________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક-૨૪
૬૭૫
શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે સાધુ સામાચારી પાલનારા, સ્વચ્છંદતાનો ત્યાગ કરનારા, નિરહંકારી એવા મહાયોગી પુરુષો પરમપદને પામે છે.
(૨) શાસ્ત્રજ્ઞ: = સ્યાદ્વાદમય જે જૈનાગમ-શાસ્ત્રો છે તેને સારી રીતે જાણનારા, દ્રવ્યાર્થિકનયથી સર્વે દ્રવ્યો નિત્ય છે અને પર્યાયાર્થિકનયથી સર્વે દ્રવ્યો અનિત્ય છે. વ્યવહારનયથી આત્મા મલીન છે માટે મલીનતા દૂર કરવા ધર્મની જરૂર છે. નિશ્ચયનયથી આત્મા સિદ્ઘપરમાત્માની તુલ્ય શુદ્ધ છે તે શુદ્ધતા મેળવવા માટે ધર્મની જરૂર છે. આમ સાપેક્ષતાપૂર્વક સર્વ બાબતોનો સમન્વય કરનારાં એવાં જૈનાગમોનો જે યથાર્થ અભ્યાસ કરે છે તે મુનીશ્વર પુરુષો પરમપદને પ્રાપ્ત કરે છે.
(૩) પુન: શાસ્રવેશ: = જૈન આગમોના યથાર્થ અર્થ જાણીને યથાર્થ ઉપદેશ કરનારા એટલે કે સંસારી જીવો પરમાત્માના આગમશાસ્રોને જાણે, સમજે અને માર્ગે આવે એવી ભાવ કરુણા કરવાપૂર્વક શાસ્ત્રોનો ઉપદેશ આપનારા મહાયોગી પુરુષો પરમપદને પામે છે. વળી તે યોગી કેવા છે ?
(૪) શાસ્ત્રવત્ = આગમોના રહસ્યને (ઊંડા-સૂક્ષ્મ અર્થોને) જાણનારી એક એટલે અદ્વિતીય, અનુપમ એવી દૃષ્ટિ છે જેની તે મહાત્મા, અર્થાત્ નિરંતર આગમોના જ ઊંડા ઊંડા સૂક્ષ્મ સૂક્ષ્મ અર્થોને જાણવામાં-પ્રકાશવામાં-લખવામાં અને લખાવવામાં જ જેની દૃષ્ટિ લાગેલી છે, ચોંટેલી છે. અન્ય મોહભાવમાં જેની દૃષ્ટિ ક્યાંય જતી નથી. ક્યારેય મોહની માત્રામાં જે લપેટાતા નથી તે મહાયોગી પરમપદને પામે છે. આ પ્રમાણે ૧ શાસ્ત્રમાં કહેલા આચારને પાલનારા, ૨ શાસ્ત્રના જાણકાર, ૩ શાસ્ત્રના ઉપદેશક અને ૪ શાસ્ત્રમાં જ સ્થિર એક દૃષ્ટિવાળા મહાત્મા પુરુષો તુરત પરમપદને પામે છે.
अतः सर्वादरेण जैनागमाभ्यासः करणीयः । येन तत्त्वाप्तिः । ज्ञानी सिद्धिसाधकः, अत एव निर्ग्रन्थाः वाचयन्ति प्रवचनम् प्रयच्छयन्ति रहस्यम्, परिवर्तयन्ति सूत्रालापकान्, अनुप्रेक्षयन्ति भावनया तदर्थम्, तन्मयीभवन्ति आगमतत्त्वेषु, मग्नाश्चानन्दयन्ति स्वात्मानम्, तल्लाभलीलालालितचेतसः कुर्वन्ति धर्मकथाम्, अनुमोदयन्ति च महासूरिनिवहम्, अत एव योगोपधानक्रियामारचयन्ति, वसन्ति यावज्जीवं गुरुकुले शास्त्रावबोधप्रवीणतामिच्छन्तः ॥८॥
॥ इति व्याख्यातं शास्त्राष्टकम् ॥
શાસ્ત્રનો ઉપરોક્ત મહિમા જાણીને બહુ જ આદરપૂર્વક હૈયાના ભાવપૂર્વક હૃદયથી પૂજ્યભાવ રાખીને સર્વ પ્રયત્નપૂર્વક શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. જેનાથી સાચા તત્ત્વની