________________
૬૦૮
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર
મળે, સંપત્તિ એટલે ધન-ધાન્ય, ક્યારેક વિપુલ પણ મળે અને ક્યારેક નિર્ધનતા પણ મળે. આ પ્રમાણે પુણ્ય-પાપ નામના કર્મથી પ્રાપ્ત થનારી પરિસ્થિતિ સદાકાળ વિષમ હોય છે, તરતમતાવાળી હોય છે. ક્યારેય પણ સરખી હોતી નથી માટે જ ઊંટની પીઠ સમાન ઊંચીનીચી છે. ત્યાં મહાત્મા પુરુષોને પ્રીતિ કેમ થાય?
પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે કે –
જાતિ, કુલ, દેહ, વિજ્ઞાન, આયુષ્ય, બલ, ભોગ ઈત્યાદિ ભાવોની ઉત્પત્તિની વિષમતા દેખીને જ્ઞાની પુરુષોને ભવસાગરમાં રતિ-પ્રીતિ કેમ થાય? તેથી જ જ્ઞાની પુરુષો નિર્વેદ સંવેગપરિણામવાળા અને વૈરાગ્યભાવવાળા બને છે.
જ્યારે પુણ્યોદયકાલ ચાલતો હોય ત્યારે ઐશ્વર્યાદિની વૃદ્ધિના અવસર પર દ્રવ્યોના સંયોગકાળે એટલે કે અનેક જાતનાં વિશિષ્ટ પુદ્ગલદ્રવ્યોના અને નોકર-ચાકર, દાસ-દાસી આદિ જેવદ્રવ્યોના સંયોગની ઉત્પત્તિના કાળે “હું એક મહાન રાજા છું” મારા સમાન કોઈ નથી, હું કોઈને પરવશ ન થાઉં, મારે હવે કોઈની શું જરૂર છે? પાંચે ઈન્દ્રિયોનાં સુખો મન ફાવે તેમ હું ભોગવીશ” આવા પ્રકારના માન-માયા-લોભના તથા ભોગની આસક્તિના ભાવો અને તેમાં આડે આવનારા ઉપર ક્રોધના એટલા બધા અશુભ અધ્યવસાયો આ જીવને ઉત્પન્ન થાય છે તેવા પ્રકારના અશુભ અધ્યવસાયોના ભંડાર તુલ્ય એવા આ ભવસાગરમાં યોગી એટલે કે રત્નત્રયીના ત્રણે ગુણો જેનામાં પરિણામ પામ્યા છે એવા મહાત્માને પ્રીતિ ક્યાંથી થાય? જરા પણ પ્રીતિ થતી નથી. પરંતુ આવા મહાત્માને તો સંસારી જીવોની આવા પ્રકારની બીહામણી પરિસ્થિતિ જોઈને તે જીવો ઉપર ભાવથી કરૂણા ઉપજે છે. સંસારમાં પશ્ય-પાપના ઉદયથી ચડતી-પડતી પરિસ્થિતિ આવે છે એક સરખી સમાન સ્થિતિ કોઈની પણ રહેતી નથી. માટે ઊંટની પીઠnલ્ય સંસારની આ પરિસ્થિતિમાં પ્રીતિ કેમ કરાય ? આત્માનું આ સ્વરૂપ નથી. અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
પુણ્યનો ઉદય રતિનું કારણ છે, પાપનો ઉદય અરતિનું કારણ છે. પુણ્યના ઉદય વડે રાગ વધે છે. અને પાપોદય દ્વેષને વધારે છે. આ પુણ્ય-પાપના ઉદય રતિ-અરતિ કરતા હોવાથી મુક્તિમાર્ગની સાધનામાં મહા-વિજ્ઞભૂત છે. વળી સર્વવિરતિ રૂપ ચારિત્રમાં બાધા કરનારા છે. આ કારણથી પુણ્ય-પાપના ઉદય વડે સુખ-દુઃખ હોય તો પણ ત્યાગનો પરિણામ હૃદયની અંદર ઝળહળતો હોવાથી ધીરપુરુષો બન્ને કાલે સમભાવમાં જ હોય છે. પુણ્યોદયમાં રાગી થતા નથી અને પાપોદયમાં દ્વેષી થતા નથી. પોતે કર્મોદયના વિપાકને બરાબર જાણે છે. જા