________________
૭૯૮ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર ખરાબ ન લાગે માટે હું આજે તપ કરું આમ સમજીને લોકસંજ્ઞાના ભયથી જે તપ કરે તથા ખાવા-પીવાના વિષયમાં પરાધીન હોય અને પર પાસેથી આહાર-પાણી ઉપલબ્ધ થાય તેમ ન હોય એટલે તપ કરવાની ઈચ્છા ન હોય તો પણ દીનતાથી (લાચારીથી) જે તપ કરવો પડે તે તપ પણ તપ કહેવાતો નથી. કારણ કે આ તપમાં પણ લોકસંજ્ઞાનો ભય, માનસંજ્ઞા, મારું ખરાબ ન દેખાવું તથા પરાધીનતા વગેરે કારણોથી કરાતા તપમાં ઉદ્વેગ અને આહાર ન આપનારા ઉપર દ્વેષ-ક્રોધ ઈત્યાદિ કષાયોના ઉદયનો આશ્રય હોવાથી અને તેના કારણે નવા નવા કર્મના બંધનું કારણ હોવાથી આ તપ પણ તપ કહેવાતો નથી. જે તપની પાછળ કષાયોની માત્રા કામ કરતી હોય અને કષાયોના કારણે તથા આર્ત-રૌદ્રધ્યાનના કારણે નવો નવો કર્મબંધ થતો હોય તે તપ, તપ કહેવાતો નથી.
આ ભવમાં કે પરભવમાં પૌદ્ગલિક સુખોની લાલસાથી જે તપ કરાય, લોકસંજ્ઞાના ભયથી જે તપ કરાય તથા પરાધીનતાના કારણે આહાર-પાણી ન મળવાથી જે તપ કરાય તે પૂર્વભવમાં બાંધેલા અંતરાયકર્મ અને અસાતાવેદનીય કર્મનો વિપાકોદય જ સમજવો. આ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપનાજી સૂત્રની ટીકામાં કહ્યું છે. મોહદશા પૂર્વક કરાયેલા તપને નિર્જરા કરાવે એવો તપ કહેવાતો નથી આવો જે તપ કરાય છે તે પૂર્વકૃત અંતરાયકર્મ અને સુધાતૃષાદિ વેદનીયકર્મનો ઉદય માત્ર જ સમજવો.
આચારાંગની ચૂર્ણિમાં પણ આમ જ કહેલ છે.
ઉપરની ચર્ચાથી સમજાશે કે આ ભવસંબંધી કે પરભવસંબંધી પાંચ ઈન્દ્રિયોનાં નવાં નવાં સુખોની અભિલાષાથી રહિત એવા, અને નિર્મળ-શુદ્ધ આત્મદ્રવ્યના (ક્ષયોપશમભાવના અને ક્ષાવિકભાવના ગુણોના) સાધક એવા આત્માનો, મોહને જિતવાના ભાવપૂર્વકનો જે આહારના ત્યાગાદિ રૂપ કષ્ટકારી આચારવિશેષ તેને તપ કહેવાય છે. આવા તપને જ કર્મોની નિર્જરાનું સાધન હોવાથી તપ કહેવો ઉચિત છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત પંચવસ્તુકપ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે “ઉપવાસાદિ તપ કરો તો દુઃખ સહન કરવાથી અસતાવેદનીયકર્મની નિર્જરા થાય અને ભોજન કરો તો શરીરે સાતા ઉપજે એટલે સાતવેદનીયકર્મની નિર્જરા થાય, આમ ઉપવાસાદિ તપ કરવામાં અને ભોજન કરવામાં એમ બન્ને પ્રસંગોમાં અનુક્રમે અસાતા અને સાતા વેદનીય કર્મોની નિર્જરા તો સમાન જ છે. બન્ને પ્રસંગોમાં નિર્જરા તો થાય જ છે તેથી સામ્યપણું દેખાય છે, તો પછી ઉપવાસાદિ તપ શા માટે કરવો? સુખપૂર્વક કર્મોની નિર્જરા