________________
૮૨૮
જ્ઞાનસાર
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ अन्योन्यपक्षप्रतिपक्षभावात्, यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ॥३०॥
(ચામર સ્નો-૩૦) उदधाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते, प्रविभिन्नासु सरित्स्विवोदधिः ॥१॥
(સિદ્ધસેનીયાવંશત્રિશિવમ ૨૪-૧) | વિવેચન :- આ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયો, વ્યવહાર-નિશ્ચયનય, જ્ઞાન-ક્રિયા નય તથા નૈગમાદિ નયો પરસ્પર સામ સામા જોડાયા છતા પોતપોતાના પક્ષનું જ સ્થાપન કરવામાં અને સામા પક્ષનું ખંડન કરવામાં જ અથડાયા છતા વૈરાયમાણ વૃત્તિવાળા થઈને-વાદીપ્રતિવાદી ભાવવાળા બનીને વિડંબના પામે છે. ત્યારે આ નવો નયપણે રહેતા નથી પણ દુર્નયપણાને પામે છે. જ્યારે બન્ને નયો સામસામે પોતપોતાના પક્ષનો બચાવ કરે છે અને સામા પક્ષનું ખંડન કરે છે ત્યારે જાણે પરસ્પર દુશ્મન હોય તેવા વૈરવૃત્તિવાળા બનીને પોતપોતાના પક્ષનો પણ નાશ કરવા રૂપ વિડંબનાને પામે છે.
આ કારણથી જ સમ્યજ્ઞાનવાળા મુનિ યથાર્થજ્ઞાન પ્રાપ્ત કરવા વડે યથાસ્થાને સર્વનયોના માર્ગને (સર્વ નિયોની વાતને) સાપેક્ષપણે જોડતા છતા સાચા જ્ઞાનમાં મગ્ન બને છે. અર્થાત્ સાચું જ્ઞાન પામે છે. આ મુનિ કેવા છે? સમભાવની વૃત્તિના સુખનું આસ્વાદન કરવાના સ્વભાવવાળા છે એટલે કે મને આ ઈષ્ટ છે અને મને આ અનિષ્ટ છે એવી ઈષ્ટાનિષ્ટની કલ્પના વિના બને નયોની વાત સાંભળીને તટસ્થભાવ રાખવા પૂર્વક બન્નેનું યથાસ્થાને યુજન કરવા પૂર્વક સુખનો આસ્વાદ માણનારા આ મુનિ સર્વ નયોનો આશ્રય કરે છે. (સર્વ નો સ્વીકારે છે).
દ્રવ્યથી આત્માને નિત્ય પણ માને છે અને પર્યાયથી આત્માને અનિત્ય પણ માને છે. વ્યવહારનયથી સાધનની આવશ્યકતા પણ સ્વીકારે છે અને નિશ્ચયનયથી સાધ્યની આવશ્યકતા પણ સ્વીકારે છે ક્રિયાનયથી સાધ્યની ઉત્પાદક ક્રિયા પણ હોવી જરૂરી માને છે અને જ્ઞાનનયથી સાધ્યની પ્રાપ્તિનું જ્ઞાન હોવું પણ જરૂરી માને છે આમ સર્વે પણ નયોની યથાસ્થાને આવશ્યકતા સ્વીકારે છે જેથી લઢવાડ બંધ થઈ જાય છે અને પરસ્પર . સમત્વ પ્રાપ્ત થાય છે.
ઉપરની ચર્ચા યુક્તિયુક્ત છે તે માટે તેના અનુસંધાનમાં કેટલાક સાક્ષીપાઠો ટીકાકારશ્રી દેવચંદ્રજી મ.શ્રી આપે છે.