________________
૭૧૨ અનુભવાષ્ટક - ૨૬
જ્ઞાનસાર જેનું એવા જીવોને એટલે કે ગાઢ નિદ્રાવાળા જીવોને સુષુપ્તિ નામની પહેલી દશા હોય છે. અનુભવ જ્ઞાનવાળા જે જ્ઞાની મહાત્મા પુરુષો છે તેઓને આવી સુષુપ્તિ દશા હોતી નથી. કયા કારણે આવા મહાત્માઓને સુષુપ્તિ દશા હોતી નથી ? તો ગ્રંથકારશ્રી જણાવે છે કે - અનુભવજ્ઞાનવાળા મહાત્મા પુરુષો મોહરહિત છે. જ્યારે આ સુષુપ્તિ દશા ગાઢ મોહનિદ્રાથી ભરેલી છે. માટે અનુભવજ્ઞાનીઓને આ સુષુપ્તિ દશા સંભવતી નથી.
તત્ત્વના અનુભવી મહાત્માઓને બીજી સ્વાપદશા અને ત્રીજી જાગૃતદશા પણ સંભવતી નથી, કારણ કે આ બન્ને દશાઓ સંકલ્પ-વિકલ્પો વાળી છે. આ પ્રમાણે કરું તો મારા આત્માનું હિત થશે કે તેમ કરું તો મારા આત્માનું હિત થશે, શું કરવું અને શું ન કરવું? તેના વિચારોના વમળથી યુક્ત હોય છે. જ્યારે તત્ત્વના અનુભવનું જ્ઞાન જે મહાત્માને પ્રવર્તે છે તે મહાત્મા અતિશય શાન્ત, ઠરેલ અને ગંભીર સમુદ્રતુલ્ય હોય છે. તેઓને કલ્પનાઓના વિકલ્પો વાળી જે ચેતના છે તેવી ચેતના રૂપી જે ઘડવૈયો છે. તેનો જ અભાવ પ્રવર્તે છે. અર્થાત્ આમ કરું કે તેમ કરું એવા સંકલ્પ-વિકલ્પોની ઘટમાળા હોતી જ નથી. અનુભવજ્ઞાનવાળા છે તેથી સહેજે સહેજે આત્મહિતમાં જ પ્રવૃત્તિ થયા કરે છે. માટે અનુભવજ્ઞાનીઓને બીજી-ત્રીજી દશા (સ્વાદિશા અને જાગૃતદશા) સંભવતી નથી. તે કારણથી આવા અનુભવજ્ઞાની મહાત્માઓને ચોથી ઉજ્જાગરદશા જ હોય છે.
જો કે આ ઉજ્જાગરદશા નામની ચોથી દશા સર્વજ્ઞભગવંતોને જ હોય છે. તેઓને જ આવી શ્રેષ્ઠ ઉજ્જાગરદશા શાસ્ત્રોમાં કહી છે. તો પણ તત્ત્વાતત્ત્વસંબંધી યથાર્થ શ્રુતની ભાવનાથી ભાવિત ચેતનાવાળા એટલે કે અત્યન્ત સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનવાળા ક્ષપકશ્રેણિગત ૮ થી ૧૨ ગુણસ્થાનકવર્તી છઘસ્થ મહાત્મા પુરુષોની જે દશા છે તે દશા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેવા ધ્યાનસ્થ મુનિઓ કે જેઓ છવસ્થ છે તેઓને પણ ઉપચારથી ચોથી ઉજાગરદશા જ કહેવાય છે. તથા આ મહાત્માઓનું સ્વરૂપ એવું હોય છે કે (તેઓના આત્માની આત્મતત્ત્વમાં એવી અત્યન્ત સ્થિરતા હોય છે કે) તેઓને ચોથી ઉજ્જાગર જ દશા કહેવી યોગ્ય છે. મોહદશા અને સંકલ્પ-વિકલ્પદશા ન હોવાથી પ્રથમની ત્રણ દશાનો ત્યાં સંભવ જ નથી.
આ કારણે ધ્યાનસ્થ મુનિઓને ઉપચારથી અને કેવલી ભગવંતોને સ્વરૂપથી ઉજ્જાગર નામની ચોથી દશા સમજવી. ત્યાં પ્રથમનું ઉત્તરા અને બીજીનું ઉત્તરોત્તર આમ નામ જાણવું. એટલે કે તેના બે ભેદ સમજી લેવા. આ પ્રમાણે અનુભવજ્ઞાનવાળી આ ચોથી દશા આત્માને અત્યન્ત સમાધિનું કારણ બને છે. ત્યાં કોઈપણ જાતના સંકલ્પ-વિકલ્પો ઉઠતા જ નથી, શાન્ત ઠરેલ સમુદ્ર સમાન દશા હોય છે અને તેવા પ્રકારની નિર્મોહદશાથી જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. II