________________
८३८ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર ઔપચારિકકારણ છે. વાસ્તવિકતા એ છે કે પાંચ કારણો મળે તો કાર્ય થાય છે તેથી પાંચેનો સમન્વય તે જ સમ્યકત્વ છે. એક એકનો પક્ષ ખેંચવો તે એકાન્તવાદ થવાથી મિથ્યાત્વ છે. કાલ પાક્યો હોય ત્યારે જ કાર્ય થાય છે સ્ત્રીમાં ગર્ભધારણની શક્તિ હોવા છતાં યુવાવસ્થાનો કાળ આવે ત્યારે જ આ કાર્ય થાય છે. બાલ્યાવસ્થા કે વૃદ્ધાવસ્થાના કાળમાં આ કાર્ય થતું નથી. માટે કાલ પણ અવશ્ય કારણ છે. જેનામાં જે કાર્ય કરવાનો સ્વભાવ હોય તેનાથી તે જ કાર્ય થાય છે બીજું કાર્ય થતું નથી. જેમકે ઘઉંના દાણા વાવો તો તે દાણા ઘઉં જ ઉગાડી શકે છે, જુવાર નહીં, અને જુવાર વાવો તો તે દાણા જુવાર જ ઉગાડી શકે છે, ઘઉં નહીં, માટે સ્વભાવ પણ કારણ છે.
જે દ્રવ્યમાં જે પર્યાય બનવો નિયત હોય તે દ્રવ્યમાં જ તે પર્યાય બને છે અન્ય દ્રવ્યમાં તે પર્યાય બનતો નથી, મરીચીના જીવમાં મહાવીરસ્વામી બનવાનો પર્યાય નિયત હતો, તેથી તેનો કાલ પાકતાં તે જ જીવ મહાવીર સ્વામી બને છે. માટે નિયતિ પણ કારણ છે. જીવમાં જે સુખ-દુઃખ, રાજા-રક, રોગી-નિરોગી આદિ અવસ્થાઓ આવે છે તેમાં પૂર્વે બાંધેલાં કર્મો પણ અવશ્ય કારણ છે તેથી પૂર્વકૃત કર્મ પણ કારણ છે તથા જીવનો તેવો તેવો સાનુકુળ-પ્રતિકુળ પુરુષાર્થ પણ સારું-ખરાબ બનવામાં કારણ છે. આમ આ પાંચ કારણોનો સમુદાય (સમન્વય) એ જ વિવક્ષિત કાર્યનું જનક હોવાથી કારણ છે. આ પાંચમાંથી સંસારી લોકોની દૃષ્ટિ જે કારણ તરફ ઢળી જાય છે તેની એકાન્ત પક્કડ વધી જાય છે અને તે જીવ તે જ એકને કારણ માની તેનાં જ ગાણાં ગાય છે. આ એકાન્તવાદ છે, મિથ્યાત્વ છે.
આ પાંચમાં કોઈ નિમિત્તકારણ છે જેમકે કાલ, કોઈ અસાધારણ કારણ છે જેમકે સ્વભાવ, કોઈ માત્ર અપેક્ષાકારણ છે જેમકે કર્મ, કોઈ ઉપાદાન કારણ છે જેમકે પુરુષ અને કોઈ ઔપચારિક કારણ છે જેમકે નિયતિ. આ પાંચમાં કાલ નિમિત્તભાવે કારણ બને છે સ્વભાવ અસાધારણપણે કારણ બને છે. કર્મ અપેક્ષારૂપે કારણ બને છે પુરુષ પોતે કાર્ય રૂપે પરિણામ પામે છે માટે ઉપાદાનપણે કારણ બને છે અને નિયતિ સત્તાગત છે, પ્રગટપણે નથી. માટે ઔપચારિક કારણ બને છે. નિયતિ પણ સર્વથા એકાન્ત નિયત નથી. જો સર્વથા નિયત હોય તો એકાન્તવાદ થઈ જાય, નિશ્ચયનયથી નિયતિ નિયત છે વ્યવહારનયથી નિયતિ પણ અનિયત છે. જે મનુષ્ય યુવાન હોય, નિરોગી હોય, લાંબો સમય આવે તેમ હોય છતાં આગ લાગે, પાણીનું પૂર આવે, મકાન પડે તો તે જ કાલે મૃત્યુ પામે છે. તેને વ્યવહારનયથી અકાલે મર્યો કહેવાય છે. ભગવાન વિચરે ત્યાં છએ ઋતુઓ સમકાલે ફળે, બીજી ઋતુઓનો કાળ પાક્યો નથી તો પણ ફળ-માટે નિયતિ પણ બીજા કારણોને આધીન હોવાથી સર્વથા નિયત નથી કથંચિત્ નિયત છે. અને કથંચિ અનિયત પણ છે. ત્યાં પણ સ્યાતું પણું છે.