________________
७७४ ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર જિનાલયમાંથી નીકળતાં ઘંટ વગાડવાનો વ્યવહાર છે. પોતે ઘણા જ ભાવોલ્લાસથી શરૂ કરેલી આ દ્રવ્યપૂજા નિર્વિદને પૂર્ણ થઈ છે. તજન્ય હર્ષ અમાપ છે. તે હર્ષના નિમિત્તે (જેમ લગ્નાદિ પ્રસંગે હર્ષ વિશેષ હોવાથી વાજાં વગાડવામાં આવે છે તેમ) અહીં ઘંટ વગાડવામાં આવે છે. એ જ ન્યાયે ભાવપૂજાવિધિમાં જે જે દ્રવ્ય, જે જે ગુણ-પર્યાયવાળું છે તે તે દ્રવ્યને તે તે ગુણ-પર્યાયવાળું જગતના જીવોને સમજાવતા એવા તને અર્થાત્ યથાર્થ ધર્મદેશના આપતા એવા તને મહોદય એટલે મોક્ષની પ્રાપ્તિ કર-કોડમાં જ છે અર્થાતુ હથેળીમાં જ છે. હવે વાર લાગતી નથી.
શું કરતા એવા તને મોક્ષપ્રાપ્તિ હથેળીમાં છે ? તેનો ઉત્તર ત્રણ વિશેષણોથી આપે છે (૧) ઉન્નનિ = ઉલ્લાસવાળું છે મન જેનું એવા તને મોક્ષપ્રાપ્તિ હથેળીમાં છે. આ ભાવપૂજામાં જોડાયેલો એવો તું સાચું તત્ત્વ જાણનાર બનવાથી યથાર્થ-જ્ઞાનપ્રાપ્તિથી અને તેની દુર્લભતા સમજાવાથી તારું મન-હૃદય હર્ષથી નાચી ઉઠે છે. એટલો બધો અમાપ હર્ષ છે કે આવું ભાવતન્ત મને ક્યારેય મળ્યું નથી.
(૨) બીજું વિશેષણ એ છે કે સત્પર્યાયરૂપ = જે દ્રવ્ય જેવા ગુણ-પર્યાયવાળું છે તે દ્રવ્યને બરાબર તેવું જ જાણવું અને તેવું જ કહેવું યથાર્થ જ પ્રરૂપણા કરવી એ રૂપી સત્યની ઘંટા વગાડતા એવા તને મહોદય હાથમાં જ છે. જેમ ઘંટ વગાડીને શબ્દનો વિસ્તાર કરાયા છે. તેમ યથાર્થ ધર્મદેશના આપવા રૂપી શબ્દને કરતા એવા તને મહોદય હથેળીમાં જ છે.
(૩) ઉપર સમજાવેલી ભાવપૂજામાં રક્ત બનેલા એવા તને મહોદય હથેળીમાં જ છે.
આ પ્રમાણે આત્મતત્ત્વની પ્રાપ્તિના હર્ષ સાથે મનથી અત્યન્ત ઉલ્લાસયુક્ત સત્ય દેશનાની (અથવા સત્ય જીવન જીવવાની) ઘંટાને વગાડતા છતા તારા આત્મામાં પૂર્વે જણાવેલી ભાવપૂજાવિધિ કરવા દ્વારા પોતાના આત્મામાં અનંત અનંત ગુણોની જે અનંત અનંત શક્તિઓ તિરોભૂત રૂપે પડેલી છે. તેનો આવિર્ભાવ થવા રૂપ - પ્રગટ થવા રૂપ મોક્ષ તુરત થાય છે. તેથી તારો મોક્ષ તારી હથેળીમાં જ છે. આમ કહેવાય છે. છા
द्रव्यपूजोचिताभेदोपासना गृहमेधिनाम् । भावपूजा तु साधूनामभेदोपासनात्मिका ॥८॥
ગાથાર્થ :- આ પ્રમાણે ભેદ ઉપાસના રૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થોને ઉચિત છે અને અભેદ ઉપાસના રૂપ ભાવપૂજા સાધુ-મહાત્માઓને ઉચિત છે. ટી.