________________
જ્ઞાનસાર
૭૨૮
યોગાષ્ટક - ૨૭ જ્યારે જયારે ચૈત્યવંદન-દેવવંદન, અરિહંત પરમાત્માનાં દર્શન, વંદન અને પૂજન - અર્ચન આદિ કાર્ય આ જીવ કરતો હોય ત્યારે ત્યારે અર્થયોગનું અને આલંબનયોગનું નિરંતર સ્મરણ કરવું તે મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે છે. જો આ બને યોગનું તે કાલે સ્મરણ ચાલતું રહે તો મન અર્થ-ચિંતનમાં અને અરિહંત-પરમાત્માના સ્વરૂપના ચિંતનમાં હોવાથી અન્યત્ર વિભાવદશામાં ક્યાંય જાય નહીં અને મોહાત્મક પરિણામો આવે નહીં તથા અર્થબોધપૂર્વક ચૈત્યવંદનાદિ કરવાથી ભાવનો ઉલ્લાસ પણ વધે, પરિણામની ધારા નિર્મળ બને.
ચૈત્યવંદન અને કાયોત્સર્ગાદિ ક્રિયાકાલે યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા સાચવવાપૂર્વક શરીરનું જે અવસ્થાન (શરીરને ઉપરોક્ત મુદ્રાપૂર્વકનું રાખવું) તથા પદ્માસન, પર્યકાસન આદિ આસનો અને મુદ્રા આદિ સાચવવાં તે સ્થાનયોગ જાણવો. બે હાથ જોડવા, આંગળીઓ પરસ્પર આંતરામાં ભરાવવી, જમણા હાથની પહેલી આંગળી ઉપર રાખી પરસ્પર આંગળીઓ ગોઠવવી, પેટ ઉપર કોણીનો ભાગ રાખવો તે યોગમુદ્રા કહેવાય છે. ચૈત્યવંદન, નમુત્થણ વગેરે સૂત્રો બોલતાં યોગમુદ્રા સાચવવી જોઈએ.
ઉભા થઈને કાયોત્સર્ગાદિ જે જે ક્રિયા કરવાની છે તેમાં બે પગની વચ્ચે અંગુઠા પાસે ચાર આંગળનું અંતર રાખવું અને બન્ને પગના પાછલા ભાગમાં ચાર આંગળથી કંઈક ન્યૂન અંતર રાખવું તેને જિનમુદ્રા કહેવાય છે. જે મુદ્રા પગમાં સાચવવાની હોય છે અને કાયોત્સર્ગાદિ કાલે કરાય છે અરિહંત ચેઈયાણ, અન્નત્ય વગેરે સૂત્રો બોલતાં આ મુદ્રા સાચવવાની હોય છે. તથા બન્ને હાથો અંદરથી પોલા રાખીને પરસ્પર જોડવા, આંગળીઓ બને હાથની સામસામી રાખવી અને તે બન્ને હાથને કપાળે લગાવવા તે મુક્તાશુક્તિ મુદ્રા કહેવાય છે. આ મુદ્રા “જાવંતિ ચેઈયાઈ, જાંવત કેવિ સાહૂ અને જયવીયરાયસૂત્ર બોલતાં રાખવાની હોય છે” આ સઘળો સ્થાનયોગ જાણવો.
તથા વર્ગો એટલે અક્ષરો (સ્વરો અને વ્યંજનો) બોલવા, તે સ્વરો અને વ્યંજનોના ઉચ્ચારણકાલે બરાબર શુદ્ધિ જાળવવી તે વર્ણયોગ કહેવાય છે. આમ તે બે યોગ (સ્થાનયોગ અને વર્ણયોગ) સાચવવામાં પ્રયત્ન વિશેષ કરવો. સાવધાની રાખવી, યોગો સાચવવા પૂર્વક ધર્મક્રિયા કરવી તે આત્માર્થી જીવના કલ્યાણ માટે જ છે. શ્રી આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે -
જે જે વ્યવિદ્ધ (વાદ્ધ) એટલે સૂત્રના પાઠોને આડા-અવળા બોલ્યો હોઉં, વ્યત્યાદિત (વધ્યાત્નિ) એટલે કે એક પાઠને બે-ત્રણવાર બોલ્યો હોઉં, હીપાવવુર = ન્યૂન અક્ષરો બોલ્યો હોઉં, મધ્યસ્થ = અધિક અક્ષરો બોલ્યો હોઉં, પથદીપ = પાઠમાંના કોઈ કોઈ પદો કાઢી નાખીને પાઠ બોલ્યો હોઉં, વિયહી = વિનય રહિતપણે સૂત્રપાઠ