________________
જ્ઞાનમંજરી જ્ઞાનસારની રચનાનાં ક્ષેત્રાદિ
૮૭૩ कथम्भूतोऽयं ग्रन्थः ? चिद्दीप:-ज्ञानप्रदीपः । एतद्भावनभावपावनमनश्चञ्चच्चमत्कारिणां जीवानामेतस्य ग्रन्थस्य भावन-भावना-आत्मतन्मयता तस्या भावा अर्थोल्लासाः समाध्यवसायाः, तैः पावनं-पवित्रं मन:-चित्तं, तत्र चञ्चन्-मनोहारी चमत्कारो येषां ते, तेषाम् । तैस्तैः-निर्मलोपयोगलक्षणैः दीपशतैः सुष्ठु निश्चयोवस्तुधर्मः तस्य यद् ज्ञानं, तदेव मतमिष्टं तेषां ज्ञानचमत्कारिणां दीपोत्सवः नित्य:निरन्तरः, अस्तु-भवतु । इत्यनेन यथार्थज्ञानगृहीतात्मरसमग्नानां नित्यं दीपोत्सव एवास्ति ॥१३॥
વિવેચન :- પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીનો બનાવેલો આ જ્ઞાનસાર નામનો ગ્રંથ સૂત્રરચના સ્વરૂપે સિદ્ધપુર નગરમાં સિદ્ધિને (સમાપ્તિને) પામ્યો. ક્યારે સમાપ્તિ પામ્યો ? પ્રધાન અને શ્રેષ્ઠ એવા તેજ વડે દીપતો એવો જ્ઞાનરૂપી દીપક સમાન આ ગ્રન્થ દીપોત્સવ નામના પર્વના દિવસે અર્થાત્ દીવાળીના દિવસે સમાપ્તિને પમ્યો.
આ જ્ઞાનસાર નામનો ગ્રંથ કેવો છે? જ્ઞાનરૂપી દીપકની તુલ્ય છે. જેમ દીપક ઘરમાં અંધકારનો નાશ કરે અને પ્રકાશ ફેલાવે છે. તેમ આ જ્ઞાનસાર નામનો ગ્રંથ આત્મામાં અજ્ઞાનનો નાશ કરે છે અને જ્ઞાનપ્રકાશ ફેલાવે છે. આ માટે ગ્રંથ એ જ્ઞાનરૂપી દીપક છે. તેથી આ ગ્રંથમાં કહેલા ભાવોનો નિરંતર અભ્યાસ કરતાં-નિરંતર ચિન્તન-મનન કરતાં આત્માની તન્મયતા થવાથી હૃદયમાં ઉઠેલા ભાવાર્થો સંબંધી હર્ષોલ્લાસો દ્વારા સમતા ભાવના નિર્મળ અધ્યવસાયો વડે પવિત્ર બનેલા મનમાં ઉત્પન્ન થયા છે મનોહર અનેક ચમત્કારો જેઓને એવા તે મહાત્માઓને તેવા તેવા પ્રકારના શુદ્ધ ઉપયોગ-(નિર્મળ દશા) રૂપ સેંકડો દિવાઓ દ્વારા નિત્ય દીવાળી હોજો.
આ ગ્રંથનું પઠન-પાઠન કરતાં કરતાં મનમાં સુનિશ્ચિત ભાવો દ્વારા અનેક ચમત્કારો જેઓને સર્જાયા છે. સારી રીતે નિશ્ચયપૂર્વક વસ્તુધર્મનું જ્ઞાન થવાથી જેઓનું હૃદય હર્ષથી નાચી ઉઠ્યું છે. જેનું ચિત્ત અનેક ચમત્કારો પામ્યું છે. જેઓનો આત્મા જ બદલાઈ ગયો છે, તથા જ્ઞાનસાર દ્વારા અભુત બોધ પામવાથી ચમત્કારિક બનેલા એવા મહાત્માઓને નિરન્તર દીપાવલી હોજો - સારાંશ કે જ્ઞાનસાર અષ્ટકનું સતત અધ્યયન કરવાથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા દ્વારા ગ્રહણ કરાયેલા આત્મરસમાં જ મગ્ન બનેલા મહાત્માઓને નિત્ય દીવાલી જ હોય છે. ૧૩