________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૦૭ આચરવા છતાં પણ લબ્ધિઓની સિદ્ધિ રૂપ સાધ્યનો તીવ્ર અભિલાષી છે માટે જેમ અત્યન્ત કષ્ટકારી આચરણા પણ આચરે છે. જરા પણ મુંઝાતો નથી, ખેદ પામતો નથી, થાકતો નથી કે કંટાળતો નથી પરંતુ મને અવશ્ય અલ્પકાળમાં જ લબ્ધિઓની સિદ્ધિ થશે એમ હર્ષ પામે છે, કષ્ટ હોવા છતાં સાધ્યની મધુરતાથી આનંદ પામે છે.
એવી જ રીતે પરમાનન્દમય,અને ક્યારેય વ્યય ન પામે તેવા શુદ્ધ-નિર્મળ આત્મતત્ત્વની સિદ્ધિની સાધનાનો અર્થી, આત્માર્થી, મુમુક્ષુ જીવ, આત્મતત્ત્વનાં વિઘાતક એવાં કર્મોનો ક્ષય કરવા માટે તપ-જ્ઞાન-ધ્યાન આદિ કષ્ટકારી અનુષ્ઠાનો આચરવામાં પણ પોતાના આત્માને આનંદિત જ કરે છે. આત્મા આનંદમય જ બને છે. જરા પણ ખેદ-થાક, ભય કે ઉદ્વેગ આ આત્મા કરતો નથી. સાધ્યની સિદ્ધિનું લક્ષ્ય જ આ આત્માને આટલો બધો ઉત્સાહિત કરે છે.
कुतः ? इत्याह-उपेयमधुरत्वतः उपेयस्य-मोक्षस्य निर्मलाव्ययपदस्य यन्मधुरत्वंमाधुर्यं तस्मात्, सिद्धिमाधुर्यरतस्तत्साधनोपायभूतं निष्परिग्रहत्वादि सर्वं हितं जानाति । कथम्भूतानां तपस्विनां ? सदुपायप्रवृत्तानाम् सन्-शोभनः, उपायः-साधनं संवरनिर्जरारूपं, तत्र प्रवृत्तानाम्-उद्यतानाम् । इत्यनेन स्वधर्मसाधने साधूनामानन्दः, न दुःखम् । यस्य साधने कष्टत्वबुद्धिः, स न साधकः । उक्तञ्च षोडशके -
खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः । युक्तानि हि चित्तानि, प्रबन्धतो वर्जयेन्मतिमान् ॥१४/३॥ ॥४॥
દેવાદાર ધન કમાય તો લેણદારને આપવામાં આનંદ માને અથવા લબ્ધિઓ મેળવવાનો અર્થી જીવ પૂર્વસેવામાં કષ્ટ હોય તો પણ આનંદ જ માને એવી રીતે મોક્ષની સાધના કરનારો આત્મા કષ્ટકારી તપ આદિ અનુષ્ઠાન આચરવામાં ઘણો જ આનંદ માને છે તથા તે કાર્ય કરવામાં ઘણો ઉત્સાહ ધરાવે છે. તેનું કારણ શું? કયા કારણે આટલો બધો આનંદિત હોય છે ? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે -
૩પેયમથુરસ્વતિ: ઉપેય એટલે મેળવવા લાયક એવું મોક્ષ પદ અર્થાત્ નિર્મળ, ક્યારેય નાશ ન પામે તેવું અવ્યય, ગુણાત્મક અને અનંત સુખના સ્થાનભૂત એવું જે મોક્ષસ્થાન છે, તેની જે મધુરતા છે. અર્થાત્ તે મોક્ષના સુખની જે મીઠાશ છે તે મીઠાશનો ઘણો જ રસ લાગ્યો છે. તેનાથી કષ્ટકારી તપ-જપ-સાધના અને ધ્યાનાદિ અનુષ્ઠાનોમાં પણ જીવને દુઃખનો અનુભવ થતો નથી પરંતુ આનંદ આનંદ જ થાય છે. સિદ્ધિદશાની મીઠાશમાં રક્ત બનેલા તે મહાત્મા પુરુષ, તેના સાધન રૂપે ઉપાયસ્વરૂપ રહેલા એવા નિષ્પરિગ્રહતાદિ કષ્ટકારી