________________
જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
८33 આ પ્રમાણે સર્વે પણ વચનો અવિશેષિત હોય એટલે કે વિશેષણ (વિવક્ષા) રહિત હોય તો તે અપ્રમાણ કે પ્રમાણ ગણાતાં નથી. અન્યદર્શનનાં શાસ્ત્રોમાં કહેલું જો સર્વચન હોય (સત્યવચન હોય) તો પણ જો વિશેષણરહિત હોય તો તેનો સ્વીકાર કે અસ્વીકાર કરાતો નથી પણ વિશોષિતમ્ = વિશેષણથી સંયુક્ત જો હોય એટલે કે તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવે ઉપકારક થાય તેવી વિવક્ષા જો કરાય તો જ તે સર્વચન પણ પ્રમાણ બને છે અન્યથા નહીં. જ્યાં જ્યાં જે જે વિષયનો ઉપકાર થાય તેમ હોય ત્યાં ત્યાં તે તે રીતે વિષયના પરિશોધક રીતે નયની યોજના નો કરાય તો સર્વચન પ્રમાણ બને છે જેમકે અન્ય ન્યાય દર્શન અને વૈશેષિક દર્શનમાં કહ્યું છે કે “મોક્ષે જતાં જીવનું જ્ઞાન અને સુખ નાશ પામે છે” હવે જો મોક્ષમાં જતાં આ જીવમાંથી જ્ઞાનનો સર્વથા નાશ થતો હોય અને આત્મા જડ જ બની જતો હોય તો મોક્ષે જવાનો કોઈ અર્થ જ ન રહે, કોઈ મુક્તિ માટે પ્રયત્ન કરશે જ નહીં એવી જ રીતે જો સુખનો નાશ જ થતો હોય તો સંસાર જ શું ખોટો ? સંસારમાં ક્યારેક તો સુખ મળે છે. માટે વિવક્ષા વિનાનો આ અર્થ બરાબર નથી - પ્રમાણ નથી. પણ જો આવી વિવક્ષા કરાય કે “મોક્ષે જતાં છાઘસ્થિક જ્ઞાનનો અર્થાત્ ક્ષાયોપથમિક ભાવનાં જ્ઞાનોનો નાશ થાય છે, તો તે વાક્ય પ્રમાણ બને. કારણ કે ક્ષાયોપથમિક ભાવનાં જ્ઞાનો નાશ પામે અને ક્ષાયિકભાવનાં નિર્મળ શુદ્ધ કેવળજ્ઞાનાદિ પ્રગટ થાય આ અર્થ પ્રમાણ ગણાય તથા જે કર્મબંધનો હેતુ છે તે સાંસારિક ભોગસુખ નાશ પામે પણ આત્મિકગુણોનું સુખ પ્રગટ થાય છે આ અર્થ પ્રમાણ ગણાય.
એવી જ રીતે અન્યદર્શનમાં કહ્યું છે કે “આત્મા સર્વવ્યાપી છે” આ વાક્ય જો આત્મદ્રવ્યને સર્વવ્યાપી કહે તો અપ્રમાણ છે પણ જ્ઞાનથી આત્મા સર્વવ્યાપી છે આવી વિવેક્ષા જો કરાય તો પ્રમાણ પણ બની શકે છે. આમ અન્યદર્શનનાં સર્વે પણ વાક્યો સર્વચન હોય તો પણ જો વિશેષણ (વિવક્ષા) રહિત હોય તો અપ્રમાણ બને છે અને જો વિશેષણ લગાડ્યું હોય એટલે કે વિષયના ઉપકારક તરીકે વિવક્ષા કરાઈ હોય તો પ્રમાણ બને છે.
૩પત્નક્ષVI= અધ્યાહારથી એ પણ સમજી લેવું કે જૈનદર્શનમાં કહેલાં વચનો પણ જ્યાં જ્યાં જેવા જેવા અનુયોગથી (જેવા જેવા ભાવથી - જેવા જેવા પ્રસંગથી) કહેવાયાં હોય તેવી તેવી વિવક્ષા જો ન કરાય અને તેવા અનુયોગ વિના મનફાવે તેમ સ્વચ્છંદપણે વિવક્ષા કરાય તો સ્વશાસ્ત્ર ગત વચન હોય તો પણ ત્યાં તે સ્વચ્છંદતાનું પ્રેરકત્વ હોવાથી અપ્રમાણ બને છે. જેમ કે જૈનદર્શનમાં કહ્યું છે કે “જૈને કર્મો ખપાવવા તપ કરવો જોઈએ” આ વાક્ય જૈનદર્શન સમ્મત હોવા છતાં “સ્વાધ્યાય વૈયાવચ્ચ આદિ અન્ય યોગો સીદાય નહીં તેમ” આવી વિવક્ષા જો ન કરીએ તો પ્રમાણ ગણાતું નથી. ઈત્યાદિ સમજી લેવું. આ વિષય