________________
જ્ઞાનમંજરી, તપોષ્ટક - ૩૧
૭૯૯ જો કરી શકાતી હોય તો દુઃખ સહન કરીને નિર્જરા કેમ કરવી? આવો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર આ પ્રમાણે છે -
ભોજન વગેરે કરવામાં છ કાયની (રિપત્થ = હિંસા) હિંસા થાય છે અને ઉપવાસાદિ કરવામાં તે છ કાયની હિંસાનો અભાવ છે તેથી ઉપવાસાદિમાં છ કાયની હિંસા વગેરે આશ્રવોનો ત્યાગ હોવાથી તેવા આશ્રવોથી બંધાનારા નવા નવા અશુભ કર્મબંધોનો પણ અભાવ થવાથી તેટલા અંશે સંવર થાય છે. અને ઈચ્છાપૂર્વક કર્મ ખપાવવા માટે જ આ તપ કરેલો છે. તેથી સકામનિર્જરા રૂપ તપ છે. આ પ્રમાણે સંવરપૂર્વકની સકામનિર્જરાવાળો આ ઉપવાસાદિ તપ હોવાથી તપ કરીને કર્મોની નિર્જરા કરવી તેમાં હિત છે. પણ ભોજન કરીને સાતાની નિર્જરા કરવી તેમાં આત્માનું હિત નથી. તેમાં છ કાયની હિંસા હોવાથી અને રાગમૂલક તે તપ હોવાથી આશ્રવમૂલક છે. આવો વિવેક સ્વબુદ્ધિથી કરવો.
तथा चास्यात्मनः साताविपाके सरागहेतुत्वेन इष्टसंयोगैकत्वता अनादिसहजपरिणमनाद् आतापनादिषु कर्मविपाकोपयोगत्वेन तथापरिणमनाद् असङ्गताकारणत्वात् त्याग एव साधनमूलञ्च । भरतादयः निदर्शनम्, तच्चाल्पकालसाधनासिद्धिवताम्, न हि चिरकालसाधनावतां सातादि, शुभसन्निकर्षे अव्यापकत्वपरिणामः । उक्तञ्च विशेषावश्यके-"रतिक्षमत्वं त्वल्पानां तेनातापनादि करणमुचितं मुनीनाम्" निक्षेपनयानां व्याख्या तु-नामतपः स्थापनातपः सुगमम् । द्रव्यतपः आहारत्यागादि, भावतपः आत्मस्वरूपैकाग्रत्वरूपम् । अत्र द्रव्यपूर्वकभावतपोग्रहणमिति ।
ઉપવાસાદિ તપ કરીને અસાતાની નિર્જરા કરવામાં છ કાયની હિંસા વગેરે આશ્રવ ન હોવાથી સંવરપૂર્વકની સકામ નિર્જરા છે અને ભોજન કરીને સાતાદિની નિર્જરા કરવામાં છકાયની હિંસા વગેરે આશ્રવ હોવાથી નવા નવા કર્મબંધના આશ્રવો છે તથા સાતાના વિપાકકાલે ભોજનાદિ કરનારા આ આત્માને ભોજનના પદાર્થો ઉપર પ્રીતિવિશેષ થવાથી પરસના આસ્વાદન દ્વારા સરાગતાનું કારણ પણ બનવાથી ઈષ્ટ પદાર્થની સાથેના સંયોગની એકતા રૂપે આ જીવ રાગભાવે પરિણામ પામે છે. કારણ કે અનાદિકાળથી ઈષ્ટના સંયોગમાં રાગભાવે પરિણમન પામવું આવો મોહોદયના કારણે જીવનો સહજ પરિણમન સ્વભાવ છે. આમ રાગભાવ થવાથી ઘણાં નવાં કર્મોનો બંધ પણ થાય છે તેને બદલે ઉપવાસાદિ તપ કરવામાં અને આતાપના આદિ લેવામાં પૂર્વે બાંધેલાં કર્મોના વિપાકોની જ ચિંતવના-વિચારણા વગેરે હોવાથી તેવા પ્રકારના શુભભાવમાં પરિણામ પામવાથી અને જેટલો જેટલો આહારાદિ બાહ્ય ભાવોનો ત્યાગ કરે છે તેટલી તેટલી અસંગતા આવવાનું કારણ પણ બને છે માટે