________________
જ્ઞાનમંજરી
શાસ્રાષ્ટક-૨૪
૬૬૯
શાસ્ત્ર કહ્યું અને ગણધર ભગવંતોએ સૂત્રરૂપે શાસ્ત્ર રચ્યું અને ત્યાર પછીના તમામ આચાર્યાદિએ તે સૂત્રોનું પઠન-પાઠન કરતાં કરતાં આપણા સુધી તે સૂત્ર લાવ્યું. તેથી તીર્થંકર પ્રભુથી માંડીને તમામ આચાર્યાદિ-સાધુસંત મહાપુરુષો આપણા સુધી શાસ્ત્ર લાવવામાં ઉપકારી છે. તેથી જેઓએ શાસ્ત્રને પ્રધાન કર્યું તેઓએ પોતાના હિતને ઈછ્યું કહેવાય અને પૂર્વના સર્વ પુરુષો પ્રત્યે હૃદયથી ઘણું જ બહુમાન કર્યું કહેવાય.
આ કારણથી જે જે પુરુષ આગમ ઉપર આદરભાવવાળા બને છે તે તે પુરુષ અવશ્ય અરિહંત પરમાત્મા, મુનિમહારાજા અને ચતુર્વિધ સંઘ ઉપર પણ આદરભાવવાળા બને છે. ૪૫
अदृष्टार्थेऽनुधावन्तः, शास्त्रदीपं विना जडा: । प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे ॥ ५ ॥
ગાથાર્થ :- અદૃષ્ટ (પરોક્ષ–અતીન્દ્રિય) એવા પદાર્થોને વિષે શાસ્રરૂપી દીપક ગ્રહણ કર્યા વિના જે જે મૂર્ખ માનવો ચાલે છે તે તે પુરુષો ડગલે ને પગલે (વારંવાર) પરમ ખેદને પામે છે. (સ્ખલના પામે છે) II
ટીકા - "अदृष्टेति" जडा:- मूर्खाः, शास्त्रदीपं विना आगमप्रकाशं विना अदृष्टे - अनुपलब्धे अर्थे- कार्ये संवरनिर्जरामोक्षाभिधाने अनुधावन्तः पदे पदे प्रस्खलन्तः स्खलनां प्राप्नुवन्तः परं प्रकृष्टं खेदं क्लेशं प्राप्नुवन्ति - लभन्ते । अज्ञातशुद्धमार्गाःअनेकोपायप्रवृत्ता अपि स्खलनां लभन्ते इति ॥५॥
વિવેચન :- જે વસ્તુ ઈન્દ્રિયોથી ગોચર નથી પરોક્ષ છે અતીન્દ્રિય છે તેને સમજવા માટે શાસ્ત્રનો (સર્વજ્ઞપુરુષનો અને તેમના વચનનો) આધાર લેવો તે અત્યન્ત આવશ્યક છે. તેના આધારે જ અતીન્દ્રિય વસ્તુ સમજાય છે. તેને બદલે જે જે પુરુષો શાસ્રરૂપી દીપકને ધારણ કર્યા વિના તેનો અભ્યાસ કર્યા વિના, તેનો આધાર લીધા વિના અદૃષ્ટ પદાર્થોને વિષે પોતાની બુદ્ધિથી મનમાન્યા વિકલ્પો કરવારૂપી ઘોડા દોડાવે છે તે પુરુષો જડ છે, મૂર્ખ છે, અજ્ઞાની છે અને મનમાની કલ્પનાઓ કરવામાં ડગલે-પગલે સ્ખલના પામે છે, ખોટા ઠરે છે, બંધાઈ જાય છે. યથાર્થ ઉત્તર આપી શકતા નથી અને તેથી યથાર્થ ફળ પ્રાપ્ત કરી શકતા નથી.
અતીન્દ્રિય પદાર્થો ઘણા છે. આત્મા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, મોક્ષ, નિગોદના જીવો, સંવર, નિર્જરા, કર્મ, પરભવ. પૂર્વભવ ઈત્યાદિ હોવા છતાં તેમાંથી આત્માનું