________________
જ્ઞાનમંજરી શાસ્ત્રાષ્ટક- ૨૪
૬૬૫ ગાથાર્થ :- ઊર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોકમાં રહેલા સર્વે પણ પદાર્થોને જ્ઞાની પુરુષો શાસ્ત્રારૂપી ચક્ષુ વડે જાણે પદાર્થ સામે જ હોય એ રીતે દેખે છે. રા
ટીકા - “પુર સ્થિતનિતિ" જ્ઞાનિન: શાસ્ત્રવણ-મનોપયોગ કર્વાધस्तिर्यग्लोकविवर्तिनः-त्रैलोक्यवर्तिनः, भावान्-पदार्थस्वरूपान्, सर्वान् सूक्ष्मबादरान् सहजान् विभावजान् परोक्षानपि क्षेत्रान्तरस्थानपि आगमबलेन पुरःस्थितानिव -सन्मुखस्थानिव अवेक्षन्ते-पश्यन्ति । अत्र दर्शनं मानसं श्रुतक्षयोपशमजं ज्ञेयम् ॥२॥
વિવેચન :- જ્ઞાની પુરુષો આગમશાસ્ત્રના ઉપયોગાત્મક બળ વડે ઊર્ધ્વલોક, અધોલોક અને તિછલોક એમ ત્રણે લોકમાં રહેલા સર્વે પણ પદાર્થોને યથાર્થ રીતે દેખે છે માટે શાસ્ત્રરૂપી ચક્ષુવાળા કહેવાય છે.
ત્રણે લોકમાં રહેલા સર્વે પણ પદાર્થોનું સ્વરૂપ તેઓ આગમબળે જાણે છે તે પદાર્થો સૂક્ષ્મ હોય કે બાદર હોય, સ્વાભાવિક હોય કે વૈભાવિક હોય, એટલે સહજ હોય કે કૃત્રિમ હોય તથા (પ્રત્યક્ષ-ઈન્દ્રિયગોચર જે હોય તે તો ચર્મચક્ષુથી જ દેખાય છે. માટે તેનો ઉલ્લેખ ન કરતાં) પરોક્ષ હોય તો પણ (ઈન્દ્રિયથી અગોચર હોય તો પણ) અને દૂર દૂર અન્ય ક્ષેત્રોમાં હોય તો પણ આગમશાસ્ત્રના અભ્યાસના બળથી જાણે છે.
ક્ષેત્રાન્તરમાં રહેલા, કાળાન્તરે થયેલા અને થવાવાળા અને પરોક્ષ એવા પદાર્થોને પણ તે પદાર્થો જાણે પોતાની સામે વિદ્યમાન જ હોય શું? એમ પ્રત્યક્ષની જેવા જાણે છે. અર્થાત્ કલ્પનાથી જાણે છે એમ નહીં, પણ સાક્ષાની જેમ જાણે પોતાની સામે વિદ્યમાન જ હોય શું? એમ પ્રત્યક્ષની જેવા જાણે છે. શાસ્ત્રરૂપી ચક્ષુનો કેવો પ્રભાવ છે? કે દૂર દૂરની પરોક્ષ વસ્તુ પણ જાણે આંખની સામે સાક્ષાત્ વિદ્યમાન હોય તેવી જાણે છે. આ કારણે જ સાધુજીવનમાં સ્વાધ્યાય શાસ્ત્રાભ્યાસ જ પ્રધાનતાએ હોવો જરૂરી છે. શેષ પ્રલોભનો બંધનકર્તા છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી, પૂજ્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી આદિના જીવનું આયુષ્ય જોઈએ અને તેઓએ કરેલી શાસ્ત્રરચના જોઈએ તો ક્યાંય મેળ ન બેસે તેવી આ ઘટના છે. તેઓ જ્યારે ભણ્યા હશે? ક્યારે અન્ય દર્શનનાં શાસ્ત્રો વાંચ્યાં હશે? ક્યારે આહાર-પાણી કર્યા હશે? ક્યારે નિદ્રા લીધી હશે? ક્યારે લોકસંપર્ક ચાલુ રાખ્યો હશે અને ક્યારે આટલી વિશાળ સંખ્યામાં શાસ્ત્રરચના કરી હશે ! જો આ બધાંનો હિસાબ ગણીએ તો કંઈ મેળ જ બેસતો નથી. અર્થાત સાધુજીવનમાં અતિશય નિરંતર સ્વાધ્યાય જ મહાત્માઓનું કર્તવ્ય હોય એમ લાગે છે.