________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
વિવેચન :- હે ભવ્ય જીવ ! તું આવી ભાવપૂજા કર. પરમાત્માના પ્રતિબિંબ ઉપર જેમ પુષ્પની માલા સ્થાપન કરાય છે. અંગરચનાના કાલે ઉપર-નીચેનાં વસ્ત્રો મુકાય છે. તથા મુગટ અને હાર વગેરે આભરણો પહેરાવાય છે. (રાજ્યાવસ્થાનું સ્વરૂપ જણાવવા માટે અંગ રચના છે). તેની જેમ ભાવપૂજાના પ્રસંગે ક્ષમા, શ્રાવકધર્મ-સાધુધર્મ અને ધ્યાન ઈત્યાદિ ગુણોને જીવનમાં લાવવા દ્વારા હે ઉત્તમ જીવ ! તું તારા આત્મા રૂપ પરમાત્માની ભાવપૂજા કર.
6×6
तदङ्गे = પરમાત્માના અંગ ઉપર જેમ પુષ્પની માળા મુકાય છે તેમ પોતાના આત્માના સ્વરૂપાત્મક અંગ ઉપર ક્ષમાગુણને ધારણ કર. ક્ષમાગુણ રૂપી પુષ્પમાલાને પોતાના જીવન રૂપી અંગમાં લાવ. અહીં ક્રોધની ઉપશાન્તિ રૂપ વચનક્ષમા અને ધર્મક્ષમા એમ બે પ્રકારની ક્ષમા જાણવી. પરમાત્માનું વચન, છે આદેશ છે કે ક્ષમા રાખવી તે વચનક્ષમા અને ક્ષમા રાખવી તે આત્માનો ધર્મ છે. આમ સમજીને ક્ષમા રાખવી તે ધર્મક્ષમા.
તથા શ્રાવકધર્મ અને સાધુધર્મ (દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મ) અથવા શ્રુતધર્મ અને ચારિત્રધર્મ એમ બે પ્રકારનો ધર્મ જીવનમાં લાવવા રૂપી ઉજ્જ્વળ બે વસ્ત્રો પરમાત્માની મૂર્તિ ઉપર સ્થાપન કર. જેમ અંગરચનામાં બે વસ્રો મૂર્તિ ઉપર સ્થાપિત કરાય છે તેમ પોતાના આત્મજીવનમાં ઉપરોક્ત બન્ને પ્રકારના ધર્મો તું પ્રાપ્ત કર.
વળી ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ બે પ્રકારનાં ધ્યાનરૂપી આભરણોની શોભા તારા આત્મજીવનમાં તું લાવ. જેમ અંગરચનામાં પરમાત્માના પ્રતિબિંબ ઉપર મુગટ, હાર, બાજુબંધ અને કુંડલ આદિ આભરણોની શોભા કરાય છે. તેમ તું તારા પોતાના આત્મજીવનમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાનને ત્યજીને ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરતો થઈ જા. ધર્મધ્યાનના, આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર ભેદ છે તથા શુક્લધ્યાનના પણ પૃથવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી, અને વ્યચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ એમ ચાર ભેદ છે (જુઓ તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૯, સૂત્ર-૩૬ થી ૪૬)
આ પ્રમાણે પોતાના આત્મામાં ગુણોનું પરિણમન લાવવા સ્વરૂપ પરમાત્માની (પરમસ્વરૂપવાળા પોતાના આત્માની) તું પૂજા કર. ॥૩॥
मदस्थानभिदात्यागैर्लिखाग्रे चाष्टमङ्गलीम् । ज्ञानाग्नौ शुभसङ्कल्प- काकतुण्डं च धूपय ॥४॥