________________
૮૭૦
જ્ઞાનસાર
જ્ઞાનસારની ગરિમા ___ज्ञानाद्वैतनये ज्ञानमेवात्मा, ज्ञानमेव साध्यम्, ज्ञाननिरावरणता सिद्धिः । एवं दृष्टिः देया, किमर्थम् ? तद्योगसिद्धये-ज्ञानयोगस्य सिद्ध्यर्थं-निष्पत्त्यर्थम् । अतो ज्ञानपूर्विका क्रिया हिता । तेन ज्ञाने स्पर्शाख्ये महानभ्यासो विधेयः, इति रहस्यम् । ज्ञानत्यागे न सिद्धिः, सर्वत्र साधने ज्ञानमेव प्रधानमिति ज्ञानसारस्यार्थितया भवितव्यम्
વિવેચન :- સંપૂર્ણ વિરતિ તે ચારિત્ર કહેવાય છે. પરભાવ દશાથી સંપૂર્ણપણે વિરામ પામવો, એટલે કે સ્વભાવદશામાં જ રમણતા કરવી તેનું નામ ચારિત્ર છે. સ્વભાવનું આચરવું તે જ ચારિત્ર છે. હવે સ્વભાવ શું છે ? જ્ઞાનદશા, તેથી જ્ઞાનનો જ અત્યન્ત ઉત્કર્ષજ્ઞાનસ્વભાવમાં રમવું તેનું જ નામ ચારિત્ર છે આવો અર્થ નિશ્ચિત થાય છે.
જ્ઞાનની જે ઉત્કૃષ્ટ અવસ્થા તે જ ચારિત્ર જાણવું, જ્ઞાનની અંદર એકાકાર થવું, જ્ઞાનદશામાં લયલીન થવું તે જ ચારિત્ર જાણવું.
“આત્મા” કોને કહેવાય ? આવો જ્યારે પ્રશ્ન આવે અને તેના ઉત્તરમાં જ્યારે આત્માની મૂલથી વ્યાખ્યા કરવામાં આવે ત્યારે “જ્ઞાન અને દર્શન એમ બે ગુણવાળાપણું" એ આત્માનું લક્ષણ છે. તત્ત્વાર્થસૂત્ર અધ્યાય બીજામાં “પયોો નક્ષપામ્ ૨-૮, વિઘોષ્ટતુર્ખઃ ૨-૧” આ બને સૂત્રોમાં ઉપયોગ એ જીવનું લક્ષણ કહ્યું છે અને તે ઉપયોગ જ્ઞાન તથા દર્શન એમ બે પ્રકારે છે. એથી જ જ્ઞાન-દર્શન એમ બે ગુણવાળાપણું એ જીવનું લક્ષણ છે. એમ શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં પણ શ્રી જિનભદ્રગણિજીએ કહ્યું છે. ઉવવાઈ નામના પ્રથમ ઉપાંગમાં પણ “અશરીરી એવા મુક્તિગત જીવો દર્શન અને જ્ઞાન એમ ઉપયોગથી ઉપયુક્ત હોય છે” આમ જ કહ્યું છે.
તત્ત્વાર્થસૂત્ર, શ્રી વિશેષાવશ્યક ભાષ્ય અને શ્રી ઉવવાઈ સૂત્ર ઈત્યાદિ પાઠો જોતાં જ્ઞાન-દર્શન એમ બે જ ગુણો જીવના કહેવાયા છે. ચારિત્ર ગુણ કહેવાયો નથી. તેથી આ બને ગુણોમાં સ્થિર થઈ જવું એ જ ચારિત્ર જાણવું, પણ શુભયોગાત્મક જે ક્રિયા છે તે ચારિત્ર નથી. જ્ઞાનનો જે આનંદ તે જ પારમાર્થિક સુખ ગુણ પણ જાણવો. જ્ઞાનનો પ્રકૃષ્ટ રૂપે જે અવબોધ તે જ સુખગુણ છે આમ ભાષ્યમાં પણ કહ્યું છે. કારણ કે પડિલેહણ કરવું, દેવવંદન કરવું, વિહાર કરવો, વાચના લેવી-દેવી, લોચ કરવો ઈત્યાદિ કાયિકાદિ સંબંધી જે શુભ ક્રિયા છે, તે તો શુભયોગ છે એ ચારિત્ર નથી. ચારિત્ર એ તો આત્માનો ગુણ છે આ કાયિકાદિ ક્રિયા તો શુભયોગ હોવાથી શુભઆશ્રવ છે માટે તે ચારિત્ર નથી, પરંતુ તે ક્રિયાઓ દ્વારા જેટલી જેટલી બાહ્યભાવની વિરતિ થાય છે અને સ્વભાવ-દશામાં રમણતા થાય છે તે