________________
જ્ઞાનમંજરી તપોષ્ટક - ૩૧
૮૦૯ अनादरः स कथं हिताय भवति ? तथा इच्छतामिति परभावसुखमिच्छतां-वाञ्छतां बौद्धानां बुद्धिः निहता-निश्चयेन हता । कस्मात् ? बौद्धानन्दपरिक्षयात् बौद्धानन्दः बौद्धं-ज्ञानं, तस्य आनन्दः, तस्य परिक्षयात् ज्ञानानन्दधाराक्षयात् कष्टरूपं तपः निष्फलम् ॥५॥
વિવેચન :- બૌદ્ધદર્શનના અનુયાયીઓનું માનવું આવું છે કે “જે તપ છે તે કષ્ટરૂપ છે” તપ એ દુઃખદાયી છે તેથી તપ કરવો નકામો છે તપ એ કેવળ દુઃખ જ આપનાર છે. આવા પ્રકારના તપ પ્રત્યેના અનાદરભાવ-અપ્રીતિભાવના જ્ઞાનપૂર્વકનું કરાતું તપ વ્યર્થ છે. નિષ્ફળ છે. આત્મકલ્યાણ કરનારું નથી. કારણ કે તેવા પ્રકારનો તે તપ દુઃખરૂપ છે. તપ પૂર્વકનું અનુષ્ઠાન આચરવામાં દુઃખ અને ઉગ જ થાય છે. તેથી જે અનુષ્ઠાનમાં આદરભાવપ્રતિભાવ ન હોય તે ધર્મ અનુષ્ઠાન આત્માના હિત માટે કેમ થાય?
આવા પ્રકારની યુક્તિ-દલીલ કરતા અને ફક્ત પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખો જ ઈચ્છતા તથા પરભાવના સુખની જ મનો-વાંછાવાળા એવા બૌદ્ધદર્શનના અનુયાયી જીવોની બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ હોય એમ લાગે છે. અર્થાત્ તેઓની બુદ્ધિ નક્કી ચાલી ગઈ હોય એમ લાગે છે. કારણ કે બુદ્ધિસંબંધી અર્થાત્ જ્ઞાનસંબંધી આત્મિક ગુણોનો જે સ્વાભાવિક આનંદ છે તે આનંદનો આવા ભોગી આત્માઓમાં ક્ષય થયેલો છે.
ભોગપ્રિય અને વિષયસુખના લંપટ જીવોમાં જ્ઞાનસુખના આનંદની ધારાનો પરિક્ષય થયેલ હોવાથી ભાવદયાના પાત્ર આવા જીવોને આ તપ કષ્ટરૂપ લાગે, તેથી કર્મક્ષયની અને આત્મશુદ્ધિની નિર્મળ ભાવના ન હોવાથી તેઓએ કરેલો તપ નિષ્ફળ થાય અર્થાત્ કષ્ટરૂપ પણ બને અને નિષ્ફળ પણ જાય.
પૂજ્ય ટીકાકારશ્રી દેવચન્દ્રજીમ.શ્રીએ પરિક્ષત્ શબ્દ લઈને અર્થ કરેલ છે. જ્યારે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીના મૂલશ્લોકમાં પરિક્ષયાત્ શબ્દ જોવા મળે છે. જો અપરિક્ષય શબ્દ લઈએ તો આવો અર્થ કરવો કે જ્ઞાનસંબંધી આત્માનું જે નિર્મળ સુખ છે તે સુખના આનંદનો તપ-અનુષ્ઠાનકાળે પરિક્ષય થતો નથી પણ તે સુખના આનંદની વૃદ્ધિ થાય છે માટે તપ-અનુષ્ઠાન કષ્ટરૂપ નથી. જેને તેમાં આનંદ નથી તેને કષ્ટરૂપ અને નિષ્ફળ બને છે.
ઉત્તમ આત્માઓને તપ-આચરણકાળે જ્ઞાનના સુખનો આનંદ અપરિક્ષયરૂપ હોવાથી “તપને કષ્ટદાયી” માનનારી બૌદ્ધોની બુદ્ધિ હણાયેલી સમજવી. પા
यत्र बह्म जिनार्चा च, कषायाणां तथा हतिः । सानुबन्धा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ॥६॥