________________
વિજ્ઞાનસાર
૮૦૦
તપોષ્ટક - ૩૧ આહારાદિ બાહ્ય ભાવોનો ત્યાગ કરવો એ જ આત્મતત્વની સાધનાનું મૂલ છે અને તે જ તપ હિતકારી-કલ્યાણકારી છે.
પ્રશ્ન :- ભરત મહારાજા, મરૂદેવા માતા વગેરે મહાત્માઓએ તો કોઈપણ પ્રકારના ખાસ તપવિશેષ કર્યા નથી. શાસ્ત્રોમાં તેઓએ કોઈ તપવિશેષ કર્યો હોય તેવું સંભળાતું નથી. બક્કે મરૂદેવા માતા રાજમાતા હોવાથી અને ભરત મહારાજા ચક્રવર્તી રાજા હોવાથી પરસ ભોજન વગેરે દ્વારા સાતાનો જ અનુભવ કરનારા હતા, તેઓ ઉપવાસાદિ તપ અને આતાપના આદિ કષ્ટ સહન કર્યા વિના સંસાર તર્યા જ છે ને ? તો અમે પણ ભરતાદિની જેમ તપ આદિ કર્યા વિના પાંચ ઈન્દ્રિયોના ભોગો ભોગવતાં આત્મકલ્યાણ કેમ ન સાધી શકીએ ?
ઉત્તર :- આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે ભરતાદિનાં જે ઉદાહરણો છે તે લઘુકર્મી જીવોનાં છે. તેથી અપવાદરૂપ બનાવો છે. તે મહાત્માઓ અલ્પકાળની સાધના માત્રથી સિદ્ધિ પ્રાપ્ત કરવાને યોગ્ય હતા. આવા જીવોનું ઉદાહરણ સર્વને ન લેવાય. લોટરી લાગવાથી કોઈ ધનવાન થઈ જાય પણ તે રાજમાર્ગ નથી. તેથી દરેકે પોતપોતાના ધંધા ત્યજીને લોટરીની ટીકીટો લેવી તે હિતાવહ નથી. કોઈને મકાનનો પાયો ખોદાવતાં ધનનો ચરૂ નીકળે એટલે દરેકે મકાનો પાડીને ખોદાવવાં અને ધનના ચરૂ મેળવવા એ રાજમાર્ગ નથી. તેથી ભરતાદિનાં ઉદાહરણો એ અપવાદ રૂપ છે તે જીવો લઘુકર્મી હતા. અલ્પકાળની સાધનાથી સિદ્ધિ મેળવવાને શક્તિમાન હતા.
પરંતુ બીજા જીવોને માટે આ અપવાદમાર્ગ શ્રેયસ્કર નથી. સામાન્યથી સર્વે જીવોમાં ભારેકર્મી જીવો જ વધારે હોય છે. તેઓ ચિરકાળની સાધનાને યોગ્ય હોય છે. માટે આવા પ્રકારના ચિરકાળની સાધનાથી સિદ્ધિ મેળવવાને યોગ્ય એવા ચિરકાલની સાધનાવાળા જીવોને પરસ ભોજનાદિ દ્વારા સાતાદિનો અનુભવ કરવો અને તે દ્વારા નિર્જરા કરવી, એ શક્ય નથી. આતાપનાદિ અને ઉપવાસાદિ કરવાં એ જ ઉચિત છે. આવા ભોગાસક્ત જીવોને સાતાદિ શુભપદાર્થોનો સક્નિકર્ષ થયે છતે (સાનુકૂળ સંજોગો મળે છ0) અવ્યાપકતાનો (અસંગ દશાનો-અનાસકત દશાનો) પરિણામ આવવો શક્ય નથી, રાજપાટ અને ભોગવિલાસમાં રહીને વૈરાગ્ય પ્રાપ્ત કરવો તે રાજમાર્ગ નથી. કદાચ કોઈને વૈરાગ્ય આવી જાય તો પણ તે સર્વ માટે માર્ગરૂપ ગણાય નહીં.
પૃથ્વીચંદ્ર-ગુણસાગર અને વિજયશેઠ-શેઠાણી જેવા મહાત્માઓ કોઈક જ નીકળે કે જેઓ રાજગાદી ઉપર, લગ્નની ચોરીમાં અને એક જ શય્યામાં સહશયન કરવા છતાં મોહને જીતનારા બન્યા હોય. આ ઉદાહરણો અપવાદરૂપ છે રાજમાર્ગ નથી. માટે આતાપનાદિ