________________
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭
૭૩૧
પરંતુ જે સાધક આત્મા પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપના જ આનંદની પ્રાપ્તિનો પિપાસુ બન્યો છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની જ સાધના કરવા માટે વીતરાગતા-સર્વજ્ઞતાસર્વદર્શિતા ઈત્યાદિ અનેક ગુણસમૂહો વડે પૂર્ણ ભરેલા જિનેશ્વર પરમાત્માને પ્રથમ આધાર રૂપે આલંબનપણે સ્વીકારે છે અને આવા પ્રકારના શ્રેષ્ઠ ભાવથી (વિષય અને ઐશ્વર્યાદિ રૂપ સંસાર-સુખની ભાવના વિના) તીર્થંકર પરમાત્માની મુદ્રાદિનું આલંબન સ્વીકારે છે. પિંડસ્થ -પદસ્થ ભાવના ભાવે છે તે રૂપી આલંબન કહેવાય છે. તીર્થંકર પરમાત્માની પુણ્યાઈજન્ય બાહ્ય-વિભૂતિનું પણ આત્મસ્વરૂપની સાધનાનું નિમિત્ત બને તે રીતે જો શુદ્ધબુદ્ધિથી આલંબન લે છે ત્યારે તે જીવરૂપી આલંબનવાળો કહેવાય છે.
તે જ જીવ જ્યારે અરિહંત અને સિદ્ધપરમાત્માના સ્વરૂપાત્મક એવા જ્ઞાન-દર્શન અને ચારિત્ર આદિ અનંત અનંત ગુણ-પર્યાયોથી વિશુદ્ધ એવા શુદ્ધ અધ્યાત્મ ધર્મનું આલંબન લે છે. ત્યારે તે જીવ અરૂપીના આલંબનવાળો કહેવાય છે. સારાંશ કે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની સાધના માટે તીર્થંકર પરમાત્માના બાહ્યસ્વરૂપનું આલંબન આ આત્મા જ્યારે લે છે ત્યારે તે રૂપીના આલંબનવાળો કહેવાય છે અને તીર્થંકર પરમાત્મામાં રહેલા અનંત ગુણ-પર્યાય સ્વરૂપ અધ્યાત્મ-ધર્મનું જ્યારે આલંબન લે છે ત્યારે તે અરૂપી આલંબનવાળો કહેવાય છે.
સારાંશ કે તીર્થંકર પરમાત્માના ઔયિકભાવનું જે આલંબન તે રૂપી આલંબન અને પરમાત્માના ક્ષાયિક ભાવના ગુણોનું જે આલંબન તે અરૂપી આલંબન જાણવું.
तत्र भाव्यते-अनादितः जीवः मूर्तपुद्गलस्कन्धावलम्बनपरिणतः कथं प्रथमत एवामूर्तानन्दरूपं स्वरूपमवलम्बते ? अत: अतिशयोपेतवीतरागमुद्रादिकं परं मूर्तं चालम्ब्य विषयकषायवृद्धिकरं स्त्रीधनाद्यवलम्बनं त्यजति इत्येका परावृत्तिः ।
पुनः स एव अतिशयादिरूपमूर्तं नालम्बनीयमहं तु अमूर्त:, मूर्तभावरसिकत्वं नोपयुज्यते । यद्यपि अर्हतः सम्बन्धं, तथापि औदयिकं नालम्बनीयम् । मम तु गुणालम्बनमुत्तममिति, गुणावलम्बनी मूर्तान् भावान् न रसिकत्वेन गृह्णाति, सापेक्षः परत्वेन पश्यति, द्वितीया परावृत्तिः ।
एवममूर्तात्मगुणरसिको भवति । तेन परमेष्ठिस्वरूपं कारणेनावधार्य स्वकीयासङ्ख्यप्रदेशव्याप्यव्यापकभावावच्छिन्नद्रव्यास्तिकपर्यायास्तिकानन्तस्वभावममलामूर्तानन्दमयं ध्येयत्वेनावलम्बते इति तृतीया परावृत्तिः । इति साधनपद्धतिः ।