ, આ પાંચેના એકાન્તવાદો મિથ્યાત્વ છે અને તે પાંચે વાદો યથાર્થપણે સમન્વય પામે તો સાપેક્ષ થવાથી સમ્યકત્વ બને છે. ll૩-૫૩
આ ગાથામાં પુરુષકારણ શબ્દનો અર્થ પુરુષમાં (કર્તામાં) રહેલી કારણતા એવો અર્થ કરવો. જેથી જે કર્તા એવો પુરુષ કાર્ય આરંભે છે તે કર્તા તે કાર્યનું ઉપાદાન કારણ હોવાથી મુખ્ય કારણ છે. જેમકે જે આત્મા મોક્ષપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ આરંભે છે તે પુરુષ મુક્તિપ્રાપ્તિનું ઉપાદાન કારણ હોવાથી મુખ્ય છે. બાકીનાં ચારે કારણોમાં કાલ એ નિમિત્તકારણ છે, સ્વભાવ એ અસાધારણ કારણ છે, પૂર્વકૃત કર્મ એ અપેક્ષાકારણ છે અને નિયતિ એ
Page #246
--------------------------------------------------------------------------
________________
८३८ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર ઔપચારિકકારણ છે. વાસ્તવિકતા એ છે કે પાંચ કારણો મળે તો કાર્ય થાય છે તેથી પાંચેનો સમન્વય તે જ સમ્યકત્વ છે. એક એકનો પક્ષ ખેંચવો તે એકાન્તવાદ થવાથી મિથ્યાત્વ છે. કાલ પાક્યો હોય ત્યારે જ કાર્ય થાય છે સ્ત્રીમાં ગર્ભધારણની શક્તિ હોવા છતાં યુવાવસ્થાનો કાળ આવે ત્યારે જ આ કાર્ય થાય છે. બાલ્યાવસ્થા કે વૃદ્ધાવસ્થાના કાળમાં આ કાર્ય થતું નથી. માટે કાલ પણ અવશ્ય કારણ છે. જેનામાં જે કાર્ય કરવાનો સ્વભાવ હોય તેનાથી તે જ કાર્ય થાય છે બીજું કાર્ય થતું નથી. જેમકે ઘઉંના દાણા વાવો તો તે દાણા ઘઉં જ ઉગાડી શકે છે, જુવાર નહીં, અને જુવાર વાવો તો તે દાણા જુવાર જ ઉગાડી શકે છે, ઘઉં નહીં, માટે સ્વભાવ પણ કારણ છે.
જે દ્રવ્યમાં જે પર્યાય બનવો નિયત હોય તે દ્રવ્યમાં જ તે પર્યાય બને છે અન્ય દ્રવ્યમાં તે પર્યાય બનતો નથી, મરીચીના જીવમાં મહાવીરસ્વામી બનવાનો પર્યાય નિયત હતો, તેથી તેનો કાલ પાકતાં તે જ જીવ મહાવીર સ્વામી બને છે. માટે નિયતિ પણ કારણ છે. જીવમાં જે સુખ-દુઃખ, રાજા-રક, રોગી-નિરોગી આદિ અવસ્થાઓ આવે છે તેમાં પૂર્વે બાંધેલાં કર્મો પણ અવશ્ય કારણ છે તેથી પૂર્વકૃત કર્મ પણ કારણ છે તથા જીવનો તેવો તેવો સાનુકુળ-પ્રતિકુળ પુરુષાર્થ પણ સારું-ખરાબ બનવામાં કારણ છે. આમ આ પાંચ કારણોનો સમુદાય (સમન્વય) એ જ વિવક્ષિત કાર્યનું જનક હોવાથી કારણ છે. આ પાંચમાંથી સંસારી લોકોની દૃષ્ટિ જે કારણ તરફ ઢળી જાય છે તેની એકાન્ત પક્કડ વધી જાય છે અને તે જીવ તે જ એકને કારણ માની તેનાં જ ગાણાં ગાય છે. આ એકાન્તવાદ છે, મિથ્યાત્વ છે.
આ પાંચમાં કોઈ નિમિત્તકારણ છે જેમકે કાલ, કોઈ અસાધારણ કારણ છે જેમકે સ્વભાવ, કોઈ માત્ર અપેક્ષાકારણ છે જેમકે કર્મ, કોઈ ઉપાદાન કારણ છે જેમકે પુરુષ અને કોઈ ઔપચારિક કારણ છે જેમકે નિયતિ. આ પાંચમાં કાલ નિમિત્તભાવે કારણ બને છે સ્વભાવ અસાધારણપણે કારણ બને છે. કર્મ અપેક્ષારૂપે કારણ બને છે પુરુષ પોતે કાર્ય રૂપે પરિણામ પામે છે માટે ઉપાદાનપણે કારણ બને છે અને નિયતિ સત્તાગત છે, પ્રગટપણે નથી. માટે ઔપચારિક કારણ બને છે. નિયતિ પણ સર્વથા એકાન્ત નિયત નથી. જો સર્વથા નિયત હોય તો એકાન્તવાદ થઈ જાય, નિશ્ચયનયથી નિયતિ નિયત છે વ્યવહારનયથી નિયતિ પણ અનિયત છે. જે મનુષ્ય યુવાન હોય, નિરોગી હોય, લાંબો સમય આવે તેમ હોય છતાં આગ લાગે, પાણીનું પૂર આવે, મકાન પડે તો તે જ કાલે મૃત્યુ પામે છે. તેને વ્યવહારનયથી અકાલે મર્યો કહેવાય છે. ભગવાન વિચરે ત્યાં છએ ઋતુઓ સમકાલે ફળે, બીજી ઋતુઓનો કાળ પાક્યો નથી તો પણ ફળ-માટે નિયતિ પણ બીજા કારણોને આધીન હોવાથી સર્વથા નિયત નથી કથંચિત્ નિયત છે. અને કથંચિ અનિયત પણ છે. ત્યાં પણ સ્યાતું પણું છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૩૯ આ કારણે જ વિચારામૃતસંગ્રહ નામના ગ્રંથમાં નિયતિની અનિત્યતા કહેલી છે. આજીવિકમતવાળાનો એકાન્ત જે નિયતિનો પક્ષ છે, જે જેમ થવાનું હોય છે તે તેમ જ થાય છે આ પણ મિથ્યાત્વ છે. આવા પ્રકારનો એકાન્ત નિયતિનો પક્ષ એ જૈનોની માન્યતા નથી. આ પ્રમાણે જૈનમાર્ગમાં અંશે અંશે નિયતિ પણ માનેલી છે, અંશે અંશે કાલ, સ્વભાવ, પૂર્વકૃત પણ માનેલા છે. માટે પાંચેનો સાપેક્ષપણે સમુચ્ચય એ જ કાર્યનું કારણ છે આમ અનેકાન્તવાદ-સ્યાદ્વાદ એ જ યથાર્થદર્શન છે. તેથી યથાસ્થાને ઉપકારી થાય તે રીતે સર્વે નયોનો આશ્રય સ્વીકારવો જોઈએ. જો
श्रेयः सर्वनयज्ञानां, विपुलं धर्मवादतः । शुष्कवादविवादाच्च, परेषां तु विपर्ययः ॥५॥
ગાથાર્થ :- સર્વ નયોને જાણનારા પુરુષોની દષ્ટિ ધર્મવાદ-સ્વરૂપ હોવાથી વિશાળ યશ પામે છે પરંતુ તેનાથી પર એવા એકાન્તવાદીઓની દૃષ્ટિ શુષ્કવાદ રૂપ હોવાથી અને વિવાદરૂપ હોવાથી વિપરીત ફળ આપનાર અર્થાત્ અપયશ અને અકલ્યાણ કરનારી બને છે ||પો.
ટીકા :- “શ્રેયઃ સર્વેતિ” સત્ર ૨ શ્રીદમિત્રોવતાછ (અષ્ટવા ૨૨ શ્નો ૨) वादत्रयस्वरूपं तद् यथा शुष्कवादः विवादः धर्मवादः । कण्ठतालुशोषणमात्रः शुष्कवादः, यथार्थताशून्यः कषायोपष्टम्भत्वात् त्याज्यः । परपक्षपराजयबुद्धया स्वपक्षस्थापनपुरःसरः (वादः) विवादः, सोऽपि हेयः । तत्त्वज्ञानी परस्परतत्त्वावबोधाय तत्त्वार्थिनं प्रति यद् वदति स धर्मवादः ।।
सर्वनयज्ञानां-सर्वनयज्ञानवतां धर्मवादतो वक्ता तत्त्वकथनरसिकः, श्रोता च तत्त्वज्ञानरसिकः इति उभयोर्यथार्थयोगे धर्मकथनतो विपुलं श्रेयः-कल्याणम् । यदि च न श्रोता तादृक् तथापि तत्त्वबोधनेच्छया धर्मकथनं हिताय । च-पुनः शुष्कवादात्, च-पुनः विवादात् परेषामेकान्तदृष्टीनां विपर्ययः-अश्रेयः-अकल्याणम् । सूक्ष्मार्थकथनं पात्रयोग्यतया धर्महितकरणं तु भावानुकम्पा । ॥५॥
| વિવેચન :- પરમપૂજ્ય ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ ષોડશક પ્રકરણના ૧૨મા ષોડશકમાં કહ્યું છે કે -
शुष्कवादो विवादश्च, धर्मवादस्तथापरः । इत्येष त्रिविधो वादः, कीर्तितः परमर्षिभिः ॥१॥
Page #248
--------------------------------------------------------------------------
________________
८४० સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર શુષ્કવાદ, વિવાદ તથા ધર્મવાદ એમ ત્રણ પ્રકારનો વાદ (ધર્મચર્ચા) પરમર્ષિ પુરુષો વડે કહેવાયો છે. આ ત્રણ વાદનું વર્ણન અષ્ટકજીમાં છે. તેનો સંક્ષેપમાં સારાંશ આ પ્રમાણે છે.
વાદ એટલે ધર્મસંબંધી ચર્ચા, તે ત્રણ પ્રકારની છે. એક શુષ્કવાદ, બીજી વિવાદ અને ત્રીજી ધર્મવાદ. જેમ સુકાં પાંદડામાં રસ ન હોય તેમ જે વાદમાં કંઈ રસ પ્રાપ્ત ન થાય, ફળ પ્રાપ્ત ન થાય, શુષ્ક પાંદડાના જેવો જે વાદ તે શુષ્કવાદ અર્થાત્ જે વાદ-ચર્ચા કરવામાં કંઠ અને તાલ આદિ અંગોમાં શોષાવાનું જ માત્ર બને, કોઈને ધર્મની યથાર્થતાની પ્રાપ્તિ ન થાય તે શુષ્કવાદ. આ વાદ યથાર્થબોધથી શૂન્ય છે. માત્ર પરસ્પર કષાયોનો જ ઉત્તેજક છે તેથી ત્યાજ્ય છે. બીજો જે વાદ તે વિવાદ, જ્યાં સામેના પક્ષનો પરાભવ કરવાની બુદ્ધિથી અને પોતાના પક્ષની સ્થાપના કરવાની બુદ્ધિથી જે વાદ કરાય તે વિવાદ કહેવાય છે તે પણ કષાયજનક હોવાથી ત્યાજ્ય છે.
પરંતુ ત્રીજો જે વાદ છે તે ધર્મવાદ સ્વીકારવા જેવો છે, જ્યાં તત્ત્વજ્ઞાની મહાત્મા સ્વ-પરના તત્ત્વબોધ માટે તત્ત્વના સાચા અર્થી જીવો પ્રત્યે તત્ત્વ સમજાવવા જે જે વાક્યો બોલે તે ધર્મવાદ કહેવાય છે. આ વાદ સ્વ-પરનો ઉપકાર કરનાર છે માટે ઉપાદેય છે. સર્વે પણ નયોના જાણકાર અને વિશાળ અનુભવ ધરાવનાર એવા વક્તા-ગુરુજી તત્ત્વનું સ્વરૂપ કહેવામાં સમજાવવામાં ઘણા રસિક હોય અને શ્રોતા જીવો તત્ત્વજ્ઞાન મેળવવામાં ઘણા જ રસિક અને ઉત્સુક હોય, આમ બને જીવોનો યથાર્થ મિલાપ થયે છતે આ બન્નેની વચ્ચે ગુરુ-શિષ્યભાવે જે ધર્મસંબંધી કથન થાય, ગુરુજી કરુણાભાવે સમજાવે અને શિષ્ય વિનયભાવે પૂછે અને સમજે. આ રીતે ધર્મચર્ચા દ્વારા જ્યાં નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે ધર્મવાદ કહેવાય. તેનાથી વક્તા-શ્રોતા એમ બન્નેનું વિશાળ કલ્યાણ થાય. શિષ્ય તત્ત્વજ્ઞાન પામવાથી કલ્યાણના માર્ગે આગળ વધે અને ગુરુજી પરોપકાર કરવા દ્વારા પોતાનું કલ્યાણ કરનારા બને. કદાચ શ્રોતાજીવો હજુ એટલી ઊંચી ભૂમિકા ન પામ્યા હોય તો પણ તત્ત્વનો યથાર્થ બોધ કરાવવાની ઈચ્છાથી ગુરુજી પરોપકાર ભાવે બોલે છે એટલે ગુરુજીનું આવા પ્રકારનું ધર્મકથન અવશ્ય હિત માટે જ થાય છે.
પરંતુ શુષ્કવાદથી કે વિવાદથી વક્તાનું કે શ્રોતાનું હિત-કલ્યાણ થતું નથી. કારણ કે જૈનદર્શન જેના હૃદયમાં પરિણામ નથી પામ્યું તે જીવો વક્તા હોય કે શ્રોતા હોય પણ મિથ્યાત્વમોહના ઉદયવાળા હોવાથી કોઈપણ એકબાજુ ઢળેલી દષ્ટિવાળા હોય છે અર્થાત્
એકાન્તદષ્ટિ છે. જેમકે બૌદ્ધદર્શનવાળા સર્વે પણ વસ્તુઓને ક્ષણિક માને છે, તેઓ પર્યાયાર્થિક નયની એકાન્તદષ્ટિવાળા છે. સાંખ્યો, નૈયાયિકો અને વૈશેષિકો આત્મા આકાશ આદિને નિત્ય
Page #249
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૪૧ માને છે એટલે દ્રવ્યાર્થિકનયની એકાન્તદષ્ટિવાળા છે. આમ બધા જ પરદર્શનકારો મિથ્યાત્વમોહના ઉદયના કારણે એકાન્તદષ્ટિવાળા છે અને વસ્તુનું સ્વરૂપ એકાન્ત નથી તેથી અયથાર્થ સ્વરૂપ સમજતા અને અયથાર્થ સ્વરૂપ પરને સમજાવતા આ એકાન્તદષ્ટિવાળાઓનું તો અકલ્યાણ જ થાય છે.
ક્યાંક સૂક્ષ્મ સૂમ અર્થનું કથન કરાય છે, ક્યાંક ક્યાંક સૂક્ષ્મ અર્થનું કથન નથી પણ કરાતું, તેનું કારણ એ છે કે સાંભળનારા શ્રોતાવર્ગની કેટલી અને કેવી પાત્રતા છે ? તે જોઈને કથન કરાય છે. પાત્રની યોગ્યતાને અનુસાર કરાયેલું ધર્મકથન શ્રોતામાં ધર્મ પ્રાપ્ત કરાવવા દ્વારા હિત કરનાર બને છે અને પોતાનામાં પરનું કલ્યાણ કરવાની ભાવના રૂપ ભાવ અનુકંપા હોવાથી પોતાનું પણ તે જીવ કલ્યાણ કરે છે. આમ ધર્મવાદ ઉભયનું કલ્યાણ કરનાર છે શુષ્કવાદ અને વિવાદ તેવા પ્રકારનું કલ્યાણ કરનાર નથી. પણ અકલ્યાણ કરનાર છે. પા.
મથ સન્માપ્રશંસનામી - હવે સત્યમાર્ગની (અને સત્ય માર્ગ પ્રકાશિત કરનારની) પ્રશંસા કરતાં જણાવે છે કે -
प्रकाशितं जनानां यैर्मतं सर्वनयाश्रितम् । . चित्ते परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥६॥
ગાથાર્થ :- જે મહાત્માઓ વડે સર્વે પણ નયોના આશ્રયવાળો મત (સ્યાદ્વાદ સિદ્ધાન્ત) મનુષ્યોને પ્રકાશિત કરાયો છે અને જેઓના ચિત્તમાં આ માર્ગ પરિણામ પામ્યો છે તે બન્નેને મારા વારંવાર નમસ્કાર હો. llll
ટીકા :- “પ્રશ્નાશિતનિતિ" -સર્વસાવાળા : સથર્શનશાનવારિત્રपरिणतैः श्रीहरिभद्रादिभिः संविग्नपाक्षिकैः यथार्थोपदेशकैः सर्वनयाश्रितं स्याद्वादगर्भितं मतमिष्टं शासनं मोक्षाङ्गरूपं प्रकाशितम्, तेभ्यो नमः । शुद्धोपदेशका एव विश्वे पूज्याः । उक्तञ्च भवभावनायाम्
भदं बहुस्सुआणं, बहुजणसंदेहपुच्छणिज्जाणं । उज्जोइअभुवणाणं, झीणमि वि केवलमयंके ॥५०६॥ ते पुज्जा तियलोए, सव्वत्थ वि जाण निम्मलं नाणं । पुज्जाण वि पुज्जयरा, नाणी य चरित्तजुत्ता य ॥५०५॥
Page #250
--------------------------------------------------------------------------
________________
८४२
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
अथ उपदेशमालायाम् -
सावज्जजोगपरिवज्जणाओ, सव्वुत्तमो जइधम्मो | बीओ सावगधम्मो, तइओ संविग्गपक्ख हो ॥५१९ ॥ सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावगो वि गुणकलिओ । ओसन्नचरणकरणो, सुज्जइ संविग्गपक्खरुई ॥५१३॥
संविग्गपक्खियाणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणा वि, जेणं कम्मं विसोहंति ॥५१४॥
सुद्धं सुसाहुधम्मं, कहेइ निंदइ य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ य सव्वोमरायणिओ ॥५१५ ॥ वंदइ, न य वंदावइ, किइकम्मं कुणइ कारवइ नेव । अत्तट्ठा न वि दिक्खड़, देइ सुसाहूण बोहेउं ॥ ५१६॥
જ્ઞાનસાર
इत्यादिगुणोपेतैर्यदुपदिष्टं तत्सत्यम् । च- पुनः इदं स्याद्वादगर्भितं तत्त्वधर्मस्वरूपं येषां चित्ते परिणतं श्रद्धानभासनरमणादरतया व्याप्तं तेभ्योऽपि नमः -प्रणामोऽस्तु । सर्वज्ञोक्तमार्गानुसारिणोऽपि धन्याः, किं तत्परिणामपरिणतानाम् । नमः सर्वज्ञशासनाय । नमः सर्वज्ञमार्गवर्त्तिपुरुषसङ्घाय ॥६॥
વિવેચન :- મોક્ષપ્રાપ્તિનું કારણ બને એવો સ્યાદ્વાદથી સુશોભિત ધર્મ જે મહાત્મા પુરુષો વડે જણાવાયો છે તે મહાત્મા પુરુષોને મારા ભાવપૂર્વક નમસ્કાર હોજો.
प्रश्न :- મોક્ષપ્રાપ્તિનું કારણ બને એવો ધર્મ કયા કયા મહાત્માઓએ અને કેવા મહાત્માઓએ જણાવ્યો છે ?
ઉત્તર :- ત્રણે કાળનું સર્વજ્ઞાન જેને છે એવા તીર્થંકર ભગવન્તોએ કેવલજ્ઞાનથી જેવું જગત છે તેવું જોઈને પછી સૌ પ્રથમ તેઓએ પ્રકાશિત કર્યું છે. ત્યારબાદ તેઓની વાણીને અનુસરનારા ગણધર ભગવંતોએ, સામાન્ય-કેવલીભગવંતોએ, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આમ રત્નત્રયી જેઓમાં પરિણામ પામી છે એવા સંવિગ્નપાક્ષિક યથાર્થ-ઉપદેશક ૨૫૦૦-૨૬૦૦ વર્ષના ગાળામાં થયેલા અનેક આચાર્ય ભગવંતોએ અને અનેક ઉપાધ્યાયજી ભગવંતોએ જેવા કે પૂ. શ્રી હરિભદ્રસૂરિજી આદિ અર્થાત્ પૂ. શ્રી જિનભદ્રગણિજી, પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી, પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીજી. પૂ. શ્રી ઉમાસ્વાતિજી, કલિકાલસર્વજ્ઞ
Page #251
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
८४३ શ્રી હેમચંદ્રાચાર્યજી અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આદિ મહાત્મા પુરુષોએ ભગવાન શ્રી મહાવીર પ્રભુની વાણીને અનુસાર સર્વનયાશ્રિત આ ધર્મ પ્રકાશિત કર્યો છે, અનેક શાસ્ત્રરચના દ્વારા સ્યાદ્વાદગર્ભિત ધર્મ વિસ્તાર્યો છે.
દ્રવ્યાર્થિકનયથી નિત્ય, પર્યાયાર્થિકનયથી અનિત્ય, નિશ્ચયનયથી સાધ્યની પ્રધાનતાવાળો, વ્યવહારનયથી સાધનની પ્રધાનતાવાળો, ક્રિયાનયથી ક્રિયાની અપેક્ષાવાળો અને જ્ઞાનનયથી જ્ઞાનની અપેક્ષાવાળો આમ સ્યાદ્વાદથી ગર્ભિત રાગ-દ્વેષ રહિત થઈને મુક્તિનું કારણ બને તેવો ધર્મ પ્રકાશિત કર્યો છે. તેઓને વારંવાર હૃદયના અત્યન્ત બહુમાનપૂર્વક અમારા નમસ્કાર હોજો. તેઓ શુદ્ધ માર્ગના ઉપદેશક છે. તેથી જ સમસ્ત વિશ્વ વડે પૂજ્ય છે. અનંત ઉપકાર કરનારા છે અને અમારા તો સવિશેષે ઉપકારી છે. અમે જે કંઈ પામ્યા છીએ તેમાં આ સઘળા આચાર્ય મહારાજાઓ અને ઉપાધ્યાયજી ભગવંતોનો પરમ ઉપકાર છે. ભવભાવના નામના ગ્રંથમાં કહ્યું છે કે -
કેવલજ્ઞાન-કેવલદર્શન રૂપી ચંદ્રમા આથમી ગયે છતે પ્રકાશિત કર્યું છે ત્રણે ભુવન જેણે એવા અને બહુ જીવોએ કરેલા સંદેહો જેઓને પૂછી શકાય એવા અર્થાતુ અનેક મનુષ્યોના પૂછાતા પ્રશ્નોના યથાર્થ ઉપદેશ આપવા દ્વારા આપ્યા છે ઉત્તરો જેઓએ એવા બહુશ્રુતપુરુષોનું કલ્યાણ થાઓ.” l/૫૦૬ll
“જેઓ ત્રણે લોકમાં પૂજ્ય છે. જેઓનું જ્ઞાન ત્રણે લોકમાં અત્યન્ત નિર્મળ છે. જેઓ પૂજ્યોને પણ પૂજનીય છે તથા જેઓ જ્ઞાની છે અને ચારિત્રસંપન્ન છે.” પ૦પા.
તથા શ્રી ઉપદેશમાલામાં પૂજ્ય ધર્મદાસગણિજીએ પણ કહ્યું છે કે –
“ત્રણ જાતના જીવો આરાધક છે સાવધયોગનો સર્વથા ત્યાગ કરીને સર્વોત્તમ સાધુધર્મ પાળનારા પ્રથમ આરાધક છે, શ્રાવકધર્મ પાળનારા બીજા આરાધક છે અને સંવેગના (વૈરાગ્યના) પક્ષ વાળો માર્ગ છે જેઓને તે ત્રીજા આરાધક જાણવા.” પ૧
“ઉત્તમ ચારિત્રવાળા મુનિ શુદ્ધ થાય છે. સમ્યગ્દર્શનાદિ ગુણોથી વિભૂષિત એવો શ્રાવક પણ શુદ્ધ થાય છે તથા ચારિત્ર અને ક્રિયામાં ઢીલો પણ સંવેગના પક્ષની (વૈરાગ્યની) રુચિવાળો જીવ પણ શુદ્ધ થાય છે. આમ ત્રણ પ્રકારના જીવો આરાધક જાણવા.” પ૧૩
સંવેગપાક્ષિક જીવોનું લક્ષણ શાસ્ત્રોમાં સંક્ષેપથી આ પ્રમાણે કહ્યું છે. તેઓ ચારિત્ર અને ક્રિયામાં ઢીલા હોવા છતાં પણ (પરિણામની ધારા નિર્મળ હોવાથી) કર્મોનો નાશ કરે છે. પ૧૪
Page #252
--------------------------------------------------------------------------
________________
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર
“સદા શુદ્ધ સાધુધર્મનો જ ઉપદેશ આપે છે. પોતાના (શિથિલ) આચારની નિંદા કરે છે. શ્રુતજ્ઞાનીઓની સમક્ષ અને તપસ્વીઓની સમક્ષ સૌથી લઘુ થઈને વર્તે છે. ૫૧૫
૮૪૪
“પોતે મુનિઓને વંદન કરે છે પણ બીજા મુનિઓ પાસે પોતાની જાતને વંદાવતા નથી, અન્ય મુનિઓની પોતે સેવા-વૈયાવચ્ચ કરે છે પણ પોતે સેવા-વૈયાવચ્ચ કરાવતા નથી, પોતાના નામે કોઈને દીક્ષા આપતા નથી પણ પોતાની પાસે કોઈ પ્રતિબોધ પામે તો બોધ પમાડીને ઉત્તમ મુનિઓને સોંપી દે છે. ૫૧૬॥
પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ ૧૨૫ ગાથાના સ્તવનમાં સાતમી ઢાળમાં આ જ વાત કહી છે. તે ગાથાઓ આ પ્રમાણે છે -
જે મુનિવેષ શકે નવિ છંડી, ચરણ કરણ ગુણ હીણાજી ।
તે પણ મારગમાંહે દાખ્યા, મુનિગુણપક્ષે લીનાજી ॥ મૃષાવાદ ભવકારણ જાણી, માર્ગ શુદ્ધ પ્રરૂપેજી । વંદે; નવ વંદાવે મુનિને, આપ થઈ નિજ રૂપેજી ॥૧॥ મુનિગુણ રાગે પૂરા શૂરા, જે જે જયણા પાલેજી । તે તેહથી શુભ ભાવ લહીને, કર્મ આપણાં ટાલેજી ॥ આપ હીનતા જે મુનિ ભાખે, માન સાંકડે લોકેજી । એ દુર્ખર વ્રત એહનું દાખ્યું, જે નવી ફુલે ફોકેજી ॥૨॥
પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સંવેગ પાખીજી । એ ત્રણે શિવમારગ કહીએ, જિહાં છે પ્રવચન સાખીજી ॥ શેષ ત્રણ ભવ મારગ કહીએ, કુમત કદાગ્રહ ભરીયાજી । ગૃહી યતિલિંગ કુલિંગે લખીએ, સકલ દોષના દરીયાજી III વગેરે -
આવા પ્રકારના ગુણોથી ભરપુર ભરેલા મહાપુરુષો વડે ધર્મનો જે ઉપદેશ અપાયો છે જે ગ્રન્થસર્જન કરાયું છે. તે જ માર્ગ સત્ય છે. આવા પ્રકારના અનેકાન્તવાદથી યુક્ત ધર્મને સમજાવનારા તીર્થંકર ભગવંત આદિ મહાત્મા પુરુષોને અમારા નિરંતર નમસ્કાર હોજો.
તથા આવા પ્રકારના સર્વનયોના આશ્રયવાળું સ્યાદ્વાદ ગર્ભિત એવું તાત્ત્વિક ધર્મનું સ્વરૂપ જે મહાત્માઓના મનમાં પરિણામ પામ્યું છે, જે મહાત્માઓને આવા પ્રકારના ધર્મસ્વરૂપ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા થઈ છે આવા ધર્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું છે આવા
Page #253
--------------------------------------------------------------------------
________________
૮૪૫
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ પ્રકારના ધર્મના સ્વરૂપમાં જેઓની રમણતા પ્રગટી છે અને તે ધર્મના સ્વરૂપ ઉપર ઘણો જ આદરભાવ વિકસ્યો છે. આમ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા અને આદરભાવ વડે આવા પ્રકારનો ધર્મ જે મહાત્માઓના ચિત્તમાં પરિણામ પામ્યો છે, તેઓને પણ અમારા નમસ્કાર હો, અમારા વંદન હો, તેઓ પણ અમારા ઉપર ઉપકાર કરનારા છે.
સર્વજ્ઞ ભગવંતોએ કહેલા માર્ગને અનુસરનારા મહાત્માઓ પણ ધન્યવાદને પાત્ર છે. તો પછી તેવા પ્રકારના ધર્મના પરિણામથી રંગાયેલા મહાત્માઓની તો વાત કરવી જ શું? સર્વજ્ઞ ભગવંતનું શાસન જ સર્વોત્તમ શાસન છે તે શાસનને જે પામ્યા છે, જે અનુસરે છે, જે ઉપદેશે છે, જેના ચિત્તમાં આ શાસન રમે છે, તે સઘળા મહાત્માઓ ધન્યવાદને -અભિનંદનને પાત્ર છે. તેથી સર્વજ્ઞભગવંતના માર્ગમાં વર્તનારા સમસ્ત શ્રી સંઘને અમારા નમસ્કાર હો. llll
निश्चये व्यवहारे च, त्यक्त्वा ज्ञाने च कर्मणि । एकपाक्षिकविश्लेषमारूढाः शुद्धभूमिकाम् ॥७॥ अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः । जयन्ति परमानन्दमयाः सर्वनयाश्रयाः ॥८॥
ગાથાર્થ:- નિશ્ચયનયમાં જ અથવા વ્યવહારનયમાં જ તથા જ્ઞાનનયમાં જ કે ક્રિયાનમાં જ એકાન્ત પક્ષપાતવાળો જે ભ્રમ છે તે ભ્રમને ત્યજીને શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા, તથા લક્ષ્યને જરા પણ નહીં ચુકેલા, તથા સર્વ પ્રસંગોમાં પક્ષપાત વિનાના, સર્વનયોનો સ્વીકાર કરનારા તેથી જ પરમ આનંદમાં વર્તનારા મહામુનિઓ જય પામે છે વિજય પામે છે. ૭-૮
ટીકા - “નિશ્ચય રૂતિ સમૂઢનસ્ય તિ” અવંવિધા: પુરુષા: નર્યાન્તિ-સર્વોર્વેજ वर्तन्ते इति । कथम्भूताः पुरुषाः ? निश्चये-शुद्धात्मपरिणतिरूपे, च-पुनः व्यवहारेવીર્થપ્રવર્તનરૂપે, ચ-પુન: સને-૩યો નક્ષ, ઋનિ-ક્રિયાપક્ષે, પાક્ષિકविश्लेषम्-एकान्ताग्रहरूपं भ्रमस्थानं त्यक्त्वा-अपहाय, शुद्धभूमिकां-ज्ञानपरिपाकरूपां भूमिकामारूढाः प्राप्ताः ज्ञानानुभवस्थानस्थाः । पुनः-अमूढलक्ष्याः-लक्ष्य-वेध्यं, अथवा लक्ष्य-शुद्धात्मस्वरूपं, तत्र अमूढाः-मूढतारहिताः अमूढाः । लक्ष्ये-तत्स्वरूपे ये ते सर्वत्र जीवाजीवादौ इष्टानिष्टवस्तुनि पक्षपातः-एकान्तताग्रहरूपः, तेन विवर्जिता:હિતા:, પરમ:-મમૂર્તિ માનો વેષ તે તન્મયા: | સર્વે ર તે નાશ સર્વનયા:,
૨૨
Page #254
--------------------------------------------------------------------------
________________
८४६
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર तेषामाश्रयाः-आधाराः सर्वनयाश्रयाः । एवंस्वरूपाः पुरुषाः जयन्ति-सम्यग्दर्शनादिમુળપૂM: !
વિવેચન :- સર્વે નયોને સમાનપણે સ્વીકારતા અને જ્યાં જ્યાં જે નયની પ્રધાનતાથી ઉપકાર થાય તેમ હોય ત્યાં ત્યાં તે તે નયને પ્રધાન કરતા એવા જે પુરુષો છે તે પુરુષો સર્વ ઠેકાણે વિજય પામે છે. સર્વ પુરુષોમાં ઉત્કર્ષપણે-પ્રભાવકપણે વર્તે છે. સર્વ પુરુષોમાં તેઓ શ્રેષ્ઠ છે. તે પુરુષો કેવા પ્રકારના છે ? તો જણાવે છે કે -
કોઈપણ એક નયનો અત્યન્ત આગ્રહ રાખતા નથી. જ્યાં જ્યાં જે જે નયને પ્રધાન કરવાથી આત્માનું હિત થાય તેમ છે ત્યાં ત્યાં તે તે નયને પ્રધાન કરે છે એટલે યથાસ્થાને સર્વે પણ નયોને સ્વીકારે છે.
શુદ્ધ આત્માની નિર્મળ પરિણતિને પ્રધાન કરવી અર્થાત્ સાધ્યને મુખ્ય કરવું તે નિશ્ચયનય, સાધ્યને સાધવા માટે ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા વીર્યને પ્રવર્તાવવું, અર્થાત્ સાધ્યને સાધી આપે એવી સાધનભૂત ક્રિયાને પ્રધાન કરવી તે વ્યવહારનય, ઉપયોગને મુખ્ય કરવો-ભાવને પ્રધાન કરવો તે જ્ઞાનનય. ક્રિયાને પ્રધાન કરવી તે ક્રિયાનય, આમ ભિન્ન ભિન્ન નયોમાં કોઈપણ એક નયનો જ આગ્રહ રાખવો. બીજા નયને ન સ્વીકારવો તે એકપાક્ષિક-
વિશ્લેષ કહેવાય છે. અર્થાત્ એકાન્ત આગ્રહ-કદાગ્રહ-હઠાગ્રહ-એકાન્તવાદ કહેવાય છે. વસ્તુનું યથાર્થસ્વરૂપ અનેકાન્તાત્મક છે તેથી આવા પ્રકારનો એકાન્ત આગ્રહ રાખવો તે ભ્રમ સ્થાન છે ભ્રમાત્મકબુદ્ધિ છે મિથ્યાકલ્પના છે. તે મિથ્થાબુદ્ધિનો ત્યાગ કરીને-ત્યજી દઈને ઉત્તમ પુરુષો શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા હોય છે જ્ઞાનની પરિપક્વતા રૂપ નિર્મળ અનુભવને પામેલા હોય છે. તેથી જ એકાન્ત એક નયનો આગ્રહ રાખતા નથી.
વળી અમૂઢ લક્ષ્યવાળા હોય છે લક્ષ્યનો અર્થ વેધ્ય પણ થાય છે અને સાથે એવું શુદ્ધ આત્મસ્વરૂપ પણ થાય છે. જેમ પારધી વિધવા લાયક મૃગાદિ વધ્યને હણવામાં અમૂઢ -ભ્રમ વિનાનો, સાવધાન હોય છે અથવા પક્ષી ઉપર બાણ ચલાવનાર જેમ વિંધ્ય પક્ષીને વિંધવામાં સાવધાન હોય છે તેમ આ મહાત્મા પુરુષો શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં મૂઢતા વિનાના હોય છે બરાબર જાગ્રત હોય છે સાવધાન હોય છે. એટલે કે અમૂઢ લક્ષ્યવાળા હોય છે.
તથા જે આત્માને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું છે તે મહાત્મા પુરુષો સામે ઈષ્ટમનગમતી જીવવસ્તુ આવે કે અજીવ વસ્તુ આવે તથા અનિષ્ટ-અણગમતી જીવવસ્તુ આવે કે અજીવ વસ્તુ આવે પણ ક્યાંય રાગ અથવા હૈષ કરતા નથી. ગમો-અણગમો સેવતા નથી,
Page #255
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
८४७ કોઈ બાજુનો ક્યારેય પક્ષપાત કરતા નથી. સર્વત્ર મધ્યસ્થ ભાવવાળા જ રહે છે. સર્વત્ર પક્ષપાતથી વજિતપણે જ વર્તે છે.
પક્ષપાતવાળું હૃદય ન હોવાથી તેઓને રાગ અને દ્વેષ થતા નથી. રાગ-દ્વેષ ન હોવાથી મન અત્યન્ત નિર્મળ અને શુદ્ધ હોય છે, તેથી સદાકાળ પરમ આનંદવાળા એટલે કે અદ્વિતીય, અનુપમ, અમૂર્ત એવો આનંદ વર્તે છે જેને એવા આ મહાત્મા પુરુષો હોય છે. શબ્દોથી અવર્ણનીય એવા પારમાર્થિક આનંદવાળા હોય છે. તથા યથાસ્થાને ઉપકાર થાય તે રીતે સર્વે પણ નયોનો સ્વીકાર કરનારા હોય છે. કોઈપણ નયનો અપલાપ ન કરનારા સર્વનયોના આશ્રયવાળા હોય છે. આવા પ્રકારના દિલાવર-દિલવાળા વિશાળ-હૃદયવાળા સર્વે ભાવોને યથાસ્થાને જોડનારા, રાગ-દ્વેષ-કષાયાદિથી કલુષિત ભાવ વિનાના, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આદિ આત્મિક ગુણોવાળા આ પુરુષો જગતમાં જય પામે છે વિજય પામે છે. પ્રભાવક તરીકે વિચરે છે. શાસનના સાચા પ્રભાવક પુરુષો છે.
इत्यनेन स्वसत्ताधर्मसाधनोद्यतस्वकायचेतनादिपरिणतिरूपचक्रस्य साधनव्यापारप्रवृत्तस्य प्रेरकाः समस्तपरभावप्रसङ्गवर्जिताः स्याद्वादनयमार्गोपलक्षितयथार्थवस्तुस्वरूपा आचार्योपाध्यायाः जयन्ति ।
विश्वविश्वव्यामोहनिवारणप्रवणवाक्यामृतदाननिरस्तानादिमोहकालकूटाः स्वतत्त्वानन्तसम्पद्विलासलीलाकलिताः निर्ग्रन्था अपि महाराजाः, असङ्गा अपि अनन्तगुणसंधारणाव्याप्ताः, निराकुला अपि स्वतत्त्वसाधनव्याकुलाः, वनवासिनोऽपि स्वपर्यायमकरन्दपानमग्नाः श्रीमत्सर्वज्ञोक्ताज्ञानिर्वाहधौर्याः मार्गानुसारितो यथाशक्तिगुणप्रवर्द्धननिबद्धलक्षाः द्रव्यभावसाधनेन शुद्धपरमात्मसाध्यदत्तदृष्टयः ते एव ज्ञानसारग्रहणकुशला इति ॥७-८॥
इत्यनेन सर्वनयाश्रयणाष्टकं व्याख्यातम् । द्वात्रिंशदष्टकविवरणं निरूपितम् ।
વિવેનચ :- ઉપર સમજાવેલા વિષય પ્રમાણે યથાસ્થાને સર્વ નો જોડીને પોતાના આત્મામાં સત્તારૂપે (અપ્રગટભાવે) રહેલા અનંતગુણમય આત્મધર્મને સાધવામાં જ ઉદ્યમવાળી બનાવી છે પોતાની કાયા જેઓએ એવા તથા ચેતન્ય આદિ (ચેતન્ય અને વિર્યાદિ) ગુણોની પરિણતિ સ્વરૂપ ગુણોના ચક્રને (સમૂહને) પણ સાધનામાં જોયું છે જેણે એવા, સાધક આત્માઓને તથા આત્મસાધનાના વ્યાપારમાં પ્રવર્તેલા આત્માઓને સંપૂર્ણ રીતે પ્રેરણા કરનારા-ઉપદેશ, હિતશિક્ષા અને હેય-ઉપાદેયનો વિવેક કરાવવા દ્વારા માર્ગમાં
Page #256
--------------------------------------------------------------------------
________________
८४८
જ્ઞાનસાર
સર્વનયાશ્રયણાષ્ટક- ૩૨ મજબૂત કરનારા એવા શાસનના મોભભૂત આચાર્ય મહારાજાઓ તથા ઉપાધ્યાયજી મહારાજાઓ જય પામે છે.
વળી તે આચાર્ય મહારાજાઓ અને ઉપાધ્યાયજી મહારાજાઓ સમસ્ત પરભાવદશાના પરિચયના ત્યાગી છે. સ્વભાવદશામાં જ એટલા બધા લયલીન છે કે
ક્યારેય વિભાવદશામાં સ્વપ્નમાં પણ જોડાતા નથી એટલા બધા મોહદશાના ત્યાગી છે. નિત્ય સંવેગી અને વૈરાગી છે
તથા અનેકાન્તવાદના નિરંતર અભ્યાસના કારણે સાતે નયો દ્વારા દ્રવ્યાર્થિક -પર્યાયાર્થિકનય દ્વારા અને નિશ્ચય-વ્યવહાર નય દ્વારા જાણ્યું છે સાચું-પથાર્થ વસ્તુનું સ્વરૂપ જેઓએ એવા પરમ ઉપકારી આ ગુરુ ભગવતો જય પામે છે વિજય પામે છે.
(૧) સમસ્ત વિશ્વને વ્યામોહિત કરનારી વિભાવદશાના વિષનું નિવારણ કરવામાં પ્રવીણ-ચતુર એવાં સુવાક્યો રૂપી અમૃતનું દાન કરવાથી નાશ કર્યું છે અનાદિ કાલીન મોહદશારૂપી કાલકૂટ વિષ જેઓએ એવા આ મહાત્માઓ છે.
(૨) પોતાના આત્મતત્ત્વની શુદ્ધ-નિર્મળ અનંત ગુણસંપત્તિનો જ વિલાસ (અનુભવ) કરવાની લીલાથી યુક્ત એવા આ મહાત્માઓ છે.
(૩) નિર્ગસ્થ હોવા છતાં પણ “મહારાજા” ની પદવીવાળા અર્થાત્ બાહ્ય ભૌતિક સંપત્તિના ત્યાગી હોવાથી નિર્ઝન્થ, પણ આત્મિક અખંડ, અવિનાશી અનંતગુણોની સંપત્તિવાળા હોવાથી ચક્રવર્તી રાજા કરતાં પણ મોટા રાજા અર્થાત્ મહારાજા.
(૪) અસંગ હોવા છતાં પણ અનંતગુણોની સમ્યક પ્રકારે ધારણા કરવામાં રચ્યાપચ્યા રહેલા, બાહ્યસંપત્તિથી સંગ વિનાના પણ આન્તરિકગુણોની ધારણામાં લાગી ચુકેલા.
(૫) આકુલ-વ્યાકુલતા વિનાના શાન્ત હોવા છતાં પણ પોતાના આત્મતત્ત્વની સાધના કરવામાં વ્યાકુલ બનેલા આ મહારાજાઓ ભૌતિકભાવોના યોગમાં અનાકુલ છે પણ આત્મતત્ત્વની સાધનામાં વ્યાકુલ છે એવા આ મહાત્માઓ છે.
(૬) વનવાસી છે પણ પોતાની આત્મતત્ત્વની સુગંધનું પાન કરવામાં મગ્ન, વનવાસી હોવાથી ઘરની જેમ તેલ, અત્તર, પાવડર આદિની પૌલિક સુગંધ નથી છતાં આત્મતત્વના ગુણોની સુગંધનો અનુભવ કરનારા આ મહાત્માઓ છે.
(૭) શ્રીમાનું (ભાવલક્ષ્મીવાળા) એવા શ્રી સર્વજ્ઞ તીર્થકર ભગવંતોની આજ્ઞાનું નિર્વહન (પાલન) કરવામાં અગ્રેસર છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
સર્વનયાશ્રયણાષ્ટક -
જ્ઞાનમંજરી
૮૪૯
(૮) તીર્થંકર પ્રભુના માર્ગને જ બરાબર અનુસરનારા હોવાથી જરા પણ વાંકા ન ચાલનારા અને યથાર્થ એવી આત્મગુણોની જ વૃદ્ધિ કરવામાં બાંધ્યું છે લક્ષ્ય જેઓએ એવા આ મહાત્માઓ છે.
- ૩૨
(૯) દ્રવ્યસાધના અને ભાવસાધના દ્વારા (એટલે કે બાહ્ય આચરણ વડે અને આન્તરિક આચરણ વડે) શુદ્ધ એવી પરમ આત્મદશા રૂપ સ્વસાધ્ય સાધવામાં જ સ્થિર કરી છે દૃષ્ટિ જેઓએ એવા જે મહાત્માઓ છે. તે જ મહાત્માઓ આ જ્ઞાનસારનો અભ્યાસ કરવા દ્વારા તત્ત્વને ગ્રહણ કરવામાં કુશળ બની શકે છે. આ ગ્રંથ વૈરાગ્યનો છે. જેઓની દૃષ્ટિ ભોગમાં જ છે તેઓને આ વિષય જોઈએ તેવો રુચવાનો નથી. ભોગવિરક્ત જીવો જ આ ગ્રંથ ભણવાના અધિકારી છે.
જેઓ કંઈક વૈરાગી છે સંવેગ-નિર્વેદ પરિણામી છે આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાના અર્થી છે, બાહ્ય આડંબરથી જેઓનું ચિત્ત વિરામ પામ્યું છે, કષાયો શાન્ત થયા છે. આત્મા ઠરેલ બન્યો છે. માનપાનની મનોવૃત્તિ જેઓની દૂર થઈ છે આવા આત્માર્થી જીવો જ આવા ગ્રંથને ભણવાના અધિકારી છે. આ પ્રમાણે સર્વનયાશ્રયણ નામનું બત્રીસમું અષ્ટક સમાપ્ત થયું. આ પ્રમાણે અહીં બત્રીસે અષ્ટક સમાપ્ત થાય છે.
બત્રીસમું સર્વનયાશ્રયણાષ્ટક સમાપ્ત
બત્રીસે અષ્ટક સમાપ્ત
筑
Page #258
--------------------------------------------------------------------------
________________
૮૫૦ ૩૨ અષ્ટકોનો ઉપસંહાર
જ્ઞાનસાર साम्प्रतमुपसंहारायाहसर्वाष्टकानां भावनाभिधानकथनं निर्दिशति - पूर्णो मग्नः स्थिरोऽमोहो, ज्ञानी शान्तो जितेन्द्रियः । त्यागी क्रियापरस्तृप्तो, निर्लेपो निःस्पृहो मुनिः ॥१॥
ગાથાર્થ :- આ આત્મા સ્વગુણોથી પૂર્ણ છે. તેમાં જ મગ્ન અને સ્થિર થવા જેવું છે. તેનાથી જ મોહરહિત બને છે તથા જ્ઞાની અને શાન્ત થવાય છે. આ રીતે ઈન્દ્રિયોને જિતને ત્યાગી થઈ ક્રિયામાં તત્પર થઈ સ્વગુણોથી તૃપ્ત થયો છતો સંસારી ભાવોથી નિર્લેપ બને છે ત્યાર બાદ આ મુનિ પરપદાર્થોની સ્પૃહા વિનાનો થાય છે. તેના
ટીકા :- “પૂuf" રૂતિ, મનોવિપરમાવાનન્તપ્રસિઘસને વ્યર્થ નીવડૂMTIव्याप्तत्वादपूर्ण एव । स स्वरसास्वादनेन स्वतत्त्वानन्तकपूर्णः तदास्वादाबाधादिसर्वगुणनिष्पत्तौ पूर्ण इति पूर्णत्वस्वरूपाभिधायकं प्रथमाष्टकम् ।
य पूर्णः स एव मग्नः, तदनुभवे लीनः, सा एव लीनता या स्वरूपे भवति, परभावलीनता हि अनन्तसंसारभ्रमणमूलम्, अत एव सा मग्नता अनादिना त्याज्या। या स्वरूपमग्नता सा एव मग्नता इति तत्प्रतिपादनारूपं द्वितीयाष्टकम् ।
- यो मग्नः स स्थिरो भवति, न्यूनस्य ग्रहणेच्छया चापल्यम्, पूर्णस्य ग्राह्याभावात् स्थैर्यम् (अतः स्थिराष्टकम्) ।
વિવેચન :- આ આત્મા અનાદિ કાળથી પરભાવનો (પૌલિક વિષયોનો) અનંતીવાર આસ્વાદ માણવા છતાં પણ “તૃષ્ણાઓથી ઘેરાયેલો છે. માટે સદાકાળ અપૂર્ણ જ રહે છે. સર્વે ભાવોમાં વિષયો મેળવ્યા અને ભોગવ્યા તો પણ ક્યારેય ધરાયો નથી. વિષય-ભોગોની તૃષ્ણા અધુરી જ રહી છે. આ જ જીવ પોતાના આત્માના ગુણોના રસનો જો અનુભવ કરે તો તે અનુભવ વડે પોતાના અનંત સ્વરૂપનો ભોક્તા બન્યો છતો પોતાની પૂર્ણતાનો અનુભવ કરે છે. આત્માના નિર્મળ શુદ્ધ સ્વરૂપને કોઈપણ જાતની જરા પણ બાધા ન આવે તે રીતે પોતાના પૂરેપૂરા જેટલા છે તેટલા સઘળા ય અનંત ગુણો પ્રગટ થયે છતે કોઈપણ ગુણની પ્રગટતા બાકી ન હોવાથી તૃષ્ણાનો જ અભાવ થવાથી સાચો પૂર્ણ બને છે. આ માટે સૌથી પ્રથમ આત્માનું પૂર્ણ સ્વરૂપ પોતાના ગુણોથી છે, પરભાવથી નથી. આ વાત સમજાવવા પ્રથમ પૂર્ણાષ્ટક કહ્યું છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
૮૫૧
જ્ઞાનમંજરી
૩૨ અષ્ટકોનો ઉપસંહાર જે જીવ પૂર્ણ બને છે તે જ પોતાની પ્રાપ્ત થયેલી પૂર્ણતામાં મગ્ન બને છે. પ્રગટ થયેલી પૂર્ણતાનો અનુભવ કરવામાં મગ્ન બને છે - લીન બને છે. સાચી લીનતા એ છે કે જે સ્વરૂપસંબંધી લીનતા હોય, પરભાવની લીનતા તો આ જીવે અનંતીવાર ભોગવી છે, પણ તે લીનતાએ આત્માનો કંઈ ઉપકાર ન કર્યો, તે લીનતા તો અનંતસંસારના પરિભ્રમણનું મૂલકારણ બની છે તેનાથી જ આ જીવ અનંત જન્મ-મરણની પરંપરામાં રખડ્યો છે આ લીનતા તો અનાદિકાળથી છે જ, તે કંઈ પ્રાપ્ત કરવા જેવી નથી પણ તજવા જેવી છે. આત્મસ્વરૂપમાં જે મગ્નતા છે તે જ સાચી મગ્નતા છે અને તે આદરવા જેવી છે. આ મગ્નતા પ્રાપ્ત થયા પછી ક્યારેય જતી નથી માટે બીજું મગ્નાષ્ટક સમજાવ્યું છે.
જે મગ્ન બને છે તે જ સ્થિર બની શકે છે. જે આત્મા પૂર્ણ નથી હોતો, તેને મેળવવાનું કંઈક બાકી રહે છે. તે બાકી રહેલી વસ્તુ મેળવવાની ઈચ્છાથી લાલસાના કારણે પ્રાપ્તમાં પણ મગ્ન બની શકતો નથી અને અપ્રાપ્તને મેળવવાની તાલાવેલીમાં તે જીવ સદા અસ્થિર-ચંચળ અને દુઃખી-દુઃખી જ રહે છે. જે પૂર્ણ હોય છે તેને હવે ગ્રાહ્ય કોઈ પદાર્થ બાકી ન હોવાથી ચંચળતાનો અભાવ હોય છે તેથી અનુપમ સ્થિરતા પ્રગટ થાય છે. આ માટે ત્રીજું સ્થિરતાષ્ટક કહ્યું છે.
ય: સ્થિર:, : મોદી-મોદાદિત (મત: મોદષ્ટભ્રમ્) | મોદાદિતીર્થવ तत्त्वज्ञता भवति । तेन तत्त्वज्ञानाष्टकं पञ्चमम् । यो ज्ञानी, स एव शान्तः, उपशमवान् भवति, अतः शमाष्टकम्, यः शान्तः स एव इन्द्रियाणि जयति, अतः इन्द्रियजयाष्टकम् । यः इन्द्रियविजयी, स एव त्यागी-परभावपरिहारी भवति । उक्तञ्च -
बान्धवधनेन्द्रियत्यागात्, त्यक्तभयविग्रहः साधुः । त्यक्तात्मा निर्ग्रन्थः, त्याक्ताहङ्कारममकारः ॥१७३॥
(પ્રશમરતિ સ્નો-૭૩) (અત: ત્યાષ્ટિમ્) | સ વ વવનાનુમતો સરિતો મતિ, અતઃ क्रियाष्टकम् । अत एव तृप्तः-आत्मा सन्तुष्टः, तेन तृप्त्यष्टकम् । यस्तृप्तः, स निर्लेपःरागादिलेपरहितः, तेन निर्लेपाष्टकम् । निर्लेपो निःस्पृहो भवति, तेन निःस्पृहाष्टकम्। (: નિ:સ્પૃ: સ મુનિ: મૌનવાનું મતિ, તે મૌનાષ્ટકમ્) II
વિવેચન :- જે આત્મા પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે તેને જ પરપદાર્થના મોહનો ત્યાગ થાય છે તેથી તે જ જીવ અમોહી અર્થાતું મોહરહિત બને છે માટે ચોથું મોહત્યાગાષ્ટક કહ્યું છે. જે જીવ પરપદાર્થના મોહનો ત્યાગી થાય છે તે જ આત્મા પોતાના
Page #260
--------------------------------------------------------------------------
________________
૮૫૨
૩૨ અષ્ટકોનો ઉપસંહાર
જ્ઞાનસાર શુદ્ધ સ્વરૂપના તત્ત્વનો સાચો જ્ઞાતા બની શકે છે તેથી પાંચમું તત્ત્વજ્ઞાનાષ્ટક કહ્યું છે. જે આત્મા આત્માના સ્વરૂપનો તત્ત્વજ્ઞાની બને છે તે જ આત્મા રાગ-દ્વેષ ઉપર વિજયવાળો બનવાથી શાન્ત થઈ શકે છે. તેવા જીવમાં જ ઉપશમ ભાવ પ્રાપ્ત થાય છે. તે માટે છે શમાષ્ટક કહ્યું છે. જે જીવ શાન્ત હોય છે તે જ પોતાની પાંચ ઈન્દ્રિયોનો વિજય કરી શકે છે. સમતાભાવ વિના ઈન્દ્રિયવિજય શક્ય નથી તે માટે સાતમું ઈન્દ્રિયજયાષ્ટક કહેલ છે.
જે આત્મા ઈન્દ્રિયોના વિષયોનો વિજેતા બને છે તે જ આત્મા ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરી શકે છે. વિષયોથી દૂર રહી શકે છે તે માટે આઠમું ત્યાગાષ્ટક સમજાવેલ છે. આ બાબતમાં પ્રશમરતિપ્રકરણમાં પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિજી મહારાજશ્રી જણાવે છે કે -
“બંધુઓનો, ધનનો અને ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવાથી ભય અને ક્લેશથી મુક્ત બનેલા સાધુ અહંકારનો (માનાદિ કષાયોનો) અને મમકારનો (મમતાદિનો) ત્યાગ કરીને સાચા ત્યાગી નિગ્રંથ મહાત્મા બને છે.”
આ કારણથી આઠમું ત્યાગાષ્ટક કહ્યું છે. ત્યાગી બનેલા મુનિ વચનાનુષ્ઠાનના ક્રમ પ્રમાણે (એટલે કે બાહ્યભાવોનો ત્યાગ કર્યો છે) એટલે વધારે વધારે શાસ્ત્ર અભ્યાસ કરીને શાસ્ત્રોનાં વચનોને અનુસાર અનુસાર અસંગ દશા લાવવાની ભાવનાથી ધર્મક્રિયામાં લીન થાય છે. આ કારણથી નવમું ક્રિયાષ્ટક કહ્યું છે. આ પ્રમાણે સમ્યજ્ઞાન, સમ્યકત્યાગ અને સમ્યક્રિયા પ્રાપ્ત થવાથી ખુશ ખુશ થયેલો આ આત્મા ઘણો જ તૃપ્ત બને છે સંતુષ્ટ બને છે તે માટે દશમું તૃપ્તિ અષ્ટક સમજાવ્યું છે.
જે આત્મા સ્વભાવમાં તૃપ્ત બને છે તે વિભાવદશાથી નિર્લેપ બને છે એ જીવને વિભાવદશાનો લેપ હવે ટકતો નથી તે માટે અગિયારમું નિર્લેપાષ્ટક કહ્યું છે અને નિર્લેપ આત્મા જ નિઃસ્પૃહ બને છે. માટે બારમું નિઃસ્પૃહાષ્ટક કહેલ છે અને જે આત્મા બાહ્યભાવોથી નિઃસ્પૃહ થાય છે તે જ આત્મા બાહ્યભાવોથી મૌન સ્વીકારે છે એટલે યથાર્થ મુનિ બને છે માટે તેરમું મૌનાષ્ટક કહેલ છે. ll૧||
પુનઃ - તથા विद्याविवेकसंपन्नो, मध्यस्थो भयवर्जितः । अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् ॥२॥
ગાથાર્થ - વિદ્યા અને વિવેકથી સંપન્ન એવો આત્મા મધ્યસ્થ, નિર્ભય, અસ્વપ્રશંસક થયો છતો તત્ત્વદૃષ્ટિવાળો બનીને સર્વ સમૃદ્ધિવાળો બને છે. રા.
Page #261
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી ૩૨ અષ્ટકોનો ઉપસંહાર
૮૫૩ ટીકા :- “વિદ્યાવિશ્વતિ” અવંવિધ: શરદ વિદ્યાવિશ્વસમ્પના-વિદા -श्रुताभ्यासः, विवेकः-स्वपरविभजनात्मकः, ताभ्यां सम्पन्नः, तत्कथिते विद्याष्टकविवेकाष्टके । यो हि विद्याविवेकसम्पन्नः, सः मध्यस्थः-इष्टानिष्टे वस्तुनि रागद्वेषरहितो भवति, तेन माध्यस्थ्याष्टकम् । मध्यस्थो हि भयरहितः, तेन भयविवर्जनाष्टकम् । भयरहितस्य नात्मश्लाघा इष्टा, इत्यनेन अनात्मशंसा भवति तन्निरूपणाष्टकम् । यः लौकिकश्लाघाकीाद्यभिलाषरहितः स तत्त्वदृष्टिः, तेन तत्त्वदृष्ट्यष्टकम् । यस्य तत्त्वदृष्टिः, स एव सर्वसमृद्धिः परमसम्पदावान् भवति, तेन सर्वसमृद्धयष्टकम् ॥२॥
વિવેચન :- ત્યાગી, નિર્લેપ, નિઃસ્પૃહ અને મૌની આવા આવા ગુણોવાળો પવિત્ર આત્મા વિદ્યા અને વિવેક ગુણોથી સંપન્ન બને છે. વિદ્યા એટલે શ્રુતશાસ્ત્રોનો અભ્યાસ અને વિવેક એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ કરવો, તે બને ગુણોથી યુક્ત આત્મા થાય છે તે કારણે ચૌદમું વિદ્યાષ્ટક અને પંદરમું વિવેકાષ્ટક સમજાવેલ છે.
જે આત્મા શાસ્ત્રાભ્યાસ રૂપ વિદ્યાર્થી અને સ્વ-પરનો ભેદ કરવા રૂપ વિવેકથી સંપન્ન થાય છે. તે આત્મા મધ્યસ્થ બને છે. ગમે તેવી ઈષ્ટ અથવા અનિષ્ટ વસ્તુઓનો યોગ થાય તો પણ તે આત્મા તેમાં રાગ-દ્વેષ વાળો થતો નથી. અર્થાતુ રાગ-દ્વેષરહિત મધ્યસ્થ બને છે. તે કારણે વિદ્યાષ્ટક અને વિવેકાષ્ટક પછી સોળમું મધ્યસ્થાષ્ટક કહેલું છે. જે આત્મા મધ્યસ્થ હોય છે કોઈપણ બાજુનો પક્ષપાત હોતો નથી તેને કોઈથી ડરવાનું રહેતું નથી અર્થાત્ ભયરહિત હોય છે કારણ કે કોઈપણ બાજુનો ખોટી રીતે પક્ષ કર્યો નથી માટે કોઈ જાતનો ભય નથી તેથી સત્તરમું નિર્ભયાષ્ટક કહેલ છે.
ભયરહિત જે આત્મા હોય છે તેને ક્યારેય આત્મપ્રશંસા કરવાનું મન થતું નથી, પોતાની પ્રશંસા પોતે કરવી તે આવા પ્રકારના નિર્ભય જીવને ઈષ્ટ નથી તેથી “અનાત્મશંસા” થાય છે માટે અઢારમું અનાત્મશંસાષ્ટક કહેલ છે. જે આત્મા લૌકિક પ્રશંસા અને કીર્તિ આદિ રૂપ પોતાની પ્રશંસાને ઈચ્છતો નથી અને અનાત્મશંસક બને છે તે જ પરમાર્થ તત્ત્વને દેખનાર બને છે એટલે તેની દૃષ્ટિ સાચી દષ્ટિ થાય છે અર્થાત્ તત્ત્વદૃષ્ટિ થાય છે માટે ઓગણીશમું “તત્ત્વદૃષ્ટિઅષ્ટક” કહેલ છે. જે જીવ તત્ત્વદૃષ્ટિવાળો બને છે તે જ પોતાના આત્મામાં ભરેલી અનંત અનંત ગુણોની સમૃદ્ધિ છે તેને દેખે છે અને તેને જ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો છતો પોતાના આત્મગુણોની સર્વસમૃદ્ધિ મેળવે છે તે માટે વશમ્ સર્વસમૃદ્ધિ અષ્ટક કહેલું છે. રા.
Page #262
--------------------------------------------------------------------------
________________
૮૫૪
૩૨ અષ્ટકોનો ઉપસંહાર
ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः । लोकसंज्ञाविनिर्मुक्तः, शास्त्रदृग् निष्परिग्रहः ॥३॥
ગાથાર્થ :- તત્ત્વદૃષ્ટિ અને સર્વસમૃદ્ધિને દેખનાર આત્મા કર્મવિપાકોનું ચિંતન કરનાર બને છે ભવસાગરથી ઉદ્વેગી બને છે. લૌકિકસંજ્ઞાનો ત્યાગ કરનાર અને શાસ્ત્રાનુસારિણી દૃષ્ટિવાળો બનીને નિષ્પરિગ્રહી થાય છે. ગા
જ્ઞાનસાર
ટીકા :- ‘“ઘ્વાòતિ’’ ય: સમૃદ્ધ: સ ાને વિચિત્રવિપાજોયે ર્મવિપાળાનાં ज्ञाता ध्याता च भवति । ( अतः कर्मविपाकाष्टकम्) । यः कर्मविपाकध्यानी स एव भवात्-संसारात् उद्विग्नः भवति, अत एव भवोद्वेगाष्टकम् । यः भवोद्विग्नः, स लोकसंज्ञामुक्तो भवति, तेन लोकसंज्ञात्यागाष्टकम् । स एव शास्त्रदृक् च पुनः निष्परिग्रहः भवति । अत एव तत्प्ररूपकाष्टकद्वयम् । (शास्त्राष्टकं परिग्रहाष्टकं च ) ॥૨॥
વિવેચન :- જે આત્મા આત્મિકગુણોની સમૃદ્ધિવાળો બન્યો છે તે આત્મા પુણ્ય-પાપ કર્મોના ચિત્ર-વિચિત્ર ઉદયકાળે ચડતી-પડતીના અવસરે પોતાનાં જ કર્મોનો વિપાક છે આવી વિચારણાવાળો થાય છે. કર્મોના જ વિપાકોને જાણનારો અને તેનું જ ચિંતન-મનન કરનારો બને છે. તેથી એકવીશમું કર્મવિપાકચિંતનાષ્ટક કહેલ છે. જે આત્મા કર્મોના વિપાકોનું ચિંતનમનન કરે છે તે જ આત્મા આ સંસારથી ઉદ્વેગ પામે છે. કર્મોનાં માઠાં ફળો જાણવાથી સંસારથી નિરસ બને છે તે માટે બાવીશમું ભવોદ્વેગાષ્ટક કહ્યું છે. જે આત્મા ભવથી ઉદ્વેગી બને છે તે લોકસંજ્ઞાને અનુસરનારો બનતો નથી. પણ લોકસંજ્ઞાનો ત્યાગી બને છે તે કારણે ત્રેવીશમું લોકસંજ્ઞાત્યાગાષ્ટક કહેલ છે.
જે લોકસંજ્ઞાનો ત્યાગી બને છે તે જ આત્મા પરમાર્થથી શાસ્ત્રાનુસારિણી દૃષ્ટિવાળો અને પરિગ્રહનો ત્યાગી બને છે. નિરંતર શાસ્ત્રાભ્યાસના કારણે શાસ્ત્ર તરફની જ પ્રધાન દૃષ્ટિવાળો થાય છે અને તેથી જ નવવિધ બાહ્યપરિગ્રહને છોડીને અંદરથી મમતા-મૂર્છા આદિ ભાવપરિગ્રહનો પણ ત્યાગી બને છે તે માટે ચોવીશમું શાસ્ત્રદૃષ્ટિઅષ્ટક અને પચીશમું પરિગ્રહત્યાગાષ્ટક કહેલ છે. IIII
शुद्धानुभववान् योगी, नियागप्रतिपत्तिमान् ।
भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रयी ॥४॥
"
Page #263
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૩૨ અષ્ટકોનો ઉપસંહાર
ગાથાર્થ :- જે આત્મા નિષ્પરિગ્રહી બને છે તે જ આત્મા નિર્મળ-શુદ્ધ આત્મતત્ત્વના અનુભવવાળો બને છે યોગી બને છે. કર્મોને બાળવા રૂપ નિયાગ કરનારો બને છે ભાવપૂજા વાળો, ધ્યાનવાળો અને સર્વનયોના આશ્રય સ્વરૂપ બને છે. II૪॥
૮૫૫
ટીકા :- ‘“શુદ્ધેતિ’’ યો નિશ્રિઃ, સ વ શુદ્ધાત્મ-તત્ત્વાનુમવવાનું મતિ । तेनानुभवाष्टकम् । यः स्वरूपानुभवी स एव योगी - योगध्यानमयः । यः योगी स एव निश्चयेन कर्मयागकर्ता तत्प्ररूपकाष्टकद्वयम् । (योगाष्टकं नियागाष्टकञ्च ) । स एव भावार्चा - भावपूजा तथा ध्यानं ध्येयैकत्वं तदेव तप:, तेषां भूमिः - स्थानं भवति । एतत्स्वरूपनिरूपकमष्टकत्रयम् । ( भावपूजाष्टकं ध्यानाष्टकं तपोऽष्टकञ्च ) । ततः सर्वनयाश्रयणं-सम्यग्ज्ञानं तत्प्ररूपकं द्वात्रिंशत्तममष्टकम् ।
--
વિવેચન :- જે નિષ્પરિગ્રહી બને છે, સંસારીભાવોની મમતાને છોડનારો બને છે, તે જ આત્મા શુદ્ધ એવા આત્મતત્ત્વના અનુભવવાળો બને છે. તેથી છવીશમું અનુભવાષ્ટક કહેલ છે, જે આત્મા આત્મસ્વરૂપનો અનુભવી બને છે તે જ આત્મા યોગી થાય છે, યોગદશા ઉપર આરૂઢ થઈ શકે છે માટે સત્તાવીશમું યોગાષ્ટક કહેલ છે. જે યોગી બને છે તે જ આત્મા નિશ્ચયથી કર્મોને બાળીને ખાખ કરવા રૂપ કર્મયાગ કરનાર થાય છે તેથી અઠ્ઠાવીશમું કર્મયાગાષ્ટક સમજાવેલ છે. જે આત્મા કર્મોને બાળી નાખવા સ્વરૂપ નિયાગ કરનાર થાય છે તે જ આત્મા ભાવપૂજાને અને ધ્યાનને કરનાર થાય છે. ધ્યાન એટલે ધ્યેયની સાથે એકાકારતા, આવું ધ્યાન કરનારો આત્મા જ બાહ્ય અને અભ્યન્તર એવો જે તપ છે તે તપને આચરનાર બને છે. અર્થાત્ તપની ભૂમિ-તપનું સ્થાન-તપસ્વી બને છે તે માટે તે ભાવપૂજા, ધ્યાન અને તપના સ્વરૂપનું નિરૂપણ કરનારાં ત્રણ અષ્ટક કહ્યાં છે. ઓગણત્રીશમું ભાવપૂજાષ્ટક, ત્રીશમું ધ્યાનાષ્ટક અને એકત્રીશમું તપોષ્ટક કહેલ છે.
ત્યારબાદ સર્વે પણ નયોનો સ્વીકાર કરવા રૂપ સમ્યજ્ઞાનાત્મક બત્રીશમું અષ્ટક સર્વનયાશ્રયણ કહેલ છે સર્વોપરિ એવું આ બત્રીસમું અષ્ટક યથાસ્થાને સર્વે પણ નયોનો સ્વીકાર કરવાનું જણાવે છે. કોઈપણ બાજુનો પક્ષપાત કર્યા વિના અને કોઈપણ નયનો ત્યાગ કર્યા વિના યથાસ્થાને ઉપકાર થાય તે રીતે તે તે નયોનો સમન્વય કરીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું આ જ સંસાર તરવાનો સાચો ઉપાય છે આવું સમ્યજ્ઞાન જ ભવોધિનો પાર પમાડનાર થાય છે. તેથી આ બત્રીશમું અષ્ટક કહીને આ ગ્રંથ સમાપ્ત કરેલ છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસારની ગરિમા
“જ્ઞાનસાર એ ભવોદિધ તરવામાં વહાણ છે”
एवं कारणकार्यपूर्वकाधिकारद्वात्रिंशत्फलकोपेतं ज्ञानसारं नाम यानपात्रम् । यदारूढाः मिथ्याज्ञानभ्रमणभीषणमतत्त्वैकत्वतारूपजलगम्भीरम्, असंयमपाथोधिमुल्लङ्ध्य सम्यग्दर्शनप्रतोलीमण्डितम्, सम्यग्ज्ञाननिधानोपेतम्, सम्यक्चारित्रानन्दास्वादमधुरम्, असङ्ख्येयप्रदेशस्वसंवेद्यतत्त्ववेदकतासम्पत्प्रवणम्, जिनप्रवचनप्राकारोत्सर्गापवादपरिखासंयुतम्, नयगमनिक्षेपानेकगुणौघं लभन्ते स्याद्वादपत्तनं भव्याः । इति ज्ञानसारफलोपदेशकं ग्रन्थस्य मौलिरूपमन्त्याधिकारमाह श्रीमत्पाठकेन्द्रः
118 11
૮૫૬
વિવેચન :- ઉપરની પંક્તિઓમાં નીચે મુજબની કલ્પના કરી છે
(૧) જ્ઞાનસાર એ બત્રીસ પાટીયાઓનું બનેલું વહાણ છે. (૨) અસંયમ - (અવિરતિ) એ સમુદ્ર છે.
(૩) સ્યાદ્વાદ એ સામા કિનારાનું ભવ્યનગર છે. (૪) મિથ્યાજ્ઞાન-મિથ્યાતત્ત્વનો આગ્રહ એ પાણી છે. (૫) સમ્યગ્દર્શન એ સામા નગરનો દરવાજો છે. (૬) સભ્યજ્ઞાન એ ધનનો ભંડાર છે.
(૭) સમ્યક્ચારિત્ર એ આનંદના આસ્વાદની મધુરતા છે. (૮) આત્મતત્ત્વનું સંવેદન એ સંપત્તિ છે.
(૯) જિનેશ્વર પ્રભુનું પ્રવચન એ કિલ્લો છે.
જ્ઞાનસાર
(૧૦) ઉત્સર્ગ અને અપવાદનું નિરૂપણ એ કિલ્લાને ફરતી ખાઈ છે. (૧૧) સાત નયો અને ચાર નિક્ષેપા એ અનેક જાતની સુંદરતાનો સમૂહ છે.
ઉપર પ્રમાણે ૧૧ જુદી જુદી રીતે ઉપમાઓ આપીને ટીકાકારશ્રી દેવચંદ્રવિજયજી મહારાજશ્રી જ્ઞાનસારનો મહિમા સમજાવે છે કે આ જ્ઞાનસાર નામનો જે ગ્રંથ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ બનાવ્યો છે તે આ સંસારસાગર તરવામાં શ્રેષ્ઠ વહાણ સમાન છે. વહાણ જેમ લાકડાનાં પાટીયાં પરસ્પર જોડવાથી બને છે. એમ પૂર્વ પૂર્વ અધિકારો કારણ સ્વરૂપે અને પછી પછીના અધિકારો કાર્ય સ્વરૂપે એમ કારણ-કાર્યતાના સંબંધ વાળા બત્રીસ અધિકારો રૂપી બત્રીસ પાટીયાં પરસ્પર જડીને બનાવેલ આ જ્ઞાનસાર એ ખરેખર સંસારસમુદ્ર તરવામાં યાનપાત્ર-વહાણ છે. મોટી સ્ટીમર છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસારની ગરિમા
૮૫૭
यदारूढाः જે વહાણ ઉપર ચઢેલા ભવ્ય લોકો સ્યાદ્વવાદ નામના ભવ્યનગરને પ્રાપ્ત કરે છે. અસંયમ એટલે અવિરતિભાવ, પાંચે ઈન્દ્રિયોના વિષયો સેવવા, અનેક પ્રકારનાં પાપો કરવાં, અઢારે પાપસ્થાનકો સેવવાં તે રૂપી પાથોધિ = સમુદ્ર છે. તે સમુદ્રમાં અગાધ પાણી છે. વિપરીત જ્ઞાનરૂપી ભ્રમણાથી ભયંકર બનેલ અને મિથ્યાતત્ત્વની સાથે જ એકતાવિપરીતબુદ્ધિ એ રૂપી અગાધ પાણીથી ભરેલો અને ઘણો ઊંડો આ સમુદ્ર છે. પણ જો જ્ઞાનસારનો અભ્યાસ કરવા દ્વારા તે વહાણ ઉપર જે જે ભવ્ય જીવો ચઢે છે તે તે ભવ્ય જીવો આવા સમુદ્રને પણ ઓળંગીને સામા કિનારે રહેલા “સ્યાદ્વાદનગરમાં” સુખે સુખે પહોંચી જાય.
જ્ઞાનમંજરી
આ સ્યાદ્વાદ નગર કેવું છે ? જેમ ભવ્યનગરને ચારે તરફ કિલ્લો હોય કે જેથી ચોર -લુંટારા પ્રવેશ ન કરી શકે-તેમ આ સ્યાદ્વાદનગરને જિનેશ્વર પરમાત્માનાં પ્રવચન રૂપી સુંદર અને મજબૂત કીલ્લો છે. જેથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયો રૂપી બંધહેતુઓ આ નગરમાં પ્રવેશી શકતા નથી અને આત્માના સમ્યક્ત્વાદિ ગુણસમૂહને લુંટી શકતા નથી. કદાચ કોઈ લુંટારા કીલ્લો કુદીને અંદર પ્રવેશ કરવાની હિંમત કરે તો તેવી હિંમત જ ન કરી શકે અને અંદર આવીને લોકસમૂહને લુંટી ન શકે તે માટે ઉત્સર્ગ અને અપવાદ માર્ગને જણાવવા રૂપી કીલ્લાની ચારે બાજુ ઊંડી ખાઈ કરી છે. કે જેથી કોઈ લુંટારા સાહસ કરીને કીલ્લા ઉપર ચઢે જ નહીં આવા પ્રકારના કીલ્લાવાળું આ નગર છે.
આ નગરમાં રહેનારા ભવ્ય જીવો સુખે સુખે પ્રવેશ-નિર્ગમન કરી શકે તે માટે સમ્યગ્દર્શન રૂપી સુંદર એક દરવાજો (પ્રવેશદ્વાર) છે તેના વડે સુશોભિત આ નગર છે. આ નગરમાં સમ્યજ્ઞાન રૂપી ઘણા ધનભંડારો છે. જેમ ધનભંડારો વડે ગામ શોભે તેમ સમ્યજ્ઞાન વડે સ્યાદ્વાદનગર શોભા પામે છે. તથા સમ્યક્ આચરણા રૂપી ઘણા જ આનંદના આસ્વાદની મધુરતાથી ભરપૂર ભરેલું આ નગર છે. જે ગામના લોકો આનંદની મધુરતા માણતા હોય તે જ નગર પ્રશંસાને પામે છે તેમ આ સ્યાદ્વાદનગરમાં વસતા લોકોમાં સમ્યક્ આચરણા રૂપી આનંદની લહેરો ઉછળે છે. દરેકના મુખ ઉપર આનંદનું તેજ ઝળકે છે. મુખ ઉપર ઘણી સારી કાન્તિ અને ઓજસ ચમકે છે.
જે નગરમાં વસતા લોકોના ઘરોમાં સુખસંપત્તિ હોય ધનાચતા હોય તો જ તે નગર શોભા પામે છે. તેવી જ રીતે સ્યાદ્વાદનગરમાં વસતા સર્વે લોકોના એક એક આત્મામાં જે અસંખ્ય આત્મપ્રદેશો છે તેમાંના એક એક આત્મપ્રદેશમાં પોતાના આત્માનું જ અનુભવવા યોગ્ય જે તત્ત્વસંવેદનજ્ઞાન છે તે રૂપી સંપત્તિથી ભરપૂર ભરેલું આ નગર છે. તથા જે નગરમાં રસ્તાઓ, તળાવો, વાવડીઓ, બાગ-બગીચાઓ ઈત્યાદિ હોય તો તે ગામની શોભા,
Page #266
--------------------------------------------------------------------------
________________
૮૫૮
જ્ઞાનસારની ગરિમા
જ્ઞાનસાર વધારે તેવા પ્રકારના સુખકારી અને આનંદદાયક વિષયોનો સમૂહ હોય તો જ તે નગર શોભાને પામે છે તેમ આ સ્યાદ્વાદનગરમાં પણ નિશ્ચય-વ્યવહાર નય, નૈગમાદિ સાત નય અને નામ-સ્થાપન આદિ ચાર નિક્ષેપ ઈત્યાદિ ભવ્ય રચનાઓ રૂપી સુખકારી કાર્યોનો સમૂહ વર્તે છે તેથી આ નગર શોભાવાળું છે.
ભવ્યજીવો આ જ્ઞાનસાર નામના વહાણ ઉપર જો ચઢશે (જો આ શાસ્ત્રનો હૃદયના ભાવપૂર્વક અભ્યાસ કરશે) તો અજ્ઞાન દશા રૂપ અમાપ પાણીથી ભરેલા અસંયમ અને કષાયો રૂપી ભવસાગરને ઓળંગીને ભુંગળયુક્ત દરવાજાવાળા, ખાઈયુક્ત કિલ્લાવાળા, અનેક પ્રકારના ભંડારવાળા, આનંદની લહરીઓવાળા, આત્મિક સંપત્તિવાળા અને અનેક પ્રકારની શહેરની સુવિધાવાળા સ્યાદ્વાદનગરમાં અવશ્ય સુખે સુખે પ્રવેશ પામશે.
હવે પાઠકોમાં (ઉપાધ્યાયોમાં) ઈન્દ્રસમાન એવા શ્રીમાનું યશોવિજયજી મહારાજશ્રી જ્ઞાનસારાષ્ટકના ફળનો ઉપદેશ સમજાવવા રૂપ આ ગ્રંથનું ઘણું જ કિંમતી મૂલ્ય કહે છે. લાખો-કરોડો અને અબજો રૂપિયાથી પણ જે માપી ન શકાય તેવું અમૂલ્ય મૂલ્ય આ ગ્રંથનું છે. આવું વર્ણન કરવા રૂપે ગ્રન્થની સમાપ્તિ સૂચક કળશ સ્વરૂપ અન્તિમ અધિકાર હવે પછીની ૫ થી ૧૨ ગાથામાં જણાવે છે. જો
स्पष्टं निष्टङ्कितं तत्त्वमष्टकैः प्रतिपन्नवान् । मुनिर्महोदयं ज्ञानसारं समधिगच्छति ॥५॥
ગાથાર્થ :- બત્રીશ અષ્ટકો દ્વારા સ્પષ્ટ જણાવાયેલા, તત્ત્વને પામનારા મુનિ જ્ઞાનના સાર રૂપ મહોદયને (મોક્ષની પ્રાપ્ત કરે છે. પણ
ટીકા :- “Wઈ નહૂિતમિતિ” મુનિ -ત્રિવતવિષથી, અષ્ટવૈઃ સ્પણું- तत्त्वं-वस्तुधर्मं आत्मपरिणमनरूपम् निष्टङ्कितम्-निर्धारितम् प्रतिपन्नवान्-अङ्गीकृतवान् । स मुनिः महोदयं-मोक्षरूपं ज्ञानसारं-ज्ञानस्य सारं चारित्रं, तथा परां-मुक्तिं, समधिगच्छति-प्राप्नोति । उक्तञ्च (श्रीविशेषावश्यकभाष्ये)
सामाइअमाईअं, सुअनाणं जाव बिंदुसाराओ । तस्स वि सारो चरणं, सारं चरणस्स निव्वाणं ॥११२६॥ तं प्राप्नोति ॥५॥
Page #267
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા
૮૫૯ વિવેચન :- ઉપર કહેલાં બત્રીશ અષ્ટકો દ્વારા અત્યન્ત સ્પષ્ટપણે નિશ્ચય પૂર્વક સમજાવાયેલું-નિર્ધારિત કરેલું જે શુદ્ધ તત્ત્વ છે તે શુદ્ધ આત્મતત્ત્વના પરિણમન સ્વરૂપ વસ્તુધર્મને જે મુનિ મહારાજા હૃદયના ઘણા જ અહોભાવપૂર્વક-સાચા દિલથી સ્વીકારે છે. તે મુનિ મહારાજાના હૃદયનો પલટો થાય છે. ત્રણે કાળે પાંચે ઈન્દ્રિયોના વિષયો વિનાના થઈ જાય છે. મોહને જિતનારા બની જાય છે. ભોગ, પરિગ્રહ, મમતા, કષાય ઈત્યાદિ મલીનભાવોથી અલિપ્ત બની જાય છે ભવસુખથી ઉગી બની વૈરાગી થઈ ત્યાગી બની આત્મતત્ત્વની સાધનામાં જોડાઈ જાય છે.
આ રીતે ઉત્તમ અવસ્થાને પામેલા આ મુનિ જ્ઞાનના સારભૂત ચારિત્રને પ્રાપ્ત કરીને મહોદયસ્વરૂપ પરમ એવી મુક્તિદશાને જલ્દી જલ્દી પ્રાપ્ત કરે છે. અહીં ટીકાકારશ્રી દેવચંદ્રજી મહારાજશ્રીએ ટીકામાં “તથા પાં-મુક્તિમ્” આમ લખ્યું છે. એટલે મૂલશ્લોકમાં પર શબ્દ હોવો જોઈએ પણ હાલ તે શબ્દ મૂલમાં દષ્ટિગોચર થતો નથી. તેથી “જ્ઞાનસાર" શબ્દના જ અર્થમાંથી બે ભાવ કાઢવા ઉચિત લાગે છે. જેઓ આ બત્રીસ અષ્ટકો ભણીને પરમાર્થતત્ત્વનો સ્વીકાર કરે છે તે મુનિમહારાજા જ્ઞાનના સારને (એટલે કે ચારિત્રને તથા પરા-શ્રેષ્ઠ એવી મુક્તિને) પ્રાપ્ત કરે છે. ચારિત્ર અને પરમ એવી મુક્તિ આ બન્ને ભાવો જ્ઞાનના સાર સ્વરૂપ છે. તેથી જ્ઞાનસાર શબ્દમાંથી જ આવો અર્થ કરવો. શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ જ સવાસો ગાથાના સ્તવનની ઢાળ ત્રીજીમાં કહ્યું છે કે -
આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ આતમ જ્ઞાને તે ટલે, એમ મન સદ્દકીએ રા. જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો ! નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો ફા
એટલે જ્ઞાનનું ફળ ચારિત્ર છે અને ચારિત્રનું ફળ મુક્તિ છે. તેથી ચારિત્ર અને મુક્તિ આ બને જ્ઞાનનાં (અનંતર અને પરંપરા રૂપે) ફળ કહેવાય છે. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ ગાથા ૧૧૨૬ માં કહ્યું છે કે –
“સામાયિકથી આરંભીને વાવતું લોકબિંદુસાર નામના ચૌદમાં પૂર્વ સુધીનું સમસ્ત જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. તેનો સાર (ફળ) ચારિત્ર છે અને તે ચારિત્રનો પણ સાર નિર્વાણ (મુક્તિ) છે.”
જ્ઞાનસાર અષ્ટકનો હૃદયના ભાવપૂર્વક સુંદર અભ્યાસ કરનાર તથા તેનું ચિંતન, મનન-નિદિધ્યાસન કરનાર આત્મા અવશ્ય તે ફળને એટલે ચારિત્રને અને નિર્વાણને પ્રાપ્ત કરે જ છે. પણ
Page #268
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસારની ગરિમા
निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुषाम् ।
विनिवृत्तपराशानां मोक्षोऽत्रैव महात्मनाम् ॥६॥
ગાથાર્થ :- વિકારો વિનાનો અને બાધા-પીડા વિનાનો એવો જ્ઞાનનો જે સાર છે તેને પામેલા અને અટકી ગઈ છે પરની આશા જેને એવા મહાત્મા પુરુષોને આ ભવમાં અહીં જ મોક્ષ છે. ॥૬॥
૮૬૦
"
જ્ઞાનસાર
ટીકા :- “નિર્વિનામિતિ'' મહાત્મનાં-સમ્યાાત્મભાવપરિળતાનામ્ ત્રૈવअस्मिन्नेव भवे मोक्षः । यद्यपि सकर्मकत्वे मोक्षाभाव एव, तथापि अत्रानन्दसमताशीलानां स्वभावसुखलीनानां वर्णिकारूपेण मोक्षस्यारोपः कथितः । कथम्भूतानां महात्मनाम् ? निर्विकारं विकाररहितं, निराबाधं - सर्वबाधा पुद्गलसंयोगरूपा, तया रहितम्, ज्ञानं तत्त्वबोधः, तस्य सारं तत्त्वैकत्वरूपं चारित्रमुपेयुषां प्राप्नुवताम्, पुनः कथम्भूतानां महात्मनाम् ? विनिवृत्ता परस्य आशा येषां ते, तेषां विनिवृत्तपराशानांसर्वथा पुद्गलाशारहितानां निर्वाञ्छकानामिहैव मोक्ष इति ॥६॥
વિવેચન :- જે મહાત્મા પુરુષોના હૃદયમાં સભ્યપ્રકારે આત્મતત્ત્વ પરિણામ પામ્યું છે. આત્માની નિર્મળ-શુદ્ધ અવસ્થા મેળવવાની જ લગની લાગી છે અને કર્મોદયજન્ય સુખાદિ ભાવોમાંથી જેનું ચિત્ત ઉઠી ગયું છે. પૌદ્ગલિક સુખોની આશાઓ જેઓએ ત્યજી દીધી છે આવા મહાત્મા પુરુષોને તો આ જ ભવમાં મોક્ષ થાય છે. અથવા અહીં જ મોક્ષ છે. જો કે આ કાળ અવસર્પિણીનો છે પાંચમો આરો છે. ભરતક્ષેત્ર છે એટલે આવા વૈરાગી મહાત્માઓ હોય તો પણ તેઓ આઠ કર્મોના ઉદયવાળા છે, ગુણસ્થાનક ૬-૭ છે, ક્ષપકશ્રેણી-પ્રથમસંઘયણ અને કેવલજ્ઞાનાદિ ભાવો આ કાળે અને આ ક્ષેત્રે હાલ નથી. તેથી મોક્ષપ્રાપ્તિનો પણ જો કે અભાવ છે, તો પણ આવી ઊંચી ભૂમિકાની દશા ઉપર પહોંચેલા મહાત્માઓ આત્મગુણોના આનંદમાં અને સમતામાં ઝુલનારા થાય છે તથા સ્વભાવસુખમાં જ લયલીન બને છે. તેથી ભલે સાક્ષાત્ મોક્ષ નથી તો પણ મોક્ષના સુખની વાનગી રૂપે અહીં મોક્ષનો આરોપ કરેલો છે. જાણે કંઈક અંશે મોક્ષના સુખનો આસ્વાદ માણતા હોય તેવું સુખ હાલ અહીં પણ તેઓને હોય છે. તેથી સમુદ્રના કે નદીના કિનારા પાસે જતાં દૂરથી જ ઠંડક અને પવન આવવાથી સમુદ્ર આવ્યો, નદી આવી, આમ જેમ આરોપ કરીને બોલાય છે, તેમ અહીં મોક્ષના સુખનો આંશિક વાનગી રૂપે અનુભવ થતો હોવાથી આવા પ્રકારના મહાત્માઓને અહીં જ મોક્ષ છે એમ કહેલ છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા
૮૬૧ આ મહાત્માઓ કેવા છે ? તે વાત બે વિશેષણોથી સમજાવે છે. નિર્વિકાર અને નિરાબાધ એવા જ્ઞાનસારને પામેલા મહાત્માઓ છે આ એક વિશેષણ થયું તથા વિનિવૃત્તપરાશા વાળા મહાત્માઓ છે આ બીજું વિશેષણ છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - વિકાર રહિત એવો જ્ઞાનનો સાર પામેલા, જે જ્ઞાનસાર ભણવાથી મોહના તમામ વિકારો જેના જીવનમાંથી ચાલ્યા જાય છે. તથા સંસારમાં સર્વે પણ બાધાઓ (પીડાઓ) પુદ્ગલદ્રવ્યના સંયોગથી જ આવે છે, સંયોગ થાય તેનો વિયોગ થાય જ, તેની વિયોગકાલે પીડા આવે જ, આવા પ્રકારની પીડા વિનાનો જે જ્ઞાનનો સાર છે તેને પામેલા આ મહાત્માઓ છે. વિકારોનો અને મોહજન્ય પીડાઓનો નાશ કરે અને આત્માને વાસ્તવિક શાન્તિ આપે એવો સુંદર જે જ્ઞાનનો સાર છે તેને પામેલા આ મહાત્માઓ છે. તેથી આ ભવમાં જ અને અહીં જ મોક્ષ છે.
તથા પરદ્રવ્યની આશા જેમના જીવનમાંથી ચાલી ગઈ છે તેવા મહાત્માઓ છે, સર્વથા પુદ્ગલદ્રવ્યની આશા વિનાના, નિઃસ્પૃહ, વાચ્છા વિનાના મહાત્માઓ છે, માટે આ જ ભવમાં મોક્ષ છે, જ્ઞાનસારના અભ્યાસથી, ચિંતન-મનનથી એટલી બધી ઊંચી દશામાં વર્તે છે કે જાણે મોક્ષના સુખનો જ આસ્વાદ અહીં જ માણતા હોય તેવા છે. Nell
चित्तमार्दीकृतं ज्ञानसार-सारस्वतोर्मिभिः । नाप्नोति तीव्रमोहाग्नि-श्लेषशोककदर्थनाम् ॥७॥
ગાથાર્થ - જ્ઞાનસારની વાણીની ઊર્મિઓ વડે જેનું ચિત્ત ભીનું ભીનું કરાયું છે તે મહાત્માઓનું ચિત્ત તીવ્ર મોહ રૂપી અગ્નિના દાહજન્ય શોકની પીડાને ક્યારેય પામતું નથી. Iણા
ટીકા :- “વિિિર" જ્ઞાનસાઉથ ગ્રન્થઃ તસ્ય સરસ્વતી-વાપી, તસ્થા મે ऊर्मयः-कल्लोलास्तैः येषां चित्तमार्दीकृतम्, तेषां जीवानां तीव्रो मोहाग्नेः आश्लेषः तेन यः शोकः, तस्य कदर्थना-पीडा, तां नाप्नोति । इत्यनेन ज्ञानसारासारवर्षणार्टीकृतचित्तानां मोहाग्नितापो न भवति ॥७॥
વિવેચન :- જ્ઞાનસાર છે નામ જેનું એવો જે આ ૩૨ અષ્ટકોનો બનાવેલો મહાગ્રંથ છે તેમાં આલેખાયેલી વાણીની ઉર્મિઓ (કલ્લોલો) દ્વારા જે મહાત્માઓનું ચિત્ત ભીનું ભીનું થયું છે. જેઓના હૃદયમાં જ્ઞાનસારાષ્ટકના વૈરાગ્યવર્ધક શ્લોકો હાલતાં-ચાલતાં-ઉઠતા-બેસતાં એમ કોઈપણ કામકાજ કરતાં જીભ ઉપર રમે છે. વારંવાર આ શ્લોકોનું જ જેઓને રટન ચાલે છે. તેના કારણે જેઓનું ચિત્ત સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યાદિ ગુણોથી ભીનું ભીનું બન્યું
Page #270
--------------------------------------------------------------------------
________________
૮૬ ૨ જ્ઞાનસારની ગરિમા
જ્ઞાનસાર છે તે મહાત્માઓના ચિત્તને તીવ્ર મોહ રૂપી, અગ્નિનું ( પ =) આલિંગન ક્યારેય થતું નથી. અને તેના કારણે તેવા અગ્નિનો દાહ તેઓને સંભવતો નથી. તેથી તેવા મોહરૂપી અગ્નિના સંયોગથી થનારા એવા દાહથી ઉત્પન્ન થનારી પીડા પણ ક્યારેય થતી નથી. તેઓ તો મોહાગ્નિને બુઝવનારા બને છે. મોહસાગરને તરનારા બને છે. મોહરાજા તેઓનો વાળ પણ વાંકો વાળી શકતો નથી.' Iી.
अचिन्त्या कापि साधूनां, ज्ञानसारगरिष्ठता । गतिर्ययोर्ध्वमेव, स्यादधःपातः कदापि न ॥८॥
ગાથાર્થ :- સાધુ મહાત્માઓમાં આવેલી જ્ઞાનસારાષ્ટકની આ ગરિમાં કોઈ અચિન્ય છે કે જેના દ્વારા તે જીવોની નિયમા ઊર્ધ્વ ગતિ જ થાય છે, ક્યારેય અધઃપાત થતો નથી. Iટા
ટીકા :- “મત્રિજ્યા વાપીત્યાર” નો ભવ્ય ! સધૂન-પરમનિષ્પતિનાં कापि अचिन्त्या-चिन्तितुमशक्या, ज्ञानसारगरिष्ठता अस्ति । ज्ञानं-यथार्थस्वपरावबोधः, तस्य सारं चारित्रं-वैराग्यता, तस्य गरिष्ठता-गरिमा-गुरुत्वं तत्स्वरूपमचिन्त्यं-दुर्विचारम् । अन्या गुरुता अधोगमनहेतुः, ज्ञानगुरुत्वमूर्ध्वताहेतुः, अत एवाचिन्त्येति । यया-गरिष्ठतया ऊर्ध्वगतिरेव स्यात्, अधःपातः कदापि न भवति । ऊर्ध्वता द्रव्यतो जीवेभ्यः उच्चत्वगोत्रोदयादिरूपा, क्षेत्रतः ऊर्ध्वलोकगमनरूपा, भावतः सम्यक्त्वाद्युत्तरोत्तरगुणारोहणरूपा, तेन यो ज्ञानगरिष्ठः, स ऊर्ध्वत्वं -स्वर्गापवर्गलक्षणं सम्यक्चारित्रादिगुणलक्षणमूर्ध्वत्वं प्राप्नोति ॥८॥
વિવેચન :- જે જે સાધુસંત-મહાત્મા પુરુષો જ્ઞાનસારાષ્ટકનો અભ્યાસ કરે છે, જ્ઞાનસાર કંઠસ્થ કરે છે, પ્રતિદિન સ્વાધ્યાય કરે છે તેઓની જ્ઞાનગૌરવતા કોઈ અચિજ્ય છે. હે ભવ્ય જીવ! પરમપદના સાધક એવા મહાત્મા પુરુષો જ્ઞાનસાર ભણીને તેના જ્ઞાનથી ગૌરવશાલી બને છે, તે જ્ઞાનની ગરિષ્ઠતા (ગૌરવતા) કોઈ અચિન્ય છે. ચિંતવી પણ ન શકાય તેવી છે. જરા સાવધાનીથી સાંભળ.
ભાવાર્થ આ પ્રમાણે છે કે યથાર્થ રીતે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિવેક થવો અર્થાત્ ૧. તીવ્રષદાનિસ્નેપાવર ઈનાન્ આ પાઠને બદલે બીજી કેટલીક પ્રતોમાં તીવ્રપોહાનિ
નોપોષકર્થનાજૂ આવો પણ પાઠ છે. તેનો અર્થ ઉપરના અર્થને અનુસાર કરવો. “તે મહાત્માઓને તીવ્ર મોહરૂપી, અગ્નિજન્ય દાહ (બળતરા)થી થનારી અંગોના શોષાવાની પીડા થતી નથી. ટીકાકારશ્રીએ પ્રથમ પાઠ પ્રમાણે અર્થ સમજાવેલ છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
જ્ઞાનસારની ગરિમા
૮૬૩
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ બુદ્ધિમાં આવવો તે સાચું સમ્યજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાનનો સાર ચારિત્ર છે. ચારિત્ર એટલે વૈરાગ્યદા, તે વૈરાગ્યદશાની જે ગરિમા છે. અર્થાત્ ગુરુતા છે તે ગુરુતાનું સ્વરૂપ અચિત્ત્વ છે બુદ્ધિમાં ન ઉતરે તેવું છે. દુઃખે દુ:ખે અર્થાત્ મહામુશ્કેલીએ સમજાય તેવું છે. કારણ કે જે જે પદાર્થો ગુરુતાવાળા હોય છે (જેમકે પત્થર-લોખંડ-રેતી વગેરે પદાર્થો) તે તે પદાર્થો ગુરુતાના કારણે નીચે જાય છે એટલે અન્ય પદાર્થ સંબંધી ગુરુતા અધોગમનનું કારણ બને છે જ્યારે જ્ઞાનસાર દ્વારા આવેલી ગૌરવતા ઉર્ધ્વતાનું (ઊર્ધ્વગતિ કરાવવાનું) જ કારણ બને છે માટે અચિત્ત્વ છે.
સંસારમાં કોઈપણ પુદ્ગલદ્રવ્ય ગુરુત્વધર્મવાળો હોય ત્યારે તે નીચે જાય છે અને જ્ઞાનસાર જેણે કંઠસ્થ કર્યું હોય છે એટલે તેનું જ્ઞાન પ્રાપ્ત કરીને જેણે ગુરુતા (ગૌરવતા) પ્રાપ્ત કરી હોય છે તે ગુરુતા ઊર્ધ્વગતિનું જ કારણ બને છે. ક્યારેય પણ અધઃપાત થતો નથી. માટે જ જ્ઞાનસારદ્વારા મળેલી ગૌરવતા કોઈ અદ્ભુત છે, અચિત્ત્વ છે, જગતને આશ્ચર્ય પમાડે તેવી છે.
ઊર્ધ્વતા દ્રવ્યથી, ક્ષેત્રથી અને ભાવથી એમ ભિન્ન ભિન્ન જાતની હોય છે. ત્યાં દ્રવ્યથી ઊર્ધ્વતા એટલે ઉચ્ચગોત્રના ઉદય આદિ જન્મ ધનવંતપણું, ઉંચા કુલમાં ઉત્પન્ન થવાપણું, વિશિષ્ટ વિવેકીપણું, ઈત્યાદિ ઊર્ધ્વતા જાણવી, ક્ષેત્રથી ઊર્ધ્વતા એટલે ઊર્ધ્વલોક તરફ ગમન થવા રૂપ ઊર્ધ્વતા જાણવી અને ભાવથી ઊર્ધ્વતા એટલે સમ્યક્ત્વ-દેશવિરતિસર્વવિરતિ-ક્ષપકશ્રેણિ અને કેવલજ્ઞાનાદિ ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થવી, અધિક અધિક ગુણો ઉપર આરોહણ કરવું તે ભાવઊર્ધ્વતા જાણવી. જે જે મહાત્મા પુરુષો જ્ઞાનસારાષ્ટક ભણીને તેના જ્ઞાનની ગરિમાને પ્રાપ્ત કરે છે તે તે મહાત્માઓ સ્વર્ગ અને અપવર્ગ પામવા રૂપ ક્ષેત્ર સંબંધી ઊર્ધ્વતા પણ પામે છે અને સમ્યક્ચારિત્ર વગેરે ગુણો પામવા રૂપ ભાવઊર્ધ્વતાને પણ પામે છે (તથા જ્ઞાનસારના અભ્યાસથી દેદીપ્યમાન મહાત્માઓ યશ-કીર્તિ-પ્રશંસા-માનમોભો-પ્રતિષ્ઠા વગેરે રૂપ દ્રવ્ય-ઊર્ધ્વતા પણ પામે છે) આમ આ જ્ઞાનદશાની ગૌરવતા જીવને નિયમા ઊર્ધ્વતા જ આપનાર છે. માટે અચિત્ત્વ છે. ॥૮॥
पुनः ज्ञानक्रियाभ्यां मोक्षः, न ह्येकस्यापि विरोधकः साधको भवति, क्रिया हि वीर्यविशोधिरूपा, ज्ञानञ्च चेतनाविशोधिरूपम्, चेतनावीर्ययोः शोधिप्राप्तयोः सतोः एव सर्वसंवरः । तथापि क्रियातः ज्ञानस्याधिक्यं दर्शयति
જો કે જ્ઞાન અને ક્રિયા આમ બન્નેના યોગે જ જીવને મોક્ષ થાય છે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે ‘“નાળિિરયાદ્દિ મોસ્ક્વો’’ માટે બન્ને સાથે મળે તો જ મોક્ષ થાય છે
Page #272
--------------------------------------------------------------------------
________________
૮૬૪ જ્ઞાનસારની ગરિમા
જ્ઞાનસાર આ બન્નેમાંથી કોઈ એકનો પણ વિરોધ જો કરવામાં આવે તો વિરોધ કરનાર આત્મા આત્મદશાનો સાધક બને નહીં, કારણ કે જે ક્રિયા છે તે વીર્યગુણની નિર્મળતા રૂપ છે અને જે જ્ઞાનગુણ છે તે ચેતનાની નિર્મળતા રૂપ છે. ચેતના અને વીર્ય આ બન્ને આત્માના જ ગુણો છે અને ગુણો વિશુદ્ધિને પામ્યા છતા સર્વ-સંવરભાવ લાવે છે. સર્વથા કર્મબંધ અટકાવે છે. માટે બન્નેની આવશ્યકતા છે. તો પણ બન્નેમાં તરતમતા છે, ક્રિયા કરતાં જ્ઞાનની અધિક આવશ્યકતા છે એક ગુણ પ્રકાશ-આત્મક છે બીજો ગુણ એટલો પ્રકાશાત્મક નથી. વળી જ્ઞાન એ આત્માનો ગુણ છે મોક્ષમાં પણ રહેનાર છે ક્રિયા એ શુભયોગ છે, શુભ કરણવીર્ય છે અને તે અને હેય છે. છેલ્લે અયોગી થવાનું છે. માત્ર લબ્ધિવીર્યવાળા જ બનવાનું છે. આ રીતે જ્ઞાનગુણની ક્રિયાથી જે અધિકતા છે તે હવે જણાવે છે.
क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः ।
થતણૂકશો, જ્ઞાનવૃતઃ પુનઃ II
ગાથાર્થ :- ક્રિયાથી કરાયેલો કર્મોનો ક્ષય દેડકાનાં (મૃતશરીરોના) ચૂર્ણતુલ્ય જાણવો પરંતુ જ્ઞાનસાર વડે કરાયેલો કર્મોનો ક્ષય બળેલા તેના ચૂર્ણતુલ્ય જાણવો. ..
ટીકા - “ફ્લેશક્ષો દ્વીતિ' રીતિ-નિશ્ચિતમ્, ક્ષિતિ:-યિોદ્યવિહિતા क्लेशक्षयः-कर्मक्षयो मण्डूकचूर्णतुल्यो ज्ञेयः । यथा मण्डूकचूर्णं पुनः घनयोगतस्तत्रानेकाभिनवमण्डूकोत्पत्तिर्भवति । तथा क्रियया अशुभकर्म क्षयति, तथापि शुभानां प्रचुरा वृद्धिः, पुनः शुभोपयोगकाले अशुभानां वृद्धिः इति ज्ञेयम् । 'पुरा-पूर्वम्, (पुनस्तथा) ज्ञानसारकृतः कर्मक्षयः दग्धतच्चूर्णसदृश इति, इत्यनेन ज्ञानानन्देन कृतः कर्मक्षयः पुनः न प्रभवति ।
यथा-मण्डूकचूर्णः दग्धो न मण्डूकोत्पत्तिहेतुर्भवति । एतदुपदेशपदात्सर्वं ज्ञेयम् । (उपदेशपदप्रकरण गाथा १९१) आगमेऽपि "सीलं सेयं सुअं सेयं (भगवतीसूत्र शतक ८ उद्देश १० सूत्र ३५५) इत्यालापकेन, तथा पञ्चनिर्ग्रन्थीशतके मुनीनामल्पश्रुतवतामाहारादि संज्ञाऽस्ति, बहुश्रुतानामाहारादिसंज्ञानिषेध इति सर्वत्र વોચમ્ II
૧. અહીં ટીકામાં પુરા-પૂર્વમ્ લખ્યું છે પણ પૂર્વાપરસંકલનામાં સંગત થતું નથી. તથા મૂલશ્લોકમાં પુરા
શબ્દ જ નથી. માટે પુનઃ-તથા હોવું જોઈએ. મૂલશ્લોકમાં પુનઃ શબ્દ છે અને તેનો અર્થ બરાબર સંગત થાય છે. તત્ત્વ કેવલી ભગવાન જાણે.
Page #273
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા
૮૬૫ વિવેચન - ધર્મક્રિયા સંબંધી ઉદ્યમ વડે કરાયેલો કર્મોનો ક્ષય દેડકાના શરીરના ચૂર્ણતુલ્ય જાણવો. એટલે કે જે દેડકાંઓ પાણીના મોજાઓ સાથે કિનારે આવી ગયાં અને પછી પાણી ઉતરી ગયું ત્યારે દેડકાં કિનારાની રેતીમાં જ ભરાઈ ગયાં, પાણી ન આવવાથી તે દેડકાં દુઃખી થયાં અથવા મૃત્યુ પામ્યાં, હવે તે દેડકાંનાં માત્ર શરીરો (મૃતશરીરો) જ રહ્યાં, આ જીવો સમુચ્છિમ હોવાથી ફરીથી પાણીનો યોગ થતાં ત્યાં અનેક નવાં નવાં દેડકાંની ઉત્પત્તિ થાય છે. તે જ રીતે ધર્મક્રિયા કરવા દ્વારા અશુભકર્મોનો ક્ષય જરૂર થાય છે. તો પણ મન-વચન-કાયાના શુભયોગ હોવાથી શુભકર્મોનો બંધ પ્રચૂરપ્રમાણમાં (ઘણો) થાય છે. વળી
જ્યારે તે શુભ કર્મ ઉદયમાં આવે છે અને તેને ભોગવવાનો કાલ થાય છે ત્યારે આ જીવ મોહને વશ થયો છતો બીજાં ઘણાં અશુભકર્મો પાછાં બાંધે છે તે માટે ક્રિયાકૃત કર્મનો ક્ષય મંડૂકના ચૂર્ણતુલ્ય જાણવો. બહુકિંમતવાળો નથી, અલ્પકિંમતવાળો છે.
પરંતુ જ્ઞાનસાર ભણવાથી કરાયેલો કર્મોનો ક્ષય બાળી નાખેલાં તે શરીરોના ચૂર્ણ તુલ્ય સમજવો. એટલે કે જે જે દેડકાં મૃત્યુ પામ્યાં છે તેઓનાં મૃતશરીરોનો અગ્નિસંસ્કાર કરીને જો બાળી નાખવામાં આવે તો તે રાખમાં ફરીથી નવાં દેડકાંની ઉત્પત્તિ થતી નથી. તેમ જ્ઞાન દ્વારા નિર્મળ અધ્યવસાયો આવવાથી સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યના શુદ્ધ અવ્યવસાયોથી જે કર્મોનો ક્ષય થાય છે. તેમાં યોગપ્રવૃત્તિ ન હોવાથી નવાં શુભકર્મોનો બંધ થતો નથી, માત્ર શુદ્ધ ઉપયોગ હોવાથી નિર્જરાવિશેષ જ થાય છે. આ પ્રમાણે જેમ દેડકાંના શરીર બાળી નખાયાં હોય તો નવા નવા દેડકાની ઉત્પત્તિનો હેતુ બનતો નથી. તેમ અહીં પણ જ્ઞાનપૂર્વક કરાયેલો કર્મક્ષય ફરી બંધ ન થતો હોવાથી દગ્ધતચૂર્ણતુલ્ય છે. આ વિષય પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીકૃત ઉપદેશપદથી સમજી લેવો, તે ગ્રંથમાં ૧૯૧ મી ગાથામાં આ વિષય છે. તે ગાથા આ પ્રમાણે છે -
एत्तोच्चिय अवणीया, किरियामेत्तेण जे किलेसा उ । मंडुकचुण्णकप्पा, अण्णेहि वि वणिया णवरं ॥१९१॥
ગાથાર્થ :- આ કારણથી જ ક્રિયામાત્ર વડે કરાયેલો જે કર્મોનો ક્ષય છે તે દેડકાંના ચૂર્ણતુલ્ય છે અન્ય દર્શનકારો વડે પણ આ રીતે વર્ણન કરાયું છે. ૧૯૧૫
તથા ભગવતીજી સૂત્ર નામના આગમમાં પણ કહ્યું છે કે “પર્વ વ7 સી« સેર્ચ ૨, સુયં સેવં ૨, સુયં સેય રૂ, સીને સેવે ૪, તે દયે તેઓ ઈત્યાદિ પાઠ (શતક ૮ ઉદ્દેશ ૧૦ સૂત્ર ૩પ૪-૩૫૫) થી જાણી લેવો. આ આલાવામાં પણ આ જ હકીકત કહેલી છે. તથા પંચનિર્ઝન્થી શતક નામના ગ્રંથમાં અલ્પદ્યુતવાળા મુનિઓને આહારાદિ સંજ્ઞા હોય છે અને બહુશ્રુતવાળા મુનિઓને આહારાદિ સંજ્ઞા હોતી નથી આમ કહ્યું છે, ત્યાં અલ્પશ્રુત
Page #274
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૮૬૬
જ્ઞાનસારની ગરિમા હોવાથી આહારાદિમાં મોહ જોર કરે છે એટલે કર્મબંધ વધારે થાય છે અને બહુ-શ્રતવાળાને શ્રુતના બળથી મોહનો નાશ કર્યો હોવાથી આહારાદિમાં મોહસંજ્ઞા ઉછળતી નથી. એટલે વધારે બંધ થતો નથી. ઈત્યાદિ પાઠોનો આધાર અહીં સ્વયં જાણવો. હા
ज्ञानपूतां परेऽप्याहुः, क्रियां हेमघटोपमाम् । युक्तं तदपि तद्भावं, न यद्भग्नापि सोज्झति ॥१०॥
ગાથાર્થ - પરદર્શનકારો પણ જ્ઞાનપૂર્વકની કરાયેલી પવિત્ર ક્રિયાને સુવર્ણના ઘટની ઉપમા આપે છે તે પણ યોગ્ય જ છે. કારણ કે સુવર્ણના ઘટમાં જે ઘટપણું છે તે ભાગ્યે છતે પણ સુવર્ણપણું નાશ પામતું નથી. ૧૦
ટીકા - “જ્ઞાનપૂતામિતિ" જ્ઞાનપૂતાં-જ્ઞાનેન પવિત્ર ક્રિયાં-અમથો વ્યાપારાત્મ, हेमघटोपमां-सुवर्णकलशसदृशीं परेऽपि-अन्ययूथिका अपि आहुः । एतद् युक्तम् । तदपि-हेमघटे भग्ने अपि तद्भावं-हेममौल्यं नोज्झति । तथा सद्ज्ञानयुक्ता क्रिया, ततः पतितस्य भग्नस्यापि नाधिकस्थितिबन्धः । "बन्धेण न वोलइ कयावि" इति वचनात् । ज्ञानी क्रियायुक्तः स्थितिक्षयं करोति । ततः पतितोऽपि तत् स्थितिस्थानं नातिक्रामति । अतो ज्ञानपूर्विका एव तथ्या । तथा च औपपातिकाङ्गे-मिथ्यादृष्टिः एकान्तेन द्रव्ययतिलिङ्गक्रियायुक्तः नवमग्रैवेयकान्तं गच्छति । तथापि स्थितौ पूर्णबन्धक एव । सम्यग्दृष्टिप्रतिपत्तौ तत्पतितोऽपि-मिथ्यात्वभावं गतोऽपि एककोटाकोट्यन्तरस्थितिं बध्नाति, नाधिका बजाति । अतः ज्ञानस्याधिकत्वम् ॥१०॥
- વિવેચન :- એકલી ક્રિયામાત્રથી કરાયેલો કર્મોનો ક્ષય મંડૂકના ચૂર્ણતુલ્ય (મૃતશરીરતુલ્ય) હોય છે અને એકલા જ્ઞાનમાત્રથી કરાયેલો કર્મોનો ક્ષય દગ્ધતચૂર્ણ તુલ્ય હોય છે અને બન્ને સાથે હોય તો કરાયેલો કર્મોનો ક્ષય અપૂર્વ હોય છે આમ જૈનદર્શનકાર તો કહે જ છે પરંતુ અન્ય દર્શનકારો પણ ધાર્મિક ક્રિયા અને જ્ઞાનની બાબતમાં આમ જ કહે છે તેની વાત કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે -
જ્ઞાનપૂર્વકની (જ્ઞાન દ્વારા પવિત્ર થયેલી) ધર્મક્રિયાને એટલે કે મન-વચન-કાયાના શુભ યોગવ્યાપાર સ્વરૂપ ક્રિયાને સુવર્ણના કળશની તુલ્ય છે એમ અન્યયૂથિકો (પરદર્શનકારો) પણ કહે છે અને પર-દર્શનકારો આમ જે કહે છે તે બરાબર યોગ્ય જ છે. કારણ કે જ્યારે જ્યારે સુવર્ણનો ઘટ ભાંગે-તુટે-ફુટે તો પણ સુવર્ણભાવને ત્યજતો નથી. અર્થાત્ સોનાનો ઘટ ભાંગી જાય તો ઘટપણે જ ચાલ્યું જાય છે પણ સુવર્ણપણે કાયમ રહે છે. સુવર્ણપણું ચાલ્યું
Page #275
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા
८६७ જતું નથી. તેવી જ રીતે સમ્યજ્ઞાનપૂર્વક કરાયેલી ધર્મક્રિયા પણ તેવી જ જાણવી. આવી ધર્મક્રિયા કરીને જીવ જો પતન પામેલો હોય તો પણ અધિક સ્થિતિબંધ કરતો નથી.
પડે તો પણ બંધનું ઉલ્લંઘન ન કરે” આવું શાસ્ત્રવચન હોવાથી, ભાવાર્થ એવો છે કે ધર્મક્રિયાથી યુક્ત એવો સમ્યજ્ઞાની આત્મા કર્મોની પૂર્વકાળમાં બાંધેલી ૭૦-૮૦-૩૦ અને ૨૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિનો ક્ષય કરીને માત્ર એક કોડાકોડી સાગરોપમની અંદર કંઈક ન્યૂન (અંતઃકોડાકોડી સાગરોપમની) સ્થિતિ કરે છે. ત્યાર બાદ સમ્યકત્વથી પડીને તે જીવ ધારો કે મિથ્યાત્વગુણસ્થાનકે જાય, તો પણ અંતઃકોડાકોડી પ્રમાણ જે સ્થિતિસ્થાન પ્રાપ્ત કર્યું છે તેનું ઉલ્લંઘન કરતો નથી. અર્થાત્ અધિકસ્થિતિ બાંધતો નથી. આ કારણથી જ્ઞાનપૂર્વક કરાયેલી ધર્મક્રિયા જ સાચી ક્રિયા છે. ઉપકાર કરનારી ક્રિયા છે. અહીં કર્મગ્રંથકારનો મત એવો છે કે સ્થિતિ અધિક બાંધે, પણ રસ અધિક ન બાંધે અને સિદ્ધાન્તકારનો મત એવો છે કે પતિત થયેલો જીવ સ્થિતિ પણ અધિક ન બાંધે અને રસ પણ અધિક ન બાંધે.
આ રીતે સમ્યજ્ઞાની આત્મા કદાચ પતન પામે તો પણ પરિણામની ધારામાં તીવ્ર કષાયો ન આવવાથી કર્મોની સ્થિતિ-રસના બંધનું ઉલ્લંઘન કરતા નથી. શ્રી ઔપપાતિક ઉપાંગમાં (ઉવવાઈ સૂત્રમાં) કહ્યું છે કે મિથ્યાષ્ટિ જીવ કદાચ સાધુપણું લહે, ઉત્કૃષ્ટપણે ધર્મક્રિયા કરે, દ્રવ્યથી મુનિનું લિંગ અને મુનિપણાની ક્રિયાથી યુક્ત થાય, તો પણ મિથ્યાદૃષ્ટિ હોવાથી સમ્યજ્ઞાની નથી. માટે એકાન્ત વધારેમાં વધારે નવમા ગ્રેવેયક સુધી જ જાય છે. (પણ અનુત્તરવાસી દેવમાં કે મોક્ષમાં તે જીવ જતો નથી) અને પરિણામની ધારા મિથ્યાત્વમોહવાળી હોવાથી પૂરેપૂરો ૭૦-૪૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ કરી શકે છે. માટે તે શ્રેષ્ઠ નથી. પરંતુ જો સમ્યગ્દષ્ટિપણું સ્વીકાર્યું હોય, સમ્યકત્વ પ્રાપ્ત થઈ ચૂક્યું હોય તો પછીથી કદાચ તે જીવ પડે તો પણ એટલે કે મિથ્યત્વદશા પામે તો પણ એક કોડાકોડી સાગરોપમની અંદર જ (કંઈક ન્યૂન જ) સ્થિતિ બાંધે છે પણ અધિકસ્થિતિ બાંધતો નથી.
આ કારણે જ જ્ઞાનની અધિકતા છે જ્ઞાન એ દીપકતુલ્ય પ્રકાશક છે તેથી જ્ઞાન પામેલા આત્મા કદાચ પડે તો પણ તે આત્માના પરિણામ અતિશય પતનને પામતા નથી. ૧૦
પુન: દ્રઢતિ - ફરીથી આ જ વાતને મજબૂત કરે છે. क्रियाशून्यं च यद् ज्ञानं, ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥११॥
Page #276
--------------------------------------------------------------------------
________________
૮૬૮
જ્ઞાનસારની ગરિમા
જ્ઞાનસાર ગાથાર્થ :- ક્રિયા વિનાનું એકલું જે જ્ઞાન હોય છે અને જ્ઞાન વિનાની એકલી જે ધર્મક્રિયા હોય છે આ બન્નેની વચ્ચે સૂર્ય અને આગીયા જેટલું અંતર જાણવું. ૧૧
ટીકા :- “ક્રિયાશૂતિ ” યર્ જ્ઞાનં તત્ત્વાવવો: સતવસંવેદ્યવેર્નરૂપ, क्रियाशून्यं-द्रव्यक्रिया आश्रवरोधनात्मिका, तया शून्यं, च-पुनः क्रिया ज्ञानशून्या, तयोः अन्तरं भानुखद्योतयोरिव ज्ञेयम् । भानुतुल्यं ज्ञानम्, खद्योतप्रकाशतुल्या क्रिया ज्ञानशून्या ज्ञेया इति ॥११॥
| વિવેચન :- જ્ઞાન અને ક્રિયા આ બન્નેની વચ્ચે અંતર કેટલું? તે હવે સમજાવે છે. તત્ત્વનો સમ્યગુ બોધ તે જ્ઞાન કહેવાય છે. જે જ્ઞાન યથાર્થપણે સ્વ-સંવેદનસ્વરૂપ છે, આત્મદશાના અનુભવાત્મક છે પણ તેવા જ્ઞાનવાળો આત્મા ધારો કે ક્રિયા ન કરતો હોય, કેવળ એકલું જ્ઞાનમાત્ર હોય અને ધર્મક્રિયા એટલે કે દ્રવ્યક્રિયા કે જે ધર્મ ક્રિયા સાવદ્યયોગના પચ્ચકખાણપૂર્વક કરાઈ હોય એટલે આશ્રયોનો વિરોધ કરવાપૂર્વક કરાઈ હોય, પણ જ્ઞાનના ઉપયોગવાળી ન કરાઈ હોય, એટલે માત્ર દ્રવ્યક્રિયા જ હોય. તો આ બેમાં અંતર કેટલું ?
(૧) દ્રવ્યક્રિયાથી શૂન્ય એકલું તત્ત્વના બોધ રૂપ જ્ઞાનમાત્ર હોય અને (૨) જ્ઞાનથી શૂન્ય એકલી દ્રવ્યક્રિયા માત્ર જીવનમાં જો આવી હોય તો આ બન્નેની વચ્ચેનું અંતર સૂર્ય અને આગીયા તુલ્ય જાણવું. જ્ઞાન સૂર્યસમાન છે અને જ્ઞાનશૂન્ય એવી ધર્મક્રિયા આગીયાના પ્રકાશતુલ્ય જાણવી. ક્રિયા કદાચ જીવનમાં ન હોય પણ તાત્ત્વિક જો જ્ઞાન હોય તો પરિણામ ઘણા કોમળ હોય છે. તીવ્ર રાગ-દ્વેષ થતા નથી, કષાયોની માત્રા ઘણી ઓછી હોય છે, ભવ ઉપરનો નિર્વેદ પરિણામ હોય છે, તેથી જુનાં કર્મોનો ક્ષય વધારે પ્રમાણમાં થાય છે અને નવાં કર્મોનો બંધ અલ્પમાત્રામાં થાય છે.
જ્યારે ક્રિયામાત્ર હોય અને જ્ઞાન ન હોય તો તે ક્રિયા માનાદિનું, સ્વપ્રશંસાનું અને પૌદ્ગલિક પ્રલોભનોનું પણ કારણ બને છે. માટે કર્મોની નિર્જરા ઓછી કરાવે અને બંધ ઘણીવાર વધારે પણ કરાવે. માટે સૂર્ય અને આગીયા વચ્ચે જેટલું અંતર છે તેટલું જ અંતર કેવળ એકલા એકલા જ્ઞાન અને ક્રિયા વચ્ચે છે.
શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં, શ્રી દ્રવ્યગુણપર્યાયના રાસમાં અને શ્રી આઠદષ્ટિની સક્ઝાયમાં પણ આ જ ભાવાર્થ મહાત્મા પુરુષોએ કહેલો છે -
तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥२२३॥
Page #277
--------------------------------------------------------------------------
________________
૮૬૯
જ્ઞાનમંજરી
જ્ઞાનસારની ગરિમા खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥२२४॥
चय गाथा-२२३-२२४)
નાણ રહિત જે શુભક્રિયા, ક્રિયા રહિત શુભ નાણ, યોગદષ્ટિસમુચ્ચયે કહિઓ અંતર ખજુઆ ભાણ II૧૫-૩ ખજુઆ સમી ક્રિયા કહી, નાણ ભાણ સમ જોય, કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝે કોઈ II૧૫-૪ની ક્રિયામાત્ર કૃત કર્મક્ષય, દર્દૂર ચૂર્ણ સમાન, જ્ઞાનકિઉ ઉપદેશપદે, તાસ છાર સમ જાણ, ૧પ-પો
(द्रव्यपर्यायनो रास ढाण १५ ॥१॥ 3-४-५) શુદ્ધભાવ ને સુની ક્રિયા, બહુમાં અંતર કેતો જી.. ઝળહળતો સુરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતોજી
(हेष्टिनी सआय ५ ८-६) ॥११॥ चारित्रं विरतिः पूर्णा, ज्ञानस्योत्कर्ष एव हि । ज्ञानाद्वैतनये दृष्टि दैया तद्योगसिद्धये ॥१२॥
ગાથાર્થ - પરભાવદશાથી પૂરેપૂરી વિરતિ લેવી અર્થાત્ પરભાવનું વિરમણ તે જ ચારિત્ર છે અને સર્વથા પરભાવનું વિરમણ એ જ્ઞાનનો ઉત્કર્ષ જ છે. તેથી જ્ઞાનયોગની સિદ્ધિ માટે જ્ઞાનાદ્વૈતવાદમાં જ દૃષ્ટિ સ્થિર કરવી. {/૧રો
st :- "चारित्रमिति" पूर्णा विरतिः चारित्रं स्वरूपरमणं, तद् ज्ञानस्यैवोत्कर्षः, हीति निश्चितं ज्ञेयम् । ज्ञानस्य उत्कृष्टावस्था चारित्रम् । ज्ञाने एवैकत्वं चारित्रम् । आत्मनः मूलव्याख्यायां ज्ञानदर्शनगुणद्वयमयत्वमेव । उक्तं च श्रीविशेषावश्यके, उववाई उपांगेऽपि-असरीरा जीवघणा उवउत्ता दसणे य नाणेहिं (सूत्र ४३) इत्यादिवचनात् । अतो ज्ञाने स्थिरत्वं चारित्रम् । ज्ञानस्यानन्दः सुखं ज्ञानप्रकर्षावबोधः सुखम् इति भाष्योक्तेः । तथा ज्ञानस्यास्वादनं भोगः, एवं भावना । पृथग्गुणानां भावनापि विशेषावश्यके यतः चारित्रज्ञानादयः पृथग्गुणा इच्छन्ति । इत्यादिकं तेन अनोपयोगमयस्यात्मनः ज्ञानं मुख्यत्वेन उच्यते ।
Page #278
--------------------------------------------------------------------------
________________
૮૭૦
જ્ઞાનસાર
જ્ઞાનસારની ગરિમા ___ज्ञानाद्वैतनये ज्ञानमेवात्मा, ज्ञानमेव साध्यम्, ज्ञाननिरावरणता सिद्धिः । एवं दृष्टिः देया, किमर्थम् ? तद्योगसिद्धये-ज्ञानयोगस्य सिद्ध्यर्थं-निष्पत्त्यर्थम् । अतो ज्ञानपूर्विका क्रिया हिता । तेन ज्ञाने स्पर्शाख्ये महानभ्यासो विधेयः, इति रहस्यम् । ज्ञानत्यागे न सिद्धिः, सर्वत्र साधने ज्ञानमेव प्रधानमिति ज्ञानसारस्यार्थितया भवितव्यम्
વિવેચન :- સંપૂર્ણ વિરતિ તે ચારિત્ર કહેવાય છે. પરભાવ દશાથી સંપૂર્ણપણે વિરામ પામવો, એટલે કે સ્વભાવદશામાં જ રમણતા કરવી તેનું નામ ચારિત્ર છે. સ્વભાવનું આચરવું તે જ ચારિત્ર છે. હવે સ્વભાવ શું છે ? જ્ઞાનદશા, તેથી જ્ઞાનનો જ અત્યન્ત ઉત્કર્ષજ્ઞાનસ્વભાવમાં રમવું તેનું જ નામ ચારિત્ર છે આવો અર્થ નિશ્ચિત થાય છે.
જ્ઞાનની જે ઉત્કૃષ્ટ અવસ્થા તે જ ચારિત્ર જાણવું, જ્ઞાનની અંદર એકાકાર થવું, જ્ઞાનદશામાં લયલીન થવું તે જ ચારિત્ર જાણવું.
“આત્મા” કોને કહેવાય ? આવો જ્યારે પ્રશ્ન આવે અને તેના ઉત્તરમાં જ્યારે આત્માની મૂલથી વ્યાખ્યા કરવામાં આવે ત્યારે “જ્ઞાન અને દર્શન એમ બે ગુણવાળાપણું" એ આત્માનું લક્ષણ છે. તત્ત્વાર્થસૂત્ર અધ્યાય બીજામાં “પયોો નક્ષપામ્ ૨-૮, વિઘોષ્ટતુર્ખઃ ૨-૧” આ બને સૂત્રોમાં ઉપયોગ એ જીવનું લક્ષણ કહ્યું છે અને તે ઉપયોગ જ્ઞાન તથા દર્શન એમ બે પ્રકારે છે. એથી જ જ્ઞાન-દર્શન એમ બે ગુણવાળાપણું એ જીવનું લક્ષણ છે. એમ શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં પણ શ્રી જિનભદ્રગણિજીએ કહ્યું છે. ઉવવાઈ નામના પ્રથમ ઉપાંગમાં પણ “અશરીરી એવા મુક્તિગત જીવો દર્શન અને જ્ઞાન એમ ઉપયોગથી ઉપયુક્ત હોય છે” આમ જ કહ્યું છે.
તત્ત્વાર્થસૂત્ર, શ્રી વિશેષાવશ્યક ભાષ્ય અને શ્રી ઉવવાઈ સૂત્ર ઈત્યાદિ પાઠો જોતાં જ્ઞાન-દર્શન એમ બે જ ગુણો જીવના કહેવાયા છે. ચારિત્ર ગુણ કહેવાયો નથી. તેથી આ બને ગુણોમાં સ્થિર થઈ જવું એ જ ચારિત્ર જાણવું, પણ શુભયોગાત્મક જે ક્રિયા છે તે ચારિત્ર નથી. જ્ઞાનનો જે આનંદ તે જ પારમાર્થિક સુખ ગુણ પણ જાણવો. જ્ઞાનનો પ્રકૃષ્ટ રૂપે જે અવબોધ તે જ સુખગુણ છે આમ ભાષ્યમાં પણ કહ્યું છે. કારણ કે પડિલેહણ કરવું, દેવવંદન કરવું, વિહાર કરવો, વાચના લેવી-દેવી, લોચ કરવો ઈત્યાદિ કાયિકાદિ સંબંધી જે શુભ ક્રિયા છે, તે તો શુભયોગ છે એ ચારિત્ર નથી. ચારિત્ર એ તો આત્માનો ગુણ છે આ કાયિકાદિ ક્રિયા તો શુભયોગ હોવાથી શુભઆશ્રવ છે માટે તે ચારિત્ર નથી, પરંતુ તે ક્રિયાઓ દ્વારા જેટલી જેટલી બાહ્યભાવની વિરતિ થાય છે અને સ્વભાવ-દશામાં રમણતા થાય છે તે
Page #279
--------------------------------------------------------------------------
________________
૮૭૧
જ્ઞાનમંજરી
જ્ઞાનસારની ગરિમા ચારિત્ર છે અને તે જ્ઞાન-રમણતા જ છે. જો આચરણાને ચારિત્ર કહીશું તો ચૌદમાં ગુણઠાણે અને મુક્તિમાં અશુભ કે શુભ કોઈપણ જાતની આચરણા ન હોવાથી ચારિત્ર નથી, એમ કહેવું પડશે. માટે કાયિક આચરણા એ ચારિત્ર નથી પણ સ્વભાવમાં રમણતા એ ચારિત્ર છે. - પરંતુ કેશલોચ, પડિલેહણ, દેવવંદન ઈત્યાદિ જે શુભક્રિયાઓ છે. તે શારીરિક મમતા આદિ રૂપ મોહક્ષયનું કારણ છે. તેથી શુભક્રિયાને પણ ઉપચારે ચારિત્રગુણ કહેવાય છે વાસ્તવિકપણે તો તે શુભયોગ છે. તેથી જ સિદ્ધભગવંતોને “નો ચરિત્તા, નો પરિત્તા' કહેવાય છે.
એવી જ રીતે સાતવેદનીયનો જે ઉદય તે સુખ છે આવો અર્થ કરીએ તે બરાબર નથી. કારણ કે જો આવો અર્થ કરીએ તો તે સુખ તો ઔદયિકભાવનું થયું, વિભાવદશા જ થઈ, મુક્તિના જીવોને ઔદયિકભાવ નથી, સાતાવેદનીયના ઉદયજન્ય સુખ ત્યાં નથી. માટે સાતાના ઉદયજન્ય સુખ, તે સુખ જ નથી દુઃખ માત્ર જ છે. “સાલાસાયં કુંવરવિ' આવું શાસ્ત્રકારનું વચન છે. માટે જ્ઞાનનો આનંદ-સ્વભાવદશાનો આનંદ તે જ સાચું સુખ છે આવું સુખ મુક્તિમાં છે. તથા જ્ઞાનનો આસ્વાદ માણવો તે જ ભોગ-ઉપભોગ છે આમ ભાવના ભાવવી, આત્માના જ્ઞાનગુણનો ભોગ-ઉપભોગ તે જ સાચું સુખ છે.
ઉપર પ્રમાણે જે ભાવના સમજાવી તે જ્ઞાનરમણતા-એ જ ચારિત્ર, જ્ઞાનનો આનંદ તે જ સુખ, જ્ઞાનનો ઉપયોગ કરવો તે જ વીર્ય, ભોગ, ઉપભોગ. આમ જ્ઞાનગુણમય જીવ છે બીજા બધા જ ગુણો જ્ઞાનના જ સ્વરૂપાત્મક છે તેથી સર્વે ગુણો જ્ઞાનમાં જ સમાઈ જાય છે આમ અભેદનય લઈને આ વાત સમજાવી, જ્ઞાનાદ્વૈત-એક જ્ઞાન ગુણ જ આત્માનો છે. સર્વે ગુણો તેમાં જ સમાયેલા છે.
શ્રી વિષેષાવશ્યકભાષ્યમાં પૃથકપણે પણ ગુણોની ભાવના જણાવેલી છે. ભેદનયની પ્રધાનતા કરો તો ગુણોનો પરસ્પર ભેદ પણ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-સુખ તપ-વીર્ય-ભોગઉપભોગ એમ અનેક ગુણો આ જીવના છે. આ સર્વે ગુણો કંઈક અંશે પૃથક પૃથક છે એમ પણ ત્યાં સમજાવેલ છે. ભેદનયની અપેક્ષા કરીએ તો અનંતગુણો છે તેમાં પણ ઉપયોગમય આત્મા છે આમ જ્યારે આત્માના લક્ષણનું વર્ણન કરવામાં આવે ત્યારે તો મુખ્યત્વે જ્ઞાન જ લેવાય છે તેથી જ્ઞાન એ પ્રધાનતાએ જીવનો ગુણ છે.
ભેદનયથી ભલે અનેક ગુણો હોય અને પૃથક પૃથક હોય તો પણ “જ્ઞાનાદ્વૈતનયથી” - અભેદનયથી જ્ઞાન એ જ આત્મા છે. જ્ઞાન એ જ સાધ્ય છે. જ્ઞાન-રમણતાએ જ સ્વભાવદશા છે. જ્ઞાન ઉપરની આવરણતા દૂર કરવી અર્થાત્ નિરાવરણતા મેળવવી એ જ સિદ્ધિ છે. આ પ્રમાણે દૃષ્ટિ કરવી.
પ્રશ્ન :- શા માટે જ્ઞાનને જ સાધ્ય બનાવવું ?
Page #280
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૮૭૨
જ્ઞાનસારની રચનાનાં ક્ષેત્રાદિ ઉત્તર :- જ્ઞાનયોગની સિદ્ધિ માટે જ્ઞાનને જ લક્ષ્ય બનાવવું, જ્ઞાન જ મેળવવા જેવો ગુણ છે. જ્ઞાનપૂર્વક કરાયેલી ધર્મક્રિયા જ આત્માના હિત માટે થાય છે. તેથી જ્ઞાનગુણ જ પ્રાપ્ત કરવા જેવો છે. તથા તેની પ્રાપ્તિ માત્ર થાય એટલું જ નહીં, પણ તેનો આત્માને સ્પર્શ થાય, આત્મા તેમાં તન્મય બની જાય તેવી સ્પર્ધાત્મક જ્ઞાનગુણ મેળવવા માટે ઘણો ઘણો અભ્યાસ કરવો જોઈએ. ઉપરોક્ત કથનનો આ સાર જાણવો. જો જ્ઞાનનો ત્યાગ કરવામાં આવે તો આ આત્માની સિદ્ધિ ક્યારેય ન થાય, સંસારમાં પણ છે જે કાર્ય કરવું હોય તેનું જ્ઞાન જ, તેનો અનુભવ જ હોવો જોઈએ તો જ તે કાર્ય કરી શકાય છે તો આત્મ-કલ્યાણની સાધના કરવામાં તો જ્ઞાન વિશેષે કરીને આવશ્યક છે. તે માટે આવા પ્રકારના જ્ઞાનસાર ભણવાના અભ્યાસી જીવે વિશેષ કરીને જ્ઞાનગુણ પાછળ અતિશય પ્રયત્નશીલ થવું જરૂરી છે. ll૧રા
अथ श्रीमद्यशोविजयोपाध्यायैः एतद् ज्ञानसाराभिधं शास्त्रं रचितम् । तत्क्षेत्रादिप्रतिपादकं वृत्तमुच्यते -
सिद्धिं सिद्धपुरे पुरन्दरपुरस्पर्धावहे लब्धवान् । चिद्दीपोऽयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि ॥ एतद्भावनभावपावनमनश्चञ्चच्चमत्कारिणाम् ।
तैस्तैर्दीपशतैः सुनिश्चयमतैर्नित्योऽस्तु दीपोत्सवः ॥१३॥ - ગાથાર્થ :- શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વડે આ જ્ઞાનસાર નામનું શાસ્ત્ર રચાયું, તેનાં ક્ષેત્ર વગેરેને પ્રતિપાદન કરનારો શ્લોક કહે છે. ક્યારે બનાવ્યું? ક્યાં બનાવ્યું? તે ક્ષેત્ર અને કાળ કહેનારો આ શ્લોક છે -
“ઈન્દ્રના નગરની સાથે સ્પર્ધા કરે એવી શોભાવાળા સિદ્ધપુર નામના નગરમાં આ જ્ઞાનરૂપી દીપક ઉદાર અને શ્રેષ્ઠ તેજ વડે દીપતા એવા દીપાવલિના મહાન ઉત્સવવાળા પર્વના દિવસે જ સિદ્ધિને (સમાપ્તિને) પામ્યો.
આ ગ્રન્થની ઊંડી ઊંડી ભાવનાઓ ભાવવા દ્વારા પવિત્ર બનેલા મનમાં ઉઠતા અનેક મનોહર ચમત્કારવાળા વિદ્વાન જીવોને તેનાથી સારી રીતે નિશ્ચિત કરેલા સિદ્ધાન્તો રૂપી તે તે સેંકડો દીવડાઓ વડે નિત્ય દીપાવલી હોજો. ll૧૩
વિવેચન :- “સિદ્ધ સિદ્ધપુર તિ” પ્રચઃ સિદ્ધપુર ના સૂત્રરચનયા सिद्धिं लब्धवान् । पुनः उदारसारमहसा-प्रधानसारतेजसा दीपोत्सवे पर्वणि दीपालिकादिने सम्पूर्णतां गतः ।
Page #281
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની રચનાનાં ક્ષેત્રાદિ
૮૭૩ कथम्भूतोऽयं ग्रन्थः ? चिद्दीप:-ज्ञानप्रदीपः । एतद्भावनभावपावनमनश्चञ्चच्चमत्कारिणां जीवानामेतस्य ग्रन्थस्य भावन-भावना-आत्मतन्मयता तस्या भावा अर्थोल्लासाः समाध्यवसायाः, तैः पावनं-पवित्रं मन:-चित्तं, तत्र चञ्चन्-मनोहारी चमत्कारो येषां ते, तेषाम् । तैस्तैः-निर्मलोपयोगलक्षणैः दीपशतैः सुष्ठु निश्चयोवस्तुधर्मः तस्य यद् ज्ञानं, तदेव मतमिष्टं तेषां ज्ञानचमत्कारिणां दीपोत्सवः नित्य:निरन्तरः, अस्तु-भवतु । इत्यनेन यथार्थज्ञानगृहीतात्मरसमग्नानां नित्यं दीपोत्सव एवास्ति ॥१३॥
વિવેચન :- પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીનો બનાવેલો આ જ્ઞાનસાર નામનો ગ્રંથ સૂત્રરચના સ્વરૂપે સિદ્ધપુર નગરમાં સિદ્ધિને (સમાપ્તિને) પામ્યો. ક્યારે સમાપ્તિ પામ્યો ? પ્રધાન અને શ્રેષ્ઠ એવા તેજ વડે દીપતો એવો જ્ઞાનરૂપી દીપક સમાન આ ગ્રન્થ દીપોત્સવ નામના પર્વના દિવસે અર્થાત્ દીવાળીના દિવસે સમાપ્તિને પમ્યો.
આ જ્ઞાનસાર નામનો ગ્રંથ કેવો છે? જ્ઞાનરૂપી દીપકની તુલ્ય છે. જેમ દીપક ઘરમાં અંધકારનો નાશ કરે અને પ્રકાશ ફેલાવે છે. તેમ આ જ્ઞાનસાર નામનો ગ્રંથ આત્મામાં અજ્ઞાનનો નાશ કરે છે અને જ્ઞાનપ્રકાશ ફેલાવે છે. આ માટે ગ્રંથ એ જ્ઞાનરૂપી દીપક છે. તેથી આ ગ્રંથમાં કહેલા ભાવોનો નિરંતર અભ્યાસ કરતાં-નિરંતર ચિન્તન-મનન કરતાં આત્માની તન્મયતા થવાથી હૃદયમાં ઉઠેલા ભાવાર્થો સંબંધી હર્ષોલ્લાસો દ્વારા સમતા ભાવના નિર્મળ અધ્યવસાયો વડે પવિત્ર બનેલા મનમાં ઉત્પન્ન થયા છે મનોહર અનેક ચમત્કારો જેઓને એવા તે મહાત્માઓને તેવા તેવા પ્રકારના શુદ્ધ ઉપયોગ-(નિર્મળ દશા) રૂપ સેંકડો દિવાઓ દ્વારા નિત્ય દીવાળી હોજો.
આ ગ્રંથનું પઠન-પાઠન કરતાં કરતાં મનમાં સુનિશ્ચિત ભાવો દ્વારા અનેક ચમત્કારો જેઓને સર્જાયા છે. સારી રીતે નિશ્ચયપૂર્વક વસ્તુધર્મનું જ્ઞાન થવાથી જેઓનું હૃદય હર્ષથી નાચી ઉઠ્યું છે. જેનું ચિત્ત અનેક ચમત્કારો પામ્યું છે. જેઓનો આત્મા જ બદલાઈ ગયો છે, તથા જ્ઞાનસાર દ્વારા અભુત બોધ પામવાથી ચમત્કારિક બનેલા એવા મહાત્માઓને નિરન્તર દીપાવલી હોજો - સારાંશ કે જ્ઞાનસાર અષ્ટકનું સતત અધ્યયન કરવાથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા દ્વારા ગ્રહણ કરાયેલા આત્મરસમાં જ મગ્ન બનેલા મહાત્માઓને નિત્ય દીવાલી જ હોય છે. ૧૩
Page #282
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
८७४
જ્ઞાનસારની રચનાનાં ક્ષેત્રાદિ केषाञ्चिद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषा - वेगोदर्ककुतर्कमूर्छितमथान्येषां कुवैराग्यतः । लग्नालर्कमबोधकूपपतितं चास्तेऽपरेषामपि; स्तोकानां तु विकारभाररहितं तद् ज्ञानसाराश्रितम् ॥१४॥
ગાથાર્થ :- આશ્ચર્યની વાત છે કે કેટલાક જીવોનું ચિત્ત પાંચ ઈન્દ્રિયોના વિષય સંબંધી જ્વર વડે (તાવ વડે) પીડાયેલું છે. બીજા કેટલાક જીવોનું ચિત્ત મિથ્યાત્વ રૂપી વિષના આવેગના પરિણામે ઉત્પન્ન થયેલા કુતર્કોથી મૂર્ણિત થયેલું છે. અન્ય કેટલાક જીવોનું ચિત્ત કુત્સિત વૈરાગ્યને લીધે લાગેલા હડકવા-વાળું છે વળી અપર એટલે બીજા કેટલાક જીવોનું ચિત્ત કુગુરુના યોગે અજ્ઞાન રૂપી કુવામાં પડેલું છે, પરંતુ કોઈ ભાગ્યશાળી અલ્પજીવોનું જ ચિત્ત દર્શનમોહ અને ચારિત્રમોહના વિકારોથી રહિત નિર્મળ અને શુદ્ધ જે દેખાય છે. તે જ્ઞાનસારના આશ્રયને કારણે જ (અર્થાત્ જે જ્ઞાનસારનો અભ્યાસ કરે છે તે જ મોહદશાના વિકારોથી રહિત હોય છે.) I/૧૪
ટીકા :- “વેક્સિંવિતિ” મહો રૂતિ મશ, ફ્રેષાગ્નિદ્ ગીવાનાં ચિત્ત-મ: विषयाः-इन्द्रियाभिलाषाः एव ज्वरः तेन आतुरं-क्लिष्टं मनः अस्ति । पुनः परेषां केषाञ्चिद् मनः विषावेगोदर्ककुतर्कमूर्छितम् इति विषस्य-मिथ्यात्वस्य आवेगः-त्वरा, तस्य उदर्कः-उदयः, तेन कुतर्कस्तेन मूर्च्छितं-व्याकुलीभूतं मनः अस्ति ।
अन्येषां जीवानां कुवैराग्यतः-दुःखगर्भमोहगर्भवैराग्यतः "लग्नालर्क-लग्नः आलर्कः-हडकवाय इति लोकभाषा यस्य तद् मनः अस्ति । च-पुनः अपरेषांकुगुरुवाहितानां कुबोधकूपपतितं-कुज्ञानकूपपतितं मनः अस्ति । तु-पुनः विकारा:इन्द्रियकामाः तेषां भारः, तेन रहितं ज्ञानसाराश्रितं-ज्ञानसारे-परमात्मस्वरूपे आश्रितं व्याप्तं मनः स्तोकानामस्ति । इह खलु जगति कामोद्विग्नाः-स्वरूपोपयोगलीनचित्ताः शुद्धसाध्यदृष्टयः पुरुषाः स्तोका एव ॥१४॥
વિવેચન :- આ સંસારમાં જીવોનાં મન ભિન્ન ભિન્ન જાતિનાં હોય છે. તેમાં પણ મોહના ઉદયની આધીનતા વાળા જીવો ઘણા હોય છે. મોહના ક્ષયોપશમ અને ક્ષયવાળા જીવો બહુ અલ્પ જ હોય છે. ભોગી જીવો ઘણા હોય છે પણ યોગી જીવો બહુ જ થોડા હોય છે. મિથ્યાષ્ટિ જીવો ઘણા છે સમ્યગ્દષ્ટિ જીવો ઘણા અલ્પ છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ ગાથાનો અર્થ વિચારીએ.
Page #283
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન
૮૭૫
(૧) કેટલાક જીવોનાં ચિત્ત પાંચ ઈન્દ્રિયોના વિષયોની અભિલાષા રૂપી જ્વરથી પીડાયેલાં હોય છે. વિષયોની અભિલાષા રૂપી તાવથી તરફડે છે.
(૨) રેષાં બીજા કેટલાક જીવોનાં ચિત્ત મિથ્યાત્વ રૂપી વિષના આવેગ (બળ-) પૂર્વકના ઉદયને કારણે ઉત્પન્ન થયેલા કુતર્કો દ્વારા મૂર્છિત થયેલાં છે અર્થાત્ આકુલવ્યાકુલ થયેલાં હોય છે. મિથ્યાત્વના ઉદયને કારણે સમજવાને બદલે સમજાવનારને ફસાવવા ઘણા ખોટા કુતર્કો કરનારું જ ચિત્ત હોય છે. સમજાવનારને સમજવાને બદલે હરાવવા પ્રયત્ન કરે છે.
-
(૩) અન્ય-કેટલાક જીવોનું ચિત્ત કુવૈરાગ્યના કારણે એટલે કે દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યના કારણે લાગેલા હડકવાવાળું હોય છે. અર્થાત્ ખોટા વૈરાગ્યના કારણે માત્ર વિષયાભિલાષાથી જ જે તે ધર્મ આચરણ કરે એવું ચિત્ત હોય છે.
(૪) અ૫૨-કેટલાક જીવોનું ચિત્ત કુગુરુઓની જાળમાં ફસાયેલા અર્થાત્ ખોટા અને મોહાન્ધ કુગુરુઓની વાચનાથી ખોટા સંસ્કારને પામેલા છે તે જીવોનું ચિત્ત અજ્ઞાનદશામાં જ વધારો થવાથી કુશાન (અજ્ઞાન) રૂપી કૂવામાં ડુબેલું હોય છે.
(૫) પરંતુ પાંચ ઈન્દ્રિયોના વિષયવિકારોના ભારથી રહિત, જ્ઞાનના સારભૂત એવા આત્માના પરમ સ્વરૂપમાં આશ્રય પામેલું મન અતિશય અલ્પજીવોનું જ હોય છે. કહેવાનો સાર એ છે કે આ જગતમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોથી ઉદ્વેગી બનેલા અને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં જ લીન ચિત્તવાળા તથા આત્મકલ્યાણ રૂપ શુદ્ધ સાધ્ય જ પ્રાપ્ત કરવાના લક્ષ્યવાળા જીવો અતિશય અલ્પ જ હોય છે. ૧૪
पुनः ग्रन्थाभ्यासरूपं फलं दर्शयति
વળી આ જ્ઞાનસાર નામના ગ્રન્થનો અભ્યાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે દેખાડે છે -
-
जातोद्रेकविवेकतोरणततौ धावल्यमातन्वते, (ति) हृद्गेहे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङ्ग्याऽभव-; न्नैतद्ग्रन्थमिषात्करग्रहमहश्चित्रं चरित्रश्रियः ॥ १५ ॥
ગાથાર્થ :- પ્રગટ થયેલા અતિશય વિવેકરૂપી તોરણોની માલાઓ બંધાઈ છે જેમાં એવા, અને ઉજ્વળતાને વિસ્તારતા એવા હૃદયરૂપી ઘરમાં જ્યારે અવસરને ઉચિત વિશાળ
Page #284
--------------------------------------------------------------------------
________________
८७६ ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન
જ્ઞાનસાર મંગળગીતોનો ધ્વનિ પ્રસરે છે ત્યારે, પૂર્ણ આનંદના ઘન સ્વરૂપ એવા આત્માને સ્વાભાવિક એવી તે આત્માની ભાગ્યલક્ષ્મી ઉદયમાં આવી હોય એવી નીતિરીતિ પ્રમાણે ચારિત્ર રૂપી લક્ષ્મીની સાથે આ ગ્રંથના (અભ્યાસના) બહાનાથી આશ્ચર્યકારી પાણિગ્રહણ-મહોત્સવ (લગ્નમહોત્સવ) જાણે પ્રવર્તતો હોય શું? અર્થાત્ આત્માનું અને ચારિત્ર-લક્ષ્મીનું લગ્ન લેવાયું હોય એમ જાણવું. ./૧૫
ટીકા :- “ગાતોદ્રતિ” તિસ્થમિષાન્ત-જ્ઞાનસરસ્થાગાવ્યાનાહૂ चारित्रश्रियः करग्रहमहः-पाणिग्रहणमहोत्सवः प्रसरति इति सण्टङ्क, शेषं स्वत ऊह्यम् ૨૧
વિવેચન :- અનાદિકાળથી આ આત્મા ભોગી, અવિરતિ, મોહબ્ધ અને વિષયસુખનો અર્થી હતો. જ્ઞાનસાર નામનો ગ્રન્થ તેના હાથમાં આવવાથી, તેનો અભ્યાસ થવાથી તે જીવની પરિણતિ બદલાઈ ગઈ. ભોગીમાંથી આ જીવ યોગી થયો, અવિરતિમાંથી વિરતિધર થયો. મોહાલ્પમાંથી નિર્મોહી બન્યો અને વિષયસુખનો અર્થી હતો તેમાંથી આત્માર્થી થયો. આમ સઘળી પરિસ્થિતિ પલટાઈ ગઈ, આ જ વાતને આ શ્લોકમાં કવિરાજ અલૌકિક રીતે રજુ કરે છે.
આ જ્ઞાનસારાષ્ટક નામનો જે ગ્રન્થ છે તેનો અભ્યાસ કરવાથી આ જીવનું ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન થયું. કોઈપણ કન્યા અથવા કન્યાનાં માતા-પિતા જમાઈ કેટલું ભણેલો છે? તે ખાસ દેખે છે. કારણ કે ભણેલો હોય તો જ કમાણી કરી શકે અને પોતાની પુત્રી તથા તેનો પરિવાર સંસારના સુખે સુખી થાય, એટલે ભણેલાને જ કન્યા આપે, અને કન્યા પણ ભણેલાને વર તરીકે ઈચ્છે. આ કારણથી જ્યાં સુધી આ જીવ જ્ઞાનસાર ભણ્યો ન હતો ત્યાં સુધી રખડતો હતો, કોઈ આત્મિક-ધનવાળી કન્યા આપતું ન હતું, પણ જ્ઞાનસારાષ્ટક ભણ્યો, વૈરાગી બન્યો, મોહને જિતનાર બન્યો, એટલે ચારિત્ર રૂપી લક્ષ્મીની સાથે તેનો સંબંધ થયો, આત્માનો અને ચારિત્રલક્ષ્મીનો કરગ્રહમત-પાણિગ્રહણ મહોત્સવ થયો. અર્થાત્ આ બન્નેનું લગ્ન લેવાયું.
જ્યારે લગ્ન લેવાય છે ત્યારે ઘરમાં તોરણો બંધાય છે માટીનાં મકાન હોય તો ખડીથી ધોળવામાં અને બીજાં મકાનોને કલરથી રંગવામાં આવે છે. રંગરોગાન કરવામાં આવે છે અર્થાત્ ઘર શોભાવવામાં આવે છે બધી જ બહેનો ધવલ-મંગલ ગાય છે આ તમામ વાતો દ્વારા કવિશ્રી આ લગ્નપ્રસંગને અહીં રજૂ કરે છે -
(૧) જ્ઞાનસાર ભણવાથી પ્રગટ થયેલી અતિશય ઘણા વિવેકવાળી જે બુદ્ધિ છે તે
Page #285
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
ચારિત્રલક્ષ્મીની સાથે લગ્ન
८७७
તોરણોની માળા છે. ઘરમાં ઠેકઠેકાણે જેમ તોરણો બાંધે છે તેમ આ આત્માના ઘરમાં ઘણો વિવેક પ્રગટ્યો છે. હેય-ઉપાદેયનો જબરજસ્ત વિવેક જાગ્યો છે. હેયમાં હેય બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ પ્રગટી છે. આમ વિવેકરૂપી તોરણો ચમકે છે.
(૨) જ્ઞાનથી થયેલું અજવાળું એ ધોળાશ વિસ્તારાઈ છે, જેમ ખડી આદિથી ઘરને ધોળતાં ઉજાસ આવે તેમ જ્ઞાનના બળથી હૃદયઘરમાં ઉજ્વળતાનો વિસ્તાર થયો છે. (૩) અહીં હૃદય-ચિત્ત-મન એ ઘર સમજવું.
(૪) જેમ લગ્નપ્રસંગે બહેનો હોંશે-હોંશે ધવલમંગળ ગાય છે તેમ અહીં જ્ઞાનસારાષ્ટકના શ્લોકોનો સ્ફીત-વિશાળ ગીતધ્વનિ-ધવળમંગળ-ગુંજારવ ગવાય છે. હૃદયમાં આ શ્લોકોનું ઘણું જ રટન ચાલે છે. આધ્યાત્મિક રસપૂર્વક શ્લોકોનું નિરંતર ગુંજન ચાલે છે.
(૫) વરરાજા લગ્નના કારણે હર્ષઘેલા હોય છે તેમ આ આત્મા ચારિત્રલક્ષ્મીની સાથે પોતાનાં લગ્ન લેવાયાં હોવાથી પૂર્ણ આનંદના ધનવાળો થયેલ છે.
(૬) જે પુરુષને ખાસ કોઈ કન્યા આપતું ન હતું, જે ઘરની કોઈ વિશિષ્ટ ઈજ્જત ન હતી, તે પુરુષ દેશ-વિદેશમાં ઘણું ભણીને આવ્યો એટલે સારા ઘરની વિશિષ્ટ કન્યા સાથે લગ્ન લેવાય છે ત્યારે બન્નેનાં ભાગ્ય ઉઘડ્યાં એમ કહેવાય છે. જે પુરુષને કોઈ કન્યા આપતું ન હતું તેને ઉંચા ઘરની વિશિષ્ટ કન્યા મળી એટલે પુરુષનું ભાગ્ય ખીલ્યું-ઉઘડ્યું કહેવાય અને કન્યાને આવો ભણેલો-ગણેલો વર મળ્યો એટલે કન્યાનું પણ ભાગ્ય ખીલ્યું, આ બન્નેનો સંબંધ ભણતરથી થયો, પુરુષ દેશ-વિદેશમાં ઘણું ભણ્યો તો આ સંબંધ થયો. તેમ આ જીવ જ્ઞાનસારાષ્ટક ભણ્યો, જ્ઞાની બન્યો, વૈરાગી બન્યો, તો ચારિત્ર રૂપી લક્ષ્મીનાં માતાપિતાએ પોતાની ચારિત્ર-લક્ષ્મી કન્યાને પરણાવી. તેથી તામિષાત્ આ જ્ઞાનસારાષ્ટક નામના ગ્રન્થના અભ્યાસના બહાનાથી સહનયા તત્વા યમક્યા તે બન્નેનું ભાગ્ય ખીલવાનીઉઘડવાની સ્વાભાવિક નીતિરીતિથી ત્રિં – આશ્ચર્ય ઉપજાવે તેવો પ્રમ
પાણિગ્રહણ
મહોત્સવ-લગ્નપ્રસંગ વિં ન ગમવત્
જાણે શું ન થયો હોય ? અર્થાત્ થયો છે.
=
ક્યાં વરરાજાનું ઘર ! અને ક્યાં કન્યાનું ઘર ! કન્યા ઉંચા ઘરની છે સુખી ઘરની છે. વરરાજા એટલા ઉંચા ઘરના નથી પણ ભણતર છે, એટલે ઉંચા ઘરની કન્યા મળી. એમ અહીં જ્ઞાનસારાષ્ટકનો અભ્યાસ કર્યો એટલે ચારિત્રલક્ષ્મી કન્યા મળી. તેથી આ લગ્ન લોકોમાં આશ્ચર્ય ઉપજાવનાર છે માટે ચિત્ર શબ્દ લખ્યો છે. વરરાજાનું ભાગ્ય ખીલ્યું કે ઉંચા ઘરની કન્યા મળી તેમ અહીં પોતાનું સ્વાભાવિક ભાગ્ય ખીલ્યું. તથાભવ્યતા પાકી આત્મહિત થવાનો સમય આવ્યો એટલે તે રીતે ચારિત્રલક્ષ્મી કન્યા મળી.
Page #286
--------------------------------------------------------------------------
________________
૮૭૮ સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ
જ્ઞાનસાર ટીકાકારશ્રીએ આ શ્લોકનો ભાવાર્થ લખવાનું ટાળ્યું છે એક કારણ એ છે કે આ લગ્નની વાત છે જે સાંસારિક વાત કહેવાય. બીજું કારણ એ છે કે શ્લોકના શબ્દો જોતાં જ અર્થ સમજાઈ જાય તેમ છે, સહેલો અર્થ છે, માટે સ્વયં જાણી લેવા ભલામણ કરી છે. જ્ઞાનસારાષ્ટક નામના ગ્રન્થના અભ્યાસના બહાનાથી આત્માની સાથે ચારિત્ર રૂપી લક્ષ્મીનો લગ્નમહોત્સવ પ્રવર્તે છે આમ સટા-સંબંધ કરવો. બાકીનો વિષય સ્વયં જાણી લેવો. /૧૫
भावस्तोमपवित्रगोमयरसैः लिप्तैव सर्वत्र भूः, संसिक्ता समतोदकैरथ पथि न्यस्ता विवेकस्रजः । । अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेऽत्र शास्त्रे पुरः; पूर्णानन्दघने पुरं प्रविशति स्वीयं कृतं मङ्गलम् ॥१६॥
ગાથાર્થ :- આ શાસ્ત્રમાં ઉંચા ઉંચા ભાવોના સમૂહ રૂપી કામધેનુ ગાયના પવિત્ર છાણ વડે ભૂમિ સર્વ બાજુ લેપાયેલી છે તથા સમતારસના પાણી વડે આ શાસ્ત્રની ભૂમિ ઉપર છંટકાવ કરાયેલો છે. તથા માર્ગમાં વિવેકરૂપી પુષ્પની માળાઓ પાથરેલી છે. આગળ ઉપર અધ્યાત્મરસ રૂપી અમૃતથી ભરપૂર ભરેલ પૂર્ણ કામકુંભ સ્થાપન કરેલો છે. આ રીતે પૂર્ણ આનંદના સમૂહ સ્વરૂપ આ આત્મા પોતાના શુદ્ધસ્વરૂપાત્મક નગરમાં (ઘરમાં) પ્રવેશ કરતે છતે સ્વયં સુંદર મંગળ કરાયું છે. ૧૬/
* ટીકા :- “માવતો રૂત્યાદ્રિ વૃત્ત” પૂનાને-શુદ્ધાત્માને પુર પ્રવતિ स्वीयं कृतं मङ्गलमिति वाक्यमिति' -
શુદ્ધ આત્મજ્ઞાન થયું છે જેને એવો પૂર્ણ આનંદના સમૂહ સ્વરૂપ આ આત્મા જ્યારે પોતાના નગરમાં (સ્વભાવદશામાં) પ્રવેશ કરે છે ત્યારે આ શ્લોકમાં કહ્યા પ્રમાણેનું સ્વયં મંગલ કરાયું છે. એમ જાણવું અર્થાત્ આ આત્મા અનાદિ કાળથી ભવ-અટવીમાં રખડતો હતો, તેને સદ્ગુરુનો યોગ થયો, સદ્ગુરુએ ઉપદેશ આપી મોક્ષમાર્ગ તરફ આ જીવને વાળ્યો, રસ્તામાં કોઈ તકલીફ ન પડે એટલે જ્ઞાનસારનું ભાતું સાથે બાંધી આપ્યું પછી આ જીવ કોઈપણ જાતના માનસિક વિકલ્પો વિના મોક્ષ તરફનો માર્ગ કાપવા લાગ્યો, આમ આ આત્મા સ્વભાવ-દશા તરફ વળીને સ્વ-નગરમાં પ્રવેશ કરે છે ત્યારે મંગળભૂત કુંભ-કળશની કલ્પના કરેલી છે. આ પ્રમાણે આ શ્લોકનો સાર છે.
૧. અહીં ટીકાનાં પદોના અર્થો બરાબર સમજાય એટલા માટે સ્વતંત્રપણે ટીકા ન લખતાં અન્વય
સ્વરૂપે ટીકાનાં વાક્યો લખીને અર્થ સમજાવેલ છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ
૮૭૯
જે ભવઅટવીમાં અનાદિકાળથી આ જીવ રખડતો હતો, તે અટવી કેવી છે ? તે ભવઅટવીનું સ્વરૂપ નીચે મુજબ સાત વિશેષણોથી જણાવે છે.
(१) विषमरोगशोकादिकण्टकाकुलायाम् = જેમ અટવી કાંટા-કાંકરા વગેરેથી ભરપૂર ભરેલી હોય છે, તેમ આ ભવ અટવી ભયંકર રોગ અને શોક વગેરે દુઃખો રૂપી
કાંટાઓથી ભરેલી છે.
-
(૨) અન્તરાયોવવાનવ્યાહાર યિોતિતાપતપ્તાયામ્ - પૂર્વે બાંધેલા અંતરાય કર્મના ઉદયથી નથી પ્રાપ્ત થયો આહારાદિનો યોગ જેને એવા આ જીવનાં અતિ-ઉદ્વેગ અને દ્વેષનાં દુઃખો રૂપી તાપથી તપેલી આ ભવ અટવી છે. એટલે કે અપ્રાપ્ત આહારાદિના યોગને કારણે અતિના તાપથી તપેલી ભૂમિવાળી આ ભવઅટવી છે.
(3) महाव्यसनसहस्त्रसिंहव्याघ्रव्याप्तायाम् મોટાં મોટાં દુઃખો રૂપી હજારોની સંખ્યામાં સિંહ અને વાઘ વગેરે હિંસક પ્રાણીઓથી વ્યાપ્ત આ અટવી છે. અટવીમાં જેમ હજારો સિંહ અને વાઘ, વરૂ, સર્પ આદિ હિંસક પ્રાણીઓ હોય છે તેનાથી અટવી દુઃખદાયી થાય છે તેમ આ ભવઅટવી પણ જલોદર, કેન્સર, ટીબી, ડાયાબીટીશ આદિ મહાદુઃખો, પતિનો વિયોગ, પત્નીનો વિયોગ, પુત્રનો વિયોગ, ધનનો વિયોગ ઈત્યાદિ હજારો દુઃખોથી ભરપૂર ભરેલી છે.
=
(૪) પ્રાવયનિવૃત્તુપટાધાટીદુદ્વાર નિંતીપળાયામ્ – ખોટું તત્ત્વ સમજાવનારા મિથ્યાત્વી કુગુરુઓ રૂપી લુંટારાઓની ધાડના હુંકારાવાળા ભારે શબ્દોની ગર્જનાથી ભયંકર બનેલી આ અટવી છે. જેમ અટવીમાં લુંટારાઓની ધાડ પડે અને “લૂંટો-લુંટો, મારોમારો” ના અવાજોથી આખી અટવી ભરી દે છે તેમ આ ભવ અટવી પણ કુગુરુઓની મિથ્યાવાણી દ્વારા જ્યાં ત્યાં આત્મ-ધન લુંટાઈ રહ્યું છે. કોઈ બચાવવાને સમર્થ નથી એવી આ ભવાટવી છે.
(૫) વૈવવેતાનત્રાસિતાયામ્ - મિથ્યાર્દષ્ટિ દેવો રૂપી રાક્ષસો વડે ત્રાસ પામેલી આ ભવઅટવી છે. જેમ કોઈ અટવીમાં રાક્ષસોનો ઘણો ત્રાસ હોય તેમ આ ભવઅટવીમાં મિથ્યાર્દષ્ટિ દેવો સામાન્ય પ્રજાને અનેક જાતની પીડા કરે છે એવી આ ભવાટવી છે.
इन्द्रियविषयसुखबुद्धिलक्षणभ्रान्तिमरुमरुचिकाभूमिभूतायाम्
(६) પાંચ ઈન્દ્રિયોનાં વિષય-સુખો ભોગવવાની બુદ્ધિ સ્વરૂપ ભ્રાન્તિ ઉત્પન્ન કરનારી, ઝાંઝવાના જળની ભૂમિ જેવી ભૂમિ છે જે અટવીમાં, તેવી આ ભવાટવી છે, અર્થાત્ અટવીમાં જેમ ઝાંઝવાના જળનો ભ્રમ માત્ર થાય, પણ ત્યાં જઈએ તો પાણી મળે નહીં, તેમ ભવાટવીમાં વિષયસુખોની
=
Page #288
--------------------------------------------------------------------------
________________
८८०
સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ
જ્ઞાનસાર
ભ્રાન્તિ માત્ર થાય પણ સુખો પ્રાપ્ત થાય નહીં. કારણ કે ઝાંઝવાના જળમાં જેમ જળ છે જ નહીં તેમ ઈન્દ્રિયજન્ય સુખોમાં સુખ છે જ નહીં, ભ્રમ માત્ર છે. દુઃખ માત્ર જ છે.
(७) स्त्रीविलासादिविषवृक्षच्छायायुतायाम् સ્ત્રીઓની સાથે ભોગવિલાસ (સ્ત્રીને આશ્રયી પુરુષની સાથેના ભોગવિલાસ) આદિ સ્વરૂપ વિષનાં (ઝેરનાં) વૃક્ષોની છાયાથી ભરેલી આ ભવાટવી છે. જેમ અટવીમાં વિષમય વૃક્ષો હોય અને તેની છાયામાં જે આવે તે ભાન ભૂલી જાય તેવી જ રીતે આ ભવાટવી પણ ભોગવિલાસોથી ભરપૂર ભરેલી છે. તેમાં ફસાયેલો જીવ આત્માના સ્વરૂપનું ભાન ભૂલી જાય છે.
આવા પ્રકારનાં સાત વિશેષણો વાળી આ ભવ-અટવી ભયંકર છે. તેમાં ફસાયેલો જીવ દુ:ખી દુ:ખી છે. હવે તે જીવ કેવો છે ? આમ જીવનાં ૫ વિષેષણો કહે છે.
=
(१) अनादिसंसारसंसरणमिथ्यात्वासंयमकषाययोगहेतुचतुष्टयोपचितज्ञानावरणादिकर्मवृतानन्तपर्यायस्य અનાદિ કાળથી સંસારમાં ચારે ગતિની અંદર રખડપટ્ટી કરતાં કરતાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આમ ચાર પ્રકારના કર્મબંધના હેતુઓ દ્વારા તીવ્ર બાંધેલાં જ્ઞાનાવરણીય વગેરે કર્મોથી ઢંકાયા છે અનંત અનંત ગુણ-પર્યાયો જેના એવો આ જીવ ભવ અટવીમાં રખડે છે. બાંધેલાં ઘનઘાતી આદિ કર્મોથી આ જીવના ગુણો અને ગુણસંબંધી પર્યાયો આવૃત થયેલા છે. એટલે જ કેવલજ્ઞાનાદિ ગુણો હોવા છતાં કંઈ કામ આપતા નથી.
=
(૨) અતવ્યાત્મસાધનસ્ય સંસારમાં અનેક-અનેક ભવો કરવા છતાં પણ નથી પ્રાપ્ત થયું આત્મતત્ત્વનું સાધન જેને એવો આ જીવ છે. આત્મતત્ત્વની સાધના થાય એવી સાધનસામગ્રી આ જીવ પામ્યો નથી.
=
(૩) ધનાવિપિપાસાવ્યાનોનનેત્રસ્ય = ધન વગેરે ભોગ સામગ્રીનાં સાધનો મેળવવાની પિપાસામાં જ આકુલ-વ્યાકુલ છે નેત્રો જેનાં એવો જીવ, સંસારમાં રહેલા જીવો સદા ધનાદિ ભોગ સામગ્રી મેળવવામાં જ વ્યગ્ર હોય છે. તેથી આ જીવ પણ ધનાદિમાં ઘણો લુબ્ધ છે. (४) तल्लाभादियोजनादिग्मूढस्य તે ધન વગેરે ભોગ સામગ્રી વધારે વધારે પ્રમાણમાં કેમ મળે ? આમ તેના લાભ વગેરેની યોજના કરવામાં જ દિગ્મૂઢ બનેલો, અર્થાત્ યોજના કરવામાં જ આ જીવ એવો લાગી ગયો છે કે શું કરવું અને શું ન કરવું ? તેનું ભાન ભૂલી ગયેલો આ જીવ છે.
=
(५) परिभ्रमतः जीवस्य कदाचित् जगदुपकारपरविद्याधरवर: गुरुः, तस्य संयोगो ખાત: = સંસારની ચારે ગતિમાં પરિભ્રમણ કરતા અર્થાત્ જન્મ, જરા, મૃત્યુ આદિ અનેક
Page #289
--------------------------------------------------------------------------
________________
૮૮૧
જ્ઞાનમંજરી
સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ દુઃખોથી દુઃખી થયેલા અને અહીં તહી રખડતા એવા આ જીવને (તેની ભવિતવ્યતા પાકી હોય ત્યારે ભાગ્યયોગથી) ક્યારેક જગતના જીવોનો ઉપકાર કરવામાં જ પરાયણ એવા અને શ્રેષ્ઠ વિદ્યાને (શાસ્ત્રીય જ્ઞાનને) ધારણ કરવાવાળા ઉત્તમ એવા જે ગુરુમહારાજશ્રી, તેમનો ભેટો થાય છે. મહા ભયંકર ભવ-અટવીમાં આમ તેમ પરિભ્રમણ કરતા જીવને ઉપકારપરાયણ ઉત્તમ ગુરુજીનો ભાગ્ય પાકવાથી મલાપ થાય છે.
गुरुणापि मार्गभ्रष्टमित इत: परिभ्रमन्तं दीनमशरणमवलोक्योक्तं, हे भद्र ! श्रुणु, तवानन्दकन्दोपमं महोदयनगरस्य मार्गम् ।
___ यत्र सदागमसरांसि तत्त्वपीयूषपूर्णानि, आचार्योपाध्यायनिर्ग्रन्थादयो नागरिकाः, सम्यग्दर्शनज्ञानोपयोगनिर्धारितमार्गप्रचाराः, यत्र क्षान्त्यादिधर्मसम्यक्त्वादिगुणस्थानान्येव विश्रामभूमयः, स्वाध्यायविधिगीतवृन्दमनोहरा पद्धतिः, तत्त्वानुभवतत्त्वैकत्वादयः श्रममन्तरेण मार्गलङ्घनोपायाः, यमनियमाद्यष्टाङ्गानि वाहनानि, श्रीमदर्हन्महाराजनीतिनिगृहीततस्कराकुटिलाः चारित्राचारप्रवीणसामायिकादिसंयमस्थानसन्निवेशाः, यत्र श्रद्धाधारणानिर्धारितसिद्धिपुरगमननिर्व्याघातप्रचार रत्नत्रयीलक्षणम् ।
प्रवर्तय तद्मार्गे, येन कर्माष्टशत्रुव्यूहक्षयं कृत्वा निर्मलानन्दं शुद्धमव्याबाधमपुनरावृत्ति महितमनन्तज्ञानदर्शनपूर्णं परमाव्ययममूर्तासङ्गनिरामयं निर्वाणनगरं द्रक्ष्यसि निराबाधम् ।
માર્ગથી ભ્રષ્ટ થયેલા, સંસારમાં અહીં તહીં રખડતા-ભટકતા લાચાર, અશરણ એવા અત્યન્ત દુઃખી આ જીવને જોઈને કરુણારસના મહાસાગર એવા ગુરુજી વડે પણ કહેવાયું કે હે ભદ્ર ! તને આનંદ-આનંદના અત્યન્ત મૂલભૂત-પાયાની ઉપમાવાળો એવો મહોદયનગર પહોંચવાનો માર્ગ હું તને કહું છું તે તું સાંભળ. હું તને જે માર્ગ કહું છું તે માર્ગ તને મહાન ઉદયવાળા (જ્યાં કોઈપણ પ્રકારનું દુઃખ નથી તેવા) નગરમાં પહોંચાડશે અને તું ઘણો સુખી સુખી થઈશ. સાવધાનીથી મારી વાત સાંભળ.
આ માર્ગમાં નીચે મુજબની બધી જ સાનુકુળતાઓ ગોઠવાયેલી છે. ક્યાંય જરા પણ મુશ્કેલી ન પડે તેવો આ માર્ગ છે.
(૧) જે માર્ગમાં તત્ત્વજ્ઞાન રૂપી પીયૂષથી ભરપૂર ભરેલાં એવાં ઉત્તમ આગમશાસ્ત્રોરૂપી નિર્મળ, શુદ્ધ અને સ્વચ્છ સરોવરો રહેલાં છે. તારે જેટલું અમૃત પીવું
Page #290
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૮૮૨
સ્વભાવદશાની પ્રાપ્તિમાં મંગલ હોય તેટલું પીજે, ક્યારેય ખૂટે નહીં એવાં આ સરોવરો છે. જે સરોવરોમાં ઊંડું ઊંડું સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન-જળ ભરેલું છે.
(૨) આચાર્યો, ઉપાધ્યાયો અને નિર્ગસ્થ મુનિઓ વગેરે, મહાત્માઓ આ માર્ગના નાગરિકો છે. આવા સજ્જન, સદાચારી અને નિઃસ્પૃહ-નિર્લેપ આત્માઓ જ્યાં નાગરિક હોય ત્યાં લુંટાવાનું તો હોય જ નહીં, ઉલટું ભૂલા પડેલાને માર્ગે ચડાવનારા નાગરિકો છે.
(૩) સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ નિશ્ચિત કરેલા છે જવાઆવવાના મોટા મોટા રસ્તાઓ જેમાં એવો આ માર્ગ છે. જેમ ઉપયોગપૂર્વક ચાલે અને ચાલવાના રસ્તાઓ વ્યવસ્થિત હોય તો અથડાય નહીં, પીડાય નહીં. તેમ અહીં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના ઉપયોગ પૂર્વક ચાલવાનું છે એટલે ક્યાંય અથડાવાનું બનવાનું નથી.
(૪) જ્યાં ચાલતાં ચાલતાં લોકો થાકે તો વિશ્રામા ખાવાની ભૂમિઓ છે. કઈ ભૂમિઓ છે? ક્ષમા આદિ દશ મુનિધર્મો અને સમ્યક્ત્વાદિ ચાર થી બાર ગુણસ્થાનકો, આ સઘળી રાતવાસો રહેવા માટેની-થાક ઉતારવા માટેની વિશ્રામભૂમિઓ છે. (રેષ્ટ એરીયા છે) આ ધર્મસ્થાનોમાં અને ગુણસ્થાનકોમાં હે ભદ્ર ! તું વધારે સમય આરામ લઈ શકીશ. ત્યાં તને કોઈ ભય નથી. પીડા નથી.
(૫) જે માર્ગમાં સ્વાધ્યાય કરવા રૂપી વિધિપૂર્વક સંગીતના સમૂહની મનોહર રચના ગોઠવાયેલી છે. અર્થાત્ આ માર્ગમાં નિરંતર આત્મતત્ત્વનો સ્વાધ્યાય કરવાનો છે, જેથી રસ્તો ક્યાં પૂરો થઈ ગયો તે ખબર પણ ન પડે, જેમ કોઈ રસ્તા ઉપર આદિથી અંત સુધી સંગીતની સુરાવલી ગોઠવી હોય તો તે સાંભળતાં સાંભળતાં કેટલોય માર્ગ કપાઈ જાય, થાક લાગે નહીં, તેમ અહીં મનોહર સ્વાધ્યાયની પદ્ધતિની રચના કરેલી છે. દરરોજ અમુક સૂત્રોનો અને અમુક વાચનાનો સ્વાધ્યાય કરવાનો હોય છે.
(૬) જ્યાં આત્મતત્ત્વનો અનુભવ કરવો અને આત્મતત્ત્વની વિચારણામાં એકતા કરવી વગેરે વગેરે માર્ગ પસાર કરવાના એવા એવા સુંદર સુંદર ઉપાયો ગોઠવેલા છે કે જેનાથી તું જરા પણ પરિશ્રમ કર્યા વિના તુરત સુરત આ માર્ગ કાપી શકીશ.
(૭) યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ એમ યોગનાં આઠ અંગો એ આ માર્ગ કાપવા માટેનાં વાહનો છે (હાથી-ઘોડા અને કારનું કામ કરે છે. તને જલ્દી જલ્દી મુક્તિનગર લઈ જશે.)
(૮) શ્રી અરિહંત પરમાત્મા રૂપી મહારાજાની કડક નીતિથી દબાઈ ગયા છે અર્થાત્ પકડાઈ ગયા છે મોહરાજાના સૈનિકો રૂપી ચોરો જેમાં એવાં અકુટિલ અર્થાત્ સરળ તથા
Page #291
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્વાણનગરની પ્રાપ્તિ
८८3 ચારિત્રાચારનું પાલન કરવામાં બરાબર પ્રવીણ એવાં સામાયિકાદિ સંયમસ્થાનો રૂપી સંનિવેશો (નાની નાની નગરીઓ-પોળો-ગલીઓ) છે જે માર્ગમાં તેવો આ માર્ગ છે.
(૯) શ્રદ્ધા અને સમ્યજ્ઞાન આ બન્ને ગુણો વડે અત્યન્ત નિશ્ચિત કરેલો સિદ્ધિપુર (મુક્તિનગરે) પહોંચાડવામાં કોઈપણ જાતનો વ્યાઘાત (ભય-પીડા-દુઃખ) ન આવે તેવો અતિશય વિશાળ રત્નત્રયીની સાધના સ્વરૂપ પાકો રોડ રસ્તો છે જ્યાં, તેવો આ માર્ગ છે.
હે ભદ્ર ! તું મારા કહેવાથી આ માર્ગે પ્રવૃત્તિ કર. તને કોઈ તકલીફ નહીં પડે, ભવ અટવી તું પાર ઉતરી જઈશ, આ માર્ગ ઉપર ચાલવાથી આઠ કર્મરૂપી શત્રુઓની વ્યુહરચનાનો નાશ કરીને તું હવે કહેવાતા ૧૧ વિશેષણો વાળા નિર્વાણનગરને જોઈશ (પામીશ, મેળવીશ). તે નિર્વાણનગર કેવું છે? તે સાંભળ, તેના ૧૧ વિશેષણો તું જાણ
(૧) નિર્મળ આનંદ વાળું (૨) આઠે કર્મોનો ક્ષય હોવાથી અત્યન્ત શુદ્ધ (૩) ત્યાં જન્મ-જરા-મૃત્યુની પીડા ન હોવાથી અવ્યાબાધ. (૪) જ્યાં ગયા પછી ફરીથી ભવાટવીમાં પાછું આવવાનું નથી તેવું અપુનરાવૃત્તિ. (૫) સર્વે જ્ઞાની અને ઉત્તમ આત્માઓ વડે પૂજાયેલું. (૬) અનંત અનંત જ્ઞાન-દર્શન ગુણોથી પૂર્ણ. (૭) અત્યન્ત અવિનાશી અર્થાત્ પરમાવ્યય. (૮) રૂપ-રસાદિ પૌદ્ગલિક ગુણો વિનાનું - અમૂર્ત. (૯) પરદ્રવ્યોનો સર્વથા સંગ જ્યાં નથી તેવું અસંગ. (૧૦) શરીર નથી માટે શારીરિક રોગો વિનાનું નિરામય. (૧૧) આધિ-વ્યાધિ-ઉપાધિ વિનાનું અર્થાત્ નિરાબાધ.
હે ભદ્ર! આવા પ્રકારનાં અગિયાર વિશેષણોવાળા ભવ્ય એવા આ નિર્વાણનગરનું આ માર્ગે ચાલવાથી તને દર્શન થશે.
तेन भव्येन श्रमणादिसहायेन गृहीतस्तन्मार्गः । ततो गुरुणापि पाथेयोपमं दत्तं ज्ञानसाराख्यं यथार्थोपदेशमूलं शुद्धानुभवास्वादमधुरतास्वादं समतारसशीतलजलम् । तेन निर्विकल्पं प्रवृत्तो मार्गोल्लङ्घनेन ।
ગુરુજીની ઉપર મુજબની વાણી સાંભળીને ભવાટવીથી ઉગી બનેલા (નિર્વેદગુણવાળા) અને આવા પ્રકારના નિર્વાણનગરના રાગી (સંવેગગુણવાળા) આ જીવે તે
Page #292
--------------------------------------------------------------------------
________________
૮૮૪
નિર્વાણનગરની પ્રાપ્તિ
જ્ઞાનસાર
માર્ગ સ્વીકાર્યો, રસ્તામાં કંઈ શંકા આદિ થાય તો તેનું મન ચિલત ન થઈ જાય તે માટે થોડાક મુનિઓ સાથે મોકલ્યા. એટલે શ્રમણાદિની સહાય સાથે આ જીવે આ માર્ગ પકડ્યો. આ માર્ગે ચાલવા માંડ્યું.
પ્રશ્ન :- શિષ્ય :- ગુરુજી આપશ્રીના કહેવાથી અને આપના શિષ્યોની મને સહાય છે એટલે આ માર્ગે હું પ્રયાણ તો આદરું છું. પરંતુ રસ્તામાં મને ભૂખ-તરસ લાગે તો શું કરવું ? મારે કંઈક ખાણી-પીણી તો સાથે જોઈએ ને ?
ઉત્તર ઃ- ગુરુજી :- ભદ્ર ! તું ચિંતા ન કર. મધુરરસવાળું ભોજન અને શીતળ જલ, આ બન્ને વસ્તુઓ ભાતા રૂપે હું તને સાથે બાંધી આપું છું. લે, આ જ્ઞાનસારાષ્ટક નામનું ભાતાનું પોટલું તારી પાસે રાખ, જેમાં યથાર્થ ઉપદેશનું મૂલ રહેલું છે. તેમાં શુદ્ધ આત્મદશાના અનુભવ રૂપી મધુરતર મીઠાશ રહેલી છે. તથા સમતારસ રૂપી શીતળ પાણીની બોટલ ભરેલી છે. તેથી ખાણી-પીણીનું આ પોટલું માથા ઉપર (મગજમાં-બુદ્ધિમાં) ઉપાડી લે. હવે તું નિર્ભય-નિર્વિકલ્પ થયો છતો પ્રયાણ કર, પ્રયાણ કર, સમય ન ગુમાવ. આવા પ્રકારના શુભ કાર્યમાં વિઘ્નો ઘણાં સંભવે છે.
તે ભદ્ર જીવ વડે હવે માનસિક તમામ ભયો અને વિકલ્પો ત્યજીને માર્ગ કાપવામાં જ જોરશોરથી પ્રવૃત્તિ આરંભાઈ. (દોડવાનું ચાલુ કરાયું). આનંદ આનંદની છોળો ઉછળતી જ રહી અને હર્ષઘેલો જીવ આગળ ચાલ્યો. મુક્તિનગર તરફ જ બદ્ઘર્દષ્ટિ વાળો બન્યો.
अतः परमपाथेयोपमं ज्ञानसारं मोक्षमार्गं गच्छता सुखनिर्वाहार्थमभ्यस्यम् । तस्य च चिरकालीनाक्षयतत्त्वहेतुभूता तदास्वादवृद्धिकरणार्थं विहिता इयं टीका तत्त्वार्थ-विशेषावश्यक-धर्मसंग्रहणी - कर्मप्रकृत्यादिग्रन्थालम्बनपूर्वकं मया देवचन्द्रेण स्वपरोपकाराय तत्त्वबोधनी नाम्नी, सा च चिरं नन्दतादाचन्द्रार्कम् ।
अत्र च यन्मया स्वमतिदोषेण भ्रामिकं भाषितं तच्छोधयन्तु दक्षाः परोपकारप्रवणाः । सन्तो हि गुणग्राहका एव, न खलु पुनः मत्सरिणो भवन्ति । तेन सतां प्रौढानन्दकारी एवैषा टीका समाप्ता इति ॥ १६ ॥
આ કારણથી મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરતા (સર્વે પણ) જીવોને સુખે સુખે નિર્વાહ થાય (માર્ગ કપાય) તે માટે શ્રેષ્ઠ ભાતાતુલ્ય આ જ્ઞાનસારાષ્ટકનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ.
મોક્ષમાર્ગે પ્રયાણ કરનારા ઉત્તમ જીવને આ ગ્રંથ ખાણી-પીણી તુલ્ય-ભાતા સમાન ઘણો જ ઉપકારી છે. તેથી જ દેવચંદ્રજી છે નામ જેનું એવા મારા વડે સ્વ અને પરના
Page #293
--------------------------------------------------------------------------
________________
૮૮૫
જ્ઞાનમંજરી
જ્ઞાનસારના કર્તાની પાટપરંપરા ઉપકાર માટે ઘણા લાંબા કાળ સુધી અખંડિત તત્ત્વપ્રાપ્તિના હેતુભૂત એવી આ સંસ્કૃત ટીકા જ્ઞાનસારના આસ્વાદમાં વિશેષવૃદ્ધિ કરવા સારુ બનાવાઈ છે. તે ટીકા શ્રી તત્ત્વાર્થસૂત્ર-વિશેષાવશ્યકભાષ્ય-ધર્મસંગ્રહણી અને કર્મપ્રકૃતિ વગેરે મહાગ્રન્થોનું આલંબન લેવા પૂર્વક બનાવાઈ છે. આ ટીકાનું “તત્ત્વબોધની” એવું સાર્થક નામ છે. આ ટીકા આકાશમાં વાવચંદ્ર-સૂર્ય તપે ત્યાં સુધી વૃદ્ધિ પામો. અર્થાત્ અનંતકાળ સર્વ જીવોને સુખદાયી થાઓ.
ક્ષતિની ક્ષમાયાચના આ ટીકા લખવામાં મારાથી પોતાની મતિના દોષથી ભ્રમણાત્મક (અયથાર્થ) જે કંઈ કહેવાઈ ગયું હોય, તે પરોપકાર કરવામાં પરાયણ એવા હે ચતુર પુરુષો ! તમે સુધારજો. કારણ કે સંતપુરુષો સદા ગુણોના જ ગ્રાહક હોય છે. તેઓ ક્યારેય મત્સરી-ઈર્ષાળુ હોતા નથી.
તેઓને અતિશય ઘણા આનંદને કરનારી આ ટીકા અહીં સમાપ્ત થાય છે. [૧
अत्र सूत्रकृच्छ्रीयशोविजयोपाध्यायाः न्यायाचार्या वाग्वादिनीलब्धवराः दुर्वादिमदाभ्रपटलखण्डनपवनोपमाः, तेषां प्रशस्तिः -
गच्छे श्रीविजयादिदेवसुगुरोः स्वच्छे गुणानां गणैः । प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरुः ॥ तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशोः । श्रीमन्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये ॥१७॥
ગાથાર્થ :- શ્રી વિજયદેવસૂરીશ્વરજી આદિ ઉત્તમ સુગુરુઓના સ્વચ્છ એવા અને ગુણોના સમૂહ વડે વિશિષ્ટ તેજસ્વી એવા અર્થાત્ વિશિષ્ટ તેજના સ્થાનભૂત એવા (તપાગચ્છમાં શ્રી જીતવિજયજી પંડિત શ્રેષ્ઠ તેજને ધારણ કરનારા થયા. તેમના સમાનતીર્થિક (ગુરુભાઈ) એવા શ્રી નયવિજયજી નામના ઉત્તમ પંડિત મહારાજશ્રી થયા, તેમના શિષ્ય અને ન્યાયવિશારદ એવા યશોવિજયજીની આ રચના પંડિત પુરુષોની પ્રીતિ માટે થજો. ll૧૭ll
ટીકા :- “ચ્છતિ"-તપ છે શ્રી વિનયવસૂરિવરTUTI Tછે श्रीजीतविजयप्राज्ञाः, तेषां सातीर्थ्यधराः श्रीनयविजयप्राज्ञाः, तेषां शिष्येण श्रीमद् यशोविजयोपाध्यायेन विहितोऽयं ज्ञानसाराख्यः द्वात्रिंशदष्टकप्रमाणो ग्रन्थः सूत्रतः ।
Page #294
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
८८६
જ્ઞાનસારના કર્તાની પાટપરંપરા तद्-टीका च शुद्धमार्गदर्शकेन श्रीखरतरगच्छीयेन सदुपाध्यायश्रीदीपचन्द्राणां शिष्येण देवचन्द्रगणिना कृता ज्ञानमञ्जरी इति श्रेयः ।
ત શ્રી જ્ઞાનસારસૂત્ર સપૂઈ I (સ્થા રૂર X ૮ = રદ્દ + ૨૭ = २७३ इयत्परिमिताः श्लोकाः)
| તિ શ્રી જ્ઞાનસારસૂત્ર સંપૂર્ણમ્ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂજય શ્રી વિજયસેનસૂરીશ્વરજી થયા, તેમના શિષ્ય પૂજ્ય વિજય દેવસૂરીશ્વરજી થયા, આ આચાર્ય મહારાજશ્રીના હાથે પાટણમાં વિક્રમ સંવત ૧૬૮૮ માં પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીની દીક્ષા થઈ. તેથી વિજયદેવસૂરિજી મ.શ્રીથી પાટપરંપરા લખી છે. તેમના કાળે પંડિત શ્રી જિતવિજયજી મ.શ્રી અને પંડિત શ્રી નયવિજયજી મ.શ્રી આ બન્ને ગુરુભાઈઓ થયા કે જેઓ પૂજ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય-ઉપાધ્યાય શ્રી લાભવિજયજીના શિષ્યો હતા. શ્રી જિતવિજયજી: મોટા અને શ્રી નયવિજયજી નાના બન્ને એક જ ગુરુજી શ્રી લાભવિજયજીના શિષ્યો હતા.
તેમાંના નાના ગુરુભાઈ શ્રી નયવિજયજીના શિષ્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજશ્રી થયા. તેઓએ આ જ્ઞાનસારાષ્ટક નામની કૃતિ-રચના બનાવી છે જે ગ્રંથ સૂત્રથી બત્રીસ અષ્ટક પ્રમાણ છે. તેથી ૩૨ અષ્ટકના ૩૨ x ૮ = ૨૫૬ શ્લોકો છે તથા ૧૭ ગાથાઓ ઉપસંહાર સ્વરૂપ છે. તે મળીને કુલ ૨૭૩ ગાથાનો આ ગ્રંથ છે.
તે જ્ઞાનસાર ગ્રંથ ઉપર “જ્ઞાનમંજરી” નામની ટીકા શુદ્ધધર્મમાર્ગના ઉપદેશક અને શ્રી ખરતરગચ્છમાં થયેલા ઉત્તમ એવા ઉપાધ્યાય શ્રી દીપચંદ્રવિજયજીના શિષ્યરત્ન શ્રી દેવચન્દ્રગણિજી વડે કરાઈ છે.
આ પ્રમાણે જ્ઞાનાસારાષ્ટક તથા જ્ઞાનમંજરી ટીકા સમાપ્ત થઈ.
Page #295
--------------------------------------------------------------------------
________________
८८७
જ્ઞાનમંજરી
ટીકાકારશ્રીની પ્રશસ્તિ टीकाकारः स्वप्रशस्तिं निवेदयति नमः स्याद्वादरूपाय, सर्वज्ञाय महात्मने । देवेन्द्रवृन्दवन्द्याय, वीराय विगतारये ॥१॥
સ્યાદ્વાદ સ્વરૂપાત્મક, સર્વજ્ઞ, મહાત્મા, દેવેન્દ્રોના સમૂહ વડે વંદાયેલા, ચાલ્યા ગયા છે દુશ્મનો જેના એવા વીરપ્રભુને નમસ્કાર હોજો. I૧૫
श्रीगौतमाद्याः प्रवरा मुनीशा, देवर्द्धिपर्यन्तममेयबोधाः । तेषां सुवंशे वरभास्कराभः, श्रीवर्धमानो मुनिराड् बभूव ॥२॥
અપરિમિત બોધવાળા જ્ઞાની મહાપુરુષો શ્રી ગૌતમસ્વામીથી પ્રારંભીને શ્રી દેવર્ધિગણિ મહારાજા સુધી અનેક થયા, તેઓના નિર્મળ વંશમાં તેજસ્વી સૂર્યસમાન શ્રી વર્ધમાન મુનિરાજ થયા. રા
संवेगरङ्गशालाग्रन्थार्थकथनसूत्रधरतुल्यः । सुरिर्जिनेश्वराख्यः, सिद्धिविधिसाधने धीरः ॥३॥
સંવેગરંગશાળા નામનો જે ગ્રંથ છે તેનો અર્થ કહેવામાં સૂત્રધાર તુલ્ય એવા અને મુક્તિની વિધિની સાધના કરવામાં ધીર એવા શ્રી જિનેશ્વરસૂરીશ્વરજી થયા..૩
तच्छिष्या जिनचन्द्राख्याः, सूरयो गुणभूरयः । तच्छिष्याभयदेवार्या, गच्छे खरतरेश्वराः ॥४॥ 'येन नवाङ्गीवृत्तिरुपपातिकोपाङ्गवृत्तिविस्तारः । विदधे पञ्चाशकादिवृत्तिर्या बोधवृद्धिकरा ॥५॥
૧. શ્રી જિનેશ્વરસૂરિજીએ વિક્રમ સંવત ૧૦૮૦ માં દુર્લભરાજની સભામાં ચૈત્યવાસી મુનિઓને જીતીને
“ખરતર” બિરૂદ પ્રાપ્ત કર્યું હતું ત્યારથી ખરતરગચ્છ કહેવાયો. જુઓ ખરતરગચ્છની પટ્ટાવલી. ૨. નવ અંગ સૂત્રો ઉપર ટીકા રચનારા (નવાંગવૃત્તિકાર) એવા શ્રી અભયદેવસૂરિજી ખરતરગચ્છના
હતા એવું આ પ્રશસ્તિમાં ટીકાકારશ્રીએ કહ્યું છે. અને તે શ્રી અભયદેવસૂરિજી ચંદ્રગચ્છના હતા એવો ઉલ્લેખ બીજા અનેક ગ્રન્થોમાં મળે છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
८८८
જ્ઞાનસાર
ટીકાકારશ્રીની પ્રશસ્તિ ઘણા ગુણો વાળા તેમના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજી થયા. તેમના શિષ્ય ખરતરગચ્છના નાયક શ્રી અભયદેવસૂરિજી થયા. જો
જે શ્રી અભયદેવસૂરિજી વડે નવ અંગસૂત્રોની ટીકા, ઉવવાઈ નામના ઉપગની ટીકાનો વિસ્તાર અને બોધની વૃદ્ધિ કરે તેવી પંચાશક આદિની ટીકા રચાઈ છે. પા.
तत्पट्टे जिनवल्लभसूरिजिनदत्तसूरयोऽभूवन् । पट्टानुक्रमभानुर्जातो, जिनकुशलसूरिगुरुः ॥६॥
તેમની પાટે શ્રી જિનવલ્લભસૂરિજી-શ્રી જિનદત્તસૂરિજી વગેરે આચાર્યો થયા, એમ પાટના અનુક્રમમાં સૂર્યસમાન શ્રી જિનકુશલસૂરિજી નામના ગુરુજી થયા. ll
तेषां वंशे जातो गुणमणिरत्नाकरो महाभाग्यः । कलिकालपङ्कमग्नॉल्लोकान् निस्तारणे धीरः ॥७॥ श्रीमजिनचन्द्राह्वः, सूरिनव्यार्कदीधितिप्रतापः । यस्यावदातसङ्ख्या, गण्यते नो सुराधीशैः ॥८॥
તેમના વંશમાં ગુણો રૂપી મણિઓના મહાસાગર, મહાભાગ્યશાળી, કલિકાલ રૂપી કાદવમાં ફસાયેલા લોકોનો ઉદ્ધાર કરવામાં ધીર-વીર, નવા ઉગતા સૂર્યના કિરણો તુલ્ય પ્રતાપવાળા એવા શ્રી જિનચંદ્રસૂરિજી થયા, જેમના ગુણોની સંખ્યા ઈન્દ્રો વડે પણ ગણી ન શકાય તેટલા ગુણો હતા. ૭-૮
तच्छिष्याः पाठकाः श्रीमत्पुण्यप्रधानसञ्जिताः । सुमतेः सागराः शिष्यास्तेषां विद्याविशारदाः ॥९॥
૧. અહીં શ્રી અભયદેવસૂરિજીને શ્રી જિનચંદ્રસૂરિજીના શિષ્ય કહ્યા છે પરંતુ સ્થાનાંગસૂત્રાદિની વૃત્તિની
પ્રશસ્તિમાં તેઓ શ્રી જિનેશ્વરસૂરિજીના અને બુદ્ધિસાગરસૂરિજીના શિષ્ય હતા એમ લખે છે. તેઓનો જન્મ વિક્રમ સંવત ૧૦૭૨ માં થયો અને ૧૧૩૯ માં સ્વર્ગવાસ થયો. તેઓએ ૧૨ અંગ
પૈકી નવ અંગો ઉપર અને ઉવવાઈ ઉપાંગ ઉપર વૃત્તિ લખી છે. ૨. આ શ્રી જિનકુશલસૂરિજી ચૈત્યવંદનકુલકની વૃત્તિને કરનારા હતા. તેઓ ૫૦મી પાટે ખરતરગચ્છમાં
થયા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૩૩૭ માં, દીક્ષા ૧૩૪૭માં, આચાર્યપદ ૧૩૭૭ માં અને સ્વર્ગવાસ ૧૩૮૯ માં ફાગણ વદ અમાવાસ્યાએ થયો.
Page #297
--------------------------------------------------------------------------
________________
૮૮૯
જ્ઞાનમંજરી
ટીકાકારશ્રીની પ્રશસ્તિ તેમના શિષ્ય શ્રી પુણ્યપ્રધાન નામવાળા ઉપાધ્યાય થયા, તેમના શિષ્ય વિદ્યામાં વિશારદ એવા શ્રી સુમતિસાગરજી થયા. લા.
तच्छिष्या साधुरङ्गाख्या, राजसाराः सुपाठकाः । सर्वदर्शनशास्त्रार्थतत्त्वदेशनतत्पराः ॥१०॥
તેમના શિષ્ય સાધુરંગ નામના મુનિ થયા અને તેમના શિષ્ય રાજસાર નામના ઉત્તમ ઉપાધ્યાય થયા. જેઓ સર્વદર્શન શાસ્ત્રોના અર્થોનાં તત્ત્વો સમજાવવામાં સદા તત્પર રહેતા. ૧oll.
तच्छिष्या ज्ञानधर्माख्याः, पाठकाः परमोत्तमाः । जैनागमरहस्यार्थ-दायका गुणनायकाः ॥११॥
તેમના શિષ્ય પરમ-ઉત્તમ એવા જ્ઞાનધર્મ નામના ઉપાધ્યાયજી થયા જેઓ જૈન આગમોનાં રહસ્યોના અર્થોને સમજાવનારા અને ગુણોના નાયક હતા. ll૧૧
तेषां शिष्या महापुण्यकार्यसंसाधनोद्यताः । पाठका दीपचन्द्राख्याः शिष्यवर्गसमन्विताः ॥१२॥
તેઓના શિષ્ય ઉપાધ્યાય શ્રી દીપચંદ્રજી મહારાજશ્રી થયા કે જેઓ પોતાના શિષ્યવર્ગ સાથે મહા પુણ્યકાર્યો સિદ્ધ કરવામાં ઉદ્યમશીલ હતા. ll૧રી
येन शत्रुञ्जये तीर्थे, कुन्थुनाथार्हतः पुनः । चैत्ये समवसरणे च, प्रतिष्ठा विहिता वरा ॥१३॥ चतुर्मुखे सोमजिता कृते यः पूर्णतां व्यधात् । प्रतिष्ठां नैकबिम्बानां, चक्रे सिद्धाचले गिरौ ॥१४॥ अहम्मदावादमध्ये, सहस्रफणाद्यनेकबिम्बानाम् । चैत्यानाञ्च प्रतिष्ठां, चकार यो धर्मवृद्धये ॥१५॥
જે શ્રી દીપચંદ્રજી ઉપાધ્યાય વડે શત્રુંજયગિરિરાજ ઉપર ચૈત્યમાં તથા સમવસરણમાં પરમાત્મા શ્રી કુંથુનાથની શ્રેષ્ઠ પ્રતિષ્ઠા કરાવાઈ. તથા તે જ શત્રુંજયગિરિરાજ ઉપર સોમજીએ (સોમાશાહ) કરાવેલા ચૌમુખજીના મંદિરમાં તથા બીજાં પણ અનેક પ્રતિમાજીની
Page #298
--------------------------------------------------------------------------
________________
૮૯)
જ્ઞાનસાર
ટીકાકારશ્રીની પ્રશસ્તિ પ્રતિષ્ઠા શ્રી દીપચંદ્રજી ઉપાધ્યાયશ્રીએ કરાવી, તથા અમદાવાદ શહેરની અંદર સહસ્ત્રફણા પાર્શ્વનાથ વગેરે અનેક પ્રતિમાજીની તથા અનેક ચૈત્યોની પ્રતિષ્ઠા પણ ધર્મની વૃદ્ધિ થાય તે માટે કરાવી. ll૧૩-૧૪-૧પી.
तच्छिष्येण स्वबोधार्थं, देवचन्द्रेण धीमता । व्याख्याता सुगमा शुद्धा, टीकेयं तत्त्वबोधनी ॥१६॥
તેમના શિષ્ય ધીમાન શ્રી દેવચંદ્રજી વડે પોતાના બોધને માટે સુગમ અને શુદ્ધ એવી તત્ત્વબોધની નામની આ ટીકા કરાઈ. ૧૬ll
स्याद्वादस्य रहस्यानां, ज्ञानाल्लब्धोदयेन च । देवचन्द्रेण बोधार्थं, सुटीकेयं विनिर्मिता ॥१७॥
સ્યાદ્વાદ ધર્મનાં રહસ્યોનું જ્ઞાન થવાથી પ્રાપ્ત થયેલા પુણ્યોદયવાળા એવા શ્રી દેવચંદ્રજી વડે પોતાના બોધને માટે આ સુંદર ટીકા બનાવાઈ. ll૧૭ll
संवद्रेसनिधिजलधिचन्द्रमिते (१७९५) कार्तिके सिते पक्षे पञ्चम्यां नव्यपुरे कृतेयं ज्ञानमञ्जरी ॥१८॥
વિક્રમ સંવત ૧૭૯૫ મા વર્ષે કારતક માસના શુક્લ પક્ષની પંચમીના દિવસે જામનગરમાં (નવાપુરામાં) આ જ્ઞાનમંજરી નામની ટીકા રચાઈ ૧૮
वाचनात्पठनादस्या, यो लाभो मे समागतः । तेनाहं भव्यसङ्घश्च, भवतां धर्मसाधकः ॥१९॥
આ જ્ઞાનમંજરી ટીકાનું વાંચન કરવાથી અને ભણવાથી મારા આત્માને જે લાભ થયો તેનાથી હું અને ભવ્ય એવો ચતુર્વિધશ્રીસંઘ ધર્મસાધનાર બનજો. ૧૯
जयतु जिनराजस्य, शासनं दुःखनाशनम् । ज्ञानानन्दविलासाढ्यं सर्वसंपद्विवर्धनम् ॥२०॥
દુઃખોનો નાશ કરનાર, સર્વસંપત્તિને વધારનાર અને જ્ઞાનના આનંદના વિલાસથી ભરપૂર ભરેલું એવું જૈનશાસન જય પામો, જય પામો. ૨ll
Page #299
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અન્તિમ મંગલ
૮૯૧ मङ्गलं भगवान् वीरो, मङ्गलं गौतमः प्रभुः । मङ्गलं स्थूलभद्राद्या, जैनधर्मोऽस्तु मङ्गलम् ॥२१॥
ભગવાન શ્રી મહાવીરપ્રભુ મંગલરૂપ હો, શ્રી ગૌતમસ્વામી મંગલરૂપ હો, ધૂલિભદ્ર આદિ મુનિઓ મંગલરૂપ હો અને જૈનધર્મ મંગલરૂપ હો. ર૧.
પ્રશસ્તિમાંથી જણાતી પાટપરંપરા શ્રી વર્ધમાનસૂરિજી ૮ શ્રી જિનચંદ્રસૂરિજી શ્રી જિનેશ્વરસૂરિજી ૯. શ્રી સુમતિસાગરજી શ્રી જિનચંદ્રસૂરિજી ૧૦. શ્રી માધુરંગજી શ્રી અભયદેવસૂરિજી ૧૧. શ્રી રાજસાગરજી શ્રી જિનવલ્લભસૂરિજી ૧૨. શ્રી જ્ઞાનધર્મજી
શ્રી જિનદત્તસૂરિજી ૧૩. શ્રી દીપચંદ્રજી ૭. શ્રી જિનકુશલસૂરિજી ૧૪. શ્રી દેવચંદ્રજી
-
જે
છે
$ $
+
| | તિ શ્રી જ્ઞાનસારીવા જ્ઞાનમારી સપૂuf
, જ્ઞાનસાર સમાપ્ત
જ જ્ઞાનમંજરી ટીકા પણ સમાપ્ત છે
Page #300
--------------------------------------------------------------------------
Page #301
--------------------------------------------------------------------------
________________ BHARAT GRAPHICS - Ahme Ph: 079.22134176, M : 992