________________
જ્ઞાનમંજરી
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
૮૧૯
કોઈપણ બાજુ ખોટી રીતે ખેંચાયા વિના જ્યાં જ્યાં જે જે ભાવ ઉપકારક હોય ત્યાં ત્યાં તેને તેને પ્રધાન કરીને શેષને ગૌણ કરીને પોત પોતાના અભિપ્રાયને યથાસ્થાને સાધનદશા સિદ્ધ થાય એ રીતે જ્ઞાનદશામાં રમણતાનો પરિણામ કરવા જેવો છે. જેમ ૨૫-૩૦ વર્ષની ઉંમરવાળી એક વિવાહિત સ્ત્રી છે તેને પિયરપક્ષવાળા પુત્રી તરીકે અને શ્વસુરપક્ષવાળા પુત્રવધૂ તરીકે દેખે છે અને તેને અનુકૂળ વ્યવહાર કરે છે તે જ બરાબર ઉચિત છે. પિતૃપક્ષવાળાની અપેક્ષાએ પુત્રી છે એટલે શ્વસુરપક્ષવાળા પણ તેને પુત્રી તરીકે માની લે તે બરાબર નથી તેવી જ રીતે શ્વસુરપક્ષવાળાની અપેક્ષાએ પુત્રવધૂ છે તે દેખીને પિતૃપક્ષવાળા પણ તેને પુત્રવધૂ માની લે અને તેવો વ્યવહાર કરે તે ઉચિત નથી.
તે જીવમાં પુત્રીપણું અને પુત્રવધૂપણું એમ ઉભયસ્વરૂપ છે અને ઉભયસ્વરૂપ માનવું તે જ ઉચિત છે. કોઈપણ બાજુ રાગ અને દ્વેષ ન કરતાં તટસ્થપણે જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ માનવી, સમજવી અને તેને અનુરૂપ આચરણ કરવું આ જ જૈનદર્શન છે. કોઈપણ બાજુનો એકાન્ત આગ્રહ એ જ મિથ્યાત્વ છે. કારણ કે વસ્તુનું પોતાનું સ્વરૂપ એકાન્ત છે જ નહીં, અને એકાન્ત માનીએ એટલે ઉલટું માન્યું માટે તે માન્યતા મિથ્યાબુદ્ધિ છે. સર્વ ઠેકાણે વસ્તુનું સ્વરૂપ સાપેક્ષ છે અને તે સાપેક્ષતા જ સ્વીકારવી જોઈએ. જેમકે આ સ્ત્રીનો જીવ, તેનાં માતા-પિતાદિ પિતૃપક્ષની અપેક્ષાએ પુત્રીરૂપે છે. પણ સાસુ-સસરા આદિ શ્વસુરપક્ષની અપેક્ષાએ અવશ્ય પુત્રવધૂરૂપે જ છે. આમ સાપેક્ષતા સ્વીકારવી તે જ સમ્યગ્દર્શન છે પરંતુ આવું સમ્યગ્દર્શન-સાચી બુદ્ધિ યથાર્થ ઉપયોગવાળા અને યથાર્થ પ્રવૃત્તિવાળા જીવોને જ આવે છે. વસ્તુના સ્વરૂપને ઊંડાણથી જાણે અને જાણીને યથાર્થ રીતે પ્રયોગ કરે તેવા તત્ત્વની ઉઘાડવાળા જીવોની જ દૃષ્ટિ આ પ્રમાણે સાપેક્ષતાવાળી બને છે.
આ કારણે એકાન્ત આગ્રહ ત્યજીને સર્વે પણ નયોનો યથાસ્થાને આશ્રય કરવાપૂર્વક ઉપદેશ આપનારું (યથાર્થ તત્ત્વ સમજાવનારું) આ બત્રીસમું ચરમ અષ્ટક પરમરહસ્યના જાણકાર પરમપૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રી જણાવે છે -
અરે હે જીવ ! ધર્મક્રિયા કરવાની જે જે બાહ્યપદ્ધતિ છે તે તે બાહ્ય પદ્ધતિરૂપ ક્રિયામાત્ર વડે ધર્મ થતો નથી. તે ધર્મક્રિયા તો આત્મધર્મ પ્રગટાવવામાં માત્ર નિમિત્તભૂત છે. કારણ કે ધર્મ તો આત્માના પરિણામરૂપ છે. પાંચમું અંગ જે શ્રી ભગવતીજી છે તેમાં કહ્યું છે કે “પ્રાણાતિપાત જીવોની હિંસાને અટકાવવા રૂપ જે આત્મપરિણામ છે. અર્થાત્ પ્રાણાતિપાતનો સંવર કરવો, મૃષાવાદનો સંવર કરવો ઈત્યાદિ અમૂર્ત એવા જીવના સ્વરૂપાત્મક જે શુદ્ધ પરિણામો છે, અધ્યવસાયો છે, તેને ધર્મ કહ્યા છે. ધર્મ એ આત્માનો સંવરાત્મક આત્મપરિણામ છે, તે પરિણામ પ્રાપ્ત કરવામાં કારણભૂત ધર્મક્રિયા છે તેથી તે
=