________________
८४६
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર तेषामाश्रयाः-आधाराः सर्वनयाश्रयाः । एवंस्वरूपाः पुरुषाः जयन्ति-सम्यग्दर्शनादिમુળપૂM: !
વિવેચન :- સર્વે નયોને સમાનપણે સ્વીકારતા અને જ્યાં જ્યાં જે નયની પ્રધાનતાથી ઉપકાર થાય તેમ હોય ત્યાં ત્યાં તે તે નયને પ્રધાન કરતા એવા જે પુરુષો છે તે પુરુષો સર્વ ઠેકાણે વિજય પામે છે. સર્વ પુરુષોમાં ઉત્કર્ષપણે-પ્રભાવકપણે વર્તે છે. સર્વ પુરુષોમાં તેઓ શ્રેષ્ઠ છે. તે પુરુષો કેવા પ્રકારના છે ? તો જણાવે છે કે -
કોઈપણ એક નયનો અત્યન્ત આગ્રહ રાખતા નથી. જ્યાં જ્યાં જે જે નયને પ્રધાન કરવાથી આત્માનું હિત થાય તેમ છે ત્યાં ત્યાં તે તે નયને પ્રધાન કરે છે એટલે યથાસ્થાને સર્વે પણ નયોને સ્વીકારે છે.
શુદ્ધ આત્માની નિર્મળ પરિણતિને પ્રધાન કરવી અર્થાત્ સાધ્યને મુખ્ય કરવું તે નિશ્ચયનય, સાધ્યને સાધવા માટે ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા વીર્યને પ્રવર્તાવવું, અર્થાત્ સાધ્યને સાધી આપે એવી સાધનભૂત ક્રિયાને પ્રધાન કરવી તે વ્યવહારનય, ઉપયોગને મુખ્ય કરવો-ભાવને પ્રધાન કરવો તે જ્ઞાનનય. ક્રિયાને પ્રધાન કરવી તે ક્રિયાનય, આમ ભિન્ન ભિન્ન નયોમાં કોઈપણ એક નયનો જ આગ્રહ રાખવો. બીજા નયને ન સ્વીકારવો તે એકપાક્ષિક-
વિશ્લેષ કહેવાય છે. અર્થાત્ એકાન્ત આગ્રહ-કદાગ્રહ-હઠાગ્રહ-એકાન્તવાદ કહેવાય છે. વસ્તુનું યથાર્થસ્વરૂપ અનેકાન્તાત્મક છે તેથી આવા પ્રકારનો એકાન્ત આગ્રહ રાખવો તે ભ્રમ સ્થાન છે ભ્રમાત્મકબુદ્ધિ છે મિથ્યાકલ્પના છે. તે મિથ્થાબુદ્ધિનો ત્યાગ કરીને-ત્યજી દઈને ઉત્તમ પુરુષો શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા હોય છે જ્ઞાનની પરિપક્વતા રૂપ નિર્મળ અનુભવને પામેલા હોય છે. તેથી જ એકાન્ત એક નયનો આગ્રહ રાખતા નથી.
વળી અમૂઢ લક્ષ્યવાળા હોય છે લક્ષ્યનો અર્થ વેધ્ય પણ થાય છે અને સાથે એવું શુદ્ધ આત્મસ્વરૂપ પણ થાય છે. જેમ પારધી વિધવા લાયક મૃગાદિ વધ્યને હણવામાં અમૂઢ -ભ્રમ વિનાનો, સાવધાન હોય છે અથવા પક્ષી ઉપર બાણ ચલાવનાર જેમ વિંધ્ય પક્ષીને વિંધવામાં સાવધાન હોય છે તેમ આ મહાત્મા પુરુષો શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં મૂઢતા વિનાના હોય છે બરાબર જાગ્રત હોય છે સાવધાન હોય છે. એટલે કે અમૂઢ લક્ષ્યવાળા હોય છે.
તથા જે આત્માને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું છે તે મહાત્મા પુરુષો સામે ઈષ્ટમનગમતી જીવવસ્તુ આવે કે અજીવ વસ્તુ આવે તથા અનિષ્ટ-અણગમતી જીવવસ્તુ આવે કે અજીવ વસ્તુ આવે પણ ક્યાંય રાગ અથવા હૈષ કરતા નથી. ગમો-અણગમો સેવતા નથી,