________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની ગરિમા
૮૫૯ વિવેચન :- ઉપર કહેલાં બત્રીશ અષ્ટકો દ્વારા અત્યન્ત સ્પષ્ટપણે નિશ્ચય પૂર્વક સમજાવાયેલું-નિર્ધારિત કરેલું જે શુદ્ધ તત્ત્વ છે તે શુદ્ધ આત્મતત્ત્વના પરિણમન સ્વરૂપ વસ્તુધર્મને જે મુનિ મહારાજા હૃદયના ઘણા જ અહોભાવપૂર્વક-સાચા દિલથી સ્વીકારે છે. તે મુનિ મહારાજાના હૃદયનો પલટો થાય છે. ત્રણે કાળે પાંચે ઈન્દ્રિયોના વિષયો વિનાના થઈ જાય છે. મોહને જિતનારા બની જાય છે. ભોગ, પરિગ્રહ, મમતા, કષાય ઈત્યાદિ મલીનભાવોથી અલિપ્ત બની જાય છે ભવસુખથી ઉગી બની વૈરાગી થઈ ત્યાગી બની આત્મતત્ત્વની સાધનામાં જોડાઈ જાય છે.
આ રીતે ઉત્તમ અવસ્થાને પામેલા આ મુનિ જ્ઞાનના સારભૂત ચારિત્રને પ્રાપ્ત કરીને મહોદયસ્વરૂપ પરમ એવી મુક્તિદશાને જલ્દી જલ્દી પ્રાપ્ત કરે છે. અહીં ટીકાકારશ્રી દેવચંદ્રજી મહારાજશ્રીએ ટીકામાં “તથા પાં-મુક્તિમ્” આમ લખ્યું છે. એટલે મૂલશ્લોકમાં પર શબ્દ હોવો જોઈએ પણ હાલ તે શબ્દ મૂલમાં દષ્ટિગોચર થતો નથી. તેથી “જ્ઞાનસાર" શબ્દના જ અર્થમાંથી બે ભાવ કાઢવા ઉચિત લાગે છે. જેઓ આ બત્રીસ અષ્ટકો ભણીને પરમાર્થતત્ત્વનો સ્વીકાર કરે છે તે મુનિમહારાજા જ્ઞાનના સારને (એટલે કે ચારિત્રને તથા પરા-શ્રેષ્ઠ એવી મુક્તિને) પ્રાપ્ત કરે છે. ચારિત્ર અને પરમ એવી મુક્તિ આ બન્ને ભાવો જ્ઞાનના સાર સ્વરૂપ છે. તેથી જ્ઞાનસાર શબ્દમાંથી જ આવો અર્થ કરવો. શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ જ સવાસો ગાથાના સ્તવનની ઢાળ ત્રીજીમાં કહ્યું છે કે -
આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ આતમ જ્ઞાને તે ટલે, એમ મન સદ્દકીએ રા. જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો ! નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો ફા
એટલે જ્ઞાનનું ફળ ચારિત્ર છે અને ચારિત્રનું ફળ મુક્તિ છે. તેથી ચારિત્ર અને મુક્તિ આ બને જ્ઞાનનાં (અનંતર અને પરંપરા રૂપે) ફળ કહેવાય છે. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ ગાથા ૧૧૨૬ માં કહ્યું છે કે –
“સામાયિકથી આરંભીને વાવતું લોકબિંદુસાર નામના ચૌદમાં પૂર્વ સુધીનું સમસ્ત જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. તેનો સાર (ફળ) ચારિત્ર છે અને તે ચારિત્રનો પણ સાર નિર્વાણ (મુક્તિ) છે.”
જ્ઞાનસાર અષ્ટકનો હૃદયના ભાવપૂર્વક સુંદર અભ્યાસ કરનાર તથા તેનું ચિંતન, મનન-નિદિધ્યાસન કરનાર આત્મા અવશ્ય તે ફળને એટલે ચારિત્રને અને નિર્વાણને પ્રાપ્ત કરે જ છે. પણ