________________
૭૨૩
જ્ઞાનમંજરી
યોગાષ્ટક - ૨૭ ચોથું કારણ પ્રશમ છે. પ્રશમ એટલે કષાયોનો અભાવ, ક્રોધ-માન-માયા-લોભ આ બધા વિકારો છે. અશુદ્ધ પરિણામો છે. કર્મબંધનાં કારણો છે, તે કષાયોનો જે અભાવ, તે પ્રશમ. આ કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમભાવ ચારે આત્માના શુભ પરિણામો છે, અધ્યવસાય સ્થાનો છે. સ્થાનાદિ પાંચ યોગ એ મુક્તિ-પ્રાપ્તિના ઉપાયો છે. તે સ્થાનાદિ યોગોની આત્મામાં ઉત્પત્તિ કરાવનાર આ કૃપાદિ આત્મપરિણામો કારણરૂપ છે. આ કૃપાદિ ભાવોમાં પરિણામ પામેલા અને સંસારથી ઉદ્વેગી બનેલા તથા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિની સંપૂર્ણ ઈચ્છાવાળા એવા નિર્મળ આત્માને સ્થાન-વર્ણાદિ યોગદશાની સાધના થાય છે. પ્રાપ્તિ થાય છે.
હૃદયમાં બીજા જીવો ઉપર કરુણા પ્રવર્તતી હોય, સંસાર એક પ્રકારનું બંદીખાનું છે, પરાધીનતા છે, એક સુખ અનેક દુઃખોને લાવનાર છે આવું સમજીને હૃદય સંસારથી નિર્વેદી બન્યું હોય, મોક્ષની તીવ્ર ઝંખના જાગી હોય, ક્રોધાદિ કષાયો ઉપર ઘણો ઘણો વિજય પ્રાપ્ત કર્યો હોય તેવા જીવને ધર્મ કરવાની, ધર્મનાં કાર્યોમાં વિધિ સાચવવાની, સ્થાનાદિ મુદ્રા યથાર્થ કરવાની, શુદ્ધ સૂત્રો બોલવાની, તે કાલે અર્થ ચિંતન કરવાની અને પરમાત્માના બિંબ તરફ જ સ્થિર-નિશ્ચલ દષ્ટિવાળા થવાની તીવ્ર ઈચ્છા થાય છે. મન મુકીને આ આત્મા એકલીન થાય છે. આ રીતે કૃપાદિ આત્મપરિણામો સ્થાનાદિ યોગદશાની ઉત્પત્તિનાં કારણો છે.
સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ એમ પાંચે યોગમાંથી એક-એક યોગના ચાર-ચાર ભેદો છે. ૧. ઈચ્છા, ૨. પ્રવૃત્તિ, ૩. સ્થિરતા અને ૪. સિદ્ધિ. જેમકે સ્થાનયોગ એટલે કાયોત્સર્ગકાલે ઉભા રહેવું. જિનમુદ્રા સાચવવી તે સ્થાનયોગ. આ કાયોત્સર્ગ કરવાનું, ઉભા રહેવાનું અને જિનમુદ્રા સાચવવાનું કે મન થવું, મારે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરવો છે જેથી મારા કર્મો તુટે આવી મનોવૃત્તિ થવી તે ઈચ્છા, ત્યારબાદ તેવી કાયોત્સર્ગાદિ ધર્મક્રિયા શરૂ કરવી તે પ્રવૃત્તિ, તેમાં મચ્છરાદિ કરડે, ખણજ ઉત્પન્ન થાય, ઠંડી-ગરમી લાગે આવાં અનેક વિદનો આવે તો પણ તે વિદનોને જિતને પણ કાયોત્સર્ગાદિમાં સ્થિર થવું તે સ્થિરતા. આમ કરતાં સુંદર ધર્મકાર્ય થાય એ સિદ્ધિ છે. આ રીતે પ્રત્યેક યોગના ચાર ચાર ભેદ કરતાં ૨૦ ભેદ થાય છે. શ્રી યોગવિંશિકાની ચોથી ગાથામાં કહ્યું છે કે –
“સ્થાનાદિ પાંચે યોગોમાંના એકે એક યોગ અહીં તત્ત્વથી ચાર ચાર ભેટવાળા જાણવા. ત્યાં ઈચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ આમ ચાર ચાર ભેદો સિદ્ધાન્તને અનુસાર જાણવા. (યોગવિંશિકા ગાથા-૪)
આ પ્રમાણે યોગના ૫ x ૪ = ૨૦ ભેદ થાય છે. એ