________________
જ્ઞાનમંજરી
૩૨ અષ્ટકોનો ઉપસંહાર
ગાથાર્થ :- જે આત્મા નિષ્પરિગ્રહી બને છે તે જ આત્મા નિર્મળ-શુદ્ધ આત્મતત્ત્વના અનુભવવાળો બને છે યોગી બને છે. કર્મોને બાળવા રૂપ નિયાગ કરનારો બને છે ભાવપૂજા વાળો, ધ્યાનવાળો અને સર્વનયોના આશ્રય સ્વરૂપ બને છે. II૪॥
૮૫૫
ટીકા :- ‘“શુદ્ધેતિ’’ યો નિશ્રિઃ, સ વ શુદ્ધાત્મ-તત્ત્વાનુમવવાનું મતિ । तेनानुभवाष्टकम् । यः स्वरूपानुभवी स एव योगी - योगध्यानमयः । यः योगी स एव निश्चयेन कर्मयागकर्ता तत्प्ररूपकाष्टकद्वयम् । (योगाष्टकं नियागाष्टकञ्च ) । स एव भावार्चा - भावपूजा तथा ध्यानं ध्येयैकत्वं तदेव तप:, तेषां भूमिः - स्थानं भवति । एतत्स्वरूपनिरूपकमष्टकत्रयम् । ( भावपूजाष्टकं ध्यानाष्टकं तपोऽष्टकञ्च ) । ततः सर्वनयाश्रयणं-सम्यग्ज्ञानं तत्प्ररूपकं द्वात्रिंशत्तममष्टकम् ।
--
વિવેચન :- જે નિષ્પરિગ્રહી બને છે, સંસારીભાવોની મમતાને છોડનારો બને છે, તે જ આત્મા શુદ્ધ એવા આત્મતત્ત્વના અનુભવવાળો બને છે. તેથી છવીશમું અનુભવાષ્ટક કહેલ છે, જે આત્મા આત્મસ્વરૂપનો અનુભવી બને છે તે જ આત્મા યોગી થાય છે, યોગદશા ઉપર આરૂઢ થઈ શકે છે માટે સત્તાવીશમું યોગાષ્ટક કહેલ છે. જે યોગી બને છે તે જ આત્મા નિશ્ચયથી કર્મોને બાળીને ખાખ કરવા રૂપ કર્મયાગ કરનાર થાય છે તેથી અઠ્ઠાવીશમું કર્મયાગાષ્ટક સમજાવેલ છે. જે આત્મા કર્મોને બાળી નાખવા સ્વરૂપ નિયાગ કરનાર થાય છે તે જ આત્મા ભાવપૂજાને અને ધ્યાનને કરનાર થાય છે. ધ્યાન એટલે ધ્યેયની સાથે એકાકારતા, આવું ધ્યાન કરનારો આત્મા જ બાહ્ય અને અભ્યન્તર એવો જે તપ છે તે તપને આચરનાર બને છે. અર્થાત્ તપની ભૂમિ-તપનું સ્થાન-તપસ્વી બને છે તે માટે તે ભાવપૂજા, ધ્યાન અને તપના સ્વરૂપનું નિરૂપણ કરનારાં ત્રણ અષ્ટક કહ્યાં છે. ઓગણત્રીશમું ભાવપૂજાષ્ટક, ત્રીશમું ધ્યાનાષ્ટક અને એકત્રીશમું તપોષ્ટક કહેલ છે.
ત્યારબાદ સર્વે પણ નયોનો સ્વીકાર કરવા રૂપ સમ્યજ્ઞાનાત્મક બત્રીશમું અષ્ટક સર્વનયાશ્રયણ કહેલ છે સર્વોપરિ એવું આ બત્રીસમું અષ્ટક યથાસ્થાને સર્વે પણ નયોનો સ્વીકાર કરવાનું જણાવે છે. કોઈપણ બાજુનો પક્ષપાત કર્યા વિના અને કોઈપણ નયનો ત્યાગ કર્યા વિના યથાસ્થાને ઉપકાર થાય તે રીતે તે તે નયોનો સમન્વય કરીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું આ જ સંસાર તરવાનો સાચો ઉપાય છે આવું સમ્યજ્ઞાન જ ભવોધિનો પાર પમાડનાર થાય છે. તેથી આ બત્રીશમું અષ્ટક કહીને આ ગ્રંથ સમાપ્ત કરેલ છે.