________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
પ્રત્યક્ષરૂપે કરાયેલું જ્ઞાનાવરણીય વગેરે કર્મ, પ્રત્યેક પ્રાણીઓમાં પ્રસિદ્ધ (અનુભવસિદ્ધ) એવા સુખ-દુઃખનું કારણ છે. સુખ-દુઃખ એ કાર્ય હોવાથી તેનું કોઈક કારણ હોવું જોઈએ. જેમ અંકુરા એ કાર્ય હોવાથી તેનું કારણ બીજ હોય છે તેમ અહીં સુખ-દુઃખનું જે કારણ છે તે કર્મ જ છે. આમ જાણવું. આ રીતે કર્મ એ સર્વજ્ઞને સાક્ષાત્ પ્રત્યક્ષ અને અન્યને કથંચિત્ પ્રત્યક્ષ છે.
नन्विति स्याद् मतिः-स्रक्चन्दनाङ्गनाविषकण्टकादय इति दृष्ट एव सुखदुःखयोर्हेतुरस्ति, किमदृष्टस्य कर्मणः तद्धेतुत्वकल्पनेन ? तदयुक्तम्, व्यभिचारात् । इह यस्तुल्यसाधनयोरिष्टशब्दादिविषयसुखसाधनसमेतयोरनिष्टार्थसाधनसम्प्रयुक्तयोश्च बहूनां वा फले सुखदुःखानुभवलक्षणविशेषस्तारतम्यरूपो दृश्यते, नासौ अदृष्टहेतुमन्तरेणोपपद्यते । अनुमानान्तरं श्रीविशेषावश्यके
-
૫૯૭
किरियाफलभावाओ, दाणाईणं फलं किसीएव्व ।
तं च दाणाइफलं, मणप्पसायाइ जइ बुद्धी ॥१६१५॥
किरियासामन्नाओ, जं फलमस्सावि तं मयं कम्मं । तस्स परिणामरूवं, सुहदुक्खफलं जओ भुज्जो ॥१६१६॥
इत्यादि अग्निभूतिवादस्थले ज्ञेयम् ॥
“પ્રત્યેક પ્રાણીમાં પ્રસિદ્ધ એવા સુખ અને દુઃખમાં જે હેતુ છે તે જ કર્મ છે” આ વિષયમાં તદ્વિતિ = “તે કર્મ છે” એ બાબતમાં તને કદાચ આવી મતિ થાય (તને કદાચ આવો પ્રશ્ન થાય) કે પ્રત્યેક પ્રાણીઓને પ્રત્યક્ષપણે જે સુખ-દુઃખ અનુભવાય છે તેમાં પ્રત્યક્ષ દેખાતી એવી સ્રમ્ (પુષ્પમાલા), ચંદન અને અંગના (સ્ત્રી) આ સુખમાં કારણ, અને વિષ, કંટક આદિ દુઃખનાં કારણ છે. આમ ધૃ વ = પ્રત્યક્ષપણે નજરે દેખાતી સ્થૂલ એવી દૃશ્યવસ્તુઓને જ સુખ-દુઃખનું કારણ માની લઈએ તો શું ખોટું છે ? તે જ કારણ છે આમ માનો, અદૃષ્ટ = ન દેખાતા અને સૂક્ષ્મ એવા કર્મને તે સુખદુઃખનું કારણ માનવાની શી જરૂર ? જ્યાં સુધી દશ્યકારણ સંભવતું હોય ત્યાં સુધી અદૃશ્યકારણ માનવાની શું જરૂર? માટે સ્ર-ચંદનાદિ સુખનાં કારણ અને વિષ-કંટકાદિ દુઃખનાં કારણ છે. આમ જ માનો, અદૃશ્ય એવું કર્મ કારણ છે આવું માનવાની જરૂર નથી.
આવો પ્રશ્ન હે જિજ્ઞાસુ જીવ ! કદાચ તને થાય, તો તે પ્રશ્ન અયુક્ત છે. યોગ્ય નથી, કારણ કે તેમાં વ્યભિચારદોષ આવે છે. સુખનાં સાધનો સમાન હોય એવા બે જીવોમાં