________________
૭૩૮
જ્ઞાનસાર
યોગાષ્ટક- ૨૭ वचनात्मिका प्रवृत्तिः, सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदम्, चारित्रवतो नियोगेन ॥१०-६॥ इति वचनानुष्ठानलक्षणम् -
સર્વત્ર ઔચિત્યયોગથી (સર્વ અનુષ્ઠાનોમાં યથોચિતપણે) શાસ્ત્રનાં વચનોના અનુસાર જે પ્રવૃત્તિ થાય તે વચન અનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન સાધુ-મહાત્માને નિયમો હોય છે. આ વચનાનુષ્ઠાનનું લક્ષણ થયું. ૧૦-૬ો
यत्त्वभ्यासातिशयात्सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति, त्वेतत्तदावेधात् ॥१०-७॥ चक्रभ्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तद् ज्ञापकं ज्ञेयम् ॥१०-८॥
વળી જે અનુષ્ઠાન અભ્યાસ-વિશેષથી આત્મસાતુ થયેલ હોય, તેની જેમ ઉત્તમ પુરુષો વડે જે કરાય તે અસંગ અનુષ્ઠાન જાણવું. આ અનુષ્ઠાન આગમના સંસ્કારવિશેષથી થાય છે. ||૧૦-૭
દંડ હોય ત્યારે દંડથી ચક્ર ભમે છે અને દંડ લઈ લીધા પછી દંડના અભાવમાં પણ પૂર્વના સંસ્કારથી ચક્ર ભમે છે. આ ઉદાહરણ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને સમજવા માટે પૂરતું છે. દંડના આલંબનથી જેમ ચક્ર ભમે તેમ શાસ્ત્રવચનોના આલંબને જે અનુષ્ઠાન કરાય તે વચનાનુષ્ઠાન અને દંડ લઈ લીધા પછી દંડ વિના પણ પૂર્વના સંસ્કારથી જેમ ચક્ર ભ્રમણ થાય છે તેમ વચનોના આલંબન વિના પણ વચનો આત્મસાત્ હોવાથી વચનોના સંસ્કારોથી સહજપણે જે અનુષ્ઠાન થાય છે તે અસંગાનુષ્ઠાન છે. ૧૦-૮
अभ्युदयफले चाद्ये, निःश्रेयससाधने तथा चरमे । एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये ॥१०-९॥
પ્રથમનાં બે અનુષ્ઠાનો અભ્યદય ફળવાળાં છે (સ્વર્ગાદિ સંસારસુખનાં કારણ છે) અને પાછલાં બે અનુષ્ઠાનો કલ્યાણનાં સાધન છે અર્થાત્ મુક્તિપ્રાપ્તિનાં કારણ છે. વળી છેલ્લાં બે અનુષ્ઠાનો કરતાં કરતાં લગભગ મોહનીયકર્મ ક્ષીણપ્રાય થવાથી વિદન વિનાનાં છે.
इति एवं क्रमेण योगसाधनारतः सर्वयोगरोधं कृत्वा अयोगी भवति ॥७॥