________________
૭૩૨ યોગાષ્ટક - ૨૭
જ્ઞાનસાર રૂપ અને અરૂપીના આલંબનથી સાધક આત્મામાં આત્મતત્ત્વની સિદ્ધિ થાય છે તે વિષયનો ભાવાર્થ આ પ્રમાણે છે -
આ આત્મા અનાદિકાલથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા રૂપી પુલસ્કંધનું આલંબન લેવાના ભાવે પરિણામ પામેલો છે. કોઈપણ પુદ્ગલદ્રવ્યનું રૂપ જોઈને અંજાઈ જાય છે. મીઠાશાદિ મધુરરસ જોઈને ભોગવવાની વૃત્તિવાળો થઈ જાય છે. મુલાયમ આદિ સ્પર્શની વૃત્તિ પણ થઈ જાય છે. આમ પૌગલિક પદાર્થોમાં જ રચ્યા-પચ્યો રહે છે. પૌદ્ગલિક પદાર્થો ઈન્દ્રિયજન્ય સુખના હેતુ હોવાથી આ જીવ રૂપી પદાર્થોનું જ આલંબન લેવાના પરિણામને પામેલો છે. તે જીવ એકદમ અતીન્દ્રિય અમૂર્ત આનંદના સમૂહ રૂપ એવા આત્મતત્ત્વના શુદ્ધ સ્વરૂપનું આલંબન લેનારો પ્રથમથી જ કેવી રીતે બને? મૂર્તપદાર્થોના રાગમાં ડુબેલો આ આત્મા અમૂર્ત એવા આત્મસ્વરૂપનો રાગી એકદમ કેમ બની શકે ? અર્થાતુ ન બની શકે. તે માટે રૂપીદ્રવ્યનું આલંબન લેવાને ટેવાયેલા આ જીવને પ્રારંભમાં રૂપી દ્રવ્યના જ આલંબનવાળો રખાય છે. માત્ર વિષય બદલાવીને તેને માર્ગ તરફ લવાય છે. અશુભ રૂપી દ્રવ્યના આલંબનવાળો હતો તેને બદલે હવે શુભ રૂપી દ્રવ્યના આલંબનવાળો કરાય છે. પણ રૂપી દ્રવ્યનું આલંબન ચાલુ રખાય છે. તેનો ત્યાગ હમણાં કરાવાતો નથી માત્ર વિષય જ બદલાવાય છે.
એટલે કે અશુભ રૂપી દ્રવ્યને છોડીને શુભ રૂપી દ્રવ્યના આલંબનવાળો કરાય છે. ચોત્રીસ અતિશયથી યુક્ત એવી વીતરાગ પરમાત્માની મુદ્રાદિ પરમ મૂર્ત દ્રવ્યના આલંબનવાળો બનાવીને વિષય અને કષાયોની વૃદ્ધિ કરે એવાં સ્ત્રી, ધન, ઘર, અલંકારાદિના આલંબનનો ત્યાગ કરાવાય છે. જીવની આ પ્રથમ પરાવૃત્તિ થાય છે. (પ્રથમ બદલો કહેવાય છે). જેમ સ્લેટમાં રહેલા મણકાથી સરવાળા આદિ કરનારા બાળકને મણકાનું આલંબન છોડાવીને આંગળીના વેઢાથી સરવાળા આદિ કરતો થાય એમ ભણાવાય છે. મણકા ઉપરથી વેઢા ઉપર ચઢાવાય છે તેમ મોહજનક મૂર્ત પદાર્થો ઉપરથી મોહનાશક એવા મૂર્ત પદાર્થના આલંબન ઉપર આ જીવને ચઢાવાય છે. આ પ્રથમ પરાવૃત્તિ છે.
ત્યારબાદ વેઢાથી સરવાળા આદિ ગણવાને ટેવાયેલા જીવને મોઢે મોઢે જ સરવાળા આદિ ગણતાં શીખવાડાય છે અને વેઢાનું આલંબન પણ તનાવી દેવાય છે. તેમ તે જ જીવને કાલાન્તરે મનમાં આવા વિચારોવાળો કરાય છે કે ચોત્રીસ અતિશયાદિ સ્વરૂપ પરમાત્માનું જે મૂર્તરૂપ છે તે વાસ્તવિકપણે આલંબનીય નથી. કારણ કે પરમાત્માનું આ સ્વરૂપ તો મૂર્ત છે. ઔદાયિકભાવનું છે. વાસ્તવિકપણે પરમાત્માનું તે સ્વરૂપ નથી. માટે મારે આલંબનીય નથી, કારણ કે હું અમૂર્ત છું, મારો આત્મા અમૂર્ત છે. મારે અમૂર્તભાવના રસિક થવું