________________
અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર
સારાંશ કે ભાવશ્રુતજ્ઞાન પણ બે પ્રકારનું છે - એક સંવેદનશાન રૂપ અને બીજું સ્પર્શજ્ઞાન રૂપ. ત્યાં વિષયમાત્રનો યથાર્થ બોધ જે થાય, જે વસ્તુ જેમ છે તેમ અનેકાન્તપણે યથાર્થ રૂપે જણાય તે સંવેદનશાન અને જે વસ્તુ જેમ છે તેમ જાણ્યા પછી હેય વસ્તુ હેયરૂપે અને ઉપાદેયવસ્તુ ઉપાદેયરૂપે આત્માને સ્પર્શી જાય, આત્માની દૃષ્ટિ હેયભાવોમાંથી નીકળી જાય અને ઉપાદેયભાવોમાં ચોંટી જાય આમ આત્મસ્પર્શી જે જ્ઞાન થાય તે જ્ઞાન સ્પર્શજ્ઞાન
૬૯૬
રૂપ ભાવશ્રુત કહેવાય છે. આ રીતે વિચારતાં જે જ્ઞાન બોધ માત્ર રૂપ સંવેદનાત્મક ભાવશ્રુત છે તે વિદ્વત્તાની અને માનાદિની પ્રાપ્તિનું કારણ બને છે, પણ તત્ત્વપ્રાપ્તિનું કારણ બનતું નથી. પરંતુ આત્માને સ્પર્શ કરતું, હેય પદાર્થો જોઈને ઉકળી ઉઠતું અને ઉપાદેય ભાવોને જોઈને પ્રસન્ન પ્રસન્ન થતું મન છે જેમાં એવું સ્પર્શરૂપ ભાવશ્રુતજ્ઞાન આ જીવને અલ્પકાળમાં જ મુક્તિરૂપી ફળની પ્રાપ્તિ કરાવે છે. તેનાથી તત્ત્વ પ્રાપ્ત થાય છે. આવું શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ ષોડશકપ્રકરણ ૧૨ ના ૧૫ મા શ્લોકમાં કહ્યું છે. તે શ્લોકમાં અત્યન્ત સ્પષ્ટ કહ્યું છે કે અનુભવયુક્ત જીવને જ આત્મસ્પર્શી સ્પર્શજ્ઞાન થાય છે. અનુભવરહિત આત્માને આત્મસ્પર્શી જ્ઞાન થતું નથી. તે શ્લોક આ પ્રમાણે છે -
"स्पर्शस्तत्तत्त्वाप्तिः संवेदनमात्रमविदितं त्वन्यत् । वन्ध्यमपि स्यादेतत्स्पर्शस्त्वक्षेपतत्फलदः ॥ १२-१५॥
જે જ્ઞાનથી તત્ત્વની (આરોપણ-ઉપચાર વિનાના પારમાર્થિક સ્વરૂપની) પ્રાપ્તિ થાય તે સ્પર્શબોધ કહેવાય છે. તેનાથી જે અન્ય બોધ છે અર્થાત્ આરોપિત (સંસારસુખાદિ) ફળ આપનાર છે, આત્માથી વિદિત થયેલું (સ્પષ્ટ થયેલું) નથી તે સંવેદનજ્ઞાનમાત્ર કહેવાય છે. આ સંવેદનશાન વર્ધ્ય પણ હોય છે અર્થાત્ મુક્તિપ્રાપ્તિરૂપ ફળ ન પણ આપે આમ બને છે. પરંતુ જે સ્પર્શજ્ઞાન છે તે તો તુરત જ મુક્તિ પ્રાપ્તિરૂપ ઈષ્ટફળને આપનાર બને છે. ॥૧૨-૧૫
ઉપરની ચર્ચા જાણતાં “સ્પર્શજ્ઞાન” કોને કહેવાય ? તે જાણવાની જિજ્ઞાસા અવશ્ય જાગે જ છે. તેથી તે સ્પર્શજ્ઞાનનું લક્ષણ શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથને અનુસારે અહીં જણાવાય છે.
“જે જ્ઞાન પ્રાપ્ત થવાથી યથાર્થ એવું અનેકાન્તાત્મક વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાય, પરભાવદશાની અરમણતા પ્રાપ્ત થાય, સ્વભાવદશાની રમણતા પ્રાપ્ત થાય, સ્વભાવદશાના આસ્વાદનની સાથે એકતા (તલ્લીનતા-એકમેકતા) પ્રાપ્ત થાય આવા પ્રકારનું જે જ્ઞાન થાય તે અનુભવજ્ઞાન કહેવાય છે.