________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૫૯૫
ઈન્દ્રિયથી કર્મ ગોચર થતું નથી. કર્મ જેવું કોઈ તત્ત્વ નથી. જો કર્મ જેવું કોઈ તત્ત્વ હોત તો કોઈ પણ ઈન્દ્રિયથી જણાત. પણ જણાતું નથી, માટે નથી. આ પ્રત્યક્ષથી કર્મ નથી એમ સમજાવ્યું
કર્મ એ અનુમાનથી પણ સાધ્ય નથી. કારણ કે ભૂતકાળમાં એકવાર પણ જે વસ્તુ પ્રત્યક્ષ જોઈ હોય, ઈન્દ્રિયોથી અનુભવી હોય તે જ વસ્તુ કાળાન્તરે અનુમાનથી સાધી શકાય છે. એટલે કે અનુમાન તેનું જ થાય છે કે જેનું પૂર્વે એક વાર પણ પ્રત્યક્ષ કર્યું હોય, કર્મને ક્યારેય પ્રત્યક્ષ કર્યું નથી. માટે કર્મનું અનુમાન પણ સંભવતું નથી. મહાનસ (રસોડા) આદિ સ્થાનોમાં પૂર્વકાલમાં ધૂમ-દાહાદિ લિંગોથી યુક્ત એવો વહ્નિ જોયેલો હોય છે તથા અનુભવેલો પણ છે. તેથી જ કાલાન્તરે પર્વત ઉપર તેનું અનુમાન કરાય છે. આ રીતે પૂર્વકાલમાં પ્રત્યક્ષ જોયેલા અને અનુભવેલાનું જ કાલાન્તરે અનુમાન થાય છે. કર્મને ક્યારેય કોઈએ પણ પ્રત્યક્ષ નિહાળ્યું નથી માટે પ્રત્યક્ષ વિના અનુમાન થતું નથી. તથા “કર્મ છે” આવું અનુમાન સિદ્ધ કરી આપે તેવું નિર્દોષ કોઈ લિંગ પણ દૃષ્ટિગોચર થતું નથી કે જે લિંગને જોઈને કર્મનું અનુમાન કરીએ. માટે કર્મ અનુમાનગમ્ય પણ નથી.
ઉપમાનપ્રમાણ તો પ્રત્યક્ષપ્રમાણના સ્વભાવરૂપ છે. કારણ કે જ્યારે સંશાસંશીના સંબંધવાળું જ્ઞાન કરો છો ત્યારે ઉપમેયવસ્તુ પ્રત્યક્ષ-ઈન્દ્રિયગોચર હોય તો જ થાય છે માટે કર્મ જો પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થતું નથી. તો પછી ઉપમાનપ્રમાણથી પણ સિદ્ધ થતું નથી. વળી આગમ પ્રમાણ તો દર્શને દર્શને ભિન્ન ભિન્ન વાક્ય હોય છે. કોઈ કંઈ માને, કોઈ કંઈ માને, કોનું સાચું માનવું ? માટે આગમપ્રમાણ તો વિવાદોનો જ પૂંજ છે તેથી આગમ તો પ્રમાણ જ નથી. આ રીતે કોઈ પણ પ્રમાણથી કર્મની સિદ્ધિ થતી નથી માટે કર્મ નથી.
આવા પ્રકારની પોતાની બુદ્ધિમાત્રથી જ કલ્પેલી એવી અનેક અનેક યુક્તિઓના સમૂહને રજુ કરતા કર્મને ન માનતા વાદીને હવે ગ્રંથકારશ્રી સમજાવે છે કે -
प्रत्यक्षं कर्म अस्ति, केषां ? सर्वज्ञानाम् । अन्येषामपि कार्यानुमानेन प्रत्यक्षमस्ति, सुखदुःखानुभवस्य कश्चिदस्ति हेतु:, कार्यत्वादङ्कुरस्येवेति । अथ यदि भवतः प्रत्यक्षं, तर्हि कर्म ममापि प्रत्यक्षं कस्मान्न भवति ? न हि यदेकस्य प्रत्यक्षं तेनापरस्यापि प्रत्यक्षेण भवितव्यम् । न हि सिंहसरभादयः सर्वस्य लोकस्य प्रत्यक्षाः, तथापि दक्षैः प्रत्यक्षाः मन्यन्ते लोके । एवं सर्वज्ञप्रत्यक्षीकृतकर्म ज्ञानावरणीयादिकं पुनः प्रतिप्राणिप्रसिद्धयोः सुखदुःखयोः हेतुरस्ति, कार्यत्वादङ्कुरस्येव बीजमिति । વચ્છેદ સુવવું:જીયો: હેતુ:, તમવ નૃત્યપ્તિ ।